ખ્રિસ્તનુ આગમન: ‘સાત’ ના ચક્રમાં

પવિત્ર શબ્દ સાત

સાત એ એક શુભ નંબર છે જે નિયમિતપણે પવિત્રની સાથે સંકળાયેલ છે. વિચારો કે સાત પવિત્ર નદીઓ છે: ગંગા, ગોદાવરી, યમુના, સિંધુ, સરસ્વતી, કાવેરી અને નર્મદા.

સાત પવિત્ર સ્થળો સાથે સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) છે. સાત તીર્થ સ્થળો છે:

1. અયોધ્યા (અયોધ્યા પુરી),

2. મથુરા (મધુરા પુરી),

3.  હરિદ્વાર (માયા પુરી),

4. વારાણસી (કાશી પુરી),

5. કાંચીપુરમ (કાંચી પુરી),

6. ઉજ્જૈન (અવંતિકા પુરી),

7. દ્વારકા (દ્વારકા પુરી)

બ્રહ્માંડશાસ્ત્રમાં વિશ્વ સાત ઉપલા અને સાત નીચલા લોક ધરાવે છે. વિકિપીડિયા જણાવે છે કે

… ત્યાં ૧૪ પ્રકારના લોક છે, સાત ઉપર છે (વ્યાહર્તિય) અને સાત નીચે (પેટાળમાં), જેમ કે ભુ, ભુવા, સ્વર, મહાસ, જન, તપ અને સત્ય ઉપર છે અને અટલા, વિટલા, સુતાલા, રસતલા, તાલતલા, મહાતલા, પાતાળ ..

ચક્રના વિદ્યાર્થીઓ નિયમિતપણે આપણા શરીરમાં સાત ચક્ર સ્થળો વિષે જણાવે છે

1. મૂલધારા 2. સ્વાધિસ્થાન 3. નાભિ-મણિપુરા 4. અનહતા 5. વિશુદ્ધિ 6. અજના
7. સહસા

હિબ્રુ વેદમાં પવિત્ર ‘સાત’

ત્યારથી નદીઓ, તીર્થો, વ્યહર્તીઓ, પાતાળો અને ચક્રો ‘સાત’ દ્વારા પૂર્ણ થાય છે, એ આશ્ચર્યજનક વાત નથી કે સાત નો ઉપયોગ હિબ્રુ વેદોમાં ખ્રિસ્તના આવવાની ભવિષ્યવાણી માટે પણ કરવામાં આવ્યો હતો. હકીકતમાં, પ્રાચીન ઋષિઓ તેમના આગમનને નિર્દેશ કરવા માટે સાતના સાત ચક્રનો ઉપયોગ કરતા હતા. આપણે આ ‘ સાત સપ્તાહ’ ના ચક્રને ખુલ્લો કરીશુ, પરંતુ પહેલા આ પ્રાચીન હીબ્રુ પ્રબોધકોની થોડી સમીક્ષા કરીશું.

જો કે સેંકડો વર્ષોથી એક બીજાથી છૂટા પડ્યા હોવા છતાં, એકબીજા વચ્ચે માનવ સમન્વય બનાવવાનું અશક્ય બનાવ્યું હતું, તેમની ભવિષ્યવાણી આવનાર ખ્રિસ્ત પર કેન્દ્રિત છે. યશાયાહે આ વિષયને શરૂ કરવા માટે ડાળી ના ચિન્હનો ઉપયોગ કર્યો હતો. ઝખાર્યાએ ભવિષ્યવાણી કરી કે આ ડાળીનું નામ યહોશુઆ (ગુજરાતીમાં ઈસુ) રાખવામાં આવશે. હા, ઈસુ આ પ્રુથ્વી પર આવ્યા તેના ૫૦૦ વર્ષ પૂર્વે ખ્રિસ્તના નામની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

દાનિયેલ પ્રબોધક– અંક સાત માં

હવે દાનિયલ સંબંધી. તે બેબીલોનમાં દેશનિકાલ તરીકે રહ્યા, બેબીલોન અને ઇરાની સરકારોમાં એક શક્તિશાળી અધિકારી હતા- અને એક હિબ્રુ પ્રબોધક હતા.

દાનિયેલને હિબ્રુ વેદના અન્ય પ્રબોધકો સાથે સમયરેખામાં બતાવવામાં આવ્યા છ

તેમના પુસ્તકમાં, દાનિયલને નીચેનો સંદેશ મળ્યો:

21 હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન  ગાબ્રિયેલ એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે [પ્રભુની] આજ્ઞાથી વેગે ઊડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો. 

22 તેણે મને સમજણ પાડી, ને મારી સાથે વાત કરીને કહ્યું, “હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજશક્તિ આપવા માટે આવ્યો છું.

23 તેં વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ તેથી તને માહિતી આપવા માટે હું આવ્યો છું; કેમ કે તું અતિ પ્રિય છે; માટે તું આ વાતનો વિચાર કર, ને સંદર્શન સમજ.

24 અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે. 

25 એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે. 

26 એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ.

દાનિયલ ૯: ૨૧-૨૬એ

આ એક ‘અભિષિક્ત’ સંબંધીની ભવિષ્યવાણી છે  (= ખ્રિસ્ત = મસિહા)  કે જેમના વીશે ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે તે ક્યારે આવશે. તેની તેની શરૂઆત ‘યરૂશાલેમને પુન:સ્થાપિત કરવા અને ફરીથી તેનું નિર્માણ કરવાના આદેશથી થશે. જો કે દાનિયલને આ સંદેશ આપવામાં આવ્યો હતો અને આ સંદેશ લખ્યો હતો (ઇસ. પુર્વ ૫૩૭ ની સાલમાં) તે આ ઉલટી ગણતરીની શરૂઆત જોવા માટે જીવતો ન રહ્યો.

યરુશાલેમને પુન:સ્થાપિત કરવાનું ફ઼રમાન

પરંતુ  નહેમ્યાહ જે , દાનિયેલના લગભગ સો વર્ષ પછી આવ્યા હતા, જેઓએ આ ગણતરીની શરૂઆત થતી જોઈ. તેઓ તેમના પુસ્તકમાં લખે છે કે

1 આર્તાહશાસ્તા રાજાને વીસમે વર્ષે નીસાન માસમાં તેમની આગળ દ્રાક્ષારસ હતો, તે સમયે મેં તે દ્રાક્ષારસ લઈને રાજાને આપ્યો. હું કદી એ પહેલાં તેમની હજૂરમાં ઉદાસ થયો નહતો. 

2 રાજાએ મને પૂછ્યું, “તું માદો નથી તેમ છતાં તારું મો કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી.” ત્યારે હું બહું જ ડરી ગયો. 

3 મેં રાજાને કહ્યું, “રાજાજી, ચિરંજીવ રહો.  જે નગર મારા પિતૃઓની કબરોનું સ્થાન છે તે ઉજ્જડ પડ્યું છે, ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયાં છે. તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?” 

4 રાજાએ મને પૂછ્યું, “તારી અરજ શી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.

5 મેં રાજાને કહ્યું, “જો આપની મરજી હોય, અને જો આપના સેવક પર આપની કૃપાર્દષ્ટિ હોય, તો યહૂદિયાના જે નગરમાં મારા પિતૃઓની કબરો છે ત્યાં મને જવા દો, જેથી હું તે ફરીથી બાંધું.”

6 રાજાએ મને પૂછ્યું, (રાણી પણ રાજાની પાસે જ બેઠેલી હતી), તને ત્યાં જતાં કેટલો વખત લાગશે? અને તું ક્યારે પાછો આવશે?” મેં રાજાની સાથે અમુક મુદત ઠરાવી. ત્યાર પછી રાજાએ મને કૃપા કરીને જવા દીધો.

નહેમ્યાહ ૨:૧-૬

 પછી હું યરુશાલેમ આવ્યો, અને ત્રણ દિવસ ત્યાં રહ્યો.

નહેમ્યાહ ૨:૧૧

“યરૂશાલેમને પુન:સ્થાપિત કરવુ અને ફરીથી બાંધવુ” તેવા તેના હુકમનામાની નોંધ કરે છે, કે જે વીશે દાનિયલે ભવિષ્યવાણી કરી હતી કે જ્યાંથી ઉલટી ગણતરી શરૂ થશે. તે ઇરાનના સમ્રાટ આર્તાહશાસ્તાના ૨૦મા વર્ષમાં બન્યુ હતું, તેમના શાસનની શરૂઆત ઇસ પુર્વ ૪૬૫ ની સાલમાં થઇ જે ઇતિહાસમાં જાણીતી છે. આમ તેમના ૨૦ મા વર્ષમાં એટલે કે ઇસ પુર્વ ૪૪૪ માં આ હુકમનામું બહાર પાડશે. દાનિયેલના લગભગ સો વર્ષ પછી, ઇરાની સમ્રાટે પોતાનો હુકમ જારી કર્યો, કે જ્યાંથી ખ્રિસ્તના આવવાની ઊલટી ગણતરી શરૂ કરાય.

રહસ્યમય અંક સાત

દાનિયેલની આગાહીએ સંકેત આપ્યો હતો કે “સાત’ ના ’ સાત’અને બાસઠ ‘ સાત’ પછી ખ્રિસ્ત પ્રગટ થશે.

 ‘સાત’ એટલે શું?

મૂસાના નિયમ  માં સાત વર્ષના ચક્રનો સમાવેશ થાય છે. દર ૭ મા વર્ષે જમીનને ખેતીથી આરામ આપવો કે જેથી જમીન ફરી ભરપૂરી પ્રાપ્ત કરી શકે.તેથી ‘સાત’ એ ૭-વર્ષનું ચક્ર છે. તેને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો ઉલટી ગણતરી બે ભાગમાં થાય છે. પ્રથમ ભાગમાં ‘સાત સપ્તાહ  અથવા સાત ૭-વર્ષનો સમયગાળો હતો. આ, ૭ *૭  = ૪૯ વર્ષો, જેમાં યરૂશાલેમને ફરીથી બાંધવામાં આવ્યુ. ત્યારબાદ બાંસઠ સપ્તાહ આવે છે, તેથી કુલ ઉલટી ગણતરી               ૭ * ૭ + ૬૨ * ૭ = ૪૮૩ વર્ષ હતી. આ આદેશની શરૂઆતથી તે ખ્રિસ્ત પ્રગટ થાય ત્યાં સુધી ૪૮૩ વર્ષ હશે.

૩૬0-દિવસનું વર્ષ

આપણે પચાંગમાં એક નાનો મેળ બેસાડવો પડશે. ઘણા પૂર્વજના લોકોએ કર્યું તેમ, પ્રબોધકોએ ૩૬0 દિવસનો વર્ષ તરીકે ઉપયોગ કર્યો. કેલેન્ડરમાં ‘વર્ષ’ની લંબાઈને નિયુક્ત કરવાની વિવિધ રીતો છે. પશ્ચિમી પચાંગ (સૌર ચક્ર પર આધારિત) ૩૬૫.૨૪ દિવસો લાબું છે, મુસ્લિમ પચાંગ ૩૫૪(ચંદ્રના ચક્રના આધારે) દિવસ લાંબું છે. દાનિયેલે જેનો ઉપયોગ કર્યો તે ૩૬૦ દિવસો કરતા અડધો હતો તેથી ૪૮૩ ‘૩૬૦-દિવસ એ  વાસ્તવમાં ૪૮૩ * ૩૬0 / ૩૬૫.૨૪ = ૪૭૬ સૌર વર્ષ છે.

વર્ષમાં ખ્રિસ્તના આગમનની આગાહી

ખ્રિસ્તના આગમનની આગાહી કરવામાં આવી તેની આપણે હવે ગણતરી કરી શકીએ છીએ. આપણે  ઈ.સ.પૂર્વ થી ‘ઈ.સ.ના યુગમાં જઈએ તો ફક્ત 1 વર્ષ સાથે ઇ.સ પુર્વે ૧-ઈ.સ ૧(ત્યાં કોઈ ‘શૂન્ય વર્ષ નથી). અહીં ગણતરી આપી છે.

પ્રારંભ વર્ષઇ.સ પુર્વે ૪૪૪ (આર્તાહશાસ્તાનું ૨0 મું વર્ષ)
સમયની લંબાઈ૪૭૬ સૌર વર્ષ
આધુનિક કેલેન્ડરમાં અપેક્ષિત આગમન(-૪૪૪ + ૪૭૬ + ૧) (‘+૧’ કારણ કે ત્યાં ઈ.સ. ૦ નથી) = ૩૩
અપેક્ષિત વર્ષઈ.સ. ૩૩

    ખ્રિસ્તના આવવાના સુધીની આધુનિક પંચાગની ગણતરીઓ

નાઝરેથના ઈસુ યરૂશાલેમમાં ગધેડા પર સવારી થઈને આવ્યા તે દિવસ ખજુરીના રવિવાર તરીકે એક ઉજવણીનો દીવસ બની ગયો. તે દિવસે જ તેમણે પોતાની જાતને ખ્રિસ્ત તરીકે ઘોષિત કરી અને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. આગાહી મુજબ-તે વર્ષ ઇ.સ ૩૩ હતું.

દાનિયેલ અને નહેમ્યાહ પ્રબોધકો, એક બીજાને જાણી શક્યા નહતા, કારણ કે તેઓ બંન્ને વચ્ચે ૧૦૦ વર્ષનો સમયગાળો હતો, ઈશ્વર દ્વારા એક એવું સંકલન કરવામાં આવ્યું ને ભવિષ્યવાણીઓ પ્રાપ્ત થઇ ને તેમ ખ્રિસ્તને પ્રગટ થવાની ઉલટી ગણતરીને ગતિમાં મુકવમાં આવી. દાનિયેલના ‘સાત’ અઠવાડીયાંનું દર્શન પ્રાપ્ત થયાના ૫૩૭ વર્ષો પછી, ઈસુએ ખ્રિસ્ત તરીકે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. ખ્રિસ્તના નામની ઝખાર્યાહની ભવિષ્યવાણીની સાથે, આ પ્રબોધકોએ આશ્ચર્યજનક આગાહીઓ લખી કે જેથી સર્વ ઈશ્વરની યોજનાને પ્રગટ થતી જોઈ શકે.

આ ‘ખાસ દિવસ’ ના આગમનની આગાહી

પ્રવેશના વર્ષની આગાહી કર્યાના સેંકડો વર્ષ પહેલાં તે બન્યું હતુ, જે આશ્ચર્યજનક છે. પરંતુ તેઓએ આ દીવસ માટેની પણ આગાહી કરી હતી.

દાનિયેલે ખ્રિસ્તના પ્રગટ થવા પહેલાં ૩૬૦-દિવસના વર્ષનો ઉપયોગ કરીને ૪૮૩ વર્ષની આગાહી કરી હતી. તે પ્રમાણે, દિવસોની સંખ્યા આ પ્રમાણે છે:

૪૮૩ વર્ષ * ૩૬૦  દિવસ/વર્ષ = ૧૭૩૮૮૦ દિવસ

આજના આધુનિક આંતરરાષ્ટ્રીય કેલેન્ડરની દ્રષ્ટિએ ૩૬૫.૨૪૨૨ દિવસ/વર્ષ સાથે ૨૫ વધારાના દિવસ બરાબર ૪૭૬ વર્ષ છે. (૧૭૩૮૮૦/૩૬૫.૨૪૨૧૯૮૭૯ = ૪૭૬ બાકી ઉપરના ૨૫)

રાજા આર્તાહશાસ્તાએ યરૂશાલેમની પુન:સ્થાપના માટે હુકમ આપ્યો:

વીસમા વર્ષે નિસાન મહિનામાં…

નહેમ્યાહ ૨:૧

નિસાન ૧ થી યહુદી અને પર્સિયનનું નવું વર્ષ શરૂ થયુ તે ખાતરીબધ્ધ છે, ત્યારથી તે રાજાને નહેમ્યાહ સાથે ઉજવણીમાં વાત કરવાનું કારણ આપે છે.  નિસાન ૧ એ નવા ચંદ્ર દીવસને પણ ચિહ્નિત કરશે કારણ કે તેઓ ચંદ્ર મહિનાનો ઉપયોગ કરતા હતા. આધુનિક ખગોળશાસ્ત્ર સાથે આપણે જાણીએ છીએ કે નિસાન ૧,૪૪૪ ઇ.સ પૂર્વે તે નવો ચંદ્ર દીવસ ક્યારે હતો. ખગોળશાસ્ત્રની ગણતરીઓ પ્રમાણે આધુનિક પચાંગમાં ઇરાની સમ્રાટ આર્તાહશાસ્તાના ૨૦ મા વર્ષના નિસાન ૧ ના દીવસે અર્ધચંદ્રાકાર ચંદ્રને ઇ.સ પૂર્વે ૪૪૪ ના ૪ માર્ચ, ના રાતના ૧૦ વાગ્યા પર મૂકે છે.૧

ખજુરીના રવિવારનો દિવસે

આપણને ઉપર વર્ણવ્યા મુજબ, આ તારીખમાં દાનિયેલના ૪૭૬ વર્ષનો ભવિષ્યવાણીનો સમય ઉમેરવાથી, ઇ.સ ૩૩ ની ૪ માર્ચ આવે છે. દાનિયેલની ભવિષ્યવાણીના બાકીના ૨૫ દિવસ, ઇ.સ ૩૩ની ૪ માર્ચમાં ઉમેરવાથી આપણને, ૨૯ માર્ચ ઇ.સ ૩૩ આપે છે. ૨૯ માર્ચ ઇ.સ ૩૩ રવિવાર હતોજે ખજુરીનો રવિવાર હતોતે જ દિવસ હતો કે જે દિવસે ખ્રિસ્ત હોવાનો દાવો કરીને ઈસુએ ગધેડા પર બેસીને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો હતો.૨

પ્રારંભ – હુકમનામું બહાર પાડ્યુંમાર્ચ ૪,  ઇ.સ ૪૪૪
સૌર વર્ષ ઉમેરો (-૪૪૪+ ૪૭૬ +)માર્ચ ૪,  ઇ.સ ૩૩
સાત અઠવાડિયાંના બાકીના ૨૫ દિવસો ઉમેરોમાર્ચ ૪ + ૨૫ = માર્ચ ૨૯,  ઇ.સ  ૩૩
૨૯ માર્ચ,  ઇ.સ ૩૩ યરૂશાલેમમાં ખજુરીનો રવિવારનો પ્રવેશ

૨૯ માર્ચ, ઇ.સ ૩૩ના દિવસે, ગધેડા પર સવાર થઇ યરૂશાલેમમાં પ્રવેશ કરીને, ઈસુએ ઝખાર્યાહની ભવિષ્યવાણી અને દાનિએલની ભવિષ્યવાણી – આજ દીન સુધી પૂરી કરી.

            

દાનિયેલનાં ‘સાત, અઠવાડિયાંનું  ચક્ર ખજુરીના રવિવારના દિવસે પૂર્ણ થયું

દાનિયેલે ૧૭૩૮૮૦ દિવસ અગાઉ ખ્રિસ્તના પ્રગટ થવાની આગાહી કરી હતી; નહેમ્યાએ સમય શરૂ કર્યો હતો. તે ૨૯ માર્ચ, ઇ.સ ૩૩ ના રોજ પુર્ણ થયું, જ્યારે ઈસુ ખજુરીના રવિવારના દિવસે જેરૂસલેમમાં પ્રવેશ કર્યો, બધું ’સાત’ અઠવાડિયાં માં માપવામાં આવ્યું.

પાછળથી તે જ દિવસે ઈસુએ સર્જનના અઠવાડીયા, પછી બીજા સાત દરમ્યાન તેમની પ્રવુત્તિઓને ઢાળવાનું શરૂ કર્યું. આ રીતે તેમણે તેમના છેલ્લા શત્રુ એટલે કે મરણ સામેના યુદ્ધ તરફ઼ દોરી જતી ઘટનાઓને ગતિમાં મૂકી.

…………………..

૧. ડો.હેરોલ્ડ ડબલ્યુ. હોર્નર, ઇસુના જીવનના ઐતિહાસિક બનાવો. ૧૯૭૭.પાન ૧૭૬

૨. આવનાર શુક્રવાર પાસ્ખા હતો, અને પાસ્ખા હંમેશાં નીસાન માસના ૧૪મા દીવસે આવતું હતું. ઇ.સ ૩૩માં ૧૪મો દિવસ અપ્રિલ ૩ હતો. તેથી ૩ અપ્રિલથી ૫ દિવસ પહેલાં હોવાને કારણે, ખજૂરીનો રવિવાર ૨૯ માર્ચને દિવસે આવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *