આકાશ તળે જીવનનો સંતોષ શોધવાની માયા

  • by

માયા સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ “તે જે છે જ નહિ’ એવો એટલે કે ‘ભ્રમણા’ છે. વિવિધ ઋષિઓ અને વિચારધારાઓએ એક યાં બીજી રીતે માયાની ભ્રમણાને ઘણું મહત્વ આપ્યુ છે, સામાન્ય રીતે એવો વિચાર વ્યક્ત કરવામાં આવે છે કે દૈહિક કે ભૌતિક (વાનાં) આપણા આત્મા ને ગેરમાર્ગે દોરી ભટકાવી દઈ શકે અને આમ જાળમાં ફસાવી બંધક બનાવી દે છે. આપણો આત્મા જે કંઈ દૈહિક છે તેને વશ કરી તેનો આનંદ ઉઠાવવા ચાહે  છે. પરંતુ, આમ કરવા જતાં આપણે લાલસા, લોભ, અને ક્રોધના ના દાસ બની જઈએ છીએ. ત્યારપછી આપણે વળતા બમણા પ્રયાસો છતાં એકની પર બીજી ભૂલો જમા કરતા જઈએ છીએ અને ભ્રમણા અથવા માયાના ખાડામાં ઊંડા ઉતરતા જઈએ છીએ. આમ માયા એક ચક્રવાતી વંટોળ જેવું કામ કરે છે,  તેની વધતી શક્તિ સાથે તે વધુને વધુ પક્કડ જમાવે છે અને છેવટે આપણને હતાશ કરી દે છે. માયા આ જગતમાં સર્વકાલિક મુલ્યો કરતાં જે ક્ષણિક છે તેની પસંદગી કરવાથી પરિણમે છે, જે જગતમાં જ ચીરસ્થાયી  સુખ ની શોધ કરે છે પણ કદી પણ નથી મળતું કે નથી પુરતું હોતું.     

એક પ્રતિષ્ઠિત તમિલ જ્ઞાન સાહિત્ય , તિરુક્કુરલ, માયાનું વર્ણન કરતા તેની આપણી પર થતી અસરને આ રીતે સમજાવે છે.

જો કોઈ પોતાની આસક્તિઓ (મોહ)ને પકડીને એવી રીતે વળગી રહે કે તેમને જવા જ ન દે, તો સંતાપની પકડ પણ તેમની પર કદી ઓછી થશે જ નહિ.

તિરુક્કુરલ ૩૫.૩૪૭-૩૪૮.

હિબ્રુ શાસ્ત્ર પણ આ તિરુક્કુરલના જ્ઞાન સાહિત્ય જેવું જ નીતિ(શાસ્ત્ર)વચન ધરાવે છે. આ ડહાપણ શીખવતા કાવ્યના લેખક સુલેમાન હતા. તેમાં ‘આકાશ તળે’ જીવન જીવતા માયા અને તેમના જીવન પર તેની અસરોનું સ્મરણ કરતા તેમના અનુભવો નોંધ્યા છે – એટલે કે કેવી રીતે માયાની અસર હેઠળ કેવળ ભૌતિક બાબતોને જ મહત્વ આપી આકાશ તળે આ ભૌતિક જીવનમાં જ ચિરસ્થાયી સુખ શોધ્યા કરવું.   

‘આકાશ તળે’ સુલેમાનના માયાનો અનુભવો

પ્રાચીન સમયના રાજા સુલેમાન જે તેમના જ્ઞાન અને ડહાપણ માટે બહુ જ પ્રખ્યાત હતા, તેમણે ઘણાં બધા કાવ્યો લગભગ ઈ.પૂ. ૯૫૦માં લખ્યા જે પવિત્ર બાઈબલના જુના કરારનો હિસ્સો છે. સભાશિક્ષક નામના આવા જ તેમના કાવ્યમાં તેમણે લખ્યું:

  થી મેં મારી જાતને કહ્યું કે, “ચાલ ત્યારે, હવે ભરપૂર આનંદ કર, હવે હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે; પણ મને સમજાયું કે આ પણ નકામું કામ છે.
2 મેં વિનોદ વિષે જણાવ્યું કે, હંમેશા હસતા રહેવું તે પણ મૂર્ખાઇ છે; તેનાથી શું ભલું થાય?”
3 પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી તરબોળ કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ દુનિયા ઉપર પોતાના સઘળા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઇ ગ્રહણ કરું.
4 પછી મેં મારે પોતાને માટે મોટાં કામો ઉપાડ્યાં. મે પોતાને માટે મહેલો બંધાવ્યાં અને દ્રાક્ષાવાડીઓ રોપાવી.
5 મેં મારા પોતાને માટે બગીચા બનાવડાવ્યા અને સર્વ પ્રકારનાં ફળો આપે તેવી વાડીઓ રોપાવી.
6 મેં મારાં વૃક્ષોને પાણી પીવડાવવાં માટે જળાશયો અને નહેરો બંધાવ્યા જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચાય.
7 મેં પુરુષ નોકરો અને સ્ત્રી નોકરો ખરીદ્યાઁ. મારા ઘરમાંજ જન્મેલાં ગુલામો પણ મારી પાસે હતા. અગાઉ થઇ ગયેલા રાજાઓ પાસે હોય તેનાથીય ઘણાં વધારે ઢોરઢાંખરાં મારી પાસે હતાં.
8 મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી .
9 આ રીતે હું બળવાન અને શકિતશાળી થયો. અને જેઓ યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયા હતાં તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો; મારા જ્ઞાને મને આ બાબતો કરવા માટે શકિતમાન કર્યો.
10 મને જે પસંદ હતું તે મેં પ્રાપ્ત કર્યું. અને કોઇ પણ પ્રકારનાં આનંદથી મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં ઘણો આનંદ મેળવ્યો. આ આનંદ મારા સઘળા પરિશ્રમનો કેવળ બદલો હતો.

સભાશિક્ષક ૨:૧-૧૦

દ્રવ્ય, કીર્તિ, વિદ્યા, યોજનાઓ, સ્ત્રીઓ, સુખ, રાજ-પાઠ, કારકિર્દી, મદ્ય… સુલેમાન રાજા પાસે આ સઘળું હતું – અને એથી પણ વધુ, માત્ર તેમના સમયમાં જ નહિ આપણા આજના સમયમાં પણ કોઈની પાસે ન હોય તેટલું. આઈનસ્ટાઈનનું ચાતુર્ય, લક્ષ્મી મિત્તલની સંપત્તિ, બોલીવુડના સિતારા જેવી રંગીન જીવનશૈલી અને તેની સાથે પ્રિન્સ વિલિયમ જેવો બ્રિટનનો રાજવંશી ઘરાનો – બધું સમેટીને એકમાં ભરી દીધેલ. આ બધા સંયોજનને કોણ હરાવી શકે? તમે એવું માનતા હશો કે સર્વ લોકોમાં તે (સુલેમાન) જ સૌથી સંતુષ્ટ હશે.  

તેમની એક અન્ય કાવ્ય રચનામાં, જેને ગીતોનું ગીત કહે છે તે પણ પવિત્ર બાઈબલનો હિસ્સો છે, જેમાં તેઓ તેમના એકદમ ઉષ્ણ, લાલ-ચોળ પ્રેમ સબંધનું શૃંગારિક વર્ણન કરે છે – ઘણુંખરું કરીને જીવનની સૌથી ઉત્કૃષ્ટ સંતૃપ્તિ આપી શકે તેવી લાગતી બાબત. સંપૂર્ણ કાવ્ય અહીં છે. નીચે તેનો એક નાનો ભાગ જેમાં તેમની પ્રેમિકા સાથે અરસ પરસ પ્રેમાલાપની વાત છે.     

ગીતોના ગીતનો નિષ્કર્ષ

 તેમણે
9 હું તને તારા સાથે ગરીબ સાથે તુલના કરું છું
રાજા ઘોડાઓ વચ્ચે.
10 તમારા ગાલમાં એરિંગ્સથી સુંદર છે,
ઝવેરાતની તાર સાથે તમારી ગરદન.
11 અમે તમને સોનાની કળીઓ બનાવીશું,
ચાંદી સાથે સ્ટડેડ.

તે
12 જ્યારે રાજા તેના ટેબલ પર હતો,
મારા પરફ્યુમથી તેની સુગંધ ફેલાય છે.
13 મારો પ્રિય મારા માટે મિરરનો કોથળો છે
મારા સ્તનો વચ્ચે આરામ.
14 મારા પ્રિય મારા માટે મેંદીના ફૂલોનું ઝુંડ છે
એન Gedi ના દ્રાક્ષાવાડી માંથી.

તેમણે
15 તમે કેટલા સુંદર છો, પ્રિયતમ!
ઓહ, કેટલું સુંદર!
તમારી આંખો કબૂતર છે.

તે
16 મારા વહાલા, તમે કેટલા સુંદર છો!
ઓહ, કેટલું મોહક છે!
અને અમારું પલંગ સડો છે.

તેમણે

17 આપણા ઘરના બીમ દેવદાર છે;
અમારા રાફ્ટર્સ એફ.આઈ.આર.એસ.

તે

3 જંગલના ઝાડ વચ્ચે સફરજનના ઝાડની જેમ
યુવાનોમાં મારો પ્રિય છે.
મને તેની છાયામાં બેસવાનો આનંદ છે,
અને તેના ફળ મારા સ્વાદ માટે મીઠી છે.
4 તે મને ભોજન સમારંભમાં લઈ જવા દો,
અને તેના બેનરને મારા ઉપર પ્રેમ થવા દો.
5 મને કિસમિસથી મજબૂત બનાવો,
મને સફરજનથી તાજું કરો,
હું પ્રેમથી કંટાળી ગયો છું.
6 તેનો ડાબો હાથ મારા માથા હેઠળ છે,
અને તેનો જમણો હાથ મને ભેટી પડે છે.
યરૂશાલેમની 7 પુત્રીઓ, હું તમને વચન આપું છું
ગોઝેલ્સ દ્વારા અને ક્ષેત્ર દ્વારા:
પ્રેમ જગાડવો નહીં કે જાગૃત કરશો નહીં
ત્યાં સુધી તે જેથી ઇચ્છાઓ.

ગીતોનું ગીત ૧:૯ -૨:૭

આ કાવ્ય જે આશરે ૩૦૦૦ વર્ષ પુરાણું છે, વળી બોલીવુડની શ્રેષ્ઠતમ પ્રણયરંગી ફિલ્મોની જેમ જ પ્રણયપ્રચુર છે. બાઈબલ નોંધે છે કે અઢળક સંપત્તિથી તેમણે ૭૦૦ ઉપપત્નીઓ કરી! એ તો બોલીવુડ કે હોલિવુડના કોઈ સૌથી સફળ પ્રેમીને ક્યારેય પણ મળે એથી કેટલુંય વધારે હતું. તો આ પરથી તમે એવું માની શકો કે આટલો બધો પ્રેમ પામીને સુલેમાન તો બહુ જ સંતૃપ્ત હશે. પરંતુ આટલો બધો પ્રેમ, સંપત્તિ, કીર્તિ અને જ્ઞાન હોવા છતાં – તેમણે આ પ્રમાણે આટોપ્યું:

  રૂશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
2 જે બધું અસ્તિત્વ ધરાવે છે તે બધુંજ નકામું છે સભા શિક્ષક કહે છે કે. સઘળું નિરર્થક છે.
3 મનુષ્ય કોઇ પણ શ્રમ દુનિયા પર કરે, પણ તે પછી અંતે તેને શું મળવાનું?
4 એક પેઢી જાય છે, અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે. એનાથી કોઇ ફેર પડતો નથી.
5 સૂર્યોદય થાય છે, અને સૂર્યાસ્ત પણ થાય છે અને ફરી તે ઊગવા માટે સત્વરે ઊગવાની જગાએ જાય છે.
6 પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ વળે છે આમ તે મૂળ માર્ગ ઉપર પાછો ફરે છે અને પોતાની ગતિમાં આમથી તેમ ફર્યા કરે છે.
7 સર્વ નદીઓ વહેતી જઇને સમુદ્રમાં મળે છે તો પણ સમુદ્ર ભરાઇ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.
8 બધી જ વસ્તુઓ કંટાળાજનક છે; તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને કાન પૂરેપૂરું સાંભળતા નથી.
9 ઇતિહાસનું કેવળ પુનરાવર્તન થાય છે, જે થઇ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; ખરેખર દુનિયા પર કશું જ નવું નથી.
10 એવી કોઇ બાબત છે કે જેના વિષે લોકો કહી શકે કે તે નવું છે? ઘણા સમય અગાઉ તે પહેલેથી જ બન્યુ હતું. તે આપણી સામે આવ્યું છે.
11 ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ વિષે તેના પછી આવનારી પેઢીને પણ તેનું સ્મરણ નહિ હોય.
12 હું સભાશિક્ષક, યરૂશાલેમમાં રહેનાર ઇસ્રાએલનો રાજા હતો.
13 વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે.
14 પણ દુનિયા પર લોકો જે કરે છે તે સર્વ બાબતો મેં જોઇ છે. એ સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાની કોશિષ કરવા જેવું છે.

સભાશિક્ષક ૧:૧-૧૪

  11 ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા તે પર, અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સઘળું વ્યર્થ તથા હવામાં બાચકાં ભરવા જેવું દેખાયું અને દુનિયા ઉપર મને કઇં લાભ દેખાયો નહિ.
12 હવે મેં જ્ઞાની, ગાંડપણ અને મૂર્ખતાના લક્ષણોનો તુલનાત્મક અભ્યાસ શરું કર્યો. જ્યારે એક રાજાની જગ્યાએ બીજો રાજા આવે છે તો નવા રાજાએ કાંઇ નવું કરવાનું નથી. દરેક વસ્તુ બધી પહેલેથીજ કરી લીધેલી હોય છે.
13 પછી મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રે છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઇ થી શ્રે છે.
14 કારણ કે જ્ઞાની માણસ જોઇ શકે છે જ્યારે મૂર્ખ દ્રષ્ટિહીન છે, તો પણ મેં જોયું કે જ્ઞાની અને મૂર્ખ, બંનેના પરિણામ સરખાજ આવે છે.
15 ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેમ મને પણ થશે જ, ત્યારે મને તેનાં કરતાં વધારે બુદ્ધિમાન હોવામા શો લાભ? ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, એ પણ નિરર્થક છે.
16 મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; જ્ઞાની અને મૂર્ખ બંન્ને મૃત્યુ પામશે અને આવનાર દિવસોમાં બન્ને ભૂલાઇ જશે.
17 તેથી હવે હું જીવનને ધિક્કારું છું. દુનિયા પર થતાં કાર્યો મને કષ્ટદાયક લાગ્યાં, તે સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાં જેવું છે.
18 જે પરિશ્રમ મેં દુનિયા પર કર્યો તેના પર મને ધિક્કાર ઉપજ્યો; કારણ કે મારા પછી થનાર વારસ માટે મારે તે મૂકી જવું પડશે.
19 કોઇ કહી શકશે ખરું કે મારો વારસ જ્ઞાની થશે કે મૂર્ખ? છતાં જેના માટે મેં આ દુનિયામાં પરિશ્રમ કર્યો અને મારા જ્ઞાનનો ઉપયોગ કર્યો તેનો ધણી તે બનશે. પરંતુ આ પણ વ્યર્થતા છે.
20 તેથી મેં દુનિયા પર જે સર્વ કામો માટે પરિશ્રમ કર્યો હતો તે પ્રત્યે હું નિરાશ થઇ ગયો.
21 મનુષ્ય પોતાના જીવનમાં ડાહપણ, જ્ઞાન તથા કુશળતાથી પોતાના કામ કરે, પણ એ સર્વ એક દિવસ એવી વ્યકિતના હાથમાં જશે જેણે તેના માટે કઇ કામ કર્યું નથી. કોઇ પણ જાતની કિંમત ચૂકવ્યાં વિના તે વારસ બને છે.આ વ્યર્થતા છે અને સાથે અન્યાય છે.
22 પોતાનું સર્વ કામ સફળતાથી કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ દુનિયામાં પરિશ્રમ કરે છે પણ તેમાંથી તેને શું પ્રાપ્ત થાય છે?
23 કારણ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે; રાત્રે પણ તેનું મન ચિંતાગ્રસ્ત હોવાથી વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.

સભાશિક્ષક ૨:૧૧-૨૩

સુખ, સમૃદ્ધિ, કાર્ય, પ્રગતિ, પ્રેમ પ્રણય આ બધા થકી જ આખરે તો સંતૃપ્તિ મળી શકે એ વાતને સુલેમાને ભ્રમણા બતાવી. આજે પણ આ વાત તમે અને હું સાંભળીએ છીએ કે આ બાબતો જ સપૂર્ણ સંતૃપ્તિ તરફ લઈ જતો માર્ગ છે. પણ સુલેમાનનું કાવ્ય જણાવે છે કે આ માર્ગો પર તેને કોઈ જ સંતૃપ્તિ મળી નહિ.      

સુલેમાને તેમના કાવ્યમાં જીવન અને મરણ પર ઘણું મંથન કર્યું:

  19 કારણ કે પશુઓના જે હાલ થાય છે તે જ હાલ મનુષ્યનાં થાય છે. મૃત્યુ બંને માટે છે, સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય જાતને પશુઓ કરતાં વધારે લાભ મળતો નથી. કેવી વ્યર્થતા!
20 એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે.
21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુ આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની ખબર કોને છે? “

સભાશિક્ષક ૩:૧૯-૨૧

  2 બધા લોકો સારા કે ખરાબ, પ્રમાણિક કે દુષ્ટ, અર્પણો અર્પનાર કે નહિ અર્પનાર સૌનું ભાવિ એક જ છે, સારો માણસ અને પાપી, જે પ્રતિજ્ઞા લે છે અને જે નથી લેતો સર્વ સમાન છે.
3 સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ દુનિયામાં થાય છે તેઓમાંનો એક અનર્થ છે; વળી માણસોનું અંત:કરણ ભૂંડાઇથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાંઓમાં ભળી જાય છે. કારણ કે તેઓને કોઇ આશા નથી. તેમને તો સામે ફકત મૃત્યું જ દેખાય છે.
4 જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે;કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
5 જીવતાં મનુષ્યો એટલું જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે. પરંતુ મરેલાંઓ તો કશુંજ જાણતા નથી. તેઓને કોઇ બદલો મળતો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામી જાય છે.

સભાશિક્ષક ૯:૨-૫

શા માટે બાઈબલ, એક પવિત્ર પુસ્તક હોવા છતાં એવાં કાવ્યો ધરાવે છે જે સંપત્તિ અને પ્રણયનો પીછો કરતા હોય? એ બાબતો કે જેને આપણે પવિત્રતા સાથે કદી જોડીએ નહિ. પવિત્ર પુસ્તકોને તો આપણે વૈરાગ્ય, ધર્મ, અને જીવન જીવવાના નૈતિક સિદ્ધાંતો વિશે જ ચર્ચા કરતા કલ્પી શકીએ. બાઈબલમાં સુલેમાન શા માટે મરણને અંતિમ અને નિરાશાવાદી લખે છે?

સુલેમાન દ્વારા પસંદ કરવામાં આવેલ માર્ગ, વિશ્વભરમાં અનુસરવામાં આવે છે, પોતાને સારું જ જીવન જીવો, ગમે તે અર્થઘટનો કરી, મોજશોખ અથવા પોતાને જે સારું લાગે તેની જ પાછળ મંડ્યા રહો. પરંતુ આનો અંત સુલેમાન માટે સારો નહોતો – સંતૃપ્તિ કેવળ ક્ષણજીવી અને ભ્રમણા જ ઠરી. બાઈબલમાં તેમના કાવ્યો એક મોટી ચેતવણી સમાન છે. “આ માર્ગે જશો નહિ – તે તમને હતાશ કરશે”. આપણામાંના મોટાભાગના લોકો સુલેમાનનો જ માર્ગ પસંદ કરશે, તેથી જો આપણે તેની વાત સાંભળીએ તો બુદ્ધિવંત ગણાઈશું.

સુવાર્તા – સુલેમાનના કાવ્યોનો પ્રત્યુત્તર

ઈસુ ખ્રિસ્ત (ઈસુ સત્સંગ) કદાચને સૌથી પ્રખ્યાત વ્યક્તિ છે કે જેના વિશે બાઈબલમાં લખવામાં આવ્યું છે. તેમણે પણ જીવન સબંધી વિધાનો કર્યા. તેમણે કહ્યું કે,

“…તમને જીવન મળે અને તે પણ ભરપુર જીવન મળે માટે હું આવ્યો છું.”

યોહાન ૧૦:૧૦

 

28 “તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ.
29 તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો.
30 મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.”

માથ્થી ૧૧:૨૮-૩૦

ઈસુ આમ કહે છે ત્યારે વ્યર્થતા અને નિરાશાની વાત જે સુલેમાને પોતાના કાવ્યોમાં લખી તેનો પ્રત્યુત્તર આપે છે. અહીં જ કદાચને સુલેમાનના બંધ રસ્તાનો જવાબ છે. ગોસ્પલને આમેય ‘સુસમાચાર’ (સુવાર્તા) કહેવાય છે. શું તે ખરેખર સુવાર્તા (સારા સમાચાર) છે? આનો ઉત્તર આપવા આપણને સુવાર્તાની સમજણની જરૂર છે. આપણે સુવાર્તાના દાવાઓ પણ તપાસવા પડશે – અક્કલહિન આલોચક બનવાને બદલે સુવાર્તાની સમીક્ષા કરવી પડશે.    

મેં મારી વાર્તામાં જેમ જણાવ્યું તેમ આ સફર મેં ખેડી. આ વેબસાઈટ પર મારા નિબંધો એટલા સારુ છે કે તમે પણ શોધ-તપાસ કરી શકો. ઈસુનો માનવ અવતાર એ શરૂ કરવા માટે એક યોગ્ય સ્થળ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *