એસ્ના રાશિ અને સ્ફિન્ક્સ રાશિચક્રના પ્રારંભને ચિહ્નિત કરે છે

રાશિચક્ર એ આકાશમાં નક્ષત્રનું એક વર્તુળ છે. કોઇ એક વર્તુળની શરૂઆત કેવી રીતે કરે? પરંતુ ઇજિપ્તના લૂક્સર નજીક આવેલ એસ્ના ખાતેનું મંદિર, રાશિને રેખીય રીતે દર્શાવે છે. એસ્ના રાશિ બતાવે છે કે પૂર્વજોએ રાશિચક્રના પ્રારંભ અને અંતને કેવી રીતે ચન્હિત કર્યા હતા નીચે એસ્ના રાશિ છે, જેમાં રાશિચક્ર નક્ષત્રોને નીચેના સ્તરે જમણાથી ડાબી બાજુ હરોળમાં આગળ વધતા બતાવવામાં આવે છે, જ્યારે ઉપરના સ્તર પર હરોળ ડાબેથી જમણી તરફ઼ (યુ-ટર્ન તીરને અનુસરીને) આગળ વધે છે.

એસ્ના ખાતેના મંદિરમાં રેખીય રાશિ. રાશિચક્ર નક્ષત્ર લાલ રંગમાં દર્શાવ્યું છે. સ્ફિન્ક્સ (લીલા રંગમાં ઘેરાયેલા) રાશિચક્રના આગેવાન છે. કન્યા રાશિ હરોળની શરૂઆત કરે છે અને સિંહ રાશિ  છેલ્લી છે.

સ્ફિન્ક્સ નક્ષત્રોની હરોળને દોરી જાય છે. સ્ફિન્ક્સનો અર્થ છે ‘એક સાથે બંધાવું’ અને તેમાં સ્ત્રીનું માથુ સિંહના શરીર સાથે જોડાયેલું છે (રાશિનો પ્રથમ અને અંતિમ ભાગ એક સાથે જોડાયેલા છે). સ્ફિન્ક્સ પછી કન્યા રાશિ આવે છે, જે રાશિચક્રમાં પ્રથમ રાશિ છે. રાશિચક્ર નક્ષત્રમાં કન્યા પછી યોગ્ય ક્રમમાં આગળ વધે છે અને સિંહ રાશિ ઉપર ડાબી બાજુએ, છેલ્લા નક્ષત્ર સાથે પુર્ણ થાય છે. એસ્ના રાશિ બતાવે છે કે રાશિ ક્યાંથી શરૂ થઈ (કન્યા) અને ક્યાં તે સમાપ્ત થઈ (સિંહ).

સ્ફિન્ક્સીસની ગોઠવણી – સિંહના શરીર પર સ્ત્રીનું માથુ, રાશિચક્રમાં પ્રથમ અને અંતિમ

અમે પ્રાચીન રાશિચક્ર કથા વાંચીએ છીએ કન્યાથી શરૂ થાય છે અને સિંહ સાથે સમાપ્ત થાય છે.