બધા સમયો અને બધા લોકો માટે યાત્રા: ઇબ્રાહિમ દ્વારા આરંભાયેલ

કતારાગામ મહોત્સવ તરફ દોરી જતી આ તીર્થયાત્રા (પદ યાત્રા) ભારતની બહાર દોરી જાય છે. આ યાત્રા ભગવાન મુરુગનની (ભગવાન કતારાગામ, કાર્તિકેય અથવા સ્કંદ) યાત્રાની ઉજવણી કરે છે જ્યારે તેણે તેના માતાપિતાને (શિવ અને પાર્વતી) તેમના ઘેર હિમાલય વળાવ્યા, જ્યારે સ્થાનિક છોકરી વલ્લીના પ્રેમને લીધે શ્રીલંકાની મુસાફરી કરી હતી. તેમના પ્રેમ અને લગ્ન શ્રીલંકાના કતારાગામ મંદિરમાં કતારાગામ પેરાહેરા મહોત્સવમાં યાદ કરવામાં આવે છે.

ભક્તો તેમની યાત્રા લગભગ ૪૫ દિવસ પહેલા શરુ કરી, સેંકડો કિલોમીટર ચાલીને કતારાગામ પહોંચે છે. યુદ્ધના દેવ ભગવાન મુરુગનની સ્મૃતિમાં, ઘણા લોકો વેલ(ભાલા) રાખે છે, જ્યારે તેઓ સલામત સ્થળેથી નીકળે છે અને આ યાત્રાધામ તરફ઼ અજાણી જગ્યાનો પ્રવાસ કરવા હિંમત કરે છે.

કતારાગામ ઉત્સવની શરૂઆત કરવા માટે તીર્થયાત્રીઓ અમાસના દિવસે કતારાગામ પર્વતનો પ્રવાસ કરીને તેમની યાત્રા પૂર્ણ કરે છે. ૧૪ રાત્રી દરમ્યાન રાત્રિના પેરાહેરામાં મુરુગનની મૂર્તિને વલ્લીના મંદિરમાં લાવવામાં  આવે છે તેની ઉજવણી થાય છે. પૂનમના દિવસની અંતિમ સવારે પરાકાષ્ઠાએ પાણી કાપવાની વિધિ થાય છે કે જ્યાં મુરુગનની મૂર્તિને મેનિકા ગંગા નદીમાં ડૂબાડવામાં આવે છે અને તેનું પવિત્ર જળ ભક્તો પર રેડવામાં આવે છે.

આ તહેવારની બીજી ખાસિયત એ અગ્નિ-ચાલ સમારોહ છે કે જ્યાં ભક્તો સળગતા અંગારા પર ચાલે છે,  અને તત્વોને દૂર કરવા માટે તેમના વિશ્વાસને અવિશ્વસનીયરૂપે જાહેર કરે છે.

માર્ગદર્શન, આશીર્વાદ, સાજાપણું અને તેમના વિશ્વાસની કસોટી માટે વાર્ષિક યાત્રાઓમાં વિવિધ ભાષાના, ધર્મોના અને જાતિના લોકો એક થાય છે. તે સંદર્ભમાં તેઓ ૪000 વર્ષ પહેલાં ઇબ્રાહિમ દ્વારા સ્થાપીત કરેલી રીતને અનુસરે છે. તેઓ ફ઼્ક્ત થોડા મહીનાઓની યાત્રા કરવા નીક્ળ્યા તેમ નહીં પરંતું આખા જીવનભર તેઓ તીર્થયાત્રામાં હતા. તેમની યાત્રાની અસર મારા અને તમારા જીવન પર આજે ૪000 વર્ષ પછી પણ જોવા મળે છે. તેમની યાત્રામાં તેમને પવિત્ર પર્વત પર અવિશ્વસનીય બલિદાન આપીને,ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવાની પણ જરૂર હતી. કે જેઓએ સમુદ્રને કાપીને અને અગ્નિમાંથી ચાલીને રાષ્ટ્રને જન્મ આપ્યો – અને દક્ષિણ એશિયા પર મોટી અસર પહોંચાડી. તેમની યાત્રા સ્થાપવા દ્વારા કેવા આશીર્વાદો અને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે તે સમજવું તે દ્વારા આપણે પ્રકાશીત થવાનું શરૂ કરીએ છીએ. આપણે ઇબ્રાહિમની તીર્થયાત્રાનું અન્વેષણ કરતાં પહેલાં, આપણને વેદ પુસ્તકનમાંથી થોડો સંદર્ભ મળે છે, જે તેમની યાત્રામાં નોંધાયેલ છે.

માણસની સમસ્યા – ઇશ્વરની યોજના

આપણે જોયું કે માનવજાતની ભક્તિ ભ્રષ્ટ થઇ ગઇ છે; અને તેથી સર્જક પ્રજાપતિની ઉપાસના કરવાને બદલે તારાઓ અને ગ્રહોની ભક્તિ કરવાનું ઇચ્છ્યું. આ કારણે પ્રજાપતિએ મનુ/નુહના ત્રણ પુત્રોના વંશજોને તેમની ભાષાઓ ગુંચવી નાખીને તેઓને વેરવિખેર કરી દીધા. આ જ કારણે આજે જુદા જુદા દેશોની અલગ અલગ ભાષાઓ છે. માનવજાતનાં સામાન્ય ભૂતકાળના પડઘા આજે સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાયેલા ૭-દિવસીય કેલેન્ડરોમાં અને તે મહા જળપ્રલયની જુદી જુદી યાદગીરીની વાતોમાં જોઇ શકાય છે.

પ્રજાપતિએ માનવ ઇતિહાસની શરૂઆતમાં વચન આપ્યું હતું કે સંપુર્ણ માણસના બલિદાન દ્વારા ‘સંતો અમરત્વ પ્રાપ્ત કરશે’. આ બલિદાન એક પ્રકારની પૂજા હશે કે જે આપણને ફક્ત બહારથી જ શુધ્ધ કરશે તેમ નહી પરંતુ આંતરીક રીતે પણ શુધ્ધ કરશે. જો કે, સર્જકની ઉપાસના દોષ આવ્યો હોવાથી, નવી વિખરાયેલ ગયેલી પ્રજાઓ આ પ્રારંભિક વચન ભૂલી ગયા. તે ફક્ત પ્રાચીન ઋગ્વેદ અને વેદ પુષ્તકન – બાઇબલ સહિતના મુઠ્ઠીભર સ્ત્રોતોમાં ઉપલબ્ધ છે.

પણ પ્રજાપતિ/પરમેશ્વર પાસે ખાસ યોજના હતી. આ યોજના એવી હતી કે જેની તમે અને હું અપેક્ષા ન રાખી શકીએ કારણ કે તે (આપણને) ખૂબજ નાની અને નજીવી લાગે છે. પરંતુ આ તે યોજના હતી જે તેણે પસંદ કરી. આ યોજનામાં એક માણસ અને તેના પરિવારને ૨000 ઇ.સ. પુર્વે ની આસપાસ બોલાવવામાં આવ્યો હતો (એટલે ​​કે આજથી ૪000 વર્ષ પહેલાં) અને જો તે આશીર્વાદ લેવાનું પસંદ કરે તો તેને અને તેના વંશજોને આશીર્વાદ આપવાનું વચન આપ્યું હતું. અહીં તે કેવી રીતે બન્યું તે બાઇબલ વર્ણવે છે.

ઇબ્રાહિમ માટે વચન

હોવાએ ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તારા સગાંસંબંધી, અને તારા પિતાના પરિવારને છોડી દે અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ. હું તને એક મહાન રાષ્ટ બનાવીશ. હું તારા નામને પ્રસિધ્ધ કરીશ. લોકો તારા નામ દ્વારા બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને હું આશીર્વાદ આપીશ. પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ. પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
4 ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો.
5 ઇબ્રામે જયારે હારાન છોડયું ત્યારે તે એકલો ન હતો. ઇબ્રામે પોતાની પત્ની સારાયને અને પોતાના ભાઈના દીકરા લોતને હારાનમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી સંપત્તિને તથા તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધાં અને તેઓ કનાન દેશ જવા નીકળ્યાં અને ત્યાં પહોંચ્યાં.
6 ઇબ્રામે કનાનના પ્રદેશમાં થઇને શખેમ નગર સુધી યાત્રા કરી. અને મોરેહના મોટા વૃક્ષ સુધી ગયો. એ સમયે તે દેશમાં કનાની લોકો વસતા હતા.
7 યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી.

ઉત્પત્તિ ૧૨:૧-૭

આજે કેટલાક લોકોને એ વાતનું આશ્ચર્ય થાય છે કે શું કોઈ એવો વ્યક્તિગત ઇશ્વર છે કે જે આપણને મુશ્કેલ જીવનમાં મદદ કરે, પૂરતી કાળજી રાખે અને આશા આપે. આ વાતમાં આપણે આ પ્રશ્નને ચકાસી શકીએ છીએ; કારણ કે તેમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિને વ્યક્તિગત વચન આપવામાં આવે છે. આ અહેવાલમાં નોંધ્યું છે કે યહોવાએ સીધા જ ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે ‘હું તારું નામ મહાન કરીશ’. આપણે ૨૧ મી સદીમાં જીવીએ છીએ – ૪000 વર્ષ પછી પણ ઇબ્રાહિમ/અબ્રામનું નામ ‘ઇતિહાસમાં સૌથી વૈશ્વિક માન્યતા પ્રાપ્ત’ નામ છે. આ વચન અક્ષ્રરસહ, ઐતિહાસિક અને તપાસતાં ખરા અર્થમાં સત્ય માલુમ પડ્યું છે.

બાઇબલની પ્રાચિન પ્રત ડેડ સી સ્ક્રોલની છે જેની તારીખ ૨00-૧00 ઇ.સ. પુર્વેની છે. આનો અર્થ એ છે કે આ વચન, ખૂબ જ અગાઉના સમયથી લેખિતમાં આવ્યું છે. પરંતુ  ઇ.સ. પૂર્વે ૨૦૦ સુધીમાં ઇબ્રાહિમ નામના વ્યક્તિ જાણીતા નહોતા – ફક્ત યહૂદીઓના નાના લઘુમતી સમાજ માટે જ તે પરિચિત હતા. તેથી આપણે જાણીએ છીએ કે આ લખાયું ત્યારબાદ આ વચનો પૂરા થયા. આ એવી કોઇ બાબત નથી કે જ્યાં વચનો પરીપુર્ણ થાય ત્યારબાદ આ બાબતો લખાય.

… તેમના મહાન રાષ્ટ્ર દ્વારા

ઇબ્રાહિમના જીવન સંબંધી આશ્ચર્યજનક બાબત એ છે કે કોઇ વ્યક્તિ કે જેને મહાન બનાવે એવું કોઇ મોટું કામ કર્યું હોય તેવું કોઇ નોંધપાત્ર કાર્ય ખરેખર તેણે તેના જીવનમાં કર્યું ન હતું. તેમણે કંઇપણ અસાધારણ લખ્યું ન હતું (જેમ કે વ્યાસ જેમણે મહાભારત લખ્યો હતો), તેમણે નોંધપાત્ર કંઈ બનાવ્યું ન હતું (શાહજહાં જેમણે તાજમહેલ બનાવ્યો હતો), તેમણે પ્રભાવશાળી લશ્કરી કુશળતા સાથે લશ્કરનું નેતૃત્વ કર્યું ન હતું (જેમ કે ભગવદ્દ ગીતામાં અર્જુન), કે ન તો તેમણે રાજકીય રીતે દોર્યા (જેમ મહાત્મા ગાંધીએ કર્યું). તેણે કોઇ રાજાની માફ઼ક રાજ્ય પર શાસન કર્યું ન હતું. તે અરણ્યમાં તંબુઓમાં વસ્યો પ્રાર્થના કરી તે સિવાય બીજું કંઇ જ ન કર્યું અને પછી તેને એક પુત્ર પણ થયો.

જો તમે તેના દિવસો સંબંધી કંઇ ધાર્યું હોય કે કોઇક ને હજારો વર્ષ પછી પણ યાદ કરવામાં આવે, તો કદાચ જેઓ ઇતિહાસમાં જીવી ગયા તેવા રાજાઓ, સેનાપતિઓ, લડવૈયાઓ, અને દરબાર કવિઓને યાદ કરી શકીએ. પરંતુ તેમના નામો બધા ભૂલાઇ ગયા છે – જ્યારે અનેક ઘણી મુશ્કેલીઓ ઉઠાવીને અરણ્યમાં કુટુંબ સાથે જીવતી આ વ્યક્તિનું નામ દુનિયાભરના ઘરોમાં જાણીતું બન્યું છે. તેમનું નામ ફક્ત એટલા માટે મહાન છે કારણ કે જે પ્રજાના તેઓ પિતા બન્યા તે પ્રજાએ તેમની ઐતિહાસિક નાંધ રાખી અને પાછળથી તેમના વંશમાં જે પુરુષો અને પ્રજા પેદા થઈ તેઓ મહાન બન્યા હતા. અને બિલકુલ લાંબા સમય પછી જે વચન આપવામાં આવ્યું હતું તે પ્રમાણે બન્યું, (“હું તમને એક મહાન રાષ્ટ્ર બનાવીશ … હું તમારું નામ મહાન બનાવીશ”). હું ઇતિહાસમાં બીજા કોઇના વીશે જાણતો નથી કે જે તેના વંશજોને કારણે મહાન બન્યા હોય અને નહી કે પોતાની મહાન સિદ્ધિઓ વડે.

વચન આપનારની ઇચ્છા દ્વારા

યહુદીઓ કે જેઓ આજે ઇબ્રાહિમથી ઉતરી આવ્યા છે – – તેઓ ખરેખર એક મહાન રાષ્ટ્ર તરીકે ક્યારેય ઓળખાયા ન હતા. તેઓએ ઇજિપ્તવાસીઓના પિરામિડ જેવા મહાન સ્થાપત્ય બાંધકામો બનાવ્યા નહોતા – અને તાજમહલની જેમ કંઇ જ નહીં, તેઓએ ગ્રીક લોકોની જેમ ફિલસૂફી લખી ન હતી, અથવા બ્રિટિશરો જેવા દૂરના પ્રદેશોમાં વહીવટ કર્યો ન હતો. આ બધા દેશોએ વિશ્વ-શક્તિ સામ્રાજ્યોના સંદર્ભમાં આવું કર્યું હતું જેણે તેમની વિસ્તૃત સરહદો અસાધારણ લશ્કરી શક્તિ દ્વારા લંબાવી હતી – આવું કંઈ યહૂદીઓ પાસે ન હતું. યહૂદી લોકોની મહાનતા મોટે ભાગે નિયમશાસ્ત્ર અને પુસ્તક (વેદ પુસ્તાકન અથવા બાઇબલ) ને કારણે હોય છે કે જે તેઓના દ્વારા આવ્યું હતું. તેમના રાષ્ટ્રમાંથી આવેલા કેટલાક નોંધપાત્ર વ્યક્તિઓમાંથી; અને તેઓ આ હજારો વર્ષોથી અલગ અને કંઈક અંશે જુદા લોકોના જૂથ તરીકે ટકી રહ્યા છે. તેમની મહાનતા ખરેખર તેઓએ કરેલા કંઈ મોટા ક્રુત્યને કારણે નથી, પરંતુ તેમના દ્વારા જે કરવામાં આવ્યું તે હતું.

તે યાત્રાપ્રવાસ જે હજી પણ વિશ્વને હચમચાવે છે

આ નકશામાં અબ્રાહમની યાત્રાના માર્ગને બતાવવામાં આવ્યો છે

બાઇબલ રેકોર્ડ કરે છે કે “તેથી યહોવાએ કહ્યું હતું તેમ ઇબ્રામ ચાલી નીકળ્યો” (ક. ૪). તે યાત્રાએ નીકળ્યો, કે જે આ નકશામાં બતાવવામાં આવ્યો છે કે જે હજી પણ ઇતિહાસ બનાવે છે.

આપણે માટે આશીર્વાદ

પરંતુ તે ત્યાં સમાપ્ત થતું નથી કારણ કે કંઈક બીજું વચન પણ આપવામાં આવ્યું છે. આશીર્વાદ ફક્ત અબ્રાહમ માટે જ નહોતો કારણ કે તે વચન એમ પણ કહે છે


“પૃથ્વી પરના બધા લોકો તમારા દ્વારા આશીર્વાદ પામશે”   

ક. ૪

જેની હું અને તમે નોંધ લઇએ. પછી ભલે આપણે આર્ય હોય, દ્રવિડિયન, તામિલ, નેપાળી હોય અથવા બીજું કંઈક; ભલે આપણી જાતિ ગમે તે હોય; આપણો ધર્મ ગમે તે હોય, પછી ભલે તે હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ કે ખ્રિસ્તી હોય; ભલે આપણે શ્રીમંત હોય કે ગરીબ, સ્વસ્થ કે બીમાર; શિક્ષિત છે કે નહીં – પૃથ્વી પરના બધા લોકો માં આપણા બધાને સામેલ કરવામાં આવ્યા છે. આશીર્વાદ માટેના આ વચનમાં તે સમયથી આજ સુધી જીવંત દરેકનો સમાવેશ છે – જેનો અર્થ તમે છો. કેવી રીતે? ક્યારે? કેવા આશીર્વાદ? આ સ્પષ્ટ રીતે અહીં જણાવ્યું નથી, પરંતુ આ તો એ જન્મ છે જે તમને અને મને અસર કરે છે.

આપણે હમણાં જ ઐતિહાસિક અને શાબ્દિક રીતે ચકાસણી કરી છે કે ઇબ્રાહિમને આપેલા વચનનો પહેલો ભાગ સાચો પુરવાર થયો છે. તેથી શું હવે આપણી પાસે વિશ્વાસ કરવાનું સારું કારણ નથી કે હવે તમને અને મને આપેલા વચનનો ભાગ પણ પૂરો થશે? કારણ કે તે સાર્વત્રિક અને યથાર્થ છે; આ વચન સત્ય છે. પરંતુ આપણે આ વચનના સત્યને સમજવા માટે તેને ખુલ્લું કરવાની જરૂર છે . આપણને પ્રકાશિત થવાની જરૂર છે જેથી આપણે સમજીએ કે આ વચન આપણને કેવી રીતે ‘સ્પર્શ’ કરી શકે છે. આપણે અબ્રાહમની તીર્થયાત્રાને અનુસરતાં સતત પ્રકાશિત થવાની જરુર છે. મોક્ષ કે જે પ્રાપ્ત કરવા વિશ્વભરના ઘણા લોકો ખૂબ જ મહેનત કરી રહયા છે, તેની ચાવી(માર્ગ) આપણા બધા આગળ પ્રગટ થયેલ છે; પણ જો આપણે આ નોંધપાત્ર માણસને અનુસરીએ છીએ તો તે આપણને પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *