માનવજાત કેવી રીતે આગળ વધી – મનુ (નૂહ)ના વૃતાંતમાંથી બોધપાઠ

આપણે અગાઉ જોયું કે મોક્ષનું વચન (બાંહેધરી) માનવ ઈતિહાસના આરંભે જ આપવામાં આવ્યુ હતું. આપણે એ પણ નોંધ્યું હતું કે આપણામાં કશુંક એવું છે જે આપણને પતિત કરે છે, જે આપણા કાર્યો અને વ્યવહારમાં પ્રગટ થાય છે અને અપેક્ષિત નૈતિક વ્યવહાર કે આપણા ખરેખરાં કુદરતી સ્વભાવથી આપણું લક્ષ્ય ચૂકાવી દે છે. આપણી મૂળભૂત પ્રતિમા, જે ઈશ્વર (પ્રજાપતિ) દ્વારા બનાવામાં આવી હતી તે ભંગિત થઈ ગઈ. આપણે પૂજાપાઠ ક્રિયાકાંડ, સ્નાન અને પ્રાર્થનાઓ વડે ખુબ પ્રયત્ન કરવા છતાં, આપણી પતિતાવસ્થા આપણને અંદરથી જ એવો એહસાસ કરાવે છે કે આપણે શુદ્ધ થવાની જરૂર છે પરંતુ તે આપણે મેળવી નથી શકતા. સંપૂર્ણ સત્યનિષ્ટ જીવન જીવવા માટેના આપણા પ્રયત્નો જાણે કે અઘરી ‘ઊંચી ચઢાઈ’ જેવા સંઘર્ષો થકી આપણને અધમુઆ કરી દે છે.  

જો આ પાપ અથવા સડો કોઈપણ નૈતિક નિયંત્રણ વગર વધતો જાય તો તો બધું તુરંત જ અધામાવસ્થામાં આવી પડે. આવું માનવ ઈતિહાસની એકદમ શરૂઆતમાં બન્યું. બાઈબલ (વેદ પુસ્તક)ના શરૂઆતના અધ્યાયોમાં આ કેવી રીતે થયું તેની વાત છે. આ વૃતાંત શતાપથા બ્રાહ્માના સાથે સમાંતર છે જેમાં આજની માનવજાતના એક પૂર્વજ – જેમને મનુ તરીકે ઓળખવામાં આવે છે – માનવજાતની આ અધામાવસ્થાને લીધે પ્રલયની દંડાજ્ઞાથી તેમનો જે બચાવ થયો જે તેમણે મોટી નાવ (વહાણ)માં આશ્રય લઈ મેળવ્યો. બાઈબલ (વેદ પુસ્તક) અને સંસ્કૃત વેદો આપણને જણાવે છે કે આજના જીવિત મનુષ્યો તેમના જ વંશજો છે.  

પ્રાચીન મનુ – જ્યાંથી અંગ્રેજી શબ્દ ‘મેન’ મળ્યો

અંગ્રેજી શબ્દ ‘મેન’ (man) શરૂઆતની જર્મન ભાષામાંથી આવ્યો. ટેસીટસ, રોમન ઇતિહાસકાર જે ઈસુ ખ્રિસ્ત (ઈસુ સત્સંગ)ના સમકાલીન હતા, તેમણે જર્મન લોકોના ઈતિહાસ વિશે એક પુસ્તક લખ્યું જેનું નામ જર્મેનીયા છે. તેમાં તેઓ લખે છે

તેમની પ્રાચીન ગીતગાથાઓમાં (જે તેમનો ઈતિહાસ છે) તેઓ તુઈસ્તોની ઉજવણી કરે છે, જે ધરતીમાંથી ફૂટી નીકળેલ ઈશ્વર છે અને મન્નુસ તેનો પુત્ર, જે દેશનો પિતા અને સંસ્થાપક છે. મન્નુસને ત્રણ દીકરા હોવાનું  નોંધેલ છે, જેના નામથી સઘળાં લોકો ઓળખાયા

ટેસીટસ, જર્મેનીયા, પ્રકરણ ૨, આશરે ઈ. ૧૦૦માં લખાયેલ

વિદ્વાનો એવો મત ધરાવે છે કે આ પ્રાચીન જર્મન શબ્દ ‘મન્નુસ’ એ આદિ-હિંદ-યુરોપીય (પ્રોટો-ઈન્ડો-યુરોપિયન) “મનુહ” માંથી આવ્યો છે (સરખાવો સંસ્કૃત મનુ:, અવેસ્તન મનુ-,). તેથી અંગ્રેજી શબ્દ ‘મેન’ (man) મનુ પરથી આવ્યો છે જે બાઈબલ (વેદ પુસ્તક) અને શતાપથા બ્રાહ્માના એમ બંનેના જણાવ્યાનુસાર આપણા પૂર્વજ હતા! તો શતાપથા બ્રાહ્માનામાંથી આ વ્યક્તિ પર એક આછડતી નજર નાંખીએ. કેટલાંક અનુવાદ આ વૃતાંતને થોડો અલગ રીતે પ્રસ્તુત કરે છે પણ હું તેમની સમાનતા પર ધ્યાન આપીશ.    

સંસ્કૃત વેદોમાં મનુનું વૃતાંત

વેદોમાં મનુ એક સત્યનિષ્ટ માણસ છે જે સત્યને અનુસરતા. મનુ ખુબ પ્રમાણિક હોવાથી શરૂઆતમાં તેમણે સત્યવ્રતા (“જેણે સત્યનું પ્રણ લીધું હોય તે”) તરીકે પણ ઓળખવામાં આવ્યાં.

શતાપથા બ્રામ્હાના પ્રમાણે (વાંચવા માટે અહીં ક્લિક કરો), એક અવતારે મનુને આવનારા પ્રલયની ચેતવણી આપી. જયારે મનુ નદીના જળમાં હાથ ધોતા હતા ત્યારે આ અવતાર શરૂઆતમાં શાફરી (એક નાની માછલી)ના રૂપમાં દેખાયો. આ નાની માછલી પોતાને બચાવવા માટે મનુને વિનંતી કરે છે, તેની પર કરુણા આવવાથી મનુએ તે માછલીને એક પાણી ભરેલા ઘડામાં મુકી દીધી. માછલી મોટી ને મોટી જ થતી ગઈ, તેથી મનુ એ તેને એક મોટા કુંડામાં મુકી, ત્યારબાદ કુવામાં મુકી. મોટી થતી જતી માછલી માટે જયારે કુવો પણ અપૂરતો થઈ પડ્યો ત્યારે મનુએ તેને એક કુંડ (તળાવ)માં મુકી જે જમીનથી ૨ યજના (૨૫ કિમી) ઉંચુ, એટલુ જ લાંબુ અને એક યજન (૧૩ કિમી) પહોળું હતું. માછલી જયારે હજુ પણ વધતી ગઈ ત્યારે મનુએ તેને નદીમાં મુકી દીધી, પણ જયારે નદી પણ અપૂરતી થઈ પડી ત્યારે તેણે તેને સમુદ્રમાં મુકી, ત્યારબાદ મહાસમુદ્રના અફાટ વિસ્તારને પણ આ માછલીએ લગભગ ભરી દીધો.

આ પશ્ચાત, અવતારે સર્વવિનાશકારી પ્રલય શીઘ્ર આવવાની જાણકારી મનુને આપી. આથી મનુ એ મોંટુ વહાણ (હોડી) બનાવ્યું જેમાં તેના પરિવાર, ધાન-બીજ, અને પૃથ્વી પર પ્રજોત્પત્તિ કરવા સારુ પ્રાણીઓનો આશરો થયો કેમ કે પ્રલય બાદ દરિયા અને સમુદ્રનું પાણી ઓસરે ત્યારે પૃથ્વીને ફરી મનુષ્યો અને પ્રાણીઓથી વસાવવાની જરૂર પડવાની હતી. પ્રલય દરમ્યાન મનુએ વહાણને એક મોટી માછલીની ચાંચ (શિંગ) સાથે બાંધી દીધું જે પણ એક અવતાર હતા. મનુનું વહાણ પ્રલય બાદ એક પહાડના શિખર પર થંભ્યું. મનુ પહાડ પરથી નીચે આવી પોતાના બચાવ કરવા બદલ બલિદાનો અને યજ્ઞો અર્પણ કરે છે. પૃથ્વી પરના સર્વ લોક તેના જ વંશજો છે.    

પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક)માં નૂહનું વૃતાંત

પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) આ જ ઘટના વર્ણવે છે, પણ અહીં મનુનો ઉલ્લેખ ‘નૂહ’ તરીકે થયો છે. બાઈબલમાંથી નૂહ અને વૈશ્વિક જળપ્રલયના વૃતાંતને વિગતે વાંચવા અહીં ક્લિક કરો. પવિત્ર બાઈબલ અને વેદોની સાથે આ ઘટનાનું વિવરણ ઈતિહાસની ઘણી સંસ્કૃતિઓ તેમજ ધર્મોમાં જોવા મળે છે. પૃથ્વી કાંપવાળા પત્થરથી આચ્છાદિત છે, જેની રચના પ્રલય દરમ્યાન થઈ, આમ પ્રલયનો ભૌતિક પુરાવો આપણી પાસે છે તેમ જ નૃવંશશાસ્ત્રીય (એન્થ્રોપોલોજીકલ) પુરાવો પણ છે. પણ સૌથી અગત્યની બાબત, આ વૃતાંતમાં આપણે સારુ શું બોધપાઠ છે જે પરથી આપણે શીખ લેવી જોઈએ?   

કૃપા પ્રાપ્ત કરવી અથવા ચૂકી જવી

જયારે આપણે એમ પૂછીએ કે ઈશ્વર ભ્રષ્ટતા (પાપ)નો ન્યાય કરે છે કે કેમ, ખાસ કરીને આપણા અંગત પાપોનો ન્યાય કરે છે કે કેમ. સામાન્ય રીતે આનો પ્રતિભાવ આવો હોય છે, “હું દંડાજ્ઞા અંગે બહુ ફિકર કરતો નથી કેમ કે ઈશ્વર ખુબ દયાળુ અને પ્રેમાળ છે, મને નથી લાગતું કે તેઓ મારો ન્યાય કરે કે દંડ આપે”. નૂહ (અથવા મનુ)નું વૃતાંત આ વિશે આપણને ફરી વિચાર કરવા મજબુર કરે છે. ઈશ્વરના ન્યાયથી આખી દુનિયા (નૂહના પરિવાર સિવાય)નો સર્વનાશ થયો. ત્યારે ઈશ્વરની દયા ક્યાં હતી? તે વહાણ (નાવ)માં હતી.    

ઈશ્વર તેની દયામાં, એક નાવ પૂરી પાડે છે જે કોઈપણને માટે ઉપલબ્ધ હતી. તેમાં પ્રવેશ કરી કોઈપણ આવનાર પ્રલયથી બચી શક્યું હોત. સમસ્યા એ હતી કે લગભગ સર્વ લોકોનો આવનાર પ્રલય સબંધી એક જ પ્રતિભાવ હતો – અવિશ્વાસ. તેઓએ નૂહની ઠઠ્ઠા-મશ્કરી કરી અને ઈશ્વરના ઈન્સાફ કે ન્યાય પર વિશ્વાસ કર્યો નહિ. આથી તેઓ સર્વ પ્રલયમાં નાશ પામ્યા. તેઓએ માત્ર નાવમાં પ્રવેશ કરવાની જરૂર હતી જેથી આવનાર દંડાજ્ઞાથી બચી શકાત.

એ સમયમાં જીવતા લોકોએ કદાચને એવું વિચાર્યું હોઈ શકે કે મોટો તરાપો બનાવી કે ઊંચા ડુંગરા પર ચઢી જઈ તેઓ પ્રલયથી બચી શકે. પરંતુ તેઓએ આ ન્યાય (દંડાજ્ઞા)ના કદ અને તેની ભયાનક શક્તિને નજરઅંદાજ કર્યા અથવા વાસ્તવિકતાથી ઓછા આંક્યા. આ બધી ‘સારી તરકીબો’ આ દંડથી બચવા માટે અપૂરતી હતી; તેમને એવા કશાકની જરૂર હતી જે તેમને વધારે સારું રક્ષણ પૂરું પાડી શકે – નાવ. તેમણે મોટી નાવને બનતા જોયા કર્યું જે આવનારા ન્યાય અને દયા એમ બંનેનો સ્પષ્ટ સંકેત હતો. નૂહ (મનુ)ના ઉદાહરણ પર ધ્યાન આપીએ તો જોઈ શકાય કે સાંપ્રત સમયમાં પણ તે આ જ સંદેશ આપે છે કે ઈશ્વરના પ્રબંધ (વ્યવસ્થા) વડે જ દયા પ્રાપ્ત કરી શકાય છે, આપણી સારી તરકીબોથી નહિ.  

નૂહને ઈશ્વરની દયા અને કૃપા કેમ પ્રાપ્ત થઈ? બાઈબલ એક વાત વારંવાર દોહરાવે છે

ઈશ્વરે જે આજ્ઞા ફરમાવી તે પ્રમાણે જ નુહે સઘળું કર્યું

મને જે સમજમાં આવે અથવા જે ગમે અથવા જેની સાથે હું સંમત થાઉં તે જ સામાન્ય રીતે હું કરવાનું પસંદ કરીશ. નૂહને પણ મનમાં આવનાર પ્રલયની ચેતવણી સબંધી વળી જમીન પર આટલું મોટું વહાણ (નાવ) બનાવવાની આજ્ઞા વિશે ઘણાં બધા પ્રશ્નો હશે. હું માનું છું કે કદાચને તેણે એવી પણ દલીલ કરી હશે કે તે પોતે સત્યનિષ્ટ અને સારો વ્યક્તિ હોવાથી તેને વહાણ બનવાની આવશ્યકતા પર ધ્યાન આપવાની જરૂર નથી. પરંતુ તેને જે આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે ‘સઘળું’ કર્યું – તે જે સમજ્યો એટલું નહિ, તેને જે કરવાનું આરામદાયક લાગ્યું તેટલું નહિ, તેને જેની ખબર પડી એટલું જ નહિ. આ આપણ સર્વને અનુસરવા માટે એક ઉમદા ઉદાહરણ છે.  

મુક્તિનું દ્વાર

બાઈબલ એવું જણાવે છે કે નૂહની પાછળ, તેનો પરિવાર અને પ્રાણીઓ ની જોડી વહાણમાં પ્રવેશ કર્યો પછી,

યાહવેએ તેને તેમાં બંધ કર્યો

ઉત્પત્તિ ૭:૧૬

વહાણમાં પ્રવેશવા માટેના એકમાત્ર  દ્વારનું સંચાલન અને નિયંત્રણ ઈશ્વરના હાથમાં હતું – નૂહના હાથમાં નહિ. જયારે ઈશ્વરના ન્યાયનો અમલ થયો અને ઘણાં પાણી ચઢ્યાં, વહાણના દરવાજા પર બહારના લોકોના ગમે તેટલા ટકોરા પણ નૂહને બારણું ખોલવા હલાવી શકે નહિ. એ દ્વાર પર માત્ર ઈશ્વરનું જ નિયંત્રણ હતું. પણ એ જ વખતે જે લોકો અંદર હતા તેમને પૂર્ણ વિશ્વાસ અને નિરાંત હતા કે ગમે તેવા પવનનું કે પાણીના થાપટોનું જોર દ્વારને કંઈ કરી શકશે નહિ કેમ કે તે પર ઈશ્વરનું નિયંત્રણ હતું. તેઓ ઈશ્વરની કાળજી અને કૃપાના દ્વારમાં સંપૂર્ણ સુરક્ષિત હતા.         

ઈશ્વર કદી બદલાતા ન હોવાથી આ વાત આજે પણ આટલી જ પ્રસ્તુત છે. બાઈબલ ચેતવણી આપે છે કે એક બીજું ન્યાયશાસન આવવાનું છે – અને આ વખતે અગ્નિનો પ્રલય થશે – પણ નૂહનું ચિન્હ આપણને ખાતરી આપે છે કે તેની દંડાજ્ઞાની સાથે ઈશ્વર દયા પણ દર્શાવશે. આપણે એ એક દ્વાર ધરાવતું ‘વહાણ’ શોધી કાઢવું પડશે જે આપણી જરૂરિયાત પરિપૂર્ણ કરી કૃપા દર્શાવે.   

ફરીથી બલિદાનો

બાઈબલ એવું પણ જણાવે છે કે નૂહ:

અને નુહે યાહવે માટે એક વેદી બાંધી, ને સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંકને લઈને વેદી પર હોમ કર્યો.

ઉત્પત્તિ ૮:૨૦

પુરૂષાસુકતામાં બલિદાનના નમૂના સાથે આ બિલકુલ બંધ બેસે છે. આ તો એવું છે કે જાણે નૂહ (અથવા મનુ) જાણતા હતા કે પુરૂષાનું બલિદાન આપવામાં આવશે જેથી તેમણે પ્રાણીઓના બલિદાન આપી ઈશ્વર જે તેમને માટે આ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરી આવનાર બલિદાનનું ચિત્ર રજુ કર્યું. બાઈબલ એવું જણાવે છે કે આ બલિદાનના તુરંત બાદ ઈશ્વરે ‘નૂહ અને તેના દીકરાઓને આશીર્વાદ દીધો’ (ઉત્પત્તિ ૯:૧) અને જળપ્રલય વડે લોકોનો ન્યાય નહિ કરે એવો ‘નૂહ સાથે કરાર કર્યો’ (ઉત્પત્તિ ૯:૮). તેથી નૂહ દ્વારા પ્રાણીઓનું બલિદાન તેની ઈશ્વરભક્તિમાં બહુ મહત્વનું હતું તેવું જણાય છે.

પુનર્જન્મ – નિયમ વડે અથવા…

વેદિક પરંપરામાં, મનુ જ મનુસ્મ્રિતિનો સ્ત્રોત છે જે વર્ણ/જાતિ વ્યવસ્થાનું સુચન કરે છે અથવા નિર્ધારિત કરે છે. યજુર્વેદ કહે છે જન્મ સમયે સઘળાં મનુષ્યો ક્ષુદ્ર અથવા દાસ તરીકે જન્મે છે, આ બંધન (ચક્ર)માંથી છુટકારો મેળવવા આપણ સર્વને બીજા અથવા નવા જન્મની જરૂર હોય છે. મનુસ્મ્રિતિ વિવાદાસ્પદ છે અને તેમાં સ્મ્રિતિ સબંધી વિવિધ દ્રષ્ટિકોણ વ્યક્ત કરવામાં આવ્યા છે. તેનું વિગતવાર વિશ્લેષણ અહીં મર્યાદા બહારનું છે. છતાં, અહીં એક તપાસ જે યથાયોગ્ય છે તે એ કે બાઈબલમાં સેમીટીક લોક જેઓ નૂહ/મનુના વંશજો છે તેઓને શુદ્ધિકરણ અને પવિત્રીકરણની માટે બે રીતો પ્રાપ્ત થઈ – મનુસ્મ્રિતિની જેમ જ. બીજી રીત વધુ ગૂઢ હતી જેમાં પુનર્જન્મ મેળવતા પહેલા મરણ પણ સામેલ હતું. ઈસુએ પણ આ વિશે શીખવ્યું.  તેના દિવસના શિક્ષિત વિદ્વાનને તેમણે કહ્યું કે    

ઈસુએ ઉત્તર આપતા કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે જો કોઈ મનુષ્ય નવો જન્મ (પુનર્જન્મ) પામ્યું ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.

યોહાન ૩:૩

આ સબંધીઆપણે આવનાર લેખોમાં વધુ જોઈશું. પરંતુ આગળ આપણે તપાસીશું કે સંસ્કૃત વેદો અને બાઈબલમાં આટલી સમાનતા કેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *