Skip to content

જીવન મુક્તા ઈસુ, મ્રુતકોના પવિત્ર શહેરમાં યાત્રા કરે છે

  • by

બનારસ સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) માં નું સૌથી પવિત્ર શહેર છે. તીર્થ-યાત્રા માટે દર વર્ષે દસ લાખથી પણ વધુ યાત્રાળુઓ આવે છે, જેઓમાંના ઘણા તેના સ્થાનને કારણે જીવન મુક્તા તરીકે આવે છે, (જ્યાં વરુણ અને આસિ નદીઓ ગંગામાં જોડાય છે), અને પૌરાણિક કથા તથા ઇતિહાસમાં તેનું ખાસ મહત્વ છે. આ બનારસ, વારાણસી, અવિમુક્ત અથવા કાશી (“પ્રકાશનું શહેર”) તરીકે પણ ઓળખાય છે, બનારસ એ સ્થળ છે કે જ્યાં શિવને પાપોની ક્ષમા મળી હતી.

વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ પર મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા

કાશી ખંડ અનુસાર, (મુખ્ય યાત્રાધામો માટેની ‘પ્રવાસ માર્ગદર્શિકા’ પુરાણ) શિવે, ભૈરવના રૂપમાં અને બ્રહ્મા સાથેની ઉગ્ર દલીલમાં બ્રહ્માના શરીરના માથામાંથી એક ભાગ કાપી નાખ્યો. આ ભયંકર અપરાધને લીધે, તૂટેલું માથું જેમ તેના હાથમાં ચોંટી ગયુ હતું – તેમ તેનો દોષ તેનાથી દૂર થતો નહતો. શિવે/ભૈરવે પોતાને દોષથી મુક્ત થવા માટે ઘણાં સ્થળોએ મુસાફરી કરી (અને જોડાયેલ માથા સાથે) પરંતુ જ્યારે તે બનારસ આવ્યો ત્યારે જ તેના હાથમાંથી કાપાયેલું માથું દૂર થઈ ગયું. તેથી, શિવે અન્ય તમામ તીર્થો કરતાં બનારસની વધુ ઈચ્છા રાખી અને આજે બનારસમાં તેમને સમર્પિત ઘણાં તીર્થસ્થાનો અને લિંગો છે.

બનારસ: મૃતકોનું પવિત્ર શહેર

કાળ ભૈરવ એ શિવના ભયંકર ગુણોની અભિવ્યક્તિ છે, અને કાળ (સંસ્કૃત: काल) નો અર્થ ‘મૃત્યુ’ અથવા ‘કાળો’ હોઈ શકે છે. આ ભૈરવને બનારસમાં મરણનો સંરક્ષક બનાવે છે. યમ, મૃત્યુનો બીજો દેવ વારાણસીમાં પ્રવેશ કરવા માટે અસમર્થ છે. આમ ભૈરવ આત્માઓને ભેગા કરીને સજા કરવાની ભૂમિકા ભજવે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો વારાણસીમાં મરે છે તેઓને ભૈરવ (ભૈરવી યાતના) નો સામનો કરવો પડશે.

તેથી બનારસ મરણ અને અંતિમ સંસ્કાર કરવા માટેનું એક શુભ સ્થળ છે કારણ કે ત્યાં મૃત્યુનો ખ્યાલ મજબૂતાઇથી જોવા મળે છે, અને તેથી ત્યાં મૃત્યુ અને સંસારથી મુક્તિની આશામાં વધારો થાય છે. ઘણા લોકો તેમના તરત થનાર મૃત્યુની અપેક્ષામાં વારાણસી આવે છે અને તેઓ ધર્મશાળામાં રાહ જુએ છે. આ અર્થમાં વારાણસી એ જીવનની યાત્રાનો અંતિમ મુકામ બને છે. બનારસમાં બે પ્રખ્યાત સ્મશાન ઘાટ છે, મણિકર્ણિકા અને હરીશ્ચંદ્ર. મણિકર્ણિકા એ બંનેમાં વધુ લોકપ્રિય છે, જેને મૃત્યુના પવિત્રસ્થાન તરીકે ઓળખવામાં આવે છે, તે નદીને કિનારે છે જ્યાં સ્મશાનમાં અગ્નિ સતત બળ્યા કરે છે. કોઈપણ દિવસે બનારસના ઘાટ પરથી 30000 જેટલા ભક્તો ગંગામાં સ્નાન કરી શકે છે.

તે પ્રમાણે, આખા ભારતમાંથી લોકોના ટોળા બનારસમાં મરી જવા માટે ઉમટે છે તેથી તેમના મૃત્યુ સમયે તેમને શિવ દ્વારા પુનર્જન્મના ચક્રને કેવી રીતે તોડી શકાય છે અને એમ મોક્ષ પ્રાપ્ત થાય, એની સૂચના પ્રાપ્ત કરવામાં આવે. ટૂંકમાં, બનારસ એ મ્રુત્યુ માટેનું પવિત્ર શહેર છે. પરંતુ એવું જ બીજું એક શહેર છે અને તે એટલું જ પવિત્ર છે જેટલું તે પ્રાચીન છે …

યરુશાલેમ: મૃત્યુ માટેનું પવિત્ર શહેર

યરુશાલેમ જે મ્રુત્યુ માટેનું બીજું પવિત્ર શહેર છે જેના વિશે જાણવું યોગ્ય છે. ત્યાં કબરમાં દટાવુ  શુભ માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે ત્યાં દફનાવવામાં આવેલા લોકો મૃત્યુમાંથી સજીવન થનાર પ્રથમ હશે, અને તેઓ મૃત્યુ પરની પકડમાંથી મુક્તિ મેળવશે. પરિણામે, સહસ્ત્રાબ્દિ માટે, યહુદીઓએ આવી રહેલા છુટકારાની અપેક્ષા રાખતાં ત્યાં દફન થવાની ઇચ્છા રાખી.

આધુનિક યરૂશાલેમમાં કબરો; મૃત્યુમાંથી છુટકારાની આશા

જે દિવસે ઈસુ આ પવિત્ર શહેરમાં આવ્યા, તે હવે ખજૂરીનો રવિવાર કહેવાય છે. જે રીતે તેમણે આમ કર્યું, અને તે સમયે તેઓ જીવનમુક્તા બન્યા (જીવન દરમિયાન પણ મૃત્યુમાંથી છુટકારો પામ્યા). પરંતુ તે ફક્ત તેમના પોતાના માટે જ જીવમુક્તા નહોતા, પણ તેમનો તમારા અને મારા માટે પણ જીવનમુક્તા બનવાનો હેતું હતો. આપણે શીખ્યા છીએ કે લાજરસને જીવંત કર્યા પછી, તે મ્રુત્યુના પવિત્ર શહેરમાં પહોંચ્યા અને તેમણે તે કેવી રીતે તે કર્યું. સુવાર્તા વર્ણવે છે:

ઈસુ રાજા તરીકે યરૂશાલેમ આવે છે

12. બીજે દિવસે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે; 

13. ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું,  “હોસાન્‍ના;  પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તેમને ધન્ય છે!” 

14. ઈસુને એક ગધેડાનો વછેરો મળી આવ્યો, અને તેના પર તે બેઠા. જેમ લખેલું છે તેમ, એટલે કે,

15. “ઓ સિયોનની દીકરી, ગભરાઈશ નહિ. જો, તારો રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.”

      16. પ્રથમ તેમના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, તેમના સંબંધી એ વાતો લખેલી છે, અને તે જ પ્રમાણે તેઓએ તેમને માટે કર્યું હતું.

17. તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો, અને મરી ગયેલાંઓમાંથી ઉઠાડયો, તે વખતે જે લોકો તેમની સાથે હતા, તેઓએ સાક્ષી આપી. 

18. તેમણે એ ચમત્કાર કર્યો હતો એવું તેઓએ સાંભળ્યું હતું, તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા. 

19. તે માટે ફરોશીઓએ અંદરોઅંદર કહ્યું, “જુઓ, તમારું તો કંઈ વળતું નથી; જુઓ આખું જગત તેમની પાછળ ગયું છે.”

યોહાન ૧૨:૧૨-૧૯

જે બન્યું તેની સંપૂર્ણ કદર કરવા માટે, આપણે પ્રાચીન હીબ્રુ રાજાના રિવાજો વિશે હીબ્રુ વેદોએ શું ભાખ્યું હતું તે સમજવાની જરૂર છે.

દાઉદનો અશ્વમેધ યજ્ઞ વિધિ  

પૂર્વજોના રાજા દાઉદ (ઈ સ પૂર્વે 1000) થી પ્રારંભ કરીને, હીબ્રુ રાજા દરેક વર્ષે તેમના રાજાશાહી ઘોડાને પવિત્ર શહેર યરૂશાલેમમાં શોભાયાત્રા માટે દોરી જતા. જો કે પ્રાચીન વેદિક અશ્વમેધ/અશ્વમેધ યજ્ઞ ના ઘોડાના બલિદાન કરતાં સ્વરુપ અને પ્રક્રિયામાં ભિન્ન હોવા છતાં, તેમનો ઉદ્દેશ્ય માત્ર એક જ હતો – તેમના તાબેદાર રાજાઓ અને અન્ય શાસકોને તેમનું શાહી સાર્વભૌમત્વ સાબિત કરવાનો.

ઝખાર્યાહ, કે જેમણે આવનાર રાજાના નામની ભવિષ્યવાણી કરી હતી, તેમણે પણ ભવિષ્યવાણી કરી હતી કે આ આવનાર રાજા યરૂશાલેમમાં પ્રવેશ કરશે, જેઓ શાહી ઘોડાને બદલે ગધેડા પર બેસશે. વિવિધ હીબ્રુ ઋષિઓએ આ અત્યંત અસામાન્ય ઘટનાના જુદા જુદા પાસાંઓને જોયા.

ઝખાર્યા અને અન્ય લોકો જેમણે યરૂશાલેમમાં આવનાર રાજાના પ્રવેશને અગાઉથી નીહાળ્યું હતું

ઉપર સુવાર્તામાં નોંધવામાં આવેલ ઝખાર્યાની ભવિષ્યવાણીના એક ભાગની નીચે લીટી દોરવામાં આવી છે. ઝખાર્યાની સંપૂર્ણ ભવિષ્યવાણી આ પ્રમાણે હતી:

સિયોનના રાજાનું આગમ

  ૯. હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા   તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].

10. હું એફ્રાઈમમાંથી રથને, તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધધનુષ્યને

 કાપી નાખવામાં આવશે; અને તે [સર્વ] પ્રજાઓને શાંતિનો બોધ કરશે; અને  તેનું રાજ્ય

  સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના‌ છેડા સુધી થશે.”

  11. તારે વિષે પણ [પ્રભુ આ પ્રમાણે કહે છે,] “તારી સાથે [કરેલા]

  કરારના રક્તને લીધે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મોકલી દીધા છે.

   ઝખાર્યા ૯: ૯-૧૧

ઝખાર્યાએ આવનાર રાજાની ભવિષ્યવાણી કરી હતી કે તે બીજા રાજાઓથી અલગ હશે. તે ‘રથો’, ‘યુદ્ધ ઘોડાઓ’ અને ‘યુદ્ધ ધનુષ’ નો ઉપયોગ કરીને રાજા બનશે નહીં. હકીકતમાં આ રાજા આ શસ્ત્રોને નાબુદ કરશે અને તેના બદલે ‘રાષ્ટ્રોમાં શાંતિની ઘોષણા’ કરશે. જો કે, આ રાજાએ હજી પણ એક દુશ્મનને — સૌથી મોટા દુશ્મનને હરાવવો પડશે.

આ બાબત સ્પષ્ટ થાય છે કે જ્યારે આપણે સમજીએ છીએ કે આ રાજાએ કઇ બાબતનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય રીતે, એક રાજાનો દુશ્મન એ વિરોધી રાષ્ટ્રનો બીજો રાજા, અથવા અન્ય સૈન્ય હોય છે, અથવા તેના લોકો તરફ઼થી બળવો થાય, અથવા લોકો જે તેની વિરુદ્ધ હોય છે તે હોય. પરંતુ પ્રબોધક ઝખાર્યાહે લખ્યું છે કે રાજાએ ‘ગધેડા’ દ્વારા જાહેર કર્યું કે, પાણી વગરના ખાડામાંથી તે કેદીઓને મુક્ત કરશે (કલમ 11). આ ‘ખાડો’ એ કબર અથવા મૃત્યુનો ઉલ્લેખ કરવાની હિબ્રુ રીત હતી. આ આવનાર રાજા કેદીઓને મુક્ત કરશે, કે જેઓ સરમુખત્યારો, ભ્રષ્ટ રાજકારણીઓ, દુષ્ટ રાજાઓ અથવા જેલમાં ફસાયેલાઓ ન હતા, પણ જેઓ મૃત્યુના ‘કેદીઓ’ હતા તેમને મુક્ત કરશે.

જ્યારે લોકોને મૃત્યુથી બચાવવાની વાત કરીએ છીએ ત્યારે આપણે તેનો અર્થ કોઇક વ્યક્તિના મૃત્યુનો કેવળ વિલંબ કરવો તે થાય છે. ઉદાહરણ તરીકે,આપણે ડૂબતા વ્યક્તિને બચાવવા, અથવા કોઈનું જીવન બચાવવા માટે દવા પૂરી પાડીએ છીએ. આ ફક્ત મૃત્યુને મુલતવી રાખે છે કારણ કે ‘બચેલી’ વ્યક્તિ પછીથી મરી જવાની છે. પરંતુ ઝખાર્યા લોકોને ‘મૃત્યુથી’ બચવા વિશે ભવિષ્યવાણી કરી રહ્યા ન હતા, પરંતુ મૃત્યુની જ઼ંજ઼ીરમાં જકડાયેલા લોકોને – કે જેઓ પહેલાથી મૃત:પ્રાય સ્થિતીમાં છે તેમને બચાવવા વિશે વાત કરી રહ્યા હતા. ઝખાર્યાએ કરેલી ભવિષ્યવાણી મુજબ રાજા, જે ગધેડા પર સવાર થઈને આવે છે, તે સ્વયં મૃત્યુનો સામનો કરશે અને મૃત્યુને પરાજિત કરશે -અને તેમાંથી કેદીઓને મુક્ત કરશે.

ખજૂરીના રવિવારે ઈસુમાં ભવિષ્યવાણીની પરિપૂર્ણતા

ઈસુએ એ દિવસે યરૂશાલેમમાં પ્રવેશ કરીને હીબ્રુ શાહી ‘અશ્વમેધ’ યજ્ઞના જુલુસનો વિલય ઝખાર્યાહની ભવિષ્યવાણી સાથે કર્યો, હવે આ દીવસ ખજૂરીના રવિવાર તરીકે ઓળખાય છે. યુદ્ધના ઘોડાને બદલે તેઓ ગધેડા પર સવાર થઇને આવ્યા. લોકોએ ઇસુને માટે આપણી પવિત્ર ગીતા (ગીતશાસ્ત્ર) માંથી આ ગીત ગાયું કે જે દાઉદ માટે ગાયું હતું:

25 હે યહોવા, તમે હવે દયા કરીને તારણ આપો; હે યહોવા, હવે તમે દયા કરીને ક્ષેમકુશળ રાખજો.

26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ આપ્યો છે.

27 યહોવા તે જ ઈશ્વર છે, તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે

દોરડાંથી બલિદાનને બાંધો.

ગીતશાસ્ત્ર ૧૧૮: ૨૫-૨૭

લોકોએ આ પ્રાચીન ગીત તેમના માટે ગાયું કારણ કે તેઓ જાણતા હતા કે ઈસુએ લાજરસને ઉઠાડ્યો છે, અને તેઓએ યરૂશાલેમમાં તેમના આવવાની અપેક્ષા રાખી હતી. તેઓ મોટેથી પોકારી ઉઠ્યા, ‘હોસાન્ના’ એટલે કે ‘બચાવ’, જે બીલકુલ ગીતશાસ્ત્ર ૧૧૮:૨૫ માં ઘણા સમય પહેલા લખાયા મુજબ હતું. ઈસુ તેમને શેનાથી બચાવવા જઇ રહ્યા હતા? પ્રબોધક ઝખાર્યાએ પહેલેથી જ આપણને કહ્યું હતું- મૃત્યુથી જ. ઈસુએ તેઓના મ્રુત્યુ પામેલાઓના પવિત્ર શહેરમાં ગધેડા પર પ્રવેશીને પોતાને રાજા તરીકે ઘોષિત કર્યા તે કેટલું યોગ્ય છે.

ઈસુ દુ:ખથી રડી પડે છે

ખજૂરી રવિવારે જ્યારે ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો (જેને વિજયવંત પ્રવેશ તરીકે પણ ઓળખવામાં આવે છે) ત્યારે ધાર્મિક આગેવાનોએ તેનો વિરોધ કર્યો. ઈસુએ તેમના વિરોધનો પ્રતિસાદ આપ્યો તેની સુવાર્તાઓમાં નોંધ કરેલ છે.

41. તે પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેમણે તેને માટે રડીને કહ્યું,

42.“જો તેં, હા તેં, [તારી] શાંતિને લગતાં જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલાં છે.

43. કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરી લઈને ચારે તરફથી તને સંકડાવશે,

44. તેઓ તને તથા તારામાં વસતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે. અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. કેમ કે તારી કૃપાદષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.”

લુક ૧૯: ૪૧–૪૪

ઈસુએ કહ્યું કે આગેવાનોએ ’આ દિવસને’ ‘ઈશ્વરના આગમનના સમય‘ તરીકે ઓળખવો જોઈતો હતો.

તેનો અર્થ શું હતો? તેઓ શું ચુકી ગયા?

તેઓએ તેમના વેદોમાં 537 વર્ષ પહેલાં દાનિયેલ દ્વારા કરાયેલી ‘સિત્તેર અઠવાડીયાંની’ કોયડારુપ ભવિષ્યવાણીને ચુકી ગયા હતા. સિત્તેર અઠવાડિયા માટેની કરાયેલ આ ભવિષ્યવાણીમાં, પાંચસો વર્ષ પહેલાં આ એક દિવસે રાજાના આગમનની આગાહી કરવામાં આવી હતી.

દાનિયેલના સિત્તેર અઠવાડિયા તેમના આવવાના દિવસની આગાહી કરે છે

ખજૂરીનો રવિવાર શુભ હતો કે જ્યારે ઝખાર્યાની ભવિષ્યવાણી (મૃત્યુને હરાવવા ગધેડા પર આવતા રાજા વિશે) અને દાનિયેલની ભવિષ્યવાણી બંન્ને તે જ દિવસે અને તે જ શહેર યરૂશાલેમ માટે – જે મ્રુતકોનું પવિત્ર શહેર હતું તે સંબંધી પુર્ણ થઇ.

રાષ્ટ્રોમાં આપણા માટે

બનારસ એ મ્રુતકોનું તીર્થ યાત્રા સ્થળ એક પવિત્ર શહેર હોવાથી શુભ સ્થળ મનાય છે. યાત્રાળુઓ ઉપર આશીર્વાદ ત્યારે જ આવે છે જો તેઓ ઉપર વર્ણવેલ ભૈરવની કથાના સ્થાન પર આવે. આથી જ તેનું બીજું નામ કાશી, પ્રકાશનું શહેર છે.

ઈસુ આપણા જીવન મુક્તા તરીકે તેઓ એક અલગ પ્રકારે છે કે જ્યારે યરૂશાલેમમાં મૃત્યુ પરની તેમની જીત, તેમના મતે, યરુશાલેમ બહાર સર્વ દેશોમાં આગળ ફ઼ેલાશે.

કેમ?

કારણ કે તેમણે પોતાને જગતના અજવાળા’ તરીકે જાહેર કર્યા હતા, જેમનો વિજય યરુશાલેમથી તમામ દેશો સુધી જાહેર થશે – જ્યાં તમે અને હું રહીએ છીએ ત્યાં પણ. ઈસુની જીત’ દ્વારા આશિર્વાદીત થવા માટે આપણે યરૂશાલેમની યાત્રા કરવા જવાની જરુર નથી. આપણે જોઈએ છીએ કે તે અઠવાડિયા દરમ્યાનની ઘટનાઓ મૃત્યુ સામેની તેમની લડતમાં કેવી રીતે દોરી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *