ઈસુ શીખવે છે કે પ્રાણ આપણને દ્વિજા પાસે લાવે છે

દ્વિજા (द्विज)  નો અર્થ છે ‘બીજી વાર જન્મવું’ અથવા ‘ફરીથી જન્મ લેવો. તે આ વિચાર પર આધારિત છે કે વ્યક્તિ પ્રથમ શારીરિક રીતે જન્મે છે અને પછીથી તે બીજી વખત આધ્યાત્મિક રીતે જન્મે છે. આ આધ્યાત્મિક જન્મ પરંપરાગત રીતે પવિત્ર દોરો (યગ્યોપવિતા, ઉપાવિતા અથવા જનોઈ) ધારણ કરતી વખતે ઉપનયન સમારોહ દરમિયાન થતું પ્રતીક છે. તેમ છતાં, બૌધાયન ગૃહસૂત્ર જેવા પ્રાચીન વૈદિક ગ્રંથોમાં (ઇ.સ. પુર્વે ૧૫૦૦ – ૬૦૦) ઉપનયનની ચર્ચા કરવામાં આવી હોવા છતાં, બીજા કોઈ પ્રાચીન ગ્રંથો દ્વિજનો ઉલ્લેખ કરતા નથી. વિકિપેડિયા જણાવે છે

તેનો વધતો જતો ઉલ્લેખ પહેલી-સહસ્ત્રાબ્દીના મધ્ય ભાગ પછીના સમયોમાં ધર્મશાસ્ત્રોના ગ્રંથોના લખાણમાં જોવા મળે છે. દ્વિજા શબ્દની હાજરી એ એક નિશાની છે કે આ લખાણ સંભવત મધ્યયુગીન યુગનુ ભારતીય લખાણ છે

જો કે આજે દ્વિજા એક જાણીતી માન્યતા છે, તો પણ પ્રમાણમાં તે નવો વિચાર છે. દ્વિજા શબ્દ ક્યાંથી આવ્યો?

થોમા ની દ્રષ્ટિએ ઇસુ અને દ્વિજા  

દ્વિજા પરનું કોઈપણ પ્રારંભિક નોંધાયેલ શિક્ષણ હોય તો તે ઇસુનું છે. યોહાનની સુવાર્તામાં (ઇ.સ. ૫૦-૧૦૦ માં લખાયેલ) દ્વિજા વિશે ઈસુએ કરેલી ચર્ચાની નોંધ કરેલ છે. તે ખૂબ જ પ્રચલિત વાત હોય શકે છે કે ઈસુના શિષ્ય થોમા, જેઓ ઇ.સ ૫૨ માં ભારત આવ્યા ત્યારે પ્રથમ મલબારના દરિયાકાંઠે ઉતર્યા હતા અને પછી ચેન્નઇ ગયા હતા તેઓ ઈસુના જીવન અને ઉપદેશોના સાક્ષી બનીને, દ્વિજાનો ખ્યાલ લાવ્યા અને તેને ભારતીય વિચારમાં અને વ્યવહારમાં રજૂ કર્યો. થોમાનું ઈસુ’ ના ઉપદેશ સાથે ભારતમાં આવવું ભારતીય ગ્રંથોમાં દ્વિજાના ઉદ્દભવ સાથે તે બંધ બેસે છે.

આત્મા દ્વારા ઈસુ અને દ્વિજા

ઈસુએ દ્વિજને, ઉપનયન સાથે નહીં, પરંતુ પ્રાણ (प्राण), સાથે કે જે એક બીજો પ્રાચીન ખ્યાલ, છે તેની સાથે જોડ્યો. પ્રાણ શ્વાસ, આત્મા, પવન અથવા જીવન-શક્તિનો અર્થ સૂચવે છે. પ્રાણ સંબંધીનો પ્રાચીન સંદર્ભોમાંથી એક સંદર્ભ ૩,૦૦૦ વર્ષ જૂનો ચંદોગ્યા ઉપનિષદમાં છે, પરંતુ અન્ય ઘણા ઉપનિષદો જેવા કે કથા, મુન્દક અને પ્રસન ઉપનિષદો આ ખ્યાલનો ઉપયોગ કરે છે. જુદા જુદા ગ્રંથો વૈકલ્પિક વિશિષ્ટતાઓ આપે છે, પરંતુ પ્રાણ તે પ્રાણાયામ અને આયુર્વેદ સહિત આપણા શ્વાસ/શ્વાસમાં નિપુણતા મેળવવા માટેની તમામ યોગ તકનીકોનો સમાવેશ કરે છે. પ્રાણને કેટલીક વાર આયુરસ (વાયુ) દ્વારા પ્રાણ, અપાન,ઉદાન, સમાન અને વ્યાન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

અહીં ઈસુની વાતચીત દ્વારા દ્વિજાને રજૂ કરાઈ છે. (રેખાંકિત શબ્દો દ્વિજા અથવા બીજા જન્મ સંદર્ભોને ચિહ્નિત કરે છે, જ્યારે મોટા શબ્દો પ્રાણ, અથવા પવન, આત્માને ચિહ્નિત કરે છે)

1. ફરોશીઓમાં નિકોદેમસ નામે એક જણ હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. 

2. તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”

3. ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’ 

4. નિકોદેમસ તેમને કહે છે, “માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજીવાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે?”

5. ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્મા થી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી. 

6. જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્મા થી જન્મેલું છે તે આત્મા છે.

7. મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના. 

8. વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો. દરેક જે આત્મા થી જન્મેલું છે તે તેના જેવું જ છે.”

9.  નિકોદેમસે તેમને કહ્યું, “એ વાતો કેમ બની શકે?”

10. ઈસુએ તેને કહ્યું, “તું ઇઝરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? 

11. હું તને ખચીત ખચીત કહું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ. પણ તમે અમારી સાક્ષી માનતા નથી. 

12. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? 

13. આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢયું. 

14. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે.

15. એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંતજીવન પામે. 

16. કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. 

17. કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.

18. તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ઠરી ચૂકયો છે, કેમ કે ઈશ્વરના એકના એક દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. 

19. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં. 

20. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. 

21. પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાયાં છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે”

યોહાન ૩:૧-૨૧

આ વાતચીતમાં અનેક ખ્યાલો ઉભા થયા. પ્રથમ, ઈસુએ આ બીજા જન્મની આવશ્યક્તાની પુષ્ટિ કરી (‘તમારે નવો જન્મ પામવો જ જોઇએ’ ). પરંતુ આ જન્મમાં કોઈ માણસ મધ્યસ્થ નથી. પ્રથમ જન્મ, તે ‘શરીરથી શરીર જન્મ લે છે’ અને ‘પાણીથી જન્મ લેવો’ એ  માનવીય મધ્યસ્થીથી થાય છે અને આ બાબત માનવીય નિયંત્રણમાં છે. પરંતુ બીજા જન્મ (દ્વિજા) માં ત્રણ દૈવી મધ્યસ્થ શામેલ છે: ઈશ્વર, માનવ પુત્ર અને આત્મા (પ્રાણ). ચાલો આના વિશે વધુ જાણીએ

ઈશ્વર

ઈસુએ કહ્યું કે ‘ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો …’જેનો અર્થ છે કે ઈશ્વર બધા લોકોને પ્રેમ કરે છે … આ દુનિયામાં રહેનારા પર … કોઈ બાકાત નથી. આપણે આપણો સમય આ પ્રેમની પરાકાષ્ટા પર મનન કરાતાં સમય પસાર કરી શકીએ છીએ, પરંતુ ઈસુ ઈચ્છે છે કે આપણે પહેલા એ સમજવું જોઈએ કે તેનો અર્થ ઈશ્વર તમને ચાહે છે તે છે. ઈશ્વર તમને ખૂબ જ ચાહે છે, પછી ભલે તમારી સ્થિતિ, વર્ણ, ધર્મ, ભાષા, ઉંમર, લિંગ, સંપત્તિ, શિક્ષણ વગેરે ગમે તે હોય …કોઇક જગ્યાએ આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે કે:

38 હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.

રોમન ૮: ૩૮-૩૯

ઈશ્વર નો તમારા માટેનો (અને મારા માટેનો) પ્રેમ બીજા જન્મની જરૂરિયાતને આપણને દૂર કરતો નથી (જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી). પરંતુ, તમારા પ્રત્યેનો ઈશ્વર નો પ્રેમ તેમને કાર્યરત કરે છે

” કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો…”

આપણને બીજા દૈવી મધ્યસ્થ તરફ઼ દોરી જાય છે …

માણસનો પુત્ર

‘માણસ નો પુત્ર’ તે ઈસુનો પોતાના માટેનો સંદર્ભ છે. આપણે આ શબ્દનો અર્થ પછીથી જોઈશું. અહીં તે કહે છે કે પુત્રને ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યો હતો. પછી તેને ઉંચો કરવામાં આવ્યો તે વિશે ચોક્કસ નિવેદન આપે છે.

14 “મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે.

યોહાન ૩:૧૪

તે મૂસાના સમયમાં લગભગ ૧૫૦૦ વર્ષ પુર્વે બનેલ હિબ્રુ વેદના અહેવાલનો સંદર્ભ આપે છે:

પિત્તળનો સર્પ

4 તેઓ હ Horર પર્વતથી લાલ સમુદ્ર તરફના માર્ગ સાથે, અદોમની આસપાસ જવા માટે ગયા. પરંતુ લોકો રસ્તામાં અધીરા થઈ ગયા; 5 તેઓએ દેવ અને મૂસાની વિરુદ્ધ વાત કરી અને કહ્યું, “તમે અમને રણમાં મરવા ઇજિપ્તની બહાર કેમ લાવ્યા છો? રોટલી નથી! પાણી નથી! અને અમે આ કંગાળ ખોરાકને ધિક્કારીએ છીએ! ”

6 પછી ભગવાન તેમની વચ્ચે ઝેરી સાપ મોકલ્યા; તેઓએ લોકોને ડંખ માર્યા અને ઘણા ઈસ્રાએલીઓ મરી ગયા. 7 લોકો મૂસાની પાસે આવ્યા અને કહ્યું, “અમે જ્યારે યહોવા અને તમારી વિરુદ્ધ વાત કરી ત્યારે અમે પાપ કર્યું. પ્રાર્થના કરો કે ભગવાન સાપને આપણાથી દૂર લઈ જશે. ” તેથી મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી.

8 યહોવાએ મૂસાને કહ્યું, “એક સાપ બનાવો અને તેને ધ્રુવ ઉપર મૂકો; જેને કરડ્યો છે તે તેને જોઈને જીવી શકે છે. ” 9 તેથી મૂસાએ કાંસાનો સાપ બનાવ્યો અને તેને ધ્રુવ પર મૂક્યો. પછી જ્યારે કોઈને સાપ કરડ્યો અને કાંસાના સાપ તરફ જોયું તો તેઓ જીવ્યા.

ગણના ૨૧: ૪-૯

ઈસુ આ વાર્તાનો ઉપયોગ દૈવી મધ્યસ્થી તરીકેની તેમની ભૂમિકાને સમજાવવા માટે કરે છે. વિચારો કે સાપ કરડેલા લોકોનું શું થયું હશે.

ઝેરી સાપ કરડે છે ત્યારે ઝેર શરીરમાં પ્રવેશ કરે છે. સામાન્ય સારવારમાં, ઝેર ચૂસી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે; ડંખ લાગેલા ભાગને ચુસ્ત રીતે બાંધી દેવો જોઈએ જેથી લોહી વહેતું અટકાવી શકાય અને ડંખનું ઝેર વધુ ફેલાય નહીં; અને હલનચલન માં ઘટાડો કરવો કે જેથી ધીમા હ્રદયના-ધબકારા શરીરમાં ઝડપથી ઝેર ન ફેલાવે.

જ્યારે ઈસ્રાએલીઓને સાપનું ઝેર લાગ્યું, ત્યારે તેઓને સાજા થવા માટે સ્તંભ પર મૂકવામાં આવેલા પિત્તળના સાપ તરફ જોવાનું કહેવામાં આવ્યું. તમે કલ્પના કરી શકો છો કે કોઈ વ્યક્તિ તેના પલંગ પર આળોટી રહ્યું છે, અને તે  નજીકમાં ઉંચાઈ પર લટકાવવામાં આવેલા  પિત્તળના સાપને જુએ અને પછી સાજો થઈ જાય. પરંતુ ઇઝરાઇલની છાવણીમાં લગભગ 3૦ લાખ લોકો હતા (લશ્કરી સેવાને યોગ્ય તેવા ૬,૦૦,૦૦૦ થી પણ વધારે માણસોની સંખ્યા ગણાવામાં આવી હતી) – તે એક મોટા આધુનિક શહેરની વસ્તી જેટલું કહેવાય. તે શક્ય હતું કે સાપ કરડેલા લોકો ઘણા કિલોમીટર દૂર સુધી ફેલાયેલા હતા અને કાંસ્ય સાપના સ્તંભથી દૂર હતા. તેથી, જેને સાપ કરડેલા હતા તેઓએ પસંદગી કરવી પડે તેમ હતી. જો ઇચ્છે તો તેઓ ઘાને ચુસ્ત રીતે બાંધે અને લોહીના પ્રવાહને રોકવા અને ઝેરને ફેલાતા અટકાવવા પ્રચલિત ઉપચારોનો ઉપયોગ કરે. અથવા તેઓએ મૂસા દ્વારા જાહેર કરેલા ઉપાય પર આધાર રાખવો જોઇએ અને સ્તંભ પર સાપને જોવા માટે ઘણા કિલોમીટર ચાલવું પડે,  તેમ કરવામાં લોહીનો પ્રવાહ વધે અને ઝેર ફેલાય શકે. તેમાં તેઓએ મૂસાના શબ્દોમાં વિશ્વાસ કરે પડે અથવા જો તેમનામાં વિશ્વાસનો અભાવ હોય તો તે પ્રમાણે ન કરે પરંતુ તે બાબતનો નિર્ણય તે દરેક ઝેર પીડિત વ્યક્તિએ કરવો પડે.  

ઈસુ સમજાવી રહ્યા હતા કે તેમનું વધસ્તંભ ઉપર ઉંચા થવું આપણાને પાપ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય આપે છે, જે રીતે પિત્તળના સર્પે ઇઝરાએલીઓને ઝેરથી થતા મૃત્યુથી બચાવ્યા. જો કે, જેમ ઇસ્રાએલીઓને પિત્તળના સર્પના ઉપાયમાં વિશ્વાસ કરવાની અને સ્તંભ તરફ જોવાની જરૂર હતી, તેમ જ આપણે પણ ઈસુની તરફ વિશ્વાસ અને વિશ્વાસની આંખોથી જોવાની જરૂર છે. તે માટે ત્રીજા દૈવી મધ્યસ્થી એ કાર્ય કરવાની જરૂર છે.

આત્મા – પ્રાણ

આત્મા વિશે ઈસુના નિવેદનનો વિચાર કરો

વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો. દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.”

યોહાન ૩:૮

 પવન અને આત્મા બંને માટે એક સમાન ગ્રીક શબ્દ (ન્યુમા) વપરાય છે. ઈશ્વરનો આત્મા પવન જેવો છે. કોઈ પણ માણસે પવન ને હુબહુ ક્યારેય જોયો નથી. તમે પવનને જોઈ શકો નહીં. પણ પવનને તમે વસ્તુઓ પરની તેની અસર દ્વારા જોય શકો છો. જ્યારે પવન ફૂંકાય છે ત્યારે તે  પાંદડાને હલાવે છે, વાળ ઉડાળે છે, ધ્વજ લહેરાવે છે અને વસ્તુઓ ઉડવાનું શરૂ કરે છે. તમે પવનને નિયંત્રિત કરી શકતા નથી અને તેને દિશા આપી શકતા નથી. પવન ઇચ્છે ત્યાં ફ઼ુંકાય છે. જ્યારે આપણે વહાણના સઢને ઉપર ચઢાવીએ છીએ ત્યારે આપણે પવનની ઉર્જાથી આપણા વહાણોને ચલાવી શકીએ છીએ. ઊંચા ચઢાવેલ અને બાંધેલ સઢ દ્વારા પવનની સહાયથી આપણે આગળ વધી શકીએ છીએ, હવા આપણને ઉર્જા પ્રદાન કરે છે. જો કે પવન તે આપણી આસપાસ ફ઼ુંકાતો હોય પરંતુ જો સઢ ચઢાવેલ ન હોય તો તે પવનની ગતિ અને શક્તિ આપણને કોઇ ફાયદો કરતું નથી.

આત્મા સાથે પણ એવું જ છે. આપણા અંકુશની બહાર આત્મા જ્યાં ઇચ્છે ત્યાં જાય છે. પરંતુ જ્યારે આત્મા કાર્યરત બને છે ત્યારે તમે તેને તમારા જીવનમાં કાર્ય કરવાની છુટ આપી શકો છો, કે જેથી તે તમને તેના જીવન બળથી ભરે અને તમને સામર્થ્યથી ભરે. તે માણસના પુત્ર છે, તેમને વધસ્તંભ પર ઊંચા કરાયા હતા,  જેમ પિત્તળના સર્પને ઊંચો કરાયેલ હતો અથવા તો જેમ પવનમાં સઢ ઊંચો કરાય છે તેમ. જ્યારે આપણે વધસ્તંભ પર ઉંચા કરાયેલ પુત્ર ઇસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે તે, આત્માને આપણને જીવન આપવા માટે છુટ આપે છે. તેમ આપણે ફરીથી નવો જન્મ પામીએ છીએ – આત્માથી બીજી જન્મ પામીએ છીએ. ત્યારે આપણે આત્મા-પ્રાણ નું જીવન પ્રાપ્ત કરીએ છીએ. આત્માનો પવન આપણને અંદરથી દ્વિજા બનવા માટે સમર્થ બનાવે છે, ફક્ત ઉપનયનની માફ઼ક બાહ્ય પ્રતીક દ્વારા નહીં.

દ્વિજા – ઉપરથી

યોહાનની સુવાર્તામાં આનો સારાંશ આ પ્રમાણે નોંધવામાં આવેલ છે:

12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.
13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.

યોહાન ૧:૧૨-૧૩

બાળક  બનવા માટે જન્મ લેવો જરૂરી છે, આ રીતે ‘ઈશ્વરનુ સંતાન બનવું’ જેને બીજા જન્મ-દ્વિજા તરીકે વર્ણવવામાં આવે છે. દ્વિજાને ઉપનયન જેવી વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા પ્રતીકિત કરી શકાય છે, પરંતુ સાચો આંતરિક બીજો જન્મ, ‘માનવીય નિર્ણય’ દ્વારા નક્કી થતો નથી. આપણી ધાર્મિક વિધિ, ભલે ગમે તેટલી સારી હોય અને આ બીજા  જન્મ એટલે કે દ્વિજા સંબંધીની સમજ આપી શકે, પરંતુ તે આ નવા અથવા બીજા જન્મની માફક આંતરિક બદલાણ લાવી શકતી નથી પણ તેની આવશ્યકતાની યાદ અપાવે છે. તે કેવળ ઈશ્વર દ્વારા કરવામાં આવતું આંતરિક કાર્ય છે, કે જ્યારે આપણે તેને પ્રાપ્ત કરીએ છીએ અને ‘તેના નામ પર વિશ્વાસ કરીએ છીએ’ ત્યારે તેમ બને છે.

પ્રકાશ અને અંધકાર

નૌકાવિહારનું ભૌતિકશાસ્ત્ર સમજાય તે પહેલાં, લોકો સદીઓથી પવનને રોકીને પવનની શક્તિનો ઉપયોગ કરીને વહાણો ચલાવતા હતા. એ જ રીતે, આપણે બીજો જન્મ પામવા માટે આત્માને આપણામાં કાર્ય કરવા દેવા જોઇએ, પછી ભલે આપણે તેને બુધ્ધીથી સંપૂર્ણરૂપે સમજી શકતા ન હોઇએ. અહીં તે આપણી સમજણનો અભાવ નથી કે જે આપણને અટકાવશે. પરંતુ ઈસુએ એમ શીખવ્યું કે તે આપણો અંધકાર પરનો પ્રેમ (આપણા દુષ્ટ કાર્યો) હોઈ શકે છે કે જે આપણને સત્યના પ્રકાશમાં આવતા અટકાવે છે.

19 આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં.

યોહાન ૩:૧૯

તે આપણી બૌદ્ધિક સમજ નહી પરંતુ આપણો નૈતિક પ્રતિસાદ છે કે જે આપણા બીજા જન્મને થતાં અવરોધે છે. આપણને પ્રકાશમાં આવવાને માટે ઉત્તેજન આપવામાં આવે છે

21 પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે. પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યુ હતું તે દેવ દ્વારા કર્યુ હતું.

યોહાન ૩:૨૧

આપણે જોઈશું કે તેમના દ્રષ્ટાંતો પ્રકાશમાં આવવા વિશે આપણને આગળ કઈ રીતે શીખવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *