દિવસ 7: સાબ્બાથ વિશ્રામમાં સ્વસ્તિક

સ્વસ્તિક શબ્દ નીચેના શબ્દોનો બનેલો છે:

સુ (सु) – સારું, સારું, શુભ

અસ્તિ (अस्ति) – “તે છે”

સ્વસ્તિક જે લોકો અથવા સ્થાનોના કલ્યાણની ઇચ્છા રાખનાર એક આશીર્વાદ અથવા આશીર્વાદિત શબ્દ છે. તે ઈશ્વર અને આત્મામાં વિશ્વાસની ઘોષણા કરે છે. તે એક પ્રમાણિત, આધ્યાત્મિક અભિવ્યક્તિ છે, જેનો ઉપયોગ સામાજિક વાર્તાલાપ અને ધાર્મિક સભાઓમાં તેની સારી ઇચ્છાઓ પ્રગટ કરવા માટે થાય છે.

આ આશીર્વાદીત વચન/આશીર્વાદ તેના દ્રશ્ય ચિન્હ, સ્વસ્તિકમાં પણ વ્યક્ત કરવામાં આવે છે. બે રેખાઓથી બનેલ સ્વસ્તિક (卐) તે સહસ્ત્રાબ્દી માટે દૈવત્વ અને આધ્યાત્મિકતાનું ચિન્હ છે. પરંતુ તેના વિવિધ અર્થો મળે છે, અને નાઝીઓના સહ-વિકલ્પ તરીકે તેનું પાલન કરવા માટે તેને ચારે તરફથી પ્રતિષ્ઠા મળી છે, તેથી હવે તે સમગ્ર એશિયામાં પરંપરાગત રીતે હકારાત્મક ભાવનાની તુલનામાં પશ્ચિમમાં નકારાત્મક ભાવના જગાવે છે. સ્વસ્તિકની મોટા પ્રમાણમાં આ રીતની વિવિધ પ્રકારની માન્યતાઓને કારણે જ આ શુભ શુક્રવાર પછીના દિવસ-૭ માટે માટે યોગ્ય પ્રતીક બનાવે છે.

દિવસ 7 – સાબ્બાથ  વિશ્રામ

6 ઠ્ઠા દિવસે ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા. એક અધૂરા કાર્યને છોડીને, તે દિવસની અંતિમ ઘટના ઈસુની દફનવિધિ હતી.

55 જે સ્ત્રીઓ ગાલીલથી ઈસુની સાથે આવી હતી તે યૂસફ પાસે ગઇ. તેઓએ કબર જોઈ. તેઓએ જ્યાં ઈસુનો દેહ મૂકવામાં આવ્યો હતો તે પણ જોયું.
56 પછી તે સ્ત્રીઓ ઈસુના દેહ પર મસાલા તથા સુગંધિત દ્ધવ્યો મૂકવા માટેની તૈયારી કરવા પાછી આવી.વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. મૂસાના નિયમ પ્રમાણે બધાજ લોકોએ આ કર્યુ

.લુક ૨૩:૫૫-૫૬

સ્ત્રીઓ તેમના શરીર પર સુગંધિત પદાર્થ મૂકવા માંગતી હતી, પરંતુ દીવસ સમાપ્ત થઈ ગયો હતો અને શુક્રવારની સાંજના સૂર્યાસ્તથી સાબ્બાથ શરૂ થતો હતો. આ અઠવાડિયાનો 7 મો દિવસ, સાબ્બાથની શરૂઆત થઈ. યહૂદીઓ વિશ્રામવારના દિવસે કામ કરતા નથી, જે સૃષ્ટિની ઉત્પત્તિની યાદ અપાવે છે. ઈશ્વરે 6 દિવસમાં સર્જન કર્યા પછી હિબ્રુ વેદ કહે છે:

રીતે પૃથ્વી, આકાશ અને તેમાંની બધી જ વસ્તુઓનું સર્જન પૂરું થયું.
2 દેવ પોતે જે કામ કરતા હતા તે તેમણે પૂરું કર્યું. તેથી સાતમાં દિવસે દેવે પોતાનું કામ બંધ રાખ્યું.

ઉત્પત્તિ ૨:૧-૨

જો કે સ્ત્રીઓ, તેમના શરીરને સુગંધીદાર દ્રવ્યો લગાવવા ઇચ્છતી હતી,પરંતુ તેમના વેદને અનુસરીને તેમણે વિશ્રામ કર્યો.

જ્યારે બીજાઓએ કામ કર્યું

પરંતુ મુખ્ય યાજકોએ સાબ્બાથ પર પોતાનું કાર્ય ચાલુ રાખ્યું.

62 તે દિવસ સિદ્ધિકરણ દિવસ કહેવાતો હતો. બીજે દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા.
63 તેઓએ કહ્યું, “સાહેબ, અમે યાદ કરીએ છીએ કે, જ્યારે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે ત્રણ દહાડા પછી હું મરણમાંથી સજીવન થઈશ.’
64 તેથી ત્રણ દહાડા સુધી કબરની ચોકી કરવાનો હુકમ કર. તેના શિષ્યો આવે અને કદાચ લાશને ચોરી જાય. પછી તેઓ લોકોને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આ ભૂલ તેઓએ પહેલા તેના વિષે જે કહ્યું હતું તેનાં કરતાં વધારે ખરાબ હશે.”
65 પિલાતે કહ્યું, “થોડાક સૈનિકો લઈ જાવ અને જાઓ અને તમે જે ઉત્તમ રીત જાણતા હોય તે રીતે કબરની ચોકી કરો.”
66 તેથી તેઓ બધા કબર પાસે ગયા અને તેને ચોકીદારોથી સુરક્ષિત કરી. તેઓએ કબરના મુખ પર મોટો પથ્થર મૂકી સીલ માર્યું અને ત્યાં રક્ષણ માટે ચોકીદારો મૂક્યા.

માથ્થી ૨૭:૬૨-૬૬

મુખ્ય યાજકોએ વિશ્રામવારના દિવસે કામ કર્યું, તેઓએ કબરની સુરક્ષા માટે ચોકીદાર મૂક્યા કે જ્યાં ઈસુનુ મ્રુત શરીર દફ઼ન હતુ, જ્યારે સ્ત્રીઓએ આજ્ઞાપાલન કરીને આરામ કર્યો.

નરકમાં કેદ આત્માની મુક્તિ

જો કે જાણે માણસની નજરમાં એવું લાગી રહ્યું હતું કે ઈસુ તેમનું યુદ્ધ હારી ગયા હોય, આ દિવસે નરકમાં (નરક) કંઈક થયું. બાઇબલ જણાવે છે:

8 તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે, “તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો, અને લોકોને દાન આપ્યાં.” ગીતશાસ્ત્ર 68:18
9 “તે ઊંચે ચઢયો, “તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો.

એફેસી ૪:૮-૯

ઈસુ સૌથી નીચલા ભાગમાં ઉતર્યા, જેને આપણે નરક (નરક) અથવા પિત્રુલોકા કહીએ છીએ, જ્યાં આપણા પૂર્વજો (મૃત પૂર્વજો)ને યમ (યમરાજ) અને યમ-દૂતો દ્વારા બંધકમાં રાખવામાં આવ્યા છે. યમ અને ચિત્રગુપ્ત (ધર્મરાજા) તેઓ એ મૃતક બંધકોને પકડ્યા છે કારણ કે તેમની પાસે તેમના કર્મોનો ન્યાય કરવાનો અને તેમનાં સારા કર્મોને યોગ્ય ઠરવવાનો અધિકાર હતો. પરંતુ સુવાર્તા જણાવે છે કે ઈસુએ મૃત્યુ બાદ 7 મા દિવસે જ્યારે તેમનું શરીર આરામ ફરમાવી રહ્યું હ્તું, ત્યારે તેઓએ આત્મામાં નીચે ઉતરીને બંધકોને મુક્ત કર્યા, પછી તેઓની સાથે સ્વર્ગમાં ગયા. જેમ આગળ સમજાવવામાં આવ્યું છે તે મુજબ…

યમ, યમ-દુતો અને ચિત્રગુપ્તને હરાવ્યા

અને રજવાડાઓ અને સત્તાઓ બગાડ્યા પછી, તેણે તેમાં ખુલાસો કર્યો, તેમાં વિજય મેળવ્યો.

કોલોસી ૨:૧૫

ઈસુએ નરક (યમ, યમ-દૂતો અને ચિત્રગુપ્ત) ની સત્તાઓને પરાજિત કરી, જેને બાઇબલ શેતાન કહે છે (નિંદા કરનાર), દુષ્ટ આત્મા (વિરોધી), સર્પ (નાગ) અને તેઓના હાથ નીચેના અધિકારીઓ કે જેઓ તેઓની હેઠળ કામ કરે છે. ઈસુનો આત્મા આ અધિકારીઓ દ્વારા બંધક લોકોને છોડાવવા માટે ઉતર્યા હતા.

જ્યારે ઈસુ આ બંધકોને નરકમાંથી મુક્ત કરી રહ્યા હતા, ત્યારે પૃથ્વી પરના લોકો આ વીશે અજાણ હતા. જીવંત લોકોએ વિચાર્યું કે ઈસુ તેમની મૃત્યુ સાથેની લડાઇ હારી ગયા છે. આ વધસ્તંભનો વિરોધાભાસ છે. પરિણામ એક સાથે જુદી જુદી દિશાઓનો નિર્દેશ કરે છે. 6 ઠ્ઠો દિવસ તેમના મૃત્યુના દુ:ખદાયી પરિણામ સાથે સમાપ્ત થયો. પરંતુ તે નરકમાંના કેદીઓ માટે જીતમાં ફેરવાઈ ગયો. 6 ઠ્ઠા દિવસની હાર તેમની 7 મા દિવસની જીત હતી. જેમ સ્વસ્તિક એક સાથે વિરોધી દિશાનું સુચન કરે છે, તેમ વધસ્તંભ પણ કરે છે.

ચિહ્ન તરીકે સ્વસ્તિક પર ચિંતન કરવું

સ્વસ્તિકનો મધ્ય ભાગમાં ભુજોનો આંતરછેદ એક વધસ્તંભ બનાવે છે. આ જ કારણ છે કે ઈસુના પ્રારંભિક અનુયાયીઓએ સ્વસ્તિકનો ઉપયોગ તેમના પોતાના ચિહ્ન તરીકે કર્યો હતો.

ક્રોસ ‘સ્વસ્તિક’ માં હોવાથી, સ્વસ્તિક એક પરંપરાગત પ્રતીક છે જે ઈસુને ભક્તિ બતાવે છે

સ્વસ્તિક વધસ્થંભના વિરોધાભાસનું પ્રતીક છે

વધુમાં, કીનારીથી વળેલી ભુજાઓ, ચારે દિશા તરફ નિર્દેશ કરે છે, વધસ્થંભના આ વિરોધાભાસના પ્રતીક સમાન છે; બંને તેની હાર અને જીત, તેની કિંમત અને લાભ, નમ્રતા અને વિજય, દુ:ખ અને આનંદ, શરીર મૃત્યુમાં આરામ કરે છે અને આત્મા સ્વતંત્રતા માટે કામ કરે છે. તે દિવસે એક સાથે ઘણા વિરોધાભાસ ઉભા થયા હતા, તે માટે સ્વસ્તિક ઘણું સારું પ્રતીક ગણાય છે.

વધસ્તંભનું સ્વસ્તિક પ્રત્યેક સ્થાન માટે

વધસ્તંભનો આશીર્વાદ પૃથ્વીના ચાર ખૂણા સુધી ચાલુ રહે છે; ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં, તે ચાર દિશાઓનું પ્રતીક છે, જે વળેલી ભુજાઓ દર્શાવે છે.

નાઝી દુષ્ટતાએ સ્વસ્તિકની શુભતાને ભ્રષ્ટ કરી. મોટાભાગના પશ્ચિમી લોકો હવે તેને સકારાત્મક રીતે સ્વીકારતા નથી. તેથી સ્વસ્તિક સ્વયં આ વાતનું પ્રતીક છે કે અન્ય અસરોને તે કેવી રીતે ભ્રષ્ટ કરી શકે છે અને તેઓ કોઈપણ વસ્તુની પવિત્રતાને વિકૃત કરી શકે છે. પાશ્ચાત્ય સામ્રાજ્યવાદ અને વસાહતીવાદે એવી જ રીતે સુવાર્તાનું અપહરણ કરી નાખ્યું. મૂળરૂપે મૃત્યુના ડરમાં આશા અને સુસમાચારનો આ એશિયન સંદેશ, ઘણા એશિયનો હવે તેને યુરોપિયન અથવા પશ્ચિમી સંસ્કૃતિની અસરમાં જુએ છે. જેમ આપણે પશ્ચિમના લોકોને સ્વસ્તિકના નાઝી સહ-વિકલ્પને તેના ઉંડા ઇતિહાસ અને પ્રતીકવાદના ભૂતકાળ સાથે જોવા માટે પ્રેરણા આપી હતી, તેમ સ્વસ્તિક આપણને બાઇબલના પાનાઓમાં પ્રાપ્ત મૂળ શુભસમાચાર સંદેશ સાથે તેવું જ કરવાનું યાદ અપાવે છે.

આગળના દિવસ તરફ નિર્દેશ

પરંતુ સ્વસ્તિકની આ પાર્શ્વ સ્વરૂપ ભૂજો છે કે, જે ખાસ કરીને સાબ્બાથના 7 માં દિવસ માટે મહત્વપૂર્ણ છે.

દિવસ 7 નો દ્રષ્ટિકોણ: 6 ઠ્ઠા દિવસ તરફ દ્રષ્ટિ કરવી અને પુનરુત્થાનના પ્રથમ ફળની તરફ઼ આગળ વધતાં

દિવસ 7 એ ક્રુસારોહણ અને પછીના દિવસની વચ્ચે આવે છે. પરિણામે, સ્વસ્તિકની નીચેનોપાર્શ્વ ભૂજ શુક્રવાર અને તેની ઘટનાઓ તરફ નિર્દેશ કરે છે.ઉપરનોપાર્શ્વ ભૂજબીજા દિવસે, નવા અઠવાડિયાના રવિવાર તરફ ઈશારો કરે છે, કે જ્યારે ઈસુએ તે દિવસે મૃત્યુને પરાજિત કર્યું હતું, જેથી તેઓ મૂળભુત રીતે પ્રથમ ફળ કહેવાયા.

દિવસ 7: હીબ્રુ વેદના નિયમની સરખામણીમાં ઇસુના શરીર માટે સાબ્બાથવિશ્રામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *