મોક્ષનું વચન – એકદમ પ્રારંભથી જ

તેમના સર્જનની પ્રારંભિક અવસ્થાથી કેવી રીતે માનવજાતનું પતન થયું તે આપણે જોઈ ગયા. પરંતુ પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) શરૂઆતથી જ ઈશ્વરની એક યોજના વિશે વાત કરે છે. આ યોજના એ વચન (બાંહેધરી) પર આધારિત છે જે શરૂઆતથી આપવામાં આવ્યું હતુ જેનો પડઘો પુરૂષાસુકતામાં પણ સાંભળવા મળે છે.   

પવિત્ર  બાઈબલ – સાચે જ એક પુસ્તકાલય

આ વચન (બાંહેધરી)ની મહત્તા સમજવા માટે આપણે પહેલા પવિત્ર બાઈબલ વિશે કેટલાંક પાયાના તથ્યો જાણવા પડશે. જો કે બાઈબલ એક પુસ્તક હોવા છતાં તેને એક હરતા ફરતા પુસ્તકાલય તરીકે સમજવું વધુ વાજબી ગણાશે. તેનું કારણ એ છે કે તે ઘણાંબધા પુસ્તકોનો સંગ્રહ છે, જે ૧૫૦૦ વર્ષના સમયગાળા દરમ્યાન ભિન્ન ભિન્ન લેખકો દ્વારા લખવામાં આવ્યા. આ બધા પુસ્તકોને એક જ ગ્રંથ (અંક)માં સંગઠિત કરવામાં આવ્યા – જે બાઈબલ કહેવાય છે. આ હકીકત જ પવિત્ર બાઈબલને ઋગ્વેદ ની જેમ દુનિયાના મહાન પુસ્તકોમાં અનોખું બનાવે છે. વધુમાં, બાઈબલના અલગ અલગ પુસ્તકોના લેખકો પણ અલગ અલગ હોવા છતાં જે પણ પ્રકટીકરણ અને ભવિષ્યવાણીઓ કરવામાં આવી તે ત્યારબાદના લેખકોએ આગળ વધારી. જો બાઈબલના લેખકો એક જ સમુહના હોત કે એકબીજાને જાણતા હોત તો તો આમાં કશું અનોખું નહોતું . પરંતુ બાઈબલના લેખકોમાં સો અને કોઈમાં તો હજાર વર્ષનું અંતર પણ છે, વળી આ પુસ્તકો ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ, ભાષાઓ, સમાજ વ્યવસ્થા, અને લેખન શૈલીમાં લખવામાં આવ્યા – તો પણ તેનો સંદેશ અને ભવિષ્યવાણી જે ત્યારબાદના લેખકો દ્વારા આગળ વધારવામાં આવી તે પહેલા સાથે સુસંગત છે જે બાઈબલની બહારના ઈતિહાસમાં પણ પ્રમાણિત થયું છે. આ બાબતો બાઈબલને એક અસાધારણ અને અલાયદા સ્તરનું પુસ્તક બનાવે છે – આ બાબત આપણને તેનો સંદેશ સમજવા પ્રોત્સાહિત કરવી જોઈએ. જુના કરારના પુસ્તકોની હસ્તપ્રતોની નકલ જે લગભગ ઈ.પૂ. ૨૦૦ની સાલ (જે ઈસુના સમય પહેલા)ની છે તે હજુ પણ હયાત છે, તેથી બાઈબલના લખાણનો આધાર દુનિયાના સઘળાં પ્રાચીન પુસ્તકો કરતાં કંઈ કેટલોય બેહતર છે.         

એદનવાડીમાં મોક્ષનું વચન

પવિત્ર બાઈબલની શરૂઆતથી જ, ઉત્પત્તિના પુસ્તકમાં જે બાબતો ‘સર્જન’ અને ‘પતન’ પછી બનવાની હતી તેની જાણે કે ‘આશા સેવવામાં’ આવી હતી તેવું આપણે જોઈ શકીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો શરૂઆતની ઘટનાઓનો ચિતાર તેના અંતને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં જયારે ઈશ્વરના શત્રુ શેતાનનો સામનો જયારે ઈશ્વર સાથે થાય છે ત્યારે જ આ ‘વચન’ની બાંહેધરી આપવામાં આવી હતી જે કોયડા (ઉખાણાં) સ્વરૂપે કહેવામાં આવી, આ પ્રસંગ મનુષ્યના પતનના તુરંત બાદ જ બની જયારે દુષ્ટ શેતાન સર્પના સ્વાંગમાં હતો:   

“… અને હું (ઈશ્વર) તારી (શેતાન) અને સ્ત્રીની વચ્ચે વેર કરાવીશ વળી તારા અને સ્ત્રીના સંતાન વચ્ચે વેર કરાવીશ. તે તારું માથું છુંદશે અને તુ તેની એડી ખૂંદશે.”

ઉત્પત્તિ ૩:૧૫

ધ્યાનથી વાંચતા તમે જોઈ શકશો કે અહીં પાંચ અલગ અલગ પાત્રો માલુમ પડે છે વળી આ ભવિષ્યવચન છે કેમ કે તે આવનાર સમયમાં તેની પરીપુર્ણતાની ‘આશા સેવતા’ કહેવામાં આવ્યું છે. જે પાત્રો જોઈ શકીએ તે : 

  • ૧. ઈશ્વર/પ્રજાપતિ
  • ૨. શેતાન/સર્પ
  • ૩. સ્ત્રી
  • ૪. સ્ત્રીના સંતાન
  • ૫. શેતાનના સંતાન

આ કોયડામાં આ બધા પાત્રોનો એકબીજા સાથેનો ભવિષ્યમાં કેવો વ્યવહાર હશે તેની આગાહી કરવામાં આવી છે. જે નીચે દર્શાવી છે.

ઉત્પત્તિમાં આપેલ વચન પ્રમાણે પાત્રોનો એકબીજા સાથેનો વ્યવહાર

શેતાન અને સ્ત્રી એમ બંનેને ‘સંતાન’ થશે જેની ગોઠવણ ઈશ્વર કરશે. આ સંતાનોની વચ્ચે વળી સ્ત્રી અને શેતાનની વચ્ચે ‘શત્રુતા’ અથવા વૈમનસ્ય રહેશે. શેતાન સ્ત્રીના સંતાનની ‘એડી ખૂંદશે’ જયારે સ્ત્રીનું સંતાન શેતાનનું ‘માથું છુંદશે’.    

સંતાન વિશે અનુમાન – એકવચન ‘તે’

હજુ સુધી તો આપણે બાઈબલના લખાણનું જ નિરીક્ષણ કે અવલોકન કર્યું. હવે સમય છે કેટલાંક તાર્કિક અનુમાન લગાવવાનો.  કારણ કે સ્ત્રીના ‘સંતાન’ની જયારે વાત આવે છે ત્યારે તેને ‘તે’ અને ‘તેના’ તરીકે લખવામાં આવ્યું છે અને તેથી માલુમ થાય છે કે તે પ્રથમ પુરૂષવાચક એકવચનમાં છે – એક પુરૂષની વાત છે.  હવે આના ખુલાસામાં શું ના થઈ શકે તેને રદ કરતા જઈએ. અહીં ‘તે’ (પુરૂષવાચક એકવચન) છે એટલે તે ‘તેણી’ એટલે સ્ત્રી ન હોઈ શકે. અહીં ‘તે’ સંતાન માટે વપરાયું છે ‘તેઓ’ નહિ, જે કદાચને એક જૂથના લોકો, કે ગોત્ર, કે ઝુંડ કે મંડળી કે દેશના લોકો હોઈ શકત. ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન રીતે લોકોએ વિચાર્યું કે ‘તેઓ’ એક સાચો ઉકેલ હોઈ શકે પરંતુ ‘તે’ સંતાન માટે વપરાયું હોવાને લીધે તે કોઈ એક લોકોનું ઝુંડ કે મંડળી ન હોય શકે જે દેશ કે કોઈએક ખાસ ધર્મ જેવા કે હિંદુઓ, બૌધ્ધો, ખ્રિસ્તીઓ કે મુસલમાનો કે કોઈ વર્ગ કે ગોત્રના લોકની વાત હોઈ શકત, પણ એવું નથી. વળી સંતાન ‘તે’ (પ્રથમ પુરૂષવાચક એકવચન) છે અને ત્રાહિત ‘તે’ (નાન્યતર અથવા તૃતીય એકવચન) નથી (આમ સંતાન એક વ્યક્તિ જ હોય શકે કોઈ વસ્તુ નહિ).

આથી આ કોઈ વિશિષ્ટ ફિલસુફી કે વિચારધારા કે શિક્ષણ, કે પ્રૌદ્યોગિક (ટેકનોલોજી) કે રાજનીતિક વ્યવસ્થા કે ધર્મ હોવાની શક્યતાને પણ રદ કરી દે છે. ‘આ’ બધા અન્ય પ્રકારો કદાચને બહુ પહેલાં, અને અત્યારે પણ દુનિયાને ઠીક કરી દેવા સારુ આપણી મુખ્ય પસંદગી હોત. આપણે એવું વિચારીએ કે જે આપણી પરિસ્થિતિને યેન કેન રીતે દુરસ્ત કરી શકે તે ‘તે’ હોઈ શકે, તેથી અત્યાર સુધીના સૌથી ઉમદા વિચારકોએ સદીઓથી અલગ અલગ રાજનૈતિક પ્રણાલી, શિક્ષણ પ્રણાલી, પ્રૌદ્યોગિક પ્રણાલી, ધાર્મિક પ્રણાલી વગેરે માટે અનુમોદન કર્યા કર્યું. પરંતુ આ જે ‘વચન’ (બાંહેધરી)ની વાત આપણે કરીએ છીએ તે તો એક અલગ જ દિશા નિર્દેશ કરે છે. ઈશ્વરના મનમાં કશુંક બીજું જ છે – એક ‘તે’. આ ‘તે’ (પ્રથમ પુરૂષવાચક એકવચન) જ સર્પનું માથું છુંદશે.   

જે કહેવામાં નથી આવ્યું તે જોવું પણ રસપ્રદ છે. ઈશ્વર માણસ(આદમ)ને સંતાનનું વચન નથી આપતા પણ સ્ત્રી(હવા)ને આપે છે. આ ખરેખર અસાધારણ છે કેમ કે આખા બાઈબલમાં અને પ્રાચીન સમયમાં વારંવાર પિતામાંથી પુત્રો (નીકળી) આવ્યાની વાત ભારપૂર્વક કહેવામાં આવતી હતી. પરંતુ આ કિસ્સામાં માણસમાંથી સંતાનનું વચન આપવામાં આવ્યું નથી. માણસના ઉલ્લેખ વગર જ સ્ત્રી થકી સંતાન (એક ‘તે’) આવશે એ વાત લખવામાં આવી છે.  

ઐતિહાસિક કે પૌરાણિક મનુષ્યો કે જેઓ ક્યારેય પણ હયાત હતા તેમાંથી કોઈએ પણ ક્યારેય પોતાની ફક્ત માતા હોવાનો અને એ જ સમયે કોઈ ભૌતિક પિતા નહિ હોવાનો દાવો નથી કર્યો. આ ઈસુ હતા (ઈસુ સત્સંગ) જે નવા કરાર (જે વચન (બાહેંધરી) આપવામાં આવ્યુ તેના હજારો વર્ષો પછી લખવામાં આવ્યુ)માં જાહેર કરે છે કે ઈસુ કુંવારીથી જન્મ્યા હતા – આથી માતા ખરી પણ કોઈ માનવીય પિતા નહિ. શું આ કોયડામાં સમયની શરૂઆતમાં જ ઈસુનો પૂર્વાભાસ થયો? આ જેમાં સંતાન ‘તે’ (પ્રથમ પુરૂષવાચક એકવચન) છે એવા નિરીક્ષણ સાથે સુસંગત છે અને ‘તેણી’, ‘તેઓ’ અથવા નાન્યતર ‘તે’ નથી. આવા દ્રષ્ટિકોણથી જોતા આ કોયડાના કેટલાંક ટુકડા પોતાને સ્થાને બરાબર બંધ બેસે છે.   

‘તેની એડી ખૂંદશે’??

શેતાન એટલે કે સર્પ ‘તેની એડી ખૂંદશે’ તેનો મતલબ શું થાય? મને આફ્રિકાના જંગલોમાં કામ કરવાનો અનુભવ મળ્યો ત્યાં સુધી હું આ સમજી શક્યો નહોતો. અમારે સખત ઉકળાટ છતાં જાડા રબરના જોડા પહેરવા પડતા – કારણ કે ત્યાં સર્પ લાંબા ઘાસમાં સંતાઈ રહેતા અને તમારા પગે તરત જ ડંખ મારી દેતા – એટલે કે એડી પર – જે તમારો પ્રાણ હરી લે. ત્યાંના મારા અનુભવોના પહેલા જ દિવસે મેં એક સાપ પર લગભગ પગ મુકી જ દીધો હતો અને તેનાથી મારું મૃત્યુ પણ થઈ શકત. આ કોયડાને સમજવાની નવી સમજ મને ત્યારે મળી. એક ‘તે’ જ સર્પનો નાશ કરી શકે (‘તેનું માથું છુંદશે’), પરંતુ તેની કિંમત તેણે ચૂકવવી પડે, જેનો મતલબ એમ બની શકે કે તે તેનો ઘાત કરે (‘તેની એડી છુંદે’). તે તો ઈસુના બલિદાન થકી મળેલ વિજયની પૂર્વછાયા હતી.

સર્પના સંતાન?

પણ આ શેતાનના સંતાન, અન્ય શત્રુઓ કોણ છે? જો કે અહીં તેની પૂર્ણ વિગતથી શોધ-તપાસ કરવી શક્ય નથી, પછીના પુસ્તકો આવનાર વ્યક્તિ વિશે વાત કરે છે. આ વિવરણ જુઓ:

હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે, અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દહાડો જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા, વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્ર થી સહેજે તમારા મનને ચલિત થવા ના દો, અને ગભરાઓ નહિ; કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહિ; કેમ કે એમ થતા પહેલા ધર્મત્યાગ થશે અને પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે; જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેની વિરુધ્ધ થઈને તે પોતાને મોટો બનાવે છે અને એમ દેવ હોવાનો દાવો કરીને તે દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે. (૨ થેસ્સાલોનિકીઓને પત્ર ૨:૧-૪; જે પાઉલે ગ્રીસથી ઈ. ૫૦માં લખ્યો) 

આ પછીના પુસ્તકોમાં સ્ત્રી અને શેતાનના સંતાન વચ્ચેની અથડામણની ગણતરી વિશે સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. જો કે ઉત્પત્તિમાં આપેલ વચન (બાંહેધરી)માં આ પહેલો ઉલ્લેખ ભ્રૂણ અવસ્થામાં (અવિકસિત) હતો જે માનવઈતિહાસના આરંભમાં આપવામાં આવ્યો, જેને વધારે વિગતોથી ભરવા થોડી રાહ જોવાની હતી. ઈતિહાસના ચરમ બિંદુ પર, શેતાન અને ઈશ્વર વચ્ચેની છેલ્લી લડાઈની વાત આ પ્રથમ પુસ્તકમાં પૂર્વભાષિત છે.  

આગાઉ, આપણે પ્રાચીન કાવ્ય પુરૂષાસુકતાની સફર ખેડી ચુક્યા છીએ. આપણે જોયું કે આ કાવ્યમાં આવનાર એક સંપૂર્ણ મનુષ્ય – પુરૂષા – એવો માણસ જે ‘મનુષ્ય શક્તિથી આવશે નહિ’ તેની આગાહી કરવામાં આવી છે. આ મનુષ્યનું બલિદાન પણ આપવામાં આવશે. આપણે એ પણ જોયું હતું કે સમયની શરૂઆત થઈ તે પહેલાંથી આ સઘળું ઈશ્વરના મન અને હૃદયમાં નિર્ધારિત હતું. શું આ બે પ્રાચીન ગ્રંથો એક જ વ્યક્તિની વાત કરી રહ્યાં છે? હું એમ માનું છું કે તેઓ એક જ વ્યક્તિની વાત કરે છે. પુરૂષાસુકતા અને ઉત્પત્તિનું વચન એક જ ઘટનાને સાક્ષાત કરે છે – જયારે ઈશ્વરે નિર્ણય લીધો કે તે મનુષ્યનો અવતાર ધારણ કરશે જેથી પોતાનું બલિદાન આપી શકે – કોઈપણ ધર્મના સઘળાં માણસોની સાર્વજનિક જરૂરીયાત. પરંતુ દૈવી વચન (બાંહેધરી) ઋગ્વેદ અને બાઈબલ વચ્ચેની એકમાત્ર સમાનતા નથી. જેમ તેઓ માનવઈતિહાસની સૌપ્રથમ ઘટનાઓનું વર્ણન કરે છે તેમ જ અન્ય ઘટનાઓને પણ વર્ણવે છે જે આપણે હવે પછી જોઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *