સંસ્કૃત અને હિબ્રુ શાસ્ત્રોનો સંગમ: શા માટે?

આપણે સંસ્કૃત વેદોમાં મનુના અને હિબ્રુ શાસ્ત્રોમાં નૂહના વૃતાંતમાં રહેલી સમાનતાઓ જોઈ ગયા. આ સમાનતાઓ પ્રલયના વૃતાંતથી કંઈ વધારે ઊંડી અને ગહન છે. સમયને પરોઢિયે પુરૂષાના બલિદાનનું વચન (બાંહેધરી) અને હિબ્રુ શાસ્ત્રના ઉત્પત્તિના પુસ્તકમાં આપવામાં આવેલા સંતાનનું વચન (બાંહેધરી) માં પણ અજબ સમાનતા છે. આપણે આ સમાનતા કેમ જોવા મળે છે? શું આ યોગાનુયોગ છે કે સંયોગ? શું એક વૃતાંત બીજા પાસેથી ઉછીનું લે છે કે પછી ચોરી કરે છે? એક સૂચન અહીં આપવામાં આવ્યું છે.  

પ્રલય બાદ – બાબેલનો બુરજ

નૂહના વૃતાંત બાદ વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) તેના ત્રણ પુત્રો અને તેમના વંશજોની વાત આગળ વધારતા નોંધે છે : “તેઓથી જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિભાગ થયા.” (ઉત્પત્તિ ૧૦:૩૨). સંસ્કૃત વેદો પણ જાહેર કરે છે કે મનુને ત્રણ પુત્રો હતા જેમાંથી સર્વ માનવજાતનો વંશ વધ્યો. પરંતુ આ ‘વિભાગ’ અથવા વિસ્તરણ કેવી રીતે થયુ?

પ્રાચીન હિબ્રુ શાસ્ત્ર નૂહના આ ત્રણ પુત્રોના વંશજોની નામાવલિ નોંધે છે – સંપૂર્ણ નામાવલિ અહીં છે. આ વૃતાંતમાં આગળ એવું વિવરણ છે કે કેવી રીતે આ વંશજોએ ઈશ્વર (પ્રજાપતિ)ની સૂચનાઓનો અનાદર કર્યો – સર્જનહાર જેમણે તેમને ‘પૃથ્વીને ભરપુર કરવાની’ આજ્ઞા આપી હતી (ઉત્પત્તિ ૯:૧). તેના બદલે આ લોકો એકઠાં થઈ બુરજ બનાવવા લાગ્યા. તે તમે અહીં વાંચી શકો. આ બુરજ ‘આકાશ સુધી પહોંચ્યો’ (ઉત્પત્તિ ૧૧:૪) જેનો અર્થ એ હતો કે આ નૂહના વંશજો સાચા સર્જનહારને બદલે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો વગેરેની ઉપાસના કરવા સારુ બુરજ બાંધી રહ્યાં હતા. આ જાણીતી હકીકત છે કે તારા (નક્ષત્ર)ની પૂજા-અર્ચના કરવાની શરૂઆત મેસોપોટામિયાથી થઈ હતી (આ વંશજો જ્યાં રહેતા હતા) જ્યાંથી તે આખી દુનિયામાં ફેલાઈ.  

સર્જનહાર (ઈશ્વર)ની આરાધના કરવાને બદલે આપણા પૂર્વજોએ તારામંડળોની ઉપાસના કરી. વૃતાંતમાં આગળ કહે છે કે આ બધું નિષ્ફળ કરવા માટે અને આ ભ્રષ્ટ આરાધના અફર ના બની જાય તે સારું  સર્જનહારે એવો આદેશ કર્યો કે

… તેમની ભાષા ઉલટાવી દઈએ જેથી તેઓ એકબીજાની બોલી ન સમજે.

ઉત્પત્તિ ૧૧:૭

આના પરિણામે, નૂહના આ પ્રારંભિક વંશજો એકબીજાને સમજી ના શક્યા, આ રીતે સર્જનહારે

એમ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યાં

ઉત્પત્તિ ૧૧:૮

આ લોકો જયારે એકબીજા સાથે વાત-વ્યવહાર જ કરી શક્યા, તેઓ પોતાની ભાષાના જૂથો (સમૂહો) બનાવી એકબીજાથી દૂર જઈ વસી ગયા અને આમ ‘વિખેરાઈ’ ગયા. શા માટે ભિન્ન ભિન્ન દેશોના લોકો ભિન્ન ભિન્ન ભાષાઓ બોલે છે તે આ થકી સમજી શકાય છે, પણ દરેક જૂથનું આદિકેન્દ્ર તો મેસોપોટેમિયા હતું (કોઈવાર ઘણી પેઢીઓ સુધી) જ્યાંથી વિખેરાઈ આજે તેઓ જ્યાં છે ત્યાં વસી ગયા. આથી તેમનો સબંધિત ઈતિહાસ સમયના આ બિંદુ પછી અલાયદો થઈ ગયો. પરંતુ દરેક ભાષાના જૂથ (જે થકી પ્રારંભિક દેશો ઘડાયા)નો આ સમયબિંદુ સુધીનો ઈતિહાસ એક જ (સહિયારો) હતો. આ એક જ અથવા સહિયારા ઈતિહાસમાં પુરૂષાના બલિદાન થકી મોક્ષનું વચન (બાંહેધરી) અને મનુ (નૂહ)નું પ્રલય વૃતાંત સમાવિષ્ટ હતુ. સંસ્કૃત ઋષિઓએ આ બધી ઘટનાઓ તેમના વેદો વડે યાદ રાખી અને હિબ્રુ ઋષિઓએ આ જ ઘટનાઓ તેમના શાસ્ત્રો (ઋષિ મૂસાદ્વારા લખાયેલ તોરાહ) વડે યાદ રાખી.

દુનિયાભરમાંથી પ્રલયના વિવિધ વૃતાંતોનું પ્રમાણ (સાક્ષી)

રસપ્રદ બાબત એ છે કે જળપ્રલયનું વૃતાંત ફક્ત પ્રાચીન હિબ્રુ અને સંસ્કૃત વેદોમાં જ સચવાયું છે એવું નથી. વિશ્વમાં અલગ અલગ સમુદાયના લોકો તેમના સબંધિત ઈતિહાસમાં મહાન પ્રલયની વાત સંભારે છે. તેનું ઉદાહરણ છે અહીં આપેલ સારણી.   

બાઈબલ અને વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં જોવા મળતા જળપ્રલયના વૃતાંતની સરખામણી

સારણીમાં ઉપરનો ભાગ (અક્ષાંશ) વિશ્વમાં વસતા વિવિધ ભાષાના જૂથો બતાવે છે – જે બધા ખંડમાં વિસ્તારિત છે. સારણીમાં જે નાના કોષ છે તે હિબ્રુશાસ્ત્રના પ્રલયના વૃતાંતની વિવિધ વિગતો તેમના પોતાના ઈતિહાસમાં સમાવિષ્ટ છે કે કેમ તે દર્શાવે છે. કાળા ખાના (કોષ) દર્શાવે છે કે આ વિગત તેમના ઇતિહાસમાં પણ છે, જયારે કોરા ખાના (કોષ) દર્શાવે છે કે આ વિગત તેમના સ્થાનિક ઈતિહાસમાં નથી. તમે જોઈ શકો છો કે લગભગ બધા જ જૂથો પાસે થોડીક તો એકસરખી ‘યાદો’ હતી કે જળપ્રલય એ સર્જનહારનો ન્યાય (ઈન્સાફ) હતો પણ થોડા મનુષ્યોનો મોટી નાવ દ્વારા બચાવ થયો. બીજા શબ્દોમાં કહીએ તો આ જળપ્રલયનું સ્મરણ ફક્ત વેદો અને હિબ્રુ શાસ્ત્રોમાં છે એમ નહિ, પણ આખા વિશ્વમાં અને વિભાજીત ખંડોમાં પણ અલગ અલગ સાંસ્કૃતિક ઈતિહાસમાં આ મળી આવે છે.          

હિંદુ પંચાંગનું પ્રમાણ (સાક્ષી)

હિંદુ પંચાંગ – મહિનાના દિવસો ઉપરથી નીચે આવે છે, પણ તેમાં સાત દિવસનું અઠવાડિયું છે

હિંદુ પંચાંગ અને પશ્ચિમી કેલેન્ડર વચ્ચેની સામ્યતા અને તફાવત આ જ પ્રમાણે તેમના પ્રાચીન સહિયારા સ્મરણ (યાદો)નો પુરાવો છે. મોટાભાગના હિંદુ પંચાંગની રચના એવી છે કે દિવસો ગોઠવણી ઉપરથી નીચે તરફ (સ્તંભિક) હોય છે, જયારે પશ્ચિમી કેલેન્ડરમાં દિવસોની ગોઠવણી કતારબંધ (ડાબેથી જમણે) હોય છે જે પશ્ચિમી દેશો માટે સાર્વજનિક (સામાન્ય) છે. ભારતમાં કેટલાંક પંચાગ (કેલેન્ડર) હિન્દી અંક (१, २,  ३ …) નો ઉપયોગ કરે છે, અને કેટલાંક પશ્ચિમી અંક (1, 2, 3…)નો ઉપયોગ કરે છે. આ તફાવત અપેક્ષિત છે કેમ કે કેલેન્ડર દર્શાવવાની કોઈ ‘સાચી’ રીત છે જ નહિ. પરંતુ બધા કેલેન્ડર મધ્યવર્તી સમાનતા ધરાવે છે. હિંદુ પંચાંગ ૭-દિવસનું અઠવાડિયું ગણે છે – પશ્ચિમના કેલેન્ડરની જેમ જ. શામાટે? આપણે જાણીએ છીએ કે કેલેન્ડર વર્ષો અને મહિનાઓમાં વિભાજીત હોય છે, જેમ કે પશ્ચિમી કેલેન્ડર પૃથ્વીની સૂર્ય ફરતે પ્રદક્ષિણા અને ચંદ્રની પૃથ્વી ફરતે પ્રદક્ષિણા પર આધારિત છે – આ કેલેન્ડર માટે ખગોળીય આધાર પૂરો પાડે છે જે સર્વ લોકોમાં જ્ઞાત હતું. ૭-દિવસના અઠવાડિયા માટે જો કે કોઈ જ ખગોળીય આધાર નથી. આ તો મનુષ્યની પ્રણાલિકા અને પરંપરાથી આવે છે જે ઈતિહાસમાં બહુ દૂર સુધી જાય છે (કેટલી દુર એ તો કોઈને ખબર નથી).   

… અને બૌદ્ધ થાઈ કેલેન્ડર

થાઈ કેલેન્ડર ડાબે થી જમણી તરફ જાય છે, પણ વર્ષ પશ્ચિમ દેશો કરતાં અલગ હોય છે – પણ અઠવાડિયું તો ૭-દિવસનું જ

બૌદ્ધ દેશ તરીકે, થાઈલેન્ડના લોકો તેમના વર્ષની ગણતરી ગૌતમ બુદ્ધના જીવન પરથી કરે છે આથી તેમના વર્ષો પશ્ચિમ (કેલેન્ડર) કરતાં ૫૪૩ વર્ષ વધારે હોય છે (એટલે કે વર્ષ ઈ. ૨૦૧૯ તેમને માટે ૨૫૬૨ બીઈ – બુદ્ધિસ્ટ એરા – થાઈ કેલેન્ડરમાં). પણ ફરીથી, તેમનુ અઠવાડિયું પણ ૭-દિવસનું જ હોય છે. એ તેમને ક્યાંથી મળ્યું? અલગ અલગ દેશોમાં આપણા કેલેન્ડરો જેઓ ઘણી બધી રીતે એકબીજાથી ભિન્ન હોય છે, પણ ૭-દિવસના અઠવાડિયા પર જ આધારિત શા માટે હોય છે? સમયના આ એકમ માટે કોઈ સચોટ ખગોળીય આધાર છે જ નહિ.      

પ્રાચીન યુનાનીઓનું અઠવાડિયા વિશે પ્રમાણ (સાક્ષી)

પ્રાચીન યુનાનીઓ પણ પોતાના કેલેન્ડરમાં ૭-દિવસનું અઠવાડિયું જ વાપરતા.

પ્રાચીન યુનાની વૈધ હિપ્પોક્રેટ્સ, જે ઈ.પૂ.૪૦૦ માં જીવ્યા વળી જેમને આધુનિક ઔષધવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે, તેમણે ઘણાં પુસ્તકો લખ્યા જેમાં તેમના ઔષધીય અવલોકનો નોંધ્યા હતા  જેમાંથી ઘણાં આજ સુધી સચવાયેલ છે. આ બધી નોંધમાં ‘અઠવાડિયા’ને તેઓ સમયના એક એકમ તરીકે વાપરે છે. કોઈ રોગના વધતા જતા લક્ષણો વિશે લખતા તેઓ જણાવે છે:

ચોથો દિવસ સાતમાંનો સૂચક છે; આઠમો બીજા અઠવાડિયાનો આરંભ છે; તેથી, અગિયારમો, બીજા અઠવાડિયાનો ચોથો હોવાથી તે પણ સૂચક છે; અને ફરી સાતમો સૂચક છે, ચૌદમાંથી ચોથા તરીકે, અને અગિયારમાંથી સાતમો પણ…

હિપ્પોક્રેટ્સ, વિસુત્રો. #૨૪

એરીસ્ટૉટલ, ઈ.પૂ. ૩૫૦માં લખતા નિયમિત રીતે ‘અઠવાડિયા’ને સમયનું સીમાંકન કરવા સારુ વાપરતા. એક ઉદાહરણનો ઉલ્લેખ કરતા તેઓ લખે છે:

મોટાભાગના બાળમરણ જયારે બાળક એક અઠવાડિયાનું હોય છે ત્યારે થાય છે, આથી બાળકનું નામકરણ ત્યારબાદ જ કરવું વ્યવહારિક છે, એવા ભરોસા સાથે કે હવે તેને બચવાની સારી તક છે.

એરીસ્ટૉટલ, પ્રાણીઓનો ઈતિહાસ, ભાગ ૧૨, ઈ. પૂ. ૩૫૦

આ યુનાની લેખકો જેઓ ભારત અને થાઈલેન્ડથી આટલા દૂર હોવા છતાં ‘અઠવાડિયા’ વિશેનો આવો જ વિચાર ક્યાંથી મેળવે છે? વળી તેનો એવી રીતે ઉપયોગ કરે છે જાણે કે યુનાની વાચકો તેનો મતલબ સમજતા જ હોય. કદાચને કોઈ એવી ઐતિહાસિક ઘટના બની હશે જેની સાક્ષી ભૂતકાળની આ બધી સંસ્કૃતિઓ રહી હશે (તેઓ કદાચને તે ઘટના ભુલી પણ ગયા હોય) જે થકી ૭-દિવસનું અઠવાડિયું પ્રસ્થાપિત થયું.    

હિબ્રુ શાસ્ત્ર આવી જ એક ઘટના વર્ણવે છે – આરંભમાં દુનિયાનું સર્જન. પ્રાચીન વૃતાંતમાં તેની વિગતો છે જેમાં સર્જનહાર સાત દિવસમાં જગતનું સર્જન કરે છે વળી આદિ મનુષ્યને પણ ઉત્પન્ન કરે છે (૬ દિવસમાં, ૭મો વિશ્રામનો દિવસ). આથી જ આદિ મનુષ્યોએ પોતાના કેલેન્ડરમાં ૭-દિવસના અઠવાડિયાને સમયના એક એકમ તરીકે વાપરી. પાછળથી જયારે ભાષાની ગરબડને લીધે સઘળી માનવજાત વિખેરાઈ ગઈ, આ મુખ્ય ઘટનાઓ જે તેમના ‘વિખેરાઈ’ જવાના પહેલા બની તેનું સ્મરણ ઘણાં ભાષાજુથોને રહ્યું જેમાં આવનારા બલિદાનનું વચન વળી જળપ્રલય વૃતાંત અને ૭-દિવસના અઠવાડિયાનો સમાવેશ થયો હશે. કેમ કે આ યાદો શરૂઆતની માનવજાત માટે એક જીવંત કલાકૃતિ જેવી હતી અને એક વિધાન તરીકે આની વિવિધ શાસ્ત્રોમાં નોંધ લેવામાં આવી. હિબ્રુ શાસ્ત્રો અને સંસ્કૃત વેદો વચ્ચેની સમાનતા સમજવાનો આ એક સીધો અને સાચો રસ્તો છે. ઘણાં લોકો આ પ્રાચીન લખાણોને અંધશ્રદ્ધાથી ભરેલી પૌરાણિક વાતો સમજી રદબાતલ કરી દે છે, પણ તેમની વચ્ચેની સમાનતા આપણને તેમને વધુ ગંભીરતાથી જોતા અને તેમના સબધી  વિચારતા કરવા જોઈએ.   

આદિ માનવજાતનો ઈતિહાસ સહિયારો હતો જેમાં સર્જનહાર તરફથી મોક્ષનું વચન (બાહેંધરી)નો પણ સમાવેશ થતો હતો. પણ આ વચન (બાંહેધરી) કેવી રીતે પરિપૂર્ણ થઈ? આપણે એક પવિત્ર મનુષ્ય વિશે આગળ વાત કરીશું જે ભાષાની ગરબડને લીધે વિખેરાઈ જવાના તુરંત બાદ જ જીવન જીવ્યા હતા. તેને આપણે હવે પછી જોઈશું.

[પ્રાચીન સ્મરણો જે આ પ્રકારની વધુ સમરૂપતા દર્શાવે તે પર વધુ દ્રષ્ટિ કરવા – પરંતુ આ વખતે ચીની ભાષામાં લખાણ દ્વારા અહીં જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *