દિવસ 2: ઈસુ દ્વારા મંદિરનું બંધ કરાવવું … ઘાતક પ્રદર્શન તરફ દોરી જાય છે

ઈસુએ એક પ્રકારે રાજા તરીકેનો દાવો કરતાં અને સર્વ દેશો માટે એક પ્રકાશ રુપે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. આ સાથે ઇતિહાસના એક સૌથી મોટા ઉથલ પાથલ કરનાર અઠવાડિયાની શરૂઆત થઈ, જે આજે પણ અનુભવાય છે. પરંતુ આ એ વાત હતી કે જેને લીધે મંદિરમાં તેમણે આગેવાનો સાથેના તેમના ઉકળતા સંઘર્ષને વિસ્ફોટીત કર્યો. તે મંદિરમાં જે બન્યું તે સમજવા માટે, આપણે તેની સરખામણી આજનાં સૌથી ધનિક અને સૌથી લોકપ્રિય મંદિરો સાથે કરવી જોઈએ.

ભારતના સમૃદ્ધ અને પ્રખ્યાત મંદિરો

બૃહદીશ્વર મંદિર

(રાજરાજેશ્વરમ અથવા પેરુવુદેયાર કોવિલ) તામિલ રાજા ચોલા ૧ દ્વારા ( ઇ.સ 1003-1010)  બાંધવામાં આવ્યું હતું, તે શાહી મંદિર તરીકે બનાવવામાં આવ્યું હતું. તેના નિર્માણ પાછળ રાજા તથા તેના સામ્રાજ્યની શક્તિ અને સાધનોનો ઉપયોગ થવાને કારણે, આ શાહી મંદિર ખૂબ મોટું હતું, જે મોટા પાયે કપાયેલા પત્થરોથી બનેલું હતું. જ્યારે બૃહદીશ્વર મંદિર પૂર્ણ થયું ત્યારે તે ભારતનું સૌથી મોટું મંદિર હતું અને આજે તેને મહાન જીવંત ચોલા મંદિર નું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે.

  • ભવ્ય બૃહદીશ્વર મંદિર
  • બૃહદીશ્વર સ્થાન
  • બૃહદીશ્વર: બીજું દ્રશ્ય

કૈલાસ પર્વતના શિવના નિયમિત ઘરના પૂરક બનાવવા માટે દક્ષિણના ઘર તરીકે બાંધવામાં આવ્યું હતું, જેમાં તેણે એક નિયુક્તા, જમીનદાર અને ઋણદાતા તરીકે પણ કામ કર્યું હતું. આ પ્રવૃત્તિઓથી બૃહદીસ્વર મંદિર ખૂબ સંપત્તિ સાથે દક્ષિણ ભારત માટે એક મોટું આર્થિક સંસ્થાન બન્યું. રાજાની સરકારે શાહી મંદિરના સ્ટાફની નિમણૂક કરી, જેઓ સારી રીતે-નિર્ધારિત અધિકાર અને જવાબદારીઓમાં કાર્ય કરે છે. જેને પરિણામે, બીજા કોઈ પણ મંદિર પાસે આ મંદિરની કીર્તિ નબળી પડતાં સુધીમાં તેના કરતા વધુ સંપત્તિ, સોનું અને રોકડ ન હતું …

વેંકટેશ્વર મંદિર

તે આંધ્રપ્રદેશના તિરૂપતિ માં સ્થિત છે. આ મંદિર વેંકટેશ્વર (બાલાજી, ગોવિંદ અથવા શ્રીનિવાસ) ને સમર્પિત છે. આ મંદિરના અન્ય નામો છે: તિરુમાલા મંદિર, તિરૂપતિ મંદિર અને તિરૂપતિ બાલાજી મંદિર. તે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા નિયંત્રિત છે, જે આ મંદિરથી થતી આવકનો ઉપયોગ કરે છે. વેંકટેશ્વર મંદિર ભારતનું સૌથી ધનિક મંદિર છે અને એવું કહેવામાં આવે છે કે તે વિશ્વની સૌથી ધનિક ધાર્મિક સંસ્થાઓમાંથી એક છે.

તિરૂપતિમાં વેંકટેશ્વર મંદિર

  • Location in Andhra Pradesh

તે દરરોજ નિયમિતપણે એક લાખ મુલાકાતીઓને આકર્ષિત કરે છે અને સામાન્ય રીતે રોકડ અને સોનાના સ્વરૂપમાં, વાળ પણ ભક્તો દ્વારા પુષ્ક્ળ પ્રમાણમાં ભેટ મેળવે છે. આની પાછળની વાર્તા વેન્કટેશ્વર એક સ્થાનિક યુવતી સાથે લગ્ન કરવા દ્વારા દહેજના દેવાની જાળમાં ફ઼સાઇ જાય તે વીશેની છે. ઘણા ભક્તો માને છે કે તેઓ તેમનું કેટલુંક વ્યાજ ભરપાઇ કરવા માટે તેમની મદદ કરે છે. COVID-19 ને કારણે, મંદિર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે અને તેઓએ 1200 કામદારોને છૂટા કર્યા છે

પદ્મનાભસ્વામી મંદિર

કેરળમાં તાજેતરમાં  શ્રીમંત મંદિરોની યાદીમાં ટોચ પર રહ્યું છે. આ મંદિરમાં પદ્મનાભસ્વામી, આદી શેષ સાપ ની ઉપર સ્થાપિત મુખ્ય દેવતા છે. તેનો સૌથી મોટો ઉત્સવ લક્ષ દીપમ, અથવા એક લાખ દીવા છે, કે જે દર 6 વર્ષે એકવાર આવે છે. ૨૦૧૧ માં, સરકારી અધિકારીઓએ ઘોષણા કરી હતી કે તેઓએ પદ્મનાભસ્વામી મંદિરના ગુપ્ત ભોંયરામાં આવેલા વોલ્ટમાં હીરા, સોનાના સિક્કા, સોનાની મુર્તિઓ, ઝવેરાત અને અન્ય ખજાનાની બોરીઓની શોધ કરી હતી. નિષ્ણાતો હવે તેની કિંમત 20 બિલિયન યુએસ ડોલર હોવાનું અનુમાન કરે છે.

  • સુવર્ણ પદ્મનાભસ્વામી

પદ્મનાભસ્વામીનુ સ્થાન

  • પદ્મનાભસ્વામી મંદિર

હીબ્રુનું મંદિર

હિબ્રૂઓનું એક જ મંદિર હતું, અને તે યરૂશાલેમમાં હતું. બૃહદીશ્વરની જેમ, તે એક શાહી મંદિર હતું, જેનું નિર્માણ રાજા સુલેમાન દ્વારા ઇ.સ પુર્વે 950 માં કરવામાં આવ્યું હતું. તે એક વિશાળ માળખું હતું જેમાં ઘણી કોતરણી, સજાવટ અને ઘણાં સોનાથી બનેલું હતું. પ્રથમ મંદિરના વિનાશ પછી હિબ્રૂઓએ બરાબર તે જ સ્થાને બીજું મંદિર બનાવ્યું. શક્તિશાળી મહાન હેરોદે મંદિરનું મોટા પ્રમાણમાં વિસ્તરણ કર્યું, જેણે ઈસુના પ્રવેશ સમયે રોમન સામ્રાજ્યના સૌથી પ્રભાવશાળી બાંધકામોમોંનું એક હતું, કે જે મોટાભાગે સોનાથી શણગારાયેલ હતુ. નિશ્ચિત તહેવારો પર યહૂદી યાત્રાળુઓ અને રોમન સામ્રાજ્યના પ્રવાસીઓનો સતત પ્રવાહ પર ચાલુ રહેતો હતો. આ રીતે પુજારીઓ અને એક મોટા કામદારો પૂરુ પાડનારાઓના જૂથે મંદિરની પૂજાને સમૃદ્ધ ઉદ્યોગમાં ફેરવી દીધો.

    યરુસાલેમના મંદિરનો ઐતિહાસિક નમૂનો

  •  યરૂશાલેમ ઉપર ગગનચુંબી મંદિર

સંપત્તિ, પ્રતિષ્ઠા, શક્તિ અને ભવ્યતાની દ્રષ્ટિએ, આ મંદિર બૃહદેશ્વર, વેંકટેશ્વર અને પદ્મનાભસ્વામી મંદિરો જેવું જ હતું.

તેમ છતાં તે ઘણીબધી રીતે અલગ છે. તે આખી ભૂમી પર એકમાત્ર મંદિર હતું. તેના પરિસરમાં કોઈ મૂર્તિ કે મૂર્તિઓ નહોતી. ઈશ્વર તેમના મંદીરના સ્થાન વિશે પ્રાચીન હીબ્રુ પ્રબોધકો દ્વારા જે બોલ્યા હતા તે જ પ્રકારનું તે હતું.

1. ’યહોવા એવું કહે છે’, “આકાશો મારું રાજ્યાસન છે, ને  પૃથ્વી મારું પાયાસન છે; તમે મારે માટે કેવું ઘર બાંધશો? અને મારું વિશ્રામસ્થાન કેવું થશે?” 2 વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં;

યશાયા 66:1-2a

આ મંદિર તે જગ્યા પર ન હતું જ્યાં ઈશ્વર રહેતા હતા. પરંતુ, તે એક એવી જગ્યા હતી કે જ્યાં લોકો ઈશ્વરની સાથે મુલાકાત કરી શકે, જ્યાં તેમની હાજરી સક્રિય હતી. ઈશ્વર અહીં સક્રિય અંશ હતા, ઉપાસક નહીં.

સક્રિય અંશ પરખ: ઈશ્વર કે યાત્રાળુ?

આ રીતે વિચારો. જ્યારે બૃહદીશ્વર, વેંકટેશ્વર અને પદ્મનાભસ્વામી મંદિરોની મુલાકાત લેવામાં આવે છે ત્યારે ભક્તો પસંદ કરે છે કે તેઓ કયા દેવતાની પૂજા કરશે. ઉદાહરણ તરીકે, બૃહદીશ્વર શિવને સમર્પિત હોવા છ્તાં તેમાં અન્ય દેવતાઓનો સમાવેશ થાય છે: જેવા કે, વિષ્ણુ, ગણેશ, હરિહર (અર્ધ શિવ, અર્ધ વિષ્ણુ), સરસ્વતી સહિત અન્ય દેવતાઓ છે. તેથી ભક્તો પાસે બૃહદીશ્વરમાં પ્રવેશ કરતી વખતે કયા દેવી-દેવતાઓની પૂજા કરવી તે પસંદ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેઓ તેમની પસંદગીના કેટલાક, અથવા કોઈપણ દેવ-દેવોની ઉપાસના કરી શકે છે. આ બધા મંદિરો માટે એ સાચું છે કે જેમાં અનેક મુર્તિઓ છે. દેવની પસંદગી કરવાની જવાબદારી યાત્રી પર રહે છે.

આ ઉપરાંત, આ મંદિરોમાં ભક્તો શું વસ્તું અથવા કેટ્લી રકમ બક્ષિસ તરીકે આપવી તે પસંદ કરે છે. આ મંદિરોનો સેંકડો વર્ષોથી વિકાસ થયો છે, કારણ કે યાત્રાળુઓ, રાજાઓ અને અધિકારીઓએ નક્કી કર્યું હતું કે તેઓ દરેક શું આપશે. મંદિરોમાં દેવતાઓએ તેઓને શું આપવું જોઈએ તે દર્શાવાયું નથી.

જો કે આપણે દેવતાઓની ઉપાસના માટે તીર્થયાત્રાઓ કરીએ છીએ, તેમ છતાં આપણે એવું વ્યવહાર કરીએ છીએ કે જાણે દેવતાઓ ખરેખર શક્તિવિહીન છે કારણ કે આપણે ક્યારેય તેઓ આપણી પસંદગી કરે તેવી અપેક્ષા રાખતા નથી; પરંતુ તેને બદલે આપણે તેઓને પસંદ કરીએ છીએ.

આ આપણને એ સવાલ પૂછવા તરફ દોરી જાય છે કે મંદિરમાં સક્રિય મધ્યસ્થ કોણ છે, ઈશ્વર અથવા યાત્રાળુમાં, આપણે સમજી શકીએ છીએ કે ઈસુ સાથે દુ:ખસહન અઠવાડિયાના ૨ જા દિવસે, સોમવારે શું થયું. તે મંદિરના ઈશ્વર, જેમણે સ્વર્ગ અને પૃથ્વી બનાવ્યાં છે, તેમણે તેઓની અને જરુરી બક્ષિસની પસંદગી કરી. આ દ્ષ્ટીકોણ સાથે આપણે પૃષ્ઠભૂમિ નિયમોની સમીક્ષા કરીએ છીએ.

તે દિવસે હલવાનોની પસંદગી

ઈસુએ પવિત્ર અઠવાડિયાના, નીસાન 9, દીવસ 1 ના રવિવારે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. પ્રાચીન હીબ્રુ વેદોએ બીજા દિવસ માટેના એટલે કે નીસાન 10 ના દીવસના નિયમો આપ્યા છે, કે જેથી તે તેમના કેલેન્ડરમાં અનોખું જોવા મળે. પંદર સો વર્ષ પહેલાં, ઈશ્વરે મુસાને આગામી પાસ્ખા પર્વની તૈયારી કેવી રીતે કરવાની સૂચના આપી હતી. ઈશ્વરે જણાવ્યુ હતુ:

1 અને મિસર દેશમાં યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું,

2 “આ માસને તમારા માલોમાંનો પ્રથમ ગણવો. તે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય.

3 ઇઝરાયલના આખા સમુદાયને કહે કે, આ માસને દશમે દિવસે તમ પ્રત્યેક પુરુષે પોતાને માટે પોતાના પિતાના ઘર પ્રમાણે એકેક હલવાન લેવું, એટલે કુટુંબદીઠ અકેક હલવાન; 

નિર્ગમન ૧૨:૧-૩

અને માત્ર તે દિવસ

નિસાન એ યહૂદી વર્ષનો પહેલો મહિનો હતો. તેથી, મુસાએ દરેક યહૂદી કુટુંબને કહ્યું કે, નિસાન 10 થી આવતા પાસ્ખાપર્વ માટે પોતાના માટે હલવાનની પસંદગી કરો. તેઓએ તે દિવસે જ પસંદગી કરી. તેઓએ યરૂશાલેમના મંદિરના સંકુલમાં પાસ્ખાપર્વના હલવાનની પસંદગી કરી હતી – બરાબર તે સ્થળ જ્યાં ઈબ્રાહીમના બલિદાનથી યરૂશાલેમને પવિત્ર બનાવ્યું હતું. એક ખાસ જગ્યાએ,  એક નક્કી દિવસે (નિસાન 10), યહૂદીઓએ આગામી પાસ્ખાપર્વ ઉત્સવ(નિસાન 14) માટે તેમના હલવાનોની પસંદગી કરી.

તમે કલ્પના કરી શકો છો, નિસાન 10 ના દિવસે, લોકો અને પ્રાણીઓના વિશાળ મેળાવડા,  વેપાર બજારના કોલાહલથી, ચલણ વિનિમય મંદિરને ધમધમાટ બજારમાં ફેરવશે. બૃહદિસ્વર, વેંકટેશ્વર અને પદ્મનાભસ્વામી મંદિરોમાં આજે જોવામાં આવતી પ્રવૃત્તિઓ અને યાત્રાળુઓ સરખામણી કરતાં શાંત જણાશે.

ઈસુની પસંદગી મંદિર બંધ કરવા દ્વારા

સુવાર્તામાં ઈસુએ તે દિવસે જે કર્યું તે નોંધવામાં આવ્યું છે. જ્યારે તે જણાવે છે કે ‘આવતી સવાર’ યરૂસાલેમમાં શાહી પ્રવેશ પછીનો દિવસ હતો, ત્યારે નિસાનની 10 મી તારીખે મંદિરમાં પાસ્ખાપર્વના હલવાનની પસંદગી કરવાનો દિવસ હતો.

ઈસુ યરૂસાલેમ પહોંચ્યા અને મંદિરના પરસાળમાં આવ્યા ’…(નિસાન 9…’

માર્ક ૧૧:૧૧

બીજા દિવસે’’(નિસાન 10)’.

માર્ક ૧૧:૧૨a

15. અને તેઓ યરુશાલેમ આવે છે. અને તે મંદિરમાં ગયા ને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યા, ને નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળ્યાં.

16. અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહિ.

17. અને તેઓને બોધ કરતાં તેમણે કહ્યું, “શું એમ લખેલું નથી કે, ’મારું ઘર સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને  લૂંટારાઓનું કોતર કર્યું છે.” 

માર્ક ૧૧:૧૫-૧૭

ઈસુ સોમવારે, નિસાન 10 ના દિવસે મંદિરમાં ગયા અને ઉત્સાહથી ધંધાકીય પ્રવૃત્તિ બંધ કરી દીધી. ખાસ કરીને ખરીદી અને વેચાણે પ્રવુત્તિઓએ અન્ય જાતિના લોકો માટે, પ્રાર્થનાના કામમાં અવરોધ ઉભો કર્યો હતો. આ જાતિઓ માટે પોતે પ્રકાશરુપ હોવાના કારણે તેમણે વેપારનું કામ બંધ કરાવીને તે અવરોધ તોડ્યો. પરંતુ કેટલીક એક સાથે ન જોઈ શકાય તેવી બાબતો પણ એક સાથે થઈ, નીચેનું આ શીર્ષક બતાવે છે કે સ્વામી યોહાને તેને ઈસુ સાથે ઓળખાવી બતાવ્યું.

ઈશ્વર તેમના હલવાનને પસંદ કરે છે

તેનો પરિચય આપતાં યોહાને આ કહ્યું:

29. બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!

યોહાન ૧:૨૯

ઈસુ ‘ઈશ્વરનુ હલવાન’ હતા. ઈબ્રાહીમના બલિદાનમાં, તે ઈશ્વર જ હતા જેમણે ઈબ્રાહીમના પુત્રની જગ્યાએ હલવાનનું બલિદાન આપવાનું પસંદ કર્યું. મંદિર એ જ જગ્યાએ હતું. ઈસુ જ્યારે નીસાન 10 ના દિવસે મંદિરમાં પ્રવેશ્યા, ત્યારે ઈશ્વરે તેમને તેમના પાસ્ખાપર્વના હલવાન તરીકે પસંદ કર્યા. પસંદગી પામવા માટે આ ચોક્કસ દિવસે જ તેઓએ મંદિરમાં હોવુ જોઈતુ હતું.

અને તે ત્યાં હતા.

ઈશ્વરે પસંદ કરાયેલા લોકોને બોલાવવાની ભવિષ્યવાણી લાંબા સમયથી કરી હતી:

બલિદાન અને અર્પણ કરવાની તમને ઇચ્છા ન હતી-
પરંતુ મારા કાન તમે ખોલી દીધા છે-
તમારે કોઈ દહનાર્પણો અને પાપાર્પણો જોઈએ નહીં.
7 પછી મેં કહ્યું, “હું અહીં છું, હું આવ્યો છું—
તે સ્ક્રોલમાં મારા વિશે લખાયેલું છે.
8 હે ભગવાન, હું તમારી ઇચ્છા પૂરી કરવાની ઇચ્છા કરું છું;
તમારો કાયદો મારા હૃદયમાં છે. “

ગીતશાસ્ત્ર ૪૦:૬-૮

મંદિરની પ્રવૃત્તિઓ ભેટો અને અર્પણો દ્વારા કરવામાં આવે છે. પરંતુ તે ઈશ્વરની પ્રાથમિક ઇચ્છા ક્યારેય નહોતી. ભવિષ્યવાણી દર્શાવે છે કે તેઓએ ચોક્કસ વ્યક્તિની ઇચ્છા રાખી હતી. જ્યારે ઈશ્વર તેને જુએ છે, ત્યારે તે તેને બોલાવશે, અને આ વ્યક્તિ પ્રતિક્રિયા આપશે. જ્યારે ઈસુએ મંદિર બંધ કર્યું ત્યારે આ બન્યું. આ ભવિષ્યવાણીએ તેના વિશે પણ આગાહી કરી હતી અને જે રીતે સપ્તાહના બાકીના સમયમાં બનેલ ઘટનાઓ બની તેણે તે બાબતને રજૂ કરી હતી.

શા માટે ઈસુએ મંદિર બંધ કર્યું

તેમણે આ કેમ કર્યું? ઈસુએ યશાયાના અવતરણ સાથે જવાબ આપ્યો, ‘મારુ ઘર તમામ જાતિના લોકો માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે’. સંપૂર્ણ ભવિષ્યવાણી વાંચો (તેના અવતરણને રેખાંકિત કરીને).

5. તેમને તો હું મારા મંદિરમાં તથા મારા કોટોમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તથા નામ આપીશ. એમને નષ્ટ નહિ થાય એવું અમર નામ હું આપીશ.

6. વળી જે પરદેશીઓ યહોવાની સેવા કરવા માટે, તથા યહોવાના નામ પર પ્રેમ રાખવા માટે, એના સેવક થવા માટે, તેમના સંબંધમાં આવે છે એટલે જે સર્વ મારા સાબ્બાથને અપવિત્ર ન કરતાં એને પાળે છે, ને મારા કરારને વળગી રહે છે;

7. તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ; તેમનાં દહનીયાર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે; કેમ કે ’મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનુ મંદિર કહેવાશે.

યશાયા ૫૬:૬-૭.
ઐતિહાસિક સમયરેખામાં રૂષિ યશાયા અને અન્ય હીબ્રુ રૂષિઓ (પ્રબોધકો)

આ ‘પવિત્ર પર્વત’ તે જ મોરીઆ પર્વત હતો, જ્યાં ઈશ્વરે ઈબ્રાહિમ માટે હલવાનની પસંદગી કરી હતી. ‘પ્રાર્થનાનું ઘર’ એ મંદિર હતું જેમાં ઈસુએ નીસાન 10 ના દિવસે પ્રવેશ કર્યો હતો. જો કે, ઈશ્વરની પૂજા કરવા માટે ફક્ત યહુદીઓ જ મંદિરમાં પ્રવેશ કરી શકતા હતા. પરંતુ યશાયા પહેલેથી જ જાણતા હતા કે ’વિદેશી લોક’ (બિન-યહૂદીઓ) જોશે કે તેમની ભેટો તેમના દ્વારા સ્વીકૃત કરવામાં આવી રહી છે. યશાયા દ્વારા, ઈસુએ જાહેરાત કરી કે તેમની મંદિર અંદરની વેપારી પ્રવુત્તિઓ બંધ કરવાથી બિન-યહૂદીઓને પ્રવેશવાનો અવકાશ મળશે. આ કેવી રીતે બનશે તે પછીના દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

પવિત્ર અઠવાડિયામાં પછીના દિવસો

સોમવાર, દિવસ 2 ની ઘટનાઓ, હીબ્રુ વેદના નિયમોની સરખામણીમાં

હીબ્રુ વેદમાં આપવામાં આવેલા નિયમોની સરખામણી સોમવાર, દિવસ 2 ની ઘટના સાથે કરવામાં આવે છે

સુવાર્તામાં, ઈસુએ મંદિર બંધ કરવાની અસરની નોંધ લીધી છે:

18..અને મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ તે સાંભળ્યું, ’ને તેમનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કર’; કેમ કે તેઓ તેમનાથી બીધા, કારણ કે સર્વ લોકો તેમના ઉપદેશથી નવાઈ પામતા. 

માર્ક ૧૧:૧૮

ઈસુ દ્વારા મંદિર બંધ કરવાથી નેતાઓ સાથે સંઘર્ષ થયો ને હવે તેઓએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઈસુએ હજારો વર્ષોથી ચાલતો આવેલો શાપ જાહેર કર્યો, આપણે તે પછીના દિવસ 3 માં જોઇશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *