વેદ પુસ્તકનમાં આપનું સ્વાગત છે: તમારું અન્ય લગ્નનું આમંત્રણ સમજવા માટે

વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં શા માટે લગ્નને દૈવી માનવામાં આવે છે? શા માટે લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે? કદાચ ઇશ્વરે વિવાહની યોજના કરી છે, અને તે લગ્નો એક ઊંડી વાસ્તવિકતા જે અનુભવવી મુશ્કેલ છે તેની ઝલક પ્રાપ્ત કરવા આપણે માટે એક ચિત્રના રુપમાં તેને ચિહ્નિત કરે છે, પરંતુ એક જે આપણને આમંત્રણ આપે છે તે – તમને – તેમાં પ્રવેશ કરવા માટે.

ઋગ્વેદ, જે એક દક્ષિણ એશિયાઈ પૌરાણિક પવિત્ર લખાણ છે, તે ઇ.સ.પુર્વ 2000 – 1000 ની વચ્ચે લખાયેલું હતું. વૈદિક પરંપરામાં વિવાહ (વિવાહ)માં લગ્નનો વિચાર લોકોના પવિત્ર સંબંધના સંદર્ભમાં તેનો ઉપયોગ કરે છે. તેથી આ વેદોમાં લગ્ન વૈશ્વિક નિયમો પર આધારિત છે. તે બ્રહ્માંડ દ્વારા રચાયેલ છે અને તેને “અગ્નિ દ્વારા સાક્ષી આપવામાં આવેલ પવિત્ર એકતા” તરીકે ગણવામાં આવે છે.

આશરે સમાન સમયગાળાના હિબ્રુ વેદો, ઇશ્વર પાસેથી પ્રગટીકરણ પ્રાપ્ત કરનારા ઋષિઓનાં પુસ્તકો હતા. જેને આજે આપણે બાઇબલના જુના કરાર તરીકે આ પુસ્તકોને ઓળખીએ છીએ. ઇશ્વર શું કરવાના છે તે રજુ કરવા આ પુસ્તકો નિયમિતપણે ‘લગ્ન’અને ‘વિવાહ’શબ્દનો ઉપયોગ કરતા હતા. આ પુસ્તકો એવા કોઈના આવવાની અપેક્ષા રાખે છે કે જેને લગ્નની સાથે ચિત્રિત કરવામાં આવેલ છે, કે જે લોકો સાથે અંનંતકાળના ગાઢબંધનનો આરંભ કરશે. નવો કરાર, અથવા સુવાર્તા,એ જણાવે છે કે આ કોઈક તે ઈસુ હતા – યેશુ સત્સંગ.

આ વેબસાઇટ પરના મહાનિબંધમાં જોવા મળે છે કે પ્રાચીન સંસ્કૃત અને હીબ્રુ વેદ એક જ કોઈક ની આશા રાખી રહ્યા હતા. આનું આગળ સંશોધન કરાયું છે, અને તેમાં પણ લગ્નના સંદર્ભમાં, કે જયાં સુવાર્તાઓમાં આપવામાં આવેલ ઈસુના આમંત્રણનું ચિત્ર અને લગ્ન વચ્ચેની સમાનતા આશ્ચર્યજનક છે.

સપ્તપદી: લગ્નના સાત પગલાં

લગ્ન સંસ્કારનો મહત્વનો ભાગ સપ્તપદીના સાત પગલા અથવા સાત ફેરા છે:

આ તે સમયે છે જ્યારે કન્યા અને વરરાજા સાત ફ઼ેરા ફ઼રે છે અને સોગંદ લે છે. વૈદિક પરંપરામાં, સપ્તપદીની વિધિ પવિત્ર અગ્નિ (અગ્નિ) ની આસપાસ કરવામાં આવે છે, જે અગ્નિ દેવ (દૈવી અગ્નિ)ની સાક્ષીમાં લેવામાં આવે છે.

બાઇબલ એ જ રીતે ઈશ્વરને અગ્નિના સ્વરુપમાં ચિત્રિત કરે છે

            ઈશ્વર એક ભસ્મ કરનાર અગ્નિ છે.

            હિબ્રુઓ 12: 29 અને પુનર્નિયમ 4:24

બાઇબલનું છેલ્લું પુસ્તક આકાશમાં થતાં દૈવી લગ્નના આમંત્રણની પરાકાષ્ઠા જુએ છે. આ લગ્ન સુધી જવા માટે સાત પગલા પણ છે. આ પુસ્તક તેમને નીચે આપેલા શબ્દો સાથે ‘મુદ્રા’ તરીકે વર્ણવે છે:

1. રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું, તે અંદરની તથા બહારની બન્‍ને બાજુએ લખેલું હતું, અને સાત મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. 2. મેં એક બળવાન દૂતને જોયો, તેણે મોટે સ્વરે પોકારીને કહ્યું, “આ ઓળિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે?” 3. પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે, તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. 4. હું બહુ રડયો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડયો નહિ. 5. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે  દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”

પ્રકટીકરણ 5: 1-5

લગ્નની ઉજવણી કરાઈ

સાત સપ્તપદીના દરેક પગલામાં, આ પુસ્તક જ્યારે કન્યા અને વરરાજાની પવિત્ર વચનોની આપ-લે કરે છે ત્યારે દરેક મુદ્રાનું ઉઘાડવાનું વર્ણન કરે છે. સાતમી મહોર ખોલ્યા પછી જ લગ્નની ઘોષણા કરવામાં આવે છે:

7. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.

પ્રકટીકરણ 19: 7

લગ્ન જાન, લગ્ન શોભાયાત્રા

આ લગ્ન શક્ય છે કારણ કે વરરાજાએ તે ભષ્મ કરનાર અગ્નિની હાજરીમાં કન્યાની કિંમત ચૂકવી દીધી છે, અને તેની કન્યાને મળવા માટે, આજનાં લગ્નની જેમ તેના ઘોડા પર સવાર થઈને, લગ્નના વરઘોડાની જેમ એક સ્વર્ગીય શોભાયાત્રા કાઢે છે.

કેમ કે ભગવાન સ્વર્ગમાંથી સ્વર્ગમાંથી comeતરશે, એક મોટેથી આદેશ સાથે, મુખ્ય પાત્રના અવાજ સાથે અને ભગવાનનો ટ્રમ્પેટ ક callલ સાથે, અને ખ્રિસ્તમાં મૃત્યુ પામેલા લોકો પ્રથમ willઠશે. 17 તે પછી, આપણે જેઓ હજી જીવંત છે અને બાકી રહીએ છીએ તેઓને સાથે મળીને વાદળોમાં ભગવાનને હવામાં મળવા માટે પકડવામાં આવશે. અને તેથી અમે કાયમ ભગવાન સાથે રહીશું.

1 થેસ્સાલોનીકી 4: 16-17

કન્યાની કિંમત અથવા દહેજ

આજે લગ્નોમાં, ઘણીવાર કન્યાના ભાવ અને દહેજ અંગે ચર્ચાઓ અને વિવાદો થતા હોય છે, જે કન્યાના પરિવારે વરરાજા અને તેના પરિવારને પૂરું પાડવાનું હોય છે, કે જે કન્યાદાન માં કન્યાની સાથે વરરાજાને આપવામાં આવે છે. કારણ કે વરરાજાએ કન્યા માટે કિંમત ચૂકવી છે, માટે આગળ ઉપર થનાર સ્વર્ગીય લગ્નમાં, તે એવા વરરાજા છે કે જે કન્યાને ભેટ, મફત ભેટ આપે છે

9. તેઓ નવું કીર્તન ગાતાં કહે છે,“તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, ને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના [લોકોને] વેચાતા લીધા છે.

પ્રકટીકરણ 5: 9

17 આત્મા અને કન્યા બન્ને કહે છે કે, “આવ!” પ્રત્યેક વ્યક્તિ જે આ સાંભળે છે તેણે પણ કહેવું જોઈએ, “આવ!” જો કોઈ તરસ્યો હોય, તેને આવવા દો; જો તે ઈચ્છે તો તે વ્યક્તિ વિનામૂલ્યે જીવનનું પાણી લઈ શકે.

પ્રકટીકરણ 22:17

લગ્નનું આયોજન

આજે, કાં તો માતાપિતા લગ્ન (ગોઠ્વેલું લગ્ન) ની ગોઠવણ કરે છે અથવા યુગલો તેમના પરસ્પર પ્રેમ (પ્રેમ-લગ્ન) ને કારણે લગ્ન કરે છે. કોઈ પણ સંજોગોમાં, તમે તમારા ભાવિ જીવન સાથી અને તમારા લગ્ન વિશે અગાઉથી ઘણું વધારે વિચારપૂર્વક આયોજન કરશો. જ્યારે લગ્નનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે, ત્યારે લગ્ન વિશે અજાણ રહેવું ડાહપણભર્યું નથી.

આવનારા લગ્ન અને તેના આમંત્રણ વિશે પણ એ સાચું જ છે. આ કારણોસર, અમે આ વેબસાઇટ બનાવી છે કે જેથી તમને ઈશ્વર વિશે જાણવાની અને સમજવાની તક મળે કે જે તમને તેના લગ્નમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. આ લગ્ન કોઈ ચોક્કસ સંસ્કૃતિ, વર્ગ અથવા લોકો માટે જ નથી. બાઇબલ કહે છે કે:

9. આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી

પ્રકટીકરણ 7: 9

ઋગ્વેદથી પ્રારંભ કરીને, આપણે આ યાત્રા આવનાર લગ્નને સમજવા માટે શરૂ કરી, પછી આપણે સંસ્કૃત અને હીબ્રુ વેદનો સંગમ જોયો. ઈશ્વર તે બાબતને હીબ્રુ વેદના લખાણો અને યોજનાઓમાં પ્રગટ કરી રહ્યા હતા, કે જે વરરાજા હતા, તેમનું નામ શું હશે, તેના આવવાનો સમય શું છે (પવિત્ર સાત પણ), અને તે કન્યાની કિંમત કેવી રીતે ચૂકવશે. અમે તેના જન્મ સાથે વરરાજાનું આગમન, તેના કેટલાક તેના વિચારો, કન્યાની કિંમત ચૂકવણી, કન્યા પ્રત્યેનો તેનો પ્રેમ ને તેના  આમંત્રણ ને અનુસરીએ છીએ.

લગ્નમાં જોડાવાની આશા સાથે…