પુરૂષાનું બલિદાન: સર્વની ઉત્પત્તિ/શરૂઆત

ત્રીજી (૩) અને ચોથી (૪) પંક્તિઓ પછી પુરૂષાના ગુણલક્ષણો તરફથી પુરૂષાસુકતાનું ધ્યાન હવે પુરૂષાના બલિદાન તરફ વળે છે. છઠ્ઠી (૬) અને સાતમી (૭) પંક્તિઓ આગળ આ પ્રમાણે કહે છે. (સંસ્કૃત લિપીયાંતરણ અને પુરૂષસુકતા પરના ઘણાં બધા વિચારો પ્રાચીન વેદોમા ખ્રિસ્ત નામના પુસ્તકના મારા અભ્યાસ પર આધારિત છે જેના લેખક જોસેફ પાડીનજારેકરા છે. (પાન ૩૪૬, ૨૦૦૭))

પુરૂષાસુક્તાની પંક્તિ ૬-૭

અંગ્રેજીમાંથી ભાષાંતર સંસ્કૃત લીપીયાંતરણ
જયારે દેવો બલિદાન(નો યજ્ઞ) સંપાદન કરી રહ્યાં હતા જેમાં પુરૂષા પોતે જ બલિ એટલે કે આહુતિ હતા, વસંત તેનું પીગળેલું માખણ હતું, ગ્રીષ્મ તેનું બળતણ અને પાનખર આહુતિનો હિસ્સો હતા. તેમણે પુરૂષાનો છંટકાવ કર્યો, જે, શરૂઆતમાં સુકા ઘાસ પર બલિદાન બનવા સારું જન્મ્યા. દેવો, તપસ્વીઓ અને દ્રષ્ટાઓએ એક પીડિતની માફક તેનું બલિદાન કર્યું.                                                  યતપુરૂસેના હવીસા દેવા યજ્નમ અતાનવાતા વસંતો અસ્યાસીદ અજ્યમ ગ્રીષ્મા ઇદમાંહ સારાદ્દ્ધાવિહ તમ યજ્નામ બારિશિ પ્રૌકસાન પુરુસમ જગતગ્રતઃ તેના દેવા અયાજનતા સાધ્યા રસાયાસ કા યે

જો કે પહેલા તો કશું સ્પષ્ટ જણાતું નથી, પણ એટલું સ્પષ્ટ છે કે અહીં પુરૂષાના બલિદાન સબંધી વાત કરવામાં આવી છે. પ્રાચીન વેદના વિવેચક સાયનાચાર્યએ આવું નોંધ્યું છે:

“ઋષીઓ – સંતો અને દેવોએ – બલિદાનના બલિ તરીકે, વધ કરવાના મેજ (લાકડાનો મંચ/સોટો) પર જાણે કે કોઈ જાનવરની જેમ પુરૂષાને બાંધ્યા, અને પોતાના મનથી તેનું બલિદાન અર્પ્યું.”

ઋગ્વેદ પર સાયનાચાર્યનું વિવેચન ૧૦:૯૦:૭ 

પંક્તિ ૮ અને ૯ “તસ્માંડ્યાજ્ઞાતસર્વહુતઃ…” શબ્દોથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે પુરૂષાએ પોતાનું સંપૂર્ણ બલિદાન આપ્યુ – તેણે કશું પણ પાછુ રાખ્યું નહિ. આ બતાવે છે કે પુરૂષાએ પોતાનો પ્રેમ બલિદાન આપવા દ્વારા દર્શાવ્યો. કશું પણ પાછુ રાખ્યા વગર પોતાની જાતને સંપૂર્ણ બીજાઓને સારું અર્પણ કરવી એ જ ખરો પ્રેમ છે. ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્ત) જેમણે વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માં આ જ કીધું  

 “પોતાના મિત્રોને માટે જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી”

યોહાન ૧૫:૧૩

ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્તે) કહ્યું કે તેમણે પોતાની મરજીથી વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યુ. શું ઈસુ સત્સંગ અને પુરૂષાના બલિદાનમાં કશી સમાનતા છે? પુરૂષાસુકતાની પાંચમી (૫) પંક્તિ (જે હજુ સુધી આપણે અવગણી જ છે) સંકેત આપે છે – પણ આ સંકેત રહસ્યમય છે. પાંચમી (૫) પંક્તિ અહીં છે. 

પુરૂષાસુક્તાની પાંચમી (૫) પંક્તિ

અંગ્રેજીમાંથી અનુવાદ સંસ્કૃત લીપીયાંતરણ
તેમાંથી – પુરૂષાના એક ભાગ/અંશમાંથી – બ્રમ્હાંડનો જન્મ થયો અને તે પુરૂષાનું આસન હતું અને તે સર્વવ્યાપી બન્યો. તસ્મદ વીરાલજાયતા વિરાજો અધી પુરૂષા સા જાતો અત્યારીક્યાતા પશ્ચાતભૂમિમ અથો પુરઃ

પુરૂષાસુકતા પ્રમાણે, પુરૂષાનું બલિદાન સમય (કાળ) ની શરૂઆતમાં આપવામાં આવ્યું અને તેના પરિણામે બ્રમ્હાંડનું સર્જન થયું. આમ આ બલિદાન આ પૃથ્વી પર ભજવાયું નથી કેમ કે આ બલિદાનને લીધે જ પૃથ્વી અસ્તિત્વમાં આવી. પંક્તિ ૧૩ આ બલિદાનને લીધે જ પૃથ્વી અસ્તિત્વમાં આવી એવું સ્પષ્ટ રીતે જણાવે છે. તે આમ કહે છે.

પુરૂષાસુકતાની ૧૩મી પંક્તિ

અંગ્રેજીમાંથી અનુવાદ સંસ્કૃત લીપીયાંતરણ
તેના મસ્તિષ્કમાંથી ચંદ્રનો જન્મ થયો. તેના ચક્ષુમાંથી સૂર્ય નીકળી આવ્યો. વીજળી, વર્ષા અને અગ્નિ તેના મુખમાંથી ઉત્પન્ન થયા. તેના શ્વાસમાંથી પવન પેદા થયો. કંદરામાં માનસો જાતાસ ચક્શો સૂર્યો અજાયતા મુખાદ ઈન્દ્રા સ્કા અગ્નીસ્કા પ્રાનદ વાયુર અજયતા

વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)ના ઊંડા અભ્યાસ થકી જ આ બધું સ્પષ્ટ થાય છે. ઋષિ (દ્રષ્ટા) મીખાહના લખાણોમાં આ જોવા મળે છે. તેમનો સમય ઈ.પૂ. ૭૫૦નો હતો, અને જો કે તેઓ ઈસુ ખ્રિસ્ત (ઈસુ સત્સંગ)ના આગમન પહેલા ૭૫૦ વર્ષ અગાઉ જીવ્યા, જે નગરમાં તેમનો જન્મ થવાનો હતો તે તેમણે ભાખ્યું.

પણ  હે બેથલેહેમ એફ્રાથા,

જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી,

તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે

કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે,

જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.

મીખાહ ૫:૨

ઋષિ મીખાહે ભવિષ્યવાણી કરી કે આ અધિકારી (અથવા ખ્રિસ્ત) છે તે બેથલેહેમ નગરમાંથી આવશે. જુઓ ૭૫૦ વર્ષ પશ્ચાત ઈસુ ખ્રિસ્તે (ઈસુ સત્સંગે) આ વચન પરિપૂર્ણ કરતા જન્મ લીધો. ઘણાંબધાં સત્યના શોધકો મીખાહના આ ભવિષ્યવચન સબંધી ધ્યાન કેન્દ્રિત કરતા આશ્ચર્યમાં પડી જાય છે. જો કે તેમના જેનો પ્રારંભ પુરાતનકાળથી છે તેના આગમનના વિવરણ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ભવિષ્યમાં તેના આગમન સબંધી મીખાહ ભાખે છે પરંતુ એવું પણ જણાવે છે કે જે આવનાર છે તેનો ઉદગમ અથવા શરૂઆત તો ભૂતકાળમાં છે. તેનો ‘પ્રારંભ પુરાતન કાળથી’ છે. આ જે આવનાર છે તેનો પ્રારંભ તો પૃથ્વી પર તેના પ્રગટ થયાની પહેલાથી છે! હવે ‘પુરાતન કાળ…’ ની વાત કરીએ તો તે કેટલું પુરાતન હોઈ શકે? તે તો ‘અનંતકાળના દિવસો’ ની શરૂઆત સુધી જઈ શકે. સત્યને જાણવા સબંધી વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)ની અન્ય એક વાત જે વધારે સ્પષ્ટતા કરે છે. કોલોસીઓને પત્ર ૧:૧૫ માં ઋષિ પાઉલે (જેમણે ઈ.સ.૫૦માં આ લખ્યું) ઈસુ માટે આવું પ્રગટ કર્યું:    

તે તો અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા અને સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત છે.

કોલોસીઓને પત્ર ૧:૧૫

ઈસુને ‘અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા’ અને ‘સર્વ સૃષ્ટીના પ્રથમજનિત’ તરીકે જાહેર કરવામાં આવ્યા. બીજા શબ્દોમાં, જો કે ઈસુનું અવતરણ માનવ ઇતિહાસમાં ચોક્કસ સમયે (ઈ.પૂ. ૪ – ઈ. ૩૩) થયું, તેનું અસ્તિત્વ તો સર્જનની શરૂઆત થઈ તે અગાઉથી હતું – અનંત ભૂતકાળથી. તેઓ અનંત હતા કારણ કે ઈશ્વર (પ્રજાપતિ) પુરાતનકાળથી હયાત હતા, અને તેમની ‘પ્રતિમા’ તરીકે ઈસુ (ઈસુ સત્સંગ) પણ સદાકાળ માટે હયાત હોવા જોઈએ. 

જગતની ઉત્પત્તિ પહેલા બલિદાન – સર્વની ઉત્પત્તિ

અનંત ભૂતકાળથી તેમની હયાતી હતી એટલું જ નહિ, ઋષિ (દ્રષ્ટા) યોહાને પોતાના સ્વર્ગીય સંદર્શનમાં ઈસુને નિહાળ્યા તેનું વર્ણન કરતા કહ્યું

 “…જગતના મંડાણ આગાઉથી મારી નંખાયેલુ હલવાન”

પ્રકટીકરણ ૧૩:૮

શું આ એક વિરોધાભાસ નથી? શું ઈસુ (ઈસુ સત્સંગ)ને ઈ. ૩૩ માં મારી નંખાયા નહોતા? તો પછી તેમને ‘જગતના મંડાણ આગાઉ’ કેવી રીતે મારી નાખી શકાય? આ વિરોધાભાસમાં આપણે જોઈ શકીએ છીએ કે પુરૂષાસુકતા અને વેદ પુસ્તક એક જ વાત કરી રહ્યાં છે. આપણે જોયુ કે પુરૂષાસુકતા એવું જણાવે છે કે પુરૂષાનું બલિદાન ‘પ્રારંભમાં’ થયું હતું. જોસેફ પાડીન્જારેકરા તેમના પુસ્તક વેદોમાં ખ્રિસ્ત માં દર્શાવે છે કે પુરૂષાસુકતા પર સંસ્કૃત ટિપ્પણીમાં પુરૂષાનું બલિદાન પ્રારંભમાં ‘ઈશ્વરના હૃદયમાં’ થયું હતું (સંસ્કૃત શબ્દ જેનું ભાષાંતર તેમણે આમ કર્યું તે હતો ‘માનસાયાગમ’). તેઓ અન્ય સંસ્કૃતના વિદ્વાન એનજે શેન્ડેને ટાંકતા કહે છે કે પ્રારંભમાં આ બલિદાન “મનોગત અથવા પ્રતીકાત્મક* હતું.

પુરૂષાસુકતાનો ભેદ અહીં સ્પષ્ટ થાય છે. પુરૂષા એ ઈશ્વર હતા વળી અનંત ભૂતકાળથી ઈશ્વરની પ્રતિમા હતા. કોઈપણ સર્જનથી આગાઉ તે હતા.  તેઓ સર્વમાં પ્રથમજનિત હતા. ઈશ્વર પોતે સર્વજ્ઞાની હોવાથી જાણતા હતા કે મનુષ્યજાતનું સર્જન કરવાથી છેવટે તો બલિદાનની આવશ્યકતા રહેશે જ – જે તેઓ પોતે જ પૂરી પાડી શકે – જેથી જગતમાં પુરૂષાનો અવતાર લઈ બલિદાન બનવા સારું આવ્યા કે જેથી આપણું પાપથી શુદ્ધિકરણ થાય. આ એક એવી ક્ષણ હતી જયારે ઈશ્વરે નક્કી કરવાનું હતું કે બ્રમ્હાંડ અને માનવજાતના સર્જનને લઈ આગળ વધવું કે કેમ. આ ક્ષણોમાં પુરૂષાએ પોતાનું સ્વૈછિક બલિદાન આપવાનો નિર્ણય લીધો, અને સર્જન આગળ વધ્યું. તો મનોગત અથવા ઈશ્વરના હૃદયમાં તો પુરૂષા  ‘જગતના મંડાણ આગાઉ હણાયેલ’ હતા જેમ વેદ પુસ્તક પણ જણાવે છે.      

એકવાર જયારે આ નિર્ણય લેવામાં આવ્યો – સમયના પ્રારંભ પહેલા – ઈશ્વરે (પ્રજાપતિ – સર્જનહાર ઈશ્વરે) સમય, બ્રમ્હાંડ અને મનુષ્યના સર્જનની શરૂઆત કરી. આમ પુરૂષાના સ્વૈછિક બલિદાનને કારણે જ ‘બ્રમ્હાંડનો જન્મ થયો’ (પંક્તિ ૫), ચંદ્ર, સૂર્ય, વીજળી, અને વર્ષા (પંક્તિ ૧૩) બનાવવામાં આવ્યા, અને સમયની પણ ત્યારે જ શરૂઆત થઈ (વસંત, ગ્રીષ્મ અને પાનખરનો ઉલ્લેખ છઠ્ઠી (૬) પંક્તિમાં છે. પુરૂષા આ સઘળાંનો પ્રથમજનિત હતો.   

જેમણે પુરૂષાનું બલિદાન કર્યું તે ‘દેવો’ કોણ હતા?

એક કોયડો હજુ વણઉકલ્યો છે. પુરૂષાસુકતાની ૬ઠ્ઠી પંક્તિ જણાવે છે કે ‘દેવોએ’ પુરૂષાનું બલિદાન કર્યું. આ દેવો કોણ છે? વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) આ બાબત સમજાવે છે. ઋષિઓમાંના એક  દાઉદ ઋષિએ ઈ.પૂ. ૧૦૦૦ માં મહાકાવ્ય લખ્યું જે પ્રગટ કરે છે કે ઈશ્વરે (પ્રજાપતિએ) મનુષ્યો સાથે કેવી રીતે વાત કરી.

“મેં કહ્યું કે ‘તમે દેવો છો’; તમે સર્વ પરાત્પરના સંતાન છો.”

ગીતશાસ્ત્ર ૮૨:૬

ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્ત) ઋષિ દાઉદના આ મહાકાવ્ય પર ૧૦૦૦ વર્ષ પછી ટિપ્પણી કરતા કહે છે:

ઈસુએ તેઓને ઉત્તર આપ્યો,  “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એમ શું તમારા નિયમશાસ્‍ત્રમાં લખેલું નથી? જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યા (ને જો શસ્ત્રનો ભંગ થતો નથી) તો જેને પિતાએ અભિષિક્ત કરીને જગતમાં મોકલ્યો, તેણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેને એમ કહો છો કે તું ઈશ્વરનિંદા કરે છે?

યોહાન ૧૦: ૩૪-૩૬

ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્ત) ઋષિ દાઉદના શબ્દપ્રયોગ “દેવો” ને શાસ્ત્રો પ્રમાણે ઉચિત ઠરાવે છે. અને આ કેવી રીતે બને? વેદ પુસ્તકના ઉત્પત્તિ (સર્જન)ના વૃતાંતમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ‘ઈશ્વરની પ્રતિમામાં સર્જવામાં આવ્યા’ (ઉત્પત્તિ ૧:૨૭). તો એક રીતે આપણે પણ ‘દેવો’ કહેવાઈએ કેમ કે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે આપણને બનાવવામાં આવ્યા. પરંતુ વેદ પુસ્તક આગળ વધુ વિગત આપે છે. તે જાહેર કરે છે કે જેઓ પણ પુરૂષાના આ બલિદાનનો સ્વીકાર કરે છે તેઓ: 

એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.  તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્‍નતા પ્રમાણે, પોતાને માટે, આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યાં.

એફેસીઓને પત્ર ૧:૪-૫

જયારે પ્રજાપતિ-પુરૂષા જગતના મંડાણ આગાઉ પુરૂષાને સંપૂર્ણ બલિદાન તરીકે અર્પણ કરવાનો નિર્ણય કર્યો, ઈશ્વરે મનુષ્યોને પણ પસંદ કર્યા. તેમને શા સારુ પસંદ કર્યા? ઉપર અહીં સ્પષ્ટ રીતે જણાવે છે કે તેમણે આપણને તેના ‘સંતાન’ તરીકે પસંદ કર્યા.

બીજા શબ્દોમાં કહીએ તો, વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) જણાવે છે કે જયારે ઈશ્વરે પોતાને સંપૂર્ણ બલિદાન તરીકે અર્પણ કરવાનું ઠરાવ્યું ત્યારે સધળા મનુષ્યોને (પુરુષો તેમ જ સ્ત્રીઓને) આ બલિદાન થકી પોતાના સંતાન થવા સારુ પસંદ કર્યા. આ સમજ પ્રમાણે આપણે ‘દેવો’ કહેવાઈએ. આ એ લોકો માટે આ સત્ય છે (જેમ ઈસુ સત્સંગ ઉપર જણાવે છે) કે ‘જેમની પાસે દેવનો શબ્દ આવ્યો’ – જેઓએ તેના શબ્દને સ્વીકાર્યો. ભવિષ્યના સંતાનોને સારુ એ જરૂરી હતું કે તેઓ પુરૂષાને બલિદાન માટે બાંધે. જેમ પુરૂષાસુક્તાની ૬ઠ્ઠી પંક્તિમાં કહે છે ‘દેવો બલિદાન(નો યજ્ઞ) સંપાદન કરી રહ્યાં હતા જેમાં પુરૂષા પોતે જ બલિ એટલે કે આહુતિ હતા’. પુરૂષાનું બલિદાન આપણું શુદ્ધિકરણ હતું.

પુરૂષાનું બલિદાન – સ્વર્ગનો માર્ગ

આપણે પ્રાચીન પુરૂષાસુકતા અને વેદ પુસ્તકમાં ઈશ્વરની અદભુત યોજનાને પ્રગટ થતા જોઈ શકીએ છીએ. આ એક એવી યોજના છે – જે આપણે કદી પણ કલ્પી જ ન હોત. આ એટલા માટે પણ બહુ મહત્વનું છે કેમ કે પુરૂષાસુકતા ૧૬મી પંક્તિમાં આ પ્રમાણે સમાપન કરે છે    

અંગ્રેજીમાંથી અનુવાદ સંસ્કૃત લીપીયાંતરણ
દેવોએ પુરૂષાનું એક બલિ તરીકે બલિદાન આપ્યુ. આ સૌથી પ્રથમ પ્રસ્થાપિત સિધ્ધાંત/સત્ય છે. આ વડે જ ઋષિઓએ સ્વર્ગ પ્રાપ્ત કર્યું.    યજ્ઞએના યજ્નામાંજયાનતા દેવસ્તાની ધર્માંની પ્રથામાનયાસન તેહા નકામ મહીમાંનાહ સકાનતા યાત્રા પૂર્વે સાધ્યા શાન્તીદેવાહ

ઋષિ એક ‘બુદ્ધિજીવી’ વ્યક્તિ છે. અને સ્વર્ગલોક પ્રાપ્ત કરવાની અભિલાષા એ ખરેખર શાણપણભર્યુ કહેવાય. તે આપણી પહોંચની બહાર નથી કે વળી અશક્ય પણ નથી. આ ફક્ત સંન્યાસીઓ કે સૌથી પવિત્ર તપસ્વીઓ જેઓ મોક્ષ મેળવવા સખત ધ્યાન અને અનુશાસન કરે છે તેમના માટે જ નથી. આ ફક્ત ગુરુઓ પુરતું પણ નથી. આથી ઉલટું આ તો એક એવો માર્ગ હતો જે પુરૂષાએ પોતે તેના ઈસુ ખ્રિસ્ત (ઈસુ સત્સંગ) તરીકેના અવતાર દ્વારા સર્વને માટે પૂરો પાડ્યો.

સ્વર્ગ ભણી

આમ જોતા આ ફક્ત આપણે સારુ જ નથી પણ સાયનાચાર્ય દ્વારા પુરૂષાસુકતાની ૧૫ અને ૧૬મી પંક્તિ પરની સંસ્કૃત ટિપ્પણી આમ કહે છે

અંગ્રેજીમાંથી અનુવાદ સંસ્કૃત લીપીયાંતરણ
આમ, જે કોઈ આનાથી જ્ઞાત થાય છે તે અમરપણાની પાયરી/અવસ્થાએ પહોચી જાય છે. આ સારુ અન્ય કોઈ પણ માર્ગ નથી. તમેવા વિદ્વાનામ્રતા ઈહા ભવતી નાન્યઃ પાનતા યાનાયા વેદ્યતે

અનંતજીવન (અમરપણું) મેળવવા માટે બીજો કોઈ માર્ગ નથી! આ બાબતનો ચોકસાઈથી અભ્યાસ કરવો ખરેખર ડહાપણભર્યું છે. અત્યાર સુધી વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)નો આપણે અહીં તહીંથી અભ્યાસ કરી જોયું કે તે ઈશ્વરની મહત્વપૂર્ણ યોજના અને મનુષ્યોની વાસ્તવિક પરિસ્થિતિ જેનો પડઘો પુરૂષાસુકતામાંથી કેવી રીતે પડે છે તે જોયું. પરંતુ આ વિષયનો આપણે ઝીણવટપૂર્વક કે વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી. તેથી અમે તમને વેદ પુસ્તકની વધુ શોધ-તપાસ (અભ્યાસ) કરવા આમંત્રણ આપીએ છીએ, પ્રથમથી શરૂ કરીને, ઉત્પત્તિથી માંડીને એવું શું બન્યું કે જેથી પુરૂષાનું બલિદાન અનિવાર્ય હતું, મનુના જળપ્રલય (વેદ પુસ્તકમાં નુહ) માટે જવાબદાર દુનિયાનું શું થયું? અને કેવી રીતે દુનિયાના દેશોએ એ જાણ્યું અને સંપૂર્ણ બલિદાન જે તેમને મરણથી મુક્ત કરી સ્વર્ગમાં અનંતજીવન બક્ષે એ વચનને કેવી રીતે જાળવી રાખ્યું. ચોક્કસ, આ જાણવું ખુબ જરૂરી અને યથાર્થ છે.     

*(એનજે શેન્ડે. વૈદિક સાહિત્યમાં પુરૂષાસુકતા (RV ૧૦-૯૦) (સંસ્કૃતની ઉચ્ચ શ્રેણીના અભ્યાસ માટેના કેન્દ્રનું પ્રકાશન, પુના મહાવિદ્યાલય) ૧૯૬૫.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *