ઈસુ એક ગુરુ તરીકે: અહિંસાનું અધિકારયુક્ત શિક્ષણ મહાત્મા ગાંધીને પણ પ્રભાવિત કરી ગયું

સંસ્કૃતમાં, ગુરુ (गुरु) ‘ગુ’ (અંધકાર) અને ‘રૂ’ (પ્રકાશ) છે. એક ગુરુ શીખવે છે કે સાચા જ્ઞાન અથવા ડહાપણના પ્રકાશથી અજ્ઞાન નો અંધકાર દૂર થાય છે. ઈસુ અંધકારમાં રહેતા લોકોને આવા સમજદાર ઉપદેશ આપવા દ્વારા પ્રકાશિત કરવા માટે જાણીતા છે કે જેથી તેમને ગુરુ અથવા આચાર્ય માનવા જોઈએ. ઋષિ યશાયાએ આવનાર વિશેની ભવિષ્યવાણી કરી હતી. ઇ.સ.પુર્વે ૭૦૦ માં તેમણે હીબ્રુ વેદોમાં આગાહી કરી હતી કે:

રંતુ જે ભૂમિ પર સંકટ આવ્યું હતું, તે પ્રદેશમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો. પણ છેવટે તેણે યર્દન અને ગાલીલની નદીને પેલે પાર, સમુદ્રના રસ્તે આવેલા રાષ્ટોને પ્રતિષ્ઠા અપાવી.
2 અંધકારમાં ચાલનારા લોકોએ તે મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના પ્રદેશમાં વસવાટ કરનારાઓ પર “પ્રકાશનું તેજ” પથરાયું છે.

યશાયા ૯:૧બી-૨
ઐતિહાસિક સમયરેખામાં ઋષિ  યશાયા, દાઉદ અને અન્ય હીબ્રુ ઋષિઓ (પ્રબોધકો)

આ ‘પ્રકાશ’ શું હતો જે ગાલીલમાં અંધકારમાં જીવતા લોકો માટે પ્રકાશવાનો હતો? યશાયાએ આગળ લખ્યું છે કે:

6 કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.”

યશાયા ૯:૬

યશાયાએ પહેલેથી જ ભાખ્યું હતું કે આવનાર એક કુંવારીથી જન્મ લેશે. અહીં તેણે આગળ એ પણ સ્પષ્ટ કર્યું કે તેને ‘પરાક્રમી દેવ’  કહેવામાં આવશે, અને તેઓ શાંતિ માટેના સલાહકાર બનશે. શાંતિના આ ગુરુએ ગાલીલના કિનારેથી આપેલ શિક્ષણ એ ઘણે દૂર ભારતમાં મહાત્મા ગાંધી પર પ્રભાવ પાડી શક્યું.

ગાંધી અને ઈસુનો પહાડ પરનો ઉપદેશ

ગાંધી એક કાયદાના વિદ્યાર્થી તરીકે

ઈંગ્લેન્ડમાં, ઈસુના જન્મ પછીના ૧૯૦૦ વર્ષ પછી, ભારતના એક યુવાન કાયદાના વિદ્યાર્થી, જેને હવે મહાત્મા ગાંધી (અથવા મોહનદાસ કરમચંદ ગાંધી) તરીકે ઓળખવામાં આવે છે, તેમને બાઇબલ આપવામાં આવ્યું. જ્યારે તેમણે પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખાતાઈસુના’ ઉપદેશોવાંચ્યા ત્યારે તે કહે છે

“… પહાડ પરના ઉપદેશે સીધી મારા હૃદયમાં અસર કરી છે.”

એમ.કે.ગાંધી, એક આત્મકથા અથવા સત્યના મારા પ્રયોગોની વાર્તા.

૧૯૨૭ પાન.૬૩

ઈસુએ ‘બીજો ગાલ ધરવો’વિશેના શિક્ષણથી ગાંધીજીને અહિંસાના પ્રાચીન સિધ્ધાંત (ઇજા ન કરવી અને હત્યા ન કરવી) ની સમજ આપી. આ વિચારસરણી જાણીતા વિધાનમાં પ્રતિબિંબિત થાય છે. ‘અહિંસા પરમો ધર્મ’ (અહિંસા એ સર્વોચ્ચ નૈતિક ગુણ છે). ત્યારબાદ ગાંધીએ આ શિક્ષણને રાજકીય બળમાં સામેલ કરી દીધું. સત્યદગ્રહ અથવા સત્યાગ્રહ. તેનો ઉપયોગ તેમણે બ્રિટિશ શાસકો સામે અહિંસક અસહકારની લડતમાં કર્યો હતો. કેટલાંય દાયકાના સત્યાગ્રહના પરિણામે ભારતને ગ્રેટ બ્રિટનથી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. ગાંધીજીના સત્યાગ્રહથી મોટે ભાગે શાંતિપૂર્ણ રીતે ભારતને બ્રિટનથી આઝાદી મળી. ઈસુના ઉપદેશે આ સર્વ પર અસર કરી.

ઈસુનો પહાડ પરનો ઉપદેશ

તો પછી ઈસુનો પહાડ પરનો ઉપદેશ શું હતો કે જેણે ગાંધી પર આટલી બધી અસર કરી?  આ સુવાર્તામાં નોંધેલ ઈસુનો સૌથી લાંબો સંદેશ છે. અહીં પુરા પહાડ પરના ઉપદેશના કેટલાક અંશ આપણે નીચેઆવરીલઇએ છીએ.

 21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,’જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’
22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.
23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે.
24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે.
26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.
27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’
28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે.
29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે.
30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.
31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.
32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.
33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.’પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.
34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે.
35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે.
36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ.
37 ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.
38 “તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’
39 પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો.
40 જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો.
41 જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો.
42 જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ.
43 “તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’
44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો.
45 જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે.
46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે.
47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે.
48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.

માથ્થી ૫: ૨૧-૪૮

ઈસુએ આ વાક્યરચનાનો ઉપયોગ કરીને શીખવ્યું:

 “તમે સાંભળ્યું છે કે તે કહેવામાં આવ્યું હતું… પણ હું તમને કહું છું…”.

આ માળખામાં તેઓ પ્રથમ મૂસાના નિયમશાસ્ત્ર માંથી અવતરણ કરે છે, અને તે પછી આ આદેશનો અવકાશ હેતુઓ, વિચારો અને શબ્દો સુધી વિસ્તારે છે. ઈસુએ મૂસા દ્વારા આપવામાં આવેલા કડક આદેશો લઈને શીખવ્યું અને તેમને કરવાનું વધુ મુશ્કેલ બનાવ્યું!

પહાડ પરના ઉપદેશમાં નમ્ર અધિકાર

નોંધનીય વાત એ છે કે તેમણે વિશેષ રીતે નિયમશાસ્ત્રની આજ્ઞાઓને વિસ્તૃત રીતે સમજાવી. તેમણે પોતાના અધિકારના આધારે આવું કર્યું. દલીલ અને ધમકી આપ્યા વિના તેમણે ફ઼ક્ત કહ્યું, ‘પણ હું તમને કહું છું…’ અને તેની સાથે જ તેમણે આજ્ઞાનો વ્યાપ વધાર્યો. તેમણે અધિકાર સાથે નમ્રતાપૂર્વક તે કર્યું. આ તેમના શિક્ષણની ખાસ વિશેષતા હતી. જ્યારે તેમણે આ ઉપદેશ પૂરો કર્યો ત્યારે સુવાર્તા આમ જણાવે છે.  

28 ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા.
29 કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.

માથ્થી ૭: ૨૮-૨૯

ઈસુએ મોટા અધિકાર સાથે ગુરુ તરીકે શીખવ્યું. મોટાભાગના પ્રબોધકો સંદેશવાહકો હતા જેઓએ ઈશ્વરનો સંદેશ જાહેર કરતા હતા, પરંતુ અહીં તે એક અલગ પ્રકારના હતા. ઈસુએ કેમ આમ કર્યું? ‘ખ્રિસ્ત’ અથવા ‘મસિહ’ તરીકે તેમની પાસે મોટો અધિકાર હતો. હીબ્રુ વેદના ગીતશાસ્ત્ર ૨ માં, બીરુદ ‘ખ્રિસ્ત’ ની પ્રથમ વાર ઘોષણા કરવામાં આવી કે જ્યાં વર્ણન કરવામાં આવ્યું છે કે ઈશ્વર તેમને ખ્રિસ્ત નામથી બોલાવે છે:

8 તું મારી પાસે માગ, એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.ગી

તશાસ્ત્ર ૨:૮

ખ્રિસ્તને પૃથ્વીના અંત સુધી ‘રાષ્ટ્રો’ ઉપર સત્તા આપવામાં આવી હતી. તેથી  ખ્રિસ્ત તરીકે, ઈસુને પોતાની રીતે શીખવવાનો અને તેમનું શિક્ષણ દરેક પાસે લઇ જવાનો અધિકાર હતો.

હકીકતમાં, મૂસા એ પણ તેમના ઉપદેશમાં (ઇ.સ.પુર્વ ૧૫૦૦) એક આવનાર પ્રબોધક તેમના શિક્ષણમાં અજોડ હશે તેમ લખ્યું  હતું. મુસા સાથે બોલતા, ઈશ્વરે એ વચન આપ્યું હતું

18 હું તેઓમાંથી તારા જેવા એક ઇસ્રાએલી પ્રબોધકને પેદા કરીશ. શું બોલવું તે હું તેને જણાવીશ અને તે માંરા વતી લોકોની સાથે વાત કરશે;
19 અને જો કોઈ માંરા નામે એ જે વચનો ઉચ્ચારશે તેનો અનાદર કરશે, તો હું તેનો જવાબ માંગીશ.’

પુનર્નિયમ: ૧૮:૧૮-૧૯
મુસાએ ઈસ્રાએલીઓને આગેવાની આપી અને ઈસુ આવ્યાના લગભગ ૧૫૦૦ વર્ષ પૂર્વે નિયમ પ્રાપ્ત કર્યો

તેમણે જે શિક્ષણ આપ્યું તેમાં, ઈસુએ પોતાના ખ્રિસ્ત તરીકેના અધિકારનો ઉપયોગ કર્યો અને તેઓ મુસાની’ આવનાર પ્રબોધક સંબંધીની ભવિષ્યવાણી પૂરી કરી રહ્યા હતા, જેઓ તેમના મોંથી ઈશ્વરના વચનો શીખવશે. શાંતિ અને અહિંસા વિશેનું શિક્ષણ આપતાં તેમણે અંધકારને પ્રકાશથી દૂર કરવા વિશે ઉપર નોંધેલ યશાયાની ભવિષ્યવાણીને પણ પૂરી કરી. તેમને પોતાને હક છે તે રીતે તેમણે એ શીખવ્યું કે તેઓ, ફક્ત ગાંધીજીના જ ગુરુ નહીં, પણ તમારા અને મારા પણ ગુરુ બને છે.

તમે અને હું અને પહાડ પરનો ઉપદેશ

જો તમે પહાડ પરનો આ ઉપદેશ વાંચશો તો તમારે તેનું પાલન કેવી રીતે કરવું જોઈએ તે માટે તમે મૂંઝવણમાં મૂકાઈ શકો છો. કેવી રીતે કોઈપણ આ પ્રકારના આદેશો પ્રમાણે જીવી શકે જે આપણા હૃદય અને આપણા અંદરના ઇરાદાઓને જાહેર કરે? આ ઉપદેશ દ્વારા ઈસુનો હેતું શું હતો? તેમના છેલ્લા વાક્ય પરથી આપણે તે જોઈ શકીએ છીએ.

48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.

માથ્થી ૫:૪૮

આ એક આદેશ છે, સૂચન નહીં. આપણે સંપૂર્ણ થઈએ માટે આ તેમની આવશ્યકતા છે!

કેમ?

ઈસુએ પહાડ પરનો ઉપદેશ કેવી રીતે શરૂ કર્યો તેમાં તેઓ તેનો ઉત્તર પ્રગટ કરે છે. તેમના શિક્ષણના અંતિમ ધ્યેય સંદર્ભમાં તેઓ શરુઆત કરે છે.

3 “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે. કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.

માથ્થી  ૫:૩

પહાડ પરના ઉપદેશનો ઉદ્દેશ એ ‘સ્વર્ગના રાજ્ય’ વિશે સમજ આપવાનો છે. જેમ સંસ્કૃત વેદોમાં તેમ હિબ્રુ વેદોમાં પણ સ્વર્ગનું રાજ્ય એક મહત્વનો વિષય છે. આપણે સ્વર્ગના રાજ્યના અથવા વૈકુંઠ લોકના સ્વરુપની તપાસ કરીએ છીએ,  જેમાં આપણે જોઈએ છીએ કે ઈસુએ કેવી રીતે તેમના સાજાપણાના ચમત્કારો દ્વારા તે રાજ્યના સ્વરૂપને પ્રગટ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *