દિવસ ૬: ભલો શુક્રવાર – ઈસુની મહા શિવરાત્રી

મહા શિવરાત્રી (શિવની મહાન રાત્રિ) ની ઉજવણી ફાલ્ગુન (ફેબ્રુઆરી/માર્ચ), ની ૧૩ મી સાંજે શરૂ થાય છે, જે ૧૪ સુધી ચાલુ રહે છે. અન્ય તહેવારોથી ભિન્ન, તે સૂર્યાસ્ત પછી શરૂ થાય છે અને રાત્રી દરમ્યાન અને બીજા દિવસે ચાલુ રહે છે. ઉપવાસ, આત્મનિરીક્ષણ અને જાગરણ તેની ઉજવણીના ખાસ લક્ષણો છે જે હકીકતમાં અન્ય તહેવારોની માફ઼ક ખાસ મિજબાની અને આનંદપ્રમોદ જેવી ઉજવણી કરતા તદ્દન અલગ છે. મહા શિવરાત્રી જીવન અને વિશ્વમાં “અંધકાર અને અજ્ઞાનતા પર વિજય” ની એક ગૌરવપૂર્ણ સ્મૃતિ ચિહ્નિત કરે છે. પ્રખર ભક્તો આખી રાત જાગરણ રાખે છે.

મહા શિવરાત્રી અને મહાસાગરનું મંથન

પૌરાણિક કથાઓ મહા શિવરાત્રી માટે અનેક કારણો આપે છે. કેટલાક કહે છે કે આ દિવસે ભગવાન શિવે સમુદ્ર મંથન (સમુદ્રને વલોવવો), દરમિયાન ઉત્પન્ન થયેલા હલાહલા ઝેરને ગળામાં રાખ્યુ હતું. તેનાથી તેમને ઇજા પહોંચી અને તેમનું ગળુ વાદળી થઈ ગયુ, તેથી તેનું નામ નીલ કંઠ પાડવામાં આવ્યું. ભાગવત પુરાણ , મહાભારત અને વિષ્ણુ પુરાણમાં આ કથા વર્ણવવામાં આવી છે, જે અમરત્વના અમૃતના ઉદભવ વીશે પણ જણાવે છે. વાર્તા અનુસરે છે કે દેવ અને અસુરોએ કામચલાવ જોડાણ રચીને, અમરત્વના આ અમૃતને પ્રાપ્ત કરવા સમુદ્ર મંથન કર્યું હતું. તેમણે દરિયાના મંથન માટે મંદારા પર્વતનો ઉપયોગ મંથન લાકડી તરીકે કર્યો હતો. તેઓએ વસુકી નામના નાગરાજ સાપને મંથન દોરડા તરીકે ઉપયોગમાં લીધો જે  શિવના ગળામાં લટકી રહેતો હતો.

મહાસાગરના મંથનની ઘણી કલાક્રુતિઓ ઉદભવી છે

આગળ-પાછળ સમુદ્રને વલોવવા દરમ્યાન, સર્પ વસુકીએ એટલુ ભયંકર જીવલેણ ઝેર ઓક્યું કે તે ફક્ત સમુદ્રનું મંથન કરનારઓનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો નાશ કરી નાખી શક્યુ હોત. પણ તેઓને બચાવવા માટે, શિવે તે ઝેર પોતાના મુખમાં રાખ્યું અને આથી તેનું ગળું વાદળી થઈ ગયું. કેટલાક લખાણો પ્રમાણે ભગવાન શિવ તેમના શરીરમાં પ્રવેશતા ઝેરને ગળી ગયા હતા અને તીવ્ર પીડા સહન કરી હતી. આ કારણોસર, ભક્તો આ પ્રસંગને સૌહાદપૂર્ણ અને આત્મનિરીક્ષણપૂર્વક ઉપવાસ સાથે પાળે છે.

શિવે સર્પનું ઝેર પીધું તેને ભજવવામાં આવેલ છે

સમુદ્ર મંથનની અને મહાશિવરાત્રીની વાર્તાની ઉજવણી, ઈસુના દુ:ખ સહન ના ૬ ઠ્ઠા દિવસે જે બન્યું તેના સંદર્ભમાં સમજાય છે, જેથી આપણે તેના અર્થને સમજી શકીએ છીએ.

ઈસુ અને સાગરમંથનનું રૂપક

જ્યારે ઈસુ ૧ લા દિવસે યરૂશાલેમમાં પ્રવેશ્યા ત્યારે તે મોરીઆ પર્વતની ટોચ પર ઉભા રહ્યા, જ્યારે ૨000 વર્ષ પહેલાં ઇબ્રાહીમે ભવિષ્યવાણી કરી હતી કે એક મહાન બલિદાન આપવામાં (ભવિષ્ય કાળ) આપવામાં ’આવશે’. પછી ઈસુએ જાહેર કર્યું:

હવે આ વિશ્વ પર ચુકાદો આપવાનો સમય છે; હવે આ વિશ્વના રાજકુમારને હાંકી કા .

વામાં આવશેયોહાન૧૨:૩૧
વધસ્થંભ પર સર્પનો સામનો કરવા વીશેનું એક મોટું આર્ટવર્ક કરવામાં આવ્યું છે

‘જગત’ એ પર્વત પર થનારા તેમના અને શેતાન કે જે ‘આ જગતનો રાજકુમાર’ છે, જેને ઘણીવાર સર્પ તરીકે દર્શાવવામાં આવેલ છે તેઓ બંને વચ્ચેના સંઘર્ષની આસપાસ ફરે છે. અલંકારિક રીતે કહીએ તો, મોરીઆ પર્વત જે મંદારા પર્વત, તે વળેલો સળીયો હતો, જે આગામી યુદ્ધમાં આખી દુનિયાને વલોવી દેશે.

સાપ (નાગરાજા) જે શેતાન, તેણે ખ્રિસ્ત પર પ્રહાર કરવા માટે ૫ મા દિવસે યહુદામાં પ્રવેશ કર્યો હતો. જેમ વસુકી એક મંથન દોરડું બન્યો, ત્યારે અલંકારિક રૂપે કહીએ તો શેતાન, મોરીઆ પર્વતની આસપાસ મંથન દોરડું બન્યો, કારણ કે તેઓ બંને વચ્ચેની લડત તેની પરાકાષ્ઠા પર આવી ગઈ હતી.

છેલ્લું ભોજન

બીજે દિવસે સાંજે ઈસુએ તેમના શિષ્યો સાથે અંતિમ રાત્રિ ભોજન લીધું. આ મહિનાની ૧૩ મી ની સાંજે હતી, જેમ ૧૩ મી એ મહા શિવરાત્રીની શરૂઆત થાય છે. તે ભોજન સમયે ઈસુએ જે ’કપ’ તેઓ પીવાના હતા, તે વીશે કહયું. જેવું કે શિવે વસુકીનું ઝેર પીધું. અહીં તે વીશેની વાતચીત છે.

27 પછી ઈસુએ એક દ્રાક્ષારસનો પ્યાલો લીઘો. તે માટે દેવનો આભાર માન્યો. અને તે તેના શિષ્યોને આપ્યો. ઈસુએ કહ્યું, “તમારામાંના દરેક જણ આ પીઓ.
28 આ દ્રાક્ષારસ મારું લોહી છે. નવા કરારનું એ મારું લોહી (મરણ) છે જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવામાં આવ્યું છે.

માથ્થી ૨૬: ૨૭-૨૮

પછી તેમણે ઉદાહરણ અને શિક્ષણ દ્વારા એક બીજાને કેવી રીતે પ્રેમ કરવો તે અને ઇશ્વરના આપણા માટેના મહાન પ્રેમ વિશે શીખવ્યું, સુવાર્તામાંથી અહીં નોંધવામાં આવ્યું છે; ત્યારબાદ, તેમણે બધા આસ્થાવાનો માટે પ્રાર્થના કરી (અહીં વાંચો).

ગેથશેમાના બાગમાં

પછી, મહા શિવરાત્રીની જેમ, તેમણે બાગમાં આખી રાતના જાગરણની શરૂઆત કરી

36 પછી ઈસુ તેના શિષ્યો સાથે ગેથશેમા નામની જગ્યાએ ગયો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જ્યારે હું ત્યાં જાઉં અને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહી બેસો.”
37 ઈસુએ પિતર અને ઝબદીના બંને દીકરાઓને તેની સાથે લીઘા. પછી તે શોકાતુર અને દુ:ખી થયો.
38 ત્યારે તે તેઓને કહે છે, “મારું હૃદય દુ:ખથી ભાંગી પડે છે. મારી સાથે અહીં જાગતા રહો અને રાહ જુઓ.”
39 પછી ઈસુ તેઓથી થોડે દૂર ચાલ્યો ગયો. અને ઈસુએ ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, જો શક્ય હોય તો મને આ દુ:ખનો પ્યાલો આપીશ નહિ, પરંતુ તારી ઈચ્છા પ્રમાણે કર, મારી ઈચ્છા પ્રમાણે નહિ.”
40 પછી ઈસુ પાછો તેના શિષ્યો પાસે ગયો. ઈસુએ તેના શિષ્યોને ઊંઘતા દીઠા. ઈસુએ પિતરને કહ્યું, “તમે લોકો મારી સાથે એક કલાક માટે પણ જાગતા રહી શકતા નથી?
41 જાગતા રહો, અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. તમારો આત્મા જે સાચું છે તે કરવા ઇચ્છે છે. પણ તમારું શરીર અબળ છે.”
42 પછી ઈસુ બીજી વાર દૂર ગયો અને પ્રાર્થના કરી, “મારા બાપ, મારી પાસેથી જો દર્દ ભરી સ્થિતિ દૂર ન કરી શકાય અને જો મારે તે કરવું જોઈએ તો પછી હું પ્રાર્થના કરું છું કે તું ઈચ્છે છે તે પ્રમાણે થાય.”
43 પછી ઈસુ શિષ્યો પાસે ગયો. ઈસુએ ફરીથી તેમને ઊંઘતા દીઠા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી.
44 તેથી ઈસુ તેઓ પાસેથી ખસી ગયો અને તેમનાથી દૂર ગયો અને પહેલાની માફક તે જ શબ્દોમાં ત્રીજી વખત પ્રાર્થના કરી.
45 પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો અને કહ્યું, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? માણસના દીકરાને પાપી લોકોને સુપ્રત કરવાનો સમય આવ્યો છે.
46 ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જે મને મારા દુશ્મનોને સુપ્રત કરશે.”ઈસુ હજી બોલતો હતો ત્યારે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા બાર શિષ્યોમાંનો એક હતો. આ લોકો મુખ્ય યાજકો તથા લોકોના વડીલોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદાની સાથેના આ લોકો પાસે તલવારો અને લાકડીઓ

હતી.માથ્થી ૨૬: ૩૬-૪૬

શિષ્યો જાગતા રહી શક્યા નહીં અને જાગરણની શરૂઆત થઈ ગઈ હતી! પછી સુવાર્તા વર્ણવે છે કે કેવી રીતે યહુદાએ તેની સાથે દગો કર્યો.

બાગમાં ધરપકડ

2 યહૂદાએ જાણ્યું આ જગ્યા ક્યાં હતી, કારણ કે ઈસુ તેના શિષ્યો સાથે વારંવાર ત્યાં મળતા હતો. યહૂદા જે ઈસુની વિરૂદ્ધ થયો હતો.
3 તેથી યહૂદા સૈનિકોના સમૂહને બાગ તરફ દોરી ગયો. યહૂદા મુખ્ય યાજકો તથા ફરોશીઓ પાસેથી સિપાઈઓને લઈને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને શસ્ત્રો લઈને આવ્યા હતા.
4 ઈસુ બધું જ જાણતો હતો કે તેનું શું થવાનું હતું. ઈસુ બહાર ગયો અને પૂછયું, “તમે કોને શોધો છો?”
5 તે માણસોએ ઉત્તર આપ્યો, “નાઝરેથના ઈસુને.”ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” (યહૂદા, જે એક ઈસુની વિરૂદ્ધ થયો તે તેઓની સાથે ત્યાં ઊભો હતો.)
6 જ્યારે ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” ત્યારે માણસો પાછા પડ્યા અને જમીન પર પડ્યા.
7 ઈસુએ તેઓને ફરીથી પૂછયું, “તમે કોની શોધ કરો છો?”તે માણસોએ કહ્યું, “નાઝરેથના ઈસુની.”
8 ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું કે, “હું ઈસુ છું, તેથી જો તમે મારી શોધ કરતાં હોય તો પછી આ બીજા માણસોને મુક્ત રીતે જવા દો.”
9 આ બન્યું તેથી ઈસુએ અગાઉ કહ્યું હતું તે સાચું સાબિત થશે. “તેં મને આપેલા માણસોમાંથી મેં કોઈને ગુમાવ્યો નથી.”
10 સિમોન પિતર પાસે એક તલવાર હતી. તેણે તલવાર ખેંચીને પ્રમુખ યાજકના સેવકને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. (સેવકનું નામ માલ્ખસ હતુ.)
11 ઈસુએ પિતરને કહ્યું, “તારી તલવાર પાછી મ્યાનમાં મૂક! મારે પીડાનો પ્યાલો પીવાનું સ્વીકારવું જોઈએ જે મને પિતાએ આપ્યો છે.”
12 પછી સૈનિકો તેમના સેનાપતિઓ સાથે અને યહૂદિ ચોકીદારોએ ઈસુને પકડ્યો. તેઓએ ઈસુને બાંધ્યો.
13 અને તેને પ્રથમ અન્નાસ પાસે લાવ્યા. અન્નાસ કાયાફાનો સસરો હતો. તે વર્ષે કાયાફા પ્રમુખ યાજક

હતો.યોહાન 18: ૨-૧૩
ઇસુની ધરપકડ: ફ઼ીલ્મનું દ્રશ્ય

ઈસુ પ્રાર્થના કરવા બાગમાં ગયા હતા. ત્યાં યહુદા તેમની ધરપકડ કરવા સૈનિકોને લઇને આવ્યો. જો આપણી ધરપકડ કરવામાં આવે તેમ હોય તો આપણે લડવાનો, ભાગવાનો અથવા છુપાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ ઈસુએ આમાંથી કંઈ કર્યું નહીં. તેણે સ્વીકાર્યું કે તે, તે જ વ્યક્તિ હતા જેને તેઓ શોધી રહ્યા હતા. તેની સ્પષ્ટ કબૂલાત (“હું તે છું”) થી સૈનિકો ચોંકી ગયા જેથી તેના શિષ્યો ભાગી છુટ્યા. ઈસુ તેમની ધરપકડને આધિન થયા અને પૂછપરછ માટે તેમને લઈ જવામાં આવ્યા હતા.

પ્રથમ પૂછપરછ

સુવાર્તા તેઓ કેવી રીતે પૂછપરછ કરે છે તે નોંધે છે:

19 પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો વિષે પ્રશ્નો પૂછયા. તેણે ઈસુને તેણે આપેલા બોધ વિષે પ્રશ્નો પૂછયા.
20 ઈસુએ ઉત્તર આપ્યો, “હું હમેશા બધા જ લોકોને જાહેરમાં કહું છું. મેં હમેશા સભાસ્થાનોમાં અને મંદિરોમાં બોધ આપ્યો છે. બધા જ યહૂદિઓ ત્યાં ભેગા થતા હતા. મેં કદી ગુપ્ત રીતે કશું જ કહ્યું નથી.
21 તો પછી તું મને શા માટે પ્રશ્ન કરે છે? જે લોકોએ મારો બોધ સાંભળ્યો છે તેઓને પૂછ. “મેં શું કહ્યું તે તેઓ જાણે છે.”
22 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યાં ઊભેલા ચોકીદારોમાંના એકે તેને માર્યો. ચોકીદારે કહ્યું, “તારે પ્રમુખ યાજક સાથે આ રીતે વાત ના કરવી જોઈએ!”
23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું કંઈક ખોટું કહું તો, પછી અહીં દરેક જણને સાબિત કરાવો કે શું ખોટું હતું. પણ જો મેં કહેલી વાતો સાચી હોય તો પછી તું મને શા માટે મારે છે?”
24 તેથી અન્નાસે ઈસુને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યો. હજુ ઈસુ બંધાએલો

હતો.યોહાન ૧૮:૧૯-૨૪

તેથી તેઓએ ઈસુને બીજી પૂછપરછ માટે પ્રમુખ યાજક પાસે મોકલ્યા.

બીજી પૂછપરછ

ત્યાં તેઓએ તમામ નેતાઓની સામે તેની પૂછપરછ કરી. સુવાર્તામાં આ બીજી પૂછપરછની નોંધ કરવામાં આવી છે:

53 તે લોકો જેમણે ઈસુને પકડ્યો હતો તેઓ તેને પ્રમુખ યાજકને ઘેર લઈ ગયા. બધા આગળ પડતાં યાજકો, વડીલ યહૂદી આગેવાનો અને શાસ્ત્રીઓ ત્યાં ભેગા થયા હતા.
54 પિતર ઈસુની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર ઈસુની પાછળ પ્રમુખ યાજકના ઘેર ચોકમાં આવ્યો. પિતર ત્યાં ચોકીદારો સાથે બેઠો હતો. તે અંગારાથી તાપતો હતો.
55 મુખ્ય યાજકો અને યહૂદિયોની ન્યાયની સભાએઈસુને મારી નાખી શકાય તે માટે કાંઇક ખોટી સાક્ષી ઈસુની વિરૂદ્ધ શોધવા પ્રયત્ન કર્યો. પરંતુ તે શોધી શક્યા નહિ.
56 ઘણા લોકો આવ્યા અને ઈસુ માટે ખોટી સાક્ષી આપી પણ તે બધાએ જુદી જુદી વાતો કહી. તેઓ એકબીજા સાથે સંમત ન હતા.
57 પછી કેટલાએક લોકો ઊભા થયા અને ઈસુની વિરૂદ્ધ કંઈક ખોટું પ્રમાણપત્ર આપ્યું. તેઓએ કહ્યું,
58 “અમે આ માણસને (ઈસુ) એમ કહેતા સાંભળ્યો છે, ‘હું આ મંદિરનો વિનાશ કરીશ જેને માણસોએ બનાવ્યું છે. અને હું ત્રણ દિવસમાં બીજું એક મંદિર બાંધીશ જે માણસોએ બનાવેલું નહિ હોય.”‘
59 પણ આ લોકો જે બાબતો કહેતા હતા તે એકબીજા સાથે મળતી આવતી ન હતી.
60 પછી પ્રમુખ યાજક બધા લોકોની આગળ ઊભો થયો અને ઈસુને કહ્યું, “આ લોકો તારી વિરૂદ્ધ જે બાબત કહે છે, તારી ઉપરના આ તહોમતો વિષે તારી પાસે કઈક કહેવાનું છે? શું આ લોકો સાચું કહે છે?”
61 પણ ઈસુ કાંઇ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ.તે પ્રમુખ યાજકે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર ખ્રિસ્ત છે?”
62 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું દેવનો પુત્ર છું અને ભવિષ્યમાં તમે માણસના પુત્રને તેના (દેવ) પરાક્રમની જમણી બાજુએ બેઠેલો જોશો. અને તમે માણસના પુત્રને આકાશનાં વાદળો પર આવતો જોશો.”
63 જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાખ્યા અને કહ્યું, “અમારે કોઈ વધારાના સાક્ષીઓની જરૂર નથી.
64 તમે બધાએ તેને દેવની વિરૂદ્ધ આ બાબત કહતાં સાંભળ્યો છે. તમે શું વિચારો છો?” બધા લોકોએ કહ્યું કે ઈસુ ગુનેગાર છે. તેઓએ કહ્યું કે તે ગુનેગાર છે અને તેને મારી નાખવો

જોઈએ.માર્ક ૧૪:૫૩-૬૫

યહૂદી નેતાઓએ ઈસુને મોતની સજા ફ઼રમાવી. પરંતુ રોમનોનું શાસન હોવાથી ફક્ત રોમન રાજ્યપાલ જ ફાંસીની મંજૂરી આપી શકે. તેથી તેઓ ઈસુને રોમન રાજ્યપાલ પોંન્તિયસ પિલાત પાસે લઇ ગયા. સુવાર્તામાં, ઈસુનો’ વિશ્વાસઘાત કરનાર યહુદા ઇસ્કારિયોતનું, શું થયું તે વીશે પણ નોંધ્યું છે.

વિશ્વાસઘાત કરનાર યહુદાનું શું થયું?

જા દિવસની વહેલી સવારે, બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલો ભેગા થયા અને ઈસુને મારી નાખવાની યોજના કરી.
2 તેઓએ ઈસુને સાંકળોએ બાંધ્યો. પછી તેને લઈ જઈને પિલાત હાકેમને સુપ્રત કર્યો.
3 યહૂદાએ જોયું કે તેઓએ ઈસુને મારી નાખવાનું નક્કી કર્યુ છે. યહૂદા ઈસુને તેના દુશ્મનોને સોંપનારાઓમાંનો એક હતો. જ્યારે યહૂદાઓ શું બન્યું તે જોયું ત્યારે તેણે જે કંઈ કર્યુ હતું તે માટે ઘણો દિલગીર થયો. તેથી તે મુખ્ય યાજકો તથા વડીલ આગેવાનો પાસે 30 ચાંદીના સિક્કા પાછા લાવ્યો.
4 યહૂદાએ કહ્યું, “મેં પાપ કર્યુ છે, મે એક નિર્દોષ માણસને મારી નાખવા આપ્યો છે.”યહૂદી આગેવાનોએ ઉત્તર આપ્યો, “અમને કોઈ ચિંતા નથી! તે પ્રશ્ન તારો છે. અમારો નથી.”
5 તેથી યહૂદાએ પૈસા મંદિરમાં ફેંક્યા. પછી યહૂદાએ તે સ્થળ છોડ્યું અને પોતે જાતે લટકીને ફાંસો

ખાધો.માથ્થી ૨૭:૧-૫

રોમન રાજ્યપાલ દ્વારા ઈસુની પૂછપરછ

11 ઈસુ હાકેમ પિલાત સમક્ષ ઊભો રહ્યો. પિલાતે તેને પ્રશ્ર્નો પૂછયાં, તેણે કહ્યું, “શું તું યહૂદિઓનો રાજા છે?”ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું છું.”
12 જ્યારે મુખ્ય યાજક અને વડીલ યહૂદિ આગેવાનોએ ઈસુ પર આરોપો મૂક્યા. તેણે કંઈ જ કહ્યું નહિ.
13 તેથી પિલાતે ઈસુને કહ્યું, “તું આ લોકોને તારી આ બધી બાબતો માટે આરોપ મૂકતા સાંભળે છે, તું શા માટે ઉત્તર આપતો નથી?”
14 પરંતુ ઈસુએ પિલાતને ઉત્તરમાં કંઈ જ કહ્યું નહિ. આથી પિલાત ઘણો જ આશ્ચર્યચકિત થયો.
15 પ્રતિ વર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ કેદમાંથી એક વ્યક્તિને મુક્ત કરતો. હંમેશા લોકો જે વ્યક્તિને ઈચ્છે તેને મુક્ત કરવામાં આવતો.
16 તે સમયે ત્યાં કેદમાં એક માણસ હતો જે ઘણો કુખ્યાત હતો. તેનું નામ બરબ્બાસ હતું.
17 બધા લોકો પિલાતને ઘરે ભેગા થયા. પિલાતે લોકોને કહ્યું, “હું તમારા માટે એક માણસને મુક્ત કરીશ. તમે ક્યા માણસને મારી પાસે મુક્ત કરાવવા ઈચ્છો છો? બરબ્બાસ કે, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”
18 પિલાતે જાણ્યું કે લોકોએ ઈસુને અદેખાઈને કારણે તેને સોંપ્યો.
19 પિલાત જ્યારે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેણે આ બાબતો કહીં. જ્યારે તે ત્યાં બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો. સંદેશામાં કહ્યું, “તે માણસ સાથે કંઈ જ કરીશ નહિ, તે માણસ નિર્દોષ છે. આજે મને તેના વિષે સ્વપ્ન આવ્યું હતું, અને તેનાથી મને ઘણું દુ:ખ થયું.”
20 પરંતુ મુખ્ય યાજકો અને વડીલ યહૂદી નેતાઓએ લોકોને સમજાવ્યા કે બરબ્બાસને મુક્ત કરવો અને ઈસુને મારી નાખવા વિનંતી કરો.
21 પિલાતે કહ્યું, “મારી પાસે બરબ્બાસ અને ઈસુ છે. મારી પાસેથી આ બેમાંથી તમારા માટે કોને મુક્ત કરાવવા ઈચ્છો છો?”લોકોએ ઉત્તર આપ્યો, “બરબ્બાસને!
22 પિલાતે પૂછયું, “તો જે એક ખ્રિસ્ત કહેવાય છે, મારે તેની સાથે શું કરવું જોઈએ?પણ બધા લોકોએ ઉત્તર આપ્યો, “તેને વધસ્તંભ પર મારી નાખો!”
23 પિલાતે પૂછયું, “તમે શા માટે મારી પાસે તેને મારી નંખાવવા ઈચ્છો છો? તેણે શું ખોટું કહ્યું છે.પરંતુ બધા લોકોએ મોટે સાદે બૂમો પાડવાનું ચાલું રાખ્યું, “તેને વધસ્તંભ પર મારી નાખો!
24 પિલાતે જોયું કે લોકોને વિચાર બદલવા માટે તે કંઈ કરી શકે તેમ નથી અને તેણે જોયું કે લોકો બેચેન થઈ રહ્યા હતા. તેથી પિલાતે થોડું પાણી લઈને હાથ ધોયા. જેથી તે બધા લોકો જોઈ શકે. પછી પિલાતે કહ્યું, “હું આ માણસના મરણ માટે દોષિત નથી. તમે જ તેમાંના એક છો જે તે કરી રહ્યાં છો!”
25 બધા લોકોએ ઉત્તર આપ્યો, “અમે તેના મરણ માટે જવાબદાર છીએ. અમે અમારી જાત માટે, તથા અમારા બાળકો માટે તેના મરણ માટેની કોઈપણ શિક્ષાનો સ્વીકાર કરીએ છીએ.”
26 પિલાતે તેમના માટે બરબ્બાસને મુક્ત કર્યો. પિલાતે કેટલાક સૈનિકને ઈસુને ચાબુક વડે મારવા કહ્યું. પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને સુપ્રત

કર્યો.માથ્થી ૨૭:૧૧-૨૬

વધસ્તંભ પર જડાવું, મરણ પામવું અને ઈસુનું દફન

સુવાર્તા ત્યારબાદ ઈસુના’ વધસ્તંભ પર જડાવવાની વિગતોની નોંધ કરે છે.

27 પછી પિલાતના સૈનિકો ઈસુને હાકેમના મહેલમાં લાવ્યા. બધા સૈનિકો ઈસુને આજુબાજુ ઘેરી વળ્યા.
28 સૈનિકોએ ઈસુનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં અને લાલ ઝભ્ભો તેને પહેરાવ્યો.
29 પછી સૈનિકો મુગટ બનાવવા માટે કાંટાળી ડાળીઓનો ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુનાં માથા પર મૂક્યો, અને તેના જમણાં હાથમાં તેઓએ એક લાકડી મૂકી. પછી તે સૈનિકો ઈસુ આગળ નમ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “ઓ યહૂદિઓના રાજા, સલામ!”
30 સૈનિકો ઈસુ પર થૂંક્યા. પછી તેઓએ તેની લાકડી લીધી અને તેને માથામાં ઘણી વાર મારી.
31 તેઓએ ઈસુની મશ્કરી કરી રહ્યા પછી, સૈનિકોએ ઝભ્ભો ઉતારી લીધો અને ફરીથી તેને તેનાં પોતાનાં કપડાં પહેરાવ્યા. પછી તેઓ ઈસુને વધસ્તંભ જડવા માટે દૂર લઈ ગયા.
32 સૈનિકો ઈસુ સાથે શહેરની બહાર જતા હતા. તે સૈનિકોએ બીજા માણસને ઈસુનો વધસ્તંભ લઈ જવા દબાણ કર્યુ. આ માણસનું નામ કુરેનીનો સિમોન હતું.
33 તેઓ ગુલગુથા નામના સ્થળે આવ્યા. (ગુલગુથાનો અર્થ ખોપરીની જગ્યા).
34 ગુલગુથામાં, સૈનિકોએ ઈસુને દ્રાક્ષારસ પીવા માટે આપ્યો. તે દ્રાક્ષારસમાં સરકો ભેળવેલો હતો. ઈસુએ દ્રાક્ષારસ ચાખ્યો પરંતુ તે પીવાની ના પાડી.
35 સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યો. પછી તેઓએ તેનાં લૂગડાં કોને મળે તે માટે સિક્કા ઉછાળ્યા.
36 સૈનિકો ત્યાં બેઠા અને ઈસુની ચોકી કરવા લાગ્યા.
37 સૈનિકોએ તેના વિરૂદ્ધનું તહોમતનામું ઈસુના માથા પર મૂક્યું, તેમાં લખેલું હતુ: “આ ઈસુ છે, જે યહૂદિઓનો રાજા છે.”
38 બે લૂટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભ પર જડ્યા હતા. એક લૂટારાને ઈસુની જમણી બાજુએ અને બીજાને ડાબી બાજુએ રાખ્યો હતો.
39 ઈસુની બાજુમાંથી પસાર થતા લોકો તેની મશ્કરી કરતાં હતા. લોકોએ તેમના માથાં હલાવ્યા.
40 અને કહ્યું, “તેં કહ્યું હતું કે મંદિરનો નાશ કરીને તેને ત્રણ દિવસમાં બાંધી શકે છે. તેથી તારી જાતને બચાવ! જો તું ખરેખર દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે ઉતર!”
41 મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો યહૂદિ આગેવાનો પણ ત્યાં હતા. આ માણસો પણ બીજા લોકોની જેમ ઈસુની મશ્કરી કરતાં હતા.
42 તેઓએ કહ્યું, “તેણે બીજા લોકોને બચાવ્યા, પણ તે તેની જાતને બચાવી શક્તો નથી. લોકો કહે છે તે ઈસ્રાએલનો રાજા છે. (યહૂદિઓનો) જો તે રાજા હોય તો તેને હવે વધસ્તંભ પરથી નીચે આવવું જોઈએ. પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું.
43 તેણે દેવમાં વિશ્વાસ મૂક્યો છે. દેવ તેને ખરેખર ઈચ્છતો હોય તો દેવને તેનો છૂટકારો કરવા દો. તેણે તેની જાતે કહ્યું છે કે, “હું દેવનો દીકરો છું.”
44 અને તે જ રીતે, લૂંટરાઓ જે ઈસુની નજીક વધસ્તંભ પર મારી નંખાવા લટકાવવામાં આવ્યાં હતા તેમણે પણ ઈસુની મશ્કરી કરી.
45 મધ્યાહને આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. આ અંધકાર ત્રણ કલાક ચાલુ રહ્યો.
46 લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજ સાથે બૂમ પાડી કે “એલી, એલી, લમા શબક્થની?” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો છોડી દીધો?”
47 ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ આ સાંભળ્યું. લોકોએ કહ્યું, “તે એલિયાને બોલાવે છે.”
48 લોકોમાંના એકે ઝડપથી દોડીને એક વાદળી લીધી અને તેણે વાદળીને સરકાથી ભરી અને તે વાદળીને લાકડી સાથે બાંધી. પછી તેણે તે લાકડીનો ઉપયોગ કરીને ઈસુને વાદળી ચૂસવા માટે આપી.
49 પણ બીજા લોકોએ કહ્યું, “તેની (ઈસુ) ચિંતા કરશો નહિ. અમને જોવા દો કે એલિયા એને છોડાવવા આવે છે કે કેમ.”
50 ફરીથી ઈસુએ મોટા સાદે, બૂમ પાડી. પછી તે મરણ પામ્યો.
51 જ્યારે ઈસુ મરણ પામ્યો, ત્યારે મંદિરનો પડદો ઉપરથી નીચે બે ભાગમાં ફાટી ગયો. પડદો ટોચ પરથી શરૂ થઈ અને તે નીચે સુધી ફાટી ગયો અને ધરતી પણ કાંપી અને ખડકો ફાટી ગયા.
52 બધી કબરો ઉઘડી અને દેવના સંતોમાંના ઘણા જે મરણ પામ્યા હતા, તે ઊભા થયા.
53 ઈસુના મરણમાંથી ઊઠયા બાદ પેલા લોકો પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોએ તેને જોયો.
54 લશ્કરના અમલદારો અને તેના માણસો જે ઈસુની ચોકી કરતા હતા તેમણે ધરતીકંપ અને આ બધું થયેલું જોયું. તે ઘણા ગભરાઈ ગયા હતા અને કહ્યું, “ખરેખર તે દેવનો દીકરો હતો!”

માથ્થી ૨૭:૨૭-૫૪
ઈસુ વધસ્તંભે જડાયા: તેમના જીવનનું સૌથી આબેહુબ દૃશ્ય

તેમની બાજુમાં વીંધેલા

યોહાનની સુવાર્તાએ વધસ્તંભની રસપ્રદ વિગતો નોંધી છે. તે જણાવે છે:

31 આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય.
32 તેથી તે સૈનિકો આવ્યા અને ઈસુની બાજુમાં વધસ્તંભ પરના પહેલા માણસના પગ ભાંગી નાખ્યા.
33 પરંતુ જ્યારે તે સૈનિક ઈસુની નજીક આવ્યા. તેઓએ જોયું કે તે ખરેખર મૃત્યુ પામી ચૂક્યો હતો તેથી તેઓએ તેના પગ ભાંગ્યા નહિ.
34 પણ સૈનિકોમાંના એકે ઈસુની કૂખમાં તેનો ભાલો ભોંકી દીધો. તેથી લોહી અને પાણી બહાર નીકળ્યા.
35 (જે વ્યક્તિએ આ બનતા જોયું તેણે તે વિષે કહ્યું. તેથી તમે પણ વિશ્વાસ કરી શકો તે જે વાતો કહે છે તે સાચી છે. તે જાણે છે કે તે સાચું કહે છે.)

યોહાન ૧૯:૩૧-૩૫

યોહાને રોમન સૈનિકોને ઈસુની’ બાજુમાં ભાલાથી વીંધતા જોયા. નીકળેલ લોહી અને પાણી અલગ થયા, જે દર્શાવે છે કે તેમનું મૃત્યુ હૃદય નિષ્ફળ ગયાથી થયું હતું.

ઈસુને બાજુમાં વીંધ્યા

ઘણા લોકો મહા શિવરાત્રી તે કારણથી પણ ઉજવે છે કે તેઓ તે દિવસને તે બાબતને માટે ધ્યાનમાં લે છે જ્યારે શિવ પાર્વતી સાથે લગ્ન કરે છે. ગુડ ફ્રાઈડે મહા શિવારાત્રીની સમાંતરે આવે છે; અને તે દિવસે ઈસુએ પણ તેમની રહસ્યમય કન્યાને, માટે વીજય હાંસલ કર્યો. તેની બાજુના ભાલા દ્વારા મુદ્રાંકિત કરવામાં આવ્યું, અહીં આગળ સમજાવવામાં આવ્યું છે.

ઇસુનું દફન

સુવાર્તામાં તે દિવસની અંતિમ ઘટનાની નોંધ કરવામાં આવી છે – તેમનું દફન.

57 તે સાંજે યૂસફ નામનો એક ધનવાન યરૂશાલેમમાં આવ્યો. અરિમથાઈના શહેરમાંથી યૂસફ ઈસુનો એક શિષ્ય હતો.
58 યૂસફ પિલાત પાસે ગયો અને ઈસુનો દેહ તેને આપવા કહ્યું. પિલાતે ઈસુનો દેહ યૂસફને આપવા માટે સૈનિકોને હુકમ કર્યો.
59 યૂસફે દેહ લીધા પછી શણના સફેદ વસ્ત્રોમાં વીટંાળ્યો.
60 યૂસફે ઈસુના દેહને એક નવી કબરમાં મૂક્યો. યૂસફે એક ખડકની દિવાલમાં તે કબર ખોદી હતી. પછી તેણે એક મોટા પથ્થરને ગબડાવી પ્રવેશદ્વારને ઢાંકી દીધું. આ પ્રમાણે કર્યા પછી યૂસફ ચાલ્યો ગયો.
61 મગ્દલાની મરિયમ અને મરિયમ નામની બીજી સ્ત્રી કબરની નજીક બેઠી હતી.

માથ્થી ૨૭:૫૭-૬૧

૬ ઠ્ઠો દિવસ – શુક્રવાર

યહૂદી કેલેન્ડર પ્રમાણે દરેક દિવસ સૂર્યાસ્ત સમયે શરૂ થાય છે. તેથી ૬ ઠ્ઠા દિવસની શરૂઆત ઈસુએ તેના શિષ્યો સાથે અંતિમ રાત્રિભોજન સાથે કરી. તે દિવસના અંતે, તેમની ધરપકડ કરવામાં આવી, આખી રાત દરમિયાન ઘણીવાર તેની ઉલટતપાસ કરવામાં આવી, તેમને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા, ભાલાથી વીંધ્યા અને દફનાવવામાં આવ્યા. તે ખરેખર ‘ઈસુની એક મોટી રાત હતી’. દુ:ખ, વેદના, અપમાન અને મૃત્યુ આ દિવસને ચિહ્નિત કરે છે અને તેથી લોકો તેને માન સાથે મહા શિવરાત્રી તરીકે યાદ કરે છે. આ દિવસને ’શુભ શુક્રવાર’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિશ્વાસઘાત, ત્રાસ અને મૃત્યુના દિવસને ‘શુભ’ કેવી રીતે કહી શકાય?

કેમ ’શુભ શુક્રવાર’ અને ‘ખરાબ શુક્રવાર’ કેમ નહીં?

જેમ શિવના સર્પના ઝેર પીવાથી જગત બચી ગયું, તેમ ઈસુએ પોતાની આગળ મુકવામાં આવેલ પ્યાલો પીવાથી જગતને બચાવવામાં આવ્યું. તે નિસાન ૧૪, એ જ પાસ્ખાપર્વનો દિવસે હતો, જ્યારે ૧૫૦૦ વર્ષ પહેલા બલિ ચડાવેલા ઘેટાંઓએ મૃત્યુમાંથી લોકોને બચાવ્યા હતા, જેમાં બતાવવામાં આવ્યું કે તે પુર્વ આયોજીત હતું.

૬ ઠ્ઠો દિવસ – શુક્રવાર, હિબ્રુ વેદના નિયમોની તુલનામા

માણસોના હિસાબ તેમની મૃત્યુ સાથે સમાપ્ત થાય છે, પરંતુ ઈસુ નથી. પછી સેબથ આવ્યો – દિવસ 7.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *