દક્ષિણ એશિયાની ભાષાઓ એ બતાવવા માટે છે કે આ સાઇટ શેના માટે છે

જો ખ્યાલોના મતભેદોને સારી રીતે સમજવામાં ન આવે તો સંબંધિત ખ્યાલોમાં ગુંચવાળો પેદા થઇ શકે છે. દક્ષિણ એશિયાની ભાષાઓ એનું એક સારું ઉદાહરણ પુરુ પાડે છે.

ઘણા પશ્ચિમના લોકો હિન્દી (ભાષા) અને હિન્દુ (જીવનમાં કર્મકાંડ અથવા ધાર્મિક જીવન) માં કોઇ અંતર જોતા નથી. શબ્દો એક સરખા લાગે છે અને જો કે ’બંને ભારતમાંથી આવે છે’ તેઓ વિચારે છે કે તેઓ એક સરખા છે. તેમે લોકોને એ કહેતાં સાંભળ્યા હશે કે ’આ હિન્દુ બોલે છે’ અને ’તેણી હીન્દી છે’, તે આ શબ્દ પ્રત્યેની ગેરસમજ દર્શાવે છે.

ઘણા પશ્ચિમી લોકોને તે વાતની પણ ખબર નથી કે દક્ષિણ એશિયામાં ઘણી ભાષાઓ બોલાય છે. ઘણી વાર એવું માનવામાં આવે છે કે ’ત્યાં’ દરેક હીન્દી (અથવા હીન્દુ) બોલાય છે. તેઓ એ વાતની કદર કરતા નથી કે લાખો લોકો મલયાલમ,તમિલ,તેલુગુ,ઓડિયા,મરાઠી, બંગાળી, ગુજરાતી,કન્નડ,પંજાબી,નેપાળી જેવી વિવિધ ભાષાઓમાં બોલે છે. 

અલબત્ત હિન્દી ભાષા હિન્દુ ધર્મથી પ્રભાવિત છે અને હિન્દુ ખ્યાલ ઘણીવાર હિન્દીમાં વ્યક્ત કરવામાં આવે છે. જો કે, ઘણા હિન્દી ભાષીઓ કે જે હિન્દુ નથી. તેવી જ રીતે હિન્દુ ભક્તો અન્ય ભાષાઓમાં (તમિલ, મલયાલમ, વગેરે) માં પણ પ્રાર્થના કરે છે અને પૂજા કરે છે. ત્યાં એક બીજા પર પ્રભાવ અને અરસપરસ ઉપયોગ થાય છે – પરંતુ તે સમાન નથી.

દક્ષિણ એશિયન ભાષાની લિપિઓ

જો કે આ ભાષાઓ એકબીજાથી અલગ હોવા છતાં તેઓ તેમના ઇતિહાસ દ્વારા એકતામાં જોવા મળે છે. દક્ષિણ એશિયાની તમામ લેખન પ્રણાલી બ્રહ્મી લિપિ માંથી ઉતરી આવી છે. ઇ.સ પુર્વની પ્રથમ મધ્ય સહસ્ત્રાબ્દી પૂર્વે આ પ્રાચીન ફોઇનિશિયન (= પેલેઓ-હીબ્રુ) માંથી લેવામાં આવી હતી.

ફોઇનિશિયન લિપિમાં લખેલી પ્રાચીન સીલ (= પેલેઓ-હીબ્રુ)

આ લિપિ દક્ષિણ એશિયામાં કેવી રીતે આવી તે સ્પષ્ટ નથી, તેમ છતાં તે દ્વારા એશિયામાં પ્રવેશ પર આધારિત હિબ્રૂંઓના દેશનિકાલનો એક અગ્રણી મત આ વાતનો તર્ક પ્રસ્તુત કરે છે. બ્રાહ્મી લિપિ બે મુખ્ય જૂથોમાં વહેંચાયેલ છે: ઉત્તરીય અને દક્ષિણ બ્રાહ્મી લિપિ. ઉત્તરીય બ્રાહ્મી લિપિનો વિકાસ દેવનાગરી અને નંદીનાગરીમાં થયો જે સંસ્કૃત અને ઉત્તર ભારતની ભાષાઓ ( હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, નેપાળી, પંજાબી) બની. દ્રવિડ ભાષાઓએ દક્ષિણ બ્રાહ્મી લિપિને અપનાવી, જે મુખ્યત્વે આજે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સાંભળવામાં આવે છે.

ખ્રિસ્તી ધર્મ અને સુવાર્તા સમાન નથી

જેમ કે હિન્દી અને હિન્દુઓ એ એક બીજાને પ્રભાવિત કર્યા છે, પરંતુ તે એક સમાન નથી, તેવું જ સુવાર્તા અને ખ્રિસ્તી ધર્મ સાથે છે. ખ્રિસ્તી ધર્મ એ સંદેશનો સાંસ્કૃતિક પ્રતિસાદ છે. તેથી ખ્રિસ્તી ધર્મમાં રિવાજો, માન્યતાઓ અને વ્યવહાર જોવા મળે છે, જ્યારે આ બાબતો સુવાર્તામાં જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે, ઇસ્ટર અને નાતાલના પ્રખ્યાત તહેવારો લો, કે જે ખ્રિસ્તી ધર્મને સૌથી વિશાળ રીતે રજૂ કરે છે. આ તહેવારો ઈસુ ખ્રિસ્તના જન્મ, મરણ અને પુનરુત્થાન કે જે ઈશ્વરના અવતાર ની યાદગીરીમાં ઉજવવામાં આવે છે અને તે સુવાર્તામાં રજુ કરવામાં આવ્યા પ્રમાણે છે. પરંતુ સુવાર્તાના સંદેશામાં કે વેદ પુસ્તક (બાઇબલ)માં ક્યાંય પણ આ તહેવારોનો કોઈ સંદર્ભ મળતો નથી અથવા તેમને ઉજવવાના આદેશો આપતું નથી. સુવાર્તા અને ખ્રિસ્તી ધર્મ એક બીજામાં પુરક હોવા જોઈએ, પરંતુ તે એકસરખા નથી. હકીકતમાં, આખા બાઇબલમાં ફક્ત ત્રણ જ વાર (વેદ પુસ્તક)માં ‘ખ્રિસ્તી’  શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.

જેમ દક્ષિણ એશિયન ભાષાઓની લિપિના વિકાસનો ઇતિહાસ લાંબો અને જટિલ છે, તેમ સુવાર્તા ખ્રિસ્તી ધર્મ કરતા ઘણી જૂની છે. સુવાર્તાના સંદેશની પ્રથમ જાહેરાત માનવ ઇતિહાસની શરૂઆતમાં કરવામાં આવી હતી, આમ તે ઋગ્વેદના સૌથી પ્રાચીન ભાગોમાં પણ જોવા મળે છે. ઇબ્રાહીમે 4000 વર્ષ પહેલાં તેને ગતિમાં મૂકી હતી, જેના વંશજો (એ)બ્રાહ્મમીક લિપિ દક્ષિણ એશિયામાં લાવ્યા હતા. દક્ષિણ એશિયન ભાષાઓની જેમ, સુવાર્તા વિવિધ લિપિઓમાં વિસ્તરિત થઈ જે આવી અને ગઇ પણ, અને સામ્રાજ્યો જે આવ્યા અને સમાપ્ત થયા. પરંતુ શરૂઆતથી તેનો અવકાશ સર્વ દેશોના લોકો માટે હતો, પછી ભલે તેમની સંસ્કૃતિ, ભાષા, લિંગ, જાતિ અથવા સામાજિક દરજ્જો ગમે તેમ હોય. સુવાર્તા એક પ્રેમ કથા છે જે લગ્ન સાથે સમાપ્ત થાય છે.

સુવાર્તા કોના સંબંધમાં છે?

આ વેબસાઇટ સુવાર્તા  વિશે છે, ખ્રિસ્તી ધર્મ  વિશેની નથી. મુળ સ્વરુપે સુવાર્તાનું વર્ણન કરવા વપરાયેલા શબ્દો માર્ગ  અને સીધો માર્ગ  છે (જેમાં ધર્મનો વિચાર મળે છે). જેઓ સુવાર્તાને અનુસરે છે તેઓને વિશ્વાસીઓ, શિષ્યો  કહેવામાં આવે છે (જેમાં ભક્તનો વિચાર આવે છે). સુવાર્તાનો કેન્દ્રિય વિચાર એ એક વ્યક્તિ છે, નાઝરેથના ઈસુ, ઈશ્વરનો અવતાર,  ગુરુ ,જેમણે મારી અને તમારા પ્રત્યેની ભક્તિ દર્શાવી છે. તેમના આગમનના સમયની યોજના શરૂઆતથી જ ઘડાઇ હતી. આ સમજવું ખુબજ જરુરી છે, કે પછી ભલે તે વ્યક્તિ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અથવા કોઈ અન્ય ધર્મની હોય – અથવા નાસ્તિક હોય.

જો તમે જીવન, પાપ અને મૃત્યુમાંથી મુક્તિ અને ઈશ્વર સાથેના સંબંધ, જેવા સુવાર્તાના વિષયોને માટે વિચારતા હોય, તો આ વેબસાઇટ તમારા માટે છે. ખ્રિસ્તી ધર્મની સંસ્કૃતિને એક બાજુ પર રાખો, તો તમે જોશો કે સુવાર્તા ખૂબ જ આકર્ષક, રસપ્રદ અને સંતોષ આપનાર છે. તમે તેને નીચેની દક્ષિણ એશિયન ભાષાઓમાં જોઈ શકો છો: અંગ્રેજી, હિન્દી, રોમનાગરી, બંગાળી, મરાઠી, ગુજરાતી, પંજાબી, નેપાળી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ.