રામાયણથી ઉત્તમ એક પ્રેમ મહાકાવ્ય – તમે તેમાં ભાગ લઈ શકો છો

જ્યારે કોઈ મહાન મહાકાવ્યો અને પ્રેમ કથાઓ પર વિચાર કરે છે, ત્યારે રામાયણ ચોક્કસપણે આ યાદીમાં ટોચ પર આવે છે. આ મહાકાવ્યના ઘણા ઉમદા પાસાં છે:

  •  રામ અને સીતા વચ્ચેનો પ્રેમ,
  •  સિંહાસન માટે લડવાની જગ્યાએ વનવાસની પસંદગી કરવામાં રામની નમ્રતા,
  •  રાવણના અનિષ્ટ સામે રામની ભલાઈ,
  •  રાવણની કેદમાં રહેતા હોવા છતાં સીતાની પવિત્રતા,
  •  તેણીને બચાવવામાં રામની બહાદુરી.
રામાયણના ઘણા નાટ્ય રુપાંન્તરોને દર્શાવવામાં આવ્યા છે

અનિષ્ટ ઉપર સારાના વિજયના લાંબા માર્ગને લીધે, જે રીતે તે તેના નાયકોના ચારિત્રને બહાર લાવે છે, તે બાબતે રામાયણને એક અનંત મહાકાવ્ય બનાવ્યું છે. આ કારણોસર સમુદાયો દર વર્ષે, ખાસ કરીને વિજયાદશમીના (દશેરા, દશરા અથવા દશૈન) તહેવાર દરમિયાન, ઘણીવાર રામચરિતમાનસ જેવા રામાયણમાંથી લેવામાં આવતા સાહિત્ય પર આધારિત રામલીલા કરે છે.

આપણે રામાયણમાં ભાગલઇ શકતા નથી

રામાયણની મુખ્ય ખામી એ છે કે આપણે તેને ફક્ત વાંચી, સાંભળી અથવા તેના નાટકને જોઈ શકીએ છીએ. કેટલાક લોકો રામલીલામાં ભાગ લઈ શકે છે, પરંતુ રામલીલા એક વાસ્તવિક વાર્તા નથી. તે સારું ન હોત જો આપણે ખરેખર અયોધ્યાના રાજા દશરથની રામાયણની દુનિયામાં પ્રવેશ કરી શકીએ અને તેના સાહસોમાં રામનો સાથ આપી શકીએ?

આ મહાકાવ્ય જેમાં આપણને ભાગ ’લેવા માટે’ આમંત્રિત કર્યા છે

જોકે તે આપણા માટે પ્રાપ્ય નથી, તેમ છતાં રામાયણના સમાન કક્ષાએ એક બીજું મહાકાવ્ય છે, જેમાં આપણને પ્રવેશ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહાકાવ્યની રામાયણ સાથે ઘણી સમાનતાઓ છે કે આપણે રામાયણનો ઉપયોગ કરીને વાસ્તવિક જીવનના મહાકાવ્યને સમજવા માટે ઉદાહરણ તરીકે લઇ શકીએ છીએ. આ મહાકાવ્ય પ્રાચીન હીબ્રુ વેદોને બનાવે છે, જેને હવે બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ મહાકાવ્ય જે વિશ્વમાં આપણે જીવીએ છીએ તેમાં ભજવાય છે, જે આપણને તેના નાટકમાં ભાગ લેવાની છુટ આપે  છે. જોકે આપણે માટે તેની વાર્તા અને જે ભૂમિકા આપણે ભજવીએ છીએ તે રામાયણના દૃષ્ટિકોણથી નવું હોઈ શકે.

હીબ્રુ વેદ: રામાયણ જેવું એક પ્રેમ મહાકાવ્ય

રામાયણના કેન્દ્રબીંદુમાં રામ અને સીતાના પ્રેમની કહાની છે

જોકે આ મહાકાવ્યમાં, ઘણા અન્ય પસંગો સામેલ છે, પણ રામાયણના કેન્દ્રબીંદુમાં રામ એક નાયક, અને સીતા તેની નાયિકા, વચ્ચે એક પ્રેમ કથા રચે છે. તે જ રીતે, જોકે, હીબ્રુવેદમાં ઘણા અન્ય પ્રસંગો સામેલ કરવામાં આવેલ છે છતાં બાઇબલના કેન્દ્રબીંદુમાં પણ એક પ્રેમ કથા છે કે જેમાં  ઇસુ (નાયક) અને આ વિશ્વના લોકો જે તેમની કન્યા બને છે, જેમ કે સીતા રામની કન્યા બની તેમ. જેમ રામાયણમાં સીતાને એક મહત્વની ભૂમિકા ભજવવાની હતી, તેવી જ રીતે બાઇબલની વાર્તામાં પણ આપણે મહત્વની ભૂમિકા ભજવવાની છે.

પ્રારંભમાં: પ્રેમ ખોવાઈ ગયો

પરંતુ ચાલો આપણે શરૂઆત કરીએ. બાઇબલ જણાવે છે કે પૃથ્વીમાંથી ઈશ્વરે માણસને બનાવ્યો હતો, તે જ રીતે મોટાભાગના રામાયણ ગ્રંથોમાં સીતા પૃથ્વીમાંથી બહાર નીકળી આવ્યા હતા તેમ જણાવે છે. ઈશ્વરે આવું કર્યું કારણ કે તે માણસ પર પ્રેમ કરે છે, તેની સાથે સંબંધ ઇચ્છે છે. પ્રાચીન હીબ્રુ વેદોમાં લોકો માટે ઈશ્વર તેમની ઇચ્છાનું વર્ણન કેવી રીતે કરે છે તેની નોંધ લો

હું તેણીને જમીનમાં મારા માટે રોપીશ.
    મેં જેઓને ‘મારા અપ્રિય’ કહ્યાં હતાં તેમને મારો પ્રેમ બતાવીશ,
હું તે લોકો જે ‘મારા લોક નથી’ તરીકે ઓળખાય છે
    તેમને ‘તમે મારા લોકો’ છો તેમ કહીશ, અને તેઓ કહેશે, ‘તમે અમારા દેવ છો.’”

હોશિયા ૨:૨૩

ખલનાયક દ્વારા નાયિકાને કેદ કરવી

રાવણ સીતાનું અપહરણ કરે છે, તેને રામથી અલગ કરે છે

જોકે ઈશ્વરે આ સંબંધ માટે માનવજાતની રચના કરી હોવા છતાં, એક ખલનાયકે આ સંબંધને નષ્ટ કરી દીધો. જેમ રાવણ સીતાનું અપહરણ કરે છે અને તેને તેના સામ્રાજ્ય લંકામાં કેદ કરે છે, તેમ ઈશ્વરનો શત્ર્રુ, શેતાન, જેને ઘણીવાર અસુર- સાપ તરીકે દર્શાવવામાં આવ્યો છે, તે માનવજાતને બંદી બનાવી લે છે. બાઇબલ આ શબ્દોમાં તેના નિયંત્રણ હેઠળની આપણી પરિસ્થિતિનું વર્ણન કરે છે.

ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું. હા, ભૂતકાળમાં તમે જગત જે રીતે જીવે છે તે રીતે જીવ્યા અને તે અપરાધોમાં તમે દુષ્ટ વાયુની સત્તાના અધિકારીને અનુસર્યા. અને જે લોકો દેવના આજ્ઞાંકિત નથી તેમને તે જ આત્મા અત્યારે પ્રભાવિત કરી રહ્યો છે. ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા.

એફેસી ૨:૧-૩

આવનાર સંઘર્ષનું નિર્માણ થવું

જ્યારે રાવણે સીતાને તેના રાજ્યમાં કેદ કરી લીધા હતા, ત્યારે રામે તેમને ચેતવણી આપી હતી કે તે તેણીને બચાવશે અને તેનો નાશ કરશે. તે જ રીતે, જ્યારે શેતાન પાપ અને મૃત્યુ દ્વારા આપણું પતન લાવ્યો, ત્યારે ઈશ્વરે માનવ ઇતિહાસની શરૂઆતમાં જ શેતાનને ચેતવણી આપી હતી કે, તે સ્ત્રીના વંશ દ્વારા શેતાનનો નાશ કેવી રીતે કરશે – આ કોયડો, જે આ વિરોધીઓ સાથે સંઘર્ષનું કેન્દ્રબિંદુ બન્યો.

પ્રાચીન સમયમાં જ ઈશ્વરે આ બીજના આવવાની પુષ્ટિ કરી:

તે જ રીતે રામાયણમાં રાવણ અને રામ વચ્ચેનો તણાવ જોવા મળે છે:

  • અશક્ય ગર્ભધારણ અવસ્થા (દશરથની પત્નીઓ દૈવી મદદ વિના ગર્ભધારણ કરી શકતી ન હતી),
  •  પુત્રનો ત્યાગ (દશરથે રામને વનવાસ માટે દેશનિકાલ કર્યા હતા),
  • લોકોનો બચાવ (રાક્ષશ સુબાહુએ જંગલના મુનીઓ પર, ખાસ કરીને વિશ્વામિત્રને ત્રાસ આપતા, ત્યાં સુધી કે રામે તેનો નાશ ન કર્યો)
  • શાહી રાજવંશની સ્થાપના (આખરે રામે રાજા તરીકે શાસન પ્રાપ્ત કર્યું).

નાયક તેના પ્રેમને બચાવવા આવે છે

સુવાર્તાઓ પ્રગટ કરે છે, કે ઈસુ તે એક બીજ તરીકે વચન પ્રમાણે કુંવારી સ્ત્રીના પેટે જન્મ લેશે. જેમ રાવણ દ્વારા કેદ કરાયેલ સીતાને બચાવવા માટે રામ આવ્યા, તે જ રીતે મૃત્યુ અને પાપમાં ફસાયેલા લોકોને બચાવવા ઈસુ પૃથ્વી પર આવ્યા. જો કે, રામની જેમ, તે અલૌકિક રાજવી હતા, તેમ છતાં તેમણે સ્વેચ્છાએ તેમનો વિશેષાધિકાર અને પરાક્રમ છોડી પોતાને ખાલી કર્યા. બાઇબલ તેનું વર્ણન આ રીતે કરે છે

તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવાં હોવાં જોઈએ.

ખ્રિસ્ત પોતે દેવ જેવો હતો અને દેવ સમાન હતો.
    પરંતુ ખ્રિસ્ત દેવને સમાન હોવા છતાં તે સમાનતાને તે વળગી રહેવુ જરૂરી માનતો ન હતો.
પોતાનું દેવની સમકક્ષ હોવાનું સ્થાન તેણે છોડી દીધું.
    અને દાસ જેવા બનવાનું કબૂલ્યું.
તે માનવ તરીકે જન્મ્યો અને દાસ જેવો બન્યો.
    અને જ્યારે તે માનવ તરીકે જીવતો હતો, ત્યારે તે દેવ પ્રત્યે આજ્ઞાંકિત રહ્યો અને પોતાની જાતે વિનમ્ર બન્યો,
    તે વધસ્તંભ પર મરવાની અણી પર હતો છતાં પણ આજ્ઞાંકિત રહ્યો.

ફિલિપી ૨:૫b-૮

હાર દ્વારા વિજય

શારીરિક યુદ્ધ દ્વારા રામે રાવણને હરાવ્યો.

રામાયણના અને બાઇબલ મહાકાવ્ય વચ્ચે આ એક મોટો તફાવત જોવા મળે છે. રામાયણમાં, રામે શક્તિના બળ પર રાવણને પરાજિત કર્યો. તેઓ તેને વિરતાના યુદ્ધમાં મારી નાખે છે.

ઈસુનો વિજય દેખીતી હારને કારણે થયો હતો

ઈસુ માટે વિજયનો રસ્તો અલગ પ્રકારનો હતો; તે હારના માર્ગમાંથી પસાર થયો. ભવિષ્યવાણી પ્રમાણે ઈસુએ શારીરિક યુદ્ધ જીતવાને બદલે શારીરિક મૃત્યુ મેળવ્યું. તેમણે આ કર્યું કારણ કે આપણે મૃત્યુના બંધનમાં બંધાયેલા હતા, તે માટે તેમણે મૃત્યને હરાવવું જરૂરી હતું. તેમણે મરણમાંથી સજીવન થઈને આ કર્યું, જેને આપણે ઐતિહાસિક રીતે ચકાસી શકીએ છીએ. તેમણે આપણા માટે ખરેખર મરણ પામીને પોતાને સોંપ્યા. જેમ બાઇબલ ઈસુ વિષે જણાવે છે કે

14 તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.

તિતસ ૨: ૧૪

પ્રેમીનું આમંત્રણ

રામાયણમાં, રાવણને હરાવીને રામ અને સીતા ફરી એક થયા. બાઇબલના મહાકાવ્યમાં, હવે ઈસુએ મૃત્યુને પરાજિત કરી દીધું છે, તે જ રીતે ઈસુએ તમને અને મને ભક્તિનો પ્રતિભાવ આપવા દ્વારા તેમના બનવાનું આમંત્રણ આપ્યું છે. જેઓ આ પસંદ કરે છે તે તેમની કન્યા બને છે

25 જે રીતે ખ્રિસ્ત મંડળીને ચાહે છે તે રીતે પતિએ પોતાની પત્નીને ચાહવી જોઈએ. 26 ખ્રિસ્ત મંડળી માટે અને મંડળીને પવિત્ર કરવા મૃત્યુ પામ્યો. ખ્રિસ્તે સુવાર્તાનો ઉપયોગ કર્યો કે જેથી પાણીથી ધોયા જેવી નિર્મળ મંડળી તેની જાતને ભેટ કરી શકે. 27 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો કે જેથી તે પોતાની જાતને પૂર્ણ મહિમાવંત નવવધૂની જેમ મંડળીને અર્પણ કરી શકે. તે મૃત્યુ પામ્યો કે જેથી મંડળી કોઈ પણ ઉણપ, પાપ વગરની શુદ્ધ બને કે જેમાં બીજું કોઈ પણ ખોટું તેની સાથે હોય નહિ કે અનાચારી વસ્તુ ન હોય.

એફેસી ૫:૨૫-૨૭

32 હું ખ્રિસ્ત અને મંડળી વિષેના ગૂઢ સત્યની વાત કરું છું જે ખૂબ જ મહત્વનું છે.

એફેસી ૫:૩૨

સુંદર અને પવિત્ર બનવા માટે

રામ સીતાને પ્રેમ કરે છે કારણ કે તે સુંદર છે

રામાયણમાં, રામ સીતાના પ્રેમમાં પડ્યા કારણ કે તે સુંદર હતાં. તે શુધ્ધ ચારિત્ર્ય ધરાવતા હતાં. બાઇબલનું મહાકાવ્ય આ જગતમાં આપણે જેઓ શુદ્ધ નથી તેઓ આગળ પ્રગટ થાય છે. ઈસુ હજી પણ તે લોકોને પ્રેમ કરે છે જેઓ તેમના તેડાનો પ્રતિસાદ આપે છે, પરંતુ એટલા માટે નહીં કે તેઓ સુંદર અને શુદ્ધ છે, પરંતુ તેમના પાત્રને સુંદર અને શુદ્ધ બનાવવા માટે નીચે જણાવેલ ગુણોથી તેમને સંપુર્ણ કરે છે.

22 પરંતુ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા, તથા સંયમ છે એવાંની વિરુંદ્ધ કોઈ નિયમ નથી જે કહી શકે કે આ વસ્તુઓ ખોટી છે.

ગલાતીઓ ૫:૨૨-૨૩

અગ્નિ પરીક્ષા પછી

ઈસુએ તેની કન્યાને આંતરિક રીતે સુંદર બનાવવા પ્રેમ કર્યો–કસોટીઓ દ્વારા

જોકે રાવણની હાર બાદ સીતા અને રામનું ફરી મિલન થયું હોવા છતાં, સીતાનાં ચારિત્ર્ય વિશે પ્રશ્નો ઉભા થયા હતા. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે રાવણના અંકુશમાં રહેતાં તેઓ અપવિત્ર બન્યા છે. આ કારણોસર સીતાને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા (अग्नि परिक्षा) માંથી પસાર થવું પડ્યું. બાઇબલના મહાકાવ્યમાં, પાપ અને મૃત્યુ પર વિજય મેળવ્યા પછી, ઈસુ સ્વર્ગમાં તેમના લગ્નની તૈયારી માટે ગયા, જેના માટે તેઓ પાછા ફરશે. જ્યારે તેઓથી જુદા પડ્યા છીએ, આપણે પણ અગ્નિપરીક્ષાઓ અથવા પરીક્ષણોમાંથી પસાર થવું પડશે, જેની તુલના બાઇબલ અગ્નિ સાથે કરે છે; આપણી નિર્દોષતા સાબિત કરવા માટે નહીં, પરંતુ તેમના શુદ્ધ પ્રેમથી આપણને જે દૂષિત કરે છે તેનાથી શુદ્ધ કરવા માટે. બાઇબલ આ રીતે આ દ્ષ્ટાંતનો ઉપયોગ કરે છે

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે. હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.

તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે. આ તમને આનંદિત બનાવે છે. પરંતુ હમણા થોડા સમય પૂરતા વિવિધ પ્રકારના પરીક્ષણ તમને કદાચ દુ:ખી બનાવશે. આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે. વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.

તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે. તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.૧ પિતર ૧:૩-૯

એક મોટા લગ્ન માટે

બાઇબલનું મહાકાવ્ય લગ્ન સાથે સમાપ્ત થાય છે

બાઇબલ ઘોષણા કરે છે કે ઈસુ તેનો પ્રેમ સંપાદન કરવા માટે ફરીથી પાછા આવશે અને આમ કરવાથી તેણીને તેની કન્યા બનાવશે. તેથી, અન્ય તમામ મહાકાવ્યોમાં જોવા મળે છે તેમ, બાઇબલ લગ્ન સાથે સમાપ્ત થાય છે. ઈસુએ જે કિંમત ચૂકવી છે તેનાથી આ લગ્નનો માર્ગ મોકળો થયો છે. આ લગ્ન કાલ્પનીક નહીં પણ વાસ્તવિક છે, અને જે લોકો તેમના લગ્નનું આમંત્રણ સ્વીકારે છે તેઓને તે ‘ખ્રિસ્તની કન્યા’ તરીકે બોલાવે છે. તે કહે છે કે:

આપણે આનંદ કરીએ અને ખુશ થઈએ અને દેવનો મહિમા ગાઇએ!
દેવને મહિમા આપીએ, કારણ કે હલવાન (ઈસુ) ના લગ્નનો દિવસ આવ્યો છે,
    હલવાનની કન્યા (મંડળી) તેની જાતે તૈયાર થઈ છે

.પ્રકટીકરણ ૧૯:૭

જેઓ ઉધ્ધાર માટેનો ઈસુનો પ્રસ્તાવ સ્વીકારે છે તે તેની ’કન્યા’ બની જાય છે. તેઓ આપણા બધાને આ સ્વર્ગીય લગ્ન માટે આમંત્રણ આપે છે. તમને અને મને આ લગ્નમાં તેમના આમંત્રણ સાથે બાઇબલનો અંત આવે છે.

17 આત્મા અને કન્યા બન્ને કહે છે કે, “આવ!” પ્રત્યેક વ્યક્તિ જે આ સાંભળે છે તેણે પણ કહેવું જોઈએ, “આવ!” જો કોઈ તરસ્યો હોય, તેને આવવા દો; જો તે ઈચ્છે તો તે વ્યક્તિ વિનામૂલ્યે જીવનનું પાણી લઈ શકે.

પ્રકટીકરણ ૨૨:૧૭

મહાકાવ્યમાં પ્રવેશ કરો: પ્રતિભાવ આપીને

રામાયણમાં સીતા અને રામ વચ્ચેના સંબંધનો એક ઉદાહરણ કરીકે ઉપયોગ કરીને ઈસુમાં આપણને આપવામાં આવેલ સંબંધને સમજાવવામાં આવ્યો છે. આ ઈશ્વરનો સ્વર્ગીય રોમાંસ છે, જે આપણને પ્રેમ કરે છે. જેઓએ તેમના લગ્ન પ્રસ્તાવને સ્વીકાર્યો તે બધા કન્યા તરીકે તેની સાથે લગ્ન કરશે. કોઈપણ લગ્ન પ્રસ્તાવની જેમ, તમારે આ પ્રસ્તાવને સ્વીકારવો અથવા નહીં સ્વીકારવો તેમાં તમારે એક સક્રિય ભાગ ભજવવો પડે છે. આ દરખાસ્તને સ્વીકારીને તમે એક અનંતકાલીક મહાકાવ્યમાં પ્રવેશ કરો છો જે રામાયણ જેવા મહાકાવ્યની ભવ્યતાથી પણ વિશેષ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *