ઈસુનું શેતાન દ્વારા પરીક્ષણ – તે પ્રાચીન અસુર સર્પ

હિન્દુ પૌરાણિક કથાઓના તે સમયો યાદ કરાવે છે કે જ્યારે કૃષ્ણ તેમના શત્રુ અસુરો સામે લડ્યા અને પરાજિત કર્યા, ખાસ કરીને અસુર રાક્ષસો સર્પ બનીને કૃષ્ણને ધમકાવતા હતા. ભાગવા પુરાણ (શ્રીમદ્ ભાગવતમ્) એ કંસના સાથી આગાસુર જે કૃષ્ણને જન્મથી જ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તેણે મોટા સર્પનું રૂપ ધારણ કર્યું હતું કે જ્યારે તેણે મોં ખોલ્યું ત્યારે તે ગુફા જેવું લાગતું હતું. આગાસુર પૂતનાના ભાઈ હતા (કે જેને કૃષ્ણએ બાળક તરીકે તેણીનામાંથી ઝેર ચુસી લઇ ને તેને મારી નાખી) અને બકાસુર (જેને પણ કૃષ્ણએ  તેની ચાંચ તોડીને માર્યો હતો) અને બદલો વાળ્યો હતો. આગાસુરે મોં ખોલ્યું અને ગોપી ગોવાળણના બાળકો તે જંગલમાં એક ગુફા હોવાનું વિચારીને તેમાં ગયા. કૃષ્ણ પણ અંદર ગયા, અને તેમને ખબર પડી કે તે આગાસુર છે, તેથી તેમણે તેમના શરીરને એવું ફ઼ુલાવ્યું કે આગાસુર ગૂંગળાઈને મરી ગયો. એક બીજા પ્રસંગે,શ્રી કૃષ્ણ નામના એક લોકપ્રિય કાર્યક્રમમાં બતાવાયેલ પ્રમાણે, કૃષ્ણએ નદીમાં શક્તિશાળી અસુર સાપ સાથે લડતા, તેના માથા પર નૃત્ય કરીને કાલિયા નાગ ને હરાવી દીધો.

પૌરાણિક કથા એક વ્રિત્ર, અસુર આગેવાન અને શક્તિશાળી સર્પ/ડ્રેગનનું પણ વર્ણવે કરે છે. ૠગ્વેદ સમજાવે છે કે ભગવાન ઇન્દ્ર એ એક મોટા યુદ્ધમાં વ્રિત્ર રાક્ષસનો સામનો કર્યો હતો અને તેની ગર્જના (વજ્રયુધ્ધ) થી તેની હત્યા કરી હતી, જેનાથી વ્રિત્રનું જડબુ તૂટી ગયુ હતું. ભાગવા પુરાણની આવૃત્તિ સમજાવે છે કે વ્રિત્ર એટલો મોટો સાપ/ડ્રેગન હતો કે તેણે ગ્રહો અને તારાઓને પણ જોખમમાં મૂકી દીધા, જેથી દરેક તેનાથી ડરતા હતા. દેવો સાથેની લડાઇમાં વ્રિત્રનો હાથ તેઓ પર ભારે પડ્યો. ઇન્દ્ર તેને શક્તિથી હરાવી શક્યા નહીં, પરંતુ તેમને રૂષિ દધીચિ  ના હાડકાં માંગવાની સલાહ આપવામાં આવી હતી. દધીચિએ તેના હાડકાંને વજ્રયુદ્ધમાં ગોઠવવાની ઓફર કરી, જે દ્વારા ઈન્દ્રએ આખરે મહાન સર્પ વ્રિત્રને પરાજિત કરી મારી નાખ્યો.

હીબ્રુ વેદનો શેતાન: સુંદર આત્મા ઘાતકી સર્પ બન્યો

હીબ્રુ વેદમાં પણ નોંધ્યું છે કે એક શક્તિશાળી આત્મા છે જેણે પોતાને સર્વોપરી પરમેશ્વરના વિરોધી (શેતાનનો અર્થ વિરોધી) તરીકે પોતાને તૈયાર કર્યો. હીબ્રુ વેદ તેને સુંદર અને બુદ્ધિશાળી તરીકે વર્ણવે છે, શરૂઆતમાં તે દેવ તરીકે સર્જાયેલ હતો. આનું વર્ણન આપવામાં આવ્યું છે:

12 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો, તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.
13 દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો; હીરા, માણેક, પોખરાજ, નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ, પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ સમયે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
14 તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક દૂત તરીકે નીમ્યો હતો. તું દેવના પવિત્ર પર્વત પર જઇ શકતો હતો અને અગ્નિના ચળકતાં પથ્થરો પર ચાલતો હતો.
15 તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું, પણ પાછળથી તારી દુષ્ટતા પ્રગટ થવા માંડી.હઝકી

એલ ૨૮:૧૨બી-૧૫

શા માટે આ શક્તિશાળી દેવમાં દુષ્ટતા જોવા મળી? હીબ્રુ વેદ સમજાવે છે કે:

17 તારા સૌદર્યને કારણે તું ફુલાઇ ગયો હતો અને તારી કીતિર્ને કારણે તારી બુદ્ધિ બહેર મારી ગઇ હતી. મેં તને ભોંય ઉપર પટક્યો છે અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.હઝકી

એલ ૨૮:૧૭

આ દેવના પતનનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે:

12 હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓનો નાશ કરનાર, તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.
13 તું તારા મનમાં એમ માનતો હતો કે, હું આકાશમાં ઉંચે ચઢીશ, અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ, આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;
14 હું વાદળોથી પણ ઉપર જઇશ અને પરાત્પર દેવ સમાન બનીશ.”

યશાયા ૧૪:૧૨-૧૪

હવે શેતાન

આ શક્તિશાળી આત્માને હવે શેતાન (એટલે ​​કે દોષ મુક્નાર) અથવા દુષ્ટાત્મા કહેવામાં આવે છે પરંતુ મૂળ તેને લ્યુસિફર  કહેવામાં આવતો હતો એટલેકે – ‘પ્રભાતનો પુત્ર’. હીબ્રુ વેદ કહે છે કે તે એક આત્મા છે, દુષ્ટ અસુર છે, તે અગાસુર અને વ્રિત્રની જેમ સર્પ અથવા ડ્રેગનનું સ્વરૂપ પણ લે છે તેમ વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો:

7 પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું. મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા. તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા.
8 પણ તે અજગર જોઈએ તેટલો બળવાન ન હતો. તે અજગર અને દૂતોએ આકાશમાં તેઓનું સ્થાન ગુમાવ્યું.
9 તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો. (તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે. તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે.) તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો.પ્રકટી

કરણ ૧૨:૭-૯

શેતાન હવે મુખ્ય અસુર છે જે ‘આખી દુનિયાને ભમાવે છે’. હકીકતમાં, તે એક એ છે કે જે સર્પના રૂપમાં હતો, જેણે પ્રથમ માનવને પાપ તરફ઼ દોર્યા. આ કારણે સત યુગ, એટલે કે સ્વર્ગના સત્ય યુગ નો અંત આવ્યો.

શેતાને તેની કોઈ પણ અસલ બુદ્ધિ અને સુંદરતા ગુમાવી નથી, કે જેથી તે વધુ ખતરનાક બને છે કારણ કે તે તેના દેખાવની પાછળ તેના કપટને વધુ સારી રીતે છુપાવી શકે છે. બાઇબલ વર્ણવે છે કે તે કેવી રીતે કાર્ય કરે છે:

14 આનાથી અમને આશ્ચર્ય નથી થતું. શા માટે? શેતાન પણ વેશ બદલે છે, જેથી લોકો વિચારે કે તે પ્રકાશનો દૂતછે.

૨ કરિંથી ૧૧:૧૪

શેતાન સામે ઈસુની લડાઈ

તે વિરોધીનો ઈસુએ સામનો કરવો પડ્યો હતો. યોહાન દ્વારા તેણે બાપ્તિસ્મા લીધા પછી તરતજ  તે વનપ્રસ્થ આશ્રમ ધારણ કરતાં જંગલમાં, એકાંતમાં પાછા ગયા. પરંતુ તેઓ નિવૃત્ત જીવન શરૂ કરવા માટે નહીં, પરંતુ યુદ્ધમાં તેમના વિરોધીનો સામનો કરવા માટે કર્યું. આ યુદ્ધ કૃષ્ણ અને અગાસુર વચ્ચે અથવા ઈન્દ્ર અને વ્રિત્ર વચ્ચે વર્ણવેલ શારીરિક લડાઈ જેવું ન હતું, પરંતુ તે પરીક્ષણ સામેની લડાઈ હતી. સુવાર્તા તેને આ પ્રમાણે નોંધે છે:

વિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ યર્દન નદીથી પાછો ફર્યો. પવિત્ર આત્મા તેને અરણ્યમાં દોરી ગયો.
2 ત્યાં શેતાને 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કર્યુ. તે સમય દરમ્યાન ઈસુએ કંઈ પણ ખાધું નહિ. દિવસો પૂરા થયા પછી ઈસુને ખૂબ ભૂખ લાગી.
3 શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.”
4 ઈસુએ કહ્યું, “ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે:‘માણસને જીવવા માટે ફક્ત રોટલીની જરૂર નથી.”‘ પુનર્નિયમ 8:3
5 પછી ઈસુને શેતાન એક ઊંચી જગ્યા પર લઈ ગયો અને એક જ પળમાં તેને જગતનાં બધાજ રાજ્યોનું દર્શન કરાવ્યું.
6 શેતાને ઈસુને કહ્યું, “હું તને આ બધા રાજ્યોનો અધિકાર અને મહિમા આપીશ. આ સર્વસ્વ મારું છે. તેથી હું જેને આપવા ઈચ્છું તેને આપી શકું છું.
7 જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે.”
8 ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે: ‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ. તારે એકલા તેની જ સેવા કરવી!”‘ પુનર્નિયમ 6:13
9 પછી શેતાન ઈસુને યરૂશાલેમ લઈ ગયો. અને મંદિરની ઊંચી ટોચ પર લઈ ગયો અને તેણે ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય, તો અહીંથી હેઠળ પડ!
10 શાસ્ત્રોમાં લખ્યા મુજબ:‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે’ ગીતશાસ્ત્ર 91:11
11 અને એમ પણ લખ્યું છે કે:‘તેઓ તને પોતાના હાથોમાં એવી રીતે ઊંચકી લેશે કે જેથી તારો પગ ખડક પર અથડાશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 91:12
12 ઈસુએ ઉત્તર આપ્યો:“એ ઉપરાંત શાસ્ત્રમાં એવું પણ કહેલું છે કે: ‘તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ કરવું જોઈએ નહિ.”‘ પુનર્નિયમ 6:16
13 શેતાને અનેક પ્રલોભનોથી દરેક રીતે ઈસુનું પરીક્ષણ કર્યા પછી યોગ્ય સમય આવે ત્યાં સુધી ઈસુને એકલો મૂકીને ત્યાંથી વિદાય લીધી.

લુક ૪:૧-૧૩

તેઓનો સંઘર્ષ માનવ ઇતિહાસની શરૂઆતમાં શરૂ થયો હતો. બાળ ઈસુને મારી નાખવાના પ્રયત્નો દ્વારા ઈસુના’ જન્મ સમયે તેણે નવી રીતે પ્રયાસ શરુ કર્યા. યુદ્ધના આ તબક્કામાં, ઈસુ વિજયી સાબિત થયા હતા, એટલા માટે નહીં કે તેમણે શેતાનને શારીરિક રીતે હરાવ્યો હતો, પરંતુ એટલા માટે કે શેતાને તેમની સામે મૂકેલા બધા શક્તિશાળી પરીક્ષણોનો તેમણે પ્રતિકાર કર્યો હતો. આ બંને વચ્ચેનુ યુદ્ધ આગળના મહિનાઓ સુધી ચાલુ રહેશે અને અંતમાં સર્પ ‘તેમની એડી છુંદશે’ અને ઈસુ તેનુ ‘માથું કચડી નાખશે’. પરંતુ તે પહેલાં, ઈસુએ અંધકાર દૂર કરવા, શિક્ષણને માટે ગુરુની ભૂમિકા નિભાવવાની હતી.

ઈસુ કે-જેઓ આપણને સમજે છે

ઈસુના’ પરીક્ષણ અને કસોટીનો સમય આપણા માટે ખૂબ જ મહત્વનો છે. બાઇબલ ઈસુ વિશે જણાવે છે કે:

18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.

હિબ્રૂ ૨:૧૮

અને

15 ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી.
16 તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરુંર હોય છે ત્યારે મદદમાં મળે છે.

હિબ્રૂ ૪:૧૫-૧૬

ઇસ્ત્રાએલીઓ ને માફ઼ી પ્રાપ્ત થાય તે માટે પ્રમુખ યાજક યોમ કીપુર, હીબ્રુ દુર્ગાપૂજામાં બલિદાન લાવતા. હવે ઈસુ એક યાજક બને છે કે જે આપણા તરફ઼ સહાનુભૂતિ રાખે છે અને આપણને સમજી શકે છે -વળી પરીક્ષણના સમયમાં પણ તે આપણને મદદ કરી શકે છે,  કારણ કે તેમનું પણ પરીક્ષણ થયુ હતું – છતાં તેઓ નિષ્પાપ રહ્યા. આપણે સર્વસમર્થ પરમેશ્વર સમક્ષ હિંમત રાખી શકીએ છીએ કારણ કે પ્રમુખ યાજક ઈસુ પણ આપણા જેવા સૌથી મુશ્કેલ પરીક્ષણોમાંથી પસાર થયા હતા. તે એવી વ્યક્તિ છે જે આપણને સમજે છે અને આપણા પોતાના પરીક્ષણો અને પાપોમાં મદદ કરી શકે છે. હવે સવાલ એ છે કે: શું આપણે તેમને જણાવીશું?

સ્વામી યોહાન: પ્રાયશ્ચિત અને સ્વ-અભિષેકનું શિક્ષણ

મે કૃષ્ણના જન્મ દ્વારા ઈસુના જન્મ (યેશુ સત્સંગ) ની તપાસ કરી. પૌરાણિક કથાઓ નોંધે છે કે કૃષ્ણને મોટો ભાઈ બલારામ (બલરામ) હતો. નંદ કૃષ્ણના પાલક પિતા હતા જેમણે બાલારામને પણ કૃષ્ણના મોટા ભાઈ તરીકે ઉછેર્યા હતા. મહાકાવ્યોમાં કૃષ્ણ અને બલારામ ભાઈઓએ સાથે મળીને યુદ્ધમાં વિવિધ આસુરોને પરાજિત કર્યા તેવી બાળપણની ઘણી વાર્તાઓ કહે છે. કૃષ્ણ અને બલરામે તેમના સમાન ધ્યેય-અનિષ્ટને હરાવવું ને પૂર્ણ કરવા માટે ભાગીદારી કરી.

ઈસુ અને યોહાન, કૃષ્ણ અને બલરામ જેવા

કૃષ્ણની જેમ, યોહાન, પણ ઈસુની નજીકનો સબંધી હતો, જેની સાથે તેમણે પોતાનું મિશન વહેંચ્યું. ઈસુ અને યોહાન તેમની માતા દ્વારા સંબંધિત હતા અને ઇસુના ફક્ત ૩ મહિના પહેલા યોહાનનો જન્મ થયો હતો. સુવાર્તામાં પ્રથમ યોહાનને પ્રકાશિત કરીને ત્યાર બાદ ઈસુના શિક્ષણ અને સાજાપણાના કાર્યની નોંધ લેવામાં આવી છે. જો આપણે પ્રથમ યોહાનના ઉપદેશને સમજીશું નહીં તો આપણે ઈસુના મિશનને સમજી શકીશું નહી. યોહાને સુવાર્તાના પ્રારંભિક મુદ્દાઓ તરીકે પસ્તાવો (પ્રાયશ્ચિત) અને શુધ્ધિકરણ (પોતાનો અભિષેક) શીખવવાની કોશિશ કરી.

યોહાન બાપ્તિસ્મી: આવનાર સ્વામી, આપણને તૈયાર થવા માટેની ભવિષ્યવાણી કરી

સુવાર્તાઓમાં ઘણીવાર ‘યોહાન બાપ્તિસ્મી’તરીકે ઓળખાતા કારણ કે તેમણે પસ્તાવો (પ્રાયશ્ચિત), ના ચિન્હ તરીકે શુદ્ધિકરણ પર ભાર મૂક્યો, યોહાનના આગમન વિશે સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન હીબ્રુ વેદમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

3 કોઇનો સાદ સંભળાય છે: “મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો; આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.
4 બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો અને ડુંગરોને સપાટ બનાવી દો. ખરબચડી જમીનને સરખી બનાવી દો. અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.
5 પછી યહોવાનો મહિમા પ્રગટ થશે અને સમગ્ર માનવજાત તે જોવા પામશે. આ યહોવાના મુખના વચન છે.”

યશાયા ૪૦: ૩-૫

યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે કોઈ એક ઈશ્વર માટે ‘રસ્તો તૈયાર કરવા’ અરણ્યમાં આવશે. તે અવરોધોને દૂર કરી માર્ગ સરળ બનાવશે જેથી ‘ઈશ્વર નો મહિમા પ્રગટ થાય’.

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2017/10/isaiah-sign-of-the-branch-timeline--1024x576.jpg

તિહાસિક સમયરેખામાં યશાયા અને અન્ય હીબ્રુ ઋષિઓ (પ્રબોધકો). ઈસુ પહેલા માલાખી છેલ્લો હતો

યશાયાના લખ્યા બાદ, ૩૦૦ વર્ષ પછી હિબ્રુ વેદ (જુના કરાર) નું છેલ્લું પુસ્તક માલાખીએ લખ્યું. માલાખીએ આ આવનાર માર્ગ તૈયાર કરનાર વિશે યશાયાએ જે કહ્યું હતું તેના પર વિસ્તૃત વર્ણન કર્યું. તેમણે ભવિષ્યવાણી કરી:

ન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.

માલાખી ૩: ૧

મીખાહે ભવિષ્યવાણી કરી કે તૈયારી કરનાર ‘સંદેશવાહક’ આવ્યા પછી, ઈશ્વર પોતે તેમના મંદિરમાં દેખાશે. આ ઈસુ કે જે ’ઈશ્વર અવતાર’ હતા તેમના સંબંધિત કહેવામાં આવ્યુ કે જે યોહાન પછી આવનાર છે.

યોહાન એક સ્વામી

સુવાર્તા યોહાન વિશે નોંધે છે:

80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર    

રહ્યો.લુક ૧:૮૦   

જ્યારે તે અરણ્યમાં રહેતા હતા ત્યારે:

4 યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં. તેની કમરે ચામડાનો પટ્ટો. યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો.

માથ્થી  ૩:૪

બલારામમાં મહાન શારીરિક શક્તિ હતી. યોહાનની મહાન માનસિક અને આધ્યાત્મિક શક્તિએ તેમને લગભગ બાળપણથી જ વાનપ્રસ્થ (વનવાસી) આશ્રમ તરફ દોર્યા હતા. તેમની પ્રબળ ભાવનાથી તેઓ નિવૃત્તિ માટે નહીં પણ તેમની મિશન માટેની તૈયારી માટે વાનપ્રસ્થી તરીકે તે પ્રમાણેના વસ્ત્ર અને ખોરાક લેવા તરફ દોરાયા. તેમની અરણ્યની જિંદગીએ તેમને પોતાના સ્વને ઓળખવા માટે કેળવ્યા, તે સમજ્યા કે કેવી રીતે પરીક્ષણનો પ્રતિકાર કરવો. તેમણે સ્પષ્ટપણે ભાર મૂક્યો કે તે અવતાર નથી, અથવા તે મંદિરના પૂજારી પણ નથી. તેમની આત્મ-સમજણને લીધે તે બધા લોકોએ તેમને એક મહાન શિક્ષક તરીકે સ્વીકાર્યા. જો કે સ્વામી સંસ્કૃત (स्वामी) માંથી આવેલો શબ્દ છે જેનો અર્થ છે ‘જે પોતાને જાણે છે અથવા પોતાના સ્વ પર અંકુશ ધરાવે છે’, તેથી યોહાનને એક સ્વામી માનવા યોગ્ય છે.

યોહાન એક સ્વામી- ઇતિહાસમાં નિશ્ચિત સ્થાને મૂકવામાં આવ્યા

સુવાર્તા નોંધે છે:

તિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15 માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો. ગાલીલ પર હેરોદ; ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ, લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.
2 અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો.

લુક ૩:૧-૨

અહીં યોહાનનું મિશન કાર્ય શરૂ થાય છે અને તે તેને ઘણા જાણીતા ઐતિહાસિક લોકોની હરોળમાં મુકે છે. તે સમયના શાસકોના વિસ્તૃત સંદર્ભની નોંધ લો. આ આપણને સુવાર્તામાંના લખાણની ચોકસાઈ ઐતિહાસિક રૂપે તપાસવાની મંજૂરી આપે છે. આમ કરવાથી આપણને લાગે છે કે તિબેરિયસ કૈસર, પોંતિયુસ પિલાત, હેરોદ, ફિલિપ, લુસાનિયાસ, અન્નાસ અને કાયાફા એ બધા લોકો છે જે ધર્મનિરપેક્ષ રોમન અને યહૂદી ઇતિહાસકારોમાં જાણીતા છે. વિવિધ શાસકોને જુદી જુદી પદવીઓ આપવામાં આવે છે (દા.ત. પોંતિયુસ પિલાત માટે ‘ગવર્નર’, હેરોદ માટે ’સુબો’ વગેરે) તેની ચકાસણી કરતાં તે ઐતિહાસિક રીતે સાચી અને સચોટ પુરવાર થઇ છે. આમ આપણે તપાસ કરી શકીએ કે આ લખાણ વિશ્વસનીય રૂપે નોંધાયું  હતું.

તિબેરિયસ કૈસર ઇ.સ.૧૪ માં રોમની રાજગાદી પર બેઠા. તેમના શાસનના ૧૫ મા વર્ષનો અર્થ એ છે કે યોહાને ઇ.સ ૨૯ મી સાલમાં તેમના મિશનની શરૂઆત કરી.

સ્વામી યોહાનનો સંદેશ – પસ્તાવો અને કબૂલાત

યોહાનનો સંદેશ શું હતો? તેમની જીવનશૈલીની જેમ, તેમનો સંદેશ પણ સરળ પરંતુ પ્રભાવશાળી હતો. સુવાર્તા કહે છે:

મયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ.
2 યોહાને કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.”

માથ્થી ૩:૧-૨

તેમનો સંદેશ પ્રથમ એક હકીકતની ઘોષણા હતી કે – સ્વર્ગનું રાજ્ય ‘પાસે’આવ્યું છે. પરંતુ જ્યાં સુધી લોકો ‘પસ્તાવો ન કરે’ ત્યાં સુધી તેઓ આ રાજ્ય માટે તૈયાર નહીં હોય. હકીકતમાં,જો તેઓ ‘પસ્તાવો ન કરે’ તો તેઓ આ રાજ્ય ગુમાવશે. પસ્તાવો એટલે “તમારા મનનું બદલાણ; નવિન રીતે વિચારવું; જુદી રીતે વિચારવું.” એક અર્થમાં તે પ્રાયસશ્તિ (પ્રાયશ્ચિત) જેવું છે. પરંતુ તેઓ શાના વિશે અલગ વિચારતા હતા? યોહાનના સંદેશના પ્રતિભાવરૂપે  આપણે જોઈ શકીએ છીએ. લોકોએ તેના સંદેશનો જવાબ આપ્યો:

6 લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.

માથ્થી ૩:૬

આપણું કુદરતી વલણ આપણા પાપોને છુપાવવા અને આપણે ખોટું કર્યું નથી એવો ઢોંગ કરવાનું છે. આપણા પાપોની કબૂલાત કરવી અને પસ્તાવો કરવો આપણા માટે લગભગ અશક્ય છે કારણ કે તે આપણને દોષિત અને શરમજનક બનાવે છે. યોહાને ઉપદેશ આપ્યો કે ઈશ્વરના રાજ્ય માટે પોતાને તૈયાર કરવા લોકોને પસ્તાવો(પ્રાયશ્ચિત) કરવાની જરૂર છે.

આ પસ્તાવાની નિશાની તરીકે તેઓએ પછી નદીમાં યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું હતું. બાપ્તિસ્મા એ પાણીથી ધોવા અથવા સાફ કરવાની વિધિ હતી. જેમ લોકો કપ અને વાસણોને વિધિપૂર્વક શુદ્ધ રાખવા માટે ‘બાપ્તિસ્મા’ (ધોતા) આપતા. અભિષેક (અભિષેકા) માં, પુજારીઓ દ્વારા શુધ્ધિકરણ અને તહેવારોની તૈયારીમાં મુર્તિઓને વિધિપૂર્વક નવડાવવામાં આવે છે તેનાથી આપણે પરિચિત છીએ. મનુષ્યોને ‘ઈશ્વરની પ્રતીમા’ માં ઉત્પન્ન કરવામાં આવ્યા અને તેથી યોહાનનું ધાર્મિક નદી સ્નાન એ અભિષેક જેવું હતું કે જે સાંકેતિક અર્થમાં ઈશ્વરની પ્રતીમા સ્વરુપ પસ્તાવો કરનારને સ્વર્ગના રાજ્ય માટે તૈયાર કરે છે. આજે બાપ્તિસ્માને સામાન્ય રીતે એક ખ્રિસ્તી પ્રથા માનવામાં આવે છે, પરંતુ અહીં તેનો ઉપયોગ વ્યાપક સ્વરુપનો હતો કે જ્યાં આ શુધ્ધિકરણ ઈશ્વરના રાજ્યની તૈયારી સૂચવે છે.

પ્રાયશ્ચિતનું ફ઼ળ

ઘણા લોકો બાપ્તિસ્મા માટે યોહાન પાસે આવ્યા, પરંતુ બધાએ પ્રામાણિકપણે સ્વીકાર્યું નહીં અને તેમના પાપોની કબૂલાત કરી નહીં. સુવાર્તા કહે છે:

7 ફરોશીઓઅને સદૂકીઓતે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં. યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે: “તમે બધા સર્પો છો! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે?
8 તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે.
9 તમે એમ ન માનતા કે ‘ઈબ્રાહિમ અમારો પિતા છે’ તેથી અમે ઉગરી જઈશું. દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે.
10 અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષજે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી

દેશે.માથ્થી ૩:૭-૧૦

ફરોશીઓ અને સદૂકીઓ મૂસાના નિયમશાસ્ત્ર ના શિક્ષકો હતા, તેઓ નિયમશાસ્ત્રનું  ધાર્મિક પાલન થાય માટે સખત ધ્યાન રાખતા હતા. દરેકે વિચાર્યું કે આ આગેવાનો, તેમના ધાર્મિક શિક્ષણ અને યોગ્યતા વડે ઈશ્વર દ્વારા માન્ય થાય છે. પરંતુ યોહાન તેમને એક ‘સર્પોના વંશ’ કહે છે અને તેઓ પર આવનાર ન્યાયશાસન વિશે ચેતવણી આપે છે.

કેમ?

તેઓએ ‘પસ્તાવો કરીને ફળ આપ્યું’ નહીં તે બાબત બતાવે છે કે તેઓએ ખરેખર પસ્તાવો કર્યો નથી. તેઓએ તેમના પાપની કબૂલાત કરી ન હતી પરંતુ તેમના પાપો છુપાવવા માટે તેમના ધાર્મિકજીવનના પાલનનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમનો ધાર્મિક વારસો ભલે સારો હતો છતાં, તેમને પસ્તાવો કરવાને બદલે અભિમાની બનાવ્યા હ્તા.

પસ્તાવાના ફળ

કબૂલાત અને પસ્તાવા સાથે અલગ પ્રકારનું જીવન જીવવાની અપેક્ષા રાખવામાં આવી. લોકોએ યોહાનને પૂછ્યું કે આ બાબતમાં તેઓએ કેવી રીતે પસ્તાવો કરવો જોઈએ:

10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”
11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”
12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”
13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”
14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”

લુક 3:૧૦-૧૪

શું યોહાન ખ્રિસ્ત હતા?

તેમના સંદેશના પ્રભાવને કારણે, ઘણા લોકોને લાગ્યું કે કદાચ યોહાન મસીહ છે, કે જેને માટે પ્રાચીન સમયથી વચન આપવામાં આપ્યું હતું કે તે ઇશ્વરના અવતાર તરીકે આવશે. સુવાર્તા આ બાબતની નોંધ લે છે:

15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”
16 યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે.
17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.”
18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.

લુક ૩:૧૫-૧૮

યોહાને તેમને કહ્યું કે મસિહ (ખ્રિસ્ત) ટૂંક સમયમાં આવી રહ્યા છે, જેનો અર્થ ઈસુ થાય છે.

સ્વામી યોહાનનું મિશન અને આપણે

યોહાને ઈસુ સાથે રહીને ઈશ્વરના રાજ્ય માટે લોકોને તૈયાર કરીને ભાગીદારી કરી હતી, જેવી રીતે બલારામે કૃષ્ણ સાથે દુષ્ટતા સામેના તેમના મિશનમાં ભાગીદારી કરી હતી. યોહાને તેઓ પર વધુ નિયમો લાદીને તૈયાર ન કર્યા, પરંતુ તેમને તેમના પાપોનો પસ્તાવો (પ્રાયશ્ચિત) કરવા બોલાવીને અને તેમના આંતરિક પસ્તાવાને જાહેર કરવા માટે હવે તેઓ વિધિવત રીતે નદીમાં સ્નાન (સ્વ-અભિષેક) કરવા તૈયાર થયા.

જો કે કડક તપસ્વી નિયમો અપનાવવા કરતાં પસ્તાવો કરવો અઘરુ કામ છે કારણ કે તે આપણી શરમ અને અપરાધને બહાર લાવે છે. આ ધાર્મિક નેતાઓ પછી પસ્તાવો કરવા માટે પોતાની જાતને લાવી શક્યા નહીં. તેના બદલે તેઓ તેમના પાપો છુપાવવા માટે ધર્મનો ઉપયોગ કરતા. તે પ્રકારની પસંદગીને કારણે જ્યારે ઈસુ આવ્યા ત્યારે તેઓ ઈશ્વરના રાજ્યને સમજવા માટે તૈયાર ન હતા. યોહાનની ચેતવણી આજે પણ એટલી જ અનુરુપ છે. તે ઇચ્છે છે કે આપણે આપણા પાપનો પસ્તાવો કરીએ. શું આપણે કરીશું?

શેતાન દ્વારા પરીક્ષણ થયુ ત્યારે આપણે ઈસુ એક વ્યક્તિ સંબંધી વધારે માહિતી મેળવવાનું ચાલુ રાખીએ છીએ.

કેવી રીતે ઈસુએ આશ્રમોને પોતાના કર્યા

.એક ધાર્મિક જીવન ચાર આશ્રમ (આશ્રમો) માં વહેંચાયેલા છે. આશ્રમ/આશ્રમો એ   એક જીવનના તબક્કા માટે લક્ષ્યો, યોગદાન અને યોગ્ય પ્રવૃત્તિઓ નક્કી કરે છે. આ જીવનના તબક્કાઓની વહેંચણી, આશ્રમ ધર્મ માં, શરીર, મન અને ભાવનાઓને ચાર પ્રગતિશીલ તબક્કાઓમાંથી પસાર કરી દે છે. તે સહસ્ત્રાબ્દીઓ પહેલાં વિકસિત થયું હતું અને ધર્મશાસ્ત્ર તરીકે ઓળખાતા ધર્મગ્રંથોમાં વિગતવાર વર્ણવવામાં આવ્યું છે કે આપણે જેમ જુવાનીથી, પુખ્ત વય, અને વૃદ્ધાવસ્થા સુધી પ્રગતિ કરીએ છીએ ત્યારે આપણે અલગ અલગ ફ઼રજો બજાવવાની હોય છે.

ઈસુ,  સર્વોચ્ચ ઈશ્વરના અવતાર તરીકે તેમના જન્મ પછી, તેમણે તરત જ આશ્રમ ધર્મની શરૂઆત કરી. તેમણે આવું કર્યું તે આપણા આશ્રમ જીવનને માટે યોગ્ય રીતે જીવવા માટે તેનું અનુસરણ કરવાનું ઉદાહરણ પૂરું પાડે છે. આપણે બ્રહ્મચર્યથી પ્રારંભ કરીએ છીએ, જ્યાં આપણને ઉપનયન અને વિદ્યારંભ સંસ્કાર જેવા લક્ષ્યો મળે છે.

એક બ્રહ્મચારીના રુપમાં ઈસુ

વિદ્યાર્થી આશ્રમમાં, બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. આ સમયગાળામાં, તેઓ  વિદ્યાર્થી તરીકે બ્રહ્મચર્ય પાળે છે અને પોતાની જાતને ભાવિ સેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરી તૈયાર થાય છે, જે પછીના આશ્રમ માટે આવશ્યક બને છે. ઈસુએ આજનાં ઉપનયન જેવું જ એક હીબ્રુ પ્રવેશ સંસ્કાર દ્વારા બ્રહ્મચર્યમાં પ્રવેશ કર્યો, જો કે તે કંઈક અલગ પ્રકારનો હતો. સુવાર્તામાં તેના ઉપનયનને આ રીતે નોંધવામાં આવે છે.

ઈસુનો ઉપનયન સંસ્કાર

૨૨.મૂસાના નિયમશાસ્‍ત્ર પ્રમાણે તેઓના શુદ્ધીકરણના દિવસ પૂરા થયા, 

૨૩.ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્‍ત્રમાં લખેલું છે કે, ‘પહેલો અવતરેલો દરેક નર પ્રભુને માટે પવિત્ર કહેવાય.’ તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને, 

૨૪.તથા પ્રભુના નિયમશાસ્‍ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંનો યજ્ઞ કરવા માટે, તેઓ તેને યરુશાલેમ લાવ્યાં. 

૨૫.ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇઝરાલના દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. 

૨૬.પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું, “પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.” 

૨૭. તે આત્મા [ની પ્રેરણા] થી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્‍ત્રના વિધિ પ્રમાણે કરવા માટે તેનાં માબાપ તેને અંદર લાવ્યાં. 

૨૮.ત્યારે તેણે તેને ખોળામાં લઈને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું,

૨૯.“ઓ સ્વામી, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા દાસને શાંતિથી જવા દો છો;

     ૩૦.કેમ કે મારી આંખોએ તમારું તારણ જોયું છે,

     ૩૧.જેને સર્વ લોકો ની સંમુખ તમે તૈયાર કર્યું છે;

૩૨. વિદેશીઓને પ્રકાશ આપવા માટે,તથા તમારા ઇઝરાયલી લોકોનો

મહિમા થવા માટે તે પ્રકાશરૂપ છે.

૩૩.છોકરા સંબંધી જે વાતો કહેવામાં આવી હતી, તેથી તેનાં માબાપ આશ્ચર્ય પામ્યાં. 

૩૪.શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેની મા મરિયમને કહ્યું, “જો આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા, તથા પાછા ઊઠવા માટે, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા માટે ઠરાવેલો છે. 

૩૫. હા, અને તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં   [માણસોનાં] મનની કલ્પના પ્રગટ થાય.” 

૩૬. આશેરનાં કુળની, ફનુએલની દીકરી, હાન્‍ના નામે, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે સાત વરસ સુધી રહી હતી. 

૩૭. તે ચોર્યાસી વરસથી વિધવા હતી; તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ   ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી. ૩૮. તેણે તે ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી, ને જેઓ યરુશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી.

૩૯.પ્રભુના નિયમશાસ્‍ત્ર પ્રમાણે બધું કરી‍ ચૂક્યા પછી  તેઓ ગાલીલમાં પોતાને શહેર નાઝરેથ પાછાં ગયાં.

૪૦. તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો. અને ઈશ્વરની કૃપા તેના પર હતી.

લુક ૨: ૨૨-૪૦

કેટલાક ઉપનયન સંસ્કારમાં મંદિરમાં બકરીનો બલિ ચડાવવામાં આવે છે. હિબ્રુ ઉપનયન સંસ્કારમાં પણ આ સામાન્ય હતું, પરંતુ મૂસાના નિયમશાસ્ત્ર માં ગરીબ પરીવારોને બકરીને બદલે કબૂતર ચડાવવાની મંજૂરી મળી હતી. આપણે જોઈએ છીએ કે ઈસુ ગરીબાઇમાં ઉછરેલા હતા તેથી તેમના માતાપિતા ને બકરી પોસાતી ન હોવાથી તેઓએ તેના બદલે કબૂતર અર્પણ કર્યું હતું.

શિમયોન, એક પવિત્ર ૠષિએ ભવિષ્યવાણી કરી કે ઈસુ ‘સર્વ દેશોને’ જેનો અર્થ બધા ભાષા જૂથો થાય છે, તેઓને માટે ‘મુક્તિ’, અને ’પ્રકાશ’ બનશે. જેથી ઈસુ તમારા માટે અને મારા માટે ‘મુક્તિ’લાવનાર એક ‘પ્રકાશ’ છે, કારણ કે આપણે વિશ્વના કોઈ એક ભાષા જૂથના છીએ. આપણે પછીથી જોઈશું કે ઈસુ આ કેવી રીતે કરે છે.

પરંતુ આ ભૂમિકાને પરિપૂર્ણ કરવા ઈસુને જ જ્ઞાન અને અક્ષરવિદ્યામાં દીક્ષા લેવાની જરૂર હતી. પણ તેમના જીવનમાં આ વિદ્યારંભ પ્રવેશ ક્યારે થયો તેનો ઉલ્લેખ નથી. પરંતુ તેમના પરિવારે જ જ્ઞાન, અક્ષરવિદ્યા અને શિક્ષણ ને મહત્ત્વ આપીને  તેના પર ભાર મૂક્યો હતો તે સ્પષ્ટ છે, કારણ કે તેઓ જ્યારે ૧૨- વર્ષના હતા ત્યારે તેમના જ્ઞાનના સ્તરની સમજ આપતી એક વાત રજુ કરવામાં આવેલ છે. અહીં તેની નોંધ છે:

41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા.
42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા.
43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા.
44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા.
45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.
46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો.
47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા.
48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”
49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!”
50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.
51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી.

લુક ૨: ૪૧-૫૧

હીબ્રુ વેદોની પરિપૂર્ણતા

ઈસુનું બાળપણ અને તેમનો વિકાસ, તેમની પછીની સેવા માટેની તૈયારી રુપે હતો જે વીશે ઋષિ યશાયા દ્વારા લખવામાં આવ્યું હતું, તેમણે લખ્યું હતું કે:

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2017/10/isaiah-sign-of-the-branch-timeline--1024x576.jpg

ઐતિહાસિક સમયરેખામાં યશાયા અને અન્ય હીબ્રુ ઋષિઓ(પ્રબોધકો)

૧.પરંતુ જે [ભૂમિ] પર સંકટ પડયું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે  ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે.

  ૬.કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની  ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર,” એ નામ આપવામાં આવશે.

યશાયા ૯: ૧,૬

ઈસુનો સ્નાન સંસ્કાર

બ્રહ્મચર્યની પૂર્ણાહુતિ ઘણીવાર સ્નાન અથવા સમવર્તન દ્વારા ઉજવવામાં આવે છે. આ સામાન્ય રીતે શિક્ષકો અને અતિથિઓની હાજરીમાં ધાર્મિક સ્નાન દ્વારા ચિહ્નિત થયેલ હોય છે. ઈસુએ યોહાન બાપ્તિસ્ત દ્વારા સમવર્તનની ઉજવણી કરી, કે જે લોકોને એક વિધિ કે જે બાપ્તિસ્મા કહેવાય છે કે જેમાં નદીમાં સ્નાન કરાવવામાં આવે છે તે કરાવતા હતા. માર્કની સુવાર્તા (બાઇબલની ચાર સુવાર્તામાંથી એક) ઈસુના સ્નાન સંસ્કારથી શરૂ થાય છે:

વના દીકરા, ઈસુ ખ્રિસ્ત વિષેની સુવાર્તાનો આરંભ.
2 યશાયા પ્રબોધકે જે કહ્યુ છે તે થશે. યશાયાએ લખ્યું છે: ‘ધ્યાનથી સાંભળો! હું (દેવ) મારા દૂતને તારી આગળ મોકલીશ. તે તારા માટે માર્ગ તૈયાર કરશે.’ માલાખી 3:1
3 ‘ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે: ‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો. તેના રસ્તા સીધા કરો.”
4 તેથી યોહાન બાપ્તિસ્ત આવ્યો અને રણપ્રદેશમાં લોકોને બાપ્તિસ્મા આપતો હતો. તેણે લોકોને કહ્યું કે જો તેઓ તેમના જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોય તો તે બતાવવા માટે બાપ્તિસ્મા પામે પછી તેમના પાપો માફ કરવામાં આવશે.
5 યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા.
6 ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો યોહાન પહેરતો હતો. યોહાન તેની કમરે એક ચામડાનો પટટો બાંધતો હતો. તે તીડો તથા જંગલી મધ ખાતો હતો.
7 યોહાન લોકોને જે ઉપદેશ આપતો હતો તે આ છે: ‘મારા કરતાં જે વધારે મહાન છે તે મારી પાછળ આવે છે. હું તો તેના ઘૂંટણે પડવા તથા તેના જોડાની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી.
8 મેં તમારું પાણીથી બાપ્તિસ્મા કર્યુ. પણ જે વ્યક્તિ આવે છે તે તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.
9 તે વખતે ઈસુ ગાલીલના નાસરેથથી જ્યાં યોહાન હતો તે જગ્યાએ આવ્યો. યોહાને યર્દન નદીમાં ઈસુને બાપ્તિસ્મા આપ્યુ.
10 જ્યારે ઈસુ પાણીમાંથી બહાર આવતો હતો ત્યારે તેણે આકાશ ઊઘડેલું જોયું. પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરની જેમ આવ્યો.

માર્ક ૧:૧-૧૦

એક ગૃહસ્થી તરીકે ઈસુ

સામાન્ય રીતે ગૃહસ્થ, અથવા ઘરધણી આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમને અનુસરે છે, જોકે કેટલાક તપસ્વીઓ ગૃહસ્થ આશ્રમને પડતું મુકી ને સીધા સંન્યાસ (ત્યાગ) પર જાય છે. ઈસુએ બંનેમાંથી એક પણ ન કર્યું. ઉધ્ધારના તેમના અજોડ મિશનને કારણે તેમણે ગૃહસ્થને છેલ્લે લેવાને માટે મુલતવી રાખ્યું. પાછળથી ગૃહસ્થ આશ્રમમાં તેઓ પોતાને માટે કન્યા અને બાળકો લેશે, પરંતુ તે એક અલગ પ્રકારે હશે. શારીરિક લગ્નો અને બાળકો તેમના રહસ્યવાદી લગ્ન અને કુટુંબને માટે પ્રતીકરુપ છે. જેમકે બાઇબલ તેમની કન્યા વિશે સમજાવે છે:

૭. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાન ના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યા એ પોતાને તૈયાર કરી છે.

પ્રકટીકરણ ૧૯:૭

ઈબ્રાહીમ અને મૂસા ને માટે ઈસુ હલવાન’  કહેવાયા. આ હલવાન કન્યા સાથે લગ્ન કરશે, પરંતુ જ્યારે તેમણે બ્રહ્મચર્ય પૂર્ણ કર્યું ત્યારે તે કન્યા તૈયાર નહોતી. હકીકતમાં, તેમના જીવન મિશનની તેમણે તૈયારી કરવાની હતી. કેટલાક એવું અનુમાન કરે છે કે ઈસુએ ગૃહસ્થને મોકૂફ રાખ્યો હોવાથી તે લગ્નની વિરુદ્ધ હતા. પરંતુ સંન્યાસી તરીકે તેમણે પ્રથમ પ્રવૃત્તિ કે જેમાં ભાગ લીધો તે એક લગ્ન હતાં.

એક વાનપ્રસ્થી તરીકે ઈસુ

બાળકોને મેળવવા માટે તેમણે પ્રથમ આ કરવું પડ્યું:

10.કેમ કે જેમને અર્થે બધું છે તથા જેમનાથી બધાં [ઉત્પન્‍ન] થયાં છે, તેમને એ ઘટિત હતું કે, તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતાં તેઓના તારણના અધિકારીને દુ:ખ દ્વારા પરિપૂર્ણ કરે.

હિબ્રૂ ૨: ૧૦

 ‘તેઓના મુક્તિના પ્રણેતા’તરીકે ઇસુ સંબંધી વાત કરે છે, અને બાળકો પહેલાં તેમણે પ્રથમ ‘વેદના ’માંથી પસાર થવું પડ્યું હતું. તેથી, તેમના બાપ્તિસ્માના સ્નાન પછી તે સીધા વાનપ્રસ્થમાં (વનવાસી) ગય઼ા, જ્યાં તેઓ અરણ્યમાં પરિક્ષણ દ્વારા દુ:ખ સહન કરતા હતા, તેની વિગતો અહિંયા છે.

એક સંન્યાસી તરીકે ઈસુ

વાનપ્રસ્થ પછી તરત જ, ઈસુએ અરણ્યમાં તમામ દુન્યવી સંબંધોનો ત્યાગ કર્યો અને ફ઼રતા શિક્ષક તરીકે પોતાનું જીવન શરૂ કર્યું. ઈસુનો સંન્યાસ આશ્રમ સૌથી જાણીતો છે. સુવાર્તાઓ તેમના સંન્યાસનું વર્ણન આ પ્રમાણે કરે છે:

23 ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાંઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો. તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા. 

માથ્થી ૪:૨૩

આ સમય દરમિયાન,  તેઓએ પોતાના હીબ્રુ/યહૂદી લોકોની બહાર પણ મોટે ભાગે એક ગામથી બીજા ગામની મુસાફરી કરી. તેમણે તેમના સંન્યાસના જીવનનું વર્ણન આ પ્રમાણે કર્યું:

18 ઈસુએ જોયું કે તેની ચારે બાજુ લોકોની ભીડ જામી છે, તેથી તેણે પોતાના શિષ્યોને સરોવરના સામા કિનારે જવા કહ્યું.
19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યંુ કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.”
20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાનેમાથું ટેકવાની પણ જગા નથી.”

માથ્થી ૮:૧૮-૨૦

તે, એક માણસનો દીકરો હતા, કે જેની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી, અને જે લોકો તેમની પાછળ આવતા તેઓને માટે પણ એવી જ અપેક્ષા રાખવામાં આવતી હતી. સુવાર્તાઓ તે પણ સમજાવે છે કે સંન્યાસ જીવનમાં તેમને કેવી રીતે આર્થિક સહાયતા કરવામાં આવતી હતી

જા દિવસે, ઈસુએ કેટલાક શહેરો અને નાનાં ગામોની મુસાફરી કરી. ઈસુ ઉપદેશ આપતો અને દેવના રાજ્યની સુવાર્તા પણ આપતો. તેની સાથે બાર શિષ્યો હતા.
2 તેની સાથે કેટલીએક સ્ત્રીઓ પણ હતી. ઈસુએ તે સ્ત્રીઓને ભૂંડા આત્માઓના બંધનમાંથી મુક્ત કરીને તેઓને માંદગીમાંથી સાજી કરી હતી. તે સ્ત્રીઓમાંની એકનું નામ મરિયમ હતું, તે મગ્દલા ગામની હતી. જેનામાંથી સાત ભૂત નીકળ્યાં હતાં.
3 આ સ્ત્રીઓની સાથે ખૂઝાની પત્ની યોહાન્ના (હેરોદનો કારભારી) અને સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ હતી. તે સ્ત્રીઓ તેમના પોતાના પૈસાનો ઉપયોગ ઈસુ અને તેના પ્રેરિતોને મદદ માટે

કરતી.લુક ૮: ૧-૩

સંન્યાસીને સામાન્ય રીતે ફક્ત એક જ લાકડી સાથે ભટકતા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવે છે. જ્યારે ઈસુએ તેમના શિષ્યોને તેમના અનુસરણ માટે માર્ગદર્શન આપતા હતા ત્યારે આ શીખવ્યું. આ તેમની સૂચનાઓ હતી:

6 ઈસુને ઘણું આશ્ચર્ય થયું હતું કારણ કે પેલા લોકોને વિશ્વાસ ન હતો. પછી ઈસુએ તે પ્રદેશના બીજા ગામોમાં જઇને ઉપદેશ આપ્યો.
7 ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ તેઓને બબ્બે જણને બહાર મોકલ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો.
8 ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: ‘તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ.
9 જોડા પહેરો અને ફક્ત પહેરેલાં વસ્ત્રો જ રાખો.
10 જ્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે જ્યાં સુધી તે જગ્યા છોડો ત્યાં સુધી તે ઘરમાં જ રહો.

માર્ક ૬: ૬-૧૦

ઈસુનો સંન્યાસ આશ્રમ ઇતિહાસમાં એક નવો વળાંક હતો. આ સમયગાળામાં તેઓ ગુરુ બન્યા, જેમના ઉપદેશોએ વિશ્વને પ્રભાવિત કર્યા, ઘણા શક્તિશાળી લોકો (જેમ કે મહાત્મા ગાંધી), અને તમને, મને અને બધા લોકોને સ્પષ્ટતા આપતા આંતરપ્રેરણા આપે છે. આપણે જીવન માટેનું માર્ગદર્શન, શિક્ષણ અને જીવનની ભેટ પામીએ છીએ, જેમાં પછીથી તેમના સંન્યાસ આશ્રમ દરમ્યાન તેમણે સૌને આપેલું છે, પરંતુ પ્રથમ આપણે યોહાનના ઉપદેશને જોઈએ છીએ (કે જેઓ સ્નાન સંસ્કાર આપતા હતા).

ઈસુ ખ્રિસ્તનો જન્મ:ઋષિઓ દ્વારા ભવિષ્ય ભાખવામાં આવ્યું, દેવ દ્વારા ઘોષિત અને દુષ્ટ દ્વારા પડકારવામાં આવ્યું

ઇસુનો જન્મ (ઇસુ સત્સંગ) કદાચ મોટા ભાગે સૌથી વધારે ઉજવાયેલી વૈશ્વિક રજા – નાતાલ પાછળનું કારણ છે. જો કે ઘણા લોકો નાતાલ વિશે જાણતા હોવા છતાં, સુવાર્તાઓમાંથી ઈસુના’ જન્મ વિશે ઓછા લોકો જાણે છે. આ જન્મ વાર્તા સાન્તા અને ભેટો સોગાદોવાળી આધુનિક સમયની નાતાલ કરતાં ઘણી સારી છે, અને તેથી તે જાણવા યોગ્ય છે.

બાઇબલમાં ઈસુના’ જન્મ વિશે શીખવાની એક મદદરૂપ રીત એ છે કે કૃષ્ણના જન્મ સાથે તેની તુલના કરવી કારણ કે આ બંને વાર્તામાં ઘણી સમાનતાઓ છે.

કૃષ્ણનો જન્મ

વિવિધ શાસ્ત્રોમાં કૃષ્ણના જન્મની વિવિધ વિગતો આપવામાં આવી છે. હરિવંશમાં, વિષ્ણુને માહિતી આપવામાં આવી છે કે કાલનેમિ નામનો રાક્ષસ દુષ્ટ રાજા કંસ તરીકે ફરી જન્મ્યો હતો. કંસનો સંહાર કરવાનો નિર્ણય લેતાં, વિષ્ણુ કૃષ્ણ તરીકે (ભૂતપૂર્વ ઋષિ જે ફરીથી ગાયોના ગોવાળ તરીકે જન્મેલા છે) વાસુદેવ અને તેમની પત્ની દેવકીના ઘરે જન્મ લે છે.

પૃથ્વી પર, કંસ-કૃષ્ણ વચ્ચેનો સંઘર્ષ ભવિષ્યવાણી દ્વારા શરૂ થયો જ્યારે આકાશમાંથી એક અવાજે કંસને ભવિષ્યવાણી કરી કે દેવકીનો પુત્ર કંસને મારી નાખશે. તેથી કંસ દેવકીના સંતાનોથી ડરતો હતો, અને વિષ્ણુના અવતારને મારી નાખવાનું ચૂકી ન જવા માટે તેના જન્મેલા બાળકોની હત્યા કરીને તેને અને તેના પરિવારને, કેદ કરવામાં આવ્યા હતા.

જો કે, કૃષ્ણનો જન્મ દેવકીથી થયો હતો અને વૈષ્ણવ ભક્તોના જણાવ્યા મુજબ, તેમના જન્મ સમયે જ સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ હતું કારણ કે ગ્રહો આપમેળે તેના જન્મ માટે સમાયોજિત થયા હતા.

પછી પુરાણો તેનું વર્ણવે કરે છે કે વાસુદેવ (કૃષ્ણના જગિક પિતા) તેના નવજાત શીશુ ને કંસના હાથથી નાશ પામતા બચાવવા કેવી રીતે ભાગી જાય છે. બંદીવાસ છોડીને જ્યાં તે અને દેવકી દુષ્ટ રાજા દ્વારા કેદ કરાયેલા હતા, ત્યાંથી વાસુદેવ બાળક સાથે નદી પાર કરીને ભાગી ગયા. એકવાર તેઓ એક ગામમાં સલામત રીતે પહોંચી ગયા બાદ કૃષ્ણ બાળકને સ્થાનિક બાળકી સાથે ફ઼ેરબદલી કરવામાં આવી હતી. બાદમાં કંસને બદલી થયેલી બાળકી મળી અને તેની હત્યા કરી. બાળકોના આદાનપ્રદાનથી અજાણ નંદ અને જસોદા (બાળકીના માતાપિતા) એ કૃષ્ણને તેમના બાળક તરીકે એક નમ્ર ગાયોના ગોવાળ તરીકે ઉછેર્યા. કૃષ્ણનો જન્મ દિવસ કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.

હિબ્રુ વેદ દ્વારા ઈસુના જન્મની ભવિષ્યવાણી

જેમ કંસને ભવિષ્યવાણી કરવામાં આવી કે દેવકીનો પુત્ર તેને મારી નાખશે, તેમ હિબ્રુ ઋષિઓએ આવનાર મસીહા/ખ્રિસ્ત વિષેની ભવિષ્યવાણી પ્રાપ્ત કરી હતી. જો કે, આ ભવિષ્યવાણીઓને ઈસુના જન્મના સેંકડો વર્ષો પહેલાં ઘણા પ્રબોધકો દ્વારા પ્રાપ્ત થઇ અને તેમને લખી લેવામાં આવી હતી. સમયરેખા હિબ્રુ વેદના ઘણા પ્રબોધકોને બતાવે છે, જે દર્શાવે છે કે તેમની ભવિષ્યવાણીને ક્યારે પ્રગટ કરવામાં આવી અને નોંધ કરવામાં આવી હતી. તેઓએ જોયું કે જે એક આવનાર છે તે મ્રુતપાય થડમાંથી ફ઼ુટેલ ફ઼ણગા સમાન હશે અને તેમના નામની ભવિષ્યવાણી કરી કે તે- ઈસુ હશે.

https://en.satyavedapusthakan.net/wp-content/uploads/sites/3/2017/10/isaiah-sign-of-the-branch-timeline--e1509057060208.jpg

ઇતિહાસમાં યશાયા અને અન્ય હીબ્રુ ઋષિ(પ્રબોધકો). લગભગ યશાયાના સમયગાળામાંજ થયેલ મીખાહની નોંધ લો

યશાયાએ આ આવનાર વ્યક્તિનો કેવી રીતે જન્મ થશે તે વિશે એક બીજી નોંધપાત્ર ભવિષ્યવાણી નોંધી. જેમ લખ્યું:

તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે.  જુઓ, ‘કુમારી’ ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ‘ઈમાનુએલ’ પાડશે.

યશાયા ૭:૧૪

આનાથી પ્રાચીન હિબ્રુઓ ગુંચવાઇ ગયા. કુંવારીને પુત્ર કેવી રીતે થાય? તે અશક્ય હતું. જો કે આ ભવિષ્યવાણી દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ પુત્ર ઇમાનુએલ કહેવાશે, જેનો અર્થ છે ‘ઇશ્વર આપણી સાથે છે’. જો પરાત્પર ઇશ્વર, જેમણે વિશ્વનું સર્જન કર્યું છે, તે એક જન્મ લે, તો તે બદ્ધિગમ્ય હતું. તેથી ઋષિ મુનિઓ અને શાસ્ત્રીઓ જેમણે હિબ્રુ વેદની નકલ કરી હતી તેઓએ આ ભવિષ્યવાણીને વેદમાંથી નાબુદ કરવાની હિંમત કરી ન હતી, અને તે તેને  સંપુર્ણ થવાની રાહ જોતા સદીઓ સુધી રહી હતી.

યશાયાએ જે સમયે કુંવારીથી જન્મ લેશે તે ભવિષ્યવાણી કરી તે જ સમયે, બીજા પ્રબોધક મીખાહે પણ ભવિષ્યવાણી કરી હતી:

પણ  હે ‘બેથલેહેમ’ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.

મીખાહ ૫:૨

મહાન રાજા દાઉદના પૂર્વજોના શહેર બેથલહેમથી અધિકારી આવશે, જેનો ઉદ્દભવ તેના શારીરિક જન્મના ઘણા સમય પહેલા ‘પ્રાચીન કાળથી’ હતો.

ખ્રિસ્તનો જન્મ – દેવ દ્વારા ઘોષિત

સેંકડો વર્ષોથી યહૂદીઓ/હિબ્રુઓ આ ભવિષ્યવાણીઓ પૂર્ણ થવાની રાહ જોતા હતા. ઘણા લોકોએ આશા છોડી દીધી અને અન્ય લોકો તેમના વિશે ભૂલી ગયા, પરંતુ ભવિષ્યવાણીઓ આવનાર દિવસની અપેક્ષા કરતા મૌન સાક્ષીઓ તરીકે રહી. છેવટે, ઇ.સ.પૂર્વે ૫ ની આસપાસ એક વિશેષ સંદેશાવાહક  એક યુવતીને માટે એક કોયડારૂપ સંદેશો લાવ્યા. જેમ કંસે આકાશમાંથી અવાજ સાંભળ્યો, તેમ આ સ્ત્રીને સ્વર્ગમાંથી દેવ અથવા ગાબ્રિએલ નામના દેવદૂત રુપે એક સંદેશવાહક મળ્યા. આ વાત સુવાર્તાઓમાં નોંધવામાં આવેલ છે:

 26 એલિસાબેતની સગર્ભાવસ્થાના છઠા મહિના દરમ્યાન, દેવે એક દૂતને નાસરેથ નામે ગાલીલ શહેરમાં મોકલ્યો. જેનું નામ ગાબ્રિયેલ હતું. તે દૂતને મરિયમ નામની કુંવારી કન્યા પાસે મોકલ્યો હતો. તેની સગાઇ યૂસફ નામના માણસ સાથે થઈ હતી. જે દાઉદના વંશમાથી હતો.
27
28 દૂત તેની આગળ દેખાયો અને કહ્યું: “અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તનેઆશીર્વાદ આપવા ઈચ્છે છે.”
29 પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?”
30 દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે.
31 ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે.
32 તે બાળક એક મોટો માણસ થશે અને લોકો તેને પરાત્પરનો દીકરો કહેશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
33 ઈસુ હંમેશા યાકૂબના લોકો પર શાસન કરશે. ઈસુના રાજ્યનો અંત કદી આવશે નહિ.”
34 મરિયમે દૂતને પૂછયું, “તે કેવી રીતે બનશે? હું તો હજી એક કુંવારી કન્યા છું!”
35 દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે.
36 જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે!
37 દેવ માટે કશું જ અશક્ય નથી!”
38 મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

લુક ૧:૨૬-૩૮

ગાબ્રિએલના સંદેશાના નવ મહિના પછી, ઈસુએ કુંવારી મરિયમથી જન્મ લીધો ને એમ યશાયાની ભવિષ્યવાણી પૂરી થઇ. પરંતુ મીખાહે ભવિષ્યવાણી કરી હતી કે જન્મ બેથલહેમમાં થશે, અને મરિયમ નાઝારેથમાં રહેતી હતી. શું મીખાહની ભવિષ્યવાણી નિષ્ફળ જશે? સુવાર્તામાં આ વાત જણાવેલ છે:

   સમય દરમ્યાન કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે જે દેશો રોમન શાસન હેઠળ છે તે સમગ્ર રાજ્યની વસતી ગણતરી કરવામાં આવે. એ હુકમનામા અનુસાર બધાજ લોકોએ પોતપોતાના નામ રજિસ્ટરમાં નોધાવવાનાં હતા.
2 આ વસ્તી ગણતરી પ્રથમ વાર જ થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો.
3 તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા.
4 અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,
5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો.
6 તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા.
7 ત્યાં મરિયમે તેના પ્રથમ દિકરાને જન્મ આપવાનો સમય હતો તેણે પ્રથમ દીકરાને જન્મ આપ્યો. તે વખતે ધર્મશાળામાં કોઈ ઓરડો ખાલી ન હોવાથી તેણે ગભાણમાં જ બાળકને કપડાંમાં લપેટીને સુવાડ્યો.
8 તે વખતે રાત્રે કેટલાક ભરવાડો ખેતરમાં તેમનાં ઘેટાંઓની રખેવાળી કરતા હતા.
9 પ્રભુનો દૂત ભરવાડોની સમક્ષ આવીને ઊભો રહ્યો તેમની આજુબાજુ પ્રકાશ ચમકવા લાગ્યો. તેથી ભરવાડો ગભરાઇ ગયા.
10 પ્રભુના દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે હું તમને મોટા આનંદથી સુવાર્તા આપવા આવ્યો છું. જેથી આખા દેશના તમામ લોકોમાં આનંદ ઉભરાશે.
11 આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે તે જ ખ્રિસ્ત પ્રભુ છે.
12 તમે તેને ઓળખી શકો તે માટેની આ નિશાની છે. તમે એક બાળકને કપડાંમાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો.”
13 પછી તો આકાશમાંથી દૂતોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો. અને બધાજ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા.
14 “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.”
15 પ્રભુના દૂતો ભરવાડોને છોડીને આકાશમાં પાછા ચાલ્યા ગયા. ભરવાડો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, “આપણે બેથલેહેમ જઇને અહીં જે કંઈ ઘટના બની છે તથા પ્રભુએ આપણને દર્શાવી છે તે જોવી જોઈએ.”
16 ભરવાડો તો ઝડપથી ત્યાં પહોંચી ગયા અને મરિયમ તથા યૂસફને પણ શોધી કાઢ્યા. બાળક પણ ગભાણમાં સૂતેલુ હતું.
17 ભરવાડોએ બાળકને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિષે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું.
18 ભરવાડોએ તેઓને જે કહ્યું તે સાંભળીને દરેક જણ નવાઇ પામ્યા.
19 પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી.
20 ભરવાડો પણ જે કંઈ જોયું અને સાંભળ્યું હતું, તે બધુ તેઓને દૂતે કહી હતી તે જ થઈ હતી. તે બધા પ્રભુનો મહિમા તથા સ્તુતિ કરતાં કરતાં ઘેર પાછા ફર્યા

.લુક ૨:૧-૨૦

વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ, રોમન સમ્રાટે પોતે જ એક શાહી હુકમનામું બહાર પાડ્યું હતું જેના કારણે મરિયમ અને યુસફ઼ે નાઝરેથથી બેથલહેમમાં મુસાફરી કરવી પડી, અને ઈસુના જન્મના સમયે જ ત્યાં પહોંચ્યા હતા. આમ મીખાહની ભવિષ્યવાણી પણ પૂરી થઈ.

જેમ કૃષ્ણ નમ્ર ગોવાળીયા તરીકે હતા, તેમ ઈસુનો જન્મ નમ્રતામાં થયો       હતો – ગભાણમાં કે જ્યાં ગાય અને અન્ય પ્રાણીઓ રાખવામાં આવ્યા હતા, અને નમ્ર ભરવાડો દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી હતી. છતાં સ્વર્ગનાં દૂતો અથવા દેવોએ તેના જન્મ વિશે ગાયું.

દુષ્ટ દ્વારા ધમકી

કૃષ્ણના જન્મ સમયે તેમનો જીવ રાજા કંસથી જોખમમાં હતો જેણે તેમના આગમનથી ખતરો અનુભવ્યો હતો. તેવી જ રીતે, ઈસુના જન્મના સમયે, તેમનો જીવ સ્થાનિક રાજા હેરોદથી જોખમમાં હતો. હેરોદ તેની સત્તા સામે ધમકીરુપ કોઈ બીજો રાજા (એટલે કે જેનો અર્થ ‘ખ્રિસ્ત’ છે) ઇચ્છતો ન હતો. આ વાત સુવાર્તા સમજાવે છે:

સુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો. હેરોદરાજાના સમયમાં તેનો જન્મ થયો હતો. ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા.
2 જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે, “નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે. અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ.”
3 યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું. આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા.
4 હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ.
5 તેઓએ ઉત્તર આપ્યો કે. “ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ. પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે.
6 ‘ઓ યદૂદિયા દેશના બેથલેહેમ, યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી. તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે.” મીખાહ 5:2
7 પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી. હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો.
8 પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા. તેણે જ્ઞાની માણસોને કહયુ કે, “જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો. જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો. જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું.”
9 જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા. તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો. તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા. તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું, તે જગ્યાએ તારો થંભ્યો.
10 જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા. તેઓના આનંદનો પાર ના રહ્યો.
11 જ્ઞાની માણસો જ્યાં બાળક હતું, તે ઘરે આવી પહોચ્યાં. તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ. તેઓએ નમન કર્યુ. અને તે બાળકનું ભજન કર્યુ. તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું, લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો.
12 પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી. આમ, જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા.
13 જ્ઞાની માણસોના ગયા પછી, યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા. હેરોદ બાળકની તપાસ શરૂ કરશે. તે તેને મારી નાખવા માગે છે. હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી, ત્યાં સુધી મિસરમાં જ રહેજે.”
14 તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો. તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા.
15 હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.”
16 જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો. તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો. હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો. કે જે (હાલના સમયથી) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો.
17 પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ:
18 “રામામાં એક અવાજ સંભળાયો. તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો. રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે, કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે.”

માત્થી ૨:૧-૧૮

ઈસુ અને કૃષ્ણના જન્મમાં ઘણી સમાનતા છે. કૃષ્ણને વિષ્ણુના અવતાર તરીકે યાદ કરવામાં આવે છે. લોગોસ તરીકે ઈસુનો જન્મ થયો, તેઓ વિશ્વના સર્જનહાર, સર્વોચ્ચ પરમેશ્વરનો અવતાર હતા. બંને જન્મોની આગાહી ભવિષ્યવાણી દ્વારા કરવામાં આવી હતી, સ્વર્ગીય સંદેશવાહકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને દુષ્ટ રાજાઓએ તેમના આગમનના વિરોધમાં ધમકી આપી હતી.

પરંતુ ઈસુના વિસ્તૃત જન્મવ્રુત્તાંત પાછળનો હેતુ શું હતો? તે કેમ આવ્યા હ્તા? માનવ ઇતિહાસની શરૂઆતથી, સર્વોચ્ચ પરમેશ્વરે જાહેર કર્યું કે તેઓ આપણી ઊંડી જરૂરિયાતોને પૂર્ણ કરશે. કૃષ્ણ કાલનેમિનો નાશ કરવા માટે આવ્યા ત્યારે, ઈસુ આપણને બંધનોમાં બાંધનાર એવા એક શત્રૂનો નાશ કરવા આવ્યા. જ્યારે આપણે સુવાર્તાઓમાં પ્રગટ થયેલ ઈસુના જીવનનો અભ્યાસ કરવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે આ સર્વ કેવી રીતે પ્રગટ થયું છે, અને આજે આપણા માટે એનો અર્થ શું છે.

બ્રહ્મ અને આત્માને સમજવા માટે લોગોસનો અવતાર

ભગવાન બ્રહ્મા એ બ્રહ્માંડના સર્જનહારને ઓળખવા માટેનું એક સામાન્ય નામ છે. પ્રાચીન ઋગ્વેદમાં (ઇ.સ.પૂ. ૧૫૦૦)પ્રજાપતિ નામનો સર્જનહાર તરીકે ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ પુરાણોમાં તેની જ્ગ્યાએ ભગવાન બ્રહ્માને ગણવામાં આવ્યા છે. આજના ઉપયોગમાં, વિષ્ણુ, (સંરક્ષક) અને શિવ (વિનાશક) ની સાથે ભગવાન બ્રહ્માને, સર્જનહાર તરીકે, દૈવી ત્રિમૂર્તિ(ત્રિ-એક દેવ) ના ત્રણ પાસાંમાંના એક  તરીકે ગણવામાં આવે છે. ઇશ્વર (ઇશ્વરા) એ બ્રહ્માનો પર્યાય છે કારણ કે તે સૃષ્ટિનું સર્જન કરનાર ઉચ્ચ આત્માને સૂચવે છે.

બ્રહ્માને સમજવું એ પ્રાથમિક લક્ષ્ય હોવા છતાં, વ્યવહારમાં આ ગુંચવાડાભર્યું છે. ભક્તિ અને પૂજાની દ્રષ્ટિએ, શિવ અને વિષ્ણુ, તેમના જીવનસાથી અને અવતારો ભગવાન બ્રહ્મા કરતા વધારે ધ્યાન પ્રાપ્ત કરે છે. શિવ અને વિષ્ણુ માટે આપણે અવતાર અને જીવનસાથીનું નામ ઝડપથી આપી શકીએ છીએ, પરંતુ બ્રહ્મા માટે આપણે  ગુંચવાઇ જવું પડે છે.

કેમ?

બ્રહ્મા, બ્રહ્મ અથવા ઇશ્વર, સર્જનહાર હોવા છતાં, તે આપણાથી ખુબજ-અલગ પડી ગયા હોય અને જેમને ન પહોંચી શકાય તેમ લાગે છે, કે જેઓ પાપો, અંધકાર અને દુન્યવી ક્ષણિક બાબતો સાથે જોડાયેલા હોય છે અને સંઘર્ષ કરતા જોવા મળે છે. જો કે બ્રહ્મા એ સર્વનો સ્રોત છે, અને આપણે આ સ્રોત તરફ઼ પર પાછા ફરવાની જરૂર છે, પરંતુ આ દૈવી સિદ્ધાંતને સમજવાની આપણી ક્ષમતા પહોંચ બહાર છે. તેથી આપણે સામાન્ય રીતે આપણી ભક્તિને એવા દેવી-દેવીઓ પર કેન્દ્રિત કરીએ છીએ જે વધુ માનવ જેવા લાગે, અને આપણી નજીક હોય છે અને આપણને પ્રતિક્રિયા આપી શકે છે. આપણે દુરથી બ્રહ્મના ગુણલક્ષણો સમજવા અનુમાન લગાવીએ છીએ. વ્યવહારમાં, બ્રહ્મા એક અજાણ્યા ભગવાન છે,સાથે બ્રહ્માની મૂર્તિઓ પ્રમાણમાં દુર્લભ છે.

આ અટકળોનો એક ભાગ આત્મા(આત્મન) સાથે પરમાત્મા(બ્રહ્મ) ના સંબંધની આસપાસ ફરે છે. આ સવાલ પર વિવિધ ઋષિઓએ અલગ અલગ વિચારધારા શીખવતી શિક્ષણશાખાઓ ઉભી કરી છે. આ અર્થમાં, મનોવિજ્ઞાન, આપણો આત્મા અથવા આત્મનના અભ્યાસને, ધર્મશાસ્ત્ર, ભગવાન અથવા બ્રહ્મ સંબંધીના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે. જો કે વિવિધ વિચારો અસ્તિત્વ ધરાવે છે, કારણ કે આપણે ભગવાનને વૈજ્ઞાનિક રીતે ચકાસી શકતા નથી, અને કારણ કે ભગવાન દૂર છે, તેથી સૌથી બુદ્ધિશાળી તત્વચિંતકો પણ મોટાભાગે અંધારામાં અટવાયા કરે છે.

દૂરના દૈવી નિર્માતા સાથે જોડાવાની આ અસમર્થતાને વિશાળ પ્રાચીન વિશ્વમાં માન્યતા મળી. પ્રાચીન ગ્રીકોએ લોગોસ શબ્દનો ઉપયોગ વિશ્વના અસ્તિત્વના સિધ્ધાંત અથવા કારણને વર્ણવવા માટે કર્યો, અને તેમના લખાણોમાં લોગોસની ચર્ચા થઈ. લોજિક શબ્દ લોગોસ પરથી ઉતરી આવ્યો છે, અને અભ્યાસની દરેક શાખાનું નામ તેના પ્રત્યયમાં-શાસ્ત્ર (દા.ત. ધર્મશાસ્ત્ર, મનોવિજ્ઞાનશાસ્ત્ર, જીવવિજ્ઞાનશાસ્ત્ર વગેરે) શબ્દને જોડવામાં આવે છે જે લોગોસમાંથી ઉતરી આવ્યો છે. લોગોસ બ્રહ્મા અથવા બ્રહ્મ સમાન છે.

હિબ્રુ વેદોમાં તેમની પ્રજા એટલે કે હિબ્રુઓ (અથવા યહૂદીઓ) ના પૂર્વજ શ્રી ઇબ્રાહિમ થી શ્રી મુસાને દસ આદેશો પ્રાપ્ત થયા હતા તેઓ સાથે શરૂ થયેલા સાથે સર્જનહારના વ્યવહારનું વર્ણન છે. તેમના ઇતિહાસમાં, આપણી જેમ, હિબ્રુઓને લાગ્યું કે સર્જનહાર તેમની પાસેથી દૂર થઈ ગયા છે, અને તેથી તેઓ અન્ય દેવી-દેવતાઓ કે જે તેઓને વધુ નજીક અને વ્યક્તિગત લાગતા હતા તેઓની પૂજા કરવા તરફ઼ દોરવાયા. તેથી, હિબ્રુ વેદોએ ઘણીવાર સર્જનહારને અન્ય દેવોથી અલગ પાડવા માટે  પરાત્પર દેવ તરીકે ઓળખાવે છે. આપણે અનુમાન કરીએ છીએ કે પ્રજાપતિ ની બ્રહ્મા તરીકે ઓળખાવવાની પ્રક્રિયાના સમયગાળામાં ઇઝરાયલી લોકો નિર્વાસિત તરીકે ઇ.સ. પૂર્વે ૭૦૦ વર્ષ પુર્વે ભારતમાં આવ્યા તેઓ દ્વારા આ સમજ કેળવવામાં મદદ કરી હતી, કારણ કે આ ઇશ્વર તેમના પુર્વજ, ઇબ્રાહમ દ્વારા સૂચવવામાં આવ્યા હતા, અને તેની સાથે સંકળાયેલ ઇશ્વર (ઇ)બ્રાહમ બન્યા.

આપણે બ્રહ્મને આપણી ઇન્દ્રિયોથી જોઈ શકતા નથી, અથવા આપણા આત્માની પ્રકૃતિને જાણી શકતા નથી, તેથી ભગવાન બ્રહ્મને સમજવાનું આપણા દિમાગથી છોડી દઇએ, અને હવે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો એકમાત્ર ખાતરીપૂર્વકનો માર્ગ તો તે છે કે જ્યાં તે પોતે પોતાને આપણી આગળ પ્રગટ કરે.

સુવાર્તાઓમાં ઈસુ (યેશુ સત્સંગ) ને સર્જનહાર અથવા સર્વોચ્ચ ઈશ્વર, બ્રહ્મ અથવા લોગોસ ના આ અવતાર તરીકે રજૂ કરે છે. તેઓ ચોક્કસ પણે સર્વ સમય અને સંસ્કૃતિઓમાં તમામ લોકો દ્વારા અનુભવાયેલી આ મર્યાદાઓને કારણે તે આપણા વિશ્વમાં આવ્યા હતા. યોહાનની સુવાર્તા આ રીતે ઈસુનો પરિચય આપે છે. જ્યાં આપણે શબ્દ વાંચીએ છીએ તે જ લોગોસ જે મૂળ ગ્રીક પ્રતમાંથી અનુવાદિત કરેલ છે. શબ્દ/લોગોસ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી આપણે સમજીશું કે કોઇ દેશના દેવની ચર્ચા કરવામાં ન આવે, પરંતુ તે સિદ્ધાંત અથવા કારણ કે જેનામાંથી બધા ઉદ્ભવ્યા છે તે સમજીએ. જ્યાં પણ શબ્દ દેખાય ત્યાં તમે બ્રહ્મને અવેજી તરીકે ઉપયોગ કરી શકો છો અને આમ કરવાથી પાઠનો સંદેશ બદલાશે નહીં.

1આરંભે ‘શબ્દ’ હતો, અને ‘શબ્દ’ ઈશ્વરની સંઘાતે હતો. અને ‘શબ્દ’ ઈશ્વર હતો. 2તે જ આરંભે ઈશ્વરની સંઘાતે હતો. 3તેનાથી સર્વ ઉત્પન્‍ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્‍ન થયું નહિ. 4તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું. 5તે અજવાળું અંધારામાં પ્રકાશે છે. પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહિ. 6ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહાન હતું. 7તે સાક્ષીને માટે આવ્યો કે અજવાળા વિષે તે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. 8તે [યોહાન] તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિષે સાક્ષી આપવાને [તે આવ્યો હતો]. 9ખરું અજવાળું તે હતું કે, જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. 10તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્‍ન થયું હતું, તોપણ જગતે તેને ઓળખ્યો નહિ. 11તે પોતાનાંની પાસે આવ્યો, પણ પોતાના [લોકો] એ તેનો અંગીકાર કર્યો નહિ. 12પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો. 13તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી જન્મ પામ્યાં. 14‘શબ્દ’ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. 15યોહાન તેમના વિષે સાક્ષી આપે છે અને પોકારીને કહે છે, “જેમના વિષે મેં કહ્યું છે કે, મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે. 16કેમ કે અમે સર્વ તેમના ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા. 17કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. 18ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.

ય઼ોહાન ૧:૧૮

સુવાર્તાઓમાં ઈસુ વીશેની સંપૂર્ણ વિગતો રજુ કરવાનું આગળ વધ્યું જેથી આપણે સમજી શકીએ કે તેઓ કોણ છે, તેમનું મિશન કાર્ય શું છે અને આપણા માટે તેનો શું અર્થ થાય છે. (‘યોહાન’ અહીં સમજાવે છે.) જો કે સુવાર્તામાં ઈસુને ઈશ્વરના લોગોસ તરીકે ઓળખાવ્યા હોવાથી આપણે જાણીએ છીએ કે તે ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ લખાયેલું નથી, પણ જેઓ ઈશ્વર, અથવા બ્રહ્મ ને વધુ સ્પષ્ટપણે સમજવા માંગે છે અને પોતાની જાતને પણ વધુ સારી રીતે સમજવા માંગે છે તેવા સર્વ માટે વિશ્વવ્યાપી લખાણ તરીકે હતા. જો કે લોગોસ પદ ધર્મવિજ્ઞાનશાસ્ત્ર અને મનોવિજ્ઞાનશાસ્ત્ર માં શાસ્ત્રો શબ્દમાં જડાયેલ હોવાથી અને ‘ઈશ્વરને કોઈએ ક્યારેય જોયા નથી’, તેથી ઈસુને ધ્યાનમાં રાખીને આપણા આત્મા (આત્મા) અને ભગવાન (બ્રહ્મ) ને સમજવાની આનાથી વધુ સારી રીત કઈ  હોઈ શકે? તેઓ તપાસી શકાય તેવા ઇતિહાસમાં જીવ્યા, ચાલ્યા અને શીખવ્યું. આપણે તેના જન્મથી શરૂ કરીને, જે સુવાર્તામાં નોંધાયેલ પ્રસંગો દ્વારા જાણી શકીએ છીએ કે ‘શબ્દ દેહ બન્યો’.

વર્ણથી અવર્ણ માટે: સર્વ લોકોને માટે એક વ્યક્તિ આવે છે

વેદોએ અગાઉથી પુરૂષાસુક્તાની શરૂઆતમાં ઋગ્વેદમાં આવનાર માણસ માટે ભવિષ્ય ભાખ્યું હતું. પછી  હિબ્રુ વેદમાં આગળ જોવાનું ચાલુ રાખ્યું,  તે સૂચવે છે કે બંને સંસ્કૃત અને હીબ્રુ વેદ(બાયબલ) યેશુઆ સત્સંગ (નાઝરેથના ઈસુ) દ્વારા પરીપૂર્ણ થયા છે.

તો શું ઈસુ આ ભવિષ્યકથન મુજબના પુરુષ અથવા ખ્રિસ્ત હતા? શું તે ફક્ત અમુક પ્રજાજૂથ માટે જ હતા, કે પછી સર્વ માટે – વર્ણથી અવર્ણા સુધી બધી જાતિઓ માટે પણ હતા?

પુરૂષાસુક્તામાં જાતિ (વર્ણ)

પુરૂષાસુક્તાએ પુરૂષા માટે કહ્યું કે:

પુરુષાસુકતા પદ ૧‍૧-૧૨ -સંસ્કૃતસંસ્કૃત લિપીયાંનતરભાષાન્તર
यत पुरुषं वयदधुः कतिधा वयकल्पयन |
मुखं किमस्य कौ बाहू का ऊरू पादा उच्येते ||
बराह्मणो.अस्य मुखमासीद बाहू राजन्यः कर्तः |
ऊरूतदस्य यद वैश्यः पद्भ्यां शूद्रो अजायत ||
11 yat puruṣaṃ vyadadhuḥ katidhā vyakalpayan |
mukhaṃ kimasya kau bāhū kā ūrū pādā ucyete ||
12 brāhmaṇo.asya mukhamāsīd bāhū rājanyaḥ kṛtaḥ |
ūrūtadasya yad vaiśyaḥ padbhyāṃ śūdro ajāyata
11 જ્યારે તેઓએ પુરૂષાના વિભાગ પાડ્યો ત્યારે તેમણે કેટલા ભાગ બનાવ્યા? તેઓ તેના મોં, તેના હાથને શું કહે છે? તેઓ તેના જાંઘ અને પગને શું કહે છે? 12 બ્રાહ્મણ તેનું મોં હતું, તેના બંને હાથમાંથી બનાવેલા રાજન્ય હતા. તેની જાંઘ વૈશ્ય બની, તેના પગમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા.

સંસ્કૃત વેદોમાં જાતિ અથવા વર્ણનો આ સૌથી પ્રાચીન ઉલ્લેખ છે. તે ચાર જાતિઓને પુરૂષાના શરીરમાંથી જુદા પાડતા વર્ણવે છે: તેના મુખમાંથી બ્રાહ્મણ જાતિ/વર્ણ, તેના હાથથી રાજન્ય (આજે ક્ષત્રિય જાતિ/વર્ણ તરીકે ઓળખાય છે), જાંગમાંથી વૈશ્ય જાતિ/વર્ણ અને તેના પગમાંથી શૂદ્ર જાતિ. ઈસુ એક પુરૂષા બનવા દ્વારા તેમણે દરેકનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.

શું તે કરે છે?

ઈસુ બ્રાહ્મણ અને ક્ષત્રિય તરીકે

આપણે જોયું કે ‘ખ્રિસ્ત’એ પ્રાચીન હીબ્રુ શીર્ષક છે જેનો અર્થ ‘શાસક’થાય છે – શાસકોના શાસક. ‘ખ્રિસ્ત’તરીકે, ઈસુ ક્ષત્રિય સાથે સંપૂર્ણ રીતે ઓળખે પ્રાપ્ત કરે છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જોયું કે ‘શાખા’ તરીકે ઈસુને માટે યાજક તરીકે પણ આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી, તેથી તે બ્રાહ્મણ સાથે સંપૂર્ણ રીતે ઓળખે પ્રાપ્ત કરે છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે. હકીકતમાં, હીબ્રુ ભવિષ્યવાણીએ સુચવ્યું હતું કે તે યાજક અને રાજાની બે ભૂમિકાઓને એક વ્યક્તિમાં એક કરશે.

13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીતિર્ પામશે, પોતાના રાજ્યાસન પર બેસશે અને રાજવી અધિકારથી અમલ ચલાવશે. તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.

ઝખાર્યા ૬:૧૩

ઈસુ વૈશ્ય તરીકે

હીબ્રુ ઋષિ/પયગંબરોએ પણ એવો ભવિષ્યવાણી કરી હતી કે જે આવનાર છે તે, વેપારીના જેવો છે, એક વેપારી બને. તેઓએ ભાખ્યું:

  3 કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.

યશાયા: ૪૩:૩

ઇશ્વર આવનાર એકની સાથે પ્રબોધકીય રીતે બોલી રહ્યા છે, એમ કહીને કે તે વસ્તુઓનો વેપાર કરશે નહીં, પરંતુ તે લોકો માટે વેપાર કરશે – પોતાના જીવનની અદલાબદલી કરીને. તેથી આવનાર એક તે એક વેપારી હશે, લોકોને મુક્ત કરવાનો વેપાર કરશે. વેપારી તરીકે તે વૈશ્ય સાથે ઓળખ પ્રાપ્ત કરે છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે.

શુદ્ર – ચાકર

ઋષિઓ/પયગંબરોએ પણ તેમની ચાકર અથવા શૂદ્ર તરીકેની આગામી ભૂમિકાની ખૂબ વિગતવાર આગાહી કરી હતી. અમે જોયું કે પ્રબોધકોએ કેવી રીતે ભવિષ્યવાણી કરી હતી કે શાખા એક ચાકર હશે, જેમની સેવા પાપોને દૂર કરવાની હશે:

8 હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
9 હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”

ઝખાર્યા ૩:૮-૯

આવનાર શાખા, જે યાજક, શાસક અને વેપારી હતા, તે એક ચાકર – શુદ્ર પણ હતા. યશાયાએ તેમના સેવક (શૂદ્ર) ની ભૂમિકા વિશે વિગતવાર પ્રબોધ કર્યો. આ ભવિષ્યવાણીમાં ઇશ્વર બધા ‘દૂરના’રાષ્ટ્રોને (તે આપણે છે!) આ શુદ્રની સેવા તરફ ધ્યાન આપવાની સલાહ આપે છે.

પણે જે સાંભળ્યું તે કોણે માન્યું હોત? એમાં યહોવાનો હાથ હશે એવું કોણે ઓળખ્યું હોત?
2 તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ.
3 લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ

.યશાયા: ૪૯:૧-૬

હીબ્રુ/યહૂદી જાતિમાંથી આવતા હોવા છતાં, આ આગાહી કરે છે કે આ ચાકર ની સેવા ‘પૃથ્વીના છેડા સુધી પહોંચશે’. ભવિષ્યવાણી પ્રમાણે ઈસુની સેવા ખરેખર પૃથ્વી પરના બધા દેશોને સ્પર્શી ગઈ છે. સેવક તરીકે, ઈસુએ બધા શૂદ્ર સાથે સંપૂર્ણ રીતે ઓળખ પ્રાપ્ત કરી અને તેઓનું પ્રતિનિધિત્વ કર્યું.

અવર્ણ પણ …

બધા લોકો માટે મધ્યસ્થી બનાવા માટે ઈસુએ પણ અવર્ણ અથવા અનુસૂચિત જાતિ, આદિજાતિઓ અને દલિતોનું પ્રતિનિધિત્વ કરવું પડશે. તે કેવી રીતે કરશે? હીબ્રુ વેદોએ આગાહી કરી હતી કે તે સંપૂર્ણ રીતે તિરસ્ક્રુત થશે અને ધિક્કાર પામશે, બાકીના આપણા સર્વ દ્વારા તેમને અવર્ણા તરીકે જોવામાં આવશે.

કેવી રીતે?

અહીં સામેલ કેટલાક ખુલાસાઓ સાથે સંપૂર્ણ ભવિષ્યવાણી છે. નિરીક્ષણ કરો કે તે ‘તે’  અને ‘તેને’વીશે બોલે છે તેથી તે આવનાર માણસની ભવિષ્યવાણી કરે છે. ભવિષ્યવાણી ‘ફ઼ણગા’ ના રૂપકનો ઉપયોગ કરતી હોવાથી, આપણે જાણીએ છીએ કે તે શાખાનો ઉલ્લેખ કરે છે જે યાજક અને શાસક હતા. પણ આ વર્ણન અવર્ણા માટે છે.

આવનાર જે ધિક્કાર પામેલ છે

 4 તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે;
5 પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણાં પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજાસમાં છી

એ.યશાયા ૫૩:૧-3

જો કે ઇશ્વર સમક્ષ ‘ફ઼ણગો’ (એટલે ​​કે વડ શાખા), આ માણસને ’તિરસ્કુત’ કરવામાં અને ‘નકારવામાં’ આવશે, જે ‘વેદના ’થી ભરેલો હશે અને તેને અન્ય લોકો દ્વારા ’નિમ્ન ગણવામાં આવશે’. તેમને અક્ષરશ: અસ્પૃશ્ય ગણવામાં આવશે. આ આવનાર પછી જેઓ એક અનુસૂચિત જનજાતિ (વનવાસી) અને પછાત જાતિ – દલિતો કે જેઓ તિરસ્ક્રુત લોકો છે તેઓનું પ્રતિનિધિત્વ કરવામાં સક્ષમ છે.

6 આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.
7 તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યા અને તેને સંકટમાંથી પસાર થવું પડ્યું; તેમ છતાં તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. તેને હલવાનની જેમ વધ કરવા લાવવામાં આવ્યો; અને જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે, તેમ તેણે પોતાને દોષિત ઠરાવનારની આગળ પોતાનું મોં ખોલ્યું

નહિ.શાયા ૫૩:૪-૫

આપણે કેટલીકવાર અન્યની કમનસીબીનો ન્યાય કરીએ છીએ, અથવા સમાજમાં નીચલા વર્ગના લોકોની દશા માટે તેમના પાપોનું અથવા તેમના કર્મના પરિણામ તરીકે જુએ છે. તેવી જ રીતે, આ માણસનું કષ્ટ એટલું મોટું હતું કે આપણે માની લઈએ છીએ કે તેને ઇશ્વર દ્વારા સજા આપવામાં આવી રહી છે. આથી જ તેને ધિક્કારવામાં આવશે. પરંતુ તેને તેના પોતાના પાપો માટે સજા થશે નહીં – પરંતુ આપણા પાપો માટે. તે આપણા સાજાપણા અને શાંતિ માટે ભયંકર બોજ સહન કરશે.

આ વાત નાઝરેથના ઈસુના વધસ્તંભમાં પૂરી થઈ હતી, જેમને વધસ્તંભ પર ‘વીંધવામાં’આવ્યા, ત્રાસ અને પીડા આપવામાં આવ્યા હતા. જો કે આ ભવિષ્યવાણી તેઓ જીવ્યા તે પહેલા ૭૫૦ વર્ષ પહેલાં લખાઈ હતી. તેઓ નીમ્ન કક્ષાના બન્યા અને તેમણે વેદના સહન કરી, તેમાં ઈસુ વીશેની આ ભવિષ્યવાણી પૂરી થઇ અને હવે તે બધી પછાત જાતિ અને જનજાતિનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

8 તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો.

યશાયા ૫૩:૬-૭

તે આપણું પાપ છે અને આપણે ધર્મથી ભટકી ગયા છીએ કે જેથી તે જરૂરી બન્યું કે આ માણસે આપણાં દુષ્કર્મ કે પાપો પોતાના પર લેવા જોઈએ. તે આપણી જગ્યાએ શાંતિપૂર્ણ રીતે વધ થવા સારુ જવા તૈયાર થઈ જશે, વિરોધ કરશે નહીં કે ‘મોં ખોલશે’  પણ નહીં. આ સચોટ રીતે પૂર્ણ થયું કે કેવી રીતે ઈસુ સ્વૈચ્છિક રીતે વધસ્તંભ પર ગયા.

9 દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું

નહોતું.યશાયા ૫૩:૮

ભવિષ્યવાણીમાં જણાવાયું છે કે તેમને ‘જીવતાઓની ભૂમિ પરથી કાપી નાખવામાં આવશે’, ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે આ પુર્ણ થયું.

10 તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ

થશે.યશાયા ૫૩:૯

ઈસુ મરણ પામ્યા,તે એક  ‘દુષ્ટ’  માણસની માફ઼ક નિંદા પામ્યા, જો કે ‘તેમણે કોઈ હિંસા નહોતી કરી’અને ‘તેમના મુખમાં કોઈ કપટ નહોતું”. તેમ છતાં, તેમને અરીમથાયના યુસફ કે જે એક પૈસાદાર યાજક હતા તેની કબરમાં દફનાવવામાં આવ્યા,. ઈસુના સંબંધી આ બંને બાબતો એટલે કે ‘દુષ્ટોની સાથે તેમની કબર ઠરાવેલી હતી, તો પણ ‘તેના મરણમાં ધનિકની સાથે’તે પૂર્ણ થઇ.

10 દશ એકરની દ્રાક્ષની વાડીઓમાંથી ફકત છ ગેલન દ્રાક્ષરસઊપજશે એક ઓમેરબી વાવ્યાં પછી પણ ફકત એક એફાહ અનાજ ઊપજશે.”

યશાયા ૫૩:૧૦

આ ક્રૂર મૃત્યુ કોઈ ભયંકર અકસ્માત કે દુર્ભાગ્ય નહોતુ. તે ‘ઈશ્વરની ઇચ્છા’ હતી.

શા માટે?

કારણ કે આ માણસનું ‘જીવન’  એ ‘પાપનું અર્પણ’ બનવાનું  છે.

કોનું પાપ?

આપણામાંના જેઓ ‘ઘણા દેશોમાં’  ‘ભટકી ગયા’ છે. જ્યારે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ત્યારે તે રાષ્ટ્રીયતા, ધર્મ અથવા સામાજિક પદને ધ્યાનમાં લીધા વગર આપણ બધાને પાપથી શુદ્ધ કરવા માટે તે બલિ બન્યા હતા.

એક જે તિરસ્ક્રુત હતા તે વિજયી બન્યા

11 તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે. પ્રભુ કહે છે, “આમ મારો નિદોર્ષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે.”

યશાયા ૫૩:૧૧

ભવિષ્યવાણીનો સૂર હવે વિજેતા બનવા તરફ઼ બદલાય છે. ભયંકર ‘વેદના’  પછી (‘ધિક્કારાયેલ’અને ‘જીવતાંઓની ભૂમિથી કપાયેલ’ અને ‘કબર’ને  સોંપાયેલ), આ સેવક ‘જીવનનો પ્રકાશ’  જોશે.

તે ફરી જીવંત થશે! અને આમ કરવાથી આ સેવક ઘણાને ‘ન્યાયી ઠેરવશે’.

 ‘ન્યાયી ઠરવું’ એ ‘ન્યાયીપણું’ મેળવવા જેટલું જ છે.  ઋષિ ઈબ્રાહિમના સંબંધી ‘ગણવામાં’ આવ્યું  કે ‘ન્યાયીપણું’ આપવામાં આવ્યું. તે ફક્ત તેના વિશ્વાસને કારણે તેને આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે આ સેવક કે જે પોતે અસ્પૃશ્ય બનવા જેટલું નીમ્ન ગણાયા, તે ’ઘણાને’ ‘ન્યાયી ઠેરવશે’ અથવા ન્યાયપણાને સિધ્ધ કરશે. ઈસુએ તેમના વધસ્તંભ પછી મૃત્યુમાંથી સજીવન થવાથી બરાબર આ જ બાબત સિદ્ધ કરી અને હવે આપણને ન્યાયી ઠેરવે છે.


12 તેથી હું તેને પરાક્રમી તથા મહાન માણસોની જેમ યુદ્ધની લૂંટનો ભાગ વહેંચી આપીશ, કારણ, તેણે પોતાનું જીવન આપી દીધું હતું, અને પોતાની ગણતરી ગુનેગારોમાં થવા દીધી હતી, તેણે અનેકોનાં પાપો પોતાને માથે લઇ લીધાં હતાં અને ગુનેગારોને માટે તેણે પ્રાર્થના કરી હતી.”

યશાયા ૫૩:૧૨

જો કે આ ઈસુ જીવ્યા તે અગાઉ ૭૫૦ વર્ષ પહેલાં લખાયેલું હતું, તે આ પ્રકારે વિગતવાર પૂર્ણ થયું કે જે બતાવે છે કે તે ઈશ્વરની યોજના હતી. તે એ પણ બતાવે છે કે ઈસુ અવર્ણાનું પ્રતિનિધિત્વ કરી શકે છે, જેઓ સમાજમાં ઘણીવાર સૌથી ઓછું માન ધરાવતા હોય છે. હકીકતમાં, તેઓના તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનાં પાપોને પણ માફ઼ કરવા, ઉપાડવા અને શુદ્ધ કરવા આવ્યા હતા,.

તે તમને અને મને જીવનની ભેટ આપવાની ઈશ્વરની યોજનાના કેન્દ્ર તરીકે આવ્યા હતા – પાપની અપરાધ ભાવના અને કર્મથી શુદ્ધ કરવા. શું આવી મુલ્યવાન ભેટને સંપૂર્ણ રીતે ધ્યાનમાં લેવી અને સમજવી યોગ્ય નથી? અહીં આ કરવાની ઘણી રીતો છે:

આવનાર ઉમદા રાજા: સેંકડો વર્ષો પહેલા નામ આપવામાં આવ્યું

વિષ્ણુ પુરાણ રાજા વેણા વિશે જણાવે છે. જોકે વેણાએ સારા રાજા તરીકે શરૂઆત કરી, ભ્રષ્ટ પ્રભાવોને લીધે તે એટલો દુષ્ટ થઈ ગયો કે તેણે બલિદાનો અને પ્રાર્થનાને ગેરકાયદેસર ઠેરવી દીધી. તેણે એવો દાવો પણ કર્યો કે તે વિષ્ણુથી શ્રેષ્ઠ છે. ઋષિમુનિઓ અને બ્રાહ્મણો/યાજકોએ તેમની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, એમ કહેતા કે રાજા તરીકે તેમણે શિક્ષણ આપવું જોઈએ અને યોગ્ય ધર્મ માટે દાખલો બેસાડવો જોઈએ, તેને નકારી કાઢીને નહીં. જોકે વેણાએ સાંભળ્યું નહીં. તેથી ધર્મ પુન:સ્થાપિત કરવા માટે પુજારીઓ આતુર બન્યા કારણ કે તેઓ તેને પસ્તાવો કરવા માટે રાજી ન કરી શક્યા, તેથી તેણે ઊભા કરેલ દુષ્ટતાના રાજ્યમાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે તેની હત્યા કરી.

તેને લીધે રાજ્ય શાસક વિના છોડી દેવાયું. તેથી પુજારીઓએ રાજાના જમણા હાથને ઘસ્યો અને એક ઉમદા વ્યક્તિ ઉભરી આવ્યો, તેનું નામ પ્રિથુ/પૃથુ હતું. પ્રિથુ ને વેણાના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિ આનંદમાં આવી ગયા હતા કારણ કે આવી નૈતિક વ્યક્તિ રાજા બનવાની છે અને બ્રહ્મા પણ પ્રિથુના રાજ્યાભિષેક સમારોહમાં ઉપસ્થિત થયા હતા. પ્રિથુના શાસનકાળ દરમિયાન રાજ્યએ સુવર્ણ યુગમાં પ્રવેશ કર્યો

તે સમજાવે છે કે હિબ્રુ ઋષિઓએ યશાયા અને યર્મિયા દ્વારા સમાન દ્વિધાનો સામનો કર્યો હતો. તેઓએ ઇઝરાઇલના રાજાઓને શરૂઆતમાં ઉમદા કાર્ય કરતા અને દસ આજ્ઞાઓના ધર્મને અનુસરતા, પણ પાછળથી ભ્રષ્ટ બનતા જોયા હતા. તેઓએ ભવિષ્યવાણી કરી હતી કે જેમ એક વૃક્ષ કપાય જાય છે તેમ રાજવંશનું પતન થશે. પરંતુ, તેઓએ ભાવિ ઉમદા રાજાની પણ ભવિષ્યવાણી કરી, કે જે એક પડી ગયેલ ઝાડના થડમાંથી એક ડાળી ફ઼ુટી નીકળશે.

વેણાની વાર્તા પુજારીઓ અને રાજાઓ વચ્ચેની અલગ અલગ ભૂમિકાને સ્પષ્ટ રીતે સમજાવે છે. જ્યારે રાજા વેણાને પુજારીઓ દ્વારા હટાવવામાં આવ્યા હતા ત્યારે તેઓએ સત્તા ગ્રહણ કરી નહી કારણ કે તે તેમનો અધિકાર ન હતો. રાજા અને યાજક વચ્ચેની ભૂમિકાની આ જ અલગતા યશાયા અને યિર્મેયાના સમયમાં પણ અમલમાં હતી. આ વાર્તાઓમાં તફાવત એ છે કે પૃથુનું નામ તેમના જન્મ પછી રાખવામાં આવ્યું, જ્યારે આપણે જોઈશું કે હિબ્રુ ઋષિઓએ આવનાર ઉમદા રાજાનું નામ તેમના જન્મના સેંકડો વર્ષ પહેલાં કેવી રીતે રાખ્યું.

યશાયા પ્રથમ આવનારી શાખા વિશે લખ્યું. એક ‘તે’  દાઉદના પતિત વંશમાંથી આવ્યો, જે જ્ઞાન અને સામર્થ્ય ધરાવતો હતો. યર્મિયાએ અનુસરતા જણાવ્યું હતું કે આ શાખા ને પ્રભુ તરીકે ઓળખવામાં આવશે – સર્જનહાર ઇશ્વરનું હિબ્રુ નામ, અને તે આપણું ન્યાયીપણું થશે.

ઝખાર્યા શાખા ચાલુ રાખે છે

Zechariah returned after the Babylonian exile to rebuild the Temple

બેબીલોનના દેશનિકાલ પછી મંદિરને ફરીથી બાંધવા માટે ઝખાર્યા પાછો ફર્યો

ઋષિ ઝખાર્યા ઇ.સ.પુર્વે ૫૨૦ માં જીવી ગયા, જ્યારે યહૂદીઓ તેમના પ્રથમ દેશનિકાલથી યરૂશાલેમ પાછા ફરવા લાગ્યા. તેઓના પાછા ફર્યા પછી, તેઓએ તેમના નાશ પામેલા મંદિરને ફરીથી બાંધવાનું કાર્ય શરૂ કર્યું. તે સમયે પ્રમુખ યાજકનું નામ યહોશુઆ હતું, અને તે મંદિરના યાજકનું કામ ફરીથી શરૂ કરી રહ્યા હતા. ઋષિ -પ્રબોધક, ઝખાર્યાએ પરત ફરતા યહુદી લોકોનું નેતૃત્વ કરવામાં મુખ્ય યાજક, યહોશુઆ સાથે ભાગીદારી કરી. અહીં પરમેશ્વરે – ઝખાર્યા દ્વારા – આ  યહોશુઆ વિશે કહ્યું:

8 હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
9 હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.” 

ઝખાર્યા ૩:૮-૯

શાખા! યશાયા દ્વારા ૨૦૦ વર્ષ પહેલાં શરૂ કરાયેલ, ૬૦ વર્ષ પહેલાં યર્મિયા ચાલુ રાખ્યું, હવે ઝખાર્યા શાહી રાજવંશ તૂટી ગયો હોવા છતાં પણ ‘શાખા’સાથે આગળ વધે છે. એક વડના ઝાડની જેમ આ શાખા એક મ્રુતપાય થડથી મૂળ ફેલાવીને ચાલુ રહી. આ શાખા હવે ‘મારો સેવક’ – પરમેશ્વરના સેવક તરીકે ઓળખાવામાં આવ્યા. અમુક રીતે ઇ.સ.પુર્વે ૫૨૦ પર યરૂશાલેમમાં મુખ્ય યાજક યહોશુઆ, ઝખાર્યાહના સાથી, આ આવતા શાખાના પ્રતીકાત્મક હતા.

પરંતુ કેવી રીતે?

ઇશ્વર દ્વારા ’એક જ દિવસમાં’ પાપોને કેવી રીતે દૂર કરવામાં આવશે?

શાખા: યાજક અને રાજાને એક કરે છે

સમજવા માટે આપણે જાણવું જોઈએ કે હિબ્રુ વેદોમાં યાજકો અને રાજાની ભૂમિકા સખત રીતે અલગ થઈ હતી. રાજામાંથી કોઈ પણ યાજકો હોઈ શકતા ન હતા, અને યાજકો રાજા ન હોઈ શકે. યાજકની ભૂમિકા ઇશ્વરને અર્પણ કરવાનું અને ઇશ્વર અને માણસ વચ્ચે મધ્યસ્થી કરવાની હતી અને રાજાની જવાબદારી સિંહાસન પરથી ન્યાય સાથે શાસન કરવાની હતી. બંને અગત્યના હતા; બંને અલગ હતા. છતાં ઝખાર્યાએ લખ્યું કે ભવિષ્યમાં:

   9 મંે યહોવાનો સંદેશો સાંભળ્યો જે નીચે પ્રમાણે છે;
10 “બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા.
11 અને તેણે આપેલાં ચાંદી અને સોનું લઇ એક મુગટ ઘડાવી તે મુખ્યયાજક યહોસાદાકના પુત્ર યહોશુઆના માથે મૂકજે.
12 અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે. ‘આ રહ્યો એ માણસ જેનું નામ ‘શાખા’ છે. અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.
13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીતિર્ પામશે, પોતાના રાજ્યાસન પર બેસશે અને રાજવી અધિકારથી અમલ ચલાવશે. તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.

ઝખાર્યા ૬:૯, ૧૧-૧૩

અગાઉના દાખલાની સામે, ઝખાર્યાના દિવસ માં પ્રમુખ યાજક(યહોશુઆ) ને શાખા તરીકે પ્રતીકાત્મક રીતે રાજાને તાજ પહેરાવવાનો હતો. (યાદ રાખો યહોશુઆ ‘આવનારી બાબતોનો સંકેત’હતો). પ્રમુખ યાજક યહોશુઆ, રાજાને તાજ પહેરાવતા, ભવિષ્યમાં રાજા અને યાજક એક જ વ્યક્તિમાં એક થવાના છે તે અગાઉથી જોયું – એક યાજક રાજાના સિંહાસન પર. વળી આગળ, ઝખાર્યાએ લખ્યું કે ‘યહોશુઆ’ શાખા નું નામ હતું. તેનો અર્થ શું હતો?

નામો યહોશુઆઅને ઈસુ

આપણે બાઇબલ અનુવાદનો કેટલાક ઇતિહાસ જાણવાની જરૂર છે. મૂળ હીબ્રુ વેદનું ગ્રીક ભાષાંતર ઇ.સ.પુર્વે ૨૫૦ માં કરવામાં આવ્યું હતું, અને તેને સપ્તમી અનુવાદ અથવા LXX કહેવામાં આવે છે. તે હજી પણ વ્યાપકપણે વંચાય છે, આપણે જોયું કે કેવી રીતે LXXમાં ‘ખ્રિસ્ત’નો પ્રથમ ઉપયોગ થયો અને અહીં આપણે ‘યહોશુઆ’  માટે તે જ વિશ્લેષણને અનુસરીએ

’યહોશુઆ‘ = ‘ઈસુ‘. બંને હિબ્રુ નામ યોહોશુવામાંથી આવે છે

યહોશુઆ મૂળ હીબ્રુ નામ ‘યોવશુવા’ નું એક [ગુજરાતી] લિપ્યંતર છે. ચતુર્ભુજ નંબર # ૧ બતાવે છે કે કેવી રીતે ઝખાર્યાએ ઇ.સ.પુર્વે ૫૨૦ માં હિબ્રુ ભાષામાં ‘યહોશુઆ’ લખ્યું. તે [ગુજરાતી] (# 1 => # 3) માં યહોશુઆ’ લિપ્યંતરેલું છે. ‘યોવશુવા’ હિબ્રુ ભાષામાં [ગુજરાતી] માં યહોશુઆ જેવું જ છે. જ્યારે LXX નો  ઇ.સ.પુર્વે ૨૫૦ માં હિબ્રુમાંથી ગ્રીકમાં ભાષાંતર કરવામાં આવ્યો ત્યારે યોવશુવાને આઇસુસ (# 1 => # 2) માં લિપ્યંતર કરાયો હતો.  હીબ્રુમાં યોવશુઆ જેવું જ ગ્રીક ભાષામાં આઇસુસ છે. જ્યારે ગ્રીકનું [ગુજરાતી] માં ભાષાંતર કરવામાં આવે છે, ત્યારે આઇસુસ નું ભાષાંતર ‘ઈસુ’ (# 2 => # 3) માં થાય છે. ગ્રીક ભાષામાં આઇસુસ જેવું જ [ગુજરાતી] માં ઈસુ છે.

હિબ્રુ ભાષામાં વાત કરવામાં આવે ત્યારે ઈસુને યોવશુઆ કહેતા, પરંતુ ગ્રીક નવા કરારમાં તેમનું નામ ’આઇસુસ તરીકે લખાયું હતું – જે ગ્રીક જુના કરારમાં LXX માં તે નામ લખ્યું હતું તેજ પ્રમાણે. જ્યારે નવો કરાર ગ્રીકમાંથી ભાષાંતર કરવામાં આવે છે ત્યારે [ગુજરાતી] (# 2 => # 3) ‘આઇસુસ પરિચિત નામ ‘ઈસુ’ માં લિપ્યંતર થાય છે. તેથી નામ ઈસુ = યહોશુઆ, ‘ઈસુ’નામને  મધ્યવર્તી ગ્રીક પગલામાંથી પસાર થય છે, અને ’યહોશુઆ’ સીધા હિબ્રુથી આવ્યું.

સારાંશમાં, નાઝરેથના ઈસુ અને ઇ.સ.પુર્વે ૫૨૦ ના પ્રમુખ યાજક યહોશુઆ બંનેનું નામ એક જ હતું, તેઓને તેમના મૂળ હિબ્રુમાં ‘યોવશુઆ’ કહેવાતા. ગ્રીકમાં, બંનેને ‘આઇસુસ’ કહેવાતા.

નાઝરેથના ઈસુ એક શાખા છે

હવે ઝખાર્યાની ભવિષ્યવાણી અર્થસભર છે. ઇ.સ.પુર્વે ૫૨૦ માં કરવામાં આવેલી આગાહી, એ હતી કે આવતી શાખાનું નામ ઈસુ હશે, જે સીધા નાઝરેથના ઈસુ તરફ ધ્યાન દોરશે.

ઈસુ ‘યશાઇના થડમાંથી’ આવ્યા કારણ કે યશાઇ અને દાઉદ તેના પૂર્વજો હતા. ઈસુ જ્ઞાન અને સામર્થ્ય અને સમજણથી એ કક્ષાએ ભરેલા હતા કે જે તેમને અલગ કરે છે. તેમનું હોશિયારપણું, ધીરગંભીરતા અને સૂઝ ટીકાકારો અને અનુયાયીઓ બંનેને પ્રભાવિત કરે છે. સુવાર્તાઓમાં ચમત્કારો દ્વારા તેમની શક્તિ નિર્વિવાદ છે. કોઇક કદાચ આ બાબતો પર વિશ્વાસ ન કરવાનું પસંદ કરી શકે છે; પરંતુ કોઈ તેમને અવગણી શકે નહીં. યશાયાએ આગાહી કરી હતી કે એક દિવસ આ શાખા માંથી એક અસાધારણ જ્ઞાન અને સામર્થ્યના લક્ષણો ધરાવતા એક આવશે કે જે ઇસુમાં સંપુર્ણ થાય છે.

હવે નાઝરેથના ઈસુના જીવન વિશે વિચારો. તેણે ખરેખર એક રાજા હોવાનો દાવો કર્યો હતો – હકીકતમાં રાજા. આ ‘ખ્રિસ્ત’ નો અર્થ છે. પરંતુ પૃથ્વી પર તેમણે જે કર્યું તે ખરેખર યાજકનું કાર્ય હતું. યાજકો લોકો વતી યથાયોગ્ય બલિદાન આપતા હતા. આમાં ઈસુનું મૃત્યુ એ મહત્વનું હતું, તેમણે તો, આપણા વતી, ઇશ્વરને અર્પણ કર્યું. તેમનું મૃત્યુ કોઈપણ વ્યક્તિના પાપ અને અપરાધ માટે પ્રાયશ્ચિત કરે છે. ઝખાર્યાએ આગાહી કરી હતી તે મુજબ, દેશના પાપો અક્ષરશ: ‘એક જ દિવસમાં’ દૂર થઈ ગયા – જે દિવસે ઈસુ મ્રુત્યુ પામ્યા અને તેમણે બધા પાપો માટે ચૂકવણી કરી. જો કે મોટે ભાગે તેઓ ‘ખ્રિસ્ત’ / રાજા તરીકે ઓળખાય છે; તેમ છતાં તેમના મૃત્યુમાં તેમણે યાજક તરીકેની બધી આવશ્યકતાઓ પૂરી કરી. તેમના પુનરુત્થાનમાં, તેમણે મૃત્યુ પર પોતાની શક્તિ અને અધિકાર પ્રગટ કર્યો. તેઓ બંને ભૂમિકાઓને સાથે લાવ્યા. શાખા, કે જેને લાંબા સમય પહેલા દાઉદે ‘ખ્રિસ્ત’તરીકે ઓળખાવી હતી, તે યાજક/રાજા છે. અને તેના નામની આગાહી તેના જન્મના ૫૦૦ વર્ષ અગાઉ ઝખાર્યાએ કરી હતી.

ભવિષ્યવાણી પુરાવા

તેમના સમયમાં, આજેની જેમ, ઈસુની આસપાસ તેની સત્તા પર પ્રશ્ન પુછનારા તેમના વિરોધીઓ હતા. તેમના જવાબમાં તો અગાઉ આવેલા પ્રબોધકો તરફ઼નો અંગુલીનિર્દેશ હતો, તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓએ તેમના જીવનનું પૂર્વદર્શન કર્યું હતું. અહીં એક ઉદાહરણ છે જ્યાં ઈસુએ તેમનો વિરોધ કરનારાઓને કહ્યું:

…આ મારા વિશે સાક્ષી આપતા સાચે જ એ શાસ્ત્ર વચનો છે… (યોહાન ૫: ૩૯)

બીજા શબ્દોમાં કહીએ તો, ઈસુએ દાવો કર્યો હતો કે સેંકડો વર્ષો પહેલા હિબ્રુ વેદોમાં તેમના જીવન વીશે ભવિષ્યવાણી કરાય હતી. જો કે મનુષ્યની  આંતરદૃષ્ટિમાં સેંકડો વર્ષો અગાઉ ભવિષ્ય વીશે આગાહી કરી શકાય નહીં,ઈસુએ કહ્યું કે આ પુરાવા ખાતરી કરી આપે છે કે તે ખરેખર માનવજાત માટે ઇશ્વરની યોજના તરીકે આવ્યા છે. આને વ્યક્તિગત રૂપે ચકાસવા માટે આજે આપણા માટે હીબ્રુ વેદ ઉપલબ્ધ છે.

હિબ્રુ પયગંબરોએ અત્યાર સુધી જે આગાહી કરી છે તેનો ચાલો આપણે સારાંશ કરીએ. ઈસુના આવવાનો સંકેત માનવ ઇતિહાસની શરૂઆતમાં જ આપ્યો હતો. પછી ઈબ્રાહીમે તે સ્થાનની આગાહી કરી કે જ્યાં ઈસુનું બલિદાન આપવાનું હતું, જ્યારે પાસ્ખાપર્વ એ વર્ષનો દિવસ ભાખ્યો હતો. આપણે ગીતશાસ્ત્ર ૨ માં જોયું હતું કે જ્યાં ‘ખ્રિસ્ત’ શીર્ષક આવનાર રાજા વીષેની આગાહી કરે છે. આપણે હમણાં જ જોયું કે તેમના વંશ, યાજક તરીકેની કારકીર્દિ અને તેમના નામની આગાહી કરવામાં આવી હતી. શું તમે ઇતિહાસમાં બીજા કોઈના વિશે વિચારી શકો છો કે જેમના જીવન વીશે એકાદ દુરની આગાહી પણ કરવામાં આવી હોય કે જેટલી ઘણા પ્રબોધકો દ્વારા નાઝરેથના ઈસુ વીશે કરવામાં આવી હતી?

નિષ્કર્ષ: જીવનનું વૃક્ષ બધાને માટે આપેલ છે

એક વડના ઝાડની જેમ અમર અને ટકાઉ વૃક્ષનું ચિત્ર, બાઇબલના છેલ્લા અધ્યાય સુધી ચાલુ છે, જે ભવિષ્યમાં, આવનાર જગતમાં ’જીવનની પાણીની નદી’ સાથેની આગાહી કરે છે તે જોઇ શકીએ છીએ,  જ્યાં

 2 તે શહેરની શેરીની મધ્યમાંથી વહે છે. જીવનનું વૃક્ષ નદીની બન્ને બાજુ પર હતું. જીવનનું વૃક્ષ વર્ષમાં બાર વખત ફળ આપે છે. તે પ્રતિ માસ ફળ આપે છે. તે વૃક્ષનાં પાંદડાઓ બધા લોકોને સાજા કરવા માટે છે.

પ્રકટીકરણ ૨૨:૨

તમામ દેશોના લોકોને-તમારો પણ સમાવેશ થાય છે- તે બંને એટલે કે મૃત્યુમાંથી મુક્તિ અને જીવનના વૃક્ષના ભરપુરીપણાનો અનુભવ કરવા આમંત્રણ અપાયું છે – સાચે જ અમર વડનું વૃક્ષ. પરંતુ હિબ્રુ પ્રબોધકો ભવિષ્યવાણી કરે છે કે તે જોઇએ તે પહેલાં આગળ કેવી રીતે શાખાને ‘કાપી નાખવી’જોઈએ, તે આગળ ઉપર આપણે જોઈશુ.

શાખાની નિશાની: વ્રત સાવિત્રીમાં દૃઢ વડલાની જેમ

વટ-વૃક્ષા, બારગડ અથવા વડનું વૃક્ષ દક્ષિણ એશિયાની આધ્યાત્મિકતામાં કેન્દ્રિય છે અને તે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તે મૃત્યુના દેવ યમ સાથે સંકળાયેલું છે, તેથી ઘણીવાર સ્મશાન નજીક વાવવામાં આવે છે. ફરીથી તેની ફ઼ુટવાની ક્ષમતાને લીધે તેનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે અને તે અમરત્વનું પ્રતીક છે. એક વડના વૃક્ષ આગળ સાવિત્રીએ તેના મૃત પતિ અને રાજા સત્યવાનને પરત આવવા માટે યમ સાથે હઠાગ્રહ કર્યો હતો કે જેથી તે દીકરો પ્રાપ્ત કરે- વટ પૂર્ણિમા અને વટ સાવિત્રીની વાર્ષિક ઉજવણીમાં તે યાદ કરવામાં આવે છે.

હિબ્રુ વેદ (બાઇબલ)માં આવી જ એક વાત જોવા મળે છે. ત્યાં એક મૃત વૃક્ષ છે … જીવંત થાય છે … રાજાઓની મૃતપાય પેઢીથી એક નવા પુત્રનું પ્રતિનિધિત્વ કરવું. મુખ્ય તફાવત એ છે કે આ લખાણ ભવિષ્યની દર્શાવતી એક ભવિષ્યવાણી છે અને સેંકડો વર્ષો દરમિયાન જુદા જુદા પયગંબરો (ઋષિઓ) દ્વારા લખવામાં આવ્યું છે. તેમની સંયુક્ત વાર્તાએ આગાહી કરી હતી કે કોઈ આવી રહ્યું છે. યશાયા (ઇ.સ.પૂર્વે ૭૫૦) આ વાર્તાની શરૂઆત કરી જે પાછળથી ઋષિઓ –પ્રબોધકો દ્વારા તેને આગળ વધારવામાં આવી – મૃતઝાડનીશાખામાંથી.

યશાયાઅનેશાખા

યશાયા ઐતિહાસિક સમય રેખામાં જીવ્યા હતા, કે જે યહુદી ઇતિહાસની સમય રેખામાંથી લેવામાં આવેલ છે.

ઇઝરાઇલનાદાઉદનાવંશનારાજાઓનાસમયમાંઐતિહાસિકસમયરેખામાંજીવતાયશાયાદર્શાવાયેલછે

યશાયાએ  લખ્યું હતું કે જ્યારે દાઉદ રાજાનો શાહી રાજવંશ (ઇ.સ.પૂર્વે ૧૦૦૦ – ૬૦૦) સુધી યરૂશાલેમમાં શાસન કરતો હતો. યશાયાહના સમયમાં (ઇ.સ.પૂર્વે ૭૫૦) રાજવંશ અને શાસન ભ્રષ્ટ હતું. યશાયાહે રાજાઓને માટે ભગવાનમાં પાછા ફરવા અને મૂસાની દસઆજ્ઞાઓ પાળવા વિનંતી કરી. પરંતુ યશાયાહ જાણતા હતા કે ઇઝરાઇલ પસ્તાવો કરશે નહીં, અને તેથી તેમણે આગાઉથી જાણ્યું કે રાજ્યનો નાશ થશે અને રાજાશાહી સમાપ્ત થશે.

તેમણે શાહી રાજવંશ માટે એક નિશાનીનો ઉપયોગ કર્યો, જે તેને એક વિશાળ વડના વૃક્ષ સાથે ચિત્રિત કરે છે. યશાઇમાં આ વૃક્ષનાં મૂળિયા હતા, જે દાઉદ રાજાનો પિતા હતો. યશાઇના વંશથી રાજાઓના રાજવંશની શરૂઆત દાઉદ થી થઈ હતી, અને તેના અનુગામી રાજાસુલેમાન સાથે તે ચાલુ રહ્યો હતો. નીચે દર્શાવેલ સચિત્ર સમજુતી મુજબ, વંશપંરપરાગત પછીના દીકરાના શાસન પ્રમાણે, વૃક્ષ વધવા અને વિકસાવવા લાગ્યું.

ઇઝરાએલનાદાઉદનાવંશનારાજાઓદરમ્યાન  જીવ્યાહતાતેઐતિહાસિકસમયરેખામાંદર્શાવવામાંઆવેલછે

પ્રથમઆવૃક્ષ … પછીએકથડ … પછીએકશાખા

યશાયાએ ચેતવણી આપી હતી કે આ ‘વૃક્ષ’ રાજવંશ જલ્દીથી કાપી નાખવામાં આવશે, તે ફ઼ક્ત એક થડ રહી જશે. અહીં તેમણે એક થડ અને શાખાના રૂપક દ્વારા કેવી રીતે આ દેવવાણી લખી હતીઃ

ઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે.
યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.

યશાયાહ ૧૧:૧-૨
યશાયાએ ચેતવણી આપી હતી કે આ વંશ એક દીવસ નીર્જીવ થડ બની જશે

યશાયાના ૧૫૦ વર્ષ પછી, ..પૂ. ૬૦૦ ની આસપાસ, જ્યારે બેબીલોનીઓએ જેરુસલેમ પર વિજય મેળવ્યો આવૃક્ષ’,પડી ગયું, રાજાઓના વંશને વેરવિખેર કરી નાખવામાં આવ્યો, અને ઇસ્રાએલીઓને બેબીલોનમાં દેશનિકાલમાં લઇ જવામાં આવ્યા (સમયરેખાનો લાલ અવધિ). આ પ્રથમ યહૂદી દેશનિકાલ હતો – જેમાંથી કેટલાક લોકો ભારત સ્થળાંતર થયા. સાવિત્રી અને સત્યવાનની વાર્તામાં એક મૃત રાજાનો પુત્ર હતોસત્યવાન. થડની ભવિષ્યવાણીમાં રાજાઓની રાજ્યરેખા સંપૂર્ણ સમાપ્ત થઈ જશે અને રાજવંશ પોતે જ મરી જશે.

શાખા: દાઉદ પાસેથી જેતેઆવે છે તેજ્ઞાન સંપાદન કરશે

યશાઇના મ્રુતપાય થડ્માંથી ફ઼ણગો ફ઼ુટશે

પરંતુ ભવિષ્યવાણી ફ઼ક્ત રાજવંશનો અંત આવવાની જ વાત નથી કરતું પણ ભવિષ્યમાં આગળ વધે છે. તે વડના ઝાડનાં સામાન્ય લક્ષણોનો ઉપયોગ કરીને આવું કર્યું. જ્યારે વડના બીજ ઉગી નીકળે છે ત્યારે તે મોટે ભાગે અન્ય ઝાડના થડ પર તે ઉગે છે. તે થડ તે વડના બીજના અંકુર ફૂટવા માટે આધાર બને છે. એકવાર વડના બીજના રોપા સ્થાપિત થઇ જાય પછી તે આધાર આપતા અન્ય ઝાડના થડને દબાવી ને વધારે મોટું થઇ જાય છે. યશાયા દ્વારા અગાઉથી જોવામાં આવેલું આ અંકુર વડના ઝાડ જેવું હશે કારણ કે નવો અંકુર તેના મૂળમાંથી ઉગી નીકળશેએક શાખા રચવા માટે.

યશાયાએ આ કલ્પનાનો ઉપયોગ કર્યો હતો અને ભવિષ્યવાણી કરી હતી કે એક દિવસ, ભવિષ્યમાં એક અંકુર, જેને શાખા તરીકે ઓળખવામાં આવે છે, તે મ્રુતપ્રાય થડમાંથી ઉગી નીકળશે, જેમ કે વૃક્ષના થડમાંથી વડના અંકુર ફૂટશે. યશાયા આ અંકુરને ‘તેને’ તરીકે સૂચવે છે તેથી યશાયાકોઈવિશિષ્ટમાણસવિશેવાતકરીરહ્યોછે, જેરાજવંશપતનપછીદાઉદનાવંશમાંથીઆવશે. આમાણસમાંશાણપણ, શક્તિઅનેજ્ઞાનજેવાગુણોહશેજાણેકેઇશ્વરનોઆત્માતેનાપરહોય.

આ વડનું ઝાડ તેના સાથી વૃક્ષથી આગળ વધે છે. ટૂંક સમયમાં તે ફેલાવો મૂળ અને અંકુરની ગૂંચ હશે.

ઘણાલખાણોમાંનોંધવામાંઆવ્યુંછેકેવડનાઝાડનોપૌરાણિકદંતકથાઓમાંઅમરત્વનાપ્રતીકતરીકેઉલ્લેખકરવામાંઆવ્યોછે. તેનીઉપરનામૂળનીચેતરફ઼વધીનેજમીનમાંમળીનેવધારાનાથડબનાવેછે. તેદીર્ધાયુષ્યનુંપ્રતીકકરેછેઆમદૈવીસર્જકનુંપ્રતિનિધિત્વકરેછે. યશાયાદ્વારાઇ..પુર્વે૭૫૦માંઆશાખાવીશેઅગાઉથીજોયુંતેમાંઘણીસમાનદૈવીલાક્ષણિકતાઓહશે, અનેરાજવંશથડઅદૃશ્યથયાપછીલાંબીચાલશે.

યર્મિયાઅનેશાખા

ઋષિ-પ્રબોધક યશાયા એ એક સીમાચિન્હ ઉભું કર્યું હતું જેથી લોકો ભવિષ્યની ન બનેલ ઘટનાઓને સમજી શકે. પરંતુ કેટલાક સંકેતોમાં તે માત્ર પ્રથમ સંકેત હતો. યર્મિયા, યશાયા બાદ ઇ..પુર્વે૬૦૦માંઆશરે ૧૫૦ વર્ષ પછી થયા, જ્યારે દાઉદના વંશનો તેની આંખો સમક્ષ અંત લાવવામાં આવ્યો, તેણે લખ્યું:

યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર” ઉગાવીશ, તેને રાજા તરીકે પસંદ કરીશ. જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.
તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે અને તેઓ સુરક્ષિત રહેશે લોકો તેમને યહોવા અમારું ન્યાયીપણું છે. એ નામે બોલાવશે.”

યિર્મેયા ૨૩:૫-૬

યર્મિયાએ દાઉદના વંશની યશાયાની શાખા ની છબી પર વિસ્તરણ કર્યું. શાખાપણ રાજાબનશે. પરંતુ દાઉદના પાછલા રાજાઓ જેવો કોઈ રાજા નહી કે મ્રુતપ્રાય થડ જેવો નામશેષ થયો હોય.

શાખા: આપણો પ્રભુ આપણું ન્યાયીપણું

શાખા સાથેનો તફાવત તેના નામમાં જોવા મળે છે. તે ઇશ્વરનું ખૂબ નામ ધારણ કરશે (પ્રભુ’ઇશ્વર માટેનું હિબ્રુ નામ), તેથી એક વડના ઝાડની જેમ આ શાખા પણ દિવ્યની મૂર્તિ હશે. તેઆપણું’ (આપણે મનુષ્યોનો) ન્યાયીપણું પણ હશે.

જ્યારે સાવિત્રીએ યમ સાથે તેના પતિ સત્યવાનના શરીર પર વિવાદ કર્યો હતો, ત્યારે તેણીની ન્યાયીપણાએ તેને મૃત્યુ (યમ) નો સામનો કરવાની શક્તિ આપી હતી. કુંભ મેળા વિશે નોંધ્યું છે તેમ, આપણી સમસ્યા આપણો ભ્રષ્ટાચાર કે પાપ છે અને તેથી આપણી પાસેન્યાયીપણાનોઅભાવ છે. બાઇબલ જણાવે છે કે તેથી આપણી પાસે મૃત્યુનો સામનો કરવાની શક્તિ નથી. હકીકતમાં તે કહે છે કે આપણે તેની સામે લાચાર છીએ:

14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે.
15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે.

હિબ્રૂ: :૧૪બ૧૫

બાઇબલમાં શેતાન યમ જેવો છે કારણ કે તે આપણી સામે મૃત્યુ પર સત્તા ધરાવે છે. હકીકતમાં, યમ સત્યવાનના શરીર માટે દલીલ કરે છે તેવું બાઇબલમાં બીજી વાર શેતાનનો શરીર ઉપર વિવાદ કરવાની નોંધ છે, ક્યારે

પ્રમુખ દૂત મિખાયેલે જ્યારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ. પણ મિખાયેેલે કહ્યું કે; “પ્રભુ તને શિક્ષા કરે.”

યહૂદા ૧:૯

જ્યારે મુસા જેવા ઉમદા પ્રબોધકના શરીર ઉપર વિવાદ કરવા શેતાન પાસે, સાવિત્રી અને સત્યવાનની કથામાં યમના જેવી શક્તિ છે, તો પછી મૃત્યુ સંબંધી આપણા ઉપર ચોક્કસપણે તે સત્તા ધરાવે છે -આપણા પાપ અને ભ્રષ્ટાચારને કારણે. દૂતો પણ એ બાબતને માન્યતા આપે છે કે માત્ર પ્રભુ – સર્જક ઇશ્વર – પાસે  મૃત્યુ પર શેતાનને ધમકાવવાનો અધિકાર છે.

અહીં, ‘શાખા’ માં એક વચન છે કે ભવિષ્યમાં પ્રભુ આપણને ન્યાયીપણું આપશે જેથી આપણે મરણ ઉપર વિજય મેળવી શકીએ.

કેવી રીતે?

ઝખાર્યા જ્યારે આ વિષયની છણાવટ કરે છે ત્યારે વધુ વિગતો આપે છે, આવનારી શાખાના નામની વિગતોની પણ આગાહી કરે છે કે જે સાવિત્રી અને સત્યવાનની મરણ (યમ) ની કથાને સમાંતર છે, જે આપણે આગળ જોઇશુ

કુરુક્ષેત્રમાં યુદ્ધ: આવનાર ’અભિષિક્ત’ શાસક વિશેની ભવિષ્યવાણી

ભગવદ્ ગીતા તે મહાભારત મહાકાવ્યનું જ્ઞાનનું કેન્દ્રબીંદુ છે. જો કે ગીતા એક (કાવ્ય) તરીકે લખાયેલું છે, પરંતુ તે સામાન્ય રીતે વાંચવામાં આવે છે. ગીતા કુરુક્ષેત્રના મહા યુદ્ધ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાજવી યોદ્ધા અર્જુન વચ્ચેની વાતચીત વર્ણવે છે – રાજવી પરિવારના બે પક્ષો વચ્ચેનું યુદ્ધ હતું. આ તોળાઈ રહેલા યુદ્ધમાં એક બીજાનો વિરોધ કરવા, પ્રાચીન શાહી રાજવંશના સ્થાપક રાજા કુરુના રાજવંશની બે શાખાઓના યોદ્ધાઓ અને શાસકો સામ સામે ગોઠવાયા હતા. પાંડવ અને કૌરવ પિતરાઇ ભાઇઓ, રાજવંશનું કયું કુટુંબ રાજ સત્તા ભોગવે તે નક્કી કરવા યુદ્ધ કરવા જઈ રહ્યા હતા – એટલે કે પાંડવ રાજા યુધિષ્ઠિર અથવા કૌરવ રાજા દુર્યોધન. દુર્યોધને યુધિષ્ઠિર પાસેથી રાજગાદી પડાવી લીધી હતી તેથી યુધિષ્ઠિર અને તેના પાંડવ સાથીઓ તેને પાછું મેળવવા યુદ્ધ કરવા જઇ રહ્યા હતા. ભગવદ્ ગીતા તે પાંડવ યોદ્ધા અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે થયેલ સંવાદ છે કે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાચા જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરીને કેવી રીતે આધ્યાત્મિક સ્વતંત્રતા અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે તે દર્શાવે છે.

ગીતશાસ્ત્ર તે બાઇબલ કે જે હીબ્રુ વેદ પુસ્તાકન મહાકાવ્ય છે તેના જ્ઞાન સાહિત્યનું કેન્દ્રબીંદુ છે. જો કે તેઓ કાવ્યો(ગીત) તરીકે લખેલા હોવા છતાં આજે તેઓ સામાન્ય રીતે વાંચવામાં આવે છે. ગીતશાસ્ત્ર પણ બે વિરોધી દળો વચ્ચેના યુદ્ધ અગાઉ ઉચ્ચ પ્રભુ યહોવા અને તેમના અભિષિક્ત (= શાસક) વચ્ચેની વાતચીત વર્ણવે છે. આ તોળાઇ રહેલ મહાન યુદ્ધની બંને બાજુએ મહાન યોદ્ધાઓ અને શાસકો ગોઠવાયેલા છે. એક તરફનો રાજા તે પ્રાચીન શાહી વંશના સ્થાપક પૂર્વજ રાજા દાઉદનો વંશજ છે. બંને પક્ષોએ યુદ્ધ કરવાની તૈયારી કરી હતી કે કયા પક્ષને શાસન કરવાનો અધિકાર હતો. ગીતશાસ્ત્ર ૨ તે પ્રભુ અને તેમના શાસક વચ્ચે સ્વતંત્રતા, જ્ઞાન અને આશીર્વાદને લગતી વાતચીત છે.

તમને શું એવું જ લાગતું નથી?

ભગવદ્ ગીતા સંસ્કૃત વેદને સમજવા માટેનું દ્વાર છે, તેમ જ, ગીતશાસ્ત્ર એ હિબ્રુ વેદ (બાઇબલ) ના જ્ઞાનને સમજવા માટેનું દ્વાર છે. એ જ્ઞાન મેળવવા માટે, આપણે ગીતશાસ્ત્ર અને તેના મુખ્ય ગીતકાર દાઉદ રાજાની થોડી પૃષ્ઠભૂમિની માહિતી મેળવવી જરૂરી છે.

દાઉદ કોણ હતા અને ગીતશાસ્ત્ર શું છે?

આ ઐતિહાસિક સમયરેખામાં દાઉદ રાજા, ગીતશાસ્ત્ર અને બીજા હીબ્રુ પ્રબોધકો

તમે ઇઝરાએલીઓના ઇતિહાસ માંથી લેવામાં આવેલી સમયરેખા પરથી જોઈ શકો છો કે દાઉદ શ્રી ઇબ્રાહિમ પછી એક હજાર વર્ષ અને શ્રી મૂસા પછીના 500 વર્ષ પછી, લગભગ ઇ.સ. પૂર્વે ૧૦૦૦ અગાઉ જીવ્યા. દાઉદે તેના જીવનની શરુઆત એક ભરવાડ તરીકે તેના કુટુંબના ઘેટાં ચરાવવાથી કરી. ગોલ્યાથ નામનો વિરાટકાય વ્યક્તિ, જે એક મોટો શત્રુ, તે ઈસ્રાએલીઓને જીતવા માટે સૈન્યની આગેવાની કરતો હતો,અને તેથી ઈસ્રાએલીઓ નિરાશ અને પરાજિત થયા હતા. દાઉદે ગોલ્યાથને પડકાર્યો અને યુદ્ધમાં તેની હત્યા કરી. એક મહાન યોદ્ધા પર યુવાન ભરવાડ છોકરાની આ નોંધપાત્ર જીતથી દાઉદ ખ્યાતિ પામ્યો.

જો કે, તે લાંબા અને મુશ્કેલ અનુભવો પછી જ રાજા બન્યો, કેમ કે વિદેશીઓમાં અને ઈસ્રાએલીઓમાં તેના ઘણા દુશ્મનો હતા, જેઓ તેનો વિરોધ કરતા હતા. દાઉદે આખરે તેના બધા દુશ્મનો પર વિજય મેળવ્યો કારણ કે તેણે ઇશ્વર પર વિશ્વાસ કર્યો અને ઇશ્વરે તેની મદદ કરી. વેદ કે જે બાઇબલ છે તેના કેટલાક પુસ્તકોમાં દાઉદના સંઘષો અને વિજયો વીશે લખવામાં આવ્યું છે.

દાઉદ એક સંગીતકાર તરીકે પણ પ્રખ્યાત હતા જેમણે ઇશ્વર સંબંધી સુંદર ગીતો અને કાવ્યો બનાવ્યાં હતાં. આ ગીતો અને કવિતાઓ ઇશ્વર દ્વારા પ્રેરિત હતા અને વેદ પુસ્તકનમાં ગીતશાસ્ત્ર  ના પુસ્તક રુપે તેનો સમાવેશ કરવામાં આવેલ છે.

ગીતશાસ્ત્રમાં ‘ખ્રિસ્ત’ સંબંધીની ભવિષ્યવાણીઓ

એક મહાન રાજા અને યોદ્ધા હોવા છતાં, દાઉદે તેના ગીતોમાં, તેના શાહી વંશમાંથી જે એક ‘ખ્રિસ્ત’ આવનાર છે તે પોતે સત્તા અને અધિકાર ગ્રહણ કરશે તે સંબંધી લખ્યું હતું. અહીં આ રીતે હિબ્રુ વેદ (બાઇબલ), ના ગીતશાસ્ત્ર ૨ માં ખ્રિસ્તની ઓળખ આપવામાં આવી છે. અહીં ભગવદ્ ગીતા જેવું જ એક શાહી યુદ્ધ દ્રશ્ય રજુ થાય છે.

1 વિદેશીઓ કેમ તોફાન કરે છે,

અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે?

2યહોવા તથા તેના ‘અભિષિક્તની’ વિરુદ્ધ

પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે,

અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:

3“તેઓનાં બંધન આપણે તોડી પાડીએ,

એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ.”

4આકાશમાં જે બેઠા છે, તે હાસ્‍ય કરશે;

પ્રભુ તેઓને તુચ્છ ગણશે.

5ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે,

અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે.

6પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં

મારા ‘રાજા’ને પ્રતિષ્ઠિત કર્યો છે.

7હું તો એ ઠરાવ જાહેર કરીશ;

યહોવાએ મને કહ્યું, “તું મારો પુત્ર છે;

આજ મેં તને જન્મ આપ્યો છે.

8તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને,

તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.

9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે.

તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”

10હે રાજાઓ, તમે સમજો; પૃથ્વીના શાસકો, તમે હવે શિખામણ લો.

11ભયથી યહોવાની સેવા કરો, અને કંપીને હર્ષ પામો.

12પુત્રને ચુંબન કરો, રખેને તેમને‍‍ રોષ ચઢે,

અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે.

જેઓ તેમના પર ભરોસો રાખે છે તે બધાને ધન્ય છે!

ગીતશાસ્ત્ર ૨ – ‘અભિષિક્ત’  રાજા

અહીં એ જ ફ઼કરો છે પરંતુ ગ્રીકમાંથી અગાઉ સમજાવ્યો છે.

જા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે? શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ, યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.

ગીતશાસ્ત્ર ૨:૧-૨ – મૂળ ભાષા હિબ્રુ અને ગ્રીકમાં (LXX)

કુરુક્ષેત્ર યુધ્ધનું પરિણામ 

જો તમે ગીતશાસ્ત્ર ૨ માં ‘ખ્રિસ્ત’ / ‘અભિષિક્ત’ નો સંદર્ભ જોશો તો ભગવદ્ ગીતામાં કુરુક્ષેત્ર યુદ્ધ જેવો બીલકુલ છે. પરંતુ જ્યારે આપણે ઘણા લાંબા સમય પહેલા લડાએલ કુરુક્ષેત્ર યુદ્ધના પરિણામનો વિચાર કરીએ ત્યારે કેટલાક મતભેદો ઉભા થાય છે. અર્જુન અને પાંડવોએ યુદ્ધમાં વિજય મેળવ્યો, અને તેથી સત્તા અને શાસન પચાવી પડાવનારા કૌરવો પાસેથી પાંડવો તરફ સત્તાનું સ્થળાંતર થયું, અને યુધિષ્ઠિર હકદાર રાજા બન્યો. પાંચેય પાંડવ ભાઈઓ અને કૃષ્ણ ૧૮ દિવસના યુધ્ધમાં બચી ગયા, પરંતુ સામે પક્ષે માત્ર થોડા જ લોકો બચી ગયા – બાકીના બધાનો સંહાર કરવામાં આવ્યો. પરંતુ યુદ્ધ પછી માત્ર ૩૬ વર્ષ શાસન કર્યા પછી, યુધિષ્ઠિરે અર્જુનના પૌત્ર પરીક્ષિતને રાજા બનાવીને રાજગાદી છોડી દીધી. ત્યારબાદ તે દ્રૌપદી અને તેના ભાઈઓ સાથે હિમાલય જવા રવાના થયો. દ્રૌપદી અને ચાર પાંડવો – ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પ્રવાસ દરમિયાન મૃત્યુ પામ્યા. યુધિષ્ઠિરને સ્વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કૌરવોની માતા ગાંધારી કૃષ્ણ પર યુદ્ધ બંધ ન કરવા માટે ગુસ્સે થઈ હતી, તેથી તેણે તેને શાપ આપ્યો અને યુદ્ધ પછીના ૩૬ વર્ષ પછી આંતર કુળની લડાઈને કારણે આકસ્મિક રીતે તીરથી તેની હત્યા કરવામાં આવી. કુરુક્ષેત્ર યુદ્ધ અને ત્યારબાદ કૃષ્ણની હત્યાએ વિશ્વને કલિયુગમાં ખસેડ્યું.

તો કુરુક્ષેત્ર યુદ્ધથી આપણને કયો લાભ થઈ રહ્યો છે?

કુરુક્ષેત્ર યુધ્ધના સમયથી આપણા માટે ફળો

આપણે હજારો વર્ષો જીવ્યા પછી, વધારે જરૂરિયાતમંદ જણાઇએ છીએ. આપણે સંસારમાં, સતત પીડા, રોગ, વૃદ્ધત્વ અને મૃત્યુની છાયામાં જીવીએ છીએ. આપણે એવી સરકારો હેઠળ જીવીએ છીએ જે સામાન્ય રીતે ભ્રષ્ટ હોય છે અને તે પૈસાદાર અને શાસનકર્તાઓના વ્યક્તિગત મિત્રોને મદદ કરે છે. આપણે ઘણી બધી રીતે કલિયુગની અસરો અનુભવીએ છીએ.

આપણે એવી સરકારની ઇચ્છા રાખીએ છીએ જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપે, એવા સમાજને ઇચ્છીએ છીએ કે જે કલિયુગ હેઠળ ન હોય, અને સંસારમાં ક્યારેય જેનો અંત ન આવે તેવા પાપ અને મૃત્યુથી વ્યક્તિગત છૂટકારો પ્રાપ્ત થાય.

.ગીતશાસ્ત્ર ૨ માં આવનાર ’ખ્રિસ્ત’ પાસેથી આપણને પ્રાપ્ત થતા ફળ

હિબ્રુ પ્રબોધક દ્વારા, ગીતશાસ્ત્ર ૨ માં રજૂ કરાયેલ ‘ખ્રિસ્ત’ કેવી રીતે આપણી આ જરૂરિયાતોને પુરી કરે છે સમજાવે છે. આ જરૂરિયાતોને પ્રાપ્ત કરવા યુદ્ધની જરૂર પડશે, પરંતુ કુરુક્ષેત્ર કરતાં એક જુદા યુદ્ધ અને ગીતશાસ્ત્ર ૨ માં બતાવેલ યુદ્ધ કરતા પણ અલગ યુદ્ધની વાત છે. તે ફક્ત ‘ખ્રિસ્ત’ જ લડી શકે તેવું યુદ્ધ છે. આ પ્રબોધકો બતાવે છે કે આ બળ અને શક્તિથી શરૂ થવાને બદલે, ખ્રિસ્ત આપણને પાપ અને મરણમાંથી મુક્તિ મેળવવાની આપણી જરૂરિયાતને પુરી પાડવાની સેવા કરવા દ્વારા કરે છે. તેઓ બતાવે છે કે કેવી રીતે ગીતશાસ્ત્ર ૨ નો રસ્તો, જે એક દિવસ પહોંચશે, પ્રથમ તે જરુરી બનશે કે તે એક લાંબો યુધ્ધ માર્ગ પકડીને લશ્કરી બળ દ્વારા નહીં, પરંતુ સંસારમાં બંધાયેલા લોકોને છોડાવવા માટે પ્રેમ અને બલિદાન દ્વારા, બીજા શત્રુને હરાવે. આપણે આ સફર દાઉદના શાહી વંશના થડ્માંથી ફ઼ુટેલ ફ઼ણગાથી શરૂ કરીએ છીએ.

જેમ રાજા: ઈસુ ખ્રિસ્તમાંનું ’ખ્રિસ્ત’ શું છે?

હું ઘણી વખત લોકોને પુછું છું કે ઇસુનું છેલ્લું નામ શું હતું. સામાન્ય રીતે તેઓનો જવાબ,

        “ હું અનુમાન કરું છું કે તેમનુ છેલ્લુ નામ ’ખ્રિસ્ત’ હશે પણ મને ખાતરી નથી”.

પછી મેં પુછ્યું,

             “કે જ્યારે ઈસુ એક છોકરો હતો ત્યારે શું યુસફ ખ્રિસ્ત અને મરિયમ ખ્રિસ્ત નાના ઇસુ ખ્રિસ્તને બજારમાં લઈ ગયા હતા?”

 હવે તે રીતે, તેઓને ખ્યાલ આવે છે કે ‘ખ્રિસ્ત’  એ ઈસુનું’ કુટુંબનું નામ નથી. તો, ‘ખ્રિસ્ત’ એટલે શું? તે ક્યાંથી આવે છે? તેનો અર્થ શું થાય છે?  ઘણાના આશ્ચર્ય વચ્ચે, ‘ખ્રિસ્ત’ એ એક શીર્ષક છે જેનો અર્થ છે ‘શાસક’ અથવા ‘શાસન’., જેમ આઝાદી પહેલાં ભારત પર ’શાસન’, કરનારા બ્રિટીશ રાજની જેમ તે રાજા શીર્ષક અલગ નથી.

અનુવાદ વિરુધ્ધ લિપ્યંતર

આપણે પહેલા અનુવાદની કેટલીક મૂળભૂત બાબતોને સમજવી જોઈએ. અનુવાદકો કેટલીકવાર અર્થ, ખાસ નામો અને શીર્ષકોની જગ્યાએ સમાન ઉચ્ચાર પ્રમાણે ભાષાંતર કરવાનું પસંદ કરે છે. આ લિપ્યંતરણ, તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, “Kumbh Mela” એ હિન્દી कुंभ मेला નું અંગ્રેજી લખાણ છે. मेला નો અર્થ ‘મેળો’  અથવા ‘ઉત્સવ  હોવા છતાં તે અંગ્રેજીમાં Kumbh Fair કરતાં Kumbh Mela જેવા ઉચ્ચારથી બોલવામાં આવે છે. “Raj” એ હિન્દી “राज” નું અંગ્રેજી ભાષાનું લિપિકરણ છે. જો કે राज નો અર્થ ‘શાસન’ છે  તે અંગ્રેજીમાં “British Rule” ને બદલે “બ્રિટીશ રાજ” તરીકે બોલવામાં આવે છે. વેદ પુસ્તક (બાઇબલ) સાથે, અનુવાદકોએ નક્કી કરવાનું હતું કે કયા નામ અને શીર્ષકનું ભાષાંતર(અર્થસભર) કરવું અને કયા લિપ્યંતર (ઉચ્ચારથી) કરવું. કોઈ ચોક્કસ નિયમ નથી.

સપ્તમી અનુવાદ

બાઇબલનો પ્રથમ અનુવાદ ૨૫૦ ઇ.સ.પૂર્વે  માં કરવામાં આવ્યો હતો જ્યારે હીબ્રુ વેદ (જૂનો કરાર) નો ગ્રીક ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યો હતો – તે, તે સમયે આંતરરાષ્ટ્રીય ભાષા હતી. આ અનુવાદ સપ્તમી (અથવા LXX) તરીકે ઓળખાય છે અને તે ખૂબજ અસરકારક હતું. જો કે નવો કરાર ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો હોવાથી, જૂના કરાર ના તેના ઘણા અવતરણો સપ્તમીમાંથી લેવામાં આવ્યા છે.

સપ્તમીમાં ભાષાંતર અને લિપ્યંતર

નીચની આક્રુતિ તે પ્રક્રિયાને દર્શાવે છે અને તે આધુનિક દિવસમાં પ્રકાશિત થતા બાઇબલોને કેવી અસર કરે છે તે રજુ કરે છે.

મુળ ભાષાઓમાંથી વર્તમાન સમયની ભાષાઓમાં થયેલ ભાષાંતરનો પ્રવાહ

મૂળ હીબ્રુ જુનો કરાર (૧૫૦૦ – ૪00 બી.સી. દરમ્યાન લખાયલો છે) જે ચતુર્ભુજ   # ૧ માં બતાવવામાં આવ્યું છે. કારણ કે સપ્તમી અનુવાદ ઇ.સ.પુર્વે ૨૫૦ હીબ્રુમાંથી – ગ્રીક ભાષામાં ભાષાંતર કરવામાં આવેલ હતો કે જે તીર નીશાની દ્વારા ચતુર્ભુજમાં #૧ માંથી #૨ તરફ઼ જતું દર્શાવવામાં આવેલ છે. ગ્રીક નવો કરાર(ઇ. સ ૫0-૯0.) માં લખાયેલો હતો, તેથી # ૨ માં જુનો અને નવો બંને સામેલ છે. નીચેના અર્ધ ભાગમાં (# ૩) એ બાઇબલનો આધુનિક ભાષામાં ભાષાંતર છે. જુનો કરાર (હીબ્રુ વેદ) તે મૂળ હીબ્રુ ભાષા (૧ –> ૩) માંથી અને નવો કરાર ગ્રીક ભાષા (૨ –> ૩) માંથી અનુવાદિત કરવામાં આવેલ છે. અગાઉ સમજાવ્યા મુજબ અનુવાદકોએ નામ અને શીર્ષક સંબંધી નક્કી કરવાનું હોય છે. આ વાદળી તીરના લેબલથી દર્શાવવામાં આવેલ છે. લિપ્યંતર અને ભાષાંતર, સાથે બતાવ્યા પ્રમાણે અનુવાદકોએ ક્યો અભિગમ અપનાવવો તેનું દીશાસુચન કરવામાં આવેલ છે.

‘ખ્રિસ્ત’ નું મુળ

હવે ઉપર મુજબની પ્રક્રિયાને અનુસરો, ‘ખ્રિસ્ત’  શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

બાઇબલમાં  ‘ખ્રિસ્ત’ ક્યાંથી આવે છે?

હીબ્રુ જુના કરારમાં શીર્ષક ‘מָשִׁיחַ (મશિયાખ) છે જેનો અર્થ છે ‘અભિષિક્ત અથવા પવિત્ર વ્યક્તિ’   જેમ કે રાજા અથવા શાસક હોય. તે સમયના હીબ્રુ રાજાઓ રાજા બનતા પહેલા તેઓનો અભિષેક કરવામાં આવતો (તેઓને વિધિવત રીતે તેલથી માલીશ કરવામાં આવતા) આમ તેઓ અભિષિક્ત ગણાતા અથવા મશિયાખ હતા. પછી તેઓ શાસકો બનતા, પરંતુ તેમનું શાસન સ્વર્ગીય ઇશ્વરના શાસનના નિયમોને આધીન રહેતું. અને તે અર્થમાં જુના કરારના હીબ્રુ રાજાઓ એક વિશેષ રાજા જેવા હતા. એક રાજાએ દક્ષિણ એશિયાના બ્રિટીશ પ્રદેશો પર શાસન કર્યું, પરંતુ બ્રિટીશ સરકારની આધિનતા હેઠળ, તેમના કાયદાઓને આધિન રહીને.

જુના કરારમાં એક ચોક્કસ મશિયાખના આવવાની ભવિષ્યવાણી કરાઇ હતી (એક ચોક્કસ ’ધ’ આર્ટીકલ  સાથે), જે એક અજોડ રાજા હશે. જ્યારે ઇ.સ. પૂર્વે ૨૫૦ માં સપ્તમી તરજુમો કરવામાં આવ્યો, ત્યારે અનુવાદકોએ ગ્રીક ભાષામાં સમાન અર્થ ધરાવતો એક શબ્દ પસંદ કર્યો હતો તે, Χριστός (જેનો ઉચ્ચાર ક્રિસ્ટોસ  જેવા છે), જે chrio શબ્દ પર આધારિત હતો, જેનો અર્થ વિધિવત રીતે તેલથી માલીશ કરવી થાય છે. તેથી હીબ્રુ ‘મશિયાખ’ નું ભાષાંતર સપ્તમી તરજુમામાં Χριστός કરવામાં આવ્યું છે, તે તેના અર્થ પ્રમાણે કરવામાં આવ્યું છે અને (નહી કે તેના ઉચ્ચાર પ્રમાણે લિપ્યંતર) કરવામાં આવ્યું હોય. નવા કરારના લેખકોએ ઈસુને આ ભવિષ્યવાણીમાં રજુ કરાયેલ ‘મશિયાખ’ ને માટે ક્રિસ્ટોસ શબ્દનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું.

યુરોપિયન ભાષાઓ માટે, સમાન અર્થ સાથે કોઈ સ્પષ્ટ શબ્દ નહોતો તેથી નવા કરારનો ગ્રીક ‘ક્રિસ્ટોસ’ ને લિપ્યંતર કરીને ‘ખ્રિસ્ત’  શબ્દ જાળવી રાખ્યો. ‘ખ્રિસ્ત’ શબ્દ જુના કરારના મૂળ શબ્દ સાથેનું એક ખૂબ જ વિશિષ્ટ શીર્ષક છે, કે જે હીબ્રુથી ગ્રીકમાં અનુવાદ કરીને અને પછી ગ્રીકથી આધુનિક લિપ્યંતરણ લખાણોમાં લખાયેલ છે. જુના કરારનો હીબ્રુમાંથી આધુનિક ભાષાઓમાં સીધો અનુવાદ કરવામાં આવેલ છે અને મૂળ હીબ્રુ ‘મશિયાખ’  સંબંધિત અનુવાદકોએ જુદી જુદી પસંદગીઓ કરેલી છે. કેટલાક બાઇબલ લિપ્યંતરણમાં ‘મસિઆખ’   ને બદલે ‘મસીહા’ શબ્દનો ઉપયોગ કરેલ છે, અને બીજા કેટલાએક તેનો અર્થનુવાદ કરતાં  ‘અભિષિક્ત’ શબ્દનો ઉપયોગ પણ કરે છે.  ખ્રિસ્ત માટેનો એક હિન્દી શબ્દ (મસિહ) તે અરબી ભાષામાંથી લિપ્યંતરીત થયેલ છે, કે જે મૂળ હીબ્રુમાંથી લિપ્યંતરીત કરવામાં આવ્યો હતો. તેથી તેનું ઉચ્ચારણ ‘મસીહ’  મૂળ શબ્દની નજીકનો શબ્દ છે.

ગ્રીક સપ્તમી તરજુમામાં હિબ્રુ શબ્દ מָשִׁיחַ (માસા, મસિહા) નો અનુવાદ “ક્રિસ્ટોસ” તરીકે થાય છે. આજ શબ્દ બદલામાં અંગ્રેજીમાં ‘ક્રાઇસ્ટ’ તરીકે અનુવાદિત થાય છે અને તે ‘ક્રેઇસ્ટ’ જેવો લાગે છે. ક્રાઇસ્ટ  માટેનો ગુજરાતી શબ્દ ગ્રીક શબ્દ “ક્રિસ્ટોઝ” માંથી લિવ્યંતરણ છે અને તેથી તેને ખ્રિસ્ત (krisṭ) તરીકે ઉચ્ચારવામાં આવે છે.

કારણ કે આપણે સામાન્ય રીતે જુના કરારમાં ‘ક્રાઇસ્ટ’ શબ્દ જોતા નથી, તેથી તેનું જુના કરાર સાથેનું જોડાણ હંમેશાં સ્પષ્ટ હોતું નથી. પરંતુ આ અધ્યયનથી આપણે જાણીએ છીએ કે ‘ક્રાઇસ્ટ’= ‘મસીહા’= ‘અભિષિક્ત  અને તે એક વિશિષ્ટ શીર્ષક હતું.

પહેલી સદીમાં ખ્રિસ્તની અપેક્ષા

ચાલો હવે સુવાર્તાઓમાંથી કેટલાક નિરીક્ષણો કરીએ. જ્યારે માગીઓ યહુદીઓના રાજાની શોધમાં હેરોદ રાજાની પાસે આવ્યા ત્યારે તેણે નીચે મુજબ પ્રતિક્રિયા આપી, તે નાતાલની વાર્તાનો એક ભાગ છે. નોંધ કરીએ કે, ખ્રિસ્ત પહેલાં ’ધી’ આવે છે, જો કે તે ખાસ રીતે ઈસુ વિશે ઉલ્લેખ ન કરતો હોય તો પણ.

યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું. આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા.
હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ.

માથ્થી ૨: ૩-૪

તમે જુઓ છો કે હેરોદ અને તેના સલાહકારો વચ્ચે ‘એક ખ્રિસ્ત’ નો વિચાર સારી રીતે સમજાયો હતો – અને અહીં ખાસ ઈસુનો સંદર્ભ નથી. આ બતાવે છે કે ‘ખ્રિસ્ત’  જુના કરારથી આવેલો છે, જે સામાન્ય રીતે પહેલી સદીના લોકો (હેરોદ અને તેના સલાહકારોની જેમ) ગ્રીક સપ્તમી તરજુમામાંથી વાંચે છે. ‘ખ્રિસ્ત’ એ એક શીર્ષક હતું, (અને છે) નામ નથી, તે શાસક અથવા રાજાને સૂચવે છે. આથી જ હેરોદને ‘ખલેલ’  પડી કારણ કે તેને બીજા રાજાની સંભાવના હોવાનો ભય હતો. આપણે ‘ખ્રિસ્ત’  એક ખ્રિસ્તી શોધ હતી એવી માન્યતાને નકારી શકીએ. આ ખિતાબ સેંકડો વર્ષો પહેલા ઉપયોગમાં હતું જ્યારે કોઈ ખ્રિસ્તીઓ નહોતા.

ખ્રિસ્તના અધિકારનો વિરોધાભાસ

ઈસુના પ્રારંભિક અનુયાયીઓને ખાતરી થઈ ગઈ કે ઈસુ જ આવનાર ખ્રિસ્ત જેના વીશે હીબ્રૂ વેદમાં ભવિષ્યવાણી કરેલ છે તે જ છે, જ્યારે અન્ય લોકોએ આ માન્યતાનો વિરોધ કર્યો હતો.

 કેમ?

તેનો જવાબ પ્રેમ અથવા સામર્થ્ય આધારીત શાસન વિશેના વિરોધાભાસના ઊંડાણમાં જાય છે. રાજાને બ્રિટીશ તાજ હેઠળ ભારત પર રાજ કરવાનો અધિકાર હતો. પરંતુ તેને ભારતમાં શાસન કરવાનો અધિકાર મળ્યો કારણ કે રાજાએ સૌ પ્રથમ લશ્કરી તાકાત હાંસલ કરી અને તેની તાકાત દ્વારા બાહ્ય દબાણને અમલમાં મૂક્યું હતું. લોકો રાજાને ઇચ્છતા ન હતા અને ગાંધી જેવા નેતાઓ દ્વારા આખરે રાજ્યને ખતમ કરવામાં આવ્યું. 

ઈસુ એક ખ્રિસ્ત તરીકે જો કે તેની પાસે અધિકાર હોવા છતાં, હકુમતની માંગણી કરવા ન આવ્યા. તેઓ પ્રેમ અથવા ભક્તિના આધારે શાશ્વત રાજ્ય સ્થાપવા માટે આવ્યા હતા, અને આ બાબત માટે તે જરૂરી હતું કે એક બાજુ સત્તા અને અધિકાર વચ્ચેનો બીજી બાજુ પ્રેમને મળવા દ્વારા વિરોધાભાસ સર્જાય. ‘ખ્રિસ્ત’ ના આગમનને સમજવામાં મદદ કરવા માટે હીબ્રુ પ્રબોધકોએ આ વિરોધાભાસની સમજ પ્રગટ કરી. અમે તેઓની આંતરદૃષ્ટિને કે જે હીબ્રુ વેદમાં ‘હીબ્રુ રાજા દાઉદ દ્વારા આશરે ઇ.સ.પૂર્વે ૧૦૦૦માં પ્રથમ વાર  ખ્રિસ્ત’ને રજુ કરવામાં આવ્યા હતા તેને અનુસરીએ છીએ.