Skip to content

દેહમાં ઓમ – સમર્થ શબ્દ દ્વારા બતાવેલ

  • by

ધ્વનિ એ બીલકુલ અલગ પ્રકારનું માધ્યમ છે જે દ્વારા અંતિમ વાસ્તવિકતા (બ્રહ્મ) ને પવિત્ર મુર્તિઓ અથવા સ્થાનો કરતાં વધારે સમજી શકાય છે. ધ્વનિ એ મૂળભુત રીતે તરંગો દ્વારા પ્રસારિત થતી માહિતી છે. ધ્વનિ દ્વારા વહન કરવામાં આવતી માહિતી સુંદર સંગીત, સૂચનાઓનો સમૂહ અથવા કોઈપણ સંદેશ છે, કે જે કોઈ મોકલવા માંગે છે તે હોય શકે છે.

ઓમનું પ્રતીક. પ્રણવમાં ત્રણ ભાગ અને નંબર 3 ની નોંધ લો.

જ્યારે કોઈ ધ્વનિ સાથે સંદેશ બોલે છે ત્યારે કંઈક દૈવી હોય, અથવા તે દૈવીનો એક ભાગ પ્રતિબિંબિત કરે છે. આને પવિત્ર ધ્વનિ અને પ્રતીક ઓમમાં (ઓમ) કેદ કરવામાં આવ્યો છે, જેને પ્રણવ તરીકે ઓળખવામાં આવે છે. ઓમ(અથવા ઓમ) બંને એક પવિત્ર જાપ અને ત્રિભાગીય પ્રતીક છે. ઓમ ના અર્થ અને સૂચિતાર્થ વિવિધ પરંપરાઓમાં અને વિવિધ વિચારધારાઓમાં અલગ અલગ છે. ત્રિ-ભાગ પ્રણવ પ્રતીક ભારતભરમાં પ્રાચીન હસ્તપ્રતો, મંદિરો, મઠો અને આધ્યાત્મિક સત્સંગોમાં પ્રચલિત છે. પ્રણવ મંત્ર અંતિમ વાસ્તવિકતા (બ્રાહ્મણ) ને વધુ સારી રીતે સમજવા માટે છે. ઓમ અક્ષર અથવા એકાક્ષર છે – જે એક અવિનાશી વાસ્તવિકતા સમાન છે.

તે સંદર્ભમાં એ નોંધપાત્ર છે કે વેદ પુસ્તકન (બાઇબલ) એ ત્રિ-ભાગ એજન્ટના સંદેશ દ્વારા સર્જન ની નોંધ કરે છે. ઈશ્વર ‘બોલ્યા’ (સંસ્કૃત व्याहृति (vyahriti) અને ત્યાં તેમના શબ્દો દ્વારા તરંગો તરીકે ફેલાયેલી માહિતીનું પ્રસારણ સમગ્ર લોકામાં થયું જે દ્વારા જથ્થો અને ઉર્જાને સંચાલિત કરીને આજે વ્યાહૃતિનું જટિલ સૃષ્ટિનું સર્જન થયું. ’ઇશ્વરનો આત્મા’ પદાર્થ પર આવ્યો અથવા હાલતો થયો જેને લીધે આમ બન્યું. કંપન એ બંને છે એટલે કે તે શક્તિનું સ્વરુપ છે અને અવાજનો સાર પણ રચે છે. હિબ્રુ વેદો વર્ણવે છે કે કેવી રીતે આ ત્રિએક : ઈશ્વર, ઈશ્વરનો શબ્દ અને ઈશ્વરનો આત્મા તેમના વચનનો (વ્યાહૃતિ) પ્રસાર કરે છે, જે સૃષ્ટિમાં આપણે હવે જોઈએ છીએ. અહીં તેની નોંધ છે.

હીબ્રુ વેદ: ત્રિ-ભાગ સર્જક સર્જન કરે છે

રંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.
2 પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો
3 ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટો” અને પ્રકાશ પ્રગટયો.
4 દેવે પ્રકાશને જોયો અને તેમણે જાણ્યું કે, તે સારું છે. ત્યારે દેવે પ્રકાશને અંધકારથી જુદો પાડયો.
5 દેવે પ્રકાશનું નામ “દિવસ” અને અંધકારનું નામ “રાત” રાખ્યું. સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો.
6 પછી દેવેે કહ્યું, “પાણીને બે ભાગમાં જુદું પાડવા માંટે વચ્ચે અંતરિક્ષ થાઓ.”
7 એટલે દેવે અંતરિક્ષ બનાવ્યું અને પાણીને જુદું પાડયું. કેટલુંક પાણી અંતરિક્ષની ઉપર હતું અને કેટલુંક પાણી અંતરિક્ષની નીચે હતું.
8 દેવે અંતરિક્ષને “આકાશ” કહ્યું. પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.
9 પછી દેવે કહ્યું, “પૃથ્વી પરનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ જેથી સૂકી જમીન નજરે પડે.” અને એ જ પ્રમાંણે થયું.
10 દેવે સૂકી જમીનને “પૃથ્વી” કહી અને જે પાણી ભેગું થયેલું હતું તે પાણીને “સાગર” કહ્યો. દેવે જોયું કે, તે સારું છે.
11 પછી દેવેે કહ્યું, “પૃથ્વી વનસ્પતિ પેદા કરો: અનાજ આપનાર છોડ અને ફળ આપનાર વૃક્ષો પેદા કરો. પ્રત્યેકમાં પોતપોતાની જાતનાં બીજ થાઓ. આ પ્રકારના છોડ પૃથ્વી પર પેદા થાઓ.” અને એ પ્રમાંણે થયું.
12 પૃથ્વીએ અનાજ ઉત્પન્ન કરનાર ઘાસ અને છોડ ઉગાડયા અને એવાં વૃક્ષો અને છોડ ઉગાડયાં જેનાં ફળોની અંદર બીજ હોય છે. પ્રત્યેક છોડવાએ પોતપોતાની જાતનાં બીજ પેદા કર્યા અને દેવે જોયું કે, તે સારું છે.
13 પછી સાંજ પડી અને સવાર થઇ તે ત્રીજો દિવસ હતો.
14 પછી દેવે કહ્યું, “આકાશમાં જયોતિઓ થાઓ. આ જયોતિઓ દિવસોને રાતોથી જુદા પાડશે. આ જયોતિઓનો વિશેષ ચિહનોરૂપે ઉપયોગ થશે. અને વિશેષ સભાઓ જ્યારે શરુ થશે તે દર્શાવશે અને તેનો ઉપયોગ ઋતુઓ, દિવસો અને વષોર્નો સમય નિશ્ચિત કરવામાં થશે.
15 અને તેઓ પૃથ્વી પર પ્રકાશ પાથરવા માંટે આકાશમાં સ્થિર થાઓ.” અને એમ જ થયું.
16 પછી દેવે બે મોટી જયોતિઓ બનાવી. દેવે તેમાંની મોટી જયોતિને દિવસ પર અમલ કરવા બનાવી અને નાની જયોતિને રાત પર અમલ કરવા બનાવી. દેવે તારાઓ પણ બનાવ્યા.
17 દેવે આ જયોતિઓને આકાશમાં એટલા માંટે રાખી કે, તે પૃથ્વી પર ચમકે.
18 દેવે આ જયોતિઓને આકાશમાં એટલાં માંટે રાખી કે, જેથી તે દિવસ અને રાત પર અમલ ચલાવે. આ જયોતિઓએ પ્રકાશને અંધકારથી જુદો પાડયો અને દેવે જોયું કે, આ સારું છે.
19 ત્યારે સાંજ થઈને સવાર થઇ. તે ચોથો દિવસ હતો.
20 પછી દેવે કહ્યું, “પાણી અનેક જળચરોથી ઊભરાઈ જાઓ અને પક્ષીઓ પૃથ્વી પર અને આકાશમાં ઊડો.”
21 એથી દેવે સમુદ્રમાં રાક્ષસી જળચર પ્રાણી બનાવ્યાં. દેવે સમુદ્રમાં રહેનાર બધાં સજીવ પ્રાણીઓ બનાવ્યાં. સમુદ્રમાં જુદી જુદી જાતિનાં જીવજંતુ હોય છે. દેવે આ બધાંની સૃષ્ટિ રચી. દેવે આકાશમાં ઉડનારાં દરેક જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. દેવે જોયું કે, આ સારું છે.
22 પછી દેવે તે પ્રાણીઓને આશીર્વાદ આપ્યા. અને કહ્યું, “જાઓ, ઘણાં બધાં બચ્ચાં પેદા કરો અને સાગરનાં પાણીને ભરી દો. અને પક્ષીઓ પણ બહુ જ વધી જાઓ.”
23 પછી સાંજ થઇ અને સવાર થઇ. તે પાંચમો દિવસ હતો.
24 પછી દેવે કહ્યું, “પૃથ્વી બધી જાતનાં પ્રાણીઓ પેદા કરો: ‘પ્રત્યેક જાતનાં ઢોર, પેટે ચાલનારાં પ્રાણીઓ અને મોટાં જંગલી પ્રાણીઓ.” અને આ પ્રાણીઓ પોતપોતાની જાતિ પ્રમાંણે વધારે પ્રાણીઓ ઉત્પન્ન કરે.” અને આ બધુંં થયું.
25 તે પછી દેવે પ્રત્યેક જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં. દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં અને દેવે જોયું કે, આ સારું છે.

ઉત્પત્તિ ૧:૧-૨૫

તે પછી હિબ્રુ વેદ કહે છે કે ઈશ્વરે માનવજાતને પોતાની ’પ્રતિમા પ્રમાણે બનાવી છે કે જેથી આપણે ઉત્પનકર્તાને પ્રતિબિંબિત કરી શકીએ. પરંતુ આપણું પ્રતિબિંબ મર્યાદિત છે કે આપણે ફક્ત કુદરતી વસ્તુઓ સાથે વાત કરીને હુકમ કરી શકતા નથી. પરંતુ ઈસુએ આ કર્યું. આપણે જોઈએ છીએ કે સુવાર્તાઓ આ ઘટનાઓનું કેવી રીતે વર્ણન કરે છે

ઈસુ કુદરતી વસ્તુઓ સાથે વાત કરે છે

ઈસુને ‘શબ્દ’ દ્વારા ઉપદેશ અને સાજા કરવાનો અધિકાર હતો. તે કેવી રીતે પરાક્રમ પ્રગટ કરે છે તેની નોંધ સુવાર્તામાં છે કે જેથી તેમના શિષ્યો ‘ભય અને આશ્ચર્ય ’થી ભરાઈ ગયા હતા.

22 એક દિવસ ઈસુ અને તેના શિષ્યો એક હોડીમાં ચઢ્યા. ઈસુએ તેઓને કહ્યું, “મારી સાથે સરોવરને પેલે પાર આવો.” અને તેથી તેઓએ હોડી હંકારવાનું શરૂ કર્યુ.
23 જ્યારે તેઓ હાંકારતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા. સરોવર પર વાવાઝોડું ફૂંકાયું. જેથી હોડીમાં પાણી ભરાવા લાગ્યું. તેઓ જોખમમાં હતા.
24 તેના શિષ્યો ઈસુ પાસે ગયા અને તેને જગાડ્યો. તેઓએ કહ્યું, “સ્વામી! સ્વામી! આપણે ડૂબી જઈશું!”ઈસુ ઊભો થયો. તેણે પવનને અને પાણીનાં મોજાંને હૂકમ કર્યો. પવન અટક્યો અને સરોવર શાંત થઈ ગયું.
25 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?”શિષ્યો ડરીને અચરજ પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, “આ કેવા પ્રકારનો માણસ છે? તે પવન અને પાણીને પણ હૂકમ કરે છે અને તેઓ તેનું માને છે!”

લુક ૮:૨૨-૨૫

ઈસુના શબ્દ એ પવન અને મોંજાઓને પણ હુકમ કર્યો! શિષ્યો ભયથી ભરેલા હતા તેમાં કોઈ આશ્ચર્ય નથી. બીજા એક પ્રસંગે તેમણે હજારો લોકો સામે એવુંજ પરાક્રમ બતાવ્યું. આ સમયે તેમણે પવન અને મોજાઓ- ને નહીં પણ ખોરાક ને આદેશ આપ્યો.

પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર).
2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું.
3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો.
4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?”
6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું,
9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા.
11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.”
13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.

યોહાન ૬:૧-૧૫

જ્યારે લોકોએ જોયું કે ઈસુ આભારસ્તુતિ કરવા દ્વારા ખોરાકને ગુણાંકમાં વધારી કરી શકે છે ત્યારે તેઓએ જાણ્યું કે તે અજોડ છે. તે વાગીશા હતા (વાગીશા, સંસ્કૃતમાં જેનો અર્થ બોલનાર ઈશ્વર થાય છે). પરંતુ તેનો અર્થ શું હતો? ઈસુએ પાછળથી તેમના શબ્દોની શક્તિ અથવા પ્રાણ સ્પષ્ટ કરીને સમજાવ્યું

63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

યોહાન ૬:૬૩

અને

57 પિતાએ મને મોકલ્યો છે. તે પિતા જીવે છે, અને હું જીવું છું તે કારણે જ જે વ્યક્તિ મને ખાય છે તે પણ મારા કારણે જ જીવશે.

યોહાન ૬:૫૭

ઈસુ દાવો કરી રહ્યા હતા કે તેઓ દેહધારણ કરીને આવ્યા; અને તેઓ ત્રિ-ગુણ નિર્માતા (પિતા, શબ્દ, આત્મા)  જેઓએ બ્રહ્માંડને તેમના શબ્દ બોલવા દ્વારા અસ્તિત્વમાં લાવ્યા હતા તેમાં હાજર હતા. તે માનવ સ્વરૂપમાં ઓમ તરીકે જીવંત હતા. તેઓ જીવંત દેહમાં પવિત્ર ત્રિ-ભાગના એટલેકે ત્રિ-ગુણ ઈશ્વરના પ્રતીકરૂપ હતા. તેઓએ એક જીવંત પ્રણવ તરીકે પવન, મોજાઓ અને વસ્તુઓ પર પોતાના શબ્દોના પરાક્રમથી બોલીને તેમણે પ્રાણ (प्राण) અથવા જીવ-શક્તિનું દર્શન કરાવ્યું.

તે કેવી રીતે હોઈ શકે? તેનો અર્થ શું છે?

સમજનાર હૃદયો

ઈસુના’ શિષ્યોને આ સમજવામાં ઘણી મુશ્કેલી પડી. સુવાર્તા નોંધે છે કે ૫૦૦૦ ને ખવડાવ્યા પછી:

45 પછી ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા માટે કહ્યું. ઈસુએ તેમને બેથસૈદાની પેલે પાર સરોવરની બીજી બાજુએ જવા માટે કહ્યું. ઈસુએ કહ્યું કે તે પાછળથી આવશે, ઈસુએ લોકોને તેમના ઘર તરફ જવાનું કહ્યું.
46 લોકોને શુભ વિદાય કહ્યાં પછી ઈસુ ટેકરી પર પ્રાર્થના કરવા ગયો.
47 તે રાત્રે, હોડી હજુ પણ સરોવરની મધ્યમાં હતી. ઈસુ ભૂમિ પર એકલો હતો.
48 ઈસુએ સરોવરમાં હોડીને દૂર દૂર જોઈ. તેણે શિષ્યોને હોડીના હલેસા મારવામાં સખત મહેનત કરતાં જોયા. પવન તેમની વિરૂદ્ધ ફૂંકાતો હતો. સવારે ત્રણ થી છ કલાકના સમયે, ઈસુએ પાણી પર ચાલવાનું ચાલુ રાખ્યું, અને તે તેમની બાજુમાંથી પસાર થતો હતો. ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યુ.
49 પરંતુ શિષ્યોએ ઈસુને પાણી પર ચાલતો જોયો. તેઓએ ધાર્યુ કે, એ તો આભાસ છે. શિષ્યો ભયથી બૂમો પાડવા લાગ્યા.
50 બધા શિષ્યોએ ઈસુને જોયો અને તેઓ ઘણા ભયભીત થયા. પરંતુ ઈસુએ શિષ્યાને કહ્યું, ‘હિમ્મત રાખો. તે હું જ છું, ગભરાશો નહિ,’
51 પછી ઈસુ શિષ્યો સાથે હોડીમાં પ્રવેશ્યો અને પવન શાંત થઈ ગયો. તે શિષ્યો તો સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા.
52 તેઓએ ઈસુને પાંચ રોટલીમાંથી વધારે રોટલી બનાવતા જોયો હતો.પણ તેઓ સમજી શક્યા ન હતા. તેનો અર્થ શું છે. તેઓ તે સમજવા માટે શક્તિમાન ન હતા.
53 ઈસુના શિષ્યોએ સરોવરને ઓળંગ્યું. તેઓ ગન્નેસરેતના દરિયા કિનારે આવ્યા. તેઓએ ત્યાં હોડી લાંગરી.
54 જ્યારે તેઓ હોડીની બહાર હતા. ત્યારે લોકોએ ઈસુને જોયો. તેઓએ જાણ્યું કે તે કોણ હતો.
55 આખા પ્રદેશમાં દોડી જઇને લોકોને જણાવ્યું કે ઈસુ ત્યાં છે. લોકો માંદા માણસોને ખાટલામાં લાવ્યા.
56 ઈસુ તે પ્રદેશના આસપાસનાં ગામો, શહેરો અને ખેતરોમાં ગયો અને દરેક જગ્યાએ ઈસુ ગયો. ત્યાં તે લોકો બિમાર લોકોને બજારના સ્થળોએ લાવ્યા. તેઓ ઈસુને તેનાં ઝભ્ભાની કીનારને પણ સ્પર્શ કરવા દેવા માટે વિનંતી કરી. અને બધા લોકોએ જેમણે સ્પર્શ કર્યો તે સર્વ સાજાં થઈ ગયા

.માર્ક ૬:૪૫-૫૬

તે જણાવે છે કે શિષ્યો ‘સમજી શક્યા નહીં’. સમજ ન પડવા પાછળનું કારણ એ નહોતું કે તેઓ બુદ્ધિશાળી નહોતા; એ કારણે પણ નહીં કે જે બન્યું તે તેઓએ જોયું નહીં; એ કારણે પણ નહીં કે તેઓ ખરાબ શિષ્યો હતા; એ માટે પણ નહીં કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ રાખતા નહોતા. પણ ત્યાં કહેવામાં આવ્યું છે કે તેમના ‘હૃદયો કઠણ હતા ’. આપણા પોતાના કઠણ હૃદયો પણ આપણને આધ્યાત્મિક સત્ય સમજવાથી દૂર રાખે છે.

આ તેનું મૂળ કારણ છે કે તેમના સમયમાં લોકો ઈસુ વિશે અલગ અલગ ખ્યાલ ધરાવતા હતા. વૈદિક પરંપરામાં આપણે કહીશું કે તેઓ પ્રણવ અથવા ઓમ હોવાનો દાવો કરી રહ્યા હતા, અક્ષર કે જેણે શબ્દ બોલવાથી વિશ્વનું સર્જન કર્યું, અને પછી માણસ બન્યો. બુદ્ધિપૂર્વક સમજવા કરતાં પણ વધારે આપણા હૃદયમાંથી અંતરાય દૂર કરવાની જરૂર છે.

આથી જ યોહાનની તૈયારી કરવાનું કામ મહત્ત્વનું હતું. તેમણે લોકોને તેમના પાપને છુપાવવાને બદલે કબૂલાત કરીને પસ્તાવો કરવા કહ્યું. જો ઈસુના શિષ્યો કઠણ હૃદય ધરાવતા હતા તેઓને પસ્તાવો અને પાપ કબૂલાતની જરૂર હોય, તો તમને અને મને કેટલી વધારે જરૂર છે!

શું કરવું?

નમ્ર હૃદય અને સમજણ મેળવવાનો મંત્ર

મને હિબ્રુ વેદમાં મંત્ર તરીકે આપવામાં આવેલી આ કબૂલાતની પ્રાર્થના મદદરૂપ થાય તેમ જોવા મળી છે. કદાચ આનું ધ્યાન ધરવાથી અથવા જાપ કરવાથી ઓમ તમારા હૃદયમાં પણ કામ કરશે.

રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું, હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે, હા તમારી વિરુદ્ધ; જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે. તેથી તમે તમારા નિર્ણયો અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો, મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા, મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ; અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં, જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ, ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ, અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો. મારા આત્માને મજબૂત, તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.

ગીતશાસ્ત્ર ૫૧: ૧-૪, ૧૦-૧૨

આપણે ઇશુને એક જીવંત શબ્દ તરીકે, ઇશ્વરના ’ઓમ’ તરીકે તે કોણ છે, તેનો અર્થ સમજવા માટે આ પસ્તાવો કરવાની જરુર છે.

તે કેમ આવ્યા? આપણે આગળ જોઈશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *