દિવસ 3: ઈસુ સૂકવી નાખવાનો શાપ જાહેર કરે છે

દુર્વાસા શકુંતલાને શાપ આપે છે

આપણે પૌરાણિક દંતકથોમાં  શ્રાપ (શાપ) વિશે વાંચીએ અને સાંભળીએ છીએ. કદાચ આ શાપ સૌથી પ્રખ્યાત પ્રાચીન નાટ્યકાર કાલિદાસ (ઇ.સ 400) ના અભિજનનશકુંતલમ (શકુંતલાની માન્યતા) નાટકમાં જોવા મળે છે, જે આજે પણ નિયમિત ભજવવામાં આવે છે. આમાં, રાજા દુષ્યંત જંગલમાં એક સુંદર સ્ત્રી શકુંતલાને મળે છે અને તેના પ્રેમમાં પડે છે. દુષ્યંત જલ્દી  તેની સાથે લગ્ન કરે છે, પરંતુ ટૂંક સમયમાં જ તેને રાજાના કાર્યો માટે રાજધાની પાછા ફરવુ પડશે  અને તેથી તે તેને તેની મુદ્રાકિંત વીંટી આપીને રવાના થાય છે. શકુંતલા તેના નવા પતિ પ્રત્યેના ઊંડા પ્રેમમાં દીવા સ્વપનોમાં ગરકાવ થઇ જાય છે.

જ્યારે તેણી પોતાનાં દીવા સ્વપનોમાં ગરકાવ હતી, ત્યારે એક શક્તિશાળી ઋષિ દુર્વાસા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા,અને તેણે ૠષિ પર કોઈ ધ્યાન આપ્યું નહીં અને તેમનું અભિવાદન ન કર્યું, પરિણામે ઋષિ ગુસ્સે થઈ ગયા. તેથી તે જેનાં સ્વપનો જોઇ રહી હતી તેના માટે તેણીને શાપ આપ્યો, કે તે હંમેશાં તેનાથી અજાણ રહેશે. ત્યારબાદ તેણે આ શ્રાપની અસર ઓછી કરી અને કહ્યું કે જો તે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી ભેટ પાછી આપવામાં આવશે તો તે તેને યાદ કરશે. તેથી શકુંતલાએ આશામાં વિંટી સાથે રાજધાનીની યાત્રા કરી હતી કે રાજા દુષ્યંત તેને ઓળખી શકે. પરંતુ તેનાથી મુસાફરીમાં વીંટી ક્યાંક ખોવાઈ ગઈ, પરિણામે, તેણી જ્યારે રાજા પાસે પહોંચી ત્યારે તે તેને ઓળખી શક્યો નહીં.

 ભૃગુ વિષ્ણુને શ્રાપ આપે છે

મત્સ્ય પુરાણ દેવ-અસુરા વચ્ચે ચાલ્યા આવતા યુદ્ધો વિશે કહે છે, જેમાં દેવતાઓ હંમેશા જીતી જતા હોય છે. અપમાનિત થયેલ, અસુરોના ગુરુ શુક્રાચાર્ય, અસુરો અજેય થાય માટે મૃતસંજીવની સ્તોત્ર અથવા મંત્ર પ્રાપ્ત કરવા માટે શિવની પાસે ગયા, અને માટે તેમણે તેમના અસુરોને તેમના પિતા (ભૃગુ) ના આશ્રમમાં આશરો લેવા દીધો. પરંતુ શુક્રાચાર્યના ગયા પછી દેવતાઓએ ફરીથી અસુરો પર હુમલો કર્યો. જો કે, અસુરોને ભૃગુની પત્નીની મદદ મળે છે, તેઓ ઇન્દ્રને નિસહાય સ્થિરમાં છોડી દે છે. તેની સામે, ઇન્દ્રએ તેણીથી છૂટકારો મેળવવા ભગવાન વિષ્ણુની વિનંતી કરી. વિષ્ણુએ તેના સુદર્શન ચક્રમાંથી ભૃગુની પત્નીનું માથું કાપી નાખ્યું. જ્યારે ઋષિ ભૃગુએ તેમની પત્ની સાથે જે બન્યું તે જોયું, ત્યારે તેમણે વિષ્ણુને પૃથ્વી પર વારંવાર જન્મ લેવાનો શ્રાપ આપ્યો, જેથી તેઓ જગિક જીવનની વેદનાથી પીડાય. તેથી, વિષ્ણુને ઘણી વાર અવતાર લેવો પડે છે.

ભૃગુ વિષ્ણુને શ્રાપ આપવા આવે છે.

આ વાર્તાઓમાંના શ્રાપ ખુબજ ભયાનક લાગે છે, પરંતુ તેઓ આ સવાલ ઉભા કરે છે કે શું ખરેખર આમ બન્યું હતું કે નહીં. દુર્વાસાનો શકુન્તલાને અથવા ભૃગુનો વિષ્ણુને આપેલ આવા શાપ ખુબજ દુઃખજનક છે જો આપણે જાણી શકીએ કે આ ખરેખર બન્યુ હતું.

ઈસુએ પવિત્ર અઠવાડિયાના ત્રીજા દિવસે આવો જ શ્રાપ ઉચ્ચાર્યો હતો. પ્રથમ આપણે આ અઠવાડિયાની સમીક્ષા કરીએ.

ઈસુ તરફ઼થી વધતો જતો સંઘર્ષ

ભવિષ્યવાણી પ્રમાણે રવિવારે ઈસુએ યરૂશાલેમમાં પ્રવેશ કર્યા બાદ પછી સોમવારે મંદિર બંધ કર્યું, અને યહૂદી નેતાઓએ તેની હત્યા કરવાની યોજના બનાવી. પરંતુ આ સરળ રીતે નહીં બને.

જ્યારે ઈસુએ નીસાન 10 ના દિવસે મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે ઈશ્વરે ઈસુને તેમના પાસ્ખાપર્વના હલવાન તરીકે પસંદ કર્યા હતા. હિબ્રુ વેદ પસંદ કરેલા પાસ્ખાપર્વના હલવાન સાથે શું કરવું તે સંચાલિત કરે છે

5. હલવાન એબરહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરાંમાંથી લેવો; 

6. અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો;

નિર્ગમન ૧૨: ૫ બી -૬ એ

જેમ લોકો તેમના પાસ્ખાપર્વના ઘેટાની સંભાળ રાખે છે, તેમ ઈશ્વર તેમના પાસ્ખાપર્વના ઘેટાની સંભાળ રાખે છે અને ઈસુના દુશ્મનો તેમને પકડી શક્યા ન હતા (હજી સુધી). તેથી સુવાર્તામાં ઈસુએ જે અઠવાડિયાના બીજા દિવસે, મંગળવારે, દિવસે 3 ના દિવસે, જે કર્યું તે નોંધ્યું છે.

ઈસુ અંજીરના ઝાડને શાપ આપે છે

17. પછી તેઓને મૂકીને (સોમવાર દિવસ 2, નિશાન 10) નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્‍યાં રહ્યા.

18. હવે સવારે (મંગળવાર નિશાન 11, દિવસ 3) નગરમાં પાછા આવતાં તે ભૂખ્યા થયા.

19. અને રસ્તાની બાજુએ એક અંજીરી જોઈને તે તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે કહ્યું, “હવેથી તારા પર કદી ફળ ન લાગો.” અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ.

માત્થી ૨૧:૧૭-૧૯
ઈસુ અંજીરના ઝાડને શાપ આપે છે

તેમણે આમ કેમ કર્યું?

તેનો અર્થ શું હતો?

અંજીરના ઝાડનો અર્થ

ભૂતકાળના પ્રબોધકોએ આપણને તેના વિશે સમજ આપી છે. ધ્યાન પર લો કે કેવી રીતે ઇઝરાયલ પર ન્યાયશાસન લાવવા માટે હીબ્રુ વેદ અંજીરના ઝાડનો ઉપયોગ કરે છે

હોશિયા આગળ વધતાં, અંજીરના ઝાડના ચિહ્નનો ઉપયોગ કરીને પછી ઇઝરાઇલને શાપ આપે છે:

10 યહોવા કહે છે, “જેમ રણમાં કોઇને દ્રાક્ષ મળે છે તે જ રીતે મને ઇસ્રાએલ મળ્યું હતું. તમારા પૂર્વજો મને ઋતુનાં પહેલા પાકેલા અંજીર જેવા લાગ્યા હતા. પણ જ્યારે તેઓ બઆલ-પેઓર પહોંચ્યા ત્યારે તેઓ બઆલની પૂજા કરવા લાગ્યા અને તેઓ તે ભયંકર વસ્તુઓ (જૂઠા દેવો) જેવા થઇ ગયા, જેને તેઓ પ્રેમ અને પૂજા

કરતા હતા.હોશિયા ૯:૧૦

16 ઇસ્રાએલને સડો લાગ્યો છે, તેના મૂળીયાં સુકાઇ ગયા છે, એને ફળ નહિ આવે; અને તેમને સંતાન થાય તો પણ હું તેમના વહાલાં સંતાનોનો સંહાર કરીશ.”
17 મારા દેવ ઇસ્રાએલના માણસોને ફગાવી દેશે, કારણ કે, તેમણે તેમની વાત કાને ધરી નથી, અને તેઓ તેમને આધીન પણ થયાં નથી. તેથી તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે ભટકનારા ઘર વિનાના યહૂદીઓ થશે.હોશિયા

૯:૧૬-૧૭ (એફ઼્રાઈમ = ઇઝરાઇલ)

ઇ.સ પૂ. ૫૮૬ માં યરૂસાલેમના વિનાશથી આ પુર્ણ થયું અને મૂસાના શાપથી (ઇતિહાસ જુઓ). જ્યારે ઈસુએ અંજીરના ઝાડને શાપ આપ્યો, ત્યારે તેઓ યરૂશાલેમમાં આવનાર બીજા વિનાશ સંબંધી અને દેશમાંથી યહુદીઓના દેશનિકાલ વીશે સાંકેતિક રીતે બોલી રહ્યા હતા. તેમણે તેઓને ફરીથી દેશનિકાલ થવાનો શ્રાપ આપ્યો.

અંજીરના ઝાડને શાપ આપ્યા પછી, ઈસુએ ફરીથી મંદિરમાં પ્રવેશ કર્યો, શીખવ્યું અને ચર્ચાઓ કરી. સુવાર્તા તેને આ રીતે નોંધે છે.

શ્રાપ કબજો લે છે

યરુસાલેમ અને તેના મંદિરનો વિનાશ, અને ઇ.સ 70 માં થયેલ યહુદીઓનો વિશ્વવ્યાપી દેશનિકાલ આપણે ઇતિહાસમાંથી જાણી શકીએ છીએ. આમાંથી કેટલાક દેશનિકાલ યહુદીઓ ભારત આવ્યા હતા.

ઇ.સ 70 માં મંદિરના વિનાશની સાથે, ઇઝરાઇલ નબળું પડવા લાગ્યું અને તે હજારો વર્ષો સુધી નબળું રહ્યું.

ઈસુ અંજીરના ઝાડને શાપ આપે છે

રોમનો દ્વારા ઇ.સ ૭૦ માં યરૂસાલેમના મંદિરનો વિનાશ. સચવાયેલ રોમન શિલ્પો તેમને મંદિરને લૂંટી લેતા અને મેનોરાહ (વિશાળ, ૭-દીવેટવાળી મીણબત્તી) જેવી વસ્તુઓ તેમના કબજામાં લેતા બતાવે છે.

આ શાપ ફક્ત સુવાર્તાની વાર્તાના પૃષ્ઠો સુધી મર્યાદિત નથી. આપણે ઇતિહાસમાં આ ઘટનાઓ બની તે ચકાસી શકીએ છીએ, જેણે ભારતના ઇતિહાસમાં પણ પ્રભાવ પાડ્યો હતો. ઈસુએ જાહેર કરેલો આ ચીમળાવી દેતો શાપ ખરેખર ભયંકર હતો. તેમના સમયમાં લોકોએ તેમના પોતાના વિનાશ માટે તેને અવગણ્યો.

મંદિરના વિનાશનું પ્રદર્શન હજી ચાલુ છે

શાપ સમાપ્ત થશે

પાછળથી ઈસુએ સ્પષ્ટ કર્યું કે તે શાપ કેવી રીતે આવશે અને તે કેટલો સમય ચાલશે.

24. તેઓ (યહુદીઓ) તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.

લુક ૨૧:૨૪

તેમણે શીખવ્યું કે તેમનો શાપ (દેશનિકાલ અને યરુસાલેમ પર બિન-યહૂદી નિયંત્રણ) ’ફક્ત વિદેશી લોકો (બિન- યહૂદીઓ) નો સમય પૂરો ન થાય ત્યાં સુધી ચાલશે‘, એવી આગાહી કરી કે તેનો શાપ સમાપ્ત થઈ જશે. તેણે 4 દિવસે તેનો ખુલાસો કર્યો છે.

શાપ હટાવી દીધો

મોટા પાયે યહુદીઓની ઐતિહાસિક સમયરેખા – તેમના દેશનિકાલના બે સમયગાળાને દર્શાવતા

આ સમયરેખા, અહીં વિગતો સાથે, યહૂદીઓનો ઇતિહાસ દર્શાવે છે. આજના આધુનિક સમયમાં, આ સમયરેખા બતાવે છે કે દેશનિકાલનો સમય સમાપ્ત થયો છે. 1948 માં, સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા મુજબ, ઇઝરાઇલના આધુનિક રાજ્યની સ્થાપના થઈ. હવે તેણે 1967 ના છ-દિવસીય યુદ્ધમાં ઇઝરાઇલની રાજધાની યરૂસાલેમ શહેર કબજે કરી. સમાચાર પત્રોના હેવાલ પ્રમાણે આપણે જોઇએ છીએ કે હવે ‘વિદેશી લોકોનો સમય’ સમાપ્ત થઈ રહ્યો છે.

યહૂદીઓ હવે મંદિરના સ્થળે પ્રાર્થના કરે છે

ઈસુના શાપનો આરંભ અને અંત, અંજીરના ઝાડ સાથે સાંકેતિક રીતે બોલવામાં આવ્યો અને પછી તેના શ્રોતાઓને સમજાવ્યું, કે તે માત્ર સુવાર્તાના પૃષ્ઠો પર જોવા મળતું નથી. આ ઘટનાઓ સાચી છે, આજે તે સમાચારોના મુખ્ય સમાચાર બનાવે છે (ઉદાહરણ તરીકે, યુએસએ એ તેના દૂતાવાસને યરુસાલેમ ખસેડ્યુ). ઈસુએ પ્રકૃતિ ઉપર ‘ઓમ’ બોલતા ખૂબ જ ઊંડાણથી શીખવ્યું અને હવે આપણે જોઈએ છીએ કે તેનો શ્રાપ હજારો વર્ષોથી રાષ્ટ્રો પર તેની છાપ છોડી જાય છે. સંકટના સમયોમાં આપણે તેને અવગણીએ છીએ.

દિવસ ૩ નો સારાંશ

સુધારા કરેલો ચાર્ટ બતાવે છે કે ઈસુએ, 3 દિવસે મંગળવારે અંજીરના ઝાડને શાપ આપ્યો હતો, જ્યારે ઈશ્વરના પસંદ કરેલા હલવાન તરીકે બધું સંભાળી લે છે. 4 દિવસે તે તેમના પાછા આવવા નું વર્ણન કરે છે, એક કલ્કી જે આવે છે તે ઘણી બધી ભૂલો સુધારી લેશે.

દિવસ 3: ઈસુ અંજીરના વૃક્ષને શાપ આપે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *