ઈસુ ખ્રિસ્તનો જન્મ:ઋષિઓ દ્વારા ભવિષ્ય ભાખવામાં આવ્યું, દેવ દ્વારા ઘોષિત અને દુષ્ટ દ્વારા પડકારવામાં આવ્યું

ઇસુનો જન્મ (ઇસુ સત્સંગ) કદાચ મોટા ભાગે સૌથી વધારે ઉજવાયેલી વૈશ્વિક રજા – નાતાલ પાછળનું કારણ છે. જો કે ઘણા લોકો નાતાલ વિશે જાણતા હોવા છતાં, સુવાર્તાઓમાંથી ઈસુના’ જન્મ વિશે ઓછા લોકો જાણે છે. આ જન્મ વાર્તા સાન્તા અને ભેટો સોગાદોવાળી આધુનિક સમયની નાતાલ કરતાં ઘણી સારી છે, અને તેથી તે જાણવા યોગ્ય છે.

બાઇબલમાં ઈસુના’ જન્મ વિશે શીખવાની એક મદદરૂપ રીત એ છે કે કૃષ્ણના જન્મ સાથે તેની તુલના કરવી કારણ કે આ બંને વાર્તામાં ઘણી સમાનતાઓ છે.

કૃષ્ણનો જન્મ

વિવિધ શાસ્ત્રોમાં કૃષ્ણના જન્મની વિવિધ વિગતો આપવામાં આવી છે. હરિવંશમાં, વિષ્ણુને માહિતી આપવામાં આવી છે કે કાલનેમિ નામનો રાક્ષસ દુષ્ટ રાજા કંસ તરીકે ફરી જન્મ્યો હતો. કંસનો સંહાર કરવાનો નિર્ણય લેતાં, વિષ્ણુ કૃષ્ણ તરીકે (ભૂતપૂર્વ ઋષિ જે ફરીથી ગાયોના ગોવાળ તરીકે જન્મેલા છે) વાસુદેવ અને તેમની પત્ની દેવકીના ઘરે જન્મ લે છે.

પૃથ્વી પર, કંસ-કૃષ્ણ વચ્ચેનો સંઘર્ષ ભવિષ્યવાણી દ્વારા શરૂ થયો જ્યારે આકાશમાંથી એક અવાજે કંસને ભવિષ્યવાણી કરી કે દેવકીનો પુત્ર કંસને મારી નાખશે. તેથી કંસ દેવકીના સંતાનોથી ડરતો હતો, અને વિષ્ણુના અવતારને મારી નાખવાનું ચૂકી ન જવા માટે તેના જન્મેલા બાળકોની હત્યા કરીને તેને અને તેના પરિવારને, કેદ કરવામાં આવ્યા હતા.

જો કે, કૃષ્ણનો જન્મ દેવકીથી થયો હતો અને વૈષ્ણવ ભક્તોના જણાવ્યા મુજબ, તેમના જન્મ સમયે જ સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ હતું કારણ કે ગ્રહો આપમેળે તેના જન્મ માટે સમાયોજિત થયા હતા.

પછી પુરાણો તેનું વર્ણવે કરે છે કે વાસુદેવ (કૃષ્ણના જગિક પિતા) તેના નવજાત શીશુ ને કંસના હાથથી નાશ પામતા બચાવવા કેવી રીતે ભાગી જાય છે. બંદીવાસ છોડીને જ્યાં તે અને દેવકી દુષ્ટ રાજા દ્વારા કેદ કરાયેલા હતા, ત્યાંથી વાસુદેવ બાળક સાથે નદી પાર કરીને ભાગી ગયા. એકવાર તેઓ એક ગામમાં સલામત રીતે પહોંચી ગયા બાદ કૃષ્ણ બાળકને સ્થાનિક બાળકી સાથે ફ઼ેરબદલી કરવામાં આવી હતી. બાદમાં કંસને બદલી થયેલી બાળકી મળી અને તેની હત્યા કરી. બાળકોના આદાનપ્રદાનથી અજાણ નંદ અને જસોદા (બાળકીના માતાપિતા) એ કૃષ્ણને તેમના બાળક તરીકે એક નમ્ર ગાયોના ગોવાળ તરીકે ઉછેર્યા. કૃષ્ણનો જન્મ દિવસ કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.

હિબ્રુ વેદ દ્વારા ઈસુના જન્મની ભવિષ્યવાણી

જેમ કંસને ભવિષ્યવાણી કરવામાં આવી કે દેવકીનો પુત્ર તેને મારી નાખશે, તેમ હિબ્રુ ઋષિઓએ આવનાર મસીહા/ખ્રિસ્ત વિષેની ભવિષ્યવાણી પ્રાપ્ત કરી હતી. જો કે, આ ભવિષ્યવાણીઓને ઈસુના જન્મના સેંકડો વર્ષો પહેલાં ઘણા પ્રબોધકો દ્વારા પ્રાપ્ત થઇ અને તેમને લખી લેવામાં આવી હતી. સમયરેખા હિબ્રુ વેદના ઘણા પ્રબોધકોને બતાવે છે, જે દર્શાવે છે કે તેમની ભવિષ્યવાણીને ક્યારે પ્રગટ કરવામાં આવી અને નોંધ કરવામાં આવી હતી. તેઓએ જોયું કે જે એક આવનાર છે તે મ્રુતપાય થડમાંથી ફ઼ુટેલ ફ઼ણગા સમાન હશે અને તેમના નામની ભવિષ્યવાણી કરી કે તે- ઈસુ હશે.

ઇતિહાસમાં ઇસાઇઆહ અને અન્ય હીબ્રુ રૂપીસ (પ્રબોધકો). ઇસાઇઆહ જેવા લગભગ તે જ સમયે મીખાની નોંધ લો

ઇતિહાસમાં યશાયા અને અન્ય હીબ્રુ ઋષિ(પ્રબોધકો). લગભગ યશાયાના સમયગાળામાંજ થયેલ મીખાહની નોંધ લો

યશાયાએ આ આવનાર વ્યક્તિનો કેવી રીતે જન્મ થશે તે વિશે એક બીજી નોંધપાત્ર ભવિષ્યવાણી નોંધી. જેમ લખ્યું:

તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે.  જુઓ, ‘કુમારી’ ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ‘ઈમાનુએલ’ પાડશે.

યશાયા ૭:૧૪

આનાથી પ્રાચીન હિબ્રુઓ ગુંચવાઇ ગયા. કુંવારીને પુત્ર કેવી રીતે થાય? તે અશક્ય હતું. જો કે આ ભવિષ્યવાણી દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ પુત્ર ઇમાનુએલ કહેવાશે, જેનો અર્થ છે ‘ઇશ્વર આપણી સાથે છે’. જો પરાત્પર ઇશ્વર, જેમણે વિશ્વનું સર્જન કર્યું છે, તે એક જન્મ લે, તો તે બદ્ધિગમ્ય હતું. તેથી ઋષિ મુનિઓ અને શાસ્ત્રીઓ જેમણે હિબ્રુ વેદની નકલ કરી હતી તેઓએ આ ભવિષ્યવાણીને વેદમાંથી નાબુદ કરવાની હિંમત કરી ન હતી, અને તે તેને  સંપુર્ણ થવાની રાહ જોતા સદીઓ સુધી રહી હતી.

યશાયાએ જે સમયે કુંવારીથી જન્મ લેશે તે ભવિષ્યવાણી કરી તે જ સમયે, બીજા પ્રબોધક મીખાહે પણ ભવિષ્યવાણી કરી હતી:

પણ  હે ‘બેથલેહેમ’ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.

મીખાહ ૫:૨

મહાન રાજા દાઉદના પૂર્વજોના શહેર બેથલહેમથી અધિકારી આવશે, જેનો ઉદ્દભવ તેના શારીરિક જન્મના ઘણા સમય પહેલા ‘પ્રાચીન કાળથી’ હતો.

ખ્રિસ્તનો જન્મ – દેવ દ્વારા ઘોષિત

સેંકડો વર્ષોથી યહૂદીઓ/હિબ્રુઓ આ ભવિષ્યવાણીઓ પૂર્ણ થવાની રાહ જોતા હતા. ઘણા લોકોએ આશા છોડી દીધી અને અન્ય લોકો તેમના વિશે ભૂલી ગયા, પરંતુ ભવિષ્યવાણીઓ આવનાર દિવસની અપેક્ષા કરતા મૌન સાક્ષીઓ તરીકે રહી. છેવટે, ઇ.સ.પૂર્વે ૫ ની આસપાસ એક વિશેષ સંદેશાવાહક  એક યુવતીને માટે એક કોયડારૂપ સંદેશો લાવ્યા. જેમ કંસે આકાશમાંથી અવાજ સાંભળ્યો, તેમ આ સ્ત્રીને સ્વર્ગમાંથી દેવ અથવા ગાબ્રિએલ નામના દેવદૂત રુપે એક સંદેશવાહક મળ્યા. આ વાત સુવાર્તાઓમાં નોંધવામાં આવેલ છે:

 26 એલિસાબેતની સગર્ભાવસ્થાના છઠા મહિના દરમ્યાન, દેવે એક દૂતને નાસરેથ નામે ગાલીલ શહેરમાં મોકલ્યો. જેનું નામ ગાબ્રિયેલ હતું. તે દૂતને મરિયમ નામની કુંવારી કન્યા પાસે મોકલ્યો હતો. તેની સગાઇ યૂસફ નામના માણસ સાથે થઈ હતી. જે દાઉદના વંશમાથી હતો.
27
28 દૂત તેની આગળ દેખાયો અને કહ્યું: “અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તનેઆશીર્વાદ આપવા ઈચ્છે છે.”
29 પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?”
30 દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે.
31 ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે.
32 તે બાળક એક મોટો માણસ થશે અને લોકો તેને પરાત્પરનો દીકરો કહેશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
33 ઈસુ હંમેશા યાકૂબના લોકો પર શાસન કરશે. ઈસુના રાજ્યનો અંત કદી આવશે નહિ.”
34 મરિયમે દૂતને પૂછયું, “તે કેવી રીતે બનશે? હું તો હજી એક કુંવારી કન્યા છું!”
35 દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે.
36 જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે!
37 દેવ માટે કશું જ અશક્ય નથી!”
38 મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

લુક ૧:૨૬-૩૮

ગાબ્રિએલના સંદેશાના નવ મહિના પછી, ઈસુએ કુંવારી મરિયમથી જન્મ લીધો ને એમ યશાયાની ભવિષ્યવાણી પૂરી થઇ. પરંતુ મીખાહે ભવિષ્યવાણી કરી હતી કે જન્મ બેથલહેમમાં થશે, અને મરિયમ નાઝારેથમાં રહેતી હતી. શું મીખાહની ભવિષ્યવાણી નિષ્ફળ જશે? સુવાર્તામાં આ વાત જણાવેલ છે:

   સમય દરમ્યાન કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે જે દેશો રોમન શાસન હેઠળ છે તે સમગ્ર રાજ્યની વસતી ગણતરી કરવામાં આવે. એ હુકમનામા અનુસાર બધાજ લોકોએ પોતપોતાના નામ રજિસ્ટરમાં નોધાવવાનાં હતા.
2 આ વસ્તી ગણતરી પ્રથમ વાર જ થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો.
3 તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા.
4 અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,
5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો.
6 તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા.
7 ત્યાં મરિયમે તેના પ્રથમ દિકરાને જન્મ આપવાનો સમય હતો તેણે પ્રથમ દીકરાને જન્મ આપ્યો. તે વખતે ધર્મશાળામાં કોઈ ઓરડો ખાલી ન હોવાથી તેણે ગભાણમાં જ બાળકને કપડાંમાં લપેટીને સુવાડ્યો.
8 તે વખતે રાત્રે કેટલાક ભરવાડો ખેતરમાં તેમનાં ઘેટાંઓની રખેવાળી કરતા હતા.
9 પ્રભુનો દૂત ભરવાડોની સમક્ષ આવીને ઊભો રહ્યો તેમની આજુબાજુ પ્રકાશ ચમકવા લાગ્યો. તેથી ભરવાડો ગભરાઇ ગયા.
10 પ્રભુના દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે હું તમને મોટા આનંદથી સુવાર્તા આપવા આવ્યો છું. જેથી આખા દેશના તમામ લોકોમાં આનંદ ઉભરાશે.
11 આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે તે જ ખ્રિસ્ત પ્રભુ છે.
12 તમે તેને ઓળખી શકો તે માટેની આ નિશાની છે. તમે એક બાળકને કપડાંમાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો.”
13 પછી તો આકાશમાંથી દૂતોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો. અને બધાજ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા.
14 “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.”
15 પ્રભુના દૂતો ભરવાડોને છોડીને આકાશમાં પાછા ચાલ્યા ગયા. ભરવાડો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, “આપણે બેથલેહેમ જઇને અહીં જે કંઈ ઘટના બની છે તથા પ્રભુએ આપણને દર્શાવી છે તે જોવી જોઈએ.”
16 ભરવાડો તો ઝડપથી ત્યાં પહોંચી ગયા અને મરિયમ તથા યૂસફને પણ શોધી કાઢ્યા. બાળક પણ ગભાણમાં સૂતેલુ હતું.
17 ભરવાડોએ બાળકને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિષે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું.
18 ભરવાડોએ તેઓને જે કહ્યું તે સાંભળીને દરેક જણ નવાઇ પામ્યા.
19 પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી.
20 ભરવાડો પણ જે કંઈ જોયું અને સાંભળ્યું હતું, તે બધુ તેઓને દૂતે કહી હતી તે જ થઈ હતી. તે બધા પ્રભુનો મહિમા તથા સ્તુતિ કરતાં કરતાં ઘેર પાછા ફર્યા

.લુક ૨:૧-૨૦

વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ, રોમન સમ્રાટે પોતે જ એક શાહી હુકમનામું બહાર પાડ્યું હતું જેના કારણે મરિયમ અને યુસફ઼ે નાઝરેથથી બેથલહેમમાં મુસાફરી કરવી પડી, અને ઈસુના જન્મના સમયે જ ત્યાં પહોંચ્યા હતા. આમ મીખાહની ભવિષ્યવાણી પણ પૂરી થઈ.

જેમ કૃષ્ણ નમ્ર ગોવાળીયા તરીકે હતા, તેમ ઈસુનો જન્મ નમ્રતામાં થયો       હતો – ગભાણમાં કે જ્યાં ગાય અને અન્ય પ્રાણીઓ રાખવામાં આવ્યા હતા, અને નમ્ર ભરવાડો દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી હતી. છતાં સ્વર્ગનાં દૂતો અથવા દેવોએ તેના જન્મ વિશે ગાયું.

દુષ્ટ દ્વારા ધમકી

કૃષ્ણના જન્મ સમયે તેમનો જીવ રાજા કંસથી જોખમમાં હતો જેણે તેમના આગમનથી ખતરો અનુભવ્યો હતો. તેવી જ રીતે, ઈસુના જન્મના સમયે, તેમનો જીવ સ્થાનિક રાજા હેરોદથી જોખમમાં હતો. હેરોદ તેની સત્તા સામે ધમકીરુપ કોઈ બીજો રાજા (એટલે કે જેનો અર્થ ‘ખ્રિસ્ત’ છે) ઇચ્છતો ન હતો. આ વાત સુવાર્તા સમજાવે છે:

સુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો. હેરોદરાજાના સમયમાં તેનો જન્મ થયો હતો. ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા.
2 જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે, “નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે. અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ.”
3 યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું. આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા.
4 હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ.
5 તેઓએ ઉત્તર આપ્યો કે. “ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ. પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે.
6 ‘ઓ યદૂદિયા દેશના બેથલેહેમ, યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી. તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે.” મીખાહ 5:2
7 પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી. હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો.
8 પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા. તેણે જ્ઞાની માણસોને કહયુ કે, “જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો. જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો. જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું.”
9 જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા. તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો. તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા. તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું, તે જગ્યાએ તારો થંભ્યો.
10 જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા. તેઓના આનંદનો પાર ના રહ્યો.
11 જ્ઞાની માણસો જ્યાં બાળક હતું, તે ઘરે આવી પહોચ્યાં. તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ. તેઓએ નમન કર્યુ. અને તે બાળકનું ભજન કર્યુ. તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું, લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો.
12 પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી. આમ, જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા.
13 જ્ઞાની માણસોના ગયા પછી, યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા. હેરોદ બાળકની તપાસ શરૂ કરશે. તે તેને મારી નાખવા માગે છે. હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી, ત્યાં સુધી મિસરમાં જ રહેજે.”
14 તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો. તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા.
15 હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.”
16 જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો. તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો. હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો. કે જે (હાલના સમયથી) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો.
17 પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ:
18 “રામામાં એક અવાજ સંભળાયો. તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો. રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે, કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે.”

માત્થી ૨:૧-૧૮

ઈસુ અને કૃષ્ણના જન્મમાં ઘણી સમાનતા છે. કૃષ્ણને વિષ્ણુના અવતાર તરીકે યાદ કરવામાં આવે છે. લોગોસ તરીકે ઈસુનો જન્મ થયો, તેઓ વિશ્વના સર્જનહાર, સર્વોચ્ચ પરમેશ્વરનો અવતાર હતા. બંને જન્મોની આગાહી ભવિષ્યવાણી દ્વારા કરવામાં આવી હતી, સ્વર્ગીય સંદેશવાહકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને દુષ્ટ રાજાઓએ તેમના આગમનના વિરોધમાં ધમકી આપી હતી.

પરંતુ ઈસુના વિસ્તૃત જન્મવ્રુત્તાંત પાછળનો હેતુ શું હતો? તે કેમ આવ્યા હ્તા? માનવ ઇતિહાસની શરૂઆતથી, સર્વોચ્ચ પરમેશ્વરે જાહેર કર્યું કે તેઓ આપણી ઊંડી જરૂરિયાતોને પૂર્ણ કરશે. કૃષ્ણ કાલનેમિનો નાશ કરવા માટે આવ્યા ત્યારે, ઈસુ આપણને બંધનોમાં બાંધનાર એવા એક શત્રૂનો નાશ કરવા આવ્યા. જ્યારે આપણે સુવાર્તાઓમાં પ્રગટ થયેલ ઈસુના જીવનનો અભ્યાસ કરવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે આ સર્વ કેવી રીતે પ્રગટ થયું છે, અને આજે આપણા માટે એનો અર્થ શું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *