જીવતું પાણી: ગંગા તીર્થની દ્રષ્ટી

જો કોઈ ઈશ્વરને પ્રાપ્ત કરવાની આશા રાખે તો અસરકારક તીર્થ આવશ્યક છે. તીર્થ (સંસ્કૃત तीर्थ) નો અર્થ છે “એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, સામે કાંઠે જવું”, અને તે કોઈપણ જગ્યા, શાસ્ત્ર અથવા વ્યક્તિ કે જે પવિત્ર છે તેનો ઉલ્લેખ કરે છે. તીર્થ એ બે અલગ અલગ દુનીયા વચ્ચેનો પવિત્ર સંગમ છે કે જ્યાં એકબીજાનો મેળાપ થાય છે અને તેમ છતાં એકબીજાથી જુદા છે. વૈદિક ગ્રંથોમાં, તીર્થ (અથવા ક્ષેત્ર, ગોપીઠ અને મહાલય) એ પવિત્ર વ્યક્તિ અથવા પવિત્ર લખાણનો ઉલ્લેખ કરે છે, જે એક અસ્તિત્વની અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા સંક્રમણને પ્રેરણા આપી શકે છે.

તીર્થ-યાત્રાતીર્થ સાથે સંકળાયેલ મુસાફ઼રી છે

આપણા આંતરિક જીવનનું નવીનિકરણ અને શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે આપણે તીર્થ-યાત્રાઓ કરીએ છીએ, અને યાત્રામાં આધ્યાત્મિક યોગ્યતા હોવાને કારણે વૈદિક ગ્રંથોમાં તેને સમર્થન આપવામાં આવ્યું છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે તીર્થ-યાત્રા પાપોથી છૂટકારો આપી શકે છે. તીર્થ-યાત્રાઓ આંતરિક ધ્યાનની યાત્રાઓથી માંડીને વ્યક્તિગત રૂપે પ્રખ્યાત મંદિરોની યાત્રે જવું અથવા ગંગા જેવી નદીઓમાં સ્નાન કરવા સુધીની સંભાવનાનો સમાવેશ કરે છે, જે કદાચ સૌથી મહત્વપૂર્ણ તીર્થ ધામ છે. પાણી એ ભારતીય પરંપરાનું સૌથી પવિત્ર પ્રતીક છે, ખાસ કરીને ગંગાનુ પાણી. ગંગા નદીની દેવી ગંગા માતા તરીકે આદરણીય છે.

તીર્થ તરીકે ગંગા જળ

ગંગા તેના સર્વ માર્ગમાં પવિત્ર ગણાય છે. દૈનિક ધાર્મિક વિધિઓ, દંતકથાઓ, ભક્તિની રીતો અને ગંગા દેવીની શક્તિ અને તેના જીવંત પાણી સંબંધીની માન્યતાઓ આજે ​​પણ ભક્તિનું કેન્દ્ર છે. ઘણી મરણોત્તર વિધિમાં ગંગા જળની જરૂર પડે છે. ગંગા આમ જીવતા અને મૃતકો વચ્ચે તીર્થ છે. ગંગા ત્રણ વિશ્વમાં વહેતી હોવાનું કહેવામાં આવે છે: સ્વર્ગ, પૃથ્વી અને નર્ક, જેને ત્રિલોક-પથ-ગામિની તરીકે ઓળખવામાં આવે છે. આમ તે ગંગાના ત્રિસ્થલી (“ત્રણ સ્થળો”) છે જ્યાં સામાન્ય રીતે શ્રાદ્ધ અને વિસર્જન કરવામાં આવે છે. ઘણા તેમની રાખ ગંગા નદીમાં પધરાવવાની ઇચ્છા રાખે છે.

પર્વતોમાં ગંગા નદી

ગંગાની પૌરાણિક કથા

શિવ, ગંગાધર અથવા “ગંગાના વાહક”, ગંગાના સાથી હોવાનું કહેવાય છે. વૈદિક ગ્રંથોમાં ગંગાના અવરોહણમાં શિવની ભૂમિકા વિશે જણાવ્યું છે. જ્યારે ગંગા પૃથ્વી પર ઉતરી હતી, ત્યારે શિવાએ તેને તેના માથા પર ઉતારવાનું વચન આપ્યું હતું જેથી પૃથ્વી છીન્નભીન્ન થાય નહીં. જ્યારે ગંગા શિવના માથા પર પડી ત્યારે શિવના વાળથી તેના પતનને વિભાજીત કરીને ગંગાને સાત પ્રવાહોમાં વિખેરી નાખ્યાં, આ પ્રત્યેક પ્રવાહો ભારતના જુદા જુદા ભાગમાં વહી રહ્યા છે. તેથી, જો કોઈ ગંગા નદીની યાત્રા ન કરી શકે, તો ગંગા જેવી શુદ્ધતા ધરાવતી બીજી નદીઓ યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી જેવા આ અન્ય પવિત્ર પ્રવાહોની યાત્રા કરી શકે છે.

ગંગાના અવરોહણને અવિરત માનવામાં આવે છે; ગંગાના પાણીની દરેક લહેર પૃથ્વીને સ્પર્શ કરતા પહેલાં શિવના માથાને સ્પર્શે છે. ગંગા એ શિવની શક્તિ અથવા તાકાતનું પ્રવાહી સ્વરૂપ છે. પ્રવાહી શક્તિ  હોવાને કારણે, ગંગા ઈશ્વરનો અવતાર છે, ઈશ્વરનો દૈવી અવતાર છે, સર્વને માટે મુક્તપણે વહે છે. તેના ઉતાર પછી, ગંગા શિવનું વાહન બની ગયું, તેના હાથમાં કુંભ  (પુષ્કળ ફૂલદાની) પકડીને તેના વહન (વાહન) મગર (મકર) ની પીઠ પર બેસતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

ગંગા દશહારા

દર વર્ષે, ગંગા દશહારાનો તહેવાર ગંગાને સમર્પિત આ પૌરાણિક કથાઓ પર ઉજવવામાં આવે છે. આ તહેવાર મે અને જૂનમાં દસ દિવસ સુધી ચાલે છે, જેની પૂર્ણાહુતિ જ્યેષ્ઠ મહિનાના દસમા દિવસે થાય છે. આ દિવસે સ્વર્ગથી પૃથ્વી સુધી ગંગાના અવરોહણને (અવતાર) ને ઉજવવામાં આવે છે. તે દિવસે ગંગાના પાણી અથવા અન્ય પવિત્ર પ્રવાહોમાં ત્વરીત ડૂબકી મારવાથી દસ પાપ (દશહર) અથવા દસ જીવનકાળના પાપોમાંથી છુટકારો મળે છે.

ઈસુ: તીર્થ તમને જીવતું પાણી આપે છે

ઈસુએ પોતાનું વર્ણન કરવા માટે આ જ વિચારોનો ઉપયોગ કર્યો. તેમણે જાહેર કર્યું કે તે ‘જીવતું પાણી”  છે અને તે ‘શાશ્વત જીવન આપે છે.’ આ તેમણે પાપમાં ફસાયેલી સ્ત્રીને કહ્યું અને તેથી એવી જ સ્થિતિમાં હોવાથી આપણા બધાને માટે પણ તે ઈચ્છે છે. ખરેખર, તેઓ કહેતા હતા કે તે તીર્થ છે અને સૌથી મહત્વપૂર્ણ તીર્થ-યાત્રા આપણે તેમની પાસે આવીએ તે છે. આ સ્ત્રીએ અનુભવ્યું કે તેના ફક્ત દસ જ નહીં, પણ બધા પાપો, એકીવેળાએ જ શુદ્ધ થયા છે. જો તમે તેની  શુદ્ધિકરણની શક્તિ માટે ગંગાનું પાણી મેળવવા માટે લાંબી મુસાફરી કરો છો, તો પછી ઈસુ જે ‘જીવતુ પાણી” આપે છે તેને સમજો. તમારે આ પાણી માટે જગિક મુસાફરી કરવાની જરૂર નથી, પરંતુ જેમ  સ્ત્રીને પ્રાપ્ત થયું, તેમ તેમનું પાણી તમને શુદ્ધ કરી શકે તે પહેલાં તમારે આંતરિક શુધ્ધતા માટે આત્મ-સાક્ષાત્કારની યાત્રા કરવી પડશે.

સુવાર્તા આ સામનો કરતા અનુભવને નોંધે છે:

ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરે છે

ગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો.
2 તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો.
3 તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી.
4 તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો.
5 તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.
6 ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો.
7 યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે.
8 યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો.
9 સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.
10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ.
11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ.
12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.
13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.
14 તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
15 યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે.” મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.”
16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા.
17 મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં.
18 કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.
19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?”
20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.
21 યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”
22 પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”
23 યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.”‘ યશાય 40:3
24 આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા.
25 આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”
26 યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી.
27 તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”
28 યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની. આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.
29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે!
30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’
31 જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો. પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ (યહૂદિઓ) જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.”
32 પછી યોહાને કહ્યું, “હું પણ જાણતો નહોતો કે ખ્રિસ્ત કોણ હતો. પરંતુ દેવે મને લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલ્યો અને દેવે મને કહ્યું, ‘તું જે માણસ પર આત્માને નીચે ઉતરતો અને રહેતો જોશે, તે માણસ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે. યોહાને કહ્યું, મેં આમ થતાં જોયું છે. મેં આત્માને આકાશમાંથી નીચે આવતો જોયો. આત્મા કબૂતર જેવો દેખાયો અને તેના (ઈસુ) પર તે બેઠો.
33
34 તેથી હું લોકોને કહું છું, ‘તે આ છે. તે (ઈસુ) દેવનો દીકરો છે.”‘
35 ફરીથી બીજે દિવસે યોહાન ત્યાં હતો. યોહાનના બે શિષ્યો તેની સાથે હતા.
36 યોહાને ઈસુને બાજુમાંથી પસાર થતાં જોયો. યોહાને કહ્યું, “જુઓ, દેવનું હલવાન!”
37 તે બે શિષ્યોએ યોહાનને આમ કહેતા સાંભળ્યો, તેથી તેઓ ઈસુને અનુસર્યા.
38 ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા. ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?”તે બે માણસોએ પૂછયું, “રાબ્બી, તું ક્યાં રહે છે?” (“રબ્બી” નો અર્થ “શિક્ષક”)
39 ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.
40 તે બે માણસો યોહાન પાસેથી ઈસુ વિષે સાંભળ્યા પછી તેઓ ઈસુની પાછળ ગયા. આ બે માણસોમાંના એકનું નામ આંન્દ્રિયા હતું. આંન્દ્રિયા સિમોન પિતરનોભાઈ હતો.
41 આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો. આંન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમે મસીહને શોધી કાઢયો છે.” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.)
42 પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો, ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું, ‘તું યોહાનનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે. (“કેફા” નો અર્થ “પથ્થર” થાય છે.)

યોહાન ૪:૧-૪૨

ઈસુએ બે કારણોસર પાણી માંગ્યું. પ્રથમ, તે તરસ્યા હતા. પરંતુ તે (રૂષિ હોવાથી) જાણતા હતા કે તે સ્ત્રી પણ અલગ  અર્થમાં સંપૂર્ણપણે તરસી હતી. તેણીને તેના જીવનમાં સંતોષ પ્રાપ્તી માટેની તરસ હતી. તેણે વિચાર્યું કે તે પરપુરુષો સાથે અયોગ્ય સંબંધો રાખીને આ તરસને સંતોષી શકે છે. તેથી તેણીના ઘણા પતિ હતા અને તેણી જ્યારે ઈસુ સાથે વાત કરતી હતી તે વખતે પણ તે એક એવા પુરુષ સાથે રહેતી હતી જે તેનો પતિ ન હતો. તેના પડોશીઓ તેને અનૈતિક સ્ત્રી તરીકે જોતા. આ જ કારણથી તે બપોરના સમયે પાણી લેવા એકલી ગઈ હતી કારણકે ગામની અન્ય મહિલાઓ સવારની ઠંડા પહોરે કૂવા ઉપર પાણી ભરવા જાય ત્યારે તેણી તેઓની સાથે જાય તેમ ઈચ્છતી ન હતી. આ સ્ત્રીના ઘણા પુરુષો હતા, અને તેથી તે ગામની અન્ય મહિલાઓથી પોતાને અલિપ્ત રાખતી હતી.

ઈસુએ તરસના વિષયનો ઉપયોગ કર્યો જેથી તેણી સમજી શકે કે તેના પાપનું મૂળ તેના જીવનમાં રહેલી એક ઊંડી તરસ હતી – જે તરસને છીપાવવી ખુબજ જરુરી હતું. તેઓ તેણીને (અને આપણને) પણ જાહેર કરતા હતા કે જે અતૃપ્તિ આસાનીથી આપણને પાપ તરફ દોરી જાય છે તેમાંથી છોડાવીને છેવટે ફક્ત તેઓ જ આપણી આંતરિક તરસને છીપાવી શકે છે.

માનવું – સત્યની કબૂલાત કરવી

પરંતુ ‘જીવંત પાણી’ આપવાના આમંત્રણે મહિલાને મુશ્કેલીમાં મુકી દીધી. જ્યારે ઈસુએ તેણીને તેના પતિને તેડી લાવવાનું કહ્યું ત્યારે તેમણે હેતુંપૂર્વક આ બાબત કહી કે જેથી આ સ્ત્રી તેના પાપને ઓળખી ને સ્વીકારે શકે અને – તેની કબૂલાત કરવા કારણભુત બને. આપણે કોઇ પણ કિંમતે આવું ટાળવા કોશીષ કરીએ છીએ! આપણે આપણાં પાપ છુપાવવાનું પસંદ કરીએ છીએ, કોઈ જોશે નહીં એવી આશા રાખીએ છીએ. અથવા આપણે દલીલ કરીએ છીએ, આપણા પાપનું બહાનું બનાવીએ છીએ. પરંતુ જો આપણે ઈશ્વરની વાસ્તવિકતા કે જે આપણને ‘શાશ્વત જીવન” તરફ દોરી જાય છે તેનો અનુભવ કરવા માગતા હોય, તો આપણે પ્રામાણિક બનવું જોઈએ અને આપણા પાપને સ્વીકારવું જોઈએ, કારણ કે સુવાર્તા વચન આપે છે કે:

8 જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી.
9 પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે.

૧ યોહાન ૧:૮-૯

આ કારણસર, જ્યારે ઈસુએ સમરૂની સ્ત્રીને કહ્યું કે

24 દેવ આત્મા છે. તેથી જે લોકો દેવને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”

યોહાન ૪:૨૪

 ‘સત્ય’ એટલે કે તેનો અર્થ આપણે આપણી જાત વિશે સાચા બનવાનો હતો, નહિ કે આપણા ખોટાને છુપાવવાનો કે બહાનુ કાઢવાનો. અદભૂત સમાચાર એ છે કે ઈશ્વર ‘શોધે’છે અને આ પ્રકારની પ્રામાણિકતા સાથે આવનારા ભક્તોથી તે પોતે માં નહીં ફ઼ેરવી લે – પછી ભલે તેઓ કેટલા પણ અશુદ્ધ થઈ ગયા હોય.

પરંતુ તેણીને માટે તેનું પોતાનું પાપ સ્વીકારવું ખૂબ મુશ્કેલ હતું. તેને છુપાવવા માટેની એક અનુકૂળ રીત એ છે કે ચર્ચાના વિષયને બદલી નાખવો એટલે કે આપણા પાપ વિષયને ધાર્મિક વિવાદમાં ફેરવવો નાખવો. વિશ્વમાં હંમેશાં ઘણા ધાર્મિક વિવાદો થતા હોય છે. તે દિવસોમાં સમરૂનીઓ અને યહૂદીઓ વચ્ચે કયું ભજન કરવાનું સ્થળ વધારે યોગ્ય છે તે માટે ધાર્મિક વિવાદ ચાલતો હતો. યહૂદીઓ કહેતા કે યરૂશાલેમમાં ભજન થવુ જોઈએ અને સમરૂનીઓ કહેતા હ્તા કે તે બીજા પર્વત પર થવું જોઈએ. તેણી આ વાતચીતને ધાર્મિક વિવાદ તરફ઼ ફ઼ેરવીને તેના પાપ વિષય્ને દૂર રાખવાની આશામાં હતી. તે હવે તેના પાપને તેના ધર્મના ઓથા પાછળ છુપાવી શકતી હતી.

આપણે પણ કેટલી સરળતાથી અને કુદરતી રીતે આ પ્રમાણે કરતા હોઇએ છીએ – ખાસ કરીને જો આપણે ધાર્મિક છીએ તો. પછી આપણે ન્યાય કરી શકીએ છીએ કે અન્ય લોકો કેવી રીતે ખોટા છે અથવા આપણે કેવી રીતે સાચા છીએ – તેમ કરવા દ્વારા આપણે આપણા પાપોની કબૂલાત કરવાની જરૂરિયાતને અવગણી રહ્યા હોઇએ છીએ.

ઈસુએ તેની સાથેના આ વિવાદને આગળ વધાર્યો નહીં. તેમણે ભાર મુક્યો કે ભજનસ્થળ એટલું અગત્યનું નથી, પરંતુ ભજનમાં પોતાની પ્રામાણિકતા તે મહત્વની છે. તેણી ઈશ્વરની સમક્ષતામાં ગમે ત્યાં આવી શકે છે (કેમ કે ઈશ્વર તે આત્મા છે), પરંતુ તેણી આ ‘જીવતું પાણી’  પ્રાપ્ત કરે તે પહેલાં તેણે પોતેને પ્રામાણિક આત્મ-અનુભૂતિ કરવાની જરૂર હતી.

આ નિર્ણય આપણે બધાએ લેવો જ જોઇએ

તેથી તેણીએ આ એક મહત્વનો નિર્ણય કરવાનો હતો. તેણી કોઈ ધાર્મિક વિવાદ પાછળ સંતાઈ રહે અથવા તે તેને છોડી શકે છે. પરંતુ આખરે તેણીએ પોતાના પાપને સ્વીકારવાનું અને – કબૂલ કરવાનું – પસંદ કર્યું  એટલે સુધી કે તેણી પોતાના ગામમાં પાછી ગઈ જેથી બીજાઓને તે  જણાવી શકે કે કેવી રીતે આ ઋષિ તેને જાણી શક્યા કે તેણે પોતે શું કર્યુ હતું. તે હવે વધુ પોતાની જાતને છુપાવી રાખી શકી નહીં. આમ કરવા દ્વારા તે ‘વિશ્વાસી’ બની ગઈ. તે અગાઉ પૂજા અને ધાર્મિક વિધિ કરતી હતી, પરંતુ હવે તે – અને તેના ગામના – લોકો ‘વિશ્વાસીઓ’ બની ગયા.

વિશ્વાસી બનવું એટ્લે ફક્ત માનસિક રીતે સાચા ઉપદેશ સાથે સહમત થવું એ નથી – જો કે તે મહત્વપૂર્ણ છે. તે માનવાની બાબત છે કે તેના દયાના વચન પર વિશ્વાસ કરી શકાય છે, અને તેથી તમે હવે પાપને છુપાવી રાખી શકતા નથી. આ તે બાબત છે કે જે ખુબજ લાંબા સમય પહેલા ઇબ્રાહીમે આપણા માટે નમૂનો મૂક્યો હતો – તેણે વચન પર વિશ્વાસ કર્યો.

શું તમે બહાનું કાઢો છો અથવા તમારા પાપ છુપાવો છો? શું તમે તેને શ્રદ્ધાળુ ધાર્મિક વ્યવહાર અથવા ધાર્મિક વિવાદના ઓથા પાછળ છુપાવો છો? અથવા તો તમે તમારા પાપની કબૂલાત કરો છો? આપણા ઉત્પન્નકર્તા સમક્ષ શા માટે ન આવો અને પ્રામાણિકપણે તમારા પાપો કે જે તમને દોષીત ઠરાવે અને શરમમાં નાખે છે તેની કબૂલાત કરો?  તેમ તમે પછી આનંદ કરો છો કે તે તમારી ભક્તિને ‘માન્ય કરે છે’ અને તમને સર્વ અન્યાયથી ‘શુદ્ધ’ કરશે.  

સ્ત્રીએ પ્રમાણિકપણે પોતાની જરૂરિયાતને સ્વીકારવા દ્વારા પોતાને  ખ્રિસ્ત એક ‘મસીહા તરીકેની સમજણ તરફ દોરી ગઈ અને ઈસુ બે દિવસ રોકાયા પછી તેઓ તેને ‘વિશ્વના તારણહાર’ તરીકે સમજ્યા. કદાચ આપણે હજી પણ આ બાબતને સંપૂર્ણપણે સમજી શક્યા નથી. પરંતુ જેમ સ્વામી યોહાને લોકોને તેમના પાપને સમજીને સ્વીકારવાની જરૂરિયાત માટે તૈયાર કર્યા, તેજ રીતે આપણે કેવી રીતે ખોવાઈ ગયા છીએ તે સમજી શકીએ અને તેની પાસેથી જીવતું પાણી પીવા માટે તૈયાર થઇશું.

ઈશ્વરનું રાજ્ય? કમળ, શંખ અને જોડીવાળી માછલીમાં ગુણનું ચિત્ર

કમળ એ દક્ષિણ એશિયાનું પ્રતિકરૂપ ફૂલ છે. કમળનું ફૂલ પ્રાચીન ઇતિહાસમાં એક અગ્રણી પ્રતીક હતું, આજે પણ છે. કમળના છોડ તેમના પાંદડામાં એક વિશિષ્ટ માળખું ધરાવે છે જે સ્વ-સફાઈ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે, કે જેથી આ ફૂલો કાદવમાંથી પણ સ્વચ્છ રીતે નિરંતર ખીલી ઊઠે છે. કાદવમાંથી ઉગતા આ ફૂલનું કુદરતી લક્ષણ એ છે કે જે ગંદકીને પોતાને સ્પર્શવા દેતું નથી તે એક પ્રતિકાત્મક સંદર્ભ પુરો પડે છે. રૂગ્વેદમાં એક રુપકના અર્થમાં કમળનો પ્રથમ ઉલ્લેખ (RV 5.LXVIII.7-9) માં કરવામાં આવ્યો છે કે જ્યાં તે બાળકના સુરક્ષિત જન્મ માટે શુભેચ્છા વ્યક્ત કરવા માટે કરવામાં આવેલ છે.

વિષ્ણુ ઠીંગણા વામન હતા ત્યારે, તેમના સ્ત્રી સાથી લક્ષ્મી પદ્મ અથવા કમલા જેવા મહામંથન સમુદ્રમાં કમળમાંથી દેખાયા હતા, જે બંન્નેનો અર્થ “કમળ” થાય છે. લક્ષ્મી કમળ સાથે ગાઢ સંબંધ રાખે છે, જેમનું પોતાનું રહેઠાણ ફૂલોની અંદર છે.

શંખ એ શંખનું કોચલું છે કે જે ધાર્મિક મહત્વ ધરાવે છે. શંખ એ એક વિશાળ સમુદ્રમાંનો ગોકળગાયનો શંખ છે પરંતુ પૌરાણિક કથાઓમાં શંખ ​​વિષ્ણુનું પ્રતીક છે અને ઘણી વખત રણશિંગા તરીકે ઉપયોગમાં લેવાય છે.

કમળ અને શંખ એ આઠ અષ્ટમંગળા (શુભ ચિન્હો) શિક્ષણનાં સાધનોમાંના બે છે. તેઓ સમયાતીત ગુણો અથવા ગુણ માટે ચિત્રો અથવા પ્રતીકો તરીકે સમજ આપે છે. અસંખ્ય ગ્રંથો ગુણો, જન્મજાત પ્રાકૃતિક શક્તિના ખ્યાલ પર ચર્ચા કરે છે કે જે એકસાથે પરિવર્તન લાવે છે અને વિશ્વને બદલતા રહે છે. સાંખ્ય વિચારધારામાં દર્શાવેલ ત્રણ ગુણોઃ સત્વ(સારાપણું, રચનાત્મક, સુમેળભર્યા), રજસ (આવેગ, સક્રિય, ગુંચવાયેલ), અને તમસ (અંધકાર, વિનાશકારી, અંધાધુંધીભર્યું) છે. ન્યાય અને વૈષશિકા વિચારધારા ધરાવતી શાખાઓ વધુ ગુણોનો સમાવેશ કરે છે. ગુણ સંબંધી ઈશ્વરના રાજ્ય વિશે શું?

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/gunas_diagram.jpg

કમળનું ફૂલ, સાંખ્ય વિચારધારામાં સત્વ, રજસ, તમસ ગુણોનું ચિત્ર રજુ કરે છે

ઈસુએ ઈશ્વરના રાજ્યને ગુણવત્તા ફ઼ેલાવનાર, એક ગુણ તરીકે જોયું, કે જ્યાં તે જગતને મૂળમાંથી બદલી રહ્યું છે અને વિજય મેળવી રહ્યું છે. તેમણે શીખવ્યું કે આપણને ઈશ્વરના રાજ્યમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ આમ કરવા માટે દ્વિજાની પણ જરૂર છે. ત્યારબાદ તેમણે ઈશ્વરના રાજ્યના લક્ષણો અથવા ગુણો માટે છોડ, શંખ અને માછલીની જોડી (અષ્ટમંગળા ચિન્હો) નો ઉપયોગ કરીને ઈશ્વરના રાજ્યના ગુણો સમજવામાં મદદ કરવા માટે તેમના શિક્ષણની રીતોમાં વાર્તાઓની શ્રેણી (જેને દ્રષ્ટાંત  કહે છે)નો ઉપયોગ કર્યો. અહીં તેમના રાજ્ય માટેના દ્રષ્ટાંતો  છે.

જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરના કિનારે જઈને બેઠો.
2 ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં.
3 ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો.
4 જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં.
5 કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં.
6 પણ સૂર્યના તાપથી બધા જ કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં ન હતાં.
7 કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝંાખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા જ દબાવી દીધા.
8 કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા.
9 તમે લોકો જે મને સાંભળી રહ્યાં છો, તે ધ્યાનથી સાંભળો!”

માથ્થી ૧૩:૧-૯
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/Lotus-seeds.jpg

કમળનાં બીજમાં જીવનબળ હોય છે જેનાથી તેમાં ફ઼ણગો ફ઼ૂટે છે

આ દ્રષ્ટાંત નો અર્થ શું હતો?  આપણે અનુમાન લગાવવાની જરૂર નથી, કારણ કે તેમણે પૂછનારાઓને અર્થ આપ્યો:

18 “બી વાવનાર ખેડૂતનાં દૃષ્ટાંતનો અર્થ ધ્યાનથી સાંભળો’
19 “જે બીજ રસ્તા ઉપર પડ્યા છે તેનો અર્થ શો? એનો અર્થ એ કે જે રાજ્ય વિષેની સંદેશ સાંભળે છે પણ તે સમજી શકતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવીને લઈ જાય છે. રસ્તાની કોરે જે વાવેલું તે એ જ છે.

માથ્થી ૧૩:૧૮-૧૯
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/lotus-path2.jpg

પરંતુ આ બીજ પગદંડી રસ્તા પર ઉગી શકતા નથી

20 “અને ખડકાળ પ્રદેશમાં બી પડે છે, તેનો અર્થ શો? એ બી એવા માણસ જેવું છે કે જે ઉપદેશ સાંભળે છે અને તરત જ આનંદથી સ્વીકારી લે છે.
21 તો પણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડીવાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે તે માણસનાં હૃદય સુધી તે ઉપદેશની અસર થાય અને જયારે તેને સ્વીકારેલા સંદેશને લીધે સતાવણી થાય છે ેત્યારે ઝડપથી સિધ્ધાંતો ત્યજી દે છે અને પાછો પડે છે.

માથ્થી ૧૩:૨૦-૨૧
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/lotus-thinsoil.jpg

સૂર્યની ગરમી બીજમાંથી નીકળતા જીવનને મારી શકે છે

22 “અને જે બી કાંટા અને ઝાંખરામાં પડ્યાં છે તે એવી વ્યક્તિ જેવા છે કે જે ઉપદેશ સાંભળે છે પણ જ્યારે દુન્યવી ચિંતાઓ અને સંપત્તિના પ્રલોભનો આવે છે ત્યારે સંદેશને ગુંગળાવી નાખે છે. અને તેને ઊગતા અટકાવે છે. અને તે કોઈ ફળ ધારણ કરી શકતા નથી.

માથ્થી  ૧૩:૨૨
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/lotus-with-weeds.jpg

અન્ય છોડ કમળના ફૂલના વિકાસમાં અવરોધ લાવી શકે છે

23 “સારી જમીન ઉપર પડેલા બી નો અર્થ એ છે કે જે વ્યક્તિ આ ઉપદેશ સાંભળે છે અને સમજે છે તે તેનાં ફળ પામે છે અને કોઈવાર તે જીવનમાં સો ગણાં, કોઈવાર સાઠ ગણાં અને કોઈવાર ત્રીસ ગણાં ફળ ધારણ કરે છે.”

માથ્થી ૧૩:૨૩
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/74116318-landscape-of-lotus-flower-field-with-palm-forest-background.jpg

યોગ્ય જમીનમાં કમળનો છોડ વધશે અને સુંદરતામાં વધશે

ઈશ્વરના રાજ્યના સંદેશા માટે ચાર પ્રતિભાવો છે. પ્રથમની પાસે ‘સમજણ’ નો અભાવ છે અને તેથી દ્રુષ્ટ તેમના હૃદયથી સંદેશને દૂર લઈ જાય છે. બાકીના ત્રણ પ્રતિભાવો શરૂઆતમાં ખૂબ જ સકારાત્મક છે અને તેઓ આનંદ સાથે સંદેશ પ્રાપ્ત કરે છે. પરંતુ આ સંદેશ મુશ્કેલ સમયમાં આપણા હ્ર્દયમાં વધવો જોઈએ. તે આપણા જીવનને અસર ન કરે અને ફ઼ક્ત આપણે તેને માનસિક રીતે સ્વીકારીએ તો તે પુરતું નથી. તેથી આમાંથી બે જવાબો, જોકે તેઓએ શરૂઆતમાં સંદેશ સ્વીકાર્યો, પણ તેઓ હૃદયમાં તેમની સમજમાં વ્રુધ્ધિ પામ્યા નહીં. અહીં ફક્ત ચોથું હૃદય, જે ‘શબ્દ સાંભળે છે અને તે સમજે છે’ તે ઈશ્વર જે રીતે સમજાવી રહ્યા છે તે રીતે તે ખરેખર સમજ પ્રાપ્ત કરશે.

ઈસુએ આ દ્રષ્ટાંત શીખવ્યું જેથી આપણે આપણી જાતને પૂછીએ: ‘આમાંની હું કઈ જમીન છું?’

કડવા દાણા નું દ્રષ્ટાંત

આ દ્રષ્ટાંત સમજાવ્યા પછી ઈસુએ કડવા દાણાનો ઉપયોગ કરીને એક ઉપદેશ આપ્યો.

24 ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી.
25 એક રાત્રે, બધાં જ માણસો ઊંઘતા હતા. ત્યારે તેનો વૈરી આવ્યો અને ઘઉંમાં નકામા બી વાવી ગયો.
26 પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા.
27 ખેડૂતનો છોકરો આવ્યો અને તેને કહ્યું, ‘શું તમે ખેતરમાં સારા બી વાવ્યા ન હતાં? તો પછી ખરાબ છોડ ક્યાંથી આવ્યા?’
28 “તે માણસે ઉત્તર આપ્યો, ‘વૈરીઓએ આ વાવ્યું છે,’“નોકરે પૂછયું, ‘તમે રજા આપો તો નકામા છોડ કાઢી નાખીએ.’
29 “તેણે કહ્યુ, ‘ના, તેમ કરવા જશો તો નકામા છોડ સાથે ઘઉંના છોડ પણ ઉખાડી નાખશો.
30 પાક લણતાં સુધી ઘઉં અને નકામા દાણા ભલે સાથે ઊગે પાક લણણીના સમયે લણનારાઓને હું કહીશ પહેલા નકામા છોડને ભેગા કરો. તેમને બાળી નાખવાના હેતુથી તેમના ભારા બાંધો. અને પછી ધઉં મારા કોઠારમાં ભેગા કરો.”‘

માથ્થી ૧૩:૨૪-૩૦
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/wheat-tares.jpg

કડવા દાણા અને ઘઉં: ઘઉં પાકે તે અગાઉ અને કડવા દાણા એકસરખા દેખાય છે

અહીં તે આ દૃષ્ટાંતને સમજાવે છે.

36 પછી ઈસુ લોકસમુદાયને છોડી ઘરમાં ગયો, તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી, “અમને ખેતરના નકામા છોડવાનું દૃષ્ટાંત સમજાવો.”
37 ઈસુએ ઉત્તર આપ્યો, “જેણે સારા બી નું વાવેતર કર્યુ છે તે માણસનો દીકરો છે.
38 આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે.
39 જે વૈરીએ ખરાબ બી વાવ્યા તે શેતાન છે, કાપણી એ જગતનો અંત છે, અને પાક લણનારા એ દૂતો છે.
40 “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે.
41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે એ દૂતો એવા લોકો જેઓ બીજાને પાપ કરવા પ્રેરે છે અને જેઓ અનિષ્ટ કરે છે તેમને બહાર કાઢશે અને તેમને તેના રાજ્યની બહાર લઈ જશે.
42 તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે.
43 ત્યારે સારા લોકો જ તેના બાપના રાજ્યમાં સૂરજની જેમ ચમકશે. જે સાંભળી શકતા હોય તે મારી વાત ધ્યાનથી સાંભળી લો!

માથ્થી ૧૩:૩૬-૪૩

રાઈના બીજ અને ખમીરની ઉપમાનું દ્રષ્ટાંત

ઈસુએ અન્ય સામાન્ય છોડના દાખલાઓ દ્વારા કેટલાક ખૂબ ટૂંકા દૃષ્ટાંતો પણ શીખવ્યાં.

31 પછી ઈસુએ લોકોને બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે જેને માણસે લઈને તેના ખેતરમાં વાવ્યું.
32 બધા જ બી કરતાં તે સૌથી નાનું છે. પણ તે જ્યારે ઉગે છે ત્યારે બગીચાનાં બધાજ છોડ કરતાં બધારે મોટું બને છે અને તે વૃક્ષ બને છે. અને પક્ષીઓ ત્યાં આવીને ડાળીઓમાં માળા બાંધે છે.
33 પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર ન થયું ત્યાં સુધી તે રહેવા દીઘું.”

માથ્થી ૧૩:૩૧-૩૩
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/mustard_seed.jpg

રાઈનું બીજ નાનું છે.

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/mustard-field-on-sunny-day.jpg

રાઈના છોડ રસદાર અને મોટા થાય છે

ઈશ્વરનું રાજ્ય આ વિશ્વમાં નાની અને મામૂલી રીતે શરૂ થશે, અને જે રીતે લોટમાં ખમીર કામ કરે છે અને નાના બીજમાંથી જેમ મોટો છોડ ઉગે છે તેમ આખા વિશ્વમાં ઈશ્વરનું રાજ્ય વ્રુધિ પામે છે. તે બળ દ્વારા, અથવા,એકાએક થતું નથી પણ તેની વૃદ્ધિ અદૃશ્ય છે પરંતુ સર્વ જ્ગ્યાએ છે અને તેને રોકી શકાતું નથી.

છૂપાયેલ ખજાનો અને મુલ્યવાન મોતીનું દ્રષ્ટાંત

44 “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.
45 “વળી, આકાશનું રાજ્ય સુંદર સાચા મોતીની શોધ કરવા નીકળેલા એક વેપારી જેવું છે.
46 એક દિવસે તે વેપારીએ આ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું.

માથ્થી ૧૩:૪૪-૪૬
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/conches.jpg

શંખના કોચલામાં મુલ્યવાન ખજાનો હોઈ શકે છે પરંતુ આ મુલ્યવાન વસ્તું બહારથી દેખાતી નથી https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/conch-and-pearl.jpg

કેટલાક શંખના કોચલાની અંદર ગુલાબી મોતી છે – જેનું છુપું મૂલ્ય ખુબજ મોટું છે

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/conch-pearl-ring.jpg

ગુલાબી મોતી ખૂબ મૂલ્યવાન છે

દ્રષ્ટાંતો ઈશ્વરના રાજ્યના મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોઈ ખેતરમાં છુપાયેલા ખજાનોનો વિચાર કરો. ખજાનો છુપાયેલ હોવાથી, ખેતર પાસેથી પસાર થતા દરેકને લાગે છે કે ખેતરનું મૂલ્ય થોડું છે અને તેથી તેમને તેમાં કોઈ રસ નથી. પરંતુ કોઈકને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ ખજાનો છે, તો તે ખેતર તેને માટે ખૂબ મૂલ્યવાન બને છે – તે એટલું બધું મૂલ્યવાન બને છે કે તેને ખરીદવા અને ખજાનો મેળવવા માટે બધું વેચવા માટે તે પૂરતું ગણે છે. મૂલ્યવા તેથી તે ઈશ્વરના રાજ્ય સંબંધી પણ આવું જ છે – મોટાભાગના લોકોએ જેનું મૂલ્ય આંક્યું નહી, પરંતુ થોડા લોકો જે તેની કિંમતનું મોટુ મૂલ્ય આંકી શક્યા.

જાળનું દ્રષ્ટાંત

47 “અને આકાશનું રાજ્ય એક જાળ જેવું છે, જેને સરોવરમાં નાખીને બધીજ જાતની માછલીઓ પકડી હતી.
48 જ્યારે જાળ પૂરી માછલીઓથી ભરાઈ ગઈ ત્યારે તેણે જાળને પાણીમાંથી બહાર કાઢી સારી માછલીઓ ટોપલીઓમાં ભરી દીઘી. અને ખરાબ માછલીઓને ફેંકી દીઘી.
49 સૃષ્ટિના અંત સમયે પણ આવું જ થશે. દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે.
50 દૂતો દુષ્ટ માણસોને ધગધગતા અગ્નિમાં ફેંકી દેશે જ્યાં એ લોકો કલ્પાંત કરશે અને દુ:ખથી તેમના દાંત પીસશે અને દુ:ખી થશે.”

માથ્થી ૧૩:૪૭-૫૦
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/sorting-fish-goa.jpg

ઈશ્વરનું રાજ્ય ગોવામાંના આ માછીમારોની માફ઼ક માણસોને અલગ કરશે

ઈસુએ – ઈશ્વરના રાજ્ય વિશે શીખવવા માછલીની જોડીને ટાંકીને બીજા એક અષ્ટમંગલાનો ઉપયોગ કર્યો. ઈશ્વરનું રાજ્ય લોકોને માછલીઓને અલગ કરતા માછીમારોની જેમ લોકોને બે જૂથોમાં અલગ કરશે. આ ન્યાય ના દિવસે થશે.

ઈશ્વરનું રાજ્ય રહસ્યમય રીતે વધે છે, લોટમાં ખમીરની જેમ; મોટા ભાગના લોકોથી તેનું મોટું મૂલ્ય છુપાયેલું છે; અને લોકોમાં વિવિધ પ્રતિભાવો જોવા મળે છે. તે,જે લોકો સમજે છે અને જેઓ સમજી શકતા નથી તેઓને અલગ પાડે છે. આ  દ્રષ્ટાંતો શીખવ્યા પછી ઈસુએ તેના શ્રોતાઓને આ પ્રશ્ન પૂછ્યો.

51 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “હવે તમે આ બધી બાબતો સમજો છો?”શિષ્યોએ કહ્યું, “હા, અમે સમજીએ છીએ.”

માથ્થી ૧૩:૫૧

તમારા માટે શું? જો ઈશ્વરના રાજ્યને સમગ્ર વિશ્વમાં ફ઼ેલાતા ગુણ તરીકે સમજવામાં આવે છે, તો પણ તે તમારા માટે કોઈ ફાયદાકારક નથી, સિવાય કે તે તમારામાં પણ સ્થાન લે. પરંતુ તે કેવી રીતે થશે?

ઈસુએ ગંગા તીર્થને તેમના જીવંત પાણી ના દૃષ્ટાંત સાથે સમજાવ્યું.

ઈસુ શીખવે છે કે પ્રાણ આપણને દ્વિજા પાસે લાવે છે

દ્વિજા (द्विज)  નો અર્થ છે ‘બીજી વાર જન્મવું’ અથવા ‘ફરીથી જન્મ લેવો. તે આ વિચાર પર આધારિત છે કે વ્યક્તિ પ્રથમ શારીરિક રીતે જન્મે છે અને પછીથી તે બીજી વખત આધ્યાત્મિક રીતે જન્મે છે. આ આધ્યાત્મિક જન્મ પરંપરાગત રીતે પવિત્ર દોરો (યગ્યોપવિતા, ઉપાવિતા અથવા જનોઈ) ધારણ કરતી વખતે ઉપનયન સમારોહ દરમિયાન થતું પ્રતીક છે. તેમ છતાં, બૌધાયન ગૃહસૂત્ર જેવા પ્રાચીન વૈદિક ગ્રંથોમાં (ઇ.સ. પુર્વે ૧૫૦૦ – ૬૦૦) ઉપનયનની ચર્ચા કરવામાં આવી હોવા છતાં, બીજા કોઈ પ્રાચીન ગ્રંથો દ્વિજનો ઉલ્લેખ કરતા નથી. વિકિપેડિયા જણાવે છે

તેનો વધતો જતો ઉલ્લેખ પહેલી-સહસ્ત્રાબ્દીના મધ્ય ભાગ પછીના સમયોમાં ધર્મશાસ્ત્રોના ગ્રંથોના લખાણમાં જોવા મળે છે. દ્વિજા શબ્દની હાજરી એ એક નિશાની છે કે આ લખાણ સંભવત મધ્યયુગીન યુગનુ ભારતીય લખાણ છે

જો કે આજે દ્વિજા એક જાણીતી માન્યતા છે, તો પણ પ્રમાણમાં તે નવો વિચાર છે. દ્વિજા શબ્દ ક્યાંથી આવ્યો?

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/07/Born-again.jpg

થોમા ની દ્રષ્ટિએ ઇસુ અને દ્વિજા  

દ્વિજા પરનું કોઈપણ પ્રારંભિક નોંધાયેલ શિક્ષણ હોય તો તે ઇસુનું છે. યોહાનની સુવાર્તામાં (ઇ.સ. ૫૦-૧૦૦ માં લખાયેલ) દ્વિજા વિશે ઈસુએ કરેલી ચર્ચાની નોંધ કરેલ છે. તે ખૂબ જ પ્રચલિત વાત હોય શકે છે કે ઈસુના શિષ્ય થોમા, જેઓ ઇ.સ ૫૨ માં ભારત આવ્યા ત્યારે પ્રથમ મલબારના દરિયાકાંઠે ઉતર્યા હતા અને પછી ચેન્નઇ ગયા હતા તેઓ ઈસુના જીવન અને ઉપદેશોના સાક્ષી બનીને, દ્વિજાનો ખ્યાલ લાવ્યા અને તેને ભારતીય વિચારમાં અને વ્યવહારમાં રજૂ કર્યો. થોમાનું ઈસુ’ ના ઉપદેશ સાથે ભારતમાં આવવું ભારતીય ગ્રંથોમાં દ્વિજાના ઉદ્દભવ સાથે તે બંધ બેસે છે.

આત્મા દ્વારા ઈસુ અને દ્વિજા

ઈસુએ દ્વિજને, ઉપનયન સાથે નહીં, પરંતુ પ્રાણ (प्राण), સાથે કે જે એક બીજો પ્રાચીન ખ્યાલ, છે તેની સાથે જોડ્યો. પ્રાણ શ્વાસ, આત્મા, પવન અથવા જીવન-શક્તિનો અર્થ સૂચવે છે. પ્રાણ સંબંધીનો પ્રાચીન સંદર્ભોમાંથી એક સંદર્ભ ૩,૦૦૦ વર્ષ જૂનો ચંદોગ્યા ઉપનિષદમાં છે, પરંતુ અન્ય ઘણા ઉપનિષદો જેવા કે કથા, મુન્દક અને પ્રસન ઉપનિષદો આ ખ્યાલનો ઉપયોગ કરે છે. જુદા જુદા ગ્રંથો વૈકલ્પિક વિશિષ્ટતાઓ આપે છે, પરંતુ પ્રાણ તે પ્રાણાયામ અને આયુર્વેદ સહિત આપણા શ્વાસ/શ્વાસમાં નિપુણતા મેળવવા માટેની તમામ યોગ તકનીકોનો સમાવેશ કરે છે. પ્રાણને કેટલીક વાર આયુરસ (વાયુ) દ્વારા પ્રાણ, અપાન,ઉદાન, સમાન અને વ્યાન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

અહીં ઈસુની વાતચીત દ્વારા દ્વિજાને રજૂ કરાઈ છે. (રેખાંકિત શબ્દો દ્વિજા અથવા બીજા જન્મ સંદર્ભોને ચિહ્નિત કરે છે, જ્યારે મોટા શબ્દો પ્રાણ, અથવા પવન, આત્માને ચિહ્નિત કરે છે)

1. ફરોશીઓમાં નિકોદેમસ નામે એક જણ હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. 

2. તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”

3. ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’ 

4. નિકોદેમસ તેમને કહે છે, “માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજીવાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે?”

5. ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્મા થી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી. 

6. જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્મા થી જન્મેલું છે તે આત્મા છે.

7. મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના. 

8. વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો. દરેક જે આત્મા થી જન્મેલું છે તે તેના જેવું જ છે.”

9.  નિકોદેમસે તેમને કહ્યું, “એ વાતો કેમ બની શકે?”

10. ઈસુએ તેને કહ્યું, “તું ઇઝરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? 

11. હું તને ખચીત ખચીત કહું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ. પણ તમે અમારી સાક્ષી માનતા નથી. 

12. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? 

13. આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢયું. 

14. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે.

15. એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંતજીવન પામે. 

16. કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. 

17. કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.

18. તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ઠરી ચૂકયો છે, કેમ કે ઈશ્વરના એકના એક દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. 

19. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં. 

20. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. 

21. પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાયાં છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે”

યોહાન ૩:૧-૨૧

આ વાતચીતમાં અનેક ખ્યાલો ઉભા થયા. પ્રથમ, ઈસુએ આ બીજા જન્મની આવશ્યક્તાની પુષ્ટિ કરી (‘તમારે નવો જન્મ પામવો જ જોઇએ’ ). પરંતુ આ જન્મમાં કોઈ માણસ મધ્યસ્થ નથી. પ્રથમ જન્મ, તે ‘શરીરથી શરીર જન્મ લે છે’ અને ‘પાણીથી જન્મ લેવો’ એ  માનવીય મધ્યસ્થીથી થાય છે અને આ બાબત માનવીય નિયંત્રણમાં છે. પરંતુ બીજા જન્મ (દ્વિજા) માં ત્રણ દૈવી મધ્યસ્થ શામેલ છે: ઈશ્વર, માનવ પુત્ર અને આત્મા (પ્રાણ). ચાલો આના વિશે વધુ જાણીએ

ઈશ્વર

ઈસુએ કહ્યું કે ‘ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો …’જેનો અર્થ છે કે ઈશ્વર બધા લોકોને પ્રેમ કરે છે … આ દુનિયામાં રહેનારા પર … કોઈ બાકાત નથી. આપણે આપણો સમય આ પ્રેમની પરાકાષ્ટા પર મનન કરાતાં સમય પસાર કરી શકીએ છીએ, પરંતુ ઈસુ ઈચ્છે છે કે આપણે પહેલા એ સમજવું જોઈએ કે તેનો અર્થ ઈશ્વર તમને ચાહે છે તે છે. ઈશ્વર તમને ખૂબ જ ચાહે છે, પછી ભલે તમારી સ્થિતિ, વર્ણ, ધર્મ, ભાષા, ઉંમર, લિંગ, સંપત્તિ, શિક્ષણ વગેરે ગમે તે હોય …કોઇક જગ્યાએ આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે કે:

38 હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.

રોમન ૮: ૩૮-૩૯

ઈશ્વર નો તમારા માટેનો (અને મારા માટેનો) પ્રેમ બીજા જન્મની જરૂરિયાતને આપણને દૂર કરતો નથી (જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી). પરંતુ, તમારા પ્રત્યેનો ઈશ્વર નો પ્રેમ તેમને કાર્યરત કરે છે

” કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો…”

આપણને બીજા દૈવી મધ્યસ્થ તરફ઼ દોરી જાય છે …

માણસનો પુત્ર

‘માણસ નો પુત્ર’ તે ઈસુનો પોતાના માટેનો સંદર્ભ છે. આપણે આ શબ્દનો અર્થ પછીથી જોઈશું. અહીં તે કહે છે કે પુત્રને ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યો હતો. પછી તેને ઉંચો કરવામાં આવ્યો તે વિશે ચોક્કસ નિવેદન આપે છે.

14 “મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે.

યોહાન ૩:૧૪

તે મૂસાના સમયમાં લગભગ ૧૫૦૦ વર્ષ પુર્વે બનેલ હિબ્રુ વેદના અહેવાલનો સંદર્ભ આપે છે:

પિત્તળનો સર્પ

4 તેઓ હ Horર પર્વતથી લાલ સમુદ્ર તરફના માર્ગ સાથે, અદોમની આસપાસ જવા માટે ગયા. પરંતુ લોકો રસ્તામાં અધીરા થઈ ગયા; 5 તેઓએ દેવ અને મૂસાની વિરુદ્ધ વાત કરી અને કહ્યું, “તમે અમને રણમાં મરવા ઇજિપ્તની બહાર કેમ લાવ્યા છો? રોટલી નથી! પાણી નથી! અને અમે આ કંગાળ ખોરાકને ધિક્કારીએ છીએ! ”

6 પછી ભગવાન તેમની વચ્ચે ઝેરી સાપ મોકલ્યા; તેઓએ લોકોને ડંખ માર્યા અને ઘણા ઈસ્રાએલીઓ મરી ગયા. 7 લોકો મૂસાની પાસે આવ્યા અને કહ્યું, “અમે જ્યારે યહોવા અને તમારી વિરુદ્ધ વાત કરી ત્યારે અમે પાપ કર્યું. પ્રાર્થના કરો કે ભગવાન સાપને આપણાથી દૂર લઈ જશે. ” તેથી મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી.

8 યહોવાએ મૂસાને કહ્યું, “એક સાપ બનાવો અને તેને ધ્રુવ ઉપર મૂકો; જેને કરડ્યો છે તે તેને જોઈને જીવી શકે છે. ” 9 તેથી મૂસાએ કાંસાનો સાપ બનાવ્યો અને તેને ધ્રુવ પર મૂક્યો. પછી જ્યારે કોઈને સાપ કરડ્યો અને કાંસાના સાપ તરફ જોયું તો તેઓ જીવ્યા.

ગણના ૨૧: ૪-૯

ઈસુ આ વાર્તાનો ઉપયોગ દૈવી મધ્યસ્થી તરીકેની તેમની ભૂમિકાને સમજાવવા માટે કરે છે. વિચારો કે સાપ કરડેલા લોકોનું શું થયું હશે.

ઝેરી સાપ કરડે છે ત્યારે ઝેર શરીરમાં પ્રવેશ કરે છે. સામાન્ય સારવારમાં, ઝેર ચૂસી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે; ડંખ લાગેલા ભાગને ચુસ્ત રીતે બાંધી દેવો જોઈએ જેથી લોહી વહેતું અટકાવી શકાય અને ડંખનું ઝેર વધુ ફેલાય નહીં; અને હલનચલન માં ઘટાડો કરવો કે જેથી ધીમા હ્રદયના-ધબકારા શરીરમાં ઝડપથી ઝેર ન ફેલાવે.

જ્યારે ઈસ્રાએલીઓને સાપનું ઝેર લાગ્યું, ત્યારે તેઓને સાજા થવા માટે સ્તંભ પર મૂકવામાં આવેલા પિત્તળના સાપ તરફ જોવાનું કહેવામાં આવ્યું. તમે કલ્પના કરી શકો છો કે કોઈ વ્યક્તિ તેના પલંગ પર આળોટી રહ્યું છે, અને તે  નજીકમાં ઉંચાઈ પર લટકાવવામાં આવેલા  પિત્તળના સાપને જુએ અને પછી સાજો થઈ જાય. પરંતુ ઇઝરાઇલની છાવણીમાં લગભગ 3૦ લાખ લોકો હતા (લશ્કરી સેવાને યોગ્ય તેવા ૬,૦૦,૦૦૦ થી પણ વધારે માણસોની સંખ્યા ગણાવામાં આવી હતી) – તે એક મોટા આધુનિક શહેરની વસ્તી જેટલું કહેવાય. તે શક્ય હતું કે સાપ કરડેલા લોકો ઘણા કિલોમીટર દૂર સુધી ફેલાયેલા હતા અને કાંસ્ય સાપના સ્તંભથી દૂર હતા. તેથી, જેને સાપ કરડેલા હતા તેઓએ પસંદગી કરવી પડે તેમ હતી. જો ઇચ્છે તો તેઓ ઘાને ચુસ્ત રીતે બાંધે અને લોહીના પ્રવાહને રોકવા અને ઝેરને ફેલાતા અટકાવવા પ્રચલિત ઉપચારોનો ઉપયોગ કરે. અથવા તેઓએ મૂસા દ્વારા જાહેર કરેલા ઉપાય પર આધાર રાખવો જોઇએ અને સ્તંભ પર સાપને જોવા માટે ઘણા કિલોમીટર ચાલવું પડે,  તેમ કરવામાં લોહીનો પ્રવાહ વધે અને ઝેર ફેલાય શકે. તેમાં તેઓએ મૂસાના શબ્દોમાં વિશ્વાસ કરે પડે અથવા જો તેમનામાં વિશ્વાસનો અભાવ હોય તો તે પ્રમાણે ન કરે પરંતુ તે બાબતનો નિર્ણય તે દરેક ઝેર પીડિત વ્યક્તિએ કરવો પડે.  

ઈસુ સમજાવી રહ્યા હતા કે તેમનું વધસ્તંભ ઉપર ઉંચા થવું આપણાને પાપ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય આપે છે, જે રીતે પિત્તળના સર્પે ઇઝરાએલીઓને ઝેરથી થતા મૃત્યુથી બચાવ્યા. જો કે, જેમ ઇસ્રાએલીઓને પિત્તળના સર્પના ઉપાયમાં વિશ્વાસ કરવાની અને સ્તંભ તરફ જોવાની જરૂર હતી, તેમ જ આપણે પણ ઈસુની તરફ વિશ્વાસ અને વિશ્વાસની આંખોથી જોવાની જરૂર છે. તે માટે ત્રીજા દૈવી મધ્યસ્થી એ કાર્ય કરવાની જરૂર છે.

આત્મા – પ્રાણ

આત્મા વિશે ઈસુના નિવેદનનો વિચાર કરો

વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો. દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.”

યોહાન ૩:૮

 પવન અને આત્મા બંને માટે એક સમાન ગ્રીક શબ્દ (ન્યુમા) વપરાય છે. ઈશ્વરનો આત્મા પવન જેવો છે. કોઈ પણ માણસે પવન ને હુબહુ ક્યારેય જોયો નથી. તમે પવનને જોઈ શકો નહીં. પણ પવનને તમે વસ્તુઓ પરની તેની અસર દ્વારા જોય શકો છો. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે તે  પાંદડાને હલાવે છે, વાળ ઉડાળે છે, ધ્વજ લહેરાવે છે અને વસ્તુઓ ઉડવાનું શરૂ કરે છે. તમે પવનને નિયંત્રિત કરી શકતા નથી અને તેને દિશા આપી શકતા નથી. પવન ઇચ્છે ત્યાં ફ઼ુંકાય છે. જ્યારે આપણે વહાણના સઢને ઉપર ચઢાવીએ છીએ ત્યારે આપણે પવનની ઉર્જાથી આપણા વહાણોને ચલાવી શકીએ છીએ. ઊંચા ચઢાવેલ અને બાંધેલ સઢ દ્વારા પવનની સહાયથી આપણે આગળ વધી શકીએ છીએ, હવા આપણને ઉર્જા પ્રદાન કરે છે. જો કે પવન તે આપણી આસપાસ ફ઼ુંકાતો હોય પરંતુ જો સઢ ચઢાવેલ ન હોય તો તે પવનની ગતિ અને શક્તિ આપણને કોઇ ફાયદો કરતું નથી.

આત્મા સાથે પણ એવું જ છે. આપણા અંકુશની બહાર આત્મા જ્યાં ઇચ્છે ત્યાં જાય છે. પરંતુ જ્યારે આત્મા કાર્યરત બને છે ત્યારે તમે તેને તમારા જીવનમાં કાર્ય કરવાની છુટ આપી શકો છો, કે જેથી તે તમને તેના જીવન બળથી ભરે અને તમને સામર્થ્યથી ભરે. તે માણસના પુત્ર છે, તેમને વધસ્તંભ પર ઊંચા કરાયા હતા,  જેમ પિત્તળના સર્પને ઊંચો કરાયેલ હતો અથવા તો જેમ પવનમાં સઢ ઊંચો કરાય છે તેમ. જ્યારે આપણે વધસ્તંભ પર ઉંચા કરાયેલ પુત્ર ઇસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે તે, આત્માને આપણને જીવન આપવા માટે છુટ આપે છે. તેમ આપણે ફરીથી નવો જન્મ પામીએ છીએ – આત્માથી બીજી જન્મ પામીએ છીએ. ત્યારે આપણે આત્મા-પ્રાણ નું જીવન પ્રાપ્ત કરીએ છીએ. આત્માનો પવન આપણને અંદરથી દ્વિજા બનવા માટે સમર્થ બનાવે છે, ફક્ત ઉપનયનની માફ઼ક બાહ્ય પ્રતીક દ્વારા નહીં.

દ્વિજા – ઉપરથી

યોહાનની સુવાર્તામાં આનો સારાંશ આ પ્રમાણે નોંધવામાં આવેલ છે:

12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.
13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.

યોહાન ૧:૧૨-૧૩

બાળક  બનવા માટે જન્મ લેવો જરૂરી છે, આ રીતે ‘ઈશ્વરનુ સંતાન બનવું’ જેને બીજા જન્મ-દ્વિજા તરીકે વર્ણવવામાં આવે છે. દ્વિજાને ઉપનયન જેવી વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા પ્રતીકિત કરી શકાય છે, પરંતુ સાચો આંતરિક બીજો જન્મ, ‘માનવીય નિર્ણય’ દ્વારા નક્કી થતો નથી. આપણી ધાર્મિક વિધિ, ભલે ગમે તેટલી સારી હોય અને આ બીજા  જન્મ એટલે કે દ્વિજા સંબંધીની સમજ આપી શકે, પરંતુ તે આ નવા અથવા બીજા જન્મની માફક આંતરિક બદલાણ લાવી શકતી નથી પણ તેની આવશ્યકતાની યાદ અપાવે છે. તે કેવળ ઈશ્વર દ્વારા કરવામાં આવતું આંતરિક કાર્ય છે, કે જ્યારે આપણે તેને પ્રાપ્ત કરીએ છીએ અને ‘તેના નામ પર વિશ્વાસ કરીએ છીએ’ ત્યારે તેમ બને છે.

પ્રકાશ અને અંધકાર

નૌકાવિહારનું ભૌતિકશાસ્ત્ર સમજાય તે પહેલાં, લોકો સદીઓથી પવનને રોકીને પવનની શક્તિનો ઉપયોગ કરીને વહાણો ચલાવતા હતા. એ જ રીતે, આપણે બીજો જન્મ પામવા માટે આત્માને આપણામાં કાર્ય કરવા દેવા જોઇએ, પછી ભલે આપણે તેને બુધ્ધીથી સંપૂર્ણરૂપે સમજી શકતા ન હોઇએ. અહીં તે આપણી સમજણનો અભાવ નથી કે જે આપણને અટકાવશે. પરંતુ ઈસુએ એમ શીખવ્યું કે તે આપણો અંધકાર પરનો પ્રેમ (આપણા દુષ્ટ કાર્યો) હોઈ શકે છે કે જે આપણને સત્યના પ્રકાશમાં આવતા અટકાવે છે.

19 આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં.

યોહાન ૩:૧૯

તે આપણી બૌદ્ધિક સમજ નહી પરંતુ આપણો નૈતિક પ્રતિસાદ છે કે જે આપણા બીજા જન્મને થતાં અવરોધે છે. આપણને પ્રકાશમાં આવવાને માટે ઉત્તેજન આપવામાં આવે છે

21 પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે. પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યુ હતું તે દેવ દ્વારા કર્યુ હતું.

યોહાન ૩:૨૧

આપણે જોઈશું કે તેમના દ્રષ્ટાંતો પ્રકાશમાં આવવા વિશે આપણને આગળ કઈ રીતે શીખવે છે.

ઈસુ આંતરિક શુધ્ધતા શીખવે છે

ધાર્મિક વિધિથી શુદ્ધ થવું એ કેટલું મહત્વનું છે?  શુદ્ધતાની જાળવણી અને અશુદ્ધતાથી દૂર રહેવું? આપણામાંના ઘણા અશુદ્ધતાના વિવિધ સ્વરૂપો જેવા કે અસ્પૃશ્યતા, જેમાં એક બીજાથી અશુદ્ધતા ફ઼ેલાવનાર લોકો વચ્ચે પરસ્પર સ્પર્શ ટાળવા અથવા ઘટાડવા વગેરે જેવી બાબતોનો અમલ કરવા માટે સખત મહેનત કરે છે. ઘણા અશુદ્ધ ખોરાકને પણ ટાળે છે, કે જે અશુદ્ધતાનું બીજું સ્વરૂપ છે જ્યાં આપણે જે ખોરાક ખાઈએ તેમાં અશુદ્ધતા ઊભી થયેલ છે, કારણ કે જેણે ખોરાક તૈયાર કર્યો છે તે અશુદ્ધ છે.

ધર્મ જે શુધ્ધતા જાળવી રાખે છે

જ્યારે આપણે તેના પર ચિંતન કરીએ છીએ, ત્યારે આપણે ધાર્મિક નીતિનિયમોનું યોગ્ય રીતે પાલન કરવા માટે ખૂબ પ્રયત્નો કરી શકીએ છીએ. બાળકના જન્મ પછી, માતાએ સુચવેલ નિયમોનું પાલન કરવું જોઈએ જેમકે સુતક, જેમાં લાંબા સમય સુધી સામાજિક અંતર રાખવુ પડે છે. કેટલીક પરંપરાઓમાં જન્મ આપ્યા પછી જાચ્ચા (નવી માતા) ને એક મહિના માટે અશુદ્ધ માનવામાં આવે છે. સ્નાન અને મસાજની શુદ્ધિકરણ પ્રક્રિયા જેને છઠ પ્રથા (સોર) કહેવામાં આવે છે તે કરવા દ્વારા, માતાને ફરીથી શુધ્ધ ગણવામાં આવે છે. બાળકના જન્મ સિવાય પણ, સ્ત્રીનો માસિક સ્ત્રાવ સામાન્ય રીતે તેને અશુદ્ધ બનાવે છે તેથી તેણે ધાર્મિક શુદ્ધિકરણ દ્વારા ફ઼રીથી શુદ્ધતા પ્રાપ્ત કરવી  જોઈએ. લગ્ન પહેલાં અથવા અગ્નિ અર્પણ કરતા પહેલા (હોમ અથવા યજ્ઞ)), શુદ્ધતા જાળવવા માટે, ઘણા લોકો ધાર્મિક શુદ્ધિકરણ વિધિ કરતા હોય છે જેને પુણ્યહવનમ, જ્યાં મંત્રોચ્ચાર કરવામાં આવે છે અને લોકો પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે.

આપણે જે ખોરાક ખાઈએ તે, જે વસ્તુઓ અથવા લોકો કે જેઓને આપણે સ્પર્શ કરીએ છીએ, અથવા આપણા શરીરની ક્રિયાઓ, આવી ઘણીબધી બાબતો છે જેનાથી આપણે અશુદ્ધ થઈ શકીએ છીએ. તેથી ઘણા લોકો શુદ્ધતા જાળવવા સખત મહેનત કરે છે. આથી જ શુદ્ધતા સાથે જીવનમાં યોગ્ય રીતે પ્રગતિ કરવા સંસ્કારા (અથવા સંસ્કાર) તરીકે ઓળખાતા માર્ગની ધાર્મિક વિધિઓ આપવામાં આવી હતી.

ગૌતમ ધર્મસૂત્ર

ગૌતમ ધર્મસૂત્ર એ સૌથી પ્રાચીન સંસ્કૃત ધર્મસુત્રોમાંનુ એક છે. તેમાં ૪૦ બાહ્ય સંસ્કાર (જેમ કે જન્મ પછીના શુધ્ધિકરણની ધાર્મિક યાદી), પણ આઠ આંતરિક સંસ્કારો જે આપણે શુદ્ધતા જાળવવા માટે કરવા જોઈએ તેની સૂચી છે. તેઓ આ પ્રમાણે છે:

બધા જીવો પ્રત્યે કરુણા, ધૈર્ય, ઈર્ષ્યાનો અભાવ, શુદ્ધતા, સુલેહ-શાંતિ, હકારાત્મક સ્વભાવ, ઉદારતા અને સંપત્તિ પ્રત્યેનો અભાવ.                                                                                                                         

બધા જીવો પ્રત્યે કરુણા, ધૈર્ય, ઈર્ષ્યાનો અભાવ, શુદ્ધતા, શાંતિ, સકારાત્મક સ્વભાવ, ઉદારતા અને સંપત્તિનો અભાવ.

ગૌતમ ધર્મ-સૂત્ર ૮:૨૩

ઈસુનું – શુદ્ધતા અને અશુદ્ધતા પરનું શિક્ષણ

આપણે જોયું કે ઈસુના શબ્દોમાં કેવું સામર્થ્ય હતું કે તેમણે અધિકાર સાથે શીખવ્યું, લોકોને સાજા કર્યા અને પ્રકૃતિને હુકમ કરતા. ઈસુ આપણને આપણી આંતરિક શુદ્ધતા વિશે વિચારવા માટે પણ બોલ્યા, અને ફક્ત બાહ્ય જ નહીં. જો કે આપણે અન્ય લોકોની ફક્ત બહારની શુદ્ધતા જ જોઈ શકીએ છીએ, પણ ઈશ્વર માટે કઇંક અલગ છે – તેઓ આંતરિક જીવન પણ જુએ છે. જ્યારે ઇઝરાઇલના એક રાજાએ બાહ્ય શુદ્ધતા જાળવી રાખી, પરંતુ પોતાનું આંતરિક હૃદય શુદ્ધ રાખ્યું નહીં, ત્યારે તેમના ગુરુ આ સંદેશ લાવ્યા જે બાઇબલમાં નોંધ્યો છે:

9 યહોવાની ષ્ટિ સમગ્ર પૃથ્વી પર ફરતી હોય છે. અને જેઓનું અંત:કરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને તે શોધે છે, જેથી તેઓને મદદ કરીને તે પોતાનું મહાન સાર્મથ્ય પ્રગટ કરે છે. તેઁ કેવી મૂર્ખાઇ કરી છે! હવેથી તારે યુદ્ધો ખેલવા પડશે.”

૨ કાળવૃત્તાંત ૧૬:૯ એ

આંતરિક શુદ્ધતાનો સંબંધ આપણા ‘હૃદય’ સાથે છે – એટલે કે ‘તમે’  જે વિચારો છો, અનુભવો છો, નિર્ણય કરો છો, આધિન થાઓ છો અથવા અનાદર કરો છો અને જીભ પર અંકુશ રાખો છો. માત્ર આંતરિક શુદ્ધતાથી જ આપણા સંસ્કાર અસરકારક બને છે. તેથી ઈસુએ તેમના ઉપદેશમાં બાહ્ય શુદ્ધતા સાથે સરખામણી કરીને ખાસ આ બાબત પર ભાર મૂક્યો. અહીં આંતરિક  શુદ્ધતા વિશેના તેમના શિક્ષણની સુવાર્તા નોંધ કરે છે

37 ઈસુએ બોલવાનું પૂરું કર્યા પછી ફરોશીએ ઈસુને પાતાની સાથે જમવા બોલાવ્યો તેથી ઈસુ આવ્યો અને મેજ પાસે બેઠો.
38 પણ ફરોશીને તે જોઈને આશ્ચર્ય થયું જ્યારે ઈસુએ જમતાં પહેલા તેના હાથ ધોયા નહિ.
39 પ્રભુએ (ઈસુ) તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પરંતુ તમારા અંતરમાં તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી વસ્તુઓ અને દુષ્ટતા છે.
40 તમે મૂર્ખ છો! જેણે (દેવ) બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ નથી બનાવ્યું શુ?
41 તેથી તમારી થાળીમાં અને વાટકામાં જે છે તે લોકોને જરૂર છે તેમને આપો, પછી તમે સંપૂર્ણ શુદ્ધ થશો.
42 “પણ તમે ફરોશીઓને અફસોસ છે. તમે દેવને તમારી પોતાની બધી વસ્તુઓનો દશમો ભાગ આપો છો, તમે તમારા બાગમાં થતી ફુદીનાનો, સિતાબનો તથી બીજા નાના છોડનો દશાંશ જ આપો છો. પણ તમે બીજા લોકો તરફ ન્યાયી થવાનું અને દેવને પ્રેમ કરવાનું ભૂલી જાઓ છો. તમારે આ પ્રમાણે કરવું જોઈએ, અને પેલી બીજી બાબતો જેવી કે દશમો ભાગ આપવાનું પણ ચાલુ રાખવું જોઈએ.
43 “ફરોશીઓ તમારે માટે અફસોસની વાત છે કારણ કે તમે સભાસ્થાનોમાં માનવંત સ્થાનોને ચાહો છો, અને રસ્તે જતાં લોકો તમને સલામ કરીને માન આપે એવું તમે ચાહો છો.
44 તમને અફસોસ છે! કેમ કે તમે તો છુપાયેલી કબરો જેવા છો, લોકો અજાણતા તેના પરથી ચાલે છે એવા તમે છો.”

લુક ૧૧:૩૭-૪૪

52 “ઓ પંડિતો, તમને અફસોસ છે! કેમ કે તમે દેવ વિષે શીખવાની ચાવી સંતાડી દીધી છે. તમે તમારી જાતે શીખતા નથી અને બીજાઓને પણ તે શીખવામાંથી અટકાવ્યા છે.”

લુક ૧૧:૫૨

 (‘ફરોશીઓ’સ્વામી અથવા પંડિતો જેવા જ યહૂદી શિક્ષકો હતા. ઈસુએ ઈશ્વરને ‘દશાંશ’ આપવાનો ઉલ્લેખ કર્યો. આ ધાર્મિક દાનધર્મ કરવાની બાબત હતી)

યહૂદી નિયમ પ્રમાણે મૃતદેહને સ્પર્શ કરવો એ અશુદ્ધ હતું. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓ ‘નિશાની વગરની કબરો’ઉપર ચાલે છે, ત્યારે તેનો અર્થ એ હતો કે તેઓ અજાણે  અશુદ્ધ બન્યા કારણ કે તેઓ આંતરિક શુદ્ધતાની અવગણના કરી રહ્યા હતા. આંતરિક શુદ્ધતાની અવગણના કરવાથી આપણે એટલાજ  અશુદ્ધ થઇએ છીએ કે છે જાણે કોઈ મ્રુત શરીરને અડક્યા હોય.

હૃદય ધાર્મિક રીતે શુદ્ધ વ્યક્તિને અશુદ્ધ કરે છે

નીચે આપેલા શિક્ષણમાં, ઈસુએ યશાયા પ્રબોધક જેઓ ઇ.સ.પુર્વે ૭૫૦ માં જીવી ગયા તેમના પુસ્તકમાંથી તેમાંથી અવતરણો ટાંક્યા છે.

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2017/10/isaiah-sign-of-the-branch-timeline--1024x576.jpg

ઐતિહાસિક સમયરેખામાં ઋષિ યશાયા અને અન્ય હીબ્રુ ઋષિઓ (પ્રબોધકો)

છી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું.
2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”
3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો?
4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’
5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’
6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે.
7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.
9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે. તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.”
10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું, “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો.
11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.”
12 ત્યારે શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, “શું તમને ખબર છે કે તમારી આ વાતથી ફરોશીઓ ગુસ્સે થયા છે?”
13 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે.
14 માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”
15 પિતરે ઈસુને વિનંતી કરી કહ્યું, “અગાઉ લોકોને આપેલ દૃષ્ટાંતનો અર્થ સમજાવો.”
16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે?
17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે.
18 પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે.
19 કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે.
20 માણસને આજ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી.”

માથ્થી ૧૫:૧-૨૦

આપણા હૃદયમાંથી તે નીકળે છે જે આપણને અશુદ્ધ બનાવે છે. ઈસુએ જણાવેલ માણસના હૃદયના અશુદ્ધ વિચારોની સૂચિ, ગૌતમ ધર્મસુત્રમાં જણાવેલ શુદ્ધ વિચારોની સૂચિથી બીલકુલ વિરુધ્ધ છે. આમ તેઓ એક સરખું જ શીખવે છે.

23 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ.
24 તમે લોકોને માર્ગદર્શન આપો છો, પણ તમે પોતે જ આંધળા છો! તમે તમારા પીણામાંથી માખી દૂર કરો છો પણ ઊંટને ગળી જાઓ છો.
25 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! તમે તમારી વાટકીઓ, થાળીઓ બહારથી સાફ કરી રાખો છો, પરંતુ તમે તમારા પોતાના સંતોષ માટે લોકોને છેતરીને તેની અંદર જુલ્મ તથા અન્યાય ભરો છો.
26 ઓ આંધળા ફરોશી, પહેલા તું તારા થાળી વાટકા અંદરથી સાફ કર તો તેની સાથે સાથે વાસણ બહારથી પણ સ્વચ્છ થઈ જશે.
27 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે.
28 એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો

.માથ્થી ૨૩:૨૩-૨૮

તમે જે પણ પ્યાલાથી પીશો, તમે તેને ફક્ત બહારથી જ નહીં, પણ અંદરથી પણ સાફ કરશો. આ ઉદાહરણ પ્રમાણે આપણે પ્યાલો છીએ. ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણે ફક્ત બહારથી જ નહીં, પણ અંદરથી સાફ રહીએ.

આપણે બધાએ જે જોયું છે તે ઈસુ જણાવે છે. બાહ્ય શુદ્ધતાને અનુસરવું એ ધાર્મિક લોકોમાં એકદમ સામાન્ય બાબત છે, પરંતુ હજી પણ ઘણા લોકો આંતરિક જીવનમાં લોભ અને ભોગવિલાસથી ભરેલા છે- તેમાં પણ જેઓ ધાર્મિકતાનું મહત્વ ધરાવે છે તેઓમાં. આંતરિક શુદ્ધતા મેળવવી જરૂરી છે – પરંતુ તે ઘણી અઘરી બાબત છે.

ઈસુએ ગૌતમ ધર્મસૂત્રના સૂચિમાં જે આઠ આંતરિક સંસ્કારો જણાવેલ છે તેવું જ લગભગ શીખવ્યું:

જે માણસે ચાળીસ સંસ્કાર નું પાલન કર્યું હોય પરંતુ તેનામાં આ આઠ ગુણોનો અભાવ જોવા મળતો હોય, તો તે બ્રહ્મ સાથે જોડાઈ શકતો નથી.                                                                                         

જે માણસે ચાળીસ સંસ્કાર માંથી કેટલાકનું જ પાલન કર્યું હોય, પરંતુ બીજી તરફ઼ આ આઠ ગુણો ધારણ કરે છે, તો તે બ્રહ્મ સાથે એકરુપ થવાની ખાતરી ધરાવે  છે.

ગૌતમ ધર્મસૂત્ર ૮:૨૪-૨૫

તેથી આ મુદ્દો ઉઠાવવામાં આવે છે. આપણે આપણા હૃદયને કેવી રીતે શુદ્ધ કરીએ કે જેથી આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએબ્રહ્મ સાથે એકરુપ થઈએ? આપણે સુવાર્તાના શિક્ષણ દ્વારા દ્વિજ વિશે શીખવાનું ચાલુ રાખીએ.

સ્વર્ગલોક: ઘણા આમંત્રિત છે પણ…

ઈસુ, યેશુ સત્સંગે, બતાવ્યું કે સ્વર્ગના નાગરિકો કેવી રીતે એકબીજા સાથે વર્તે. તેમણે બીમારીઓથી અને દુષ્ટ આત્માઓથી પીડિત લોકોને પણ સાજા કર્યા, જેને તેમણે ‘સ્વર્ગનું રાજ્ય કહ્યું હતું તેનો અગાઉથી સ્વાદ ચખાવ્યો. તેમણે હુકમ કરતાં કુદરતી તત્વો સાથે વાત કરી ને તેમના રાજ્યની પ્રકૃતિ જાહેર કરી.

આપણે આ રાજ્યને ઓળખવા માટે વિવિધ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. કદાચ તેમાં સૌથી સામાન્ય શબ્દ સ્વર્ગ અથવા સ્વર્ગ લોક છે. અન્ય શબ્દો છે વૈકુંઠ, દેવલોક, બ્રહ્મલોક, સત્યલોક, કૈલાસ, બ્રહ્મપુરા, સત્ય બેગેચા, વૈકુંઠ લોક, વિષ્ણુલોકા, પરમમ પદમ, નિત્ય વિભૂતિ, તિરુપ્પરમઅપાધામ અથવા વૈકુંઠ સાગર. વિવિધ પરંપરાઓ વિવિધ શબ્દોનો ઉપયોગ કરીને, વિવિધ દેવો સાથેના જોડાણો પર ભાર મૂકે છે, પરંતુ આ તફાવતો મૂળભૂત નથી. મૂળભૂત બાબત એ છે કે સ્વર્ગ એક આનંદકારક અને શાંતિપૂર્ણ સ્થળ છે, જે અહીંના જીવન સાથેના સામાન્ય દુ:ખ અને અજ્ઞાનથી મુક્તી આપે છે, અને જ્યાં ઈશ્વર સાથેના સંબંધનું ભાન થાય છે. બાઇબલ આ સ્વર્ગનો મૂળભૂત સારાંશ આ રીતે અહીં આપે છે:

4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”

પ્રકટીકરણ ૨૧:૪

ઈસુએ સ્વર્ગ માટે પણ વિવિધ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે ઘણીવાર સ્વર્ગને ‘રાજ્ય’,  સાથે પ્રસ્તુત કર્યું છે, (‘લોકા’ કરતાં ‘રાજ’ શબ્દ નજીકનો અર્થ દર્શાવે છે). તેમણે સ્વર્ગના રાજ્યના  પર્યાય તરીકે ‘સ્વર્ગ’ અને ‘દેવનું રાજ્ય’ શબ્દનો ઉપયોગ કર્યો છે. પરંતુ, મહત્વની વાત એ છે કે, તેમણે સ્વર્ગ વિશેની આપણી સમજ સુધારવા માટે, રોજબરોજની સામાન્ય વાર્તાઓનો પણ ઉપયોગ કર્યો. સ્વર્ગને સમજાવવા માટે એક મોટા જમણ અથવા મિજબાનીનો અનોખો દાખલો તેમણે આપ્યો. તેમની આ વાર્તામાં તેઓ એક જાણીતા વાક્યને સુધારા સાથે ઉપયોગ કરતાં લખે છે કે ‘આપણે ઈશ્વરના મહેમાન છીએ’ નહીં કે ’અતિથિ ઇશ્વર છે’  (અતિથી દેવો ભવ).

સ્વર્ગના મોટા જમણની ઉજવણીની વાર્તા

ઈસુએ સ્વર્ગમાં પ્રવેશવાનું આમંત્રણ કેટલું વિસ્તૃત અને કેટલું ખુલ્લુ કર્યું છે તે દર્શાવવા એક મહાન ઉજવણી (ભોજન સમારંભ) થી શીખવ્યું. પરંતુ આપણે અપેક્ષા રાખીએ તેવી રીતે વાર્તા આગળ વધતી નથી. સુવાર્તા ફ઼રી યાદ કરાવે છે:

15 ઈસુ સાથે મેજ પર જમવા બેઠેલાઓમાંથી કોઈ એક માણસે આ વાત સાંભળી. તે માણસે ઈસુને કહ્યું, “દેવના રાજ્યમાં જે ભોજન કરશે તેને ધન્ય છે!”
16 ઈસુએ તેને કહ્યું, “એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. તે માણસે ઘણા લોકોને નિમંત્રણ આપ્યાં.
17 જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં ‘કૃપા કરીને ચાલો! હવે બધું જ તૈયાર છે!’
18 પરંતુ બધાજ મહેમાનોએ કહ્યું તેઓ આવી શકે નહિ. દરેક માણસે બહાનું કાઢયું. પહેલા માણસે કહ્યું; ‘મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, તેથી મારે ત્યાં જઇને જોવું જોઈએ. કૃપા કરી મને માફ કર.’
19 બીજા એક માણસે કહ્યું: ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. મને માફ કર.’
20 ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’
21 “તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, ‘જલ્દી જા! શહેરની શેરીઓ અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ.’
22 “તે પછી દાસે તેને કહ્યું કે; ‘સાહેબ તેં મને જેમ કરવાનું કહ્યું તેમ મેં કર્યુ છતાં પણ હજુ ઘણા લોકો માટે જગ્યાઓ છે.’
23 ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય.
24 હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહિ!”‘

લુક ૧૪:૧૫-૨૪

આ વાર્તામાં – આપણી સ્વીકૃત સમજણને ઘણી વાર – ઊંધી ફેરવી નાખવામાં આવે છે. પ્રથમ, આપણે એમ ધારીએ છીએ કે ઈશ્વર લોકોને સ્વર્ગમાં (ઉજાણી) માટે સર્વને આમંત્રણ આપતા નથી કારણ કે તેઓ ફક્ત યોગ્ય લોકોને જ આમંત્રણ આપે છે, પરંતુ તે ખોટું છે. ઉજાણી માટેનું આમંત્રણ ઘણા, બધા લોકોને મળે છે. જમણના માલિક (ઈશ્વર) જમણની જગ્યા લોકોથી ભરાય જાય તેવું ઇચ્છે છે.

પરંતુ ત્યાં એક અણધાર્યો વળાંક આવે છે. આમંત્રિત મહેમાનોમાંથી ખરેખર ઘણા ઓછા  આવવા માંગે છે. હકીકતમાં, તેઓ ન આવવા માટેનાં બહાના બનાવે છે! અને વિચારો કે બહાના કેટલા ગેરવાજબી છે. બળદને ખરીદ્યા પહેલા પ્રથમ પારખ્યા વગર ખરીદવાનો કોણ પ્રયત્ન કરશે? પહેલેથી જોયા વિના ખેતર કોણ ખરીદશે? ના, આ બહાનાથી આમંત્રિત મહેમાનોના હૃદયના સાચા ઇરાદાઓ જાહેર થયા – તેમને સ્વર્ગમાં રસ ન હતો, તેના બદલે અન્ય બાબતો માં રસ હતો.

જ્યારે આપણે વિચારીએ કે કદાચ ઈશ્વર એટલા ઓછા લોકોને આવેલા જોઈને નિરાશ થઈ જશે, તો ત્યાં બીજો વળાંક આવે છે. હવે ‘અસંભવિત’  લોકો, જેઓને આપણે આપણી પોતાની ઉજવણીમાં આમંત્રણ આપતા નથી, જેઓ “શેરીઓ અને ગલીઓ”અને દૂર-દૂરના “રસ્તાઓ અને પ્રદેશની ગલીઓ” માં રહેતા,  જેઓ “ગરીબ, અપંગ, અંધ અને લંગડા” છે – જેઓથી આપણે મોટે ભાગે અંતર રાખીએ છીએ – તેઓ પર્વ માટે આમંત્રણ  મેળવે છે. આ પર્વ માટેના આમંત્રણોમાં વધારે લોકોનો સમાવેશ થાય છે, અને તમે અને હું કલ્પના કરીએ તેના કરતાં વધુ લોકોને આવરી લેવામાં આવે છે. માલિક તેમના ઉજવણીમાં એવા લોકોને ઇચ્છે છે અને આમંત્રણ આપે છે કે જેઓને આપણે આપણા ઘેર આમંત્રણ ન આપીએ.

અને આ લોકો આવે છે! તેઓની પાસે અન્ય કોઈ સ્પર્ધાત્મક બાબતો નથી જેવી કે ખેતરો, અથવા બળદ કે જે તેમના પ્રેમને વિચલિત કરે, તેથી તેઓ પર્વમાં આવે છે. સ્વર્ગ તેઓથી ભરાઈ જાય છે અને ઈશ્વરની ઇચ્છા પૂર્ણ થાય છે!

ઈસુએ આ વાર્તા આપણને એક સવાલ પૂછવા માટે કહેલી: “જો મને આમંત્રણ મળી જાય તો શું હું સ્વર્ગનું આમંત્રણ સ્વીકારીશ?”  અથવા શું કોઈ સ્પર્ધાત્મક રુચિ અથવા પ્રેમ તમને કોઈ બહાનું બનાવવા અને આમંત્રણને નકારવાનું કારણ બનશે? સત્ય એ છે કે તમને સ્વર્ગના આ પર્વમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણામાંના મોટા ભાગના લોકો આમંત્રણને કોઈ એક યા બીજા કારણોસર નકારી કઢીએ છીએ. આપણે કદી સીધા ‘ના’  નહિ કહીશું પણ આપણે આપણા અસ્વીકારને છુપાવવા માટે બહાનું કાઢીશું. આપણને આંતરિક રીતે અન્ય બાબતો પર ‘પ્રેમ’  છે કે જે આપણા અસ્વીકારના મૂળમાં છે. આ વાર્તામાં અસ્વીકારનું મૂળ એ અન્ય વસ્તુઓ પરનો પ્રેમ હતો. જેમને પ્રથમ આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ સ્વર્ગ અને ઈશ્વર કરતાં આ દુનિયાની કામચલાવ વસ્તુઓ (જેવી કે ’ખેત’, ’બળદ’ અને ‘લગ્ન’ જેવી બાબતોમાં વધુ રસ ધરાવે છે) તેવી બાબતો પર વધુ પ્રેમ કરે છે.

અન્યાયી આચાર્ય વાર્તા

આપણામાંના કેટલાકને સ્વર્ગ કરતા આ દુનિયાની વસ્તુઓ વધારે પસંદ છે અને તેથી આપણે આ આમંત્રણને નકારીએ છીએ. આપણામાંના બીજા કેટલાક પોતાના     સ્વ-ન્યાયીપણાની યોગ્યતા પર આધાર રાખે છે અથવા તેના પર ભરોસો કરે છે. ઈસુએ આ વિશે એક આદરણીય નેતાનો ઉદાહરણ તરીકે ઉપયોગ કરીને બીજી વાર્તામાં આ વિશે શીખવ્યું:  

9 ત્યાં કેટલાએક લોકો હતા તેઓ વિચારતા કે તેઓ ઘણા સારા છે. આ લોકો એવી રીતે વર્તતા કે જાણે તેઓ બીજા લોકો કરતાં વધારે સારા છે. ઈસુએ આ વાર્તાનો ઉપયોગ તેઓને શીખવવા માટે કર્યો.
10 એક વખત બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. એક ફરોશી હતો તે અને બીજો કર ઉઘરાવનાર હતો.
11 ફરોથી કર ઉઘરાવનારથી દૂર ઊભો રહ્યો. જ્યારે ફરોશીએ તેની પ્રાર્થનામાં કહ્યું કે, “ઓ દેવ, હું બીજા લોકો જેટલો ખરાબ નથી, તે માટે તારો આભાર માનું છું. હું ચોરી કરનાર, છેતરનારા કે વ્યભિચાર કરનારા માણસો જેવો નથી. હું કર ઉઘરાવનાર અધિકારી કરતાં વધારે સારો છું તે માટે તારો આભારમાનું છું.
12 હું સારો છું, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી કમાણીનો દશમો ભાગ આપુ છું!’
13 “જકાત ઉઘરાવનાર પણ એકલો ઊભો રહ્યો. પણ જ્યારે એણે પ્રાર્થના કરી, ત્યારે તેણે ઊચે આકાશ તરફ જોયું પણ નહિ. દાણીએ છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ દેવ, મારા પર દયા કર, હું એક પાપી છું!’
14 હું તમને કહું છું, જ્યારે આ માણસ તેની પ્રાર્થના પૂરી કરીને ઘરે ગયો, તે દેવ પાસે ન્યાયી હતો. પણ તે ફરોશી જે પોતાને બીજા કરતા વધારે સારો સમજતો હતો તે દેવ પાસે ન્યાયી ઠર્યો નહોતો. પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને મહત્વની બનાવે છે તેને નીચી કરવામાં આવશે. પણ જે વ્યકિત પોતાની જાતને નીચી કરે છે તે માનવંતી બનાવાશે.”

લુક ૧૮: ૯-૧૪

અહીં એક ફરોશી (આચાર્ય જેવા ધાર્મિક નેતા) તેમના ધાર્મિક ક્રુત્યો અને યોગ્યતામાં સંપૂર્ણ જણાતા હતા. તેમના ઉપવાસ અને પૂજાઓ જરૂર કરતાં પણ વધારે સંપૂર્ણ  હતાં. પરંતુ આ આચાર્યએ તેમની પોતાની યોગ્યતા પર વિશ્વાસ મૂક્યો. આ બાબત તે નહોતી જે ઘણા સમય પહેલાં શ્રી ઈબ્રાહિમે અનુસરી હતી, જ્યારે તેમણે ઈશ્વરના વચન પર નમ્ર ભરોસો રાખીને ન્યાયીપણું પ્રાપ્ત કર્યુ. હકીકતમાં કર ઉઘરાવનાર વ્યક્તિએ (તે સમયની સંસ્કૃતિ પ્રમાણે અનૈતિક વ્યવસાય હતો) નમ્રતાથી દયા માટે માંગણી કરી, અને વિશ્વાસ રાખ્યો અને તેના પર દયા કરવામાં આવી, અને તે ‘ન્યાયી’ ઠરીને – ઈશ્વરની સાથે સમાધાન કરીને ઘરે ગયો – જ્યારે આપણે જોઇ શકીએ છીએ કે  ફરોશી (આચાર્ય),  જેણે પૂરતી યોગ્યતા મેળવી હતી, છતાં પણ તેના પાપો હજુ પણ તેની વિરુધ્ધ ગણાયા.

તેથી ઈસુ તમને અને મને પૂછે છે કે  આપણે ખરેખર સ્વર્ગના રાજ્યની ઇચ્છા રાખીએ છીએ, અથવા તો અન્ય બાબતો જેવી આ પણ એક રસની બાબત છે. તે આપણને પૂછે છે કે આપણે શેના પર વિશ્વાસ રાખીએ છીએ – આપણી પોતાની યોગ્યતા પર અથવા ઈશ્વરની દયા અને પ્રેમ પર.

આપણે પોતાને પ્રામાણિકપણે આ પ્રશ્નો પૂછવા મહત્વપૂર્ણ છે કારણ કે અન્યથા આપણે તેમનું આગામી શિક્ષણ સમજી શકીશું  નહીં – કે આપણને આંતરિક શુધ્ધતાની જરૂર છે.

દેહમાં ઓમ – સમર્થ શબ્દ દ્વારા બતાવેલ

ધ્વનિ એ બીલકુલ અલગ પ્રકારનું માધ્યમ છે જે દ્વારા અંતિમ વાસ્તવિકતા (બ્રહ્મ) ને પવિત્ર મુર્તિઓ અથવા સ્થાનો કરતાં વધારે સમજી શકાય છે. ધ્વનિ એ મૂળભુત રીતે તરંગો દ્વારા પ્રસારિત થતી માહિતી છે. ધ્વનિ દ્વારા વહન કરવામાં આવતી માહિતી સુંદર સંગીત, સૂચનાઓનો સમૂહ અથવા કોઈપણ સંદેશ છે, કે જે કોઈ મોકલવા માંગે છે તે હોય શકે છે.

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/05/Aum_Om_black.png

ઓમનું પ્રતીક. પ્રણવમાં ત્રણ ભાગ અને નંબર 3 ની નોંધ લો.

જ્યારે કોઈ ધ્વનિ સાથે સંદેશ બોલે છે ત્યારે કંઈક દૈવી હોય, અથવા તે દૈવીનો એક ભાગ પ્રતિબિંબિત કરે છે. આને પવિત્ર ધ્વનિ અને પ્રતીક ઓમમાં (ઓમ) કેદ કરવામાં આવ્યો છે, જેને પ્રણવ તરીકે ઓળખવામાં આવે છે. ઓમ(અથવા ઓમ) બંને એક પવિત્ર જાપ અને ત્રિભાગીય પ્રતીક છે. ઓમ ના અર્થ અને સૂચિતાર્થ વિવિધ પરંપરાઓમાં અને વિવિધ વિચારધારાઓમાં અલગ અલગ છે. ત્રિ-ભાગ પ્રણવ પ્રતીક ભારતભરમાં પ્રાચીન હસ્તપ્રતો, મંદિરો, મઠો અને આધ્યાત્મિક સત્સંગોમાં પ્રચલિત છે. પ્રણવ મંત્ર અંતિમ વાસ્તવિકતા (બ્રાહ્મણ) ને વધુ સારી રીતે સમજવા માટે છે. ઓમ અક્ષર અથવા એકાક્ષર છે – જે એક અવિનાશી વાસ્તવિકતા સમાન છે.

તે સંદર્ભમાં એ નોંધપાત્ર છે કે વેદ પુસ્તકન (બાઇબલ) એ ત્રિ-ભાગ એજન્ટના સંદેશ દ્વારા સર્જન ની નોંધ કરે છે. ઈશ્વર ‘બોલ્યા’ (સંસ્કૃત व्याहृति (vyahriti) અને ત્યાં તેમના શબ્દો દ્વારા તરંગો તરીકે ફેલાયેલી માહિતીનું પ્રસારણ સમગ્ર લોકામાં થયું જે દ્વારા જથ્થો અને ઉર્જાને સંચાલિત કરીને આજે વ્યાહૃતિનું જટિલ સૃષ્ટિનું સર્જન થયું. ’ઇશ્વરનો આત્મા’ પદાર્થ પર આવ્યો અથવા હાલતો થયો જેને લીધે આમ બન્યું. કંપન એ બંને છે એટલે કે તે શક્તિનું સ્વરુપ છે અને અવાજનો સાર પણ રચે છે. હિબ્રુ વેદો વર્ણવે છે કે કેવી રીતે આ ત્રિએક : ઈશ્વર, ઈશ્વરનો શબ્દ અને ઈશ્વરનો આત્મા તેમના વચનનો (વ્યાહૃતિ) પ્રસાર કરે છે, જે સૃષ્ટિમાં આપણે હવે જોઈએ છીએ. અહીં તેની નોંધ છે.

હીબ્રુ વેદ: ત્રિ-ભાગ સર્જક સર્જન કરે છે

રંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.
2 પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો
3 ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટો” અને પ્રકાશ પ્રગટયો.
4 દેવે પ્રકાશને જોયો અને તેમણે જાણ્યું કે, તે સારું છે. ત્યારે દેવે પ્રકાશને અંધકારથી જુદો પાડયો.
5 દેવે પ્રકાશનું નામ “દિવસ” અને અંધકારનું નામ “રાત” રાખ્યું. સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો.
6 પછી દેવેે કહ્યું, “પાણીને બે ભાગમાં જુદું પાડવા માંટે વચ્ચે અંતરિક્ષ થાઓ.”
7 એટલે દેવે અંતરિક્ષ બનાવ્યું અને પાણીને જુદું પાડયું. કેટલુંક પાણી અંતરિક્ષની ઉપર હતું અને કેટલુંક પાણી અંતરિક્ષની નીચે હતું.
8 દેવે અંતરિક્ષને “આકાશ” કહ્યું. પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.
9 પછી દેવે કહ્યું, “પૃથ્વી પરનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ જેથી સૂકી જમીન નજરે પડે.” અને એ જ પ્રમાંણે થયું.
10 દેવે સૂકી જમીનને “પૃથ્વી” કહી અને જે પાણી ભેગું થયેલું હતું તે પાણીને “સાગર” કહ્યો. દેવે જોયું કે, તે સારું છે.
11 પછી દેવેે કહ્યું, “પૃથ્વી વનસ્પતિ પેદા કરો: અનાજ આપનાર છોડ અને ફળ આપનાર વૃક્ષો પેદા કરો. પ્રત્યેકમાં પોતપોતાની જાતનાં બીજ થાઓ. આ પ્રકારના છોડ પૃથ્વી પર પેદા થાઓ.” અને એ પ્રમાંણે થયું.
12 પૃથ્વીએ અનાજ ઉત્પન્ન કરનાર ઘાસ અને છોડ ઉગાડયા અને એવાં વૃક્ષો અને છોડ ઉગાડયાં જેનાં ફળોની અંદર બીજ હોય છે. પ્રત્યેક છોડવાએ પોતપોતાની જાતનાં બીજ પેદા કર્યા અને દેવે જોયું કે, તે સારું છે.
13 પછી સાંજ પડી અને સવાર થઇ તે ત્રીજો દિવસ હતો.
14 પછી દેવે કહ્યું, “આકાશમાં જયોતિઓ થાઓ. આ જયોતિઓ દિવસોને રાતોથી જુદા પાડશે. આ જયોતિઓનો વિશેષ ચિહનોરૂપે ઉપયોગ થશે. અને વિશેષ સભાઓ જ્યારે શરુ થશે તે દર્શાવશે અને તેનો ઉપયોગ ઋતુઓ, દિવસો અને વષોર્નો સમય નિશ્ચિત કરવામાં થશે.
15 અને તેઓ પૃથ્વી પર પ્રકાશ પાથરવા માંટે આકાશમાં સ્થિર થાઓ.” અને એમ જ થયું.
16 પછી દેવે બે મોટી જયોતિઓ બનાવી. દેવે તેમાંની મોટી જયોતિને દિવસ પર અમલ કરવા બનાવી અને નાની જયોતિને રાત પર અમલ કરવા બનાવી. દેવે તારાઓ પણ બનાવ્યા.
17 દેવે આ જયોતિઓને આકાશમાં એટલા માંટે રાખી કે, તે પૃથ્વી પર ચમકે.
18 દેવે આ જયોતિઓને આકાશમાં એટલાં માંટે રાખી કે, જેથી તે દિવસ અને રાત પર અમલ ચલાવે. આ જયોતિઓએ પ્રકાશને અંધકારથી જુદો પાડયો અને દેવે જોયું કે, આ સારું છે.
19 ત્યારે સાંજ થઈને સવાર થઇ. તે ચોથો દિવસ હતો.
20 પછી દેવે કહ્યું, “પાણી અનેક જળચરોથી ઊભરાઈ જાઓ અને પક્ષીઓ પૃથ્વી પર અને આકાશમાં ઊડો.”
21 એથી દેવે સમુદ્રમાં રાક્ષસી જળચર પ્રાણી બનાવ્યાં. દેવે સમુદ્રમાં રહેનાર બધાં સજીવ પ્રાણીઓ બનાવ્યાં. સમુદ્રમાં જુદી જુદી જાતિનાં જીવજંતુ હોય છે. દેવે આ બધાંની સૃષ્ટિ રચી. દેવે આકાશમાં ઉડનારાં દરેક જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. દેવે જોયું કે, આ સારું છે.
22 પછી દેવે તે પ્રાણીઓને આશીર્વાદ આપ્યા. અને કહ્યું, “જાઓ, ઘણાં બધાં બચ્ચાં પેદા કરો અને સાગરનાં પાણીને ભરી દો. અને પક્ષીઓ પણ બહુ જ વધી જાઓ.”
23 પછી સાંજ થઇ અને સવાર થઇ. તે પાંચમો દિવસ હતો.
24 પછી દેવે કહ્યું, “પૃથ્વી બધી જાતનાં પ્રાણીઓ પેદા કરો: ‘પ્રત્યેક જાતનાં ઢોર, પેટે ચાલનારાં પ્રાણીઓ અને મોટાં જંગલી પ્રાણીઓ.” અને આ પ્રાણીઓ પોતપોતાની જાતિ પ્રમાંણે વધારે પ્રાણીઓ ઉત્પન્ન કરે.” અને આ બધુંં થયું.
25 તે પછી દેવે પ્રત્યેક જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં. દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં અને દેવે જોયું કે, આ સારું છે.

ઉત્પત્તિ ૧:૧-૨૫

તે પછી હિબ્રુ વેદ કહે છે કે ઈશ્વરે માનવજાતને પોતાની ’પ્રતિમા પ્રમાણે બનાવી છે કે જેથી આપણે ઉત્પનકર્તાને પ્રતિબિંબિત કરી શકીએ. પરંતુ આપણું પ્રતિબિંબ મર્યાદિત છે કે આપણે ફક્ત કુદરતી વસ્તુઓ સાથે વાત કરીને હુકમ કરી શકતા નથી. પરંતુ ઈસુએ આ કર્યું. આપણે જોઈએ છીએ કે સુવાર્તાઓ આ ઘટનાઓનું કેવી રીતે વર્ણન કરે છે

ઈસુ કુદરતી વસ્તુઓ સાથે વાત કરે છે

ઈસુને ‘શબ્દ’ દ્વારા ઉપદેશ અને સાજા કરવાનો અધિકાર હતો. તે કેવી રીતે પરાક્રમ પ્રગટ કરે છે તેની નોંધ સુવાર્તામાં છે કે જેથી તેમના શિષ્યો ‘ભય અને આશ્ચર્ય ’થી ભરાઈ ગયા હતા.

22 એક દિવસ ઈસુ અને તેના શિષ્યો એક હોડીમાં ચઢ્યા. ઈસુએ તેઓને કહ્યું, “મારી સાથે સરોવરને પેલે પાર આવો.” અને તેથી તેઓએ હોડી હંકારવાનું શરૂ કર્યુ.
23 જ્યારે તેઓ હાંકારતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા. સરોવર પર વાવાઝોડું ફૂંકાયું. જેથી હોડીમાં પાણી ભરાવા લાગ્યું. તેઓ જોખમમાં હતા.
24 તેના શિષ્યો ઈસુ પાસે ગયા અને તેને જગાડ્યો. તેઓએ કહ્યું, “સ્વામી! સ્વામી! આપણે ડૂબી જઈશું!”ઈસુ ઊભો થયો. તેણે પવનને અને પાણીનાં મોજાંને હૂકમ કર્યો. પવન અટક્યો અને સરોવર શાંત થઈ ગયું.
25 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?”શિષ્યો ડરીને અચરજ પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, “આ કેવા પ્રકારનો માણસ છે? તે પવન અને પાણીને પણ હૂકમ કરે છે અને તેઓ તેનું માને છે!”

લુક ૮:૨૨-૨૫

ઈસુના શબ્દ એ પવન અને મોંજાઓને પણ હુકમ કર્યો! શિષ્યો ભયથી ભરેલા હતા તેમાં કોઈ આશ્ચર્ય નથી. બીજા એક પ્રસંગે તેમણે હજારો લોકો સામે એવુંજ પરાક્રમ બતાવ્યું. આ સમયે તેમણે પવન અને મોજાઓ- ને નહીં પણ ખોરાક ને આદેશ આપ્યો.

પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર).
2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું.
3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો.
4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?”
6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું,
9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા.
11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.”
13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.

યોહાન ૬:૧-૧૫

જ્યારે લોકોએ જોયું કે ઈસુ આભારસ્તુતિ કરવા દ્વારા ખોરાકને ગુણાંકમાં વધારી કરી શકે છે ત્યારે તેઓએ જાણ્યું કે તે અજોડ છે. તે વાગીશા હતા (વાગીશા, સંસ્કૃતમાં જેનો અર્થ બોલનાર ઈશ્વર થાય છે). પરંતુ તેનો અર્થ શું હતો? ઈસુએ પાછળથી તેમના શબ્દોની શક્તિ અથવા પ્રાણ સ્પષ્ટ કરીને સમજાવ્યું

63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

યોહાન ૬:૬૩

અને

57 પિતાએ મને મોકલ્યો છે. તે પિતા જીવે છે, અને હું જીવું છું તે કારણે જ જે વ્યક્તિ મને ખાય છે તે પણ મારા કારણે જ જીવશે.

યોહાન ૬:૫૭

ઈસુ દાવો કરી રહ્યા હતા કે તેઓ દેહધારણ કરીને આવ્યા; અને તેઓ ત્રિ-ગુણ નિર્માતા (પિતા, શબ્દ, આત્મા)  જેઓએ બ્રહ્માંડને તેમના શબ્દ બોલવા દ્વારા અસ્તિત્વમાં લાવ્યા હતા તેમાં હાજર હતા. તે માનવ સ્વરૂપમાં ઓમ તરીકે જીવંત હતા. તેઓ જીવંત દેહમાં પવિત્ર ત્રિ-ભાગના એટલેકે ત્રિ-ગુણ ઈશ્વરના પ્રતીકરૂપ હતા. તેઓએ એક જીવંત પ્રણવ તરીકે પવન, મોજાઓ અને વસ્તુઓ પર પોતાના શબ્દોના પરાક્રમથી બોલીને તેમણે પ્રાણ (प्राण) અથવા જીવ-શક્તિનું દર્શન કરાવ્યું.

તે કેવી રીતે હોઈ શકે? તેનો અર્થ શું છે?

સમજનાર હૃદયો

ઈસુના’ શિષ્યોને આ સમજવામાં ઘણી મુશ્કેલી પડી. સુવાર્તા નોંધે છે કે ૫૦૦૦ ને ખવડાવ્યા પછી:

45 પછી ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા માટે કહ્યું. ઈસુએ તેમને બેથસૈદાની પેલે પાર સરોવરની બીજી બાજુએ જવા માટે કહ્યું. ઈસુએ કહ્યું કે તે પાછળથી આવશે, ઈસુએ લોકોને તેમના ઘર તરફ જવાનું કહ્યું.
46 લોકોને શુભ વિદાય કહ્યાં પછી ઈસુ ટેકરી પર પ્રાર્થના કરવા ગયો.
47 તે રાત્રે, હોડી હજુ પણ સરોવરની મધ્યમાં હતી. ઈસુ ભૂમિ પર એકલો હતો.
48 ઈસુએ સરોવરમાં હોડીને દૂર દૂર જોઈ. તેણે શિષ્યોને હોડીના હલેસા મારવામાં સખત મહેનત કરતાં જોયા. પવન તેમની વિરૂદ્ધ ફૂંકાતો હતો. સવારે ત્રણ થી છ કલાકના સમયે, ઈસુએ પાણી પર ચાલવાનું ચાલુ રાખ્યું, અને તે તેમની બાજુમાંથી પસાર થતો હતો. ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યુ.
49 પરંતુ શિષ્યોએ ઈસુને પાણી પર ચાલતો જોયો. તેઓએ ધાર્યુ કે, એ તો આભાસ છે. શિષ્યો ભયથી બૂમો પાડવા લાગ્યા.
50 બધા શિષ્યોએ ઈસુને જોયો અને તેઓ ઘણા ભયભીત થયા. પરંતુ ઈસુએ શિષ્યાને કહ્યું, ‘હિમ્મત રાખો. તે હું જ છું, ગભરાશો નહિ,’
51 પછી ઈસુ શિષ્યો સાથે હોડીમાં પ્રવેશ્યો અને પવન શાંત થઈ ગયો. તે શિષ્યો તો સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા.
52 તેઓએ ઈસુને પાંચ રોટલીમાંથી વધારે રોટલી બનાવતા જોયો હતો.પણ તેઓ સમજી શક્યા ન હતા. તેનો અર્થ શું છે. તેઓ તે સમજવા માટે શક્તિમાન ન હતા.
53 ઈસુના શિષ્યોએ સરોવરને ઓળંગ્યું. તેઓ ગન્નેસરેતના દરિયા કિનારે આવ્યા. તેઓએ ત્યાં હોડી લાંગરી.
54 જ્યારે તેઓ હોડીની બહાર હતા. ત્યારે લોકોએ ઈસુને જોયો. તેઓએ જાણ્યું કે તે કોણ હતો.
55 આખા પ્રદેશમાં દોડી જઇને લોકોને જણાવ્યું કે ઈસુ ત્યાં છે. લોકો માંદા માણસોને ખાટલામાં લાવ્યા.
56 ઈસુ તે પ્રદેશના આસપાસનાં ગામો, શહેરો અને ખેતરોમાં ગયો અને દરેક જગ્યાએ ઈસુ ગયો. ત્યાં તે લોકો બિમાર લોકોને બજારના સ્થળોએ લાવ્યા. તેઓ ઈસુને તેનાં ઝભ્ભાની કીનારને પણ સ્પર્શ કરવા દેવા માટે વિનંતી કરી. અને બધા લોકોએ જેમણે સ્પર્શ કર્યો તે સર્વ સાજાં થઈ ગયા

.માર્ક ૬:૪૫-૫૬

તે જણાવે છે કે શિષ્યો ‘સમજી શક્યા નહીં’. સમજ ન પડવા પાછળનું કારણ એ નહોતું કે તેઓ બુદ્ધિશાળી નહોતા; એ કારણે પણ નહીં કે જે બન્યું તે તેઓએ જોયું નહીં; એ કારણે પણ નહીં કે તેઓ ખરાબ શિષ્યો હતા; એ માટે પણ નહીં કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ રાખતા નહોતા. પણ ત્યાં કહેવામાં આવ્યું છે કે તેમના ‘હૃદયો કઠણ હતા ’. આપણા પોતાના કઠણ હૃદયો પણ આપણને આધ્યાત્મિક સત્ય સમજવાથી દૂર રાખે છે.

આ તેનું મૂળ કારણ છે કે તેમના સમયમાં લોકો ઈસુ વિશે અલગ અલગ ખ્યાલ ધરાવતા હતા. વૈદિક પરંપરામાં આપણે કહીશું કે તેઓ પ્રણવ અથવા ઓમ હોવાનો દાવો કરી રહ્યા હતા, અક્ષર કે જેણે શબ્દ બોલવાથી વિશ્વનું સર્જન કર્યું, અને પછી માણસ બન્યો. બુદ્ધિપૂર્વક સમજવા કરતાં પણ વધારે આપણા હૃદયમાંથી અંતરાય દૂર કરવાની જરૂર છે.

આથી જ યોહાનની તૈયારી કરવાનું કામ મહત્ત્વનું હતું. તેમણે લોકોને તેમના પાપને છુપાવવાને બદલે કબૂલાત કરીને પસ્તાવો કરવા કહ્યું. જો ઈસુના શિષ્યો કઠણ હૃદય ધરાવતા હતા તેઓને પસ્તાવો અને પાપ કબૂલાતની જરૂર હોય, તો તમને અને મને કેટલી વધારે જરૂર છે!

શું કરવું?

નમ્ર હૃદય અને સમજણ મેળવવાનો મંત્ર

મને હિબ્રુ વેદમાં મંત્ર તરીકે આપવામાં આવેલી આ કબૂલાતની પ્રાર્થના મદદરૂપ થાય તેમ જોવા મળી છે. કદાચ આનું ધ્યાન ધરવાથી અથવા જાપ કરવાથી ઓમ તમારા હૃદયમાં પણ કામ કરશે.

રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું, હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે, હા તમારી વિરુદ્ધ; જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે. તેથી તમે તમારા નિર્ણયો અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો, મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા, મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ; અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં, જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ, ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ, અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો. મારા આત્માને મજબૂત, તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.

ગીતશાસ્ત્ર ૫૧: ૧-૪, ૧૦-૧૨

આપણે ઇશુને એક જીવંત શબ્દ તરીકે, ઇશ્વરના ’ઓમ’ તરીકે તે કોણ છે, તેનો અર્થ સમજવા માટે આ પસ્તાવો કરવાની જરુર છે.

તે કેમ આવ્યા? આપણે આગળ જોઈશું

ઇસુ સાજાપણું આપે છે – તેમના રાજ્યને પ્રગટ કરે છે

વાનું દર્શાવ્યું. રાજસ્થાનના મહેંદીપુર નજીકનું બાલાજી મંદિર, દ્દ્રુષ્ટ આત્માઓ, શેતાનિક આત્માઓ, ભૂત, પ્રેત અથવા ભૂતો જેઓ લોકોને રંજાડે છે તેમાંથી તેઓને સાજા કરવા માટે પ્રખ્યાત છે. હનુમાન જી (બાળ સ્વરૂપમાં ભગવાન હનુમાન) ને બાલા જી, અથવા બાલાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું બાલાજી મંદિર, દુષ્ટ આત્માથી પીડિત લોકો માટે તીર્થ અથવા તીર્થસ્થાન છે. દરરોજ, હજારો યાત્રાળુઓ, ભક્તો અને દ્દ્રુષ્ટ આત્માથી પીડીત લોકો આવા પ્રકારના શેતાનિક વળગાડમાંથી સાજા થવાની આશામાં આ તીર્થ-યાત્રામાં મંદિરની મુલાકાત લે છે. શેતાનિક અને ભૂતના વળગાડ, મુર્છિત થવું, દ્દ્રુષ્ટ આત્માઓને હાંકી કાઢવા આ બધું બાલાજી અથવા હનુમાન જી મંદિરમાં એક સામાન્ય બાબત છે અને તેથી મહેંદીપુર બાલાજીને તીર્થસ્થાન તરીકે માનવામાં આવે છે કે જ્યાં દ્દ્રુષ્ટ આત્માઓમાંથી છૂટકારો આપનાર શક્તિ કામ કરતી જોવા મળે છે.

દંતકથાઓ અલગ અલગ વિગત રજુ કરે છે પરંતુ તેવું કહેવામાં આવે છે કે હનુમાન તે સ્થાન પરની મુર્તિમાં સ્વયં પ્રગટ થાય છે, તેથી હનુમાન જીની યાદગીરીમાં ત્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું. એવું નોંધવામાં આવ્યું છે કે શ્રી મહેંદીપુર બાલાજી મંદિર ખાતેના લોકો સમાધિમાં, હિપ્નોટિક અવસ્થામાં હોય છે અને છૂટકારાની રાહ જોતા દિવાલોથી પણ બંધાયેલા છે. મંગળવાર અને શનિવારે ભક્તો મોટી સંખ્યામાં આવે છે કારણ કે તે બાલાજીના દિવસો ગણાય છે. આરતી અથવા પૂજા દરમિયાન વળગાડ ધરાવતા લોકોની ચીસો સંભળાય છે, અને લોકો અગ્નિ સળગાવે છે અને તલ્લીન થઇને વિચિત્ર અવસ્થામાં નૃત્ય કરતા  જોઇ શકાય છે.

વેદ પુસ્તકનમાં ભૂત અને દુષ્ટ આત્માઓ

સમગ્ર ઇતિહાસમાં ખરેખર દુષ્ટ આત્માઓએ લોકોને પીડિત કર્યા છે. કેમ? તેઓ ક્યાંથી આવે છે?

વેદ પુસ્તકન (બાઇબલ) સમજાવે છે કે શેતાન, જેણે ઈસુનુ અરણ્યમાં પરિક્ષણ કર્યું હતું, તે ઘણા પતિત દૂતો પર નેતૃત્વ ધરાવે છે. પ્રથમ માણસે સર્પનું સાંભળ્યું ત્યારથી, આ દુષ્ટ આત્માઓ લોકોને રંજાડ અને બંધનમાં રાખી રહ્યા છે. જ્યારે પ્રથમ માનવોએ સર્પની વાત સાંભળી ત્યારે, સત્ય યુગ સમાપ્ત થઈ ગયો અને આપણે આત્માઓને આપણા પર નિયંત્રણ અને દમન કરવાનો અધિકાર આપ્યો.

ઈસુ અને ઈશ્વરનું રાજ્ય

ઈસુએ ઈશ્વરના રાજ્ય વિશે અધિકાર સાથે શીખવ્યું. તે બતાવે છે કે તેમના અધિકારની રૂએ તેમણે લોકોને પીડા આપતા દુષ્ટ આત્માઓ, શેતાનિક આત્માઓ અને ભૂતોને કાઢી નાખ્યા.

ઈસુ દુષ્ટ આત્માથી પીડિત લોકોને સાજા કરે છે

ઈસુએ ઘણા પ્રસંગોએ દુષ્ટ આત્માઓ અથવા ભૂતોનો સામનો કર્યો હતો. શિક્ષક તરીકે જાણીતા હોવા છતાં, તેમણે દુષ્ટ આત્માથી પીડિત લોકોને સાજા કર્યા તેની નોંધ સુવાર્તા પણ ઘણી વખત કરે છે. અહીં તેનો પ્રથમ સાજાપણાનો બનાવ છે:

21 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો.
22 ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઇ પામ્યા. ઈસુએ તેમના શાસ્ત્રીઓની જેમ શીખવ્યું નહિ. પરંતુ ઈસુએ જે વ્યક્તિ પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યું.
23 જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી,
24 ‘નાઝરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છે-દેવનો એક પવિત્ર!’
25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, ‘શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળ!’
26 તે અશુદ્ધ આત્માએ તે માણસને ધ્રુંજાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.
27 લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, ‘અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.’
28 તેથી ઈસુના સમાચાર ઝડપથી ગાલીલના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી

ગયા.માર્ક ૧:૨૧-૨૮

પાછળથી સુવાર્તામાં એક સાજાપણાના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે કે, જેમ મહેંદીપુર બાલાજી મંદિરમાં થતું હતુ તેમ, જ્યારે લોકોએ એક ભૂત વળગેલ માણસને સાંકળેથી બાંધવા કોશિશ કરી, પરંતુ તે સાંકળો તેને પકડી રાખી શકી નહીં. સુવાર્તા તેની આ રીતે નોંધ કરે છે

સુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો.
2 જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું.
3 તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી.
4 ઘણી વાર લોકોએ તે માણસના હાથ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો. પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થન હતો.
5 રાત દિવસ તે માણસ કબરસ્તાનની ગુફાઓની આસપાસ અને ટેકરીઓ પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.
6 જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો.
7 ઈસુએ તે માણસને કહ્યું, ‘ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.’ તેથી તે માણસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, ‘ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શું ઈચ્છે છે? હું તને દેવના સોગંદ દઉં છું કે, તું મને શિક્ષા નહિ કરે!’
8
9 પછી ઈસુએ તે માણસને પૂછયું, ‘તારું નામ શું છે?’તે માણસે જવાબ આપ્યો, ‘મારું નામ સેના છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.’
10 તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતિ કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કાઢે.
11 ત્યાં નજીકમાં એક ભૂંડોનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું.
12 અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, ‘અમને ભૂંડોમાં મોકલ, અમને તેઓમાં મોકલ.’
13 તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.
14 જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા.
15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા.
16 કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શું થયું તે કહ્યું અને તેઓએ ભૂંડો વિષે પણ કહ્યું.
17 પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.
18 ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી.
19 પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, ‘તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.’
20 તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ

પામ્યા.માર્ક ૫:૧-૨૦

જ્યાં ઈસુ માનવદેહમાં ઈશ્વર પુત્ર તરીકે, દેશભરમાં લોકોને સાજા કરતા ફર્યા. તેઓ જ્યાં ભૂત અને પ્રેતના રંજાડથી પીડીત લોકો રહેતા હતા ત્યાં ગયા, ને તેઓથી પરિચિત થયા, અને તેમણે બોલેલ પોતાના શબ્દના અધિકાર દ્વારા તેઓને સાજા કર્યા.

ઈસુ બીમાર લોકોને સાજા કરે છે

૧૭ માર્ચ, ૨૦૨૦ ના રોજ, કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે મહેંદીપુર બાલાજી મંદિર અનિશ્ચિત સમયગાળા માટે બંધ રહ્યું. દુષ્ટ આત્માઓથી સાજા થવા માટે પ્રખ્યાત હોવા છતાં, મહેંદીપુર બાલાજી ભક્તો આ નવા ચેપી રોગનો ભોગ બને છે. ઈસુએ, જોકે, લોકોને ફ઼ક્ત દુષ્ટ આત્માઓથી જ નહીં, પણ ચેપી રોગોથી પણ બચાવ્યા. આવો જ એક સાજાપણાનો બનાવ અહીં નોંધાયેલ છે:

40 એક માણસ કે જેને કોઢ હતો તે ઈસુ પાસે આવ્યો. તે માણસે ઘૂંટણ ટેકવીને ઈસુને વિનંતી કરી. ‘તું ઈચ્છે તો તું મને સાજો કરવા સમર્થ છે.’
41 ઈસુને આ માણસ માટે દયા આવી. તેથી ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, ‘હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!’
42 પછી માંદગી તે માણસને છોડી ગઈ અને તે સાજો થઈ ગયો.
43 ઈસુએ તે માણસને જવાનું કહ્યું. પણ ઈસુએ તેને કડક ચેતવણી આપી. ઈસુએ કહ્યું,
44 ‘મેં તારા માટે જે કાંઇ કર્યું તે વિષે તું કોઈ વ્યક્તિને કહીશ નહિ. પણ જા અને યાજકને જઇને બતાવ. અને દેવને ભેટ અર્પણ કર. કારણ કે તું સાજો થઈ ગયો છે. મૂસાએ જે ફરમાન કર્યુ છે તેની ભેટ અર્પણ કર. આથી લોકોને સાક્ષી મળશે કે તું સાજો થઈ ગયો છે’
45 તે માણસ ત્યાંથી વિદાય થયો અને બધા લોકોને તેણે જોયા તે સર્વને કહ્યું કે ઈસુએ તેને સાજો કર્યો છે. તેથી ઈસુ વિષેના સમાચાર પ્રસરી ગયા. અને તેથી ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઇ ન શક્યો. ઈસુ એવી જગ્યાઓએ રહ્યો જ્યાં લોકો રહેતાં ન હતા. પરંતુ બધા શહેરોના લોકો ઈસુ જે જગ્યાએ હતો ત્યાં

આવ્યા.માર્ક ૧:૪૦-૪૫

ઈસુની સાજા કરવાની પ્રતિષ્ઠા એટલી વધી ગઈ કે જેમ બાલાજી મંદિરમાં (જ્યારે તે ખુલ્લું હોય છે ત્યારે) લોકો પડાપડી કરે છે તેમ તેમની આસપાસ પણ લોકોના ટોળાની ભીડ ઉમટી પડતી.

38 પછી તે દિવસે ઈસુ સભાસ્થાનમાંથી સીધો સિમોનના ઘરે ગયો. ત્યાં સિમોનની સાસુ બિમાર હતી. તેને સખત તાવ હતો. તેથી તેઓએ તેને મદદરુંપ થવા ઈસુને વિનંતી કરી.
39 ઈસુ તેની તદ્દન નજીક ઊભો રહ્યો, તાવને ધમકાવ્યો અને તેને છોડી જવા આજ્ઞા કરી. તેનો તાવ ઊતરી ગયો. પછી તે તરત જ ઊઠી અને ઊભી થઈને તેની સેવા કરવા લાગી.
40 સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા. તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા. ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા.
41 ઈસુની આજ્ઞાથી ઘણા લોકોમાંથી ભૂતો નીકાળ્યાં. તેઓ ઘાંટો પાડીને કહેતાં હતા કે, “તું દેવનો દીકરો છે.” પરંતુ ઈસુએ તે બધાને ખૂબ ધમકાવ્યા અને તેમને બોલવા દીધા નહિ. તેઓને ખબર હતી કે ઈસુ એ ખ્રિસ્ત

છે.લુક ૪: ૩૮-૪૧

ઈસુ લંગડા, આંધળા, બહેરાને સાજા કરે છે

આજની જેમ, ઈસુના સમયમાં યાત્રાળુઓ રોગથી શુદ્ધ થવાની અને ઉપચારની આશામાં પવિત્ર તીર્થો પર પૂજા-અર્ચના કરતા. આપણે આવા સાજાપણાના નોંધાયેલા ઘણા બનાવોમાંથી બે બનાવો જોઈશું:

છળથી યહૂદિઓના પર્વોમાંના એક પર્વ માટે ઈસુ યરૂશાલેમ કયો.
2 યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે.
3 ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા.
4
5 એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો.
6 ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”
7 તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”
8 પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.”
9 પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ.જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો.
10 તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”
11 પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.”‘
12 યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”
13 પરંતુ તે માણસ કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.
14 પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”
15 પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”

યોહાન ૫:૧-૧૫

27 જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે બે આંધળા માણસો તેની પાછળ પાછળ ગયા. તેઓ જોરથી બૂમ પાડવા લાગ્યા. “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર.”
28 ઈસુ અંદર ઘરમાં ગયો, ત્યાં તેઓ પણ તેની પાછળ ગયા. ઈસુએ તેમને પૂછયું, “હું તમને ફરીથી દેખતા કરી શકું એવો વિશ્વાસ છે?” આંધળા માણસોએ ઉત્તર આપ્યો કે, “હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ.”
29 પછી તેઓની આંખોને સ્પર્શ કરી ઈસુ બોલ્યો, “તમે વિશ્વાસ રાખો છો તો તે પ્રમાણે થાઓ.”
30 અને તરત જ તેઓ દેખતા થયા. ઈસુએ તેઓને કહ્યું, “તમે આ વિષે કોઈને વાત ન કરતા.”
31 પરંતુ આંધળા માણસો ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુની આ કીર્તિ તેઓએ આખા વિસ્તારમાં ફેલાવી.
32 આગળ જતાં લોકો ઈસુની પાસે બીજા એક માણસને લઈને આવ્યા, આ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તે મૂંગો હતો.
33 ઈસુએ અશુદ્ધ આત્માને હાંકી કાઢ્યો કે તરત જ તે મૂંગો માણસ બોલતો થયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા: “અગાઉ ઈસ્રાએલમાં આવું કદાપિ જોવામાં આવ્યું નથી.”

માથ્થી ૯:૨૭-૩૩

ઈસુ મરેલાને ઉઠાડે છે

ઈસુએ મૃત્યુ પામેલ લોકોને પણ સજીવન કર્યાના પ્રસંગો સુવાર્તાઓમાં નોંધાયેલ છે. અહીં એવો જ એક દાખલો નોંધ્યો છે

21 ઈસુ હોડીમાં બેસી સરોવર ઓળંગીને તેની બીજી બાજુએ ગયો. સરોવરની બાજુમાં તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થયા હતા.
22 સભાસ્થાનના આગેવાનોમાંનો એક ત્યાં આવ્યો. તેનું નામ યાઈર હતું. યાઈરે ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો.
23 યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું, ‘મારી નાની દિકરી મરણ પથારી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજી થઈ જશે અને જીવશે.’
24 તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી ધક્કા-ધક્કી થતી હતી.
25 લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો.
26 તે સ્ત્રીએ ઘણું સહન કર્યુ હતું. ઘણા વૈદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો. તેની પાસેના બધા પૈસા ખર્ચાઇ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો. તેની બિમારી વધતી જતી હતી.
27 તે સ્ત્રીએ ઈસુ વિષે સાંભળ્યું. તેથી તે ટોળામાંથી ઈસુની પાછળ લોકો સાથે ગઈ. અને તેના ઝભ્ભાને અડકી.
28 તે સ્ત્રીએ વિચાર્યુ, ‘જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.’
29 જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે.
30 ઈસુએ જાણ્યું કે તેનામાંથી સાર્મથ્ય બહાર નીકળ્યું. તેથી તે ટોળા તરફ ફર્યો અને પૂછયું, ‘મારા લૂગડાને કોણે સ્પર્શ કર્યો?’
31 શિષ્યોએ ઈસુને કહ્યું, ‘તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?”‘
32 પરંતુ જે વ્યક્તિએ ઈસુને સ્પર્શ કર્યો તેને જોવાનું ઈસુએ ચાલું રાખ્યું.
33 તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી. તેથી તે આવી અને ઈસુના પગે પડી. તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી.તેણે ઈસુને આખી વાત કહી.
34 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, ‘તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.’
35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, ‘તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.’
36 માણસો શું કહે છે તેની ચિંતા પણ ઈસુએ કરી નહિ. ઈસુએ સભાસ્થાનના આગેવાનને કહ્યું, ‘ગભરાઈશ નહિ; માત્ર વિશ્વાસ રાખ.’
37 ઈસુએ ફક્ત પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા.
38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી.
39 ઈસુએ ઘરમાં પ્રવેશીને લોકોને કહ્યું, ‘તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોંઘાટ કરો છે? આ બાળક મરી ગયું નથી. તે તો ફક્ત ઊંઘે છે.’
40 પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા. ઈસુએ લોકોને ઘરની બહાર જવા કહ્યું. પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યાં ગયો. તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા.
41 પછી ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તેને કહ્યું, ‘ટલિથા કૂમ!’ (આનો અર્થ, ‘નાની છોકરી, હું તને ઊભી થવા કહું છું.’)
42 તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા.
43 ઈસુએ પિતા અને માતાને કડક હુકમ કર્યો કે લોકોને આ વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને ક

હ્યું.માર્ક ૫: ૨૧-૪૩

પેઢીઓથી એ સમયના લોકોમાં ભૂંડા આત્માઓ ખુબજ ઓછા પ્રમાણમાં દેખાતા અને પ્રગટ થતા હતા, જેને કારણે તે લોકો ભુતોના અસ્તિત્વને પણ નકારતા હતા અને તેવા પ્રદેશમાં ઇસુના સાજાપણાના કામોનો ખુબ મોટો પ્રભાવ હતો કે જેથી તેઓ ત્યાં ખૂબજ પ્રખ્યાત બન્યા.

સ્વર્ગના રાજ્યનો પૂર્વ આસ્વાદ

ઈસુએ દુષ્ટ આત્માઓને કાઢ્યા, માંદા લોકોને સાજા કર્યા અને મ્રુત્યુ પામેલા ને સજીવન કર્યા, તેઓએ લોકોને ફ઼ક્ત મદદ કરવા માટે જ આમ કર્યું એમ નહીં, પણ તેમણે જે રાજ્ય વિષે શીખવ્યું હતું તે રાજ્ય કેવું છે તે બતાવવા માટે કર્યું. આ આવનાર રાજ્ય માં

4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”

પ્રકટીકરણ ૨૧: ૪

સાજાપણાના બનાવો તે આવનાર રાજ્યનો પૂર્વ આસ્વાદ હતો, જેથી આપણે ‘વસ્તુઓની જૂની વ્યવસ્થા’ ઉપરનો વિજય કેવો હશે તે જોઇ શકીએ, તે કઇંક આવો હશે.

શું તમને આવી ‘નવી વ્યવસ્થા’ ના રાજ્યમાં રહેવાનું ગમશે નહી?

આજ રીતે ઈસુએ કુદરતી તત્વો પર પોતાનું આધિપત્ય સ્થાપીને તેમના રાજ્યને જાહેર કરવાનું ચાલુ રાખ્યું – તેઓએ પોતે તેમના દેહધારીપણામાં ઓમ હો

ઈસુ એક ગુરુ તરીકે: અહિંસાનું અધિકારયુક્ત શિક્ષણ મહાત્મા ગાંધીને પણ પ્રભાવિત કરી ગયું

સંસ્કૃતમાં, ગુરુ (गुरु) ‘ગુ’ (અંધકાર) અને ‘રૂ’ (પ્રકાશ) છે. એક ગુરુ શીખવે છે કે સાચા જ્ઞાન અથવા ડહાપણના પ્રકાશથી અજ્ઞાન નો અંધકાર દૂર થાય છે. ઈસુ અંધકારમાં રહેતા લોકોને આવા સમજદાર ઉપદેશ આપવા દ્વારા પ્રકાશિત કરવા માટે જાણીતા છે કે જેથી તેમને ગુરુ અથવા આચાર્ય માનવા જોઈએ. ઋષિ યશાયાએ આવનાર વિશેની ભવિષ્યવાણી કરી હતી. ઇ.સ.પુર્વે ૭૦૦ માં તેમણે હીબ્રુ વેદોમાં આગાહી કરી હતી કે:

રંતુ જે ભૂમિ પર સંકટ આવ્યું હતું, તે પ્રદેશમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો. પણ છેવટે તેણે યર્દન અને ગાલીલની નદીને પેલે પાર, સમુદ્રના રસ્તે આવેલા રાષ્ટોને પ્રતિષ્ઠા અપાવી.
2 અંધકારમાં ચાલનારા લોકોએ તે મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના પ્રદેશમાં વસવાટ કરનારાઓ પર “પ્રકાશનું તેજ” પથરાયું છે.

યશાયા ૯:૧બી-૨
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2017/10/isaiah-sign-of-the-branch-timeline--1024x576.jpg

ઐતિહાસિક સમયરેખામાં ઋષિ  યશાયા, દાઉદ અને અન્ય હીબ્રુ ઋષિઓ (પ્રબોધકો)

આ ‘પ્રકાશ’ શું હતો જે ગાલીલમાં અંધકારમાં જીવતા લોકો માટે પ્રકાશવાનો હતો? યશાયાએ આગળ લખ્યું છે કે:

6 કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.”

યશાયા ૯:૬

યશાયાએ પહેલેથી જ ભાખ્યું હતું કે આવનાર એક કુંવારીથી જન્મ લેશે. અહીં તેણે આગળ એ પણ સ્પષ્ટ કર્યું કે તેને ‘પરાક્રમી દેવ’  કહેવામાં આવશે, અને તેઓ શાંતિ માટેના સલાહકાર બનશે. શાંતિના આ ગુરુએ ગાલીલના કિનારેથી આપેલ શિક્ષણ એ ઘણે દૂર ભારતમાં મહાત્મા ગાંધી પર પ્રભાવ પાડી શક્યું.

ગાંધી અને ઈસુનો પહાડ પરનો ઉપદેશ

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/05/gandhi-law-student-image-e1588933813421-206x300.jpg

ગાંધી એક કાયદાના વિદ્યાર્થી તરીકે

ઈંગ્લેન્ડમાં, ઈસુના જન્મ પછીના ૧૯૦૦ વર્ષ પછી, ભારતના એક યુવાન કાયદાના વિદ્યાર્થી, જેને હવે મહાત્મા ગાંધી (અથવા મોહનદાસ કરમચંદ ગાંધી) તરીકે ઓળખવામાં આવે છે, તેમને બાઇબલ આપવામાં આવ્યું. જ્યારે તેમણે પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખાતાઈસુના’ ઉપદેશોવાંચ્યા ત્યારે તે કહે છે

“… પહાડ પરના ઉપદેશે સીધી મારા હૃદયમાં અસર કરી છે.”

એમ.કે.ગાંધી, એક આત્મકથા અથવા સત્યના મારા પ્રયોગોની વાર્તા.

૧૯૨૭ પાન.૬૩

ઈસુએ ‘બીજો ગાલ ધરવો’વિશેના શિક્ષણથી ગાંધીજીને અહિંસાના પ્રાચીન સિધ્ધાંત (ઇજા ન કરવી અને હત્યા ન કરવી) ની સમજ આપી. આ વિચારસરણી જાણીતા વિધાનમાં પ્રતિબિંબિત થાય છે. ‘અહિંસા પરમો ધર્મ’ (અહિંસા એ સર્વોચ્ચ નૈતિક ગુણ છે). ત્યારબાદ ગાંધીએ આ શિક્ષણને રાજકીય બળમાં સામેલ કરી દીધું. સત્યદગ્રહ અથવા સત્યાગ્રહ. તેનો ઉપયોગ તેમણે બ્રિટિશ શાસકો સામે અહિંસક અસહકારની લડતમાં કર્યો હતો. કેટલાંય દાયકાના સત્યાગ્રહના પરિણામે ભારતને ગ્રેટ બ્રિટનથી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. ગાંધીજીના સત્યાગ્રહથી મોટે ભાગે શાંતિપૂર્ણ રીતે ભારતને બ્રિટનથી આઝાદી મળી. ઈસુના ઉપદેશે આ સર્વ પર અસર કરી.

ઈસુનો પહાડ પરનો ઉપદેશ

તો પછી ઈસુનો પહાડ પરનો ઉપદેશ શું હતો કે જેણે ગાંધી પર આટલી બધી અસર કરી?  આ સુવાર્તામાં નોંધેલ ઈસુનો સૌથી લાંબો સંદેશ છે. અહીં પુરા પહાડ પરના ઉપદેશના કેટલાક અંશ આપણે નીચેઆવરીલઇએ છીએ.

 21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,’જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’
22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.
23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે.
24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે.
26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.
27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’
28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે.
29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે.
30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.
31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.
32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.
33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.’પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.
34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે.
35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે.
36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ.
37 ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.
38 “તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’
39 પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો.
40 જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો.
41 જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો.
42 જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ.
43 “તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’
44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો.
45 જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે.
46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે.
47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે.
48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.

માથ્થી ૫: ૨૧-૪૮

ઈસુએ આ વાક્યરચનાનો ઉપયોગ કરીને શીખવ્યું:

 “તમે સાંભળ્યું છે કે તે કહેવામાં આવ્યું હતું… પણ હું તમને કહું છું…”.

આ માળખામાં તેઓ પ્રથમ મૂસાના નિયમશાસ્ત્ર માંથી અવતરણ કરે છે, અને તે પછી આ આદેશનો અવકાશ હેતુઓ, વિચારો અને શબ્દો સુધી વિસ્તારે છે. ઈસુએ મૂસા દ્વારા આપવામાં આવેલા કડક આદેશો લઈને શીખવ્યું અને તેમને કરવાનું વધુ મુશ્કેલ બનાવ્યું!

પહાડ પરના ઉપદેશમાં નમ્ર અધિકાર

નોંધનીય વાત એ છે કે તેમણે વિશેષ રીતે નિયમશાસ્ત્રની આજ્ઞાઓને વિસ્તૃત રીતે સમજાવી. તેમણે પોતાના અધિકારના આધારે આવું કર્યું. દલીલ અને ધમકી આપ્યા વિના તેમણે ફ઼ક્ત કહ્યું, ‘પણ હું તમને કહું છું…’ અને તેની સાથે જ તેમણે આજ્ઞાનો વ્યાપ વધાર્યો. તેમણે અધિકાર સાથે નમ્રતાપૂર્વક તે કર્યું. આ તેમના શિક્ષણની ખાસ વિશેષતા હતી. જ્યારે તેમણે આ ઉપદેશ પૂરો કર્યો ત્યારે સુવાર્તા આમ જણાવે છે.  

28 ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા.
29 કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.

માથ્થી ૭: ૨૮-૨૯

ઈસુએ મોટા અધિકાર સાથે ગુરુ તરીકે શીખવ્યું. મોટાભાગના પ્રબોધકો સંદેશવાહકો હતા જેઓએ ઈશ્વરનો સંદેશ જાહેર કરતા હતા, પરંતુ અહીં તે એક અલગ પ્રકારના હતા. ઈસુએ કેમ આમ કર્યું? ‘ખ્રિસ્ત’ અથવા ‘મસિહ’ તરીકે તેમની પાસે મોટો અધિકાર હતો. હીબ્રુ વેદના ગીતશાસ્ત્ર ૨ માં, બીરુદ ‘ખ્રિસ્ત’ ની પ્રથમ વાર ઘોષણા કરવામાં આવી કે જ્યાં વર્ણન કરવામાં આવ્યું છે કે ઈશ્વર તેમને ખ્રિસ્ત નામથી બોલાવે છે:

8 તું મારી પાસે માગ, એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.ગી

તશાસ્ત્ર ૨:૮

ખ્રિસ્તને પૃથ્વીના અંત સુધી ‘રાષ્ટ્રો’ ઉપર સત્તા આપવામાં આવી હતી. તેથી  ખ્રિસ્ત તરીકે, ઈસુને પોતાની રીતે શીખવવાનો અને તેમનું શિક્ષણ દરેક પાસે લઇ જવાનો અધિકાર હતો.

હકીકતમાં, મૂસા એ પણ તેમના ઉપદેશમાં (ઇ.સ.પુર્વ ૧૫૦૦) એક આવનાર પ્રબોધક તેમના શિક્ષણમાં અજોડ હશે તેમ લખ્યું  હતું. મુસા સાથે બોલતા, ઈશ્વરે એ વચન આપ્યું હતું

18 હું તેઓમાંથી તારા જેવા એક ઇસ્રાએલી પ્રબોધકને પેદા કરીશ. શું બોલવું તે હું તેને જણાવીશ અને તે માંરા વતી લોકોની સાથે વાત કરશે;
19 અને જો કોઈ માંરા નામે એ જે વચનો ઉચ્ચારશે તેનો અનાદર કરશે, તો હું તેનો જવાબ માંગીશ.’

પુનર્નિયમ: ૧૮:૧૮-૧૯
https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2020/05/abraham-Moses-to-jesus-timeline-1024x576.jpg

મુસાએ ઈસ્રાએલીઓને આગેવાની આપી અને ઈસુ આવ્યાના લગભગ ૧૫૦૦ વર્ષ પૂર્વે નિયમ પ્રાપ્ત કર્યો

તેમણે જે શિક્ષણ આપ્યું તેમાં, ઈસુએ પોતાના ખ્રિસ્ત તરીકેના અધિકારનો ઉપયોગ કર્યો અને તેઓ મુસાની’ આવનાર પ્રબોધક સંબંધીની ભવિષ્યવાણી પૂરી કરી રહ્યા હતા, જેઓ તેમના મોંથી ઈશ્વરના વચનો શીખવશે. શાંતિ અને અહિંસા વિશેનું શિક્ષણ આપતાં તેમણે અંધકારને પ્રકાશથી દૂર કરવા વિશે ઉપર નોંધેલ યશાયાની ભવિષ્યવાણીને પણ પૂરી કરી. તેમને પોતાને હક છે તે રીતે તેમણે એ શીખવ્યું કે તેઓ, ફક્ત ગાંધીજીના જ ગુરુ નહીં, પણ તમારા અને મારા પણ ગુરુ બને છે.

તમે અને હું અને પહાડ પરનો ઉપદેશ

જો તમે પહાડ પરનો આ ઉપદેશ વાંચશો તો તમારે તેનું પાલન કેવી રીતે કરવું જોઈએ તે માટે તમે મૂંઝવણમાં મૂકાઈ શકો છો. કેવી રીતે કોઈપણ આ પ્રકારના આદેશો પ્રમાણે જીવી શકે જે આપણા હૃદય અને આપણા અંદરના ઇરાદાઓને જાહેર કરે? આ ઉપદેશ દ્વારા ઈસુનો હેતું શું હતો? તેમના છેલ્લા વાક્ય પરથી આપણે તે જોઈ શકીએ છીએ.

48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.

માથ્થી ૫:૪૮

આ એક આદેશ છે, સૂચન નહીં. આપણે સંપૂર્ણ થઈએ માટે આ તેમની આવશ્યકતા છે!

કેમ?

ઈસુએ પહાડ પરનો ઉપદેશ કેવી રીતે શરૂ કર્યો તેમાં તેઓ તેનો ઉત્તર પ્રગટ કરે છે. તેમના શિક્ષણના અંતિમ ધ્યેય સંદર્ભમાં તેઓ શરુઆત કરે છે.

3 “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે. કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.

માથ્થી  ૫:૩

પહાડ પરના ઉપદેશનો ઉદ્દેશ એ ‘સ્વર્ગના રાજ્ય’ વિશે સમજ આપવાનો છે. જેમ સંસ્કૃત વેદોમાં તેમ હિબ્રુ વેદોમાં પણ સ્વર્ગનું રાજ્ય એક મહત્વનો વિષય છે. આપણે સ્વર્ગના રાજ્યના અથવા વૈકુંઠ લોકના સ્વરુપની તપાસ કરીએ છીએ,  જેમાં આપણે જોઈએ છીએ કે ઈસુએ કેવી રીતે તેમના સાજાપણાના ચમત્કારો દ્વારા તે રાજ્યના સ્વરૂપને પ્રગટ કર્યું.

ઈસુનું શેતાન દ્વારા પરીક્ષણ – તે પ્રાચીન અસુર સર્પ

હિન્દુ પૌરાણિક કથાઓના તે સમયો યાદ કરાવે છે કે જ્યારે કૃષ્ણ તેમના શત્રુ અસુરો સામે લડ્યા અને પરાજિત કર્યા, ખાસ કરીને અસુર રાક્ષસો સર્પ બનીને કૃષ્ણને ધમકાવતા હતા. ભાગવા પુરાણ (શ્રીમદ્ ભાગવતમ્) એ કંસના સાથી આગાસુર જે કૃષ્ણને જન્મથી જ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તેણે મોટા સર્પનું રૂપ ધારણ કર્યું હતું કે જ્યારે તેણે મોં ખોલ્યું ત્યારે તે ગુફા જેવું લાગતું હતું. આગાસુર પૂતનાના ભાઈ હતા (કે જેને કૃષ્ણએ બાળક તરીકે તેણીનામાંથી ઝેર ચુસી લઇ ને તેને મારી નાખી) અને બકાસુર (જેને પણ કૃષ્ણએ  તેની ચાંચ તોડીને માર્યો હતો) અને બદલો વાળ્યો હતો. આગાસુરે મોં ખોલ્યું અને ગોપી ગોવાળણના બાળકો તે જંગલમાં એક ગુફા હોવાનું વિચારીને તેમાં ગયા. કૃષ્ણ પણ અંદર ગયા, અને તેમને ખબર પડી કે તે આગાસુર છે, તેથી તેમણે તેમના શરીરને એવું ફ઼ુલાવ્યું કે આગાસુર ગૂંગળાઈને મરી ગયો. એક બીજા પ્રસંગે,શ્રી કૃષ્ણ નામના એક લોકપ્રિય કાર્યક્રમમાં બતાવાયેલ પ્રમાણે, કૃષ્ણએ નદીમાં શક્તિશાળી અસુર સાપ સાથે લડતા, તેના માથા પર નૃત્ય કરીને કાલિયા નાગ ને હરાવી દીધો.

પૌરાણિક કથા એક વ્રિત્ર, અસુર આગેવાન અને શક્તિશાળી સર્પ/ડ્રેગનનું પણ વર્ણવે કરે છે. ૠગ્વેદ સમજાવે છે કે ભગવાન ઇન્દ્ર એ એક મોટા યુદ્ધમાં વ્રિત્ર રાક્ષસનો સામનો કર્યો હતો અને તેની ગર્જના (વજ્રયુધ્ધ) થી તેની હત્યા કરી હતી, જેનાથી વ્રિત્રનું જડબુ તૂટી ગયુ હતું. ભાગવા પુરાણની આવૃત્તિ સમજાવે છે કે વ્રિત્ર એટલો મોટો સાપ/ડ્રેગન હતો કે તેણે ગ્રહો અને તારાઓને પણ જોખમમાં મૂકી દીધા, જેથી દરેક તેનાથી ડરતા હતા. દેવો સાથેની લડાઇમાં વ્રિત્રનો હાથ તેઓ પર ભારે પડ્યો. ઇન્દ્ર તેને શક્તિથી હરાવી શક્યા નહીં, પરંતુ તેમને રૂષિ દધીચિ  ના હાડકાં માંગવાની સલાહ આપવામાં આવી હતી. દધીચિએ તેના હાડકાંને વજ્રયુદ્ધમાં ગોઠવવાની ઓફર કરી, જે દ્વારા ઈન્દ્રએ આખરે મહાન સર્પ વ્રિત્રને પરાજિત કરી મારી નાખ્યો.

હીબ્રુ વેદનો શેતાન: સુંદર આત્મા ઘાતકી સર્પ બન્યો

હીબ્રુ વેદમાં પણ નોંધ્યું છે કે એક શક્તિશાળી આત્મા છે જેણે પોતાને સર્વોપરી પરમેશ્વરના વિરોધી (શેતાનનો અર્થ વિરોધી) તરીકે પોતાને તૈયાર કર્યો. હીબ્રુ વેદ તેને સુંદર અને બુદ્ધિશાળી તરીકે વર્ણવે છે, શરૂઆતમાં તે દેવ તરીકે સર્જાયેલ હતો. આનું વર્ણન આપવામાં આવ્યું છે:

12 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો, તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.
13 દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો; હીરા, માણેક, પોખરાજ, નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ, પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ સમયે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
14 તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક દૂત તરીકે નીમ્યો હતો. તું દેવના પવિત્ર પર્વત પર જઇ શકતો હતો અને અગ્નિના ચળકતાં પથ્થરો પર ચાલતો હતો.
15 તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું, પણ પાછળથી તારી દુષ્ટતા પ્રગટ થવા માંડી.હઝકી

એલ ૨૮:૧૨બી-૧૫

શા માટે આ શક્તિશાળી દેવમાં દુષ્ટતા જોવા મળી? હીબ્રુ વેદ સમજાવે છે કે:

17 તારા સૌદર્યને કારણે તું ફુલાઇ ગયો હતો અને તારી કીતિર્ને કારણે તારી બુદ્ધિ બહેર મારી ગઇ હતી. મેં તને ભોંય ઉપર પટક્યો છે અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.હઝકી

એલ ૨૮:૧૭

આ દેવના પતનનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે:

12 હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓનો નાશ કરનાર, તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.
13 તું તારા મનમાં એમ માનતો હતો કે, હું આકાશમાં ઉંચે ચઢીશ, અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ, આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;
14 હું વાદળોથી પણ ઉપર જઇશ અને પરાત્પર દેવ સમાન બનીશ.”

યશાયા ૧૪:૧૨-૧૪

હવે શેતાન

આ શક્તિશાળી આત્માને હવે શેતાન (એટલે ​​કે દોષ મુક્નાર) અથવા દુષ્ટાત્મા કહેવામાં આવે છે પરંતુ મૂળ તેને લ્યુસિફર  કહેવામાં આવતો હતો એટલેકે – ‘પ્રભાતનો પુત્ર’. હીબ્રુ વેદ કહે છે કે તે એક આત્મા છે, દુષ્ટ અસુર છે, તે અગાસુર અને વ્રિત્રની જેમ સર્પ અથવા ડ્રેગનનું સ્વરૂપ પણ લે છે તેમ વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો:

7 પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું. મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા. તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા.
8 પણ તે અજગર જોઈએ તેટલો બળવાન ન હતો. તે અજગર અને દૂતોએ આકાશમાં તેઓનું સ્થાન ગુમાવ્યું.
9 તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો. (તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે. તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે.) તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો.પ્રકટી

કરણ ૧૨:૭-૯

શેતાન હવે મુખ્ય અસુર છે જે ‘આખી દુનિયાને ભમાવે છે’. હકીકતમાં, તે એક એ છે કે જે સર્પના રૂપમાં હતો, જેણે પ્રથમ માનવને પાપ તરફ઼ દોર્યા. આ કારણે સત યુગ, એટલે કે સ્વર્ગના સત્ય યુગ નો અંત આવ્યો.

શેતાને તેની કોઈ પણ અસલ બુદ્ધિ અને સુંદરતા ગુમાવી નથી, કે જેથી તે વધુ ખતરનાક બને છે કારણ કે તે તેના દેખાવની પાછળ તેના કપટને વધુ સારી રીતે છુપાવી શકે છે. બાઇબલ વર્ણવે છે કે તે કેવી રીતે કાર્ય કરે છે:

14 આનાથી અમને આશ્ચર્ય નથી થતું. શા માટે? શેતાન પણ વેશ બદલે છે, જેથી લોકો વિચારે કે તે પ્રકાશનો દૂતછે.

૨ કરિંથી ૧૧:૧૪

શેતાન સામે ઈસુની લડાઈ

તે વિરોધીનો ઈસુએ સામનો કરવો પડ્યો હતો. યોહાન દ્વારા તેણે બાપ્તિસ્મા લીધા પછી તરતજ  તે વનપ્રસ્થ આશ્રમ ધારણ કરતાં જંગલમાં, એકાંતમાં પાછા ગયા. પરંતુ તેઓ નિવૃત્ત જીવન શરૂ કરવા માટે નહીં, પરંતુ યુદ્ધમાં તેમના વિરોધીનો સામનો કરવા માટે કર્યું. આ યુદ્ધ કૃષ્ણ અને અગાસુર વચ્ચે અથવા ઈન્દ્ર અને વ્રિત્ર વચ્ચે વર્ણવેલ શારીરિક લડાઈ જેવું ન હતું, પરંતુ તે પરીક્ષણ સામેની લડાઈ હતી. સુવાર્તા તેને આ પ્રમાણે નોંધે છે:

વિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ યર્દન નદીથી પાછો ફર્યો. પવિત્ર આત્મા તેને અરણ્યમાં દોરી ગયો.
2 ત્યાં શેતાને 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કર્યુ. તે સમય દરમ્યાન ઈસુએ કંઈ પણ ખાધું નહિ. દિવસો પૂરા થયા પછી ઈસુને ખૂબ ભૂખ લાગી.
3 શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.”
4 ઈસુએ કહ્યું, “ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે:‘માણસને જીવવા માટે ફક્ત રોટલીની જરૂર નથી.”‘ પુનર્નિયમ 8:3
5 પછી ઈસુને શેતાન એક ઊંચી જગ્યા પર લઈ ગયો અને એક જ પળમાં તેને જગતનાં બધાજ રાજ્યોનું દર્શન કરાવ્યું.
6 શેતાને ઈસુને કહ્યું, “હું તને આ બધા રાજ્યોનો અધિકાર અને મહિમા આપીશ. આ સર્વસ્વ મારું છે. તેથી હું જેને આપવા ઈચ્છું તેને આપી શકું છું.
7 જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે.”
8 ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે: ‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ. તારે એકલા તેની જ સેવા કરવી!”‘ પુનર્નિયમ 6:13
9 પછી શેતાન ઈસુને યરૂશાલેમ લઈ ગયો. અને મંદિરની ઊંચી ટોચ પર લઈ ગયો અને તેણે ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય, તો અહીંથી હેઠળ પડ!
10 શાસ્ત્રોમાં લખ્યા મુજબ:‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે’ ગીતશાસ્ત્ર 91:11
11 અને એમ પણ લખ્યું છે કે:‘તેઓ તને પોતાના હાથોમાં એવી રીતે ઊંચકી લેશે કે જેથી તારો પગ ખડક પર અથડાશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 91:12
12 ઈસુએ ઉત્તર આપ્યો:“એ ઉપરાંત શાસ્ત્રમાં એવું પણ કહેલું છે કે: ‘તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ કરવું જોઈએ નહિ.”‘ પુનર્નિયમ 6:16
13 શેતાને અનેક પ્રલોભનોથી દરેક રીતે ઈસુનું પરીક્ષણ કર્યા પછી યોગ્ય સમય આવે ત્યાં સુધી ઈસુને એકલો મૂકીને ત્યાંથી વિદાય લીધી.

લુક ૪:૧-૧૩

તેઓનો સંઘર્ષ માનવ ઇતિહાસની શરૂઆતમાં શરૂ થયો હતો. બાળ ઈસુને મારી નાખવાના પ્રયત્નો દ્વારા ઈસુના’ જન્મ સમયે તેણે નવી રીતે પ્રયાસ શરુ કર્યા. યુદ્ધના આ તબક્કામાં, ઈસુ વિજયી સાબિત થયા હતા, એટલા માટે નહીં કે તેમણે શેતાનને શારીરિક રીતે હરાવ્યો હતો, પરંતુ એટલા માટે કે શેતાને તેમની સામે મૂકેલા બધા શક્તિશાળી પરીક્ષણોનો તેમણે પ્રતિકાર કર્યો હતો. આ બંને વચ્ચેનુ યુદ્ધ આગળના મહિનાઓ સુધી ચાલુ રહેશે અને અંતમાં સર્પ ‘તેમની એડી છુંદશે’ અને ઈસુ તેનુ ‘માથું કચડી નાખશે’. પરંતુ તે પહેલાં, ઈસુએ અંધકાર દૂર કરવા, શિક્ષણને માટે ગુરુની ભૂમિકા નિભાવવાની હતી.

ઈસુ કે-જેઓ આપણને સમજે છે

ઈસુના’ પરીક્ષણ અને કસોટીનો સમય આપણા માટે ખૂબ જ મહત્વનો છે. બાઇબલ ઈસુ વિશે જણાવે છે કે:

18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.

હિબ્રૂ ૨:૧૮

અને

15 ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી.
16 તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરુંર હોય છે ત્યારે મદદમાં મળે છે.

હિબ્રૂ ૪:૧૫-૧૬

ઇસ્ત્રાએલીઓ ને માફ઼ી પ્રાપ્ત થાય તે માટે પ્રમુખ યાજક યોમ કીપુર, હીબ્રુ દુર્ગાપૂજામાં બલિદાન લાવતા. હવે ઈસુ એક યાજક બને છે કે જે આપણા તરફ઼ સહાનુભૂતિ રાખે છે અને આપણને સમજી શકે છે -વળી પરીક્ષણના સમયમાં પણ તે આપણને મદદ કરી શકે છે,  કારણ કે તેમનું પણ પરીક્ષણ થયુ હતું – છતાં તેઓ નિષ્પાપ રહ્યા. આપણે સર્વસમર્થ પરમેશ્વર સમક્ષ હિંમત રાખી શકીએ છીએ કારણ કે પ્રમુખ યાજક ઈસુ પણ આપણા જેવા સૌથી મુશ્કેલ પરીક્ષણોમાંથી પસાર થયા હતા. તે એવી વ્યક્તિ છે જે આપણને સમજે છે અને આપણા પોતાના પરીક્ષણો અને પાપોમાં મદદ કરી શકે છે. હવે સવાલ એ છે કે: શું આપણે તેમને જણાવીશું?

સ્વામી યોહાન: પ્રાયશ્ચિત અને સ્વ-અભિષેકનું શિક્ષણ

મે કૃષ્ણના જન્મ દ્વારા ઈસુના જન્મ (યેશુ સત્સંગ) ની તપાસ કરી. પૌરાણિક કથાઓ નોંધે છે કે કૃષ્ણને મોટો ભાઈ બલારામ (બલરામ) હતો. નંદ કૃષ્ણના પાલક પિતા હતા જેમણે બાલારામને પણ કૃષ્ણના મોટા ભાઈ તરીકે ઉછેર્યા હતા. મહાકાવ્યોમાં કૃષ્ણ અને બલારામ ભાઈઓએ સાથે મળીને યુદ્ધમાં વિવિધ આસુરોને પરાજિત કર્યા તેવી બાળપણની ઘણી વાર્તાઓ કહે છે. કૃષ્ણ અને બલરામે તેમના સમાન ધ્યેય-અનિષ્ટને હરાવવું ને પૂર્ણ કરવા માટે ભાગીદારી કરી.

ઈસુ અને યોહાન, કૃષ્ણ અને બલરામ જેવા

કૃષ્ણની જેમ, યોહાન, પણ ઈસુની નજીકનો સબંધી હતો, જેની સાથે તેમણે પોતાનું મિશન વહેંચ્યું. ઈસુ અને યોહાન તેમની માતા દ્વારા સંબંધિત હતા અને ઇસુના ફક્ત ૩ મહિના પહેલા યોહાનનો જન્મ થયો હતો. સુવાર્તામાં પ્રથમ યોહાનને પ્રકાશિત કરીને ત્યાર બાદ ઈસુના શિક્ષણ અને સાજાપણાના કાર્યની નોંધ લેવામાં આવી છે. જો આપણે પ્રથમ યોહાનના ઉપદેશને સમજીશું નહીં તો આપણે ઈસુના મિશનને સમજી શકીશું નહી. યોહાને સુવાર્તાના પ્રારંભિક મુદ્દાઓ તરીકે પસ્તાવો (પ્રાયશ્ચિત) અને શુધ્ધિકરણ (પોતાનો અભિષેક) શીખવવાની કોશિશ કરી.

યોહાન બાપ્તિસ્મી: આવનાર સ્વામી, આપણને તૈયાર થવા માટેની ભવિષ્યવાણી કરી

સુવાર્તાઓમાં ઘણીવાર ‘યોહાન બાપ્તિસ્મી’તરીકે ઓળખાતા કારણ કે તેમણે પસ્તાવો (પ્રાયશ્ચિત), ના ચિન્હ તરીકે શુદ્ધિકરણ પર ભાર મૂક્યો, યોહાનના આગમન વિશે સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન હીબ્રુ વેદમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

3 કોઇનો સાદ સંભળાય છે: “મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો; આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.
4 બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો અને ડુંગરોને સપાટ બનાવી દો. ખરબચડી જમીનને સરખી બનાવી દો. અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.
5 પછી યહોવાનો મહિમા પ્રગટ થશે અને સમગ્ર માનવજાત તે જોવા પામશે. આ યહોવાના મુખના વચન છે.”

યશાયા ૪૦: ૩-૫

યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે કોઈ એક ઈશ્વર માટે ‘રસ્તો તૈયાર કરવા’ અરણ્યમાં આવશે. તે અવરોધોને દૂર કરી માર્ગ સરળ બનાવશે જેથી ‘ઈશ્વર નો મહિમા પ્રગટ થાય’.

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2017/10/isaiah-sign-of-the-branch-timeline--1024x576.jpg

તિહાસિક સમયરેખામાં યશાયા અને અન્ય હીબ્રુ ઋષિઓ (પ્રબોધકો). ઈસુ પહેલા માલાખી છેલ્લો હતો

યશાયાના લખ્યા બાદ, ૩૦૦ વર્ષ પછી હિબ્રુ વેદ (જુના કરાર) નું છેલ્લું પુસ્તક માલાખીએ લખ્યું. માલાખીએ આ આવનાર માર્ગ તૈયાર કરનાર વિશે યશાયાએ જે કહ્યું હતું તેના પર વિસ્તૃત વર્ણન કર્યું. તેમણે ભવિષ્યવાણી કરી:

ન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.

માલાખી ૩: ૧

મીખાહે ભવિષ્યવાણી કરી કે તૈયારી કરનાર ‘સંદેશવાહક’ આવ્યા પછી, ઈશ્વર પોતે તેમના મંદિરમાં દેખાશે. આ ઈસુ કે જે ’ઈશ્વર અવતાર’ હતા તેમના સંબંધિત કહેવામાં આવ્યુ કે જે યોહાન પછી આવનાર છે.

યોહાન એક સ્વામી

સુવાર્તા યોહાન વિશે નોંધે છે:

80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર    

રહ્યો.લુક ૧:૮૦   

જ્યારે તે અરણ્યમાં રહેતા હતા ત્યારે:

4 યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં. તેની કમરે ચામડાનો પટ્ટો. યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો.

માથ્થી  ૩:૪

બલારામમાં મહાન શારીરિક શક્તિ હતી. યોહાનની મહાન માનસિક અને આધ્યાત્મિક શક્તિએ તેમને લગભગ બાળપણથી જ વાનપ્રસ્થ (વનવાસી) આશ્રમ તરફ દોર્યા હતા. તેમની પ્રબળ ભાવનાથી તેઓ નિવૃત્તિ માટે નહીં પણ તેમની મિશન માટેની તૈયારી માટે વાનપ્રસ્થી તરીકે તે પ્રમાણેના વસ્ત્ર અને ખોરાક લેવા તરફ દોરાયા. તેમની અરણ્યની જિંદગીએ તેમને પોતાના સ્વને ઓળખવા માટે કેળવ્યા, તે સમજ્યા કે કેવી રીતે પરીક્ષણનો પ્રતિકાર કરવો. તેમણે સ્પષ્ટપણે ભાર મૂક્યો કે તે અવતાર નથી, અથવા તે મંદિરના પૂજારી પણ નથી. તેમની આત્મ-સમજણને લીધે તે બધા લોકોએ તેમને એક મહાન શિક્ષક તરીકે સ્વીકાર્યા. જો કે સ્વામી સંસ્કૃત (स्वामी) માંથી આવેલો શબ્દ છે જેનો અર્થ છે ‘જે પોતાને જાણે છે અથવા પોતાના સ્વ પર અંકુશ ધરાવે છે’, તેથી યોહાનને એક સ્વામી માનવા યોગ્ય છે.

યોહાન એક સ્વામી- ઇતિહાસમાં નિશ્ચિત સ્થાને મૂકવામાં આવ્યા

સુવાર્તા નોંધે છે:

તિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15 માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો. ગાલીલ પર હેરોદ; ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ, લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.
2 અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો.

લુક ૩:૧-૨

અહીં યોહાનનું મિશન કાર્ય શરૂ થાય છે અને તે તેને ઘણા જાણીતા ઐતિહાસિક લોકોની હરોળમાં મુકે છે. તે સમયના શાસકોના વિસ્તૃત સંદર્ભની નોંધ લો. આ આપણને સુવાર્તામાંના લખાણની ચોકસાઈ ઐતિહાસિક રૂપે તપાસવાની મંજૂરી આપે છે. આમ કરવાથી આપણને લાગે છે કે તિબેરિયસ કૈસર, પોંતિયુસ પિલાત, હેરોદ, ફિલિપ, લુસાનિયાસ, અન્નાસ અને કાયાફા એ બધા લોકો છે જે ધર્મનિરપેક્ષ રોમન અને યહૂદી ઇતિહાસકારોમાં જાણીતા છે. વિવિધ શાસકોને જુદી જુદી પદવીઓ આપવામાં આવે છે (દા.ત. પોંતિયુસ પિલાત માટે ‘ગવર્નર’, હેરોદ માટે ’સુબો’ વગેરે) તેની ચકાસણી કરતાં તે ઐતિહાસિક રીતે સાચી અને સચોટ પુરવાર થઇ છે. આમ આપણે તપાસ કરી શકીએ કે આ લખાણ વિશ્વસનીય રૂપે નોંધાયું  હતું.

તિબેરિયસ કૈસર ઇ.સ.૧૪ માં રોમની રાજગાદી પર બેઠા. તેમના શાસનના ૧૫ મા વર્ષનો અર્થ એ છે કે યોહાને ઇ.સ ૨૯ મી સાલમાં તેમના મિશનની શરૂઆત કરી.

સ્વામી યોહાનનો સંદેશ – પસ્તાવો અને કબૂલાત

યોહાનનો સંદેશ શું હતો? તેમની જીવનશૈલીની જેમ, તેમનો સંદેશ પણ સરળ પરંતુ પ્રભાવશાળી હતો. સુવાર્તા કહે છે:

મયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ.
2 યોહાને કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.”

માથ્થી ૩:૧-૨

તેમનો સંદેશ પ્રથમ એક હકીકતની ઘોષણા હતી કે – સ્વર્ગનું રાજ્ય ‘પાસે’આવ્યું છે. પરંતુ જ્યાં સુધી લોકો ‘પસ્તાવો ન કરે’ ત્યાં સુધી તેઓ આ રાજ્ય માટે તૈયાર નહીં હોય. હકીકતમાં,જો તેઓ ‘પસ્તાવો ન કરે’ તો તેઓ આ રાજ્ય ગુમાવશે. પસ્તાવો એટલે “તમારા મનનું બદલાણ; નવિન રીતે વિચારવું; જુદી રીતે વિચારવું.” એક અર્થમાં તે પ્રાયસશ્તિ (પ્રાયશ્ચિત) જેવું છે. પરંતુ તેઓ શાના વિશે અલગ વિચારતા હતા? યોહાનના સંદેશના પ્રતિભાવરૂપે  આપણે જોઈ શકીએ છીએ. લોકોએ તેના સંદેશનો જવાબ આપ્યો:

6 લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.

માથ્થી ૩:૬

આપણું કુદરતી વલણ આપણા પાપોને છુપાવવા અને આપણે ખોટું કર્યું નથી એવો ઢોંગ કરવાનું છે. આપણા પાપોની કબૂલાત કરવી અને પસ્તાવો કરવો આપણા માટે લગભગ અશક્ય છે કારણ કે તે આપણને દોષિત અને શરમજનક બનાવે છે. યોહાને ઉપદેશ આપ્યો કે ઈશ્વરના રાજ્ય માટે પોતાને તૈયાર કરવા લોકોને પસ્તાવો(પ્રાયશ્ચિત) કરવાની જરૂર છે.

આ પસ્તાવાની નિશાની તરીકે તેઓએ પછી નદીમાં યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું હતું. બાપ્તિસ્મા એ પાણીથી ધોવા અથવા સાફ કરવાની વિધિ હતી. જેમ લોકો કપ અને વાસણોને વિધિપૂર્વક શુદ્ધ રાખવા માટે ‘બાપ્તિસ્મા’ (ધોતા) આપતા. અભિષેક (અભિષેકા) માં, પુજારીઓ દ્વારા શુધ્ધિકરણ અને તહેવારોની તૈયારીમાં મુર્તિઓને વિધિપૂર્વક નવડાવવામાં આવે છે તેનાથી આપણે પરિચિત છીએ. મનુષ્યોને ‘ઈશ્વરની પ્રતીમા’ માં ઉત્પન્ન કરવામાં આવ્યા અને તેથી યોહાનનું ધાર્મિક નદી સ્નાન એ અભિષેક જેવું હતું કે જે સાંકેતિક અર્થમાં ઈશ્વરની પ્રતીમા સ્વરુપ પસ્તાવો કરનારને સ્વર્ગના રાજ્ય માટે તૈયાર કરે છે. આજે બાપ્તિસ્માને સામાન્ય રીતે એક ખ્રિસ્તી પ્રથા માનવામાં આવે છે, પરંતુ અહીં તેનો ઉપયોગ વ્યાપક સ્વરુપનો હતો કે જ્યાં આ શુધ્ધિકરણ ઈશ્વરના રાજ્યની તૈયારી સૂચવે છે.

પ્રાયશ્ચિતનું ફ઼ળ

ઘણા લોકો બાપ્તિસ્મા માટે યોહાન પાસે આવ્યા, પરંતુ બધાએ પ્રામાણિકપણે સ્વીકાર્યું નહીં અને તેમના પાપોની કબૂલાત કરી નહીં. સુવાર્તા કહે છે:

7 ફરોશીઓઅને સદૂકીઓતે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં. યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે: “તમે બધા સર્પો છો! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે?
8 તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે.
9 તમે એમ ન માનતા કે ‘ઈબ્રાહિમ અમારો પિતા છે’ તેથી અમે ઉગરી જઈશું. દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે.
10 અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષજે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી

દેશે.માથ્થી ૩:૭-૧૦

ફરોશીઓ અને સદૂકીઓ મૂસાના નિયમશાસ્ત્ર ના શિક્ષકો હતા, તેઓ નિયમશાસ્ત્રનું  ધાર્મિક પાલન થાય માટે સખત ધ્યાન રાખતા હતા. દરેકે વિચાર્યું કે આ આગેવાનો, તેમના ધાર્મિક શિક્ષણ અને યોગ્યતા વડે ઈશ્વર દ્વારા માન્ય થાય છે. પરંતુ યોહાન તેમને એક ‘સર્પોના વંશ’ કહે છે અને તેઓ પર આવનાર ન્યાયશાસન વિશે ચેતવણી આપે છે.

કેમ?

તેઓએ ‘પસ્તાવો કરીને ફળ આપ્યું’ નહીં તે બાબત બતાવે છે કે તેઓએ ખરેખર પસ્તાવો કર્યો નથી. તેઓએ તેમના પાપની કબૂલાત કરી ન હતી પરંતુ તેમના પાપો છુપાવવા માટે તેમના ધાર્મિકજીવનના પાલનનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમનો ધાર્મિક વારસો ભલે સારો હતો છતાં, તેમને પસ્તાવો કરવાને બદલે અભિમાની બનાવ્યા હ્તા.

પસ્તાવાના ફળ

કબૂલાત અને પસ્તાવા સાથે અલગ પ્રકારનું જીવન જીવવાની અપેક્ષા રાખવામાં આવી. લોકોએ યોહાનને પૂછ્યું કે આ બાબતમાં તેઓએ કેવી રીતે પસ્તાવો કરવો જોઈએ:

10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”
11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”
12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”
13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”
14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”

લુક 3:૧૦-૧૪

શું યોહાન ખ્રિસ્ત હતા?

તેમના સંદેશના પ્રભાવને કારણે, ઘણા લોકોને લાગ્યું કે કદાચ યોહાન મસીહ છે, કે જેને માટે પ્રાચીન સમયથી વચન આપવામાં આપ્યું હતું કે તે ઇશ્વરના અવતાર તરીકે આવશે. સુવાર્તા આ બાબતની નોંધ લે છે:

15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”
16 યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે.
17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.”
18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.

લુક ૩:૧૫-૧૮

યોહાને તેમને કહ્યું કે મસિહ (ખ્રિસ્ત) ટૂંક સમયમાં આવી રહ્યા છે, જેનો અર્થ ઈસુ થાય છે.

સ્વામી યોહાનનું મિશન અને આપણે

યોહાને ઈસુ સાથે રહીને ઈશ્વરના રાજ્ય માટે લોકોને તૈયાર કરીને ભાગીદારી કરી હતી, જેવી રીતે બલારામે કૃષ્ણ સાથે દુષ્ટતા સામેના તેમના મિશનમાં ભાગીદારી કરી હતી. યોહાને તેઓ પર વધુ નિયમો લાદીને તૈયાર ન કર્યા, પરંતુ તેમને તેમના પાપોનો પસ્તાવો (પ્રાયશ્ચિત) કરવા બોલાવીને અને તેમના આંતરિક પસ્તાવાને જાહેર કરવા માટે હવે તેઓ વિધિવત રીતે નદીમાં સ્નાન (સ્વ-અભિષેક) કરવા તૈયાર થયા.

જો કે કડક તપસ્વી નિયમો અપનાવવા કરતાં પસ્તાવો કરવો અઘરુ કામ છે કારણ કે તે આપણી શરમ અને અપરાધને બહાર લાવે છે. આ ધાર્મિક નેતાઓ પછી પસ્તાવો કરવા માટે પોતાની જાતને લાવી શક્યા નહીં. તેના બદલે તેઓ તેમના પાપો છુપાવવા માટે ધર્મનો ઉપયોગ કરતા. તે પ્રકારની પસંદગીને કારણે જ્યારે ઈસુ આવ્યા ત્યારે તેઓ ઈશ્વરના રાજ્યને સમજવા માટે તૈયાર ન હતા. યોહાનની ચેતવણી આજે પણ એટલી જ અનુરુપ છે. તે ઇચ્છે છે કે આપણે આપણા પાપનો પસ્તાવો કરીએ. શું આપણે કરીશું?

શેતાન દ્વારા પરીક્ષણ થયુ ત્યારે આપણે ઈસુ એક વ્યક્તિ સંબંધી વધારે માહિતી મેળવવાનું ચાલુ રાખીએ છીએ.