બલિદાનની સાર્વજનિક જરૂરીયાત

  • by

તપસ્વીઓ અને ઋષિઓ જાણતા હતા કે યુગ યુગથી માનવી પોતાની ભ્રમણા અને પાપમાં જ જીવતો આવ્યો છે. આના પરિણામે સર્વ ધર્મના, ઉંમરના, ભણેલા-ગણેલા સર્વને ‘શુદ્ધ થવા’ સબંધી સહજ અથવા પ્રાકૃતિક સભાનતા હોય છે. આથી જ બહુ બધા લોકો કુંભમેળાના પર્વમાં ભાગ લે છે અને તેથી જ લોકો પૂજાપાઠ કરતા પહેલા પ્રાર્થ સ્નાન (અથવા પ્રતાસના) મંત્ર (“હું એક પાપી છું. હું પાપનું જ પરિણામ છું. હું પાપમાં જન્મ્યો. મારો આત્મા પાપ તળે છે. હું પાપીઓમાં મુખ્ય છું. ઓ ઓ બલિદાનના પ્રભુ જેના લોચન સુંદર છે, મારો બચાવ કરો,.”) ઉચરે છે. શુદ્ધ થવાની સહજ સભાનતાની જેમ જ પાપને કારણે અથવા આપણામાં રહેલા અંધકાર (તમસ)ને કારણે બલિદાન આપવાની જરૂર હોવાની સમજ પણ જાણે કે હાથમાં હાથ પરોવીને ચાલે છે. અને ફરીથી પુજાના બલિદાનમાં, અથવા કુંભમેળા અને અન્ય પર્વોમાં લોકો પોતાના પૈસા, સમય, વૈરાગ્ય વગેરેનું બલિદાન અર્પે છે જેથી બલિદાન આપવાની આપણી સહજ જરૂરીયાતને પૂરી કરી શકાય. મેં એવા પણ લોકો વિશે સાંભળ્યું છે જેઓ ગાયની પૂંછડી પકડી નદી પાર તરે છે. આવું પૂજા તરીકે અથવા માફી પ્રાપ્ત થાય એ સારું બલિદાન તરીકે કરવામાં આવે છે.  

બલિદાન આપવાની આવશ્યકતા એટલી જ જૂની છે જેટલા પ્રાચીન ધાર્મિક લખાણો. આ લખાણો આપણી સહજ પ્રકૃત્તિને અનુમોદન આપે છે – એ તો એ કે બલિદાન આપવું અત્યંત આવશ્યક અને મહત્વનું છે. ઉદાહરણ નીચે જોઈએ.

કથોપનિષદ (હિન્દુ લખાણ)માં નાયક નચિકેતા આમ કહે છે:

“હું નિશ્ચે જાણું છું કે બલિદાનનો અગ્નિ સ્વર્ગ સુધી (ઉપર) ચઢે છે અને સ્વર્ગલોક પામવાનો  તે એકમાત્ર માર્ગ છે’

કથોપનિષદ ૧.૧૪ 

હિન્દુઓનું પુસ્તક કહે છે:

“બલિદાન થકી જ મનુષ્ય સ્વર્ગમાં પહોંચે છે” સતાપથા બ્રાહ્માના

VIII. ૬.૧.૧૦

“બલિદાન થકી માત્ર મનુષ્યો જ નહિ પરંતુ દેવો પણ અમરત્વ પ્રાપ્ત કરે છે.” સતાપથાબ્રા

હ્માના II.૨.૨.૮-૧૪

આમ આપણે બલિદાન થકી જ અમરત્વ અને સ્વર્ગલોક (મોક્ષ) પ્રાપ્ત કરી શકીએ છીએ. જો કે પ્રશ્ન એ થાય કે કેવા પ્રકારનું બલિદાન અને આપણા પાપ/અંધકારની સામે કેટલું ચુકવણું પુરતું થશે કે આપણે પુણ્ય (યોગ્યતા) પ્રાપ્ત કરી શકીએ? શું પાંચ (૫) વર્ષ સુધીની તપસ્યા/વૈરાગ્ય પુરતું થઈ શકે? શું ગરીબોને દાનધર્મ કરવું પુરતું થશે? અને જો હા તો કેટલું દાનધર્મ કરવું પડે?

પ્રજાપતિ/યહોવા : બલિદાન પુરું પાડનાર ઈશ્વર

સૌથી પ્રાચીન વેદિક લખાણોમાં ઈશ્વર કે જે સર્જનનો પ્રભુ – જેણે સઘળું સર્જન કર્યું તેમજ સમગ્ર  બ્રમ્હાંડને ટકાવી રાખે છે – તેને પ્રજાપતિ તરીકે ઓળખાવે છે. પ્રજાપતિને લીધે જ સઘળું અસ્તિત્વમાં આવ્યું. 

વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)ના સૌથી પ્રાચીન યહૂદી લખાણોને તોરાહ કહેવાય છે. તોરાહ લગભગ ઈ.પૂ. ૧૫૦૦માં લખવામાં આવ્યું કે જે સમય દરમ્યાન ઋગ્વેદ પણ લખવામાં આવ્યું. તોરાહ શરૂઆતથી જણાવે છે કે એક જીવંત ઈશ્વર છે જે સમગ્ર બ્રમ્હાંડના સર્જક છે. મૂળ હિબ્રુ ભાષા/લીપીમાં આ ઈશ્વરને એલોહીમ અથવા યાહવે કહેવાય છે અને આખા યહૂદી શાસ્ત્રમાં આ બંને નામ એકબીજાના પર્યાય તરીકે વારંવાર વપરાયા છે. આમ ઋગ્વેદમાં જેમ પ્રજાપતિ છે તેમ તોરાહમાં યાહવે (યહોવા) અથવા એલોહીમને સર્જનહાર પ્રભુ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 

તોરાહની શરૂઆતમાં અબ્રાહમ નામના ઋષિ ની સાથે વ્યવહાર કરતા ‘પૂરું પાડનાર’ ઈશ્વર તરીકે યાહવે પોતાને પ્રગટ કરે છે. પૂરું પાડનાર ઈશ્વર તરીકે યાહવે (હિબ્રુ લીપીયાંતરણ યાહવે-યિરે) અને ઋગ્વેદમાં પ્રજાપતિ કે જે “સઘળાં જીવોના પોષનાર અને રાખનાર” કહેવાયા છે તે બે વચ્ચેની સમાનતાથી હું તો આશ્ચર્યમાં ગરકાવ જ થઈ ગયો.

યાહવે કેવી રીતે પૂરું પાડે છે? સર્વલોકોની બલિદાનની જરૂરીયાત માટેની સહજ પ્રકૃતિની આપણે નોંધ લઈ ચુક્યા છીએ, પરંતુ આપણે જે બલિદાન કરીએ એ પુરતું હશે કે કેમ તેની ખાતરી શું? આપણી આ સૌથી અગત્યની જરૂરીયાતમાં ખુબ રસપ્રદ રીતે તંદ્યામહા બ્રાહ્માના જણાવે છે કે -પ્રજાપતિ આપણી જરૂરીયાતને કેવી રીતે પૂરી પાડે છે:

“પોતાનું જાત-અર્પણ કર્યા બાદ પ્રજાપતિ (સર્જનહાર પ્રભુ) દેવોને સારુ પોતાને અર્પણ કર્યા” તંદ્યામહા બ્રાહ્માના, બીજા (૨)

ખંડનો અધ્યાય ૭.

[સંસ્કૃત લીપીયાંતરણ આમ છે “પ્રજાપતિરદેવેભ્યમ આતમાનામ યજ્ઞમ કર્તવા ]

પ્રાયચાત”

અહીં પ્રજાપતિ એકવચનમાં છે. પ્રજાપતિ એક જ છે, જેમ તોરાહમાં એક જ યાહવે છે તેમ. પરંતુ પાછળથી  પુરાણોના લખાણોમાં (ઈ. ૫૦૦-૧૦૦૦માં લખાયેલ) ઘણાંબધા પ્રજાપતિ દશાવેલ છે. જો કે પ્રાચીન લખાણોમાંથી જે ઉપર ટાંકવામાં આવ્યુ તેમાં પ્રજાપતિ એકવચનમાં છે. અહીં પ્રજાપતિ પોતાની જ આહુતિ આપે છે અથવા બીજાઓને સારૂ પોતાનું બલિદાન આપે છે. ઋગ્વેદ દ્રઢતાથી જણાવે છે કે:  

 “ખરેખરું બલિદાન તો પ્રજાપતિ પોતે જ છે”

સંસ્કૃત: ‘પ્રજાપતીર યજ્ઞઃ’

સંસ્કૃત વિદ્વાન એચ. એગીલાર સતાપથા બ્રાહ્માનામાંથી ભાષાંતર કરી આ પ્રમાણે ટિપ્પણી કરે છે:

“સાચું જોતા અન્ય કશું કે કોઈપણ (બલિ)ની જરૂરીયાત પૂરી પાડી શકે તેમ નહોતું સિવાય કે પ્રજાપતિ પોતે, અને દેવોએ તેમનું બલિદાન કર્યું. આથી જ આના સંદર્ભમાં ઋષિ/તપસ્વીઓએ કહ્યું કે: “દેવોએ બલિની મદદથી જ બલિદાન આપ્યુ – બલિની મદદથી જ તેમણે તેનું (પ્રજાપતિનું) બલિદાન આપ્યુ – આ પ્રથમના એટલે કે સૌથી શરૂઆતના વિધાન/સંસ્કાર હતા, કેમ કે આ નિયમો જ સૌથી પહેલા પ્રસ્થાપિત કરવામાં આવ્યાં.” એચ. અગીલાર, ઋગ્વેદમાં બલિદાન  

શરૂઆતથી જ વેદોએ જાહેર કર્યું કે યાહવે કે પ્રજાપતિ આપણી મૂળભૂત જરૂરીયાતને જાણી આપણે સારું પોતાનું (જાતનું) જ બલિદાન પૂરું પાડ્યું. તેમણે આ કેવી રીતે કર્યું તે હવે પછીના નિબંધોમાં જોઈશું જયારે આપણે ઋગ્વેદમાં પુરૂષા-પ્રજાપતિ, પુરૂષાસુક્તાનું બલિદાન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પરંતુ હાલ પુરતું એનો વિચાર કરો કે તે કેટલું અગત્યનું છે. શ્વેતાસ્વાતારોપનીષદ કહે છે 

‘અનંતજીવનમાં પ્રવેશવાનો બીજો કોઈ માર્ગ નથી

સંસ્કૃત: નાન્યઃપંથા વિદ્યતે – અનાનયા) શ્વેતાસ્વાતારોપનીષદ ૩:૮

જો તમે અનંતજીવનમાં રસ ધરાવો છો, જો તમે મોક્ષની અભિલાષા રાખો છો તો શા માટે અને કેવી રીતે પ્રજાપતિ (અથવા યાહવે)એ સ્વ-બલિદાન પૂરું પાડ્યું કે જેથી આપણને સ્વર્ગલોક પ્રાપ્ત થાય એ જાણવું ખુબ ડહાપણભર્યું લેખાશે. ઋગ્વેદમાં પુરૂષાસુકતા પ્રજાપતિનો માનવ અવતાર અને આપણે સારું તેમના બલિદાનને વર્ણવે છે. અહીં પુરૂષાસુકતા જે પુરૂષાની વાત કરે છે જે પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક)માં ઈસુ સત્સંગ (નાઝરેથના ઈસુ)ના વિવરણ કે જેમાં તેમનું બલિદાન આપણે સારું મોક્ષ અથવા મુક્તિ (અમરપણું) લાવે છે તેની સરખામણી રજુ કરીએ છીએ. અહીં ઈસુ (ઈસુ સત્સંગ)ના બલિદાન અને તેમની ભેટને પ્રત્યક્ષ જોવા પ્રયત્ન કરીએ છીએ.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *