ઈસુનું શેતાન દ્વારા પરીક્ષણ – તે પ્રાચીન અસુર સર્પ

  • by

હિન્દુ પૌરાણિક કથાઓના તે સમયો યાદ કરાવે છે કે જ્યારે કૃષ્ણ તેમના શત્રુ અસુરો સામે લડ્યા અને પરાજિત કર્યા, ખાસ કરીને અસુર રાક્ષસો સર્પ બનીને કૃષ્ણને ધમકાવતા હતા. ભાગવા પુરાણ (શ્રીમદ્ ભાગવતમ્) એ કંસના સાથી આગાસુર જે કૃષ્ણને જન્મથી જ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તેણે મોટા સર્પનું રૂપ ધારણ કર્યું હતું કે જ્યારે તેણે મોં ખોલ્યું ત્યારે તે ગુફા જેવું લાગતું હતું. આગાસુર પૂતનાના ભાઈ હતા (કે જેને કૃષ્ણએ બાળક તરીકે તેણીનામાંથી ઝેર ચુસી લઇ ને તેને મારી નાખી) અને બકાસુર (જેને પણ કૃષ્ણએ  તેની ચાંચ તોડીને માર્યો હતો) અને બદલો વાળ્યો હતો. આગાસુરે મોં ખોલ્યું અને ગોપી ગોવાળણના બાળકો તે જંગલમાં એક ગુફા હોવાનું વિચારીને તેમાં ગયા. કૃષ્ણ પણ અંદર ગયા, અને તેમને ખબર પડી કે તે આગાસુર છે, તેથી તેમણે તેમના શરીરને એવું ફ઼ુલાવ્યું કે આગાસુર ગૂંગળાઈને મરી ગયો. એક બીજા પ્રસંગે,શ્રી કૃષ્ણ નામના એક લોકપ્રિય કાર્યક્રમમાં બતાવાયેલ પ્રમાણે, કૃષ્ણએ નદીમાં શક્તિશાળી અસુર સાપ સાથે લડતા, તેના માથા પર નૃત્ય કરીને કાલિયા નાગ ને હરાવી દીધો.

પૌરાણિક કથા એક વ્રિત્ર, અસુર આગેવાન અને શક્તિશાળી સર્પ/ડ્રેગનનું પણ વર્ણવે કરે છે. ૠગ્વેદ સમજાવે છે કે ભગવાન ઇન્દ્ર એ એક મોટા યુદ્ધમાં વ્રિત્ર રાક્ષસનો સામનો કર્યો હતો અને તેની ગર્જના (વજ્રયુધ્ધ) થી તેની હત્યા કરી હતી, જેનાથી વ્રિત્રનું જડબુ તૂટી ગયુ હતું. ભાગવા પુરાણની આવૃત્તિ સમજાવે છે કે વ્રિત્ર એટલો મોટો સાપ/ડ્રેગન હતો કે તેણે ગ્રહો અને તારાઓને પણ જોખમમાં મૂકી દીધા, જેથી દરેક તેનાથી ડરતા હતા. દેવો સાથેની લડાઇમાં વ્રિત્રનો હાથ તેઓ પર ભારે પડ્યો. ઇન્દ્ર તેને શક્તિથી હરાવી શક્યા નહીં, પરંતુ તેમને રૂષિ દધીચિ  ના હાડકાં માંગવાની સલાહ આપવામાં આવી હતી. દધીચિએ તેના હાડકાંને વજ્રયુદ્ધમાં ગોઠવવાની ઓફર કરી, જે દ્વારા ઈન્દ્રએ આખરે મહાન સર્પ વ્રિત્રને પરાજિત કરી મારી નાખ્યો.

હીબ્રુ વેદનો શેતાન: સુંદર આત્મા ઘાતકી સર્પ બન્યો

હીબ્રુ વેદમાં પણ નોંધ્યું છે કે એક શક્તિશાળી આત્મા છે જેણે પોતાને સર્વોપરી પરમેશ્વરના વિરોધી (શેતાનનો અર્થ વિરોધી) તરીકે પોતાને તૈયાર કર્યો. હીબ્રુ વેદ તેને સુંદર અને બુદ્ધિશાળી તરીકે વર્ણવે છે, શરૂઆતમાં તે દેવ તરીકે સર્જાયેલ હતો. આનું વર્ણન આપવામાં આવ્યું છે:

12 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો, તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.
13 દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો; હીરા, માણેક, પોખરાજ, નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ, પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ સમયે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
14 તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક દૂત તરીકે નીમ્યો હતો. તું દેવના પવિત્ર પર્વત પર જઇ શકતો હતો અને અગ્નિના ચળકતાં પથ્થરો પર ચાલતો હતો.
15 તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું, પણ પાછળથી તારી દુષ્ટતા પ્રગટ થવા માંડી.હઝકી

એલ ૨૮:૧૨બી-૧૫

શા માટે આ શક્તિશાળી દેવમાં દુષ્ટતા જોવા મળી? હીબ્રુ વેદ સમજાવે છે કે:

17 તારા સૌદર્યને કારણે તું ફુલાઇ ગયો હતો અને તારી કીતિર્ને કારણે તારી બુદ્ધિ બહેર મારી ગઇ હતી. મેં તને ભોંય ઉપર પટક્યો છે અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.હઝકી

એલ ૨૮:૧૭

આ દેવના પતનનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે:

12 હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓનો નાશ કરનાર, તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.
13 તું તારા મનમાં એમ માનતો હતો કે, હું આકાશમાં ઉંચે ચઢીશ, અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ, આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;
14 હું વાદળોથી પણ ઉપર જઇશ અને પરાત્પર દેવ સમાન બનીશ.”

યશાયા ૧૪:૧૨-૧૪

હવે શેતાન

આ શક્તિશાળી આત્માને હવે શેતાન (એટલે ​​કે દોષ મુક્નાર) અથવા દુષ્ટાત્મા કહેવામાં આવે છે પરંતુ મૂળ તેને લ્યુસિફર  કહેવામાં આવતો હતો એટલેકે – ‘પ્રભાતનો પુત્ર’. હીબ્રુ વેદ કહે છે કે તે એક આત્મા છે, દુષ્ટ અસુર છે, તે અગાસુર અને વ્રિત્રની જેમ સર્પ અથવા ડ્રેગનનું સ્વરૂપ પણ લે છે તેમ વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો:

7 પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું. મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા. તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા.
8 પણ તે અજગર જોઈએ તેટલો બળવાન ન હતો. તે અજગર અને દૂતોએ આકાશમાં તેઓનું સ્થાન ગુમાવ્યું.
9 તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો. (તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે. તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે.) તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો.પ્રકટી

કરણ ૧૨:૭-૯

શેતાન હવે મુખ્ય અસુર છે જે ‘આખી દુનિયાને ભમાવે છે’. હકીકતમાં, તે એક એ છે કે જે સર્પના રૂપમાં હતો, જેણે પ્રથમ માનવને પાપ તરફ઼ દોર્યા. આ કારણે સત યુગ, એટલે કે સ્વર્ગના સત્ય યુગ નો અંત આવ્યો.

શેતાને તેની કોઈ પણ અસલ બુદ્ધિ અને સુંદરતા ગુમાવી નથી, કે જેથી તે વધુ ખતરનાક બને છે કારણ કે તે તેના દેખાવની પાછળ તેના કપટને વધુ સારી રીતે છુપાવી શકે છે. બાઇબલ વર્ણવે છે કે તે કેવી રીતે કાર્ય કરે છે:

14 આનાથી અમને આશ્ચર્ય નથી થતું. શા માટે? શેતાન પણ વેશ બદલે છે, જેથી લોકો વિચારે કે તે પ્રકાશનો દૂતછે.

૨ કરિંથી ૧૧:૧૪

શેતાન સામે ઈસુની લડાઈ

તે વિરોધીનો ઈસુએ સામનો કરવો પડ્યો હતો. યોહાન દ્વારા તેણે બાપ્તિસ્મા લીધા પછી તરતજ  તે વનપ્રસ્થ આશ્રમ ધારણ કરતાં જંગલમાં, એકાંતમાં પાછા ગયા. પરંતુ તેઓ નિવૃત્ત જીવન શરૂ કરવા માટે નહીં, પરંતુ યુદ્ધમાં તેમના વિરોધીનો સામનો કરવા માટે કર્યું. આ યુદ્ધ કૃષ્ણ અને અગાસુર વચ્ચે અથવા ઈન્દ્ર અને વ્રિત્ર વચ્ચે વર્ણવેલ શારીરિક લડાઈ જેવું ન હતું, પરંતુ તે પરીક્ષણ સામેની લડાઈ હતી. સુવાર્તા તેને આ પ્રમાણે નોંધે છે:

વિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ યર્દન નદીથી પાછો ફર્યો. પવિત્ર આત્મા તેને અરણ્યમાં દોરી ગયો.
2 ત્યાં શેતાને 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કર્યુ. તે સમય દરમ્યાન ઈસુએ કંઈ પણ ખાધું નહિ. દિવસો પૂરા થયા પછી ઈસુને ખૂબ ભૂખ લાગી.
3 શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.”
4 ઈસુએ કહ્યું, “ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે:‘માણસને જીવવા માટે ફક્ત રોટલીની જરૂર નથી.”‘ પુનર્નિયમ 8:3
5 પછી ઈસુને શેતાન એક ઊંચી જગ્યા પર લઈ ગયો અને એક જ પળમાં તેને જગતનાં બધાજ રાજ્યોનું દર્શન કરાવ્યું.
6 શેતાને ઈસુને કહ્યું, “હું તને આ બધા રાજ્યોનો અધિકાર અને મહિમા આપીશ. આ સર્વસ્વ મારું છે. તેથી હું જેને આપવા ઈચ્છું તેને આપી શકું છું.
7 જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે.”
8 ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે: ‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ. તારે એકલા તેની જ સેવા કરવી!”‘ પુનર્નિયમ 6:13
9 પછી શેતાન ઈસુને યરૂશાલેમ લઈ ગયો. અને મંદિરની ઊંચી ટોચ પર લઈ ગયો અને તેણે ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય, તો અહીંથી હેઠળ પડ!
10 શાસ્ત્રોમાં લખ્યા મુજબ:‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે’ ગીતશાસ્ત્ર 91:11
11 અને એમ પણ લખ્યું છે કે:‘તેઓ તને પોતાના હાથોમાં એવી રીતે ઊંચકી લેશે કે જેથી તારો પગ ખડક પર અથડાશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 91:12
12 ઈસુએ ઉત્તર આપ્યો:“એ ઉપરાંત શાસ્ત્રમાં એવું પણ કહેલું છે કે: ‘તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ કરવું જોઈએ નહિ.”‘ પુનર્નિયમ 6:16
13 શેતાને અનેક પ્રલોભનોથી દરેક રીતે ઈસુનું પરીક્ષણ કર્યા પછી યોગ્ય સમય આવે ત્યાં સુધી ઈસુને એકલો મૂકીને ત્યાંથી વિદાય લીધી.

લુક ૪:૧-૧૩

તેઓનો સંઘર્ષ માનવ ઇતિહાસની શરૂઆતમાં શરૂ થયો હતો. બાળ ઈસુને મારી નાખવાના પ્રયત્નો દ્વારા ઈસુના’ જન્મ સમયે તેણે નવી રીતે પ્રયાસ શરુ કર્યા. યુદ્ધના આ તબક્કામાં, ઈસુ વિજયી સાબિત થયા હતા, એટલા માટે નહીં કે તેમણે શેતાનને શારીરિક રીતે હરાવ્યો હતો, પરંતુ એટલા માટે કે શેતાને તેમની સામે મૂકેલા બધા શક્તિશાળી પરીક્ષણોનો તેમણે પ્રતિકાર કર્યો હતો. આ બંને વચ્ચેનુ યુદ્ધ આગળના મહિનાઓ સુધી ચાલુ રહેશે અને અંતમાં સર્પ ‘તેમની એડી છુંદશે’ અને ઈસુ તેનુ ‘માથું કચડી નાખશે’. પરંતુ તે પહેલાં, ઈસુએ અંધકાર દૂર કરવા, શિક્ષણને માટે ગુરુની ભૂમિકા નિભાવવાની હતી.

ઈસુ કે-જેઓ આપણને સમજે છે

ઈસુના’ પરીક્ષણ અને કસોટીનો સમય આપણા માટે ખૂબ જ મહત્વનો છે. બાઇબલ ઈસુ વિશે જણાવે છે કે:

18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.

હિબ્રૂ ૨:૧૮

અને

15 ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી.
16 તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરુંર હોય છે ત્યારે મદદમાં મળે છે.

હિબ્રૂ ૪:૧૫-૧૬

ઇસ્ત્રાએલીઓ ને માફ઼ી પ્રાપ્ત થાય તે માટે પ્રમુખ યાજક યોમ કીપુર, હીબ્રુ દુર્ગાપૂજામાં બલિદાન લાવતા. હવે ઈસુ એક યાજક બને છે કે જે આપણા તરફ઼ સહાનુભૂતિ રાખે છે અને આપણને સમજી શકે છે -વળી પરીક્ષણના સમયમાં પણ તે આપણને મદદ કરી શકે છે,  કારણ કે તેમનું પણ પરીક્ષણ થયુ હતું – છતાં તેઓ નિષ્પાપ રહ્યા. આપણે સર્વસમર્થ પરમેશ્વર સમક્ષ હિંમત રાખી શકીએ છીએ કારણ કે પ્રમુખ યાજક ઈસુ પણ આપણા જેવા સૌથી મુશ્કેલ પરીક્ષણોમાંથી પસાર થયા હતા. તે એવી વ્યક્તિ છે જે આપણને સમજે છે અને આપણા પોતાના પરીક્ષણો અને પાપોમાં મદદ કરી શકે છે. હવે સવાલ એ છે કે: શું આપણે તેમને જણાવીશું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *