ઈસુનું પુનરુત્થાન: દંતકથા કે ઇતિહાસ?

  • by

પુરાણો, રામાયણ અને મહાભારત આઠ ચિરંજીવીઓની ગણના અંત સમય સુધી જીવવા માટે વિખ્યાતી ધરાવતા હતા. જો આ દંતકથાઓ ઐતિહાસિક છે, તો આ ચિરંજીવીઓ આજે પૃથ્વી પર જીવી રહ્યા હોત, તેઓનું હજારો વર્ષો સુધી આ રીતે જીવવાનું ચાલુ રહેત. 

આ ચિરંજીવીઓ છે:

  • વેદ વ્યાસ, જેમણે મહાભારતની રચના કરી, ત્રેતાયુગના અંતમાં જન્મેલા.
  • હનુમાન, બ્રહ્મચારીમાં ના એક, રામાયણ માં જણાવ્યા મુજબ રામની સેવા કરી હતી.
  • પરશુરામ, પુજારી-યોદ્ધા અને વિષ્ણુના છઠ્ઠા અવતાર, તમામ લડાઇમાં કુશળ.
  • વિભીષણ, રાવણ નો ભાઈ, જેણે રામની શરણાગતિ સ્વીકારી. રાવણની હત્યા કર્યા પછી, રામે વિભીષણને લંકા નો રાજા બનાવ્યો. તેનું દીર્ધાયુષ્ય વરદાન મહા યુગ ના અંત સુધી જીવંત રહેવું જોઇતું હતું.
  • અશ્વત્થામા અને ક્રિપા તેઓ એકલા જ કુરુક્ષેત્ર યુદ્ધમાંથી બચેલ આજ સુધી જીવંત હોય. અશ્વત્થામાએ કેટલાક લોકોને ગેરકાયદેસર રીતે મારી નાખ્યા જેથી કૃષ્ણ એ તેમને અસાધ્ય ઘાથી પીડાતા પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપ્યો..
  • મહાબલી, (રાજા બલી ચક્રવર્તી) કેરળની આજુબાજુ ક્યાંકનો અસુર રાજા હતો. તે એટલો શક્તિશાળી હતો કે દેવતાઓને તે ધમકીરુપ લાગ્યો. તેથી વિષ્ણુના વામન અવતાર વામને તેને દગો આપ્યો અને તેને ભૂગર્ભમાં મોકલી આપ્યો..
  • મહાભારત રાજકુમારોના ગુરુ ક્રિપા કુરુક્ષેત્ર યુદ્ધ માંથી બચી ગયેલા ત્રણ કૌરવમાંના એક હતા. આવા અદભૂત ગુરુ હોવાને કારણે, કૃષ્ણે તેમને અમરત્વ આપ્યું હતું અને તે આજે પણ જીવંત હોવા જોઇએ.
  • માર્કન્દેય એક પ્રાચીન ઋષિ છે, જેનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવ્યો છે, જેમને શિવે તેમની ભક્તિને લીધે અમરત્વ આપ્યું હતું.

શું આ ચિરંજીવીઓ ઐતિહાસિક છે?

જો કે તેઓ પ્રેરણા આપનાર તરીકે પૂજનીય હોવા છતાં, ઇતિહાસમાં ચિરંજીવીઓની સ્વીકૃતિ અસમર્થિત છે. કોઈપણ ઇતિહાસકારે તેમના માટે આંખે જોનાર સાક્ષીઓની નોંધ કરી નથી. પૌરાણિક કથાઓમાં ઉલ્લેખિત ઘણા સ્થળો ભૌગોલિક રીતે શોધી શકાતા નથી. મહાભારત, રામાયણ અને પુરાણો જેવા લેખિત સ્ત્રોતોને ઐતિહાસિક રીતે ચકાસવા મુશ્કેલ છે. વિદ્વાનો આકારણી કરે છે કે, ઉદાહરણ તરીકે, રામાયણ ઈ.સ.પૂર્વે 5 મી સદીમાં લખાયેલું હતું. પરંતુ આ વાર્તા 8,7૦,૦૦૦ વર્ષો પહેલા ત્રેતા યુગમાં બનેલ છે, આ પ્રસંગો માટે ભાગ્યે જ તેને કોઈ નજરે જોનાર સાક્ષીનો સ્રોત પ્રાપ્ય હોય. એ જ રીતે, મહાભારતની રચના ઈ.સ. પૂર્વે 3 અને ઈ.સ. ૩ સદીની વચ્ચે કરવામાં આવી હતી, જ્યારે સંભવત ઈ.સ.પૂ. 8-9 મી સદીની ઘટનાઓ વર્ણવવામાં આવી છે. લેખકોએ જે નોંધ્યું હતું તે ઘટનાઓના તેઓ સાક્ષી ન હતા, કેમ કે તે સેંકડો વર્ષો પહેલા બની હતી.

ઈસુના પુનરુત્થાનની ઐતિહાસિક રીતે તપાસ કરાઇ હતી.

ઈસુના પુનરુત્થાન અને નવા જીવન વિશેના બાઇબલના દાવા વિશે શું કહી શકાય? શું ઈસુનું પુનરુત્થાન ચિરંજીવીઓની જેમ દંતકથારુપ છે, કે પછી તે ઐતિહાસિક છે?

તેની તપાસ કરવી યોગ્ય છે કારણ કે તે આપણને સીધી અસર કરે છે. આપણે બધા મરવાના છીએ, પછી ભલે આપણે સંપત્તિ, શિક્ષણ, આરોગ્ય અને અન્ય બાબતો માટે કેટલાં લક્ષ્યો પ્રાપ્ત કર્યું હોય. જો ઈસુએ મૃત્યુને પરાજિત કર્યું છે, તો તે આપણે પોતાને મૃત્યુની સામે આશા આપે છે. અહીં આપણે તેના પુનરુત્થાનને ટેકો આપતી કેટલીક ઐતિહાસિક માહિતી જોઈએ છીએ.

ઈસુની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

ઈસુ જીવ્યા અને જાહેરમાં મૃત્યુ પામ્યા તે બાબતે ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો તે ચોક્કસ છે. જગતના ઇતિહાસમાં તે સમયની દુનીયા પર ઇસુ દ્વાર થયેલ મોટી અસર નોંધતા ઘણા સંદર્ભો નોંધાયેલા છે. તેમાંના બે આપણે જોઈએ.

તકીતસ

રોમન ગવર્નર-ઇતિહાસકાર તકીતસે  ઇસુનો આશ્ચર્યજનક સંદર્ભ લખ્યો હતો જ્યારે રોમન સમ્રાટ નીરો એ ૧લી સદીના ખ્રિસ્તીઓને (ઇ.સ. 65 માં) કેવી રીતે મારી નાખ્યા હતા તેની નોંધ કરી હતી. તકીતસે જે લખ્યું તે આ પ્રમાણે છે.

‘નીરો … કે જે સામાન્ય રીતે જેઓ ખ્રિસ્તી કહેવાતા હતા એવા લોકોને, ખૂબ કઠોર યાતનાઓ આપીને સજા કરતો હતો, તેઓ પરની ધ્રુણાને લીધે તેઓના પર અત્યાચાર કરવામાં આવતા હતા. તે સ્થાપકનું નામ ખ્રિસ્ત હતું, જેમને કૈસર તિબેરિયસના શાસન દરમિયાન યહૂદિયાના હાકેમ પોન્તિયસ પિલાત દ્વારા મારી નાખવામાં આવ્યા હતા; પરંતુ દબાવવામાં આવેલ હાનિકારક અંધવિશ્વાસ ફરી એકવાર ફાટી નીકળ્યો, ફક્ત યહૂદિયામાં જ નહીં, કે જ્યાં આ દુર્ઘટના બની હતી, પણ રોમ શહેરમાં પણ.’

તકીતસ. વર્ષનોંધ XV. 44. 112 ઇ.સ

તકીતસે પુષ્ટિ આપે છે કે ઈસુ હતા:

1. તેઓ ઐતિહાસિક વ્યક્તિ હતા;

2. પોન્તિયસ પિલાત દ્વારા તેમને મારી નાખવામાં આવ્યા;

3. યહૂદિયા/યરુસાલેમમાં હતા

4.  ઈ.સ. 65 દરમિયાન, ઈસુ પરનો વિશ્વાસ ભૂમધ્ય સમુદ્રથી રોમ સુધી એટલો બધો ફેલાઈ ગયો હતો કે રોમના બાદશાહને લાગ્યું કે તે સંબંધી ગંભીર બનવું પડશે.

અહીં તમે નોંધ કરો કે તકીતસે વિરોધી સાક્ષી તરીકે આ બીનાઓનો ઉલ્લેખ કરેલ છે કારણ કે તે માનતો હતો કે ઈસુએ જે ચળવળ શરૂ કરી છે તે એક ‘દુષ્ટ અંધશ્રદ્ધા’ છે. માટે તે તેનો વિરોધ કરતો હતો, પરંતુ તે તેની ઐતિહાસિકતાને નકારતો નથી.

જોસેફસ

જોસેફસ, પ્રથમ સદીના એક લેખક અને યહૂદી લશ્કરી નેતા/ઇતિહાસકાર હતા, તેમનાથી શરુ કરીને તેમના જીવનકાળ દરમ્યાનનો યહૂદી ઇતિહાસનો સારાંશ તે આપે છે. આમ કરીને, તે ઈસુના સમયકાળ અને તેમના જીવનને આ શબ્દોથી રજૂ કરે છે:

‘આ સમયમાં એક જ્ જ્ઞાની માણસ …ઈસુ….સારા, અને … સદગુણોથી ભરેલા હતા. અને ઘણા યહુદીઓ અને અન્ય દેશોમાંથી લોકો તેમના શિષ્યો બન્યા. પિલાતે તેમને વધસ્તંભ પર ચડાવવા દ્વારા મ્રુત્યુની સજા કરી. પરંતુ જેઓ તેમના શિષ્યો બન્યા હતા તેઓએ તેમનું શિષ્યપણું છોડ્યું નહીં. તેઓએ જણાવ્યું કે તેમના વધસ્તંભ પરના મ્રુત્યુના ત્રણ દિવસ પછી તે તેમને જીવતા દેખાયા હતા. ‘જોસેફસ

.ઇ.સ 90  અન્ટીક્વિટીઝ xviii. 33

જોસેફસ પુષ્ટિ કરે છે કે:

        1. ઈસુ જીવી ગયા હતા.

        2. તેઓ ધાર્મિક શિક્ષક હતા,

        3. તેમના શિષ્યોએ જાહેરમાં ઈસુના મરણમાંથી સજીવન થવાની ઘોષણા કરી.

આ ઐતિહાસિક ઝલક બતાવે છે કે ખ્રિસ્તનું મૃત્યુ એક જાણીતી ઘટના હતી અને તેના શિષ્યોએ તેમના પુનરુત્થાનની બાબતને ગ્રીકો-રોમન વિશ્વ પર ભારપુર્વક રજુ કરી.

જોસેફસ અને તકીતસ પુષ્ટિ આપે છે કે ઈસુની’ ચળવળ યહુદામાં શરૂ થઈ હતી પણ ટૂંક સમયમાં રોમમાં ફ઼ેલાઇ ગયી

બાઇબલની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

લુક, એક ઇતિહાસકાર, આગળ સમજાવે છે કે પ્રાચીન જગતમાં આ વિશ્વાસ કેવી રીતે આગળ વધ્યો. બાઇબલના પ્રેરિતોના ક્રુત્યો પુસ્તકોમાંથી તેનો ટૂંકસાર અહીં છે:

રે પિતર અને યોહાન લોકોને વાત કરતા હતા, ત્યારે કેટલાક માણસો તેમની પાસે આવ્યા. ત્યાં કેટલાક યહૂદિ યાજકો, મંદિરનું રક્ષણ કરતા સૈનિકોના સરદારો અને કેટલાક સદૂકિયો હતા.
2 તેઓ અસ્વસ્થ હતા કારણ કે પિતર અને યોહાન લોકોને ઈસુના સંદર્ભમાં બોધ આપતા હતા અને તે બે પ્રેરિતો લોકોને કહેતા હતા કે મૃત્યુ પામેલા લોકોનું ઈસુ દ્ધારા પુનરુંત્થાન થશે.
3 યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનની ધરપકડ કરીને તેઓને જેલમાં પૂર્યા. તે વેળા લગભગ રાત હતી. તેથી તેઓએ પિતર અને યોહાનને બીજા દિવસ સુધી જેલમાં રાખ્યા.
4 પણ ઘણા બધા લોકોએ પિતર અને યોહાનનો બોધ સાંભળ્યો અને તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. હવે તેઓના વિશ્વાસીઓના સમૂહમાં લગભગ 5,000 માણસોની સંખ્યા થઈ.
5 બીજા દિવસે યહૂદિ અધિકારીઓ, વડીલો, અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા થયા.
6 અન્નાસ (પ્રમુખ યાજક) કાયાફા, યોહાન, અને આલેકસાંદર ત્યાં હતા. પ્રમુખ યાજક પરિવારના પ્રત્યેક ત્યાં હતા.
7 તેઓએ પિતર અને યોહાનને ભેગા થયેલા બધા લોકોની સામે ઊભા રાખ્યા. યહૂદિ આગેવાનોએ તેઓને ઘણી બધી વાર પૂછયું, “તમે કેવી રીતે આ અપંગ માણસને સાજો કર્યો? તમે કયા સાર્મથ્યનો ઉપયોગ કર્યો? તમે કોના અધિકારથી આ કર્યુ?”
8 પછી પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિતરે તેઓને કહ્યું, “લોકોના આગેવાનો અને વડીલ આગેવાનો:
9 આ અપંગ માંદા માણસનું સારું કામ થયું છે તેના વિષે તમે પ્રશ્નો કરો છો? તમે અમને પૂછો છો કે તેને સાજો કોણે કર્યો?
10 અમે તમને બધાને અને બધા જ યહૂદિ લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે નાસરેથના ઈસુ ખ્રિસ્તના સાર્મથ્યથી આ માણસ સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડી દીધો. દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો. આ માણસ લંગડો હતો પણ હવે તે સાજો થયો છે અને તમારી આગળ ઊભો રહેવા સમર્થ છે. તે ઈસુના સાર્મથ્યનું જ પરિણામ છે.
11 ‘જે પથ્થર તમે બાંધનારાઓએ નકામો ગણ્યો હતો. પણ હવે એ જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.’ ગીતશાસ્ત્ર 118:22
12 માત્ર ઈસુ એકલો જ લોકોનું તારણ કરી શકે તેમ છે. દુનિયામાં તેના એકલાના નામમાં જ આ સાર્મથ્ય છે. જે લોકોનું તારણ કરવા માટે આપવામાં આવેલ છે. ઈસુના વડે આપણું તારણ થવું જોઈએ!”
13 યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા.
14 તેઓએ એક અપંગ માણસને ત્યાં બે પ્રેરિતોની બાજુમાં ઊભેલો જોયો. તેઓએ જોયું કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેથી તેઓ પ્રેરિતોની વિરૂદ્ધ કંઈકહી શક્યા નહિ.
15 યહૂદિ આગેવાનોએ તેઓને સભા છોડી જવા કહ્યું. પછી આગેવાનોએ તેઓને શું કરવું જોઈએ તે વિષે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.
16 તેઓએ કહ્યું, “આપણે પેલા માણસોનું શું કરીશું?” યરૂશાલેમમાં દરેક માણસ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યા છે. આ સ્પષ્ટ છે. આપણે કહી શકીએ નહિ કે તે સાચું નથી.
17 આપણે તેઓને ધમકી આપવી જાઇએ અને આ માણસ (ઈસુ) વિષે કદી પણ ના બોલવા જણાવવું જોઈએ. જેથી આ વાત લોકોમાં આગળ પ્રસરશે નહિ.”

પ્રેરિતોનાં કૃત્યો 4: 1-17 (ઇ.સ 63)

અધિકારીઓ દ્વારા વધુ વિરોધ

17 પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ.
18 તેઓએ પ્રેરિતોની ધરપકડ કરી તેમને બંદીખાનામાં પુર્યા.
19 પરંતુ રાત્રી દરમ્યાન પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં. દૂતે પ્રેરિતોને બહાર લઈ જઈને કહ્યું,
20 “જાઓ અને મંદિરના વાડામાં ઊભા રહો અને ઈસુમાં આ નવી જીંદગીની બધી બાબતો લોકોને કહો.”
21 જ્યારે પ્રેરિતોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ તેની આજ્ઞા માનીને મંદિરમાં ગયા. વહેલી પ્રભાતે પ્રેરિતોએ લોકોને બોધ આપવાનો આરંભ કર્યો. પ્રમુખ યાજક અને તેના મિત્રો મંદિરમાં આવ્યા. તેઓએ યહૂદિ આગેવાનો અને મહત્વના વડીલ માણસોની સભા બોલાવી. તેઓએ કેટલાક માણસોને બંદીખાનામાંથી પ્રેરિતોને તેની પાસે લાવવા મોકલ્યા.
22 જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી.
23 તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!”
24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”
25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!”
26 પછી સરદાર અને તેના માણસો મંદિરની બહાર ગયા અને પ્રેરિતોને પાછા લાવ્યા. પરંતુ સૈનિકોએ બળનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે તેઓ લોકોથી બીતા હતા. સૈનિકોને લોકોના ગુસ્સે થવાનો અને પથ્થરોથી મારી નાખવાનો ભય હતો.
27 સૈનિકોએ પ્રેરિતોને સભામાં લાવીને યહૂદિ આગેવાનોની આગળ તેઓને ઊભા રાખ્યા. પ્રમુખ યાજકે પ્રેરિતોને પ્રશ્ર કર્યો.
28 તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”
29 પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ.
30 તમે ઈસુને મારી નાખ્યો. તમે તેને વધસ્તંભે લટકાવ્યો. પણ દેવે, અમારા પૂર્વજોના એ જ દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો છે.
31 ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે.
32 અમે આ બધું બનતાં જોયું છે. અમે કહી શકીએ છીએ કે આ બધું સાચું છે. પવિત્ર આત્મા પણ એ બતાવે છે કે આ સાચું છે. દેવે બધા લોકો જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે સૌને પવિત્ર આત્મા આપેલો છે.”
33 યહૂદિ આગેવાનોએ આ શબ્દો સાંભળ્યા. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પ્રેરિતોને મારી નાંખવા માટે યોજના કરવા માંડી.
34 ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું.
35 પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો.
36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ.
37 તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા.
38 અને તેથી હવે, “હું તમને કહું છું, “આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે.
39 પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!” ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા.
40 તેઓએ પ્રેરિતોને ફરીથી અંદર બોલાવ્યા. પ્રેરિતોને માર્યા અને ઈસુ વિષે ફરીથી લોકોને નહિ કહેવા તેઓને કહ્યું. પછી તેઓએ પ્રેરિતોને મુક્ત કર્યા.
41 પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં.પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર

ઠર્યા.પ્રેરિતોનાં કૃત્યો 5: 17-41

યહૂદી આગેવાનોએ કેવી રીતે આ નવી માન્યતાને રોકવા માટે મોટા પ્રયત્નો કર્યા તે જુઓ. આ પ્રારંભિક વિવાદો યરુશાલેમમાં થયા હતા, તે જ શહેર કે જ્યાં થોડા અઠવાડિયા પહેલા જ તેઓએ જાહેરમાં ઈસુને ફાંસી આપી હતી.

આ ઐતિહાસિક માહિતીમાંથી આપણે અલગ અલગ વિકલ્પોને ચકાસીને પુનરુત્થાન સંબંધી તપાસ કરી શકીએ છીએ, તે જોતા કે તેમાં શું અર્થપૂર્ણ છે.

ઈસુનું શરીર અને મકબરો

મૃત ખ્રિસ્તની કબર વિષે ફક્ત બે જ વિકલ્પો અસ્તિત્વમાં છે. ક્યાં તો ઇસ્ટરના રવિવારે સવારે કબર ખાલી હતી અથવા તો ત્યાં તેનું શરીર મુકાયેલું હતું. ત્યાં કોઈ અન્ય વિકલ્પો નથી.

પુનરુત્થાનના સંદેશનો વિરોધ કરતા યહૂદી આગેવાનો મ્રુત શરીર સંબંધીની વાતનું ખંડન કરતા ન હતા

જે કબરમાં ઈસુનું’ શરીર મુકવામાં આવ્યું હતું તે મંદિરથી દૂર નહોતું જ્યાં તેના શિષ્યો લોકોના ટોળાને બૂમો પાડીને બતાવી રહ્યા હતા કે તે મરણમાંથી ઉઠ્યો છે. યહૂદી આગેવાનો માટે ફક્ત કબરમાં શરીર બતાવીને તેમના પુનરુત્થાનના સંદેશાને ખોટો પાડવાનું સરળ બન્યું હોત. પણ ઇતિહાસ બતાવે છે કે પુનરુત્થાનના સમાચાર (જે કબરમાં પડેલ મ્રુત દેહ બતાવીને તેને ખોટું સાબિત કરી શક્યા હોત) કબરની નજીક્થી પોકારવામાં આવ્યા હતા, જ્યાં પુરાવા દરેકને ઉપલ્બ્ધ હતા. જો કે યહૂદી આગેવાનોએ જે કબરમાં કોઈ મ્રુત શરીર નહોતું તેમાં એક મૃતદેહ બતાવીને તેમના સંદેશાનું ખંડન કરી શક્યા હોત પણ તેમ તેઓએ ન કર્યું.

યરૂશાલેમમાં હજારો લોકોએ પુનરુત્થાનનો સંદેશ માન્યો

આ સમયે હજારો લોકોએ યેરૂસલેમમાં ઈસુના શારીરિક પુનરુત્થાનમાં વિશ્વાસ મૂક્યો. જો તમે પિતરની વાત સાંભળનારા ટોળામાંથી એક હોત, અને એમ વિચારત કે જો તેનો સંદેશ સાચો છે, તો શું તમે થોડા બપોરના છુટ્ટીના સમયમાં કબ્રસ્તાન પર જઇને ન ચકાસત કે ત્યાં હજી કોઈ મ્રુત શરીર છે કે નહી?  અને જો ઈસુનો મૃતદેહ હજી કબરમાં હોત તો કોઈએ પ્રેરિતોના સંદેશા પર વિશ્વાસ કર્યો ન હોત. પરંતુ ઇતિહાસ નોંધે છે કે તેઓના સંદેશાથી યેરૂસલેમથી શરૂ કરીને હજારો લોકો અનુયાયીઓ બન્યા. જો યેરૂસલેમની કબરમાં જ મ્રુત શરીર પડ્યું હોત તો ઇસુના પુનુરાત્થાનને માનવું લોકો માટે અશક્ય બન્યુ હોત. ઈસુનું શરીર કબરમાં હોત તો પુનુરાત્થાનમાં માનવું તે મુર્ખતા તરફ દોરી જાય. તેનો કોઈ અર્થ રહેતો નથી.

ગૂગલ મેપ્સમાં યરુશાલેમ લેઆઉટ. ઈસુની કબર માટેના બે સંભવિત સ્થળો (એકમાં પણ શરીર હતું નહી) જેરુસલેમ મંદિરથી આ સ્થળ દૂર નથી જ્યાં અધિકારીઓએ પ્રેરિતોના સંદેશને રોકવાનો પ્રયાસ કર્યો

શું શિષ્યોએ શરીરની ચોરી કરી?

તો તે મ્રુત શરીરનું શું થયું? સૌથી વધુ ગુંચવી નાખતી સમજુતી એ છે કે શિષ્યોએ મ્રુત શરીરને કબરમાંથી ચોરી લીધું હતું, અને તેને ક્યાંક છુપાવી દીધું હતું અને પછી અન્ય લોકોને ગેરમાર્ગે દોરવામાં તેઓ સમર્થ બન્યા હતા.

ધારો કે તેઓએ આને સફળતાપૂર્વક પાર પાડ્યું હોય અને પછી તેઓએ તેમની છેતરપિંડી દ્વારા ધાર્મિક વિશ્વાસ શરૂ કર્યો હોય. પરંતુ પ્રેરિતોના ક્રુત્યો અને જોસેફસ બંનેના લખાણો તરફ નજર કરીને આપણે નોંધી શકીએ છીએ કે આ વિવાદમાં “પ્રેરિતો લોકોને શિખવાડતા હતા અને ઈસુમાં મરણ પછીના પુનરુત્થાનની ઘોષણા કરતા હતા”. આ વિષય તેમના લેખનમાં દરેક જગ્યાએ જોવા મળે છે. નોંધ કરો કે એક અન્ય પ્રેરિત પાઉલ, ખ્રિસ્તના પુનરુત્થાનના મહત્વને કેવી રીતે પ્રમાણિત કરે છે:

3 મેં જે સંદેશ પ્રાપ્ત કર્યો તે મેં તમને પ્રદાન કર્યો. મેં તમને એક વિશેષ મહત્વની વાત કહી કે આપણા પાપો માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, જેમ ધર્મશાસ્ત્ર કહે છે કે;
4 ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે;
5 પણ ખ્રિસ્તે પોતાની જાતે પિતરને દર્શન દીધું અને પછી બીજા બાર પ્રેરિતોને સમૂહમાં દર્શન આપ્યું.
6 ત્યારબાદ એક જ સમયેકરતાં પણ વધુ ભાઈઓને ખ્રિસ્તે પોતાનું દર્શન આપ્યું. આમાંના મોટા ભાગના ભાઈઓ હજુ જીવિત છે, જો કે કેટલાક મૃત્યુ પામ્યા છે.
7 પછી ખ્રિસ્તે યાકૂબને દર્શન આપ્યું અને પાછળથી પ્રેરિતોને પુન:દર્શન આપ્યું.
8 અને અંતે જાણે હું સમય પહેલા જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે ખ્રિસ્તે મને પોતે દર્શન દીધું.
9 ધા જ પ્રેરિતો મારા કરતાં મહાન છે, કારણ કે દેવની મંડળીની મેં સતાવણી કરી છે તેથી હું તો પ્રેરિત કહેવાને પણ લાયક નથી.
10 પરંતુ દેવની કૃપાએ અત્યારે હું જે છું તે છું. અને દેવની કૃપા જે તેણે મને અર્પિત કરી તે નિરર્થક નથી ગઈ. બીજા બધા પ્રેરિતો કરતા મેં વધારે સખત કામ કર્યુ છે. (જો કે કામ કરનાર હું ન હતો, પરંતુ મારામાં સ્થિત દેવની કૃપા કાર્યરત હતી.)
11 તેથી એ મહત્વનું નથી કે હું ઉપદેશ આપું કે અન્ય પ્રેરિતો તમને ઉપદેશ આપે-કારણ કે અમે એ જ વસ્તુનો ઉપદેશ આપીએ છીએ કે જેમાં તમે વિશ્વાસ કરો.
12 ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊઠયો છે તેવો ઉપદેશ આપવામાં આવે છે તો તમારામાંના કેટલાએક એમ શા માટે કહે છે કે મૂએલાનું પુનરુંત્થાન નથી?
13 જો મૂએલાનું પુનરુંત્થાન નથી તો એનો અર્થ એ કે ખ્રિસ્ત મૃત્યુમાંથી કદી પણ ઊઠયો નથી.
14 અને જો ખ્રિસ્ત કદી પણ ઊઠયો નથી તો અમારો ઉપદેશ નિરર્થક છે. અને તમારો વિશ્વાસ અર્થહીન છે.
15 અને દેવ વિષે અસત્ય બોલવા માટે અમે ગુનેગાર ઠરીશું. શા માટે? કારણ કે અમે દેવ વિષે એવો ઉપદેશ આપ્યો કે દેવે ખ્રિસ્તને મૂએલામાંથી ઊઠાડયો છે. અને જો લોકો મૂએલામાંથી ઊઠયા ન હોય તો દેવે ખ્રિસ્તને મૂએલામાંથી કદી પણ ઊઠાડયો નથી.
16 જો મૃત લોકો મૂએલામાંથી ઊઠયા નથી તો ખ્રિસ્ત પણ કદી મૂએલામાંથી ઊઠયો નથી.
17 અને જો ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો નથી તો તમારો વિશ્વાસ નિરર્થક છે, પરંતુ તમે તમારાં પાપો માટે હજુ પણ દોષિત છો.
18 અને ખ્રિસ્તમાં જેઓ મરી ગયેલાં છે, તેઓ હંમેશને માટે વિલિન થઈ ગયા છે.
19 જો આપણી ખ્રિસ્તમાંની અભિલાષા માત્ર આ દુન્યવી જીવન પૂરતી મર્યાદિત હોય તો બીજા લોકો કરતાં પણ આપણે વધુ દયાજનક છીએ.

1 કોરીંથ 15: 3-19 (ઇ.સ 57)

30 અને આપણું શું? શા માટે દરેક કલાકે આપણે આપણી જાતને ભયમાં મૂકીએ છીએ?
31 હું તો દરરોજ મૃત્યુ પામું છું. ભાઈઓ તે એટલું જ સાચું છે, કે જેટલું આપણા પ્રભુ એવા ખ્રિસ્ત ઈસુમાં તમારા વિષે હું અભિમાન લઉ છું. તે સાચું છે.
32 જો હું એફેસસમાં માત્ર માનવીય કારણોને લઈને જંગલી પશુઓ સાથે લડયો હોઉં, માત્ર મારા અહંકારને પોષવા માટે લડ્યો હોઉં, તો મેં કશું જ પ્રાપ્ત કર્યુ નથી. જો લોકો મૃત્યુમાંથી ઊઠતા ન હોય તો, “ચાલો આપણે ખાઈએ, પીએ અને મજા કરીએ કારણ કે કાલે તો આપણે મરવાના છીએ.”

1 કોરીંથ 15: 30-32

તમે જાણો છો કે આ જુઠ્ઠાણું છે તો તેના માટે શા માટે મરવું?

આ સ્પષ્ટ છે કે, શિષ્યોએ તેમના સંદેશના કેન્દમાં ખ્રિસ્તનું પુનરુત્થાન રાખ્યું. ધારો કે આ ખોટું હતું – અને આ શિષ્યોએ ખરેખર શરીર ચોરી લીધું છે જેથી તેમના સંદેશનો વિરોધી-પુરાવો તેમને ખોટા પાડી શક્યો નહીં. પછી તેઓએ વિશ્વને સફળતાપૂર્વક મૂર્ખ બનાવ્યા હશે, પરંતુ તેઓએ પોતે જાણ્યું હોત કે તેઓ જેનો ઉપદેશ, લેખન અને મોટી હીલચાલ કરી રહ્યા છે તે ખોટું છે. તેમ છતાં શા માટે તેઓએ આ મિશન માટે પોતાનો જીવ (શબ્દશ:) આપ્યો. તેઓ શા માટે આવું કરે – જો તેઓ જાણતા હતા કે તે ખોટું છે?

લોકો કોઇને કોઇ કારણસર પોતાનું જીવન આપે છે કારણ કે જે કારણ માટે તેઓ લડે છે તે તેઓ માને છે અથવા તે કારણથી થોડા લાભની અપેક્ષા રાખે છે. જો શિષ્યોએ શરીર ચોરી કરીને છુપાવી દીધું હોત, તો તે બધા લોકો જાણતા હોત કે પુનરુત્થાન સાચું નથી. શિષ્યોએ તેમના સંદેશને ફેલાવવા માટે કેટલી બધી કિંમત ચૂકવી તે તેમના પોતાના શબ્દોમાં ધ્યાનમાં લો. તમારી જાતને પૂછો કે તમે જાણતા હો કે કંઈક ખોટું છે તો પણ શું તમે આ પ્રકારની વ્યક્તિગત કિંમત ચૂકવશો:

8 અમે ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. પરંતુ અમે હાર્યા નથી. ધણીવાર શું કરવું તે અમે જાણતા નથી. પરંતુ અમે હતાશ થતા નથી.
9 ધણીવાર અમે પીડિત થયા છીએ, પરંતુ દેવે અમારો ત્યાગ નથી કર્યો. ધણીવાર અમે ધવાયા છીએ પરંતુ અમારો સર્વનાશ નથી થયો

.2 કોરીંથ 4: 8-9

4 પરંતુ બધા જ સંજોગોમાં હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે અમે દેવના સેવકો છીએ: આપત્તિમાં મુશ્કેલીમાં અને ગંભીર સમસ્યાઓમાં, ઘણી કઠિન વસ્તુઓનો સ્વીકાર કરીને.
5 જ્યારે અમને મારવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે. જ્યારે લોકો બેચેન થઈ જાય છે અને અમારી સાથે ઝઘડે છે, જ્યારે અમે સખત કામ કરીએ છીએ અને જ્યારે અમને આહાર કે નિંદ્રા મળતાં નથી.

2 કોરીંથ 6: 4-5

24 પાંચવાર યહૂદિ લોકોએ 39 કોરડા મારવાની સજા મને કરી છે.
25 ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો. એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો. ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા, અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો.
26 મેં ઘણીવાર મુસાફરી કરી છે. અને હું નદીઓ, લૂંટારાઓ અને મારા પોતાના લોકો દ્વારા ભયમાં મૂકાયો છું. હું એવા લોકો દ્વારા પણ ભયમાં મૂકાયો છું. જેઓ બિનયહૂદિ છે. હૂં શહેરોમાં, જ્યાં માનવ વસતો નથી ત્યાં, કે દરિયામાં પણ ભયમાં મૂકાયો છું. અને જે લોકો એમ કહે કે તેઓ મારા ભાઈઓ છે પણ ખરેખર ન હોય તેમના થકી પણ ભયમાં મૂકાયો છું.
27 મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું.

2 કોરીંથ 11: 24-27

પ્રેરિતો અડગ હિંમત

જો તમે તેમના આખા જીવન પર્યંતની અતૂટ વીરતાને ધ્યાનમાં લો, તો તે આપણે ન માની શકાયે કે તેઓ તેમના પોતાના સંદેશ પર નિષ્ઠાપૂર્વક વિશ્વાસ ન કરતા હોય. પરંતુ જ્યારે તેઓએ દઢતાથી માન્યું હતું તેથી તેઓએ નીશ્ચે ખ્રિસ્તના શરીરની ચોરી કરી તેનો નિકાલ કર્યો ન જ હતો. તેઓએ અસંખ્ય દિવસોની ગરીબી, માર, કેદ, અત્યંત વિરોધ અને આખરે હત્યા (યોહાન સિવાયના બધા પ્રેરિતો તેમના સંદેશા માટે છેવટે ફાંસી અપાઇ) સહન કરી હતી, તેઓને તેમના હેતુઓની સમીક્ષા કરવાની રોજ ને રોજ તકો પૂરી પાડવામાં આવી હતી. જો કે તેઓમાંના એક પણ પ્રેરિતે ક્યારેય, પુનરુત્થાન પામેલ ઈસુને પોતે જોયો હોવાની વાત ખોટી હોવાનું કબુલ્યું ન હતું, દાવો કરનાર પ્રેરિતોમાંથી એક પણ નહીં. તેઓએ અભૂતપુર્વ હિંમત સાથે તમામ વિરોધનો સામનો કર્યો હતો.

આ બાબત તેમના દુશ્મનો-યહૂદી અને રોમનોના મૌન સામે વિરોધાભાસી લાગે છે. આ વિરોધી સાક્ષીઓએ ક્યારેય પણ ‘વાસ્તવિક’ વાર્તા કહેવાનો પ્રયાસ કર્યો નહીં, અથવા શિષ્યો કેવી ખોટા હતા તે પણ બતાવ્યું નહી. પ્રેરિતોએ જાહેર મંચ અને સભાસ્થળમાં વિરોધની વચ્ચે, ઉલટ તપાસ કરનાર શત્રુઓ સમક્ષ તેમની જુબાની રજૂ કરી અને જો તથ્ય કંઇ બીજું હોત તો તેઓએ તેમની વાતને નકારી કાઢી હોત પણ તેમ બન્યું નહીં.

બાગની કબરમાં ખાલી કબર
બાગમાંની કબરની બહાર

બાગમાંની કબર: આશરે 130 વર્ષ પહેલા કાટમાળમાંથી ખોદી કાઢેલ સંભવિત ઈસુની કબર છે

શિષ્યોની અડગ હિંમત અને વિરોધી સત્તાધીશોનું મૌન એ એક મજબુત કેસ બનાવે છે કે ઈસુ વાસ્તવિક ઇતિહાસમાં ઉદય પામ્યા. આપણે તેના પુનરુત્થાનમાં વિશ્વાસ મુકી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *