ઈશ્વરની પ્રતિમામાં

આપણે એ જોઈ ગયા કે કેવી રીતે પુરૂષાની હયાતી સમયની શરૂઆત પહેલાંથી હતી વળી ઈશ્વર (પ્રજાપતિ) પુરૂષાનું બલિદાન અર્પી પોતાનું માનસ પ્રગટ કરે છે. આ નિર્ણય થકી સર્વ સર્જનની  શરૂઆત થઈ – જેમાં મનુષ્યજાતના સર્જનનો પણ સમાવેશ થાય છે.  

ચાલો વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) મનુષ્યના સર્જન સબંધી શું કહે છે તે જોઈએ જેથી આપણા વિશે બાઈબલ શું શીખવે છે તે આપણે જાણી શકીએ.

26 પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ, જે આપણી પ્રતિમાંરૂપ અને આપણને મળતો આવતો હોય; જે સમુદ્રમાંનાં માંછલાં પર, અને આકાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે. તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.”
27 આથી દેવે પોતાની પ્રતિમાંરૂપ મનુષ્ય પેદા કર્યો. તેણે માંણસો એટલે સ્ત્રી અને પુરુષ બનાવ્યાં.

ઉત્પત્તિ ૧:૨૬-૨૭

“ઈશ્વરની પ્રતિમામાં”

મનુષ્યને ‘દેવની પ્રતિમા પ્રમાણે’ સર્જવામાં આવ્યો તેનો મતલબ શું? તેનો અર્થ એવો નથી કે ઈશ્વર પાસે  પણ ભૌતિક શરીર છે જેમાં બે હાથ, એક માથું, વગેરે હોય. એથી વિશેષ, આનો ગહન અર્થ એવો છે કે મનુષ્યના મૂળભૂત ગુણલક્ષણો ઈશ્વરના ગુણલક્ષણોમાંથી ઉતરી આવે છે. ઉદાહરણ તરીકે ઈશ્વર (પવિત્ર બાઈબલમાં) અને મનુષ્ય (અવલોકનથી) એમ બંને બુદ્ધિ-ચાતુર્ય, લાગણી અને ઈચ્છાશક્તિ ધરાવે છે. પવિત્ર બાઈબલ ઘણીવાર ઈશ્વરને દુખિત, ખેદિત, ક્રોધિત અથવા ઉલ્લાસિત દર્શાવે છે – જે લાગણીઓ આપણે મનુષ્યો પણ અનુભવીએ છીએ. આપણે રોજે રોજ પસંગીઓ કરીએ છીએ અને નિર્ણયો લઈએ છીએ. પવિત્ર બાઈબલ જણાવે છે કે ઈશ્વર પણ પસંદગીઓ કરે છે અને નિર્ણયો લે છે. તર્ક અને વિચાર કરવાની આપણી ક્ષમતા પણ ઘણુંખરું કરીને ઈશ્વર તરફથી મળેલ દેન છે. ડહાપણ, લાગણીઓ, અને ઈચ્છાશક્તિ વગેરેની આપણી વિસાત એટલા માટે શક્ય છે કે ઈશ્વર પાસે આ બધું છે અને તેમણે આપણને તેમની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કર્યા છે.  

ઊંડી રીતે જોતા આપણે સર્વે સભાન/સચેતન છીએ, ‘મારા’ અને ‘તમારા’ સબંધી અવગત (જાણકાર) અને ચેતનવંત. ‘તે છે’ તેનાથી આપણે અવ્યક્તિગત નથી. આપણે આવા છીએ કેમ કે ઈશ્વર પણ આવા છે. આ મૂળભૂત દ્રષ્ટિકોણથી, પવિત્ર બાઈબલના ઈશ્વર સર્વેશ્વરવાદ કે અવ્યક્તિગત ‘શક્તિ’ જેવા નથી, જાણીતી ફિલ્મ સ્ટાર વોર્સ દર્શાવે છે તેમ. અવ્યક્તિગત ‘તે છે’ ના કરતા મનુષ્યોની સચેતન/સંવેદનશીલ વ્યક્તિત્વની હકીકત ઈશ્વર વિશેના પ્રાથમિક શિક્ષણથી સ્પષ્ટ થાય છે. આપણે આવા એટલા માટે છીએ કેમ કે ઈશ્વર પણ આવા છે, કેમ કે આપણે તેમની પ્રતિમામાં સર્જાયા છીએ. 

આપણે શા માટે કલાત્મક છીએ

આપણે પણ કૌશલ્ય અને કળાપ્રેમી છીએ. આપણે કુદરતી રીતે જ સુંદરતાના પ્રશંસક છીએ વળી આપણે સઘળામાં સુંદરતા શોધીએ અને જોઈએ પણ છીએ. વિચારો કે સંગીત આપણે માટે કેટલું અગત્યનું છે – અરે નૃત્ય કરવાનું પણ આપણને કેટલું પસંદ છે. સંગીત આપણા જીવન કેવું અલંકૃત કરે છે. આપણને સારી વાર્તા પણ ગમે છે ચાહે તે નવલકથા હોય, કે પછી નાટ્યકથા, અથવા આજે વધુ પ્રચલિત ફિલ્મો પણ. દરેક ફિલ્મ/વાર્તામાં નાયક, ખલનાયક, પટકથા અને ખુબ રસપ્રદ વાતોથી આ નાયક, ખલનાયક અને સ્વાંગ બધું જ આપણી કલ્પનાશક્તિમાં ઘુસી જાય છે. આપણે માટે આ બધા મનોરંજનની કળાના ક્ષેત્રોની કદર અને સરાહના કરવી એ બિલકુલ સ્વાભાવિક છે, તે આપણને તાજગી અને દ્રઢતા પ્રદાન કરે છે કેમ કે આપણો ઈશ્વર પણ એક કલાકાર છે અને આપણે તેની જ પ્રતિકૃતિ છીએ. 

પૂછવા જેવો એક સવાલ છે. ચાહે તે કોઈ પણ કળા હોય, અભિનય કે સંગીત કે નૃત્ય કે લેખન આપણે કુદરતી રીતે જ કળાપ્રેમી કેમ છીએ? હું જયારે પણ ભારતમાં મુસાફરી કરું છું ત્યારે ભારતીય ફિલ્મોના સંગીત અને નૃત્યથી આશ્ચર્યચકિત થઈ જાઉં છું, પાશ્ચાત્ય ફિલ્મોથી પણ વિશેષ. ડેનિયલ ડેન્નેટ કે જે શીખવાની માનસિક પ્રક્રિયાના વિશેષજ્ઞ અને એક આખાબોલા નાસ્તિક  પણ છે, તે તેમના ભૌતિક દ્રષ્ટિકોણથી ઉપરના પ્રશ્નનો જવાબ આપે છે:

“આમાંના મોટાભાગના સંશોધનો સંગીતને જ સાચું માની તેની પસંદગી કરે છે. ભાગ્યે જ કોઈ પૂછે છે: સંગીત શા માટે અસ્તિત્વમાં છે? તેનો એક ટૂંકો અને સાચો જવાબ છે: તે એ કે સંગીત એટલા માટે અસ્તિત્વમાં છે કારણ કે તે આપણને પસંદ છે અને તેથી તેના અસ્તિત્વમાં આપણે વધારો કરતા જઈએ છીએ. પરંતુ આપણને તે કેમ પસંદ છે? કારણ કે આપણને તે સુંદર લાગે છે. પણ તે સુંદર કેમ લાગે છે? આ એક સપૂર્ણ જૈવિકશાસ્ત્રને લગતો પ્રશ્ન છે જેનો કોઈ સારો જવાબ હજુ સુધી આપણી પાસે નથી.”

(ડેનિયલ ડેનેટ. જોડણી તોડવું: પ્રાકૃતિક ઘટના તરીકે ધર્મ. પૃષ્ઠ. 43)

માણસજાત સબંધી ભૌતિક દ્રષ્ટિકોણથી જોતા માણસના આ મૂળભૂત સ્વભાવનો કોઈ જવાબ નથી. પરંતુ પવિત્ર બાઈબલના દ્રષ્ટિકોણથી જોતા આવું એટલા માટે છે કેમ કે આપણો ઈશ્વર પોતે કલાપ્રેમી અને સૌંદર્યપ્રેમી છે. તેમણે દરેક વસ્તુ ખુબ સુંદર બનાવી અને તેઓ તેની સુંદરતાનો આનંદ પણ લે છે. આપણે કે જેઓ તેની પ્રતિમા છીએ, તેથી તેવા જ છીએ.  

શા માટે આપણે નૈતિક છીએ

વધુમાં, દરેક લોકસંસ્કૃતિમાં જોવા મળતી કુદરતી નૈતિક ક્ષમતા (ભલા-ભૂંડાની પરખશક્તિ) ‘ઈશ્વરની પ્રતિમામાં બનેલા હોવાનું પ્રમાણ આપે છે, જેની વધુ વિગત આપણે ગુરુ સાંઈબાબાના (નૈતિક) શિક્ષણમાં જોઈ ગયા છીએ.  કારણ કે આપણે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે બન્યા છીએ અને નૈતિકતા ઈશ્વરના વ્યક્તિત્વનો મૂળભૂત (અંતરભુત) ભાગ છે, જેમ દિશાસૂચક સોય ચુંબકને લગાવતા જ ઉત્તર-દક્ષિણ દર્શાવે એમ આપણને ‘સાચા’, ‘સારા’, ‘યોગ્ય’ અને ‘ખોટા’ની માર્ગરેખા મળે છે કેમ કે તે (ઈશ્વર) પણ આવા જ છે. એવું નથી કે બહુ ધાર્મિક લોકો જ આ પ્રમાણે બનેલા હોય છે – પરંતુ દરેક જણ. આનો સ્વીકાર નહિ કરવાથી ગેરસમજ ઉભી થાય છે. ઉદાહરણ તરીકે અમેરિકાના ભૌતિકવાદી સેમ હેરીસનો આ પડકાર જુઓ. 

“જો તમે એમ માનવામાં ખરા હોવ કે ધાર્મિક આસ્થા જ નૈતિકતાનો ખરો પાયો છે તો પછી નાસ્તિકો વિશ્વાસીઓ કરતા ઓછા નૈતિક હોવા જોઈએ.” સેમ હેરીસ. ૨૦૦૫. ખ્રિસ્તી દેશને પત્ર,

પાન. ૩૮-૩૯. 

હેરીસ અહીં એકદમ ખોટા છે. આપણે દેવની પ્રતિમામાં ઉત્પન્ન થયા છીએ તેમાંથી આપણી નૈતિક સભાનતા આવે છે, નહિ કે આપણા ધાર્મિકપણાંથી. અને તેથી જ નાસ્તિકો પણ આપણી જેમ જ નૈતિક સભાનતા ધરાવે છે અને એ પ્રમાણે વર્તી શકે છે. પરંતુ નાસ્તિકવાદ સાથે સમસ્યા એ છે કે તે એમ પુછ્યા કરે છે કે શા માટે આપણે નૈતિક હોવું જોઈએ – પરંતુ આપણે ઈશ્વરની પ્રતિમામાં સર્જાયા તે જ આનો સાદો અને સીધો જવાબ છે.    

શા માટે આપણે સબંધપરસ્ત છીએ

પવિત્ર બાઈબલ પ્રમાણે, પોતાની જાતને સમજવાની શરૂઆત આપણે ઈશ્વરની પ્રતિમામાં બનેલા છે એ સ્વીકારવાથી થાય છે. આ વડે આપણને ઈશ્વર વિશે સમજ પ્રાપ્ત થાય છે (પવિત્ર બાઈબલમાં તેમના સબંધી જે પ્રગટ કરે છે તે વડે) અથવા લોકો સબંધી સમજ પ્રાપ્ત થાય છે (તેમના નિરીક્ષણ અને ચિંતન વડે) અન્યો સબંધી પણ આપણે સમજ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લોકો સબંધોને કેટલું મહત્વ આપે છે તેનો વિચાર કરો. કોઈ સારી ફિલ્મ જોવી એ સારું છે, પરંતુ પોતાના મિત્રોની સાથે ફિલ્મ જોવાનો અનુભવ વધારે સારો છે. આપણે કુદરતી રીતે જ બધું આપણા મિત્રો સાથે વહેંચવા ઈચ્છીએ છીએ. આપણી તંદુરસ્તી અને સુખાકારીની વ્યાખ્યા આપણી અર્થપૂર્ણ દોસ્તી અને પારિવારિક સબંધો પરથી આવે છે. એથી ઉલટું, એકલતા અને/અથવા તૂટેલા પારિવારિક સબંધો કે દોસ્તી આપણને ખુબ તનાવગ્રસ્ત કરી દે છે. અન્યો સાથેના આપણા સબંધોથી આપણે કદી પણ વિરક્ત કે અપ્રભાવિત રહી શકતા નથી. બોલીવુડની ફિલ્મો બહુ લોકપ્રિય છે કેમ કે તેમાં તેના પાત્રો વચ્ચેના સબંધો બખૂબી રજુ કરે છે (પ્રેમીઓ વચ્ચેનો સબંધ કે પારિવારિક સબંધ વગેરે). 

હવે જો આપણે ઈશ્વરની પ્રતિમામાં છીએ, તો આપણે ઈશ્વર સાથેના સબંધનું મહત્વ અને તેનો પ્રભાવ પણ અનુભવીશું, અને આપણે જો કે તે અનુભવીએ જ છીએ. પવિત્ર બાઈબલ જણાવે છે કે “દેવ પ્રેમ છે…” (૧ યોહાન ૪:૮). ઈશ્વર તેમજ અન્યોને માટે આપણો પ્રેમ કેટલો મહત્વપૂર્ણ છે તે વિશે પવિત્ર બાઈબલમાં ઘણું બધું લખવામાં આવ્યું છે – અને આ બે બાબતો (ઈશ્વર તેમજ અન્યોને માટે આપણો પ્રેમ )ને તો ઈસુએ (ઈસુ સત્સંગે) પવિત્ર બાઈબલમાં બે સૌથી મહત્વની આજ્ઞા ગણાવી છે. તમે આ વિશે વિચાર કરો, પ્રેમ હંમેશા સબંધપરસ્ત હોય છે, કેમ કે તેને માટે એક વ્યક્તિ કે જે પ્રેમ કરે છે (પ્રેમી/પ્રિયતમ) અને બીજી વ્યક્તિ જે તે પ્રેમ પામે છે (પ્રિયા/પ્રિયતમા)ની જરૂર પડે છે.   

આથી આપણે ઈશ્વરને એક પ્રેમી અથવા પ્રિયતમ તરીકે જોવા કે વિચારવા જોઈએ. આપણે જો તેમને માત્ર ‘પ્રમુખ સંચાલક’, ‘આદિ કારણ’, ‘સર્વજ્ઞાની દેવ’, ‘પરોપકારી એક’ કે કદાચ ‘અવ્ય્ક્તિગત આત્મન’ તરીકે જ જોઈએ તો આપણે બાઈબલના ઈશ્વર વિશે જોતા કે વિચારતા નથી – એથી ઉલટું, આપણે આપણા મનોમાં ઈશ્વરનું સર્જન કરીએ છીએ. જો કે ઉપરના શીર્ષકો સાચા છે, પરંતુ ઈશ્વર એક બેધડક આવેશપૂર્ણ સબંધપરસ્ત (પ્રિયતમ) પણ છે. તેને પ્રેમ ‘છે’ એમ નહિ પણ તે પોતે જ ‘પ્રેમ’ છે. ઈશ્વરના મનુષ્યો માટેનો પ્રેમ દર્શાવતી સૌથી મહત્વની બે ઉપમાઓ બાઈબલમાં આપવામાં આવી છે: એક પિતાનો પોતાના સંતાનો માટે નો પ્રેમ/સબંધ અને એક પતિનો પોતાની પત્ની સાથેનો પ્રેમ/સબંધ. આ કોઈ ‘આદિ કારણ’ સમરૂપતા સમજાવતી ઉદાસીન તત્વજ્ઞાન (ફીલસુફી)ની વાત નહિ પણ સૌથી ગાઢ અંગત માનવીય સબંધો છે.

આપણે અત્યાર સુધી જે પાયાની વાતો સમજ્યા તે આ છે. મનુષ્ય ઈશ્વરની પ્રતિમામાં ઉત્પન્ન થયો જે બુદ્ધિ-ચાતુર્ય, લાગણીઓ અને ઈચ્છાશક્તિ ધરાવે છે. આપણે સચેતન, સભાન અને સંવેદનશીલ છીએ. આપણે નૈતિક સ્વભાવ ધરાવીએ છીએ અને અપણી અંદરનું આ ‘નૈતિક વ્યાકરણ’ આપણને ‘સાચું’ અને ‘યોગ્ય’ વળી ‘ખોટું’ અને ‘અયોગ્ય’ની સમજણ આપે છે. આપણી અંદર ભિન્ન ભિન્ન કળાની સુંદરતાને વિકસાવવાની અને તેની સરાહના કરવાની અજબ ક્ષમતા રહેલી છે, પછી તે લલિત, લેખન, નૃત્ય કે નાટ્યકલા ઈત્યાદી કેમ ના હોય.  વળી આપણે કુદરતી રીતે જ અન્યો સાથે સબંધો વિકસાવવા અને દોસ્તી કરવા ચાહીએ છીએ. આપણે આવા છીએ કારણ કે ઈશ્વર આવા જ છે અને આપણે તેમની પ્રતિમામાં બનેલા છીએ. આ બધાનો નિષ્કર્ષ આપણી જાતો સબંધી આપણે જે જોયું અને નોંધ્યું તેની સાથે સુસંગત છે. આપણે આગામી લખાણમાં આ ચર્ચા જારી રાખીશું અને કેટલીક વધુ સમસ્યાઓ તરફ નજર નાખીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *