ઈસુ કાર સેવક તરીકે સેવા આપે છે – અયોધ્યા કરતાં પણ લાંબા સમયથી ચાલ્યા આવતા કલહને પ્રકાશિત કરે છે

  • by

અયોધ્યાનો લાંબો અને કડવાશભર્યો કલહ એક નવા સીમાચિહ્ન સુધી પહોંચ્યો જેને કારણે દૂર ન્યૂયોર્ક શહેરમાં ખળભળાટ મચી ગયો તેવા AsAm News એ સમાચાર આપ્યા. અયોધ્યા વિવાદ એ સો વર્ષો-જુનો રાજકીય, ઐતિહાસિક અને સામાજિક-ધાર્મિક ઝઘડો છે જેનું મૂળ એક જ સ્થળ પર કેન્દ્રિત છે કે જેને બાબરી મસ્જિદના સ્થાન પર પરંપરાગત રીતે મનાતા રામ (રામ જન્મભૂમિ) ના જન્મસ્થળ તરીકે ઓળખાતા સ્થળનું નિયંત્રણ મેળવવા માટેનું છે

બાબરી મસ્જિદના શિલાલેખો અનુસાર, પ્રથમ મોગલ બાદશાહ, બાબરે તેને ૧૫૨૮-૨૯ માં બંધાવ્યું હતું. પરંતુ સદીઓથી બાબરી મસ્જિદ વિવાદોના પડછાયાથી ઘેરાયેલ છે કારણ કે ઘણા લોકો માને છે કે બાબરે તેને રામના જન્મ સ્થળના સ્મ્ર્રુતિ મંદિરના અવષેશો પર બાંધ્યું હતું. સદીઓથી ઝઘડો સળગતો રહ્યો, ઘણી વાર હિંસક તોફાનો અને ગોળીબારમાં ફ઼ેરવાયો.

અયોધ્યા ખાતે કાર સેવકો

વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આયોજિત ૧૯૯૨ ની એક રેલીમાં ૧૫૦ ૦૦૦ કાર સેવકો અથવા ધાર્મિક સ્વયંસેવકો એકઠા થયા હતા. આ કાર સેવકોએ પદયાત્રા દરમિયાન બાબરી મસ્જિદનો નાશ કર્યો હતો. મસ્જિદના વિનાશને કારણે સમગ્ર ભારતમાં તોફાનો થયા હતા. મુંબઈમાં આશરે ૨000 લોકો માર્યા ગયા હતા.

ત્યારથી લઈને ૨0૧૯ સુધી આ ઝઘડો અદાલતોમાં પહોંચ્યો, દેશના રાજકારણને હલાવી નાખ્યું અને શેરીઓમાં તોફ઼ાનો થયાં. રામ મંદિર નિર્માણ શરૂ કરવા તૈયાર કાર સેવકોની ઉપસ્થિતિએ વીએચપીને વેગ આપ્યો.

છેવટે ૨0૧૯ માં, સુપ્રીમ કોર્ટે અંતિમ અપીલ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો. તેણે ચુકાદો આપ્યો  કે વેરાના રેકોર્ડના આધારે જમીન સરકારની છે. તેણે આગળ ઉપર આદેશ આપ્યો  કે ટ્રસ્ટને હિન્દુ મંદિર બનાવવા માટે જમીન પ્રાપ્ત થાય છે.   સરકાર દ્વારા તેમની મસ્જિદ માટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને જમીનનો બીજો વિસ્તાર ફાળવ્યો હતો.

૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ, ભારત સરકારે ઘોષણા કરી કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યા ખાતે રામ મંદિર બનાવશે. ૫ ઓગસ્ટ, ૨૦૨૦ ના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહનું ઉદઘાટન ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ મંદિરના નિર્માણના પ્રારંભમાં જે તણાવ ઉભો થયો હતો તેની અસર ન્યુયોર્ક શહેરમાં પણ અનુભવાઇ હતી.

કાર સેવક મૂળ રૂપે શીખ શબ્દ હતો કે જેનો અર્થ કોઈ વ્યક્તિ ધાર્મિક કારણોસર પોતાની સેવાઓ મુક્ત ઇચ્છાથી કરે છે તે માટે વપરાય છે. આ શબ્દ સંસ્કૃત કાર (હાથ) અને સેવક (સેવક) પરથી આવ્યો છે. અયોધ્યા વિવાદમાં, વીએચપી દ્વારા કાર સેવકોને સંગઠીત કરવામાં આ શબ્દ શીખ પરંપરામાંથી  લીધો હતો.

ઈસુ (અલગ) કાર સેવક તરીકે

પરંતુ, આ અયોધ્યા વિવાદથી પણ ખુબજ લાંબા સમય અગાઉ, ઈસુએ કાર સેવકની ભૂમિકા પણ ભજવી હતી, અને તેમાં આજે પણ માનવ જીવનના ઘણા પાસાઓમાં માણસો માણસો વચ્ચે ભેદ સર્જનાર અને કમજોર કરનારા વિરોધી સામેના સંઘર્ષની ઘોષણા કરી. આ વિવાદ પણ એક કલ્યાણકારી મંદિર આસપાસ કેન્દ્રિત હતો. પરંતુ તેની શરૂઆત નજીકના ગામમાં થઈ જ્યારે ઇસુએ કાર સેવક બનીને, મિત્રોને ખરી જરુરીયાતમાં સ્વૈચ્છિક રીતે મદદ કરી. આ પ્રકારના દયાળુ કૃત્યએ પ્રસંગોની હારમાળા સર્જી, જે દ્વારા ઇતિહાસમાં અયોધ્યા વિવાદ કરતાં પણ વધુ ગહન રીતે આપણા જીવનને અસર પહોંચાડી. ઈસુની કાર સેવક તરીકેની પ્રવૃત્તિઓએ તેમના મુખ્ય મિશનને જાહેર કર્યું.

ઈસુનું મિશન શું હતું?

ઈસુએ શીખવ્યુ, સાજા કર્યા, અને ઘણા ચમત્કારો કર્યા. પરંતુ પ્રશ્ન હજી પણ તેમના શિષ્યો, અનુયાયીઓ અને તેમના દુશ્મનોના મનમાં રહ્યો કે: તે શા માટે આવ્યા હતા? મુસા સહિત અગાઉના ઘણા રૂષિઓએ પણ અજાયબ ચમત્કારો કર્યા હતા. મૂસાએ અગાઉથી જ ધર્મ સંબંધી નિયમ આપ્યો હતો, અને ઈસુ “નિયમ રદ કરવા માટે આવ્યા ન હતા” , તો તેમનું મિશન શું હતું?

ઈસુનો મિત્ર ખૂબ માંદો પડ્યો. તેના શિષ્યોને અપેક્ષા હતી કે ઈસુ તેના મિત્રને સાજો કરશે, કેમ કે તેણે બીજા ઘણા લોકોને સાજા કર્યા હતા. સુવાર્તામાં નોંધાયેલું છે કે તેમણે ફક્ત તેના ઉપચાર કરતાં તેના મિત્રને ઘણી ગહન રીતે મદદ કરવા કેવી રીતે સ્વૈછિક સેવા આપી. તે બાબત જાહેર કરે છે કે તેઓ સ્વેછાથી  તેમનું કાર સેવક તરીકેનું કાર્ય કરતા હતા. અહીં તેની નોંધ છે.

ઈસુએ મૃત્યુનો સામનો કર્યો

યાં લાજરસ નામનો એક માણસ હતો જે માંદો હતો. તે બેથનિયાના ગામમાં રહેતો હતો. આ તે ગામ હતું જ્યાં મરિયમ તથા તેની બહેન માર્થા રહેતાં હતાં.
2 (મરિયમ એ જ સ્ત્રી છે જેણે પ્રભુ (ઈસુ) પર અત્તર છાંટયું હતું અને તેના પગ પોતાના વાળ વડે લૂછયા હતા,) મરિયમનો ભાઈ લાજરસ હતો, જે માણસ હવે માંદો હતો.
3 તેથી મરિયમ અને માર્થાએ ઈસુને કહેવા માટે એક વ્યક્તિને મોકલી, “પ્રભુ, તારો પ્રિય મિત્ર લાજરસ માંદો છે.”
4 જ્યારે ઈસુએ આ સાંભળ્યું, તેણે કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી દેવના મહિમા માટે છે. દેવના દીકરાનો મહિમા લાવવા માટે આમ થયું છે.”
5 (ઈસુએ માર્થા, તેની બહેન અને લાજરસ પર પ્રેમ રાખ્યો હતો.)
6 યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ માંદો છે ત્યારે પોતે જ્યાં હતો તે જ જગ્યાએ તે બે દિવસ વધારે રહ્યો.
7 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “આપણે પાછા યહૂદિયા ફરીથી જવું જોઈએ.”
8 શિષ્યોએ કહ્યું, “પણ રાબ્બી, યહૂદિયામાં યહૂદિઓ તને પથ્થરો વડે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તે ફક્ત થોડા સમય અગાઉ થયું હતું. હવે તું ત્યાં પાછો જવા ઈચ્છે છે?”
9 ઈસુએ ઉત્તર આપ્યો, “ત્યાં દિવસના બાર કલાક પ્રકાશના હોય છે. ખરું ને? જો કોઈ વ્યક્તિ દિવસ દરમ્યાન ચાલે તો પછી તે ઠોકર ખાઈને પડતો નથી. શા માટે? કારણ કે તે આ જગતના પ્રકાશ વડે જોઈ શકે છે.
10 પણ જ્યારે વ્યક્તિ રાત્રી દરમ્યાન ચાલે છે, તે ઠોકર ખાય છે. શા માટે? કારણ કે તેને જોવા માટે મદદ કરનાર પ્રકાશ હોતો નથી.”
11 ઈસુએ આ વાતો કર્યા પછી તેણે કહ્યું, “આપણો મિત્ર લાજરસ હવે ઊંઘે છે. પણ હું તેને જગાડવા જઈશ.”
12 શિષ્યોએ કહ્યું, “પ્રભુ, પણ જો તે ઊંઘતો હશે તો તે સાજો થશે.”
13 ઈસુએ તો તેના મરણ વિષે કહ્યુ હતુ: પણ ઈસુના શિષ્યોને એવું લાગ્યું કે તેણે ઊઘમાં વિસામો લેવા વિષે કહ્યુ હતું.
14 તેથી ત્યાર બાદ ઈસુએ સ્પષ્ટ કહ્યું, “લાજરસ મૃત્યુ પામેલ છે.
15 અને મને આનંદ છે કે હું ત્યાં ન હતો. હું તમારી ખાતર પ્રસન્ન છું. કારણ કે હવે તમે મારામાં વિશ્વાસ કરશો. હવે આપણે તેની પાસે જઈશું.”
16 પછી થોમાએ (જે દિદુમસ કહેવાય છે) બીજા શિષ્યોને કહ્યું, “આપણે પણ જઈશું. આપણે યહૂદિયામાં ઈસુ સાથે મૃત્યુ પામીશું.”
17 ઈસુ બેથનિયામાં આવ્યો. ઈસુએ જોયું કે લાજરસ ખરેખર મૃત્યુ પામેલો છે અને ચાર દિવસથી કબરમાં છે.
18 બેથનિયા યરૂશાલેમથી બે માઈલ દૂર હતું.
19 ઘણા યહૂદિઓ માર્થા અને મરિયમ પાસે આવ્યા. યહૂદિઓ માર્થા અને મરિયમને તેમના ભાઈ લાજરસ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા.
20 માર્થાએ સાંભળ્યું કે ઈસુ આવે છે. તે ઈસુને મળવા સામે ગઈ. પરંતુ મરિયમ ઘરે રહી.
21 માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.
22 પરંતુ હું જાણું છું કે હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે.”
23 ઈસુએ કહ્યું, “તારો ભાઈ ઊઠશે અને તે ફરીથી જીવતો થશે.”
24 માર્થાએ ઉત્તર આપ્યો, “છેલ્લે દિવસે લોકો પુનરુંત્થાન (મરણમાંથી ઉઠશે) પામશે ત્યારે તે ફરીથી પાછો ઊઠશે. એ હું જાણું છું.
25 ઈસુએ તેને કહ્યું, “હું પુનરુંત્થાન છું. હું જીવન છું. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેના મૃત્યુ પછી ફરીથી જીવન પ્રાપ્ત કરશે.
26 અને જે વ્યક્તિ જીવે છે અને વિશ્વાસ કરે છે તે ખરેખર કદી મૃત્યુ પામશે નહિ. માર્થા, શું તું એવો વિશ્વાસ કરે છે?”
27 માર્થાએ ઉત્તર આપ્યો, “હા, પ્રભુ. મને વિશ્વાસ છે કે તું ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. તું જે જગતમાં આવનાર તે જ છે.”
28 માર્થાએ આ બાબત કહી પછી તેની બહેન મરિયમ પાસે પાછી ગઈ. માર્થાએ એકલી મરિયમ સાથે વાત કરી. માર્થાએ કહ્યું, “ગુરુંજી (ઈસુ) અહીં છે. તે તને બોલાવે છે.”
29 જ્યારે મરિયમે આ સાંભળ્યુ, તે ઊભી થઈ અને ઝડપથી ઈસુ પાસે ગઈ.
30 ઈસુ હજુ ગામમાં આવ્યો ન હતો. તે હજુ માર્થા તેને જ્યાં મળી તે જગ્યાએ હતો.
31 યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા. તેઓ તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ. તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે. તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે. તેથી તેઓ તેને અનુસર્યા.
32 મરિયમ ઈસુ જે જગ્યાએ હતો ત્યાં ગઈ. જ્યારે તેણે ઈસુને જોયો. તે તેના પગે પડી. મરિયમે કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”
33 ઈસુએ જોયું કે મરિયમ રડતી હતી. ઈસુએ તે પણ જોયું કે યહૂદિઓ તેની સાથે આવ્યા હતા. તેઓ પણ રડતા હતા. ઈસુનું હૃદય ઘણું દુઃખી થયું અને તે ઘણો વ્યાકુળ હતો.
34 ઈસુએ પૂછયું, “તમે તેને (લાજરસ) ક્યાં મૂક્યો છે?”તેઓ કહે છે, “પ્રભુ આવીને જો.”
35 ઈસુ રડ્યો.
36 અને યહૂદિઓએ કહ્યું, “જુઓ! ઈસુ લાજરસ પર પ્રેમ રાખતો હતો!”
37 પણ કેટલાક યહૂદિઓએ કહ્યું, “ઈસુએ આંધળા માણસની આંખો સાજી કરી છે. ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”
38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું.જ્યાં લાજરસ હતો તે કબર પાસે ઈસુ આવ્યો. તે કબર એક ગુફા હતી. તેના પ્રવેશદ્વારને મોટા પથ્થર વડે ઢાંકેલું હતું.
39 ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ)ની બહેન હતી.
40 પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”
41 તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો.
42 હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”
43 ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!”
44 તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો. ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”

યોહાન ૧૧:૧-૪૪

ઈસુએ સ્વેચ્છાએ સેવા કરી

બહેનોને આશા હતી કે ઈસુ ઝડપથી તેમના ભાઈને સાજા કરવા આવશે. ઈસુએ જાણી જોઈને તેમના આગમનમાં વિલંબ કર્યો, અને શા માટે લાજરસને મરણ પામવા દીધો, તેનું કારણ કોઈને સમજાયું નહીં. તેમાં બે વાર કહેવામાં આવ્યું છે કે ઈસુને ‘ઊંડો નિસાસો નાખ્યો’  અને તે રડ્યા.

કઈ બાબતે તેમને હચમચાવ્યા?

ઈસુ મૃત્યુને કારણે ક્રોધિત હતા, ખાસ કરીને જ્યારે તેમણે તેમના મિત્રને તેના બંધનમાં જોયો ત્યારે.

ફક્ત થોડી માંદગીનો જ નહીં, તે મૃત્યુનો પણ સામનો કરે છે આ હેતુ જણાવવા માટે – તેમણે આવવામાં ચોક્કસપણે વિલંબ કર્યો.  ઈસુ ચાર દિવસ વધુ ત્યાં રોકાયા  જેથી દરેક વ્યક્તિ – અને આપણે પણ આ વાંચીને – ખાતરીપૂર્વક જાણી શકીએ  કે લાજરસ ફક્ત ગંભીર રીતે બિમાર જ ન હતો થયો પણ મરી ગયો હતો.

આપણી મોટી જરૂરિયાત

માંદગીમાંથી લોકોને સાજા કરવા તે, ફક્ત તેમના મૃત્યુને મુલતવી રાખે છે. સાજા થાય કે નહીં, આખરે મૃત્યુ, જેઓ સારા કે ખરાબ, પુરુષ કે સ્ત્રી, વૃદ્ધ કે યુવાન, ધાર્મિક કે અધાર્મિક બધા લોકોને પકડે છે. આદમથી  જ આ સાચું છે, જે આજ્ઞા ભંગના કારણે પ્રાણઘાતક બની ગયો. તેના બધા વંશજોને, એટલે કે તમે અને હું પણ તેમાં સામેલ છીએ, આપણના મ્રુત્યુરુપી દુશ્મન – દ્વારા બંધક રાખવામાં આવ્યા છે. આપણે અનુભવીએ છીએ કે મૃત્યુનો કોઈ જવાબ નથી, કે આશા નથી. જ્યારે ત્યાં માત્ર માંદગી જ છે ત્યારે આશા રહે છે, તેથી જ લાજરસની બહેનોને સાજા થવાની આશા હતી. પરંતુ મૃત્યુ પછી કોઈ આશા નથી એવુ તેઓએ અનુભવ્યુ. આ આપણા માટે પણ સાચું છે. હોસ્પિટલમાં હોય તો થોડી આશા રખાય છે પણ અંતિમ વિધિમાં હોતી નથી. મૃત્યુ આપણો અંતિમ દુશ્મન છે. ઈસુએ આ દુશ્મનને આપણે સારુ હરાવવા માટે સ્વયં સેવા આપેલ છે અને તેથી જ તેમણે બહેનોને જાહેર કર્યું કે:

“પુનરુત્થાન અને જીવન હું છું.”  

યોહાન ૧૧:૨૫

ઈસુ મૃત્યુની શક્તિને તોડવા અને જીવન ઇચ્છતા બધાને જીવન આપવા માટે આવ્યા હતા. તેમણે જાહેરમાં લાજરસને મૃત્યુમાંથી ઉઠાડીને આ કાર્ય માટેનો પોતાનો અધિકાર બતાવ્યો. તેઓ બીજા બધા લોકો માટે પણ એવું જ કરવાની ઓફ઼ર કરે છે જેઓ મૃત્યુને બદલે જીવન ઇચ્છે છે.

પ્રત્યુત્તરથી કલહ શરુ થાય છે

જોકે મૃત્યુ એ બધા લોકોનો અંતિમ દુશ્મન છે, પરંતુ આપણામાંના ઘણા નાના-નાના ‘દુશ્મનો’  સાથે સપડાય છે, જેનાથી સંઘર્ષ (રાજકીય, ધાર્મિક, વંશીય વગેરે) સર્જાય છે જે આપણી આસપાસ હંમેશા રહે છે. આપણે અયોધ્યા સંઘર્ષમાં આ જોઈએ છીએ. જો કે, આ અને અન્ય ઝગડામાં બધા લોકો, જો કે તેમની ‘બાજુ’ સાચી છે કે નહીં,  મૃત્યુ સામે શક્તિવિહીન બને છે. આપણે સતી અને શિવ સાથે આ જોયું.

ઈસુના સમયમાં પણ આ વાત સાચી હતી. આ ચમત્કારના જવાબોથી આપણે જોઈ શકીએ કે તે સમયે વસતા વિવિધ લોકોની મુખ્ય ચિંતાઓ કઇ હતી. સુવાર્તાએ વિવિધ પ્રતિક્રિયાઓની નોંધ કરી છે.

45 ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
46 પરંતુ કેટલાક યહૂદિઓ ફરોશીઓ પાસે ગયા. તેઓએ ઈસુએ જે કર્યુ તે ફરોશીઓને કહ્યું.
47 પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે.
48 જો આપણે તેને આ ચમત્કારો કરવાનું ચાલુ રાખવા દઈશું, તો બધા લોકો તેનામાં વિશ્વાસ કરશે. પછી રોમનો આવશે અને આપણા મંદિર અને રાષ્ટ્રને લઈ લેશે.”
49 ત્યાં કાયાફા નામનો એક માણસ હતો. તે વરસે તે પ્રમુખ યાજક હતો. કાયાફાએ કહ્યું, “તમે લોકો કશું જાણતા નથી!
50 લોકોના માટે એક માણસનું મરવું તે આખા રાષ્ટ્રનો વિનાશ થાય વે કરતાં વધારે સારું છે. પરંતુ તમને આનો ખ્યાલ આવતો નથી.”
51 કાયાફાએ આ વિષે તેની જાતે આનો વિચાર કર્યો નહિ. તે વરસનો તે મુખ્ય યાજક હતો. તેથી તેણે ખરેખર ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદિઓના રાષ્ટ્ર માટે મૃત્યુ પામશે.
52 હા, ઈસુ યહૂદિ રાષ્ટ્રના લોકો માટે મરશે. પરંતુ ઈસુ દેવનાં બીજા બાળકો જે આખા જગતમાં વિખરાયેલા છે તેમનાં માટે પણ મૃત્યુ પામશે. તે બધાઓને ભેગા કરવા અને તે લોકોને એક બનાવવા માટે તે મૃત્યુ પામશે.
53 તે દિવસે યહૂદિ આગેવાનોએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરું કર્યુ.
54 તેથી ઈસુએ યહૂદિઓમાં આજુબાજુ જાહેરમાં ફરવાનું બંધ કર્યુ. ઈસુએ યરૂશાલેમ છોડ્યું અને રણની નજીકની જગ્યાએ ગયો. ઈસુ એફ્રાઈમ નામના શહેરમાં ગયો. ઈસુ ત્યાં તેના શિષ્યો સાથે રહ્યો.
55 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા.
56 લોકો ઈસુની શોધ કરી રહ્યા હતા. તેઓ મંદિરમાં ઊભા રહીને એકબીજાને પૂછતા હતા. શું તે (ઈસુ) ઉત્સવમાં આવે છે? તમે શું ધારો છો?”
57 પરંતુ મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ વિષે ખાસ હુકમ આપ્યો હતો. તેઓએ કહ્યું, કે જો કોઈ વ્યક્તિ ઈસુ ક્યાં છે તે જાણે તો તે માણસે તેઓને જણાવવું જોઈએ. પછી મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને પકડી શકે.

યોહાન ૧૧:૪૫-૫૭

આગેવાનો યહુદી મંદિરના દરજ્જા વિશે વધુ ચિંતિત હતા. એક સમૃદ્ધ મંદિરે સમાજમાં તેમની પ્રતિષ્ઠતાની ખાતરી કરી આપી. તેઓ મૃત્યુના અભિગમ કરતાં તેના વિશે વધુ ચિંતિત હતા.

તેથી તણાવ વધ્યો. ઈસુએ જાહેર કર્યું કે તેઓ ‘જીવન’  અને ‘પુનરુત્થાન’  છે અને મરણને  પરાજિત કરશે. આગેવાનોએ તેમના મોતનું કાવતરું કરીને જવાબ આપ્યો. ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો, પરંતુ ઘણા લોકો શું માનવું તે જાણતા ન હતા.

તમારી જાતને આ પૂછો

જો તમે લાજરસને ઉઠાડેલો જોયો હોય તો તમે શું પસંદ કરશો? શું તમે ફરોશીઓની જેમ, કેટલાક સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરો છો જે ઇતિહાસ ટૂંક સમયમાં ભૂલી જશે, અને મૃત્યુથી જીવનની સફર ગુમાવશે? અથવા તમે તે બધું સમજયા ન હો તો પણ, પુનરુત્થાનની તેમની ઓફર પર વિશ્વાસ કરીને, તમે તેનામાં ‘વિશ્વાસ કરશો’? સુવાર્તા જે જુદાં જુદાં પ્રતિભાવો નોંધે છે તે એ જ તેની પ્રસ્તાવના સમાન પ્રતિસાદ છે જે આપણે આજે કરીએ છીએ. તે આપણા માટે તે જ મૂળ વિવાદ છે જે પ્રથમ હતો.

પાસ્ખા પર્વ નજીક આવતાની સાથે જ આ વિવાદો વધી રહ્યા હતા – આ તહેવારની શરૂઆત 1500 વર્ષ પહેલાં મૃત્યુના સંકેત તરીકે થઈ હતી. સુવાર્તા બતાવે છે કે ઈસુએ ખજૂરી રવિવાર તરીકે ઓળખાતા દિવસે, વારાણસી જેવા મરેલાના પવિત્ર શહેરમાં પ્રવેશ કર્યો, તે રીતે મૃત્યુની સામે પોતાના કાર સેવક મિશનને પૂર્ણ કરવા કેવી રીતે રવાના થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *