કાલિકા, મરણ અને પાસ્ખાપર્વનું ચિન્હ

  • by

કાળી (જે મહાકાળી અથવા કાલિકા પણ કહેવાય છે) ને મરણની દેવી તરીકે ઓળખવામાં આવે છે, જેના નામનો ખરેખરો અર્થ સંસ્કૃત શબ્દ પરથી કાળ છે કે જેનો મતલબ સમય થાય. કાળીના ચિત્રો ખુબ ડરામણા હોય છે કેમ કે તેને સામાન્ય રીતે વધ કરેલા માથાનો હાર પહેરેલ અને કપાયેલા હાથોનું કમરવસ્ત્ર ધારણ કરેલ વળી હાથમાં લોહી ટપકતું તાજું કાપેલું માથું પકડેલ અને એક પગ ચત્તાપાટ પડેલા તેના પતિ શિવ ઉપર મુકેલ હોય એમ દર્શાવાય છે. કાળીનું આવું ચિત્રણ યહુદી શાસ્ત્ર(પવિત્ર બાઈબલ)માં અન્ય એક મરણની કથા સમજવા માટે ઉપયોગી છે.

કપાયેલા માથાના શણગાર સજેલ અને ચત્તા પડેલા શિવ પર પગ ધરતી કાળી

પૌરાણિક કથા પ્રમાણે દાનવ નરેશ મહિષાસુરે દેવોની વિરુદ્ધ યુદ્ધનો ટંકાર કર્યો. જેથી દેવોએ પોતાના સત્વોથી કાળીનું સર્જન કર્યું. વિકરાળ કાળી દાનવ સૈન્યોની વિવિધ હરોળને ક્રૂરતાથી સંહાર કરતી, જે કોઈ તેની આગળ આવતું તેનો નાશ કરતી, ખૂનરેજી કરતી આગળ વધતી ગઈ. યુદ્ધની ચરમસીમા ત્યારે આવી જયારે કાળીનો સામનો દાનવ નરેશ મહિષાસુર સાથે થયો જેમાં કાળીએ તેનો ક્રુરતાપૂર્વક વધ કર્યો. તેના સર્વ પ્રતીદ્વંધીઓના શરીરોને ચીરતી ને લોહીથી તરબતર કરતી ગઈ, પરંતુ ચારે તરફ વહેતા રક્તથી તે પોતે પણ ભાન ભુલી ગઈ, જેથી તે મરણ અને નાશના આ સિલસિલાને રોકી ન શકી. દેવો કાળીને કેવી રીતે શાંત પાડી શકાય તેની અસમંજસમાં હતા ત્યારે શિવે પોતે રણમેદાનમાં સ્વેચ્છાથી સ્થિર ચત્તા સુઈ રહેવાની તૈયારી બતાવી. તેથી જયારે કાળી, પોતાના મૃત પ્રતીદ્વંધીઓના કપાયેલા હાથપગ પહેરી આગળ વધી અને એક પગ ચત્તાપાટ સુતેલા શિવ પર જડી દે છે, જયારે શિવ પર તેની દ્રષ્ટી પડે છે ત્યારે જ ફરી સભાન થાય છે અને પછી સંહાર અટકી જાય છે.

યહૂદી શાસ્ત્રમાં પાસ્ખાપર્વની એક કથા આ કાળી-શિવની કથા સાથે સામ્યતા ધરાવે છે. પાસ્ખાની કથા એક સ્વર્ગ દૂત વિશે જણાવે છે જે એક દુષ્ટ રાજાનો પ્રતિકાર કરતા કાળીની જેમ જ ખૂનામરકી મચાવે છે. જેમ શિવે અસુરક્ષિત પડી રહીને કાળીને અટકાવ્યા તેમ જ આ મરણના દૂતનો અટકાવ એક નિસહાય ઘેટાના બચ્ચા (હલવાન) દ્વારા કરવામાં આવે છે કે જેનું બલિદાન જે પણ ઘરમાં થયું હોય. ઋષિમુનીઓ અને વિદ્વાનોના કહેવા પ્રમાણે કાળીની કથાનો સાર અહંને વશ કરવા સાથે સંકળાયેલો છે. પાસ્ખાની કથા પણ ઈસુ નાઝારીના આવવા તરફ ઈશારો કરે છે – ઈસુ સત્સંગ – જે નમ્રતાથી પોતાના અહંનો નકાર કરી આપણે સારું પોતાને બલિદાન કરી દે છે. આ પાસ્ખાની કથા જાણવા જેવી છે.             

નિર્ગમનનું પાસ્ખાપર્વ

આપણે જોઈ ગયા કે કેવી રીતે પોતાના દીકરા સબંધી ઋષિ અબ્રાહમનું બલિદાન તે આવનારા સમયમાં ઈસુના બલિદાન માટેનો એક સંકેત હતો. અબ્રાહમ પછી, ઈસહાક વડે થયેલા તેમના વંશજો યહૂદીઓ કહેવાયા, જેમની સંખ્યા ખુબ જ વધતી ગઈ પરંતુ તેઓ મિસરમાં ગુલામો હતાં.

ઈસ્રાએલ (યહૂદી) લોકના આગેવાન મૂસા દ્વારા શરુ કરવામાં આવેલા નાટકીય ચઢાવ-ઉતારવાળા સંઘર્ષનો ચિતાર આપણને હિબ્રુશાસ્ત્ર (બાઈબલ)ના નિર્ગમન નામના પુસ્તકમાં જોવા મળે છે. અબ્રાહમનો સમય કે જે લગભગ ઈ.પૂ. ૧૫૦૦ હતો તેના મરણ પશ્ચાત ૫૦૦ વર્ષ બાદ મૂસા કેવી રીતે ઈસ્રાએલલોકને મિસરની ગુલામગીરીમાંથી છોડાવે છે તેનું વર્ણન આ પુસ્તકમાં છે. સર્જનહાર ઈશ્વર તરફથી આજ્ઞા આપવામાં આવતાં મૂસા મિસરના શાશક (ફારૂન) સાથે બાથ ભીડે છે જે મિસર પર નવ મરકી અથવા આપદાઓમાં પરિણમે છે. આમછતાં ફારૂન ઈસ્રાએલલોકને સ્વતંત્ર કરી જવા દેવા સંમત ન થતા ઈશ્વર તેમના પર દસમી અને આખરી મરકી મોકલવાના હતાં. આ ૧૦મી મરકીનું સંપૂર્ણ વર્ણન અહીં જોઈ શકો.    

૧૦મી મરકી માટે ઈશ્વરે એવું ઠરાવ્યું કે મરણનો એક દૂત (આત્મા) આખા મિસરના પ્રત્યેક ઘર પાસેથી પસાર થાય. આખા દેશના દરેક ઘરમાં જે પણ પ્રથમજનિત પુત્ર હોય તે નિર્ધારિત રાતે મરણ પામે સિવાય કે જે ઘરોમાં હલવાન (નર ઘેટા) નું બલિદાન આપવામાં આવેલ હોય અને તેનું રક્ત ઘરની બારશાખ પર લગાવવામાં આવ્યું હોય. ફારૂનનું દુર્ભાગ્ય કે જો તે આધીન ન થાય અને હલવાનના બલિદાનનું રક્ત બારશાખ પર ન લગાવે તો તે પણ પોતાનો અને સિંહાસનનો વારસ ખોઈ બેસે. વળી મિસરનું દરેક ઘર પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવી દે – જો બલિદાન અપાયેલા હલવાનનું રક્ત ઘરની બારશાખ પર લગાવ્યું ન હોય તો. મિસર દેશમાં એક મોટી રાષ્ટ્રીય આપદા આવી પડી હતી.

પરંતુ જે ઘરોમાં હલવાનનું બલિદાન આપવામાં આવ્યું હોય અને તેનું રક્ત ઘરની બારશાખ પર લગાડવામાં આવ્યું હોય તેવા ઘરોમાં સઘળાં સુરક્ષિત રહેશે એવું વચન અને ખાતરી આપવામાં આવ્યા હતાં. મરણનો દૂત તે ઘર પાસેથી પસાર થઈ જશે (ટાળી મૂકશે) પણ પ્રવેશશે નહિ. તેથી તે દિવસને પાસ્ખા (કેમ કે જે ઘરોમાં હલવાનનું રક્ત લગાવેલું હતું, તે ઘરો ઉપરથી મરણ પસાર થઈ ગયું). 

પાસ્ખાનું ચિન્હ

જેઓએ આ વાત સાંભળી છે તેઓ એવું માને કે દરવાજા પર લગાવેલું રક્ત મરણના દૂત માટે એક નિશાની હશે. પરંતુ ૩૫૦૦ વર્ષ પહેલાં લખવામાં આવેલ આ ઘટનાના વિવરણ પર ધ્યાન આપો.

વળી યહોવા દેવે મૂસાને કહ્યું … ” … હું યહોવા છું. અને તમારા ઘરો પર લગાડવામાં આવેલું હલવાનનું રક્ત તમારે સારું એક ચિન્હ (નિશાની) થશે; હું તે રક્તને જોઈને તમને ટાળી મૂકીશ.

નિર્ગમન ૧૨:૧૩

ઈશ્વર જો કે ઘરનાં દરવાજા ઉપર રક્ત જોવા માંગતા હતાં, અને જો તેમને તે દેખાય તો મરણ તે ઘરને ટાળી મૂકતું, પરંતુ રક્ત એ ઈશ્વરને સારું ચિન્હ નહોતું. બાઈબલ સ્પષ્ટ રીતે જણાવે છે કે રક્તનું ‘ચિન્હ તમારે સારું છે’ – લોકોને સારું. આપણે જેઓ આ વાંચીએ છીએ તેઓ સર્વને માટે પણ આ ચિન્હ છે. પરંતુ આ ચિન્હ (નિશાની) કેવી છે? ઈશ્વરે પછી તેમને આજ્ઞા આપી કે:

 27 ત્યારે તમે લોકો કહેશો, ‘એ તો યહોવાના માંનમાં પાસ્ખા યજ્ઞ છે, કારણ કે જ્યારે યહોવાએ મિસર વાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને ટાળીને આગળ ચાલ્યા જઈને તેમણે આપણાં ઘરોને ઉગારી લીધાં હતા.”ત્યારે ઇસ્રાએલીઓએ મસ્તક નમાંવી પ્રણામ કર્યા.

નિર્ગમન ૧૨:૨૪-૨૭
યહૂદી વ્યક્તિ પાસ્ખા ટાણે હલવાન સાથે

ઈસ્રાએલલોકને દર વર્ષે આ દિવસે પાસ્ખાનું પર્વ ઉજવવાની આજ્ઞા ફરમાવવામાં આવી હતી. યહૂદી પંચાંગ (કેલેન્ડર) હિંદુ પંચાંગની માફક જ ચંદ્ર પર આધારિત છે, તેથી તે પશ્ચિમી કેલેન્ડરથી થોડું અલગ હોય છે, અને પશ્ચિમી કેલેન્ડર પ્રમાણે આ પર્વનો દિવસ વરસ દર વરસ બદલાયા કરે છે. ૩૫૦૦ વર્ષો પછી પણ આજ દિન સુધી, યહૂદી પ્રજા આ પાસ્ખાના દિવસને યાદ કરી તેનું પર્વ એ જ દિવસે પાળે છે જેમ તેમને આજ્ઞા આપવામાં આવી હતી તેમ. 

પાસ્ખાનું ચિન્હ પ્રભુ ઈસુ તરફ ઈશારો કરે છે

ઈતિહાસમાં આ પર્વની શોધ તપાસ કરતા કેટલાંક અસાધારણ તથ્યો જોવા મળે છે. આ વિશે તમે સુવાર્તામાં વાંચી શકો છો જેમાં ઈસુની ધરપકડ અને મુકદમાનું વિવરણ આપેલ છે (પહેલાં પાસ્ખાની મરકીના ૧૫૦૦ વર્ષ બાદ):

28 પછી યહૂદિઓ ઈસુને કાયાફાના મકાનમાંથી રોમન હાકેમના દરબારમાં લઈ જાય છે. તે વહેલી સવારનો સમય હતો. યહૂદિઓ દરબારની અંદર જઈ શક્યા નહિ. તેઓ તેમની જાતને અશુદ્ધબનાવવા ઈચ્છતા નહોતા. કારણ કે તેઓ પાસ્ખાપર્વનું ભોજન ખાવા ઈચ્છતા

હતા.યોહાન ૧૮:૨૮

39 પણ પાસ્ખાપર્વના સમયે તમારા માટે એક બંદીવાનને મારે મુક્ત કરવો જોઈએ એવો તમારા રિવાજોમાં એક રિવાજ છે. શું તમે ઈચ્છો છો કે હું આ ‘યહૂદિઓના રાજાને મુક્ત કરું?”‘

યોહાન ૧૮: ૩૯

બીજા શબ્દોમાં, ઈસુને પકડીને વધસ્તંભે જડવા સારું યહૂદી પંચાંગ પ્રમાણે પાસ્ખાના દિવસે જ  મોકલી આપવામાં આવ્યા હતાં. ઈસુને માટે ઘણાં બધાં શીર્ષકોમાંથી એક આ પણ હતું

29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે!
30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’

યોહાન ૧:૨૯-૩૦

અહીં આપણે જોઈ શકીએ કે પાસ્ખા એ આપણે સારું એક ચિન્હ (નિશાની) છે. ઈસુ, જે ‘દેવનું હલવાન’, એ જ દિવસે વધસ્તંભે જડાયા (એટલે કે બલિદાન થયા) કે જયારે સઘળાં યહુદીઓ પહેલાં પાસ્ખા કે જે ૧૫૦૦ વર્ષ પહેલાં ઘટ્યું તેની યાદમાં પોતાના પરિવાર માટે હલવાનનું બલિદાન આપી રહ્યાં હતાં. આ દર વર્ષે મળતી પાસ્ખાની બે રજાની સમજણ આપે છે. યહૂદી પાસ્ખાપર્વ દર વર્ષે એક જ સમયે આવે છે, ઈસ્ટરની જેમ જ – તમારું કેલેન્ડર તપાસો. (દર ૧૯ વર્ષે યહુદીઓના ચંદ્ર આધારિત પંચાંગમાં અધિકમાસને લીધે મહિનાનો ફરક આવે છે). આથી જ ઈસ્ટરનું પર્વ પણ કેલેન્ડરમાં દર વર્ષે બદલાયા કરે છે કેમ કે તે પાસ્ખા પર આધારિત છે જે યહૂદી પંચાંગ પ્રમાણે નક્કી થાય છે જેની ગણતરી આપણા પશ્ચિમી કેલેન્ડર કરતા જુદી છે.     

હવે, એક ક્ષણ વિચાર કરો, ‘ચિન્હ’ અથવા પ્રતિક શું કરે છે. નીચે થોડા ચિન્હ જોઈ શકાય છે.  

ભારતનું ચિન્હ (પ્રતિક)
વ્યવસાયિક ચિન્હો (પ્રતિકો) જે આપણને મેકડોનાલ્ડસ અને નાઈકના સબંધી વિચારતા કરે

 

રાષ્ટ્રધ્વજ એ ભારતનું એક ચિન્હ અથવા પ્રતિક છે. આપણે તેને માત્ર કેસરી અને લીલા પટ્ટાના લંબચોરસ ટુકડા તરીકે નથી ‘જોતાં’. આપણે જયારે પણ રાષ્ટ્રધ્વજ જોઈએ છીએ ત્યારે ભારતદેશ વિષે વિચાર કરીએ છીએ. જયારે આપણે ‘સોનેરી કમાન’ની નિશાની જોઈએ છીએ ત્યારે મેકડોનાલ્ડસ વિશે વિચારીએ છીએ. નાદાલના શિર પરની પટ્ટી પર ‘√’ નિશાની નાઈક કંપનીની છે. નાઈક કંપની એવું ઈચ્છે છે કે નાદાલના કપાળ પર જેઓ પણ આ નિશાની જુએ ત્યારે તેમના સબંધી વિચારે. આ ચિન્હો, ખરું જોતાં તો આપણા મનમાં ઈચ્છિત વસ્તુનો વિચાર પ્રેરવા દિશાનિર્દેશક હોય છે.

હિબ્રુશાસ્ત્રના નિર્ગમનના પુસ્તકમાં પાસ્ખાનું વૃતાંત બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે તે લોકો ને સારું એક ચિન્હ (નિશાની) હતું, તે સર્જનહાર ઈશ્વરને સારું નહિ (જો કે ઈશ્વર તે જોવા માંગે ને જે ઘર પર તે રક્ત લાગ્યું હોય તેને ટાળી મુકે). જેમ બધાં ચિન્હોમાં બને તેમ જ, પાસ્ખાનું ચિન્હ આપણે જોઈએ ત્યારે શું વિચાર કરીએ એ સબંધી ઈશ્વર શું ઈચ્છે છે? બહુ જ અજાયબ રીતે જે દિવસે હલવાનનું બલિદાન આપવામાં આવી રહ્યું હોય તે જ દિવસે ઈસુનું બલિદાન, ખરું જોતાં ઈસુના બલિદાન તરફ દિશાનિર્દેશ કરે છે.

 નીચે દર્શાવ્યા મુજબ આ આપણા મનમાં કામ કરે છે. ચિન્હ આપણને ઈસુના બલિદાન તરફ ઈશારો કરે છે.

Signs
ઈસુના બલિદાન અને પાસ્ખાનો એક જ સમય એ એક ચિન્હ (નિશાની) છે

પહેલાં પાસ્ખામાં હલવાનોનું બલિદાન આપવામાં આવ્યું અને જે લોકોના (ઘર) પર તેનો છંટકાવ થયો તેઓ જીવતદાન પામ્યા. આથી આ ચિન્હ એવું દર્શાવે છે કે ઈસુ જ એ ‘દેવનું હલવાન’, છે જેમને બલિદાન તરીકે અર્પી દેવાયા અને તેમનું રક્ત વહ્યું જેથી આપણને અનંતજીવન મળે. 

અબ્રાહમનું ચિન્હ જોઈએ તો, જે જગ્યા પર પોતાના દીકરાનું બલિદાન આપવાની પરીક્ષા કરવામાં આવી હતી તે સ્થળ મોરિયા પહાડ હતું. ત્યાં પણ હલવાનના મરણ દ્વારા અબ્રાહમના પુત્રને જીવતદાન મળે છે.  

The Sign of Abraham was pointing to the location
અબ્રાહમનું ચિન્હ સ્થળ તરફ નિર્દેશ કરતું હતું

મોરિયા પહાડ એ જ સ્થળ હતું જ્યાં ઈસુનું બલિદાન આપવામાં આવ્યું હતું. એ ચિન્હ આપણે માટે સ્થળનો નિર્દેશ કરતા મરણનો અર્થ ‘બતાવવા’ સારું હતું. પાસ્ખામાં ઈસુના બલિદાન તરફ ઈશારો કરતો એક વધુ નિર્દેશ આપણને મળે છે – વરસના એજ દિવસ તરફ નિર્દેશ કરીને. ફરીથી હલવાનનું બલિદાન – એ દર્શાવતું હતું કે ઈસુનું બલિદાન કોઈ આકસ્મિક થતો સંયોગ નહોતો – ઈસુના બલિદાનનો નિર્દેશ કરતુ હતું.

બે અલગ અલગ રીતે (સ્થળ અને સમય દ્વારા) હિબ્રુશાસ્ત્રના બે સૌથી મહત્વના પર્વો સીધો જ ઈશારો ઈસુના બલિદાન તરફ કરે છે. ઈતિહાસમાં બીજા કોઈ વ્યક્તિ કે જેના મરણ વિષે આવા નાટકીય રીતે સમાંતરઘટનાઓની પૂર્વછાયા આપવામાં આવી હોય એવું મને યાદ નથી. શું તમને છે?

આ ચિન્હો એટલા સારું આપવામાં આવ્યા કે આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે ઈસુનું બલિદાન એ ઈશ્વરની જ યોજના અને ઈરાદો હતો. આ લખાણનો ઉદ્દેશ આપણ સર્વને એ જોવા સારું મદદરૂપ બનવાનો છે કે કેવી રીતે ઈસુનું બલિદાન આપણને મરણથી બચાવે છે અને આપણને પાપોથી શુદ્ધ કરે છે – જેઓ તેનો સ્વીકાર કરે તેઓ સર્વ માટે ઈશ્વરની ભેટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *