ઈશ્વરનું રાજ્ય? કમળ, શંખ અને જોડીવાળી માછલીમાં ગુણનું ચિત્ર

  • by

કમળ એ દક્ષિણ એશિયાનું પ્રતિકરૂપ ફૂલ છે. કમળનું ફૂલ પ્રાચીન ઇતિહાસમાં એક અગ્રણી પ્રતીક હતું, આજે પણ છે. કમળના છોડ તેમના પાંદડામાં એક વિશિષ્ટ માળખું ધરાવે છે જે સ્વ-સફાઈ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે, કે જેથી આ ફૂલો કાદવમાંથી પણ સ્વચ્છ રીતે નિરંતર ખીલી ઊઠે છે. કાદવમાંથી ઉગતા આ ફૂલનું કુદરતી લક્ષણ એ છે કે જે ગંદકીને પોતાને સ્પર્શવા દેતું નથી તે એક પ્રતિકાત્મક સંદર્ભ પુરો પડે છે. રૂગ્વેદમાં એક રુપકના અર્થમાં કમળનો પ્રથમ ઉલ્લેખ (RV 5.LXVIII.7-9) માં કરવામાં આવ્યો છે કે જ્યાં તે બાળકના સુરક્ષિત જન્મ માટે શુભેચ્છા વ્યક્ત કરવા માટે કરવામાં આવેલ છે.

વિષ્ણુ ઠીંગણા વામન હતા ત્યારે, તેમના સ્ત્રી સાથી લક્ષ્મી પદ્મ અથવા કમલા જેવા મહામંથન સમુદ્રમાં કમળમાંથી દેખાયા હતા, જે બંન્નેનો અર્થ “કમળ” થાય છે. લક્ષ્મી કમળ સાથે ગાઢ સંબંધ રાખે છે, જેમનું પોતાનું રહેઠાણ ફૂલોની અંદર છે.

શંખ એ શંખનું કોચલું છે કે જે ધાર્મિક મહત્વ ધરાવે છે. શંખ એ એક વિશાળ સમુદ્રમાંનો ગોકળગાયનો શંખ છે પરંતુ પૌરાણિક કથાઓમાં શંખ ​​વિષ્ણુનું પ્રતીક છે અને ઘણી વખત રણશિંગા તરીકે ઉપયોગમાં લેવાય છે.

કમળ અને શંખ એ આઠ અષ્ટમંગળા (શુભ ચિન્હો) શિક્ષણનાં સાધનોમાંના બે છે. તેઓ સમયાતીત ગુણો અથવા ગુણ માટે ચિત્રો અથવા પ્રતીકો તરીકે સમજ આપે છે. અસંખ્ય ગ્રંથો ગુણો, જન્મજાત પ્રાકૃતિક શક્તિના ખ્યાલ પર ચર્ચા કરે છે કે જે એકસાથે પરિવર્તન લાવે છે અને વિશ્વને બદલતા રહે છે. સાંખ્ય વિચારધારામાં દર્શાવેલ ત્રણ ગુણોઃ સત્વ(સારાપણું, રચનાત્મક, સુમેળભર્યા), રજસ (આવેગ, સક્રિય, ગુંચવાયેલ), અને તમસ (અંધકાર, વિનાશકારી, અંધાધુંધીભર્યું) છે. ન્યાય અને વૈષશિકા વિચારધારા ધરાવતી શાખાઓ વધુ ગુણોનો સમાવેશ કરે છે. ગુણ સંબંધી ઈશ્વરના રાજ્ય વિશે શું?

કમળનું ફૂલ, સમૈયાની વિચારસરણીમાં સત્ત્વ, રજસ, તમસ ગુણોનું વર્ણન કરતું

ઈસુએ ઈશ્વરના રાજ્યને ગુણવત્તા ફ઼ેલાવનાર, એક ગુણ તરીકે જોયું, કે જ્યાં તે જગતને મૂળમાંથી બદલી રહ્યું છે અને વિજય મેળવી રહ્યું છે. તેમણે શીખવ્યું કે આપણને ઈશ્વરના રાજ્યમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ આમ કરવા માટે દ્વિજાની પણ જરૂર છે. ત્યારબાદ તેમણે ઈશ્વરના રાજ્યના લક્ષણો અથવા ગુણો માટે છોડ, શંખ અને માછલીની જોડી (અષ્ટમંગળા ચિન્હો) નો ઉપયોગ કરીને ઈશ્વરના રાજ્યના ગુણો સમજવામાં મદદ કરવા માટે તેમના શિક્ષણની રીતોમાં વાર્તાઓની શ્રેણી (જેને દ્રષ્ટાંત  કહે છે)નો ઉપયોગ કર્યો. અહીં તેમના રાજ્ય માટેના દ્રષ્ટાંતો  છે.

જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરના કિનારે જઈને બેઠો.
2 ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં.
3 ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો.
4 જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં.
5 કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં.
6 પણ સૂર્યના તાપથી બધા જ કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં ન હતાં.
7 કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝંાખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા જ દબાવી દીધા.
8 કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા.
9 તમે લોકો જે મને સાંભળી રહ્યાં છો, તે ધ્યાનથી સાંભળો!”

માથ્થી ૧૩:૧-૯
કમળનાં બીજમાં જીવનબળ હોય છે જેનાથી તેમાં ફ઼ણગો ફ઼ૂટે છે

આ દ્રષ્ટાંત નો અર્થ શું હતો?  આપણે અનુમાન લગાવવાની જરૂર નથી, કારણ કે તેમણે પૂછનારાઓને અર્થ આપ્યો:

18 “બી વાવનાર ખેડૂતનાં દૃષ્ટાંતનો અર્થ ધ્યાનથી સાંભળો’
19 “જે બીજ રસ્તા ઉપર પડ્યા છે તેનો અર્થ શો? એનો અર્થ એ કે જે રાજ્ય વિષેની સંદેશ સાંભળે છે પણ તે સમજી શકતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવીને લઈ જાય છે. રસ્તાની કોરે જે વાવેલું તે એ જ છે.

માથ્થી ૧૩:૧૮-૧૯
પરંતુ આ બીજ પગદંડી રસ્તા પર ઉગી શકતા નથી

20 “અને ખડકાળ પ્રદેશમાં બી પડે છે, તેનો અર્થ શો? એ બી એવા માણસ જેવું છે કે જે ઉપદેશ સાંભળે છે અને તરત જ આનંદથી સ્વીકારી લે છે.
21 તો પણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડીવાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે તે માણસનાં હૃદય સુધી તે ઉપદેશની અસર થાય અને જયારે તેને સ્વીકારેલા સંદેશને લીધે સતાવણી થાય છે ેત્યારે ઝડપથી સિધ્ધાંતો ત્યજી દે છે અને પાછો પડે છે.

માથ્થી ૧૩:૨૦-૨૧
સૂર્યની ગરમી બીજમાંથી જીવનને મારી શકે છે

22 “અને જે બી કાંટા અને ઝાંખરામાં પડ્યાં છે તે એવી વ્યક્તિ જેવા છે કે જે ઉપદેશ સાંભળે છે પણ જ્યારે દુન્યવી ચિંતાઓ અને સંપત્તિના પ્રલોભનો આવે છે ત્યારે સંદેશને ગુંગળાવી નાખે છે. અને તેને ઊગતા અટકાવે છે. અને તે કોઈ ફળ ધારણ કરી શકતા નથી.

માથ્થી  ૧૩:૨૨

અન્ય છોડ કમળના ફૂલના વિકાસમાં અવરોધ લાવી શકે છે

23 “સારી જમીન ઉપર પડેલા બી નો અર્થ એ છે કે જે વ્યક્તિ આ ઉપદેશ સાંભળે છે અને સમજે છે તે તેનાં ફળ પામે છે અને કોઈવાર તે જીવનમાં સો ગણાં, કોઈવાર સાઠ ગણાં અને કોઈવાર ત્રીસ ગણાં ફળ ધારણ કરે છે.”

માથ્થી ૧૩:૨૩
યોગ્ય જમીનમાં કમળનો છોડ વધશે અને સુંદરતામાં વધશે

ઈશ્વરના રાજ્યના સંદેશા માટે ચાર પ્રતિભાવો છે. પ્રથમની પાસે ‘સમજણ’ નો અભાવ છે અને તેથી દ્રુષ્ટ તેમના હૃદયથી સંદેશને દૂર લઈ જાય છે. બાકીના ત્રણ પ્રતિભાવો શરૂઆતમાં ખૂબ જ સકારાત્મક છે અને તેઓ આનંદ સાથે સંદેશ પ્રાપ્ત કરે છે. પરંતુ આ સંદેશ મુશ્કેલ સમયમાં આપણા હ્ર્દયમાં વધવો જોઈએ. તે આપણા જીવનને અસર ન કરે અને ફ઼ક્ત આપણે તેને માનસિક રીતે સ્વીકારીએ તો તે પુરતું નથી. તેથી આમાંથી બે જવાબો, જોકે તેઓએ શરૂઆતમાં સંદેશ સ્વીકાર્યો, પણ તેઓ હૃદયમાં તેમની સમજમાં વ્રુધ્ધિ પામ્યા નહીં. અહીં ફક્ત ચોથું હૃદય, જે ‘શબ્દ સાંભળે છે અને તે સમજે છે’ તે ઈશ્વર જે રીતે સમજાવી રહ્યા છે તે રીતે તે ખરેખર સમજ પ્રાપ્ત કરશે.

ઈસુએ આ દ્રષ્ટાંત શીખવ્યું જેથી આપણે આપણી જાતને પૂછીએ: ‘આમાંની હું કઈ જમીન છું?’

કડવા દાણા નું દ્રષ્ટાંત

આ દ્રષ્ટાંત સમજાવ્યા પછી ઈસુએ કડવા દાણાનો ઉપયોગ કરીને એક ઉપદેશ આપ્યો.

24 ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી.
25 એક રાત્રે, બધાં જ માણસો ઊંઘતા હતા. ત્યારે તેનો વૈરી આવ્યો અને ઘઉંમાં નકામા બી વાવી ગયો.
26 પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા.
27 ખેડૂતનો છોકરો આવ્યો અને તેને કહ્યું, ‘શું તમે ખેતરમાં સારા બી વાવ્યા ન હતાં? તો પછી ખરાબ છોડ ક્યાંથી આવ્યા?’
28 “તે માણસે ઉત્તર આપ્યો, ‘વૈરીઓએ આ વાવ્યું છે,’“નોકરે પૂછયું, ‘તમે રજા આપો તો નકામા છોડ કાઢી નાખીએ.’
29 “તેણે કહ્યુ, ‘ના, તેમ કરવા જશો તો નકામા છોડ સાથે ઘઉંના છોડ પણ ઉખાડી નાખશો.
30 પાક લણતાં સુધી ઘઉં અને નકામા દાણા ભલે સાથે ઊગે પાક લણણીના સમયે લણનારાઓને હું કહીશ પહેલા નકામા છોડને ભેગા કરો. તેમને બાળી નાખવાના હેતુથી તેમના ભારા બાંધો. અને પછી ધઉં મારા કોઠારમાં ભેગા કરો.”‘

માથ્થી ૧૩:૨૪-૩૦
કડવા દાણા અને ઘઉં: ઘઉં પાકે તે અગાઉ અને કડવા દાણા એકસરખા દેખાય છે

અહીં તે આ દૃષ્ટાંતને સમજાવે છે.

36 પછી ઈસુ લોકસમુદાયને છોડી ઘરમાં ગયો, તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી, “અમને ખેતરના નકામા છોડવાનું દૃષ્ટાંત સમજાવો.”
37 ઈસુએ ઉત્તર આપ્યો, “જેણે સારા બી નું વાવેતર કર્યુ છે તે માણસનો દીકરો છે.
38 આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે.
39 જે વૈરીએ ખરાબ બી વાવ્યા તે શેતાન છે, કાપણી એ જગતનો અંત છે, અને પાક લણનારા એ દૂતો છે.
40 “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે.
41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે એ દૂતો એવા લોકો જેઓ બીજાને પાપ કરવા પ્રેરે છે અને જેઓ અનિષ્ટ કરે છે તેમને બહાર કાઢશે અને તેમને તેના રાજ્યની બહાર લઈ જશે.
42 તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે.
43 ત્યારે સારા લોકો જ તેના બાપના રાજ્યમાં સૂરજની જેમ ચમકશે. જે સાંભળી શકતા હોય તે મારી વાત ધ્યાનથી સાંભળી લો!

માથ્થી ૧૩:૩૬-૪૩

રાઈના બીજ અને ખમીરની ઉપમાનું દ્રષ્ટાંત

ઈસુએ અન્ય સામાન્ય છોડના દાખલાઓ દ્વારા કેટલાક ખૂબ ટૂંકા દૃષ્ટાંતો પણ શીખવ્યાં.

31 પછી ઈસુએ લોકોને બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે જેને માણસે લઈને તેના ખેતરમાં વાવ્યું.
32 બધા જ બી કરતાં તે સૌથી નાનું છે. પણ તે જ્યારે ઉગે છે ત્યારે બગીચાનાં બધાજ છોડ કરતાં બધારે મોટું બને છે અને તે વૃક્ષ બને છે. અને પક્ષીઓ ત્યાં આવીને ડાળીઓમાં માળા બાંધે છે.
33 પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર ન થયું ત્યાં સુધી તે રહેવા દીઘું.”

માથ્થી ૧૩:૩૧-૩૩

રાઈનું બીજ નાનું છે.

રાઈના છોડ રસદાર અને મોટા થાય છે

ઈશ્વરનું રાજ્ય આ વિશ્વમાં નાની અને મામૂલી રીતે શરૂ થશે, અને જે રીતે લોટમાં ખમીર કામ કરે છે અને નાના બીજમાંથી જેમ મોટો છોડ ઉગે છે તેમ આખા વિશ્વમાં ઈશ્વરનું રાજ્ય વ્રુધિ પામે છે. તે બળ દ્વારા, અથવા,એકાએક થતું નથી પણ તેની વૃદ્ધિ અદૃશ્ય છે પરંતુ સર્વ જ્ગ્યાએ છે અને તેને રોકી શકાતું નથી.

છૂપાયેલ ખજાનો અને મુલ્યવાન મોતીનું દ્રષ્ટાંત

44 “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.
45 “વળી, આકાશનું રાજ્ય સુંદર સાચા મોતીની શોધ કરવા નીકળેલા એક વેપારી જેવું છે.
46 એક દિવસે તે વેપારીએ આ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું.

માથ્થી ૧૩:૪૪-૪૬
કેટલાક શંખના કોચલાની અંદર ગુલાબી મોતી છે – જેનું છુપું મૂલ્ય ખુબજ મોટું છે
ગુલાબી મોતી ખૂબ મૂલ્યવાન છે

દ્રષ્ટાંતો ઈશ્વરના રાજ્યના મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોઈ ખેતરમાં છુપાયેલા ખજાનોનો વિચાર કરો. ખજાનો છુપાયેલ હોવાથી, ખેતર પાસેથી પસાર થતા દરેકને લાગે છે કે ખેતરનું મૂલ્ય થોડું છે અને તેથી તેમને તેમાં કોઈ રસ નથી. પરંતુ કોઈકને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ ખજાનો છે, તો તે ખેતર તેને માટે ખૂબ મૂલ્યવાન બને છે – તે એટલું બધું મૂલ્યવાન બને છે કે તેને ખરીદવા અને ખજાનો મેળવવા માટે બધું વેચવા માટે તે પૂરતું ગણે છે. મૂલ્યવા તેથી તે ઈશ્વરના રાજ્ય સંબંધી પણ આવું જ છે – મોટાભાગના લોકોએ જેનું મૂલ્ય આંક્યું નહી, પરંતુ થોડા લોકો જે તેની કિંમતનું મોટુ મૂલ્ય આંકી શક્યા.

જાળનું દ્રષ્ટાંત

47 “અને આકાશનું રાજ્ય એક જાળ જેવું છે, જેને સરોવરમાં નાખીને બધીજ જાતની માછલીઓ પકડી હતી.
48 જ્યારે જાળ પૂરી માછલીઓથી ભરાઈ ગઈ ત્યારે તેણે જાળને પાણીમાંથી બહાર કાઢી સારી માછલીઓ ટોપલીઓમાં ભરી દીઘી. અને ખરાબ માછલીઓને ફેંકી દીઘી.
49 સૃષ્ટિના અંત સમયે પણ આવું જ થશે. દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે.
50 દૂતો દુષ્ટ માણસોને ધગધગતા અગ્નિમાં ફેંકી દેશે જ્યાં એ લોકો કલ્પાંત કરશે અને દુ:ખથી તેમના દાંત પીસશે અને દુ:ખી થશે.”

માથ્થી ૧૩:૪૭-૫૦
ઈશ્વરનું રાજ્ય ગોવામાંના આ માછીમારોની માફ઼ક માણસોને અલગ કરશે

ઈસુએ – ઈશ્વરના રાજ્ય વિશે શીખવવા માછલીની જોડીને ટાંકીને બીજા એક અષ્ટમંગલાનો ઉપયોગ કર્યો. ઈશ્વરનું રાજ્ય લોકોને માછલીઓને અલગ કરતા માછીમારોની જેમ લોકોને બે જૂથોમાં અલગ કરશે. આ ન્યાય ના દિવસે થશે.

ઈશ્વરનું રાજ્ય રહસ્યમય રીતે વધે છે, લોટમાં ખમીરની જેમ; મોટા ભાગના લોકોથી તેનું મોટું મૂલ્ય છુપાયેલું છે; અને લોકોમાં વિવિધ પ્રતિભાવો જોવા મળે છે. તે,જે લોકો સમજે છે અને જેઓ સમજી શકતા નથી તેઓને અલગ પાડે છે. આ  દ્રષ્ટાંતો શીખવ્યા પછી ઈસુએ તેના શ્રોતાઓને આ પ્રશ્ન પૂછ્યો.

51 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “હવે તમે આ બધી બાબતો સમજો છો?”શિષ્યોએ કહ્યું, “હા, અમે સમજીએ છીએ.”

માથ્થી ૧૩:૫૧

તમારા માટે શું? જો ઈશ્વરના રાજ્યને સમગ્ર વિશ્વમાં ફ઼ેલાતા ગુણ તરીકે સમજવામાં આવે છે, તો પણ તે તમારા માટે કોઈ ફાયદાકારક નથી, સિવાય કે તે તમારામાં પણ સ્થાન લે. પરંતુ તે કેવી રીતે થશે?

ઈસુએ ગંગા તીર્થને તેમના જીવંત પાણી ના દૃષ્ટાંત સાથે સમજાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *