દક્ષ યજ્ઞ, ઈસુ અને ‘ખોવાયેલ’

વિવિધ લખાણો દક્ષ યજ્ઞની વિગતવાર વાત કરે છે પરંતુ તેનો સાર એ છે કે શિવે દક્ષયાન/સતી સાથે લગ્ન કર્યા કે જે આદિ પારશક્તિના અવતાર હતા કે જેમને શક્તિ ભક્તો શુદ્ધ પ્રાચીન ઉર્જા ગણતા હતા. (આદિ પારશક્તિને પરમ શક્તિ, આદિ શક્તિ, મહાશક્તિ, મહાદેવી, મહાગૌરી, મહાકાળી અથવા સત્યમ શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે).

દક્ષયાનના પિતા દક્ષે શિવની આકરી તપશ્ચર્યાને કારણે શિવ સાથેના તેના લગ્નને નામંજુર કર્યુ. તેથી જ્યારે દક્ષે યજ્ઞ વિધિ કરી ત્યારે તેણે પુત્રી સતી અને શિવ સિવાય આખા કુટુંબને આમંત્રણ આપ્યું. પરંતુ જ્યારે યજ્ઞ  વિધિ વિશે સતીએ સાંભળ્યુ ત્યારે તે કોઈપણ રીતે ત્યાં ગયા. તેણી હાજર રહી તેથી તેણીના પિતા ગુસ્સે થઈ ગયા અને તેણી સામે ચિસો પાડીને તેને પાછા જવા માટે કહ્યું. આના પરિણામ રૂપે સતીને ગુસ્સો આવ્યો જેથી તેણીએ પોતાને આદિ પારાશક્તિ સ્વરૂપમાં ફેરવી નાખી અને તેના સતી સ્વરૂપ નશ્વર દેહને યજ્ઞના અગ્નિ પર એવી રીતે બલિદાન કર્યું કે તે અગ્નિની જ્વાળાઓમાં લપેટાઇને ભોંય પર પડી ગઇ.

દક્ષ યજ્ઞ માં હાનિ વીષેની તપાસ કરવી

સતીના બલિદાને શિવને ખુબજ દુ:ખી કર્યા. તેણે તેની પ્રિય સતી ગુમાવી દીધી હતી. તેથી શિવ એક ભયંકર “તાંડવ”અથવા વિનાશનું નૃત્ય કર્યું, અને શિવ જેટલું વધુ નૃત્ય કર્યું, તેટલો વધુ વિનાશ સર્જાયો. તેમનું તાંડવ પછીના દિવસોમાં વ્યાપક વિનાશ અને મૃત્યુનું કારણ બને છે. હાનિના કારણે થયેલ દુ:ખ અને ક્રોધમાં, શિવ સતીનું શરીર લઈ ગયા અને તેની સાથે બ્રહ્માંડમાં ફર્યા. વિષ્ણુએ શરીરને ૫૧ ભાગોમાં કાપી નાખ્યુ, જે પૃથ્વી પર પડ્યા તે શક્તિપીઠોમાં પવિત્ર સ્થળો બન્યા હતા. શિવને સતી ગુમાવવાનો અનુભવ થયો હતો તેની યાદગીરીમાં આ ૫૧ પવિત્ર સ્થળોનું  આજે વિવિધ શક્તિ મંદિરોમાં સ્મરણ થાય છે,.

દક્ષ યજ્ઞમાં આપણે દેવો અને દેવીઓએ અનુભવેલ ખોટની કદર કરીએ છીએ જ્યારે તેઓ મૃત્યુને કારણે એકબીજાને ગુમાવે છે. આપણે બધાં પણ પ્રિયજનનાં મ્રુત્યુંની ખોટમાંથી પસાર થઈએ છીએ. જ્યારે તમે તમારા પ્રિયજનને ગુમાવો ત્યારે તમે શું કરો છો? તમે હતાશા થઇ જાવ છો? ખુબજ ગુસ્સે થઇ જાવ છો? તેમને પાછા મેળવવાનો પ્રયાસ કરશો?

ઈશ્વર વિશે શું? જ્યારે આપણામાંથી કોઈ તેમના રાજ્યમાંથી ખોવાઈ જાય છે ત્યારે શું તે તેની કાળજી લે છે અથવા ધ્યાન આપે છે?

ઈસુ નુકસાનના દ્રષ્ટિકોણ દ્વારા શીખવે છે

ઈસુએ આપણને એ બતાવવા માટે કહ્યું કે ઈશ્વર જ્યારે તે આપણામાંથી એકને પણ ગુમાવે છે ત્યારે તે કેવું અનુભવે  છે અને ત્યારે તે શું કરે છે તે માટે ઈસુએ ઘણા દ્રષ્ટાંત કહ્યા.

તેમના શિક્ષણના પ્રભાવને અનુભવવા માટે આપણે યાદ રાખવું જોઈએ કે પવિત્ર લોકો ઘણીવાર જેઓ પવિત્ર નથી એવા લોકોથી અલગ રહે છે કે જેથી તેઓ અશુદ્ધ ન થાય. ઈસુના સમયમાં ધર્મ નિયમશાસ્ત્રના શિક્ષકો માટે આ વાત સાચી હતી. પરંતુ ઈસુએ શીખવ્યું હતું કે આપણા હૃદયની પવિત્રતા અને શુદ્ધતા આપણા માટે સૌથી અગત્યની બાબત છે, અને જેઓ ધાર્મિક વિધિઓથી શુદ્ધ ન હતા તેઓની સાથે નીકટતા કેળવવાની કોશિશ કરી. અહીં સુવાર્તામાં કેવી રીતે તે અશુદ્ધ લોકો સાથે સંબંધ કેળવે છે અને ધાર્મિક શિક્ષકોને પ્રતિક્રિયા આપે છે તે બંનેની નોંધ કરવામાં આવી છે.

ણા કર ઉઘરાવનારાઓ અને પાપી લોકો ઈસુને ધ્યાનથી સાંભળવા આવ્યા.
2 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ! આ માણસ (ઈસુ) પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે!”

લુક ૧૫:૧-૨

શા માટે ઈસુએ પાપીને આવકાર્યાને તેઓની સાથે ખાધું? શું તેમણે પાપનો આનંદ માણ્યો? ઈસુએ તેમના ટિકાકારોને ત્રણ દૃષ્ટાંતો આપીને જવાબ આપ્યો.

ખોવાયેલા ઘેટાંનું  દૃષ્ટાંત

3 પછી ઈસુએ તેઓને આ વાર્તા કહી:
4 “ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે.
5 અને જ્યારે તે ઘેટાંને શોધી કાઢે છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે. તે માણસ તે ઘેટાંને તેના ખભે બેસાડી તેને ઘેર લઈ જાય છે.
6 તે તેના મિત્રો અને પાડોશીઓ પાસે જાય છે અને તેઓને કહે છે; ‘મારી સાથે આનંદ કરો, કારણ કે મને મારું ખોવાયેલું ઘેટું જડ્યું છે.’
7 એ જ પ્રમાણે , હું તમને કહું છું, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં વધારે આનંદ થાય છે. જે 99 સારા લોકો જેમને પસ્તાવો કરવાની જરૂર નથી તેઓનાં કરતાં જો એક પાપી પસ્તાવો કરે છે તો તેથી વધારે આનંદ થાય છે.

લુક ૧૫:૩-૭

આ વાર્તામાં ઈસુએ પોતાને ઘેટાંપાળક અને આપણને તેના ઘેટાં સાથે સરખાવ્યા છે. જેમ કોઈપણ ઘેટાંપાળક પોતાનાં ખોવાયેલા ઘેટાંની શોધ કરતા હોય, તેમ તેઓ પોતે પણ ખોવાયેલા લોકોને શોધવા નીકળી પડે છે. કદાચ કોઈક પાપમાં– એક ગુપ્ત પાપમાં – તમે પણ ફસાયા હોય, જેનાથી તમે ખોવાઈ ગયા હોવાનું અનુભવતા હોય. અથવા કદાચ તમારુ જીવન, તેની બધી સમસ્યાઓ સાથે, એટલું બધું મૂંઝવણભર્યું છે કે તમે પોતે ખોવાયાનો અનુભવ કરતા હોય. આ વાર્તા આપણને આશા આપે છે કારણ કે તમે જાણી શકો છો કે ઈસુ તમને શોધી રહ્યા છે. તમે નુકશાન  પામો અને નાશ પામો તે  પહેલાં તે તમને છોડાવવા માંગે છે. તે આવું કરે છે કારણ કે જ્યારે તમે ખોવાઈ જાઓ ત્યારે તે નુકશાનીની અનુભૂતિ કરે છે.

પછી તેમણે બીજી વાર્તા કહી.

ખોવાયેલા સિક્કાનું દૃષ્ટાંત

8 “ધારોકે એક સ્ત્રી પાસે દસ ચાંદીના સિક્કા છે, પણ તે તેઓમાંનો એક ખોવાઇ જાય છે. તે સ્ત્રી દીવો લઈને ઘર સાફ કરશે. જ્યાં સુધી તે સિક્કો નહિ મળે ત્યાં સુધી તે કાળજીપૂર્વક તેની શોધ કરશે.
9 અને જ્યારે તેને ખોવાયેલો સિક્કો જડે છે, ત્યારે તે તેના મિત્રો અને પડોશીઓને બોલાવશે અને તેઓને કહેશે, ‘મારી સાથે આનંદ કરો કારણ કે મને મારો ખોવાએલો સિક્કો જડી ગયો છે.
10 તે જ પ્રમાણે, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે દેવના દૂતો આનંદ કરે છે.”

લુક ૧૫:૮-૧૦

આ વાર્તા આપણે મૂલ્યવાન છીએ પરંતુ ખોવાયેલા સિક્કા સમાન છીએ અને આપણને જ તે શોધી રહ્યા છે તેવું જણાવે છે. જો કે સિક્કો ખોવાઈ ગયો છે છતાં તે પોતે ખોવાયો છે તે તે ‘જાણતો’ નથી. તે નુકસાન અનુભવતો નથી. તે તો તે સ્ત્રી છે કે જે ખોટને અનુભવે છે અને તેથી તે ખૂબ કાળજીપૂર્વક ઘરને વાળે છે અને નીચે તથા પાછળ બધે જ તપાસ કરે છે, જ્યાં સુધી તેણીને તે કિંમતી સિક્કો ન મળે ત્યાં સુધી તેને સંતોષ થતો નથી. કદાચ તમે ખોવાયા હોવાની ‘અનુભૂતિ’નહીં કરતા હો. પરંતુ સત્ય એ છે કે આપણે બધા જ ખોવાયા છીએ, પછી ભલે આપણને તેવું લાગે કે ન લાગે. ઈસુની નજરમાં તમે મૂલ્યવાન છો; પરંતુ તમે ખોવાયેલા સિક્કા જેવા છો અને તેની ખોટ તેઓ અનુભવે છે તેથી તે તમને શોધે છે અને તમને શોધવા માટે મહેનત કામ કરે છે.

તેમની ત્રીજી વાર્તા ખૂબ જાણીતી છે.

ખોવાયેલ દીકરાનું દૃષ્ટાંત

11 પછી ઈસુએ કહ્યું, “એક માણસને બે દીકરા હતા.
12 નાના દીકરાએ તેના પિતાને કહ્યું કે, ‘પિતા, મને સંપતિનો મારો ભાગ આપ!’ તેથી પિતાએ તેના બંને દીકરાઓને મિલકત વહેંચી આપી.
13 “પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો. તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા.
14 તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું. તે પછી તરત જ, જમીન વેરાન થઈ ગઇ અને વરસાદ પડ્યો નહિ. તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું. તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાની જરુંર હતી.
15 તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું. તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો.
16 તે છોકરો એટલો બધો ભૂખ્યો હતો કે જે ખોરાક ભૂંડો ખાતા હતા તે ખાવાની તેને ઈચ્છા થઈ. પરંતુ કોઈ પણ માણસે તેને કંઈ પણ આપ્યું નહિ.
17 “તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી.
18 હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઇશ. હું તેને કહીશ: પિતા, મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યુ છે.
19 હું તારો દીકરો કહેવડાવવાને યોગ્ય નથી. પરંતુ મને તારા નોકરોમાંનો એકના જેવો ગણ.’
20 પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો.“જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં, તેના પિતાએ તેને આવતા જોયો. તેના દીકરા માટે પિતા દુ:ખી થયો. તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી.
21 પુત્રએ કહ્યું, ‘પિતા, મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યુ છે. હું તારો દીકરો કહેવાવાને જેટલો સારો નથી.’
22 “પણ પિતાએ નોકરોને કહ્યું, “જલદી કરો! સારામાં સારાં કપડાં લાવો અને તેને પહેરાવો. અને તેની આંગળીએ વીંટી પહેરાઓ અને પગમાં જોડા પહેરાવો.”
23 એક માતેલું વાછરડું લાવો. આપણે તેને કાપીશું અને આપણી પાસે પુષ્કળ ખોરાક થશે. પછી આપણે મિજબાની કરીશું.
24 મારો દીકરો મરી ગયો હતો, પણ હવે તે ફરીથી જીવતો થયો છે! તે ખોવાઇ ગયો હતો, પણ હમણા તે જડ્યો છે!’ તેથી તેઓએ મોટી મિજબાની કરી.
25 “મોટો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતાં ઘર નજીક આવી પહોંચ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો.
26 તેથી મોટા દીકરાએ નોકરમાંથી એકને બોલાવીને પૂછયું; ‘આ બધું શું છે?’
27 નોકરે કહ્યું; ‘તારો ભાઈ પાછો આવ્યો છે. તારા પિતાએ મોટું વાછરડું જમવા માટે કાપ્યું છે. તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહીસલામત ઘરે પાછો આવ્યો છે.’
28 “મોટો દીકરો ગુસ્સામાં હતો અને મિજબાનીમાં જવા રાજી નહોતો. તેથી તેનો પિતા બહાર આવ્યો અને તેને અંદર આવવા કહ્યું.
29 પુત્રએ તેના પિતાને કહ્યું; ‘મેં ઘણા વર્ષો સુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે! મેં હંમેશા તારી આજ્ઞાનું પાલન કર્યુ છે. પણ તેં કદાપિ મારા માટે એક વાછરડું પણ કાપ્યું નથી. તેં કદાપિ મને કે મારા મિત્રોને મિજબાની આપી નથી.
30 પણ તારા બીજા દીકરાએ કસબણો પાછળ તારા બધા પૈસા વેડફી દીધા અને તે ઘરે આવે છે ત્યારે તું તેને માટે એક રુંષ્ટપુષ્ટ વાછરડું કપાવે છે?’
31 “પણ પિતાએ તેને કહ્યું ‘દીકરા, તું હંમેશા મારી સાથે છે, મારી પાસે જે બધું છે તે તારું જ છે.
32 આપણે ખુશ થવું જોઈએ અને મિજબાની કરવી જોઈએ, કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે. તે ખોવાઇ ગયો હતો, પણ હવે તે પાછો જડ્યો છે.”

‘લુક ૧૫:૧૧-૩૨

આ વાર્તા કાં તો આપણે મોટો દીકરો કે જે ધાર્મિક છે, તે અથવા તો નાનો દીકરો કે જે બહુ દૂર ચાલ્યો જાય છે તે હોય તેમ આપણને જણાવે છે. જો કે મોટા દીકરો તમામ ધાર્મિક પૂજા કરતો હતો, તેમ છતાં ક્યારેય તેના પિતાના પ્રેમાળ હૃદયને સમજી શક્યો ન હતો. નાના દીકરાને લાગ્યું કે તે ઘર છોડીને આઝાદી મેળવશે પરંતુ તે ભૂખમરા અને અપમાનનો ભોગ બન્યો. પછી તે ‘હોશમાં આવ્યો’, અને તેને સમજયું કે તે પાછો તેના ઘરે જઇ શકે છે. પાછા જઇને તે જાહેર કરશે કે પ્રથમ સ્થાને તેણે ખોટું કર્યુ હતું, અને તે સ્વીકારવા માટે નમ્રતાની જરૂર રહેશે. આ સમજાવે છે કે ‘પસ્તાવો’, જેને સ્વામી યોહાને શીખવ્યું હતું, તેનો અર્થ શું છે.

જ્યારે તે તેના અભિમાનને ગળી ગયો અને તેના પિતા પાસે પાછો ગયો ત્યારે તેણે તેની કલ્પના કરતા પણ વધુ તેમના પ્રેમ અને સ્વીકૃતિને પ્રાપ્ત કર્યા. સેન્ડલ, ઝભ્ભો, વીંટી, મિજબાની, આશીર્વાદ, સ્વીકૃતિ – આ બધા આવકારનાર પ્રેમની વાત કરે છે. આ આપણને સમજવામાં મદદ કરે છે કે ઈશ્વર આપણને ખૂબ પ્રેમ કરે છે, અને ઈચ્છે છે કે આપણે તેમની પાસે પાછા ફ઼રીએ. તે માટે જરૂરી છે કે આપણે ‘પસ્તાવો કરીએ’ પરંતુ જ્યારે આપણે તે કરીશું ત્યારે તેઓ આપણને સ્વીકારવા તૈયાર જ હશે.

દક્ષ યજ્ઞમાં આપણે જોઈએ છીએ કે શિવ અને આદિ પારાશક્તિની શક્તિ સામર્થ્ય પણ મૃત્યુને જીતી શકી નથી. સતીના ૫૧ શક્તિ વિખરાયેલા શરીરના ભાગો આજે પણ આ હકીકતની સાક્ષી આપે છે. આ અંતિમ ‘નાશ’ બતાવે છે. તે આ પ્રકારનું ‘ખોવાયેલું’ છે કે જેમાંથી ઈસુ આપણને બચાવવા માટે આવ્યા. આપણે આ જોઈએ છીએ કારણ કે તેઓએ પોતે અંતિમ શત્રુ-મૃત્યુનો સામનો કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *