દિવસ ૧: ઈસુ – પ્રજાઓ માટે જ્યોતિ

 • by

સંસ્કૃત માંથી ઉતરી આવેલ ‘લિંગ’ શબ્દનો અર્થ ‘ચિન્હ ’ અથવા ‘પ્રતીક‘ થાય છે, અને લિંગ શિવનું સૌથી માન્ય પ્રતીક છે. શિવ લિંગનો ઉપરનો નળાકાર ભાગ ગોળા મુખાકાર સ્વરૂપમાં ઉભો બતાવવામાં આવે છે, જેને શીવ પીઠ કહેવામાં આવે છે. જ્યારે અન્ય ઓછા જાણીતા અગ્રણી ભાગોમાં બ્રહ્મા-પીઠ (ગોળ આધાર) અને વિષ્ણુ-પીઠ (મધ્યમાં વાટકા જેવી બેઠક) છે.

લિંગ શિવ-પીઠ, વિષ્ણુ-પીઠ અને બ્રહ્મ-પીઠ બતાવે છે

જ્યોતિર્લિંગ

જો કે, ઘણી મોટી સંખ્યામાં લિંગ ઘણા આકારો, પરિમાણો, અને વિવિધ સામગ્રીમાં, જોવા મળે છે, તેમાંથી સૌથી પવિત્ર જ્યોતિર્લિંગ (પ્રકાશ = ‘જ્યોતિ’) અથવા ‘તેજસ્વી પ્રતીક’ છે. જ્યોતિર્લિંગની પાછળની દંતકથા (અથવા દ્વાદશ જ્યોતિર્લિંગ) સૂચવે છે કે બ્રહ્મા અને વિષ્ણુ એકબીજા વચ્ચે દલીલો કરી રહ્યા હતા કે તેમનામાંથી વધારે શક્તિશાળી કોણ છે. તે પછી શિવ જ્યોતિ પુંજ (જ્યોતિર્લિંગ) ના ખૂબ મોટા સ્તંભ તરીકે પ્રગટ થયા. વિષ્ણુ જ્યોતિ લિંગની ઉપર ચઢી ગયા, જ્યારે બ્રહ્મા છેલ્લે પોતાનું એક અલગ સ્થાન ગ્રહણ કરવાની આશામાં લિંગની નીચેની બાજુએ ગોઠવાયા હતા. બંનેમાંથી કોઈપણ આવું કરવા સક્ષમ નહતું, જ્યોતીનો આધારસ્તંભ અનિશ્ચિત સમય માટે વધતો જાય છે, આમ તે દૈવી પ્રતીક છે.

શિવ પ્રકાશના પ્રચંડ સ્તંભ તરીકે પ્રગટ થયા

જ્યોતિર્લિંગ મંદિર

જ્યોતિર્લિંગ મંદિરો એ બાર પવિત્ર સ્થળો છે જ્યાં ભગવાન શિવ પૃથ્વી પર જ્યોતિ સ્તંભ તરીકે દેખાયા હતા. ભક્તો આ 12 તીર્થસ્થાનોની મુલાકાત લે છે અને પુરાણો

કહે છે કે આ જ્યોતિર્લિંગોના નામનો જાપ કરવાથી મૃત્યુ અને જીવનના ચક્રમાંથી છૂટકારો મેળવવા મદદ મળે છે. 12 જ્યોતિર્લિંગોને નીચે નામ આપવામાં આવ્યું છે:

જ્યોર્તિલિંગના સ્થળો

 1. સોમનાથ
 2. મલ્લિકાર્જુન
 3. મહાકાલ
 4. ઓમકારામ
 5. કેદારેશ્વર
 6. ભીમાશંકર
 7. વિશ્વેશ્વર / વિશ્વનાથ
 8. ત્ર્યંબકેશ્વર    
 9. વૈદ્યનાથ
 10. નાગેશ્વર
 11. રામેશ્વરમ
 12. ઘ્રુષ્ણેશ્વર

જ્યોતિર્લિંગ મંદિરોના ફાયદા અને મર્યાદાઓ

જ્યોતિર્લિંગો અંતર્ગત આપણા મન માટે માર્ગદર્શન અને આંતરિક પ્રકાશની ઊંડી આવશ્યક્તા હોય છે. તેથી,ઘણા લોકો આ 12 જ્યોતિર્લિંગ મંદિરો દ્વારા આશીર્વાદ મેળવવા અને તેમના મનના અંધકારને દૂર કરવા તીર્થ-યાત્રા કરે છે. પરંતુ જ્યોતિર્લિંગોમાંનો દૈવી પ્રકાશ ફક્ત ઉચ્ચ આધ્યાત્મિક પ્રાપ્તિ ધરાવતા લોકો જ જોઇ શકે છે

તેથી જો આપણે આધ્યાત્મિકતાના તે સ્તરે ન પહોંચીએ તો શું થાય? અથવા જો આપણે લાંબા સમય સુધી જ્યોતિર્લિંગ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને છતાં તે દૈવી પ્રકાશનું દર્શન ઝાખું થઈ જાય છે? અને જો ત્યારથી આપણે ઘણા પાપો ઉપાર્જિત કરી લીધા છે? અને જો આપણે તીર્થયાત્રાઓ કરવા સમર્થ નથી? તો પછી જ્યોતિર્લિંગથી આપણને શું લાભ થઈ શકે? અથવા બીજી રીતે કહીએ કે, આ પ્રકાશ આપણા અંતરમાં બની રહે, જેથી આપણે ‘પ્રકાશના સંતાનો’ બનીએ?

ઈસુ: સ્વયંમ જ્યોતિ સર્વને પ્રકાશ આપી રહ્યા છે

ઈસુએ જાહેર કર્યું કે તેઓ પ્રકાશ હતા (જ્યોતિ), જે ફક્ત પવિત્ર યાત્રામાં જ નહીં, પરંતુ વિશ્વમાં બધે પ્રગટ થઈ, જેથી બધા જોઇ શકે અને ‘પ્રકાશના સંતાનો’ બની શકે. શિવનું   સ્વરૂપ/ પ્રતીક/ચિહ્ન એક ગોળ નળાકાર છે, જે બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા અનુભવાયેલ અભિવ્યક્તિની યાદ અપાવે છે. જ્યારે પ્રકાશ વિશે શીખવ્યું ત્યારે ઈસુએ ‘બીજ’ ના લીંગમાં (સ્વરુપ/પ્રતીક/ચિહ્ન) નો ઉપયોગ કર્યો. 

તેમણે ‘બીજ’ નો લીંગ તરીકે ઉપયોગ કેવી રીતે કર્યો?

આપણે તેમના કાર સેવક રુપમાં તેમણે મરણમાંથી લાજરસને સજીવન કર્યો અને યરૂશાલેમમાં પ્રવેશ કરવાના દીવસથી પવિત્ર ‘સાત’ અઠવાડિયાની લાંબી અપેક્ષિત ભવિષ્યવાણીનું મિશન પુરું કરવાના સમયે આ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતુ કે તે સ્વયં મ્રુત્યુને પરાજીત કરવાના હતા. હવે આપણે આ દિવસ (ખજુરી રવિવાર) પછીની ઘટનાઓ પરના આપણા અધ્યયનમાં આગળ વધીએ. ઘણા દેશોમાંથી યહૂદીઓ પાસ્ખાપર્વ માટે આવતા હતા, યરૂશાલેમ યાત્રાળુઓથી ભરેલુ હતુ. ગધેડા પર સવાર ઈસુના આગમને યહૂદીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. પરંતુ સુવાર્તાઓ અન્ય લોકોની પણ નોંધ કરે છે કે જેઓએ આ વાત પર ધ્યાન આપું હોય.

20 ત્યાં કેટલાક ગ્રીક લોકો પણ હતા. પાસ્ખાપર્વમાં જે લોકો યરૂશાલેમથી આવેલા હતા તે ભજન કરવા ગયા.
21 આ ગ્રીક લોકો ફિલિપ પાસે ગયા. (ફિલિપ ગાલીલના બેથસૈદાનો હતો.) ગ્રીક લોકોએ કહ્યું, “સાહેબ, અમારી ઈચ્છા ઈસુને મળવાની છે.”
22 ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું. પછી આન્દ્રિયા અને ફિલિપ ગયા અને ઈસુને

કહ્યું.યોહાન ૧૨:૨૦-૨૨

ઈસુના સમયમાં ગ્રીકયહૂદીનો અવરોધ

કોઈ યહૂદી તહેવાર ગ્રીક (બિન-યહૂદીઓ) દ્વારા ઉજવવામાં આવે તેવું સાંભળ્યું ન હતું. તે સમયે યહૂદીઓ ગ્રીકો અને રોમનોને અશુદ્ધ માનતા હતા. ગ્રીક લોકો યહુદી ધર્મને તેમના અદ્રશ્ય ઈશ્વરને અને સંબંધિત તહેવારોને મૂર્ખામી માનતા હતા. તેથી યહૂદીઓ અને બિન-યહૂદીઓ લોકોએ કેટલીક દુશ્મનાવટની લાગણીઓ સાથે એક બીજાથી દૂર રહેવું પડ્યું.

જ્યોતી તમામ પ્રજાઓ માટે આવી રહી છે

પરંતુ, યશાયાહે ઘણા સમય પહેલા( ઈ.સ.પૂર્વે ૭૫૦) પરિવર્તનનું દર્શન દ્રષ્ટિગોચર કર્યું.

ઐતિહાસિક સમયરેખામાં યશાયા અને અન્ય હીબ્રુ ઋષિઓ (પ્રબોધકો)

તેમણે લખ્યું હતું:

દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો! હું જન્મ્યો તે પહેલાથી યહોવાએ મને બોલાવ્યો હતો, જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે જ તેણે મને નામ આપ્યું

હતું.યશાયાહ ૪૯:૧

5. હવે યહોવા જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે બનાવ્યો છે, તે કહે છે, “તું

  મારીપાસે યાકૂબને પાછો ફેરવી લાવ, ને ઇઝરાયલને મારી પાસે એકઠા કર”; (કેમ

  કે યહોવાનીદષ્ટિમાં હું માનપામેલો છું, ને મારા ઈશ્વર મારું સામર્થ્ય થયેલા છે).

 6. તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવામાટે,તથાઇઝરાયલમાંના[નાશમાંથી]

  બચેલાઓનેપાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી

યશાયાહ ૪૯:૫-૬

યરૂશાલેમ, પ્રકાશી ઊઠ! તારા પર યહોવાનો મહિમા ઉદય પામ્યો છે ને તે ઝળહળી રહ્યો છે.
2 જુઓ, પૃથ્વી પર હજી અંધકાર છવાયેલો છે અને લોકો હજી ઘોર તિમિરમાં છે, પણ તારા પર યહોવા ઉદય પામે છે અને તેનો મહિમા તારા પર પ્રગટે છે.
3 પ્રજાઓ તમારા પ્રકાશ તરફ આવશે; તેમના પરાક્રમી રાજાઓ પણ તમારા ચળકતા ઉજાસને નિહાળવા આવશે.

યશાયાહ ૬૦:૧-૩

યશાયાહે ભવિષ્યવાણી કરી કે ઈશ્વરનો આવનાર ‘સેવક, જો કે યહૂદીઓથી (‘યાકૂબનું કુળ’), આવશે, જ્યારે તેનો ’પ્રકાશ પૃથ્વીના છેડા સુધી પહોંચશે ત્યારે બિનયહૂદ” (વિદેશી લોકો) માટે પણ તે ‘પ્રકાશરુપ’ બનશે. પરંતુ, સંકડો વર્ષોથી યહૂદીઓ અને વિદેશી લોકો વચ્ચેના અવરોધને કારણે આ કેવી રીતે શક્ય થઈ શકે?

ખજૂરીનો રવિવાર: તમામ લોકો માટે જ્યોતી આવી છે

પરંતુ આપણે જોઈએ છીએ કે તે ખજૂરીના રવિવારે ગ્રીક લોકો ઈસુને મળવા યરુશાલેમ જતા હતા. સુવાર્તા આગળ બતાવે છે:

23. ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે, “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે.

24. હું તમને ખચીત ખચીત કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહિ જાય, તો તે એકલો રહે છે. પણ જો તે મરી જાય, તો તે ઘણાં ફળ આપે છે.

25. જે કોઈ પોતાના જીવ પર પ્રેમ રાખે છે, તે તેને ખુએ છે; અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને માટે તેને બચાવી રાખશે.

26. જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો પિતા તેને માન આપશે.

27. હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું.

28. હે પિતા, તમારા નામનો મહિમા [પ્રગટ] કરો.” ત્યારે એવી આકાશવાણી થઈ કે, “મેં તેનો મહિમા [પ્રગટ] કર્યો છે, અને ફરી કરીશ.”

29. ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું, “ગર્જના થઈ.” બીજાઓએ કહ્યું, “દૂતે તેમની સાથે વાત કરી.”

30. ઈસુએ ઉત્તર આપ્યો, “એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.

31. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.

32. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ.” 

33. પણ પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવીને તેમણે આ પ્રમાણે કહ્યું.

34. એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો, “ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્‍ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?”

35. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી.

36. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ.” એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓનાથી સંતાઈ રહ્યા.

37. તેમણે આટલા બધા ચમત્કારો તેઓના જોતાં કર્યા હતા, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ.

      38. યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે?

   અને પ્રભુનો હાથ કોની આગળ પ્રગટ થયેલો છે?’ યશાયા પ્રબોધકનું એ વચન પૂરુંથાય,

   39. માટે તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ. કેમ કે યશાયાએ વળી કહ્યું હતું,

      40. “તેઓ આંખોથી ન જુએ, અને અંત:કરણથી ન સમજે, અને પાછા ન ફરે, અને હું તેઓને સારાં ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓનાં મન જડ કર્યાં છે.”

     41. યશાયાએ તેમનો મહિમા જોયો તે કારણથી તેણે એ વાતો કહી, અને તે તેમને વિષે બોલ્યો.

     42. તોપણ અધિકારીઓમાંના પણ ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે [એવી બીકથી] તેઓએ તેમને કબૂલ ન કર્યા.

     43..કેમ કે ઈશ્વર તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા.

44. ત્યારે ઈસુએ પોકારીને કહ્યું, “મારા પર જે વિશ્વાસ રાખે છે, તે એકલા મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર વિશ્વાસ રાખે છે.

45. વળી જે મને જુએ છે, તે જેમણે મને મોકલ્યો છે તેમને જુએ છે.

46. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું. 

47. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. 

48. જે મારો અસ્વીકાર કરે છે, અને મારી વાતો માનતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી, તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે. 

49. કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી. પણ મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે પિતાએ મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે. 

50. તેમની આજ્ઞા અનંતજીવન છે, એ હું જાણું છું. તે માટે જે કંઈ હું બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ હું બોલું છું.”

યોહાન ૧૨:૨૩-૫૦

ઈસુ ગ્રીક લોકોને સ્વીકારવા માટે ઉત્સુક હતા, અને તેમણે ‘બધા લોકો’ (ફક્ત યહૂદીઓ જ નહીં) દ્વારા પ્રકાશ જોવાની શરૂઆત જોઈ હતી. એવા લોકો માટે પણ કે જેમણે ઉચ્ચ સ્તરની આધ્યાત્મિક સિધ્ધિ પ્રાપ્ત કરી નથી, જેઓ પાપના ભાર હેઠળ દબાયેલા છે, અને માયાથી અંધ છે, હવે તે જ્યોતિ સુધી પહોંચી શક્યા કારણ કે તે ‘જગતના પ્રકાશ તરીકે આવ્યા હતા‘’    (કલમ. ૪૬), તે જ્યોતિ છે જે તમામ દેશ જાતિ ઉપર ચમકશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જેઓ તેને જુએ છે તેઓ ‘જેણે તેને મોકલ્યો છે તેને જુવે છે ‘ (કલમ ૪૫) – તેઓ દેવત્વની અભિવ્યક્તિને જોશે.

ઈસુ: બીજ’  દ્વારા પ્રતીક (લિંગ)

ઈસુએ કહ્યું કે કેટલીક બાબતો સમજવી મુશ્કેલ છે. પ્રતીક, અથવા લિંગ, જે તેમણે તેમના પોતાના માટે વાપર્યું છે તે ‘બીજ’ હતું (કલમ ૨૪). શા માટે આ પ્રતીક? તે શિવના જ્યોતિર્લિંગમાંથી નીકળતા પ્રકાશના કીરણની તુલનામાં ખૂબ જ નાનું અને નજીવું લાગે છે. તેમણે ‘ઊંચકાઇ’ જવાની વાત કરી, જેના માટે સુવાર્તા સમજાવે છે કે તે વધસ્તંભ પર આવનાર મૃત્યુ  હતું. કેવી રીતે તેમનું મરણ પામવું મૃત્યુને પરાજિત કરશે? દેવતાઓ અને અસુરો વચ્ચેના અગાઉના તમામ મુકાબલાઓમાં, દેવતાઓ હંમેશા તેમના વિરોધીઓને યુદ્ધમાં જીતીને હરાવે છે, નહી કે મરવા દ્વારા

દુ:ખ સહન અઠવાડિયાના પ્રકાશને સમજવું

આને સમજવા માટે, આપણે આ અઠવાડિયામાં તેના ક્રમને અનુસરવાની જરુર છે. તે અઠવાડિયામાં બનેલી ઘટનાઓની ગતિવિધિ તેમણે પહેલેથી જ નક્કી કરી દીધી હતી, જેને ઘણીવાર કષ્ટમય અઠવાડિયું  કહેવામાં આવતું હતું, જેણે વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો હતો. સુવાર્તામાં લખેલી આ દૈનિક ઘટનાઓએ પણ ઘણી ભવિષ્યવાણીઓ પૂરી કરી છે, અને તે વિશ્વની સર્જન પાછળની વાર્તા તરફ દોરી રહી છે. તે સ્પષ્ટ કરી રહ્યા હતા કે જેણે શરૂઆતમાં સૃષ્ટિની રચના કરી હતી તે જ તે છે જેમણે પોતાને પ્રકાશ તરીકે જાહેર કર્યા હતા.

આપણે આ રોજિંદા બનાવોને, અઠવાડિયાના દરેક દુ:ખ સહન કરવાના દિવસનો અભ્યાસ કરવા માટે સમયરેખા બનાવીને તેને અનુસરીશું.

કષ્ટમય સપ્તાહની ઘટનાઓ: દિવસ 1, રવિવાર

અઠવાડિયાના પહેલા દિવસે ખજુરીના રવિવારે તેમણે ત્રણ પ્રબોધકોની ત્રણ જુદી જુદી ભવિષ્યવાણીઓ પૂરી કરી. પ્રથમ, તેમણે ઝખાર્યાહની ભવિષ્યવાણી પ્રમાણે ગધેડા પર સવાર થઈને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. બીજું,તેમણે દાનિયેલની ભવિષ્યવાણી પ્રમાણે તે સમયમાં કર્યું. ત્રીજું, તેમણે વિદેશી લોકોમાં રસ લેવાનું શરૂ કર્યું, જે યશાયાહે ભાખ્યું હતું કે તે વિશ્વની તમામ પ્રજાઓને ફરીથી પ્રકાશિત કરશે, અને દુનિયાના બધા દેશોમાં પ્રકાશ ફ઼ેલાવશે.

આપણે આગળ જોઈશું કે તેઓ 2 દિવસે પૃથ્વીના સૌથી ધનિક મંદિરને કેવી રીતે બંધ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *