બ્રહ્મ અને આત્માને સમજવા માટે લોગોસનો અવતાર

ભગવાન બ્રહ્મા એ બ્રહ્માંડના સર્જનહારને ઓળખવા માટેનું એક સામાન્ય નામ છે. પ્રાચીન ઋગ્વેદમાં (ઇ.સ.પૂ. ૧૫૦૦)પ્રજાપતિ નામનો સર્જનહાર તરીકે ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ પુરાણોમાં તેની જ્ગ્યાએ ભગવાન બ્રહ્માને ગણવામાં આવ્યા છે. આજના ઉપયોગમાં, વિષ્ણુ, (સંરક્ષક) અને શિવ (વિનાશક) ની સાથે ભગવાન બ્રહ્માને, સર્જનહાર તરીકે, દૈવી ત્રિમૂર્તિ(ત્રિ-એક દેવ) ના ત્રણ પાસાંમાંના એક  તરીકે ગણવામાં આવે છે. ઇશ્વર (ઇશ્વરા) એ બ્રહ્માનો પર્યાય છે કારણ કે તે સૃષ્ટિનું સર્જન કરનાર ઉચ્ચ આત્માને સૂચવે છે.

બ્રહ્માને સમજવું એ પ્રાથમિક લક્ષ્ય હોવા છતાં, વ્યવહારમાં આ ગુંચવાડાભર્યું છે. ભક્તિ અને પૂજાની દ્રષ્ટિએ, શિવ અને વિષ્ણુ, તેમના જીવનસાથી અને અવતારો ભગવાન બ્રહ્મા કરતા વધારે ધ્યાન પ્રાપ્ત કરે છે. શિવ અને વિષ્ણુ માટે આપણે અવતાર અને જીવનસાથીનું નામ ઝડપથી આપી શકીએ છીએ, પરંતુ બ્રહ્મા માટે આપણે  ગુંચવાઇ જવું પડે છે.

કેમ?

બ્રહ્મા, બ્રહ્મ અથવા ઇશ્વર, સર્જનહાર હોવા છતાં, તે આપણાથી ખુબજ-અલગ પડી ગયા હોય અને જેમને ન પહોંચી શકાય તેમ લાગે છે, કે જેઓ પાપો, અંધકાર અને દુન્યવી ક્ષણિક બાબતો સાથે જોડાયેલા હોય છે અને સંઘર્ષ કરતા જોવા મળે છે. જો કે બ્રહ્મા એ સર્વનો સ્રોત છે, અને આપણે આ સ્રોત તરફ઼ પર પાછા ફરવાની જરૂર છે, પરંતુ આ દૈવી સિદ્ધાંતને સમજવાની આપણી ક્ષમતા પહોંચ બહાર છે. તેથી આપણે સામાન્ય રીતે આપણી ભક્તિને એવા દેવી-દેવીઓ પર કેન્દ્રિત કરીએ છીએ જે વધુ માનવ જેવા લાગે, અને આપણી નજીક હોય છે અને આપણને પ્રતિક્રિયા આપી શકે છે. આપણે દુરથી બ્રહ્મના ગુણલક્ષણો સમજવા અનુમાન લગાવીએ છીએ. વ્યવહારમાં, બ્રહ્મા એક અજાણ્યા ભગવાન છે,સાથે બ્રહ્માની મૂર્તિઓ પ્રમાણમાં દુર્લભ છે.

આ અટકળોનો એક ભાગ આત્મા(આત્મન) સાથે પરમાત્મા(બ્રહ્મ) ના સંબંધની આસપાસ ફરે છે. આ સવાલ પર વિવિધ ઋષિઓએ અલગ અલગ વિચારધારા શીખવતી શિક્ષણશાખાઓ ઉભી કરી છે. આ અર્થમાં, મનોવિજ્ઞાન, આપણો આત્મા અથવા આત્મનના અભ્યાસને, ધર્મશાસ્ત્ર, ભગવાન અથવા બ્રહ્મ સંબંધીના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે. જો કે વિવિધ વિચારો અસ્તિત્વ ધરાવે છે, કારણ કે આપણે ભગવાનને વૈજ્ઞાનિક રીતે ચકાસી શકતા નથી, અને કારણ કે ભગવાન દૂર છે, તેથી સૌથી બુદ્ધિશાળી તત્વચિંતકો પણ મોટાભાગે અંધારામાં અટવાયા કરે છે.

દૂરના દૈવી નિર્માતા સાથે જોડાવાની આ અસમર્થતાને વિશાળ પ્રાચીન વિશ્વમાં માન્યતા મળી. પ્રાચીન ગ્રીકોએ લોગોસ શબ્દનો ઉપયોગ વિશ્વના અસ્તિત્વના સિધ્ધાંત અથવા કારણને વર્ણવવા માટે કર્યો, અને તેમના લખાણોમાં લોગોસની ચર્ચા થઈ. લોજિક શબ્દ લોગોસ પરથી ઉતરી આવ્યો છે, અને અભ્યાસની દરેક શાખાનું નામ તેના પ્રત્યયમાં-શાસ્ત્ર (દા.ત. ધર્મશાસ્ત્ર, મનોવિજ્ઞાનશાસ્ત્ર, જીવવિજ્ઞાનશાસ્ત્ર વગેરે) શબ્દને જોડવામાં આવે છે જે લોગોસમાંથી ઉતરી આવ્યો છે. લોગોસ બ્રહ્મા અથવા બ્રહ્મ સમાન છે.

હિબ્રુ વેદોમાં તેમની પ્રજા એટલે કે હિબ્રુઓ (અથવા યહૂદીઓ) ના પૂર્વજ શ્રી ઇબ્રાહિમ થી શ્રી મુસાને દસ આદેશો પ્રાપ્ત થયા હતા તેઓ સાથે શરૂ થયેલા સાથે સર્જનહારના વ્યવહારનું વર્ણન છે. તેમના ઇતિહાસમાં, આપણી જેમ, હિબ્રુઓને લાગ્યું કે સર્જનહાર તેમની પાસેથી દૂર થઈ ગયા છે, અને તેથી તેઓ અન્ય દેવી-દેવતાઓ કે જે તેઓને વધુ નજીક અને વ્યક્તિગત લાગતા હતા તેઓની પૂજા કરવા તરફ઼ દોરવાયા. તેથી, હિબ્રુ વેદોએ ઘણીવાર સર્જનહારને અન્ય દેવોથી અલગ પાડવા માટે  પરાત્પર દેવ તરીકે ઓળખાવે છે. આપણે અનુમાન કરીએ છીએ કે પ્રજાપતિ ની બ્રહ્મા તરીકે ઓળખાવવાની પ્રક્રિયાના સમયગાળામાં ઇઝરાયલી લોકો નિર્વાસિત તરીકે ઇ.સ. પૂર્વે ૭૦૦ વર્ષ પુર્વે ભારતમાં આવ્યા તેઓ દ્વારા આ સમજ કેળવવામાં મદદ કરી હતી, કારણ કે આ ઇશ્વર તેમના પુર્વજ, ઇબ્રાહમ દ્વારા સૂચવવામાં આવ્યા હતા, અને તેની સાથે સંકળાયેલ ઇશ્વર (ઇ)બ્રાહમ બન્યા.

આપણે બ્રહ્મને આપણી ઇન્દ્રિયોથી જોઈ શકતા નથી, અથવા આપણા આત્માની પ્રકૃતિને જાણી શકતા નથી, તેથી ભગવાન બ્રહ્મને સમજવાનું આપણા દિમાગથી છોડી દઇએ, અને હવે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો એકમાત્ર ખાતરીપૂર્વકનો માર્ગ તો તે છે કે જ્યાં તે પોતે પોતાને આપણી આગળ પ્રગટ કરે.

સુવાર્તાઓમાં ઈસુ (યેશુ સત્સંગ) ને સર્જનહાર અથવા સર્વોચ્ચ ઈશ્વર, બ્રહ્મ અથવા લોગોસ ના આ અવતાર તરીકે રજૂ કરે છે. તેઓ ચોક્કસ પણે સર્વ સમય અને સંસ્કૃતિઓમાં તમામ લોકો દ્વારા અનુભવાયેલી આ મર્યાદાઓને કારણે તે આપણા વિશ્વમાં આવ્યા હતા. યોહાનની સુવાર્તા આ રીતે ઈસુનો પરિચય આપે છે. જ્યાં આપણે શબ્દ વાંચીએ છીએ તે જ લોગોસ જે મૂળ ગ્રીક પ્રતમાંથી અનુવાદિત કરેલ છે. શબ્દ/લોગોસ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી આપણે સમજીશું કે કોઇ દેશના દેવની ચર્ચા કરવામાં ન આવે, પરંતુ તે સિદ્ધાંત અથવા કારણ કે જેનામાંથી બધા ઉદ્ભવ્યા છે તે સમજીએ. જ્યાં પણ શબ્દ દેખાય ત્યાં તમે બ્રહ્મને અવેજી તરીકે ઉપયોગ કરી શકો છો અને આમ કરવાથી પાઠનો સંદેશ બદલાશે નહીં.

1આરંભે ‘શબ્દ’ હતો, અને ‘શબ્દ’ ઈશ્વરની સંઘાતે હતો. અને ‘શબ્દ’ ઈશ્વર હતો. 2તે જ આરંભે ઈશ્વરની સંઘાતે હતો. 3તેનાથી સર્વ ઉત્પન્‍ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્‍ન થયું નહિ. 4તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું. 5તે અજવાળું અંધારામાં પ્રકાશે છે. પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહિ. 6ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહાન હતું. 7તે સાક્ષીને માટે આવ્યો કે અજવાળા વિષે તે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. 8તે [યોહાન] તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિષે સાક્ષી આપવાને [તે આવ્યો હતો]. 9ખરું અજવાળું તે હતું કે, જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. 10તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્‍ન થયું હતું, તોપણ જગતે તેને ઓળખ્યો નહિ. 11તે પોતાનાંની પાસે આવ્યો, પણ પોતાના [લોકો] એ તેનો અંગીકાર કર્યો નહિ. 12પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો. 13તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી જન્મ પામ્યાં. 14‘શબ્દ’ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. 15યોહાન તેમના વિષે સાક્ષી આપે છે અને પોકારીને કહે છે, “જેમના વિષે મેં કહ્યું છે કે, મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે. 16કેમ કે અમે સર્વ તેમના ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા. 17કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. 18ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.

ય઼ોહાન ૧:૧૮

સુવાર્તાઓમાં ઈસુ વીશેની સંપૂર્ણ વિગતો રજુ કરવાનું આગળ વધ્યું જેથી આપણે સમજી શકીએ કે તેઓ કોણ છે, તેમનું મિશન કાર્ય શું છે અને આપણા માટે તેનો શું અર્થ થાય છે. (‘યોહાન’ અહીં સમજાવે છે.) જો કે સુવાર્તામાં ઈસુને ઈશ્વરના લોગોસ તરીકે ઓળખાવ્યા હોવાથી આપણે જાણીએ છીએ કે તે ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ લખાયેલું નથી, પણ જેઓ ઈશ્વર, અથવા બ્રહ્મ ને વધુ સ્પષ્ટપણે સમજવા માંગે છે અને પોતાની જાતને પણ વધુ સારી રીતે સમજવા માંગે છે તેવા સર્વ માટે વિશ્વવ્યાપી લખાણ તરીકે હતા. જો કે લોગોસ પદ ધર્મવિજ્ઞાનશાસ્ત્ર અને મનોવિજ્ઞાનશાસ્ત્ર માં શાસ્ત્રો શબ્દમાં જડાયેલ હોવાથી અને ‘ઈશ્વરને કોઈએ ક્યારેય જોયા નથી’, તેથી ઈસુને ધ્યાનમાં રાખીને આપણા આત્મા (આત્મા) અને ભગવાન (બ્રહ્મ) ને સમજવાની આનાથી વધુ સારી રીત કઈ  હોઈ શકે? તેઓ તપાસી શકાય તેવા ઇતિહાસમાં જીવ્યા, ચાલ્યા અને શીખવ્યું. આપણે તેના જન્મથી શરૂ કરીને, જે સુવાર્તામાં નોંધાયેલ પ્રસંગો દ્વારા જાણી શકીએ છીએ કે ‘શબ્દ દેહ બન્યો’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *