ખ્રિસ્તનુ આગમન: ‘સાત’ ના ચક્રમાં

પવિત્ર શબ્દ સાત

સાત એ એક શુભ નંબર છે જે નિયમિતપણે પવિત્રની સાથે સંકળાયેલ છે. વિચારો કે સાત પવિત્ર નદીઓ છે: ગંગા, ગોદાવરી, યમુના, સિંધુ, સરસ્વતી, કાવેરી અને નર્મદા.

સાત પવિત્ર સ્થળો સાથે સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) છે. સાત તીર્થ સ્થળો છે:

1. અયોધ્યા (અયોધ્યા પુરી),

2. મથુરા (મધુરા પુરી),

3.  હરિદ્વાર (માયા પુરી),

4. વારાણસી (કાશી પુરી),

5. કાંચીપુરમ (કાંચી પુરી),

6. ઉજ્જૈન (અવંતિકા પુરી),

7. દ્વારકા (દ્વારકા પુરી)

બ્રહ્માંડશાસ્ત્રમાં વિશ્વ સાત ઉપલા અને સાત નીચલા લોક ધરાવે છે. વિકિપીડિયા જણાવે છે કે

… ત્યાં ૧૪ પ્રકારના લોક છે, સાત ઉપર છે (વ્યાહર્તિય) અને સાત નીચે (પેટાળમાં), જેમ કે ભુ, ભુવા, સ્વર, મહાસ, જન, તપ અને સત્ય ઉપર છે અને અટલા, વિટલા, સુતાલા, રસતલા, તાલતલા, મહાતલા, પાતાળ ..

ચક્રના વિદ્યાર્થીઓ નિયમિતપણે આપણા શરીરમાં સાત ચક્ર સ્થળો વિષે જણાવે છે

1. મૂલધારા 2. સ્વાધિસ્થાન 3. નાભિ-મણિપુરા 4. અનહતા 5. વિશુદ્ધિ 6. અજના
7. સહસા

હિબ્રુ વેદમાં પવિત્ર ‘સાત’

ત્યારથી નદીઓ, તીર્થો, વ્યહર્તીઓ, પાતાળો અને ચક્રો ‘સાત’ દ્વારા પૂર્ણ થાય છે, એ આશ્ચર્યજનક વાત નથી કે સાત નો ઉપયોગ હિબ્રુ વેદોમાં ખ્રિસ્તના આવવાની ભવિષ્યવાણી માટે પણ કરવામાં આવ્યો હતો. હકીકતમાં, પ્રાચીન ઋષિઓ તેમના આગમનને નિર્દેશ કરવા માટે સાતના સાત ચક્રનો ઉપયોગ કરતા હતા. આપણે આ ‘ સાત સપ્તાહ’ ના ચક્રને ખુલ્લો કરીશુ, પરંતુ પહેલા આ પ્રાચીન હીબ્રુ પ્રબોધકોની થોડી સમીક્ષા કરીશું.

જો કે સેંકડો વર્ષોથી એક બીજાથી છૂટા પડ્યા હોવા છતાં, એકબીજા વચ્ચે માનવ સમન્વય બનાવવાનું અશક્ય બનાવ્યું હતું, તેમની ભવિષ્યવાણી આવનાર ખ્રિસ્ત પર કેન્દ્રિત છે. યશાયાહે આ વિષયને શરૂ કરવા માટે ડાળી ના ચિન્હનો ઉપયોગ કર્યો હતો. ઝખાર્યાએ ભવિષ્યવાણી કરી કે આ ડાળીનું નામ યહોશુઆ (ગુજરાતીમાં ઈસુ) રાખવામાં આવશે. હા, ઈસુ આ પ્રુથ્વી પર આવ્યા તેના ૫૦૦ વર્ષ પૂર્વે ખ્રિસ્તના નામની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

દાનિયેલ પ્રબોધક– અંક સાત માં

હવે દાનિયલ સંબંધી. તે બેબીલોનમાં દેશનિકાલ તરીકે રહ્યા, બેબીલોન અને ઇરાની સરકારોમાં એક શક્તિશાળી અધિકારી હતા- અને એક હિબ્રુ પ્રબોધક હતા.

દાનિયેલને હિબ્રુ વેદના અન્ય પ્રબોધકો સાથે સમયરેખામાં બતાવવામાં આવ્યા છ

તેમના પુસ્તકમાં, દાનિયલને નીચેનો સંદેશ મળ્યો:

21 હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન  ગાબ્રિયેલ એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે [પ્રભુની] આજ્ઞાથી વેગે ઊડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો. 

22 તેણે મને સમજણ પાડી, ને મારી સાથે વાત કરીને કહ્યું, “હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજશક્તિ આપવા માટે આવ્યો છું.

23 તેં વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ તેથી તને માહિતી આપવા માટે હું આવ્યો છું; કેમ કે તું અતિ પ્રિય છે; માટે તું આ વાતનો વિચાર કર, ને સંદર્શન સમજ.

24 અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે. 

25 એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે. 

26 એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ.

દાનિયલ ૯: ૨૧-૨૬એ

આ એક ‘અભિષિક્ત’ સંબંધીની ભવિષ્યવાણી છે  (= ખ્રિસ્ત = મસિહા)  કે જેમના વીશે ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે તે ક્યારે આવશે. તેની તેની શરૂઆત ‘યરૂશાલેમને પુન:સ્થાપિત કરવા અને ફરીથી તેનું નિર્માણ કરવાના આદેશથી થશે. જો કે દાનિયલને આ સંદેશ આપવામાં આવ્યો હતો અને આ સંદેશ લખ્યો હતો (ઇસ. પુર્વ ૫૩૭ ની સાલમાં) તે આ ઉલટી ગણતરીની શરૂઆત જોવા માટે જીવતો ન રહ્યો.

યરુશાલેમને પુન:સ્થાપિત કરવાનું ફ઼રમાન

પરંતુ  નહેમ્યાહ જે , દાનિયેલના લગભગ સો વર્ષ પછી આવ્યા હતા, જેઓએ આ ગણતરીની શરૂઆત થતી જોઈ. તેઓ તેમના પુસ્તકમાં લખે છે કે

1 આર્તાહશાસ્તા રાજાને વીસમે વર્ષે નીસાન માસમાં તેમની આગળ દ્રાક્ષારસ હતો, તે સમયે મેં તે દ્રાક્ષારસ લઈને રાજાને આપ્યો. હું કદી એ પહેલાં તેમની હજૂરમાં ઉદાસ થયો નહતો. 

2 રાજાએ મને પૂછ્યું, “તું માદો નથી તેમ છતાં તારું મો કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી.” ત્યારે હું બહું જ ડરી ગયો. 

3 મેં રાજાને કહ્યું, “રાજાજી, ચિરંજીવ રહો.  જે નગર મારા પિતૃઓની કબરોનું સ્થાન છે તે ઉજ્જડ પડ્યું છે, ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયાં છે. તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?” 

4 રાજાએ મને પૂછ્યું, “તારી અરજ શી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.

5 મેં રાજાને કહ્યું, “જો આપની મરજી હોય, અને જો આપના સેવક પર આપની કૃપાર્દષ્ટિ હોય, તો યહૂદિયાના જે નગરમાં મારા પિતૃઓની કબરો છે ત્યાં મને જવા દો, જેથી હું તે ફરીથી બાંધું.”

6 રાજાએ મને પૂછ્યું, (રાણી પણ રાજાની પાસે જ બેઠેલી હતી), તને ત્યાં જતાં કેટલો વખત લાગશે? અને તું ક્યારે પાછો આવશે?” મેં રાજાની સાથે અમુક મુદત ઠરાવી. ત્યાર પછી રાજાએ મને કૃપા કરીને જવા દીધો.

નહેમ્યાહ ૨:૧-૬

 પછી હું યરુશાલેમ આવ્યો, અને ત્રણ દિવસ ત્યાં રહ્યો.

નહેમ્યાહ ૨:૧૧

“યરૂશાલેમને પુન:સ્થાપિત કરવુ અને ફરીથી બાંધવુ” તેવા તેના હુકમનામાની નોંધ કરે છે, કે જે વીશે દાનિયલે ભવિષ્યવાણી કરી હતી કે જ્યાંથી ઉલટી ગણતરી શરૂ થશે. તે ઇરાનના સમ્રાટ આર્તાહશાસ્તાના ૨૦મા વર્ષમાં બન્યુ હતું, તેમના શાસનની શરૂઆત ઇસ પુર્વ ૪૬૫ ની સાલમાં થઇ જે ઇતિહાસમાં જાણીતી છે. આમ તેમના ૨૦ મા વર્ષમાં એટલે કે ઇસ પુર્વ ૪૪૪ માં આ હુકમનામું બહાર પાડશે. દાનિયેલના લગભગ સો વર્ષ પછી, ઇરાની સમ્રાટે પોતાનો હુકમ જારી કર્યો, કે જ્યાંથી ખ્રિસ્તના આવવાની ઊલટી ગણતરી શરૂ કરાય.

રહસ્યમય અંક સાત

દાનિયેલની આગાહીએ સંકેત આપ્યો હતો કે “સાત’ ના ’ સાત’અને બાસઠ ‘ સાત’ પછી ખ્રિસ્ત પ્રગટ થશે.

 ‘સાત’ એટલે શું?

મૂસાના નિયમ  માં સાત વર્ષના ચક્રનો સમાવેશ થાય છે. દર ૭ મા વર્ષે જમીનને ખેતીથી આરામ આપવો કે જેથી જમીન ફરી ભરપૂરી પ્રાપ્ત કરી શકે.તેથી ‘સાત’ એ ૭-વર્ષનું ચક્ર છે. તેને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો ઉલટી ગણતરી બે ભાગમાં થાય છે. પ્રથમ ભાગમાં ‘સાત સપ્તાહ  અથવા સાત ૭-વર્ષનો સમયગાળો હતો. આ, ૭ *૭  = ૪૯ વર્ષો, જેમાં યરૂશાલેમને ફરીથી બાંધવામાં આવ્યુ. ત્યારબાદ બાંસઠ સપ્તાહ આવે છે, તેથી કુલ ઉલટી ગણતરી               ૭ * ૭ + ૬૨ * ૭ = ૪૮૩ વર્ષ હતી. આ આદેશની શરૂઆતથી તે ખ્રિસ્ત પ્રગટ થાય ત્યાં સુધી ૪૮૩ વર્ષ હશે.

૩૬0-દિવસનું વર્ષ

આપણે પચાંગમાં એક નાનો મેળ બેસાડવો પડશે. ઘણા પૂર્વજના લોકોએ કર્યું તેમ, પ્રબોધકોએ ૩૬0 દિવસનો વર્ષ તરીકે ઉપયોગ કર્યો. કેલેન્ડરમાં ‘વર્ષ’ની લંબાઈને નિયુક્ત કરવાની વિવિધ રીતો છે. પશ્ચિમી પચાંગ (સૌર ચક્ર પર આધારિત) ૩૬૫.૨૪ દિવસો લાબું છે, મુસ્લિમ પચાંગ ૩૫૪(ચંદ્રના ચક્રના આધારે) દિવસ લાંબું છે. દાનિયેલે જેનો ઉપયોગ કર્યો તે ૩૬૦ દિવસો કરતા અડધો હતો તેથી ૪૮૩ ‘૩૬૦-દિવસ એ  વાસ્તવમાં ૪૮૩ * ૩૬0 / ૩૬૫.૨૪ = ૪૭૬ સૌર વર્ષ છે.

વર્ષમાં ખ્રિસ્તના આગમનની આગાહી

ખ્રિસ્તના આગમનની આગાહી કરવામાં આવી તેની આપણે હવે ગણતરી કરી શકીએ છીએ. આપણે  ઈ.સ.પૂર્વ થી ‘ઈ.સ.ના યુગમાં જઈએ તો ફક્ત 1 વર્ષ સાથે ઇ.સ પુર્વે ૧-ઈ.સ ૧(ત્યાં કોઈ ‘શૂન્ય વર્ષ નથી). અહીં ગણતરી આપી છે.

પ્રારંભ વર્ષઇ.સ પુર્વે ૪૪૪ (આર્તાહશાસ્તાનું ૨0 મું વર્ષ)
સમયની લંબાઈ૪૭૬ સૌર વર્ષ
આધુનિક કેલેન્ડરમાં અપેક્ષિત આગમન(-૪૪૪ + ૪૭૬ + ૧) (‘+૧’ કારણ કે ત્યાં ઈ.સ. ૦ નથી) = ૩૩
અપેક્ષિત વર્ષઈ.સ. ૩૩

    ખ્રિસ્તના આવવાના સુધીની આધુનિક પંચાગની ગણતરીઓ

નાઝરેથના ઈસુ યરૂશાલેમમાં ગધેડા પર સવારી થઈને આવ્યા તે દિવસ ખજુરીના રવિવાર તરીકે એક ઉજવણીનો દીવસ બની ગયો. તે દિવસે જ તેમણે પોતાની જાતને ખ્રિસ્ત તરીકે ઘોષિત કરી અને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. આગાહી મુજબ-તે વર્ષ ઇ.સ ૩૩ હતું.

દાનિયેલ અને નહેમ્યાહ પ્રબોધકો, એક બીજાને જાણી શક્યા નહતા, કારણ કે તેઓ બંન્ને વચ્ચે ૧૦૦ વર્ષનો સમયગાળો હતો, ઈશ્વર દ્વારા એક એવું સંકલન કરવામાં આવ્યું ને ભવિષ્યવાણીઓ પ્રાપ્ત થઇ ને તેમ ખ્રિસ્તને પ્રગટ થવાની ઉલટી ગણતરીને ગતિમાં મુકવમાં આવી. દાનિયેલના ‘સાત’ અઠવાડીયાંનું દર્શન પ્રાપ્ત થયાના ૫૩૭ વર્ષો પછી, ઈસુએ ખ્રિસ્ત તરીકે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. ખ્રિસ્તના નામની ઝખાર્યાહની ભવિષ્યવાણીની સાથે, આ પ્રબોધકોએ આશ્ચર્યજનક આગાહીઓ લખી કે જેથી સર્વ ઈશ્વરની યોજનાને પ્રગટ થતી જોઈ શકે.

આ ‘ખાસ દિવસ’ ના આગમનની આગાહી

પ્રવેશના વર્ષની આગાહી કર્યાના સેંકડો વર્ષ પહેલાં તે બન્યું હતુ, જે આશ્ચર્યજનક છે. પરંતુ તેઓએ આ દીવસ માટેની પણ આગાહી કરી હતી.

દાનિયેલે ખ્રિસ્તના પ્રગટ થવા પહેલાં ૩૬૦-દિવસના વર્ષનો ઉપયોગ કરીને ૪૮૩ વર્ષની આગાહી કરી હતી. તે પ્રમાણે, દિવસોની સંખ્યા આ પ્રમાણે છે:

૪૮૩ વર્ષ * ૩૬૦  દિવસ/વર્ષ = ૧૭૩૮૮૦ દિવસ

આજના આધુનિક આંતરરાષ્ટ્રીય કેલેન્ડરની દ્રષ્ટિએ ૩૬૫.૨૪૨૨ દિવસ/વર્ષ સાથે ૨૫ વધારાના દિવસ બરાબર ૪૭૬ વર્ષ છે. (૧૭૩૮૮૦/૩૬૫.૨૪૨૧૯૮૭૯ = ૪૭૬ બાકી ઉપરના ૨૫)

રાજા આર્તાહશાસ્તાએ યરૂશાલેમની પુન:સ્થાપના માટે હુકમ આપ્યો:

વીસમા વર્ષે નિસાન મહિનામાં…

નહેમ્યાહ ૨:૧

નિસાન ૧ થી યહુદી અને પર્સિયનનું નવું વર્ષ શરૂ થયુ તે ખાતરીબધ્ધ છે, ત્યારથી તે રાજાને નહેમ્યાહ સાથે ઉજવણીમાં વાત કરવાનું કારણ આપે છે.  નિસાન ૧ એ નવા ચંદ્ર દીવસને પણ ચિહ્નિત કરશે કારણ કે તેઓ ચંદ્ર મહિનાનો ઉપયોગ કરતા હતા. આધુનિક ખગોળશાસ્ત્ર સાથે આપણે જાણીએ છીએ કે નિસાન ૧,૪૪૪ ઇ.સ પૂર્વે તે નવો ચંદ્ર દીવસ ક્યારે હતો. ખગોળશાસ્ત્રની ગણતરીઓ પ્રમાણે આધુનિક પચાંગમાં ઇરાની સમ્રાટ આર્તાહશાસ્તાના ૨૦ મા વર્ષના નિસાન ૧ ના દીવસે અર્ધચંદ્રાકાર ચંદ્રને ઇ.સ પૂર્વે ૪૪૪ ના ૪ માર્ચ, ના રાતના ૧૦ વાગ્યા પર મૂકે છે.૧

ખજુરીના રવિવારનો દિવસે

આપણને ઉપર વર્ણવ્યા મુજબ, આ તારીખમાં દાનિયેલના ૪૭૬ વર્ષનો ભવિષ્યવાણીનો સમય ઉમેરવાથી, ઇ.સ ૩૩ ની ૪ માર્ચ આવે છે. દાનિયેલની ભવિષ્યવાણીના બાકીના ૨૫ દિવસ, ઇ.સ ૩૩ની ૪ માર્ચમાં ઉમેરવાથી આપણને, ૨૯ માર્ચ ઇ.સ ૩૩ આપે છે. ૨૯ માર્ચ ઇ.સ ૩૩ રવિવાર હતોજે ખજુરીનો રવિવાર હતોતે જ દિવસ હતો કે જે દિવસે ખ્રિસ્ત હોવાનો દાવો કરીને ઈસુએ ગધેડા પર બેસીને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો હતો.૨

પ્રારંભ – હુકમનામું બહાર પાડ્યુંમાર્ચ ૪,  ઇ.સ ૪૪૪
સૌર વર્ષ ઉમેરો (-૪૪૪+ ૪૭૬ +)માર્ચ ૪,  ઇ.સ ૩૩
સાત અઠવાડિયાંના બાકીના ૨૫ દિવસો ઉમેરોમાર્ચ ૪ + ૨૫ = માર્ચ ૨૯,  ઇ.સ  ૩૩
૨૯ માર્ચ,  ઇ.સ ૩૩ યરૂશાલેમમાં ખજુરીનો રવિવારનો પ્રવેશ

૨૯ માર્ચ, ઇ.સ ૩૩ના દિવસે, ગધેડા પર સવાર થઇ યરૂશાલેમમાં પ્રવેશ કરીને, ઈસુએ ઝખાર્યાહની ભવિષ્યવાણી અને દાનિએલની ભવિષ્યવાણી – આજ દીન સુધી પૂરી કરી.

            

દાનિયેલનાં ‘સાત, અઠવાડિયાંનું  ચક્ર ખજુરીના રવિવારના દિવસે પૂર્ણ થયું

દાનિયેલે ૧૭૩૮૮૦ દિવસ અગાઉ ખ્રિસ્તના પ્રગટ થવાની આગાહી કરી હતી; નહેમ્યાએ સમય શરૂ કર્યો હતો. તે ૨૯ માર્ચ, ઇ.સ ૩૩ ના રોજ પુર્ણ થયું, જ્યારે ઈસુ ખજુરીના રવિવારના દિવસે જેરૂસલેમમાં પ્રવેશ કર્યો, બધું ’સાત’ અઠવાડિયાં માં માપવામાં આવ્યું.

પાછળથી તે જ દિવસે ઈસુએ સર્જનના અઠવાડીયા, પછી બીજા સાત દરમ્યાન તેમની પ્રવુત્તિઓને ઢાળવાનું શરૂ કર્યું. આ રીતે તેમણે તેમના છેલ્લા શત્રુ એટલે કે મરણ સામેના યુદ્ધ તરફ઼ દોરી જતી ઘટનાઓને ગતિમાં મૂકી.

…………………..

૧. ડો.હેરોલ્ડ ડબલ્યુ. હોર્નર, ઇસુના જીવનના ઐતિહાસિક બનાવો. ૧૯૭૭.પાન ૧૭૬

૨. આવનાર શુક્રવાર પાસ્ખા હતો, અને પાસ્ખા હંમેશાં નીસાન માસના ૧૪મા દીવસે આવતું હતું. ઇ.સ ૩૩માં ૧૪મો દિવસ અપ્રિલ ૩ હતો. તેથી ૩ અપ્રિલથી ૫ દિવસ પહેલાં હોવાને કારણે, ખજૂરીનો રવિવાર ૨૯ માર્ચને દિવસે આવતો હતો.

વર્ણથી અવર્ણ માટે: સર્વ લોકોને માટે એક વ્યક્તિ આવે છે

વેદોએ અગાઉથી પુરૂષાસુક્તાની શરૂઆતમાં ઋગ્વેદમાં આવનાર માણસ માટે ભવિષ્ય ભાખ્યું હતું. પછી  હિબ્રુ વેદમાં આગળ જોવાનું ચાલુ રાખ્યું,  તે સૂચવે છે કે બંને સંસ્કૃત અને હીબ્રુ વેદ(બાયબલ) યેશુઆ સત્સંગ (નાઝરેથના ઈસુ) દ્વારા પરીપૂર્ણ થયા છે.

તો શું ઈસુ આ ભવિષ્યકથન મુજબના પુરુષ અથવા ખ્રિસ્ત હતા? શું તે ફક્ત અમુક પ્રજાજૂથ માટે જ હતા, કે પછી સર્વ માટે – વર્ણથી અવર્ણા સુધી બધી જાતિઓ માટે પણ હતા?

પુરૂષાસુક્તામાં જાતિ (વર્ણ)

પુરૂષાસુક્તાએ પુરૂષા માટે કહ્યું કે:

પુરુષાસુકતા પદ ૧‍૧-૧૨ -સંસ્કૃતસંસ્કૃત લિપીયાંનતરભાષાન્તર
यत पुरुषं वयदधुः कतिधा वयकल्पयन |
मुखं किमस्य कौ बाहू का ऊरू पादा उच्येते ||
बराह्मणो.अस्य मुखमासीद बाहू राजन्यः कर्तः |
ऊरूतदस्य यद वैश्यः पद्भ्यां शूद्रो अजायत ||
11 yat puruṣaṃ vyadadhuḥ katidhā vyakalpayan |
mukhaṃ kimasya kau bāhū kā ūrū pādā ucyete ||
12 brāhmaṇo.asya mukhamāsīd bāhū rājanyaḥ kṛtaḥ |
ūrūtadasya yad vaiśyaḥ padbhyāṃ śūdro ajāyata
11 જ્યારે તેઓએ પુરૂષાના વિભાગ પાડ્યો ત્યારે તેમણે કેટલા ભાગ બનાવ્યા? તેઓ તેના મોં, તેના હાથને શું કહે છે? તેઓ તેના જાંઘ અને પગને શું કહે છે? 12 બ્રાહ્મણ તેનું મોં હતું, તેના બંને હાથમાંથી બનાવેલા રાજન્ય હતા. તેની જાંઘ વૈશ્ય બની, તેના પગમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા.

સંસ્કૃત વેદોમાં જાતિ અથવા વર્ણનો આ સૌથી પ્રાચીન ઉલ્લેખ છે. તે ચાર જાતિઓને પુરૂષાના શરીરમાંથી જુદા પાડતા વર્ણવે છે: તેના મુખમાંથી બ્રાહ્મણ જાતિ/વર્ણ, તેના હાથથી રાજન્ય (આજે ક્ષત્રિય જાતિ/વર્ણ તરીકે ઓળખાય છે), જાંગમાંથી વૈશ્ય જાતિ/વર્ણ અને તેના પગમાંથી શૂદ્ર જાતિ. ઈસુ એક પુરૂષા બનવા દ્વારા તેમણે દરેકનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.

શું તે કરે છે?

ઈસુ બ્રાહ્મણ અને ક્ષત્રિય તરીકે

આપણે જોયું કે ‘ખ્રિસ્ત’એ પ્રાચીન હીબ્રુ શીર્ષક છે જેનો અર્થ ‘શાસક’થાય છે – શાસકોના શાસક. ‘ખ્રિસ્ત’તરીકે, ઈસુ ક્ષત્રિય સાથે સંપૂર્ણ રીતે ઓળખે પ્રાપ્ત કરે છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જોયું કે ‘શાખા’ તરીકે ઈસુને માટે યાજક તરીકે પણ આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી, તેથી તે બ્રાહ્મણ સાથે સંપૂર્ણ રીતે ઓળખે પ્રાપ્ત કરે છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે. હકીકતમાં, હીબ્રુ ભવિષ્યવાણીએ સુચવ્યું હતું કે તે યાજક અને રાજાની બે ભૂમિકાઓને એક વ્યક્તિમાં એક કરશે.

13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીતિર્ પામશે, પોતાના રાજ્યાસન પર બેસશે અને રાજવી અધિકારથી અમલ ચલાવશે. તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.

ઝખાર્યા ૬:૧૩

ઈસુ વૈશ્ય તરીકે

હીબ્રુ ઋષિ/પયગંબરોએ પણ એવો ભવિષ્યવાણી કરી હતી કે જે આવનાર છે તે, વેપારીના જેવો છે, એક વેપારી બને. તેઓએ ભાખ્યું:

  3 કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.

યશાયા: ૪૩:૩

ઇશ્વર આવનાર એકની સાથે પ્રબોધકીય રીતે બોલી રહ્યા છે, એમ કહીને કે તે વસ્તુઓનો વેપાર કરશે નહીં, પરંતુ તે લોકો માટે વેપાર કરશે – પોતાના જીવનની અદલાબદલી કરીને. તેથી આવનાર એક તે એક વેપારી હશે, લોકોને મુક્ત કરવાનો વેપાર કરશે. વેપારી તરીકે તે વૈશ્ય સાથે ઓળખ પ્રાપ્ત કરે છે અને તેમનું પ્રતિનિધિત્વ કરે છે.

શુદ્ર – ચાકર

ઋષિઓ/પયગંબરોએ પણ તેમની ચાકર અથવા શૂદ્ર તરીકેની આગામી ભૂમિકાની ખૂબ વિગતવાર આગાહી કરી હતી. અમે જોયું કે પ્રબોધકોએ કેવી રીતે ભવિષ્યવાણી કરી હતી કે શાખા એક ચાકર હશે, જેમની સેવા પાપોને દૂર કરવાની હશે:

8 હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
9 હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”

ઝખાર્યા ૩:૮-૯

આવનાર શાખા, જે યાજક, શાસક અને વેપારી હતા, તે એક ચાકર – શુદ્ર પણ હતા. યશાયાએ તેમના સેવક (શૂદ્ર) ની ભૂમિકા વિશે વિગતવાર પ્રબોધ કર્યો. આ ભવિષ્યવાણીમાં ઇશ્વર બધા ‘દૂરના’રાષ્ટ્રોને (તે આપણે છે!) આ શુદ્રની સેવા તરફ ધ્યાન આપવાની સલાહ આપે છે.

પણે જે સાંભળ્યું તે કોણે માન્યું હોત? એમાં યહોવાનો હાથ હશે એવું કોણે ઓળખ્યું હોત?
2 તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ.
3 લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ

.યશાયા: ૪૯:૧-૬

હીબ્રુ/યહૂદી જાતિમાંથી આવતા હોવા છતાં, આ આગાહી કરે છે કે આ ચાકર ની સેવા ‘પૃથ્વીના છેડા સુધી પહોંચશે’. ભવિષ્યવાણી પ્રમાણે ઈસુની સેવા ખરેખર પૃથ્વી પરના બધા દેશોને સ્પર્શી ગઈ છે. સેવક તરીકે, ઈસુએ બધા શૂદ્ર સાથે સંપૂર્ણ રીતે ઓળખ પ્રાપ્ત કરી અને તેઓનું પ્રતિનિધિત્વ કર્યું.

અવર્ણ પણ …

બધા લોકો માટે મધ્યસ્થી બનાવા માટે ઈસુએ પણ અવર્ણ અથવા અનુસૂચિત જાતિ, આદિજાતિઓ અને દલિતોનું પ્રતિનિધિત્વ કરવું પડશે. તે કેવી રીતે કરશે? હીબ્રુ વેદોએ આગાહી કરી હતી કે તે સંપૂર્ણ રીતે તિરસ્ક્રુત થશે અને ધિક્કાર પામશે, બાકીના આપણા સર્વ દ્વારા તેમને અવર્ણા તરીકે જોવામાં આવશે.

કેવી રીતે?

અહીં સામેલ કેટલાક ખુલાસાઓ સાથે સંપૂર્ણ ભવિષ્યવાણી છે. નિરીક્ષણ કરો કે તે ‘તે’  અને ‘તેને’વીશે બોલે છે તેથી તે આવનાર માણસની ભવિષ્યવાણી કરે છે. ભવિષ્યવાણી ‘ફ઼ણગા’ ના રૂપકનો ઉપયોગ કરતી હોવાથી, આપણે જાણીએ છીએ કે તે શાખાનો ઉલ્લેખ કરે છે જે યાજક અને શાસક હતા. પણ આ વર્ણન અવર્ણા માટે છે.

આવનાર જે ધિક્કાર પામેલ છે

 4 તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે;
5 પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણાં પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજાસમાં છી

એ.યશાયા ૫૩:૧-3

જો કે ઇશ્વર સમક્ષ ‘ફ઼ણગો’ (એટલે ​​કે વડ શાખા), આ માણસને ’તિરસ્કુત’ કરવામાં અને ‘નકારવામાં’ આવશે, જે ‘વેદના ’થી ભરેલો હશે અને તેને અન્ય લોકો દ્વારા ’નિમ્ન ગણવામાં આવશે’. તેમને અક્ષરશ: અસ્પૃશ્ય ગણવામાં આવશે. આ આવનાર પછી જેઓ એક અનુસૂચિત જનજાતિ (વનવાસી) અને પછાત જાતિ – દલિતો કે જેઓ તિરસ્ક્રુત લોકો છે તેઓનું પ્રતિનિધિત્વ કરવામાં સક્ષમ છે.

6 આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.
7 તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યા અને તેને સંકટમાંથી પસાર થવું પડ્યું; તેમ છતાં તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. તેને હલવાનની જેમ વધ કરવા લાવવામાં આવ્યો; અને જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે, તેમ તેણે પોતાને દોષિત ઠરાવનારની આગળ પોતાનું મોં ખોલ્યું

નહિ.શાયા ૫૩:૪-૫

આપણે કેટલીકવાર અન્યની કમનસીબીનો ન્યાય કરીએ છીએ, અથવા સમાજમાં નીચલા વર્ગના લોકોની દશા માટે તેમના પાપોનું અથવા તેમના કર્મના પરિણામ તરીકે જુએ છે. તેવી જ રીતે, આ માણસનું કષ્ટ એટલું મોટું હતું કે આપણે માની લઈએ છીએ કે તેને ઇશ્વર દ્વારા સજા આપવામાં આવી રહી છે. આથી જ તેને ધિક્કારવામાં આવશે. પરંતુ તેને તેના પોતાના પાપો માટે સજા થશે નહીં – પરંતુ આપણા પાપો માટે. તે આપણા સાજાપણા અને શાંતિ માટે ભયંકર બોજ સહન કરશે.

આ વાત નાઝરેથના ઈસુના વધસ્તંભમાં પૂરી થઈ હતી, જેમને વધસ્તંભ પર ‘વીંધવામાં’આવ્યા, ત્રાસ અને પીડા આપવામાં આવ્યા હતા. જો કે આ ભવિષ્યવાણી તેઓ જીવ્યા તે પહેલા ૭૫૦ વર્ષ પહેલાં લખાઈ હતી. તેઓ નીમ્ન કક્ષાના બન્યા અને તેમણે વેદના સહન કરી, તેમાં ઈસુ વીશેની આ ભવિષ્યવાણી પૂરી થઇ અને હવે તે બધી પછાત જાતિ અને જનજાતિનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

8 તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો.

યશાયા ૫૩:૬-૭

તે આપણું પાપ છે અને આપણે ધર્મથી ભટકી ગયા છીએ કે જેથી તે જરૂરી બન્યું કે આ માણસે આપણાં દુષ્કર્મ કે પાપો પોતાના પર લેવા જોઈએ. તે આપણી જગ્યાએ શાંતિપૂર્ણ રીતે વધ થવા સારુ જવા તૈયાર થઈ જશે, વિરોધ કરશે નહીં કે ‘મોં ખોલશે’  પણ નહીં. આ સચોટ રીતે પૂર્ણ થયું કે કેવી રીતે ઈસુ સ્વૈચ્છિક રીતે વધસ્તંભ પર ગયા.

9 દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું

નહોતું.યશાયા ૫૩:૮

ભવિષ્યવાણીમાં જણાવાયું છે કે તેમને ‘જીવતાઓની ભૂમિ પરથી કાપી નાખવામાં આવશે’, ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે આ પુર્ણ થયું.

10 તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ

થશે.યશાયા ૫૩:૯

ઈસુ મરણ પામ્યા,તે એક  ‘દુષ્ટ’  માણસની માફ઼ક નિંદા પામ્યા, જો કે ‘તેમણે કોઈ હિંસા નહોતી કરી’અને ‘તેમના મુખમાં કોઈ કપટ નહોતું”. તેમ છતાં, તેમને અરીમથાયના યુસફ કે જે એક પૈસાદાર યાજક હતા તેની કબરમાં દફનાવવામાં આવ્યા,. ઈસુના સંબંધી આ બંને બાબતો એટલે કે ‘દુષ્ટોની સાથે તેમની કબર ઠરાવેલી હતી, તો પણ ‘તેના મરણમાં ધનિકની સાથે’તે પૂર્ણ થઇ.

10 દશ એકરની દ્રાક્ષની વાડીઓમાંથી ફકત છ ગેલન દ્રાક્ષરસઊપજશે એક ઓમેરબી વાવ્યાં પછી પણ ફકત એક એફાહ અનાજ ઊપજશે.”

યશાયા ૫૩:૧૦

આ ક્રૂર મૃત્યુ કોઈ ભયંકર અકસ્માત કે દુર્ભાગ્ય નહોતુ. તે ‘ઈશ્વરની ઇચ્છા’ હતી.

શા માટે?

કારણ કે આ માણસનું ‘જીવન’  એ ‘પાપનું અર્પણ’ બનવાનું  છે.

કોનું પાપ?

આપણામાંના જેઓ ‘ઘણા દેશોમાં’  ‘ભટકી ગયા’ છે. જ્યારે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ત્યારે તે રાષ્ટ્રીયતા, ધર્મ અથવા સામાજિક પદને ધ્યાનમાં લીધા વગર આપણ બધાને પાપથી શુદ્ધ કરવા માટે તે બલિ બન્યા હતા.

એક જે તિરસ્ક્રુત હતા તે વિજયી બન્યા

11 તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે. પ્રભુ કહે છે, “આમ મારો નિદોર્ષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે.”

યશાયા ૫૩:૧૧

ભવિષ્યવાણીનો સૂર હવે વિજેતા બનવા તરફ઼ બદલાય છે. ભયંકર ‘વેદના’  પછી (‘ધિક્કારાયેલ’અને ‘જીવતાંઓની ભૂમિથી કપાયેલ’ અને ‘કબર’ને  સોંપાયેલ), આ સેવક ‘જીવનનો પ્રકાશ’  જોશે.

તે ફરી જીવંત થશે! અને આમ કરવાથી આ સેવક ઘણાને ‘ન્યાયી ઠેરવશે’.

 ‘ન્યાયી ઠરવું’ એ ‘ન્યાયીપણું’ મેળવવા જેટલું જ છે.  ઋષિ ઈબ્રાહિમના સંબંધી ‘ગણવામાં’ આવ્યું  કે ‘ન્યાયીપણું’ આપવામાં આવ્યું. તે ફક્ત તેના વિશ્વાસને કારણે તેને આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે આ સેવક કે જે પોતે અસ્પૃશ્ય બનવા જેટલું નીમ્ન ગણાયા, તે ’ઘણાને’ ‘ન્યાયી ઠેરવશે’ અથવા ન્યાયપણાને સિધ્ધ કરશે. ઈસુએ તેમના વધસ્તંભ પછી મૃત્યુમાંથી સજીવન થવાથી બરાબર આ જ બાબત સિદ્ધ કરી અને હવે આપણને ન્યાયી ઠેરવે છે.


12 તેથી હું તેને પરાક્રમી તથા મહાન માણસોની જેમ યુદ્ધની લૂંટનો ભાગ વહેંચી આપીશ, કારણ, તેણે પોતાનું જીવન આપી દીધું હતું, અને પોતાની ગણતરી ગુનેગારોમાં થવા દીધી હતી, તેણે અનેકોનાં પાપો પોતાને માથે લઇ લીધાં હતાં અને ગુનેગારોને માટે તેણે પ્રાર્થના કરી હતી.”

યશાયા ૫૩:૧૨

જો કે આ ઈસુ જીવ્યા તે અગાઉ ૭૫૦ વર્ષ પહેલાં લખાયેલું હતું, તે આ પ્રકારે વિગતવાર પૂર્ણ થયું કે જે બતાવે છે કે તે ઈશ્વરની યોજના હતી. તે એ પણ બતાવે છે કે ઈસુ અવર્ણાનું પ્રતિનિધિત્વ કરી શકે છે, જેઓ સમાજમાં ઘણીવાર સૌથી ઓછું માન ધરાવતા હોય છે. હકીકતમાં, તેઓના તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનાં પાપોને પણ માફ઼ કરવા, ઉપાડવા અને શુદ્ધ કરવા આવ્યા હતા,.

તે તમને અને મને જીવનની ભેટ આપવાની ઈશ્વરની યોજનાના કેન્દ્ર તરીકે આવ્યા હતા – પાપની અપરાધ ભાવના અને કર્મથી શુદ્ધ કરવા. શું આવી મુલ્યવાન ભેટને સંપૂર્ણ રીતે ધ્યાનમાં લેવી અને સમજવી યોગ્ય નથી? અહીં આ કરવાની ઘણી રીતો છે:

આવનાર ઉમદા રાજા: સેંકડો વર્ષો પહેલા નામ આપવામાં આવ્યું

વિષ્ણુ પુરાણ રાજા વેણા વિશે જણાવે છે. જોકે વેણાએ સારા રાજા તરીકે શરૂઆત કરી, ભ્રષ્ટ પ્રભાવોને લીધે તે એટલો દુષ્ટ થઈ ગયો કે તેણે બલિદાનો અને પ્રાર્થનાને ગેરકાયદેસર ઠેરવી દીધી. તેણે એવો દાવો પણ કર્યો કે તે વિષ્ણુથી શ્રેષ્ઠ છે. ઋષિમુનિઓ અને બ્રાહ્મણો/યાજકોએ તેમની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, એમ કહેતા કે રાજા તરીકે તેમણે શિક્ષણ આપવું જોઈએ અને યોગ્ય ધર્મ માટે દાખલો બેસાડવો જોઈએ, તેને નકારી કાઢીને નહીં. જોકે વેણાએ સાંભળ્યું નહીં. તેથી ધર્મ પુન:સ્થાપિત કરવા માટે પુજારીઓ આતુર બન્યા કારણ કે તેઓ તેને પસ્તાવો કરવા માટે રાજી ન કરી શક્યા, તેથી તેણે ઊભા કરેલ દુષ્ટતાના રાજ્યમાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે તેની હત્યા કરી.

તેને લીધે રાજ્ય શાસક વિના છોડી દેવાયું. તેથી પુજારીઓએ રાજાના જમણા હાથને ઘસ્યો અને એક ઉમદા વ્યક્તિ ઉભરી આવ્યો, તેનું નામ પ્રિથુ/પૃથુ હતું. પ્રિથુ ને વેણાના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિ આનંદમાં આવી ગયા હતા કારણ કે આવી નૈતિક વ્યક્તિ રાજા બનવાની છે અને બ્રહ્મા પણ પ્રિથુના રાજ્યાભિષેક સમારોહમાં ઉપસ્થિત થયા હતા. પ્રિથુના શાસનકાળ દરમિયાન રાજ્યએ સુવર્ણ યુગમાં પ્રવેશ કર્યો

તે સમજાવે છે કે હિબ્રુ ઋષિઓએ યશાયા અને યર્મિયા દ્વારા સમાન દ્વિધાનો સામનો કર્યો હતો. તેઓએ ઇઝરાઇલના રાજાઓને શરૂઆતમાં ઉમદા કાર્ય કરતા અને દસ આજ્ઞાઓના ધર્મને અનુસરતા, પણ પાછળથી ભ્રષ્ટ બનતા જોયા હતા. તેઓએ ભવિષ્યવાણી કરી હતી કે જેમ એક વૃક્ષ કપાય જાય છે તેમ રાજવંશનું પતન થશે. પરંતુ, તેઓએ ભાવિ ઉમદા રાજાની પણ ભવિષ્યવાણી કરી, કે જે એક પડી ગયેલ ઝાડના થડમાંથી એક ડાળી ફ઼ુટી નીકળશે.

વેણાની વાર્તા પુજારીઓ અને રાજાઓ વચ્ચેની અલગ અલગ ભૂમિકાને સ્પષ્ટ રીતે સમજાવે છે. જ્યારે રાજા વેણાને પુજારીઓ દ્વારા હટાવવામાં આવ્યા હતા ત્યારે તેઓએ સત્તા ગ્રહણ કરી નહી કારણ કે તે તેમનો અધિકાર ન હતો. રાજા અને યાજક વચ્ચેની ભૂમિકાની આ જ અલગતા યશાયા અને યિર્મેયાના સમયમાં પણ અમલમાં હતી. આ વાર્તાઓમાં તફાવત એ છે કે પૃથુનું નામ તેમના જન્મ પછી રાખવામાં આવ્યું, જ્યારે આપણે જોઈશું કે હિબ્રુ ઋષિઓએ આવનાર ઉમદા રાજાનું નામ તેમના જન્મના સેંકડો વર્ષ પહેલાં કેવી રીતે રાખ્યું.

યશાયા પ્રથમ આવનારી શાખા વિશે લખ્યું. એક ‘તે’  દાઉદના પતિત વંશમાંથી આવ્યો, જે જ્ઞાન અને સામર્થ્ય ધરાવતો હતો. યર્મિયાએ અનુસરતા જણાવ્યું હતું કે આ શાખા ને પ્રભુ તરીકે ઓળખવામાં આવશે – સર્જનહાર ઇશ્વરનું હિબ્રુ નામ, અને તે આપણું ન્યાયીપણું થશે.

ઝખાર્યા શાખા ચાલુ રાખે છે

Zechariah returned after the Babylonian exile to rebuild the Temple

બેબીલોનના દેશનિકાલ પછી મંદિરને ફરીથી બાંધવા માટે ઝખાર્યા પાછો ફર્યો

ઋષિ ઝખાર્યા ઇ.સ.પુર્વે ૫૨૦ માં જીવી ગયા, જ્યારે યહૂદીઓ તેમના પ્રથમ દેશનિકાલથી યરૂશાલેમ પાછા ફરવા લાગ્યા. તેઓના પાછા ફર્યા પછી, તેઓએ તેમના નાશ પામેલા મંદિરને ફરીથી બાંધવાનું કાર્ય શરૂ કર્યું. તે સમયે પ્રમુખ યાજકનું નામ યહોશુઆ હતું, અને તે મંદિરના યાજકનું કામ ફરીથી શરૂ કરી રહ્યા હતા. ઋષિ -પ્રબોધક, ઝખાર્યાએ પરત ફરતા યહુદી લોકોનું નેતૃત્વ કરવામાં મુખ્ય યાજક, યહોશુઆ સાથે ભાગીદારી કરી. અહીં પરમેશ્વરે – ઝખાર્યા દ્વારા – આ  યહોશુઆ વિશે કહ્યું:

8 હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
9 હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું. તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.” 

ઝખાર્યા ૩:૮-૯

શાખા! યશાયા દ્વારા ૨૦૦ વર્ષ પહેલાં શરૂ કરાયેલ, ૬૦ વર્ષ પહેલાં યર્મિયા ચાલુ રાખ્યું, હવે ઝખાર્યા શાહી રાજવંશ તૂટી ગયો હોવા છતાં પણ ‘શાખા’સાથે આગળ વધે છે. એક વડના ઝાડની જેમ આ શાખા એક મ્રુતપાય થડથી મૂળ ફેલાવીને ચાલુ રહી. આ શાખા હવે ‘મારો સેવક’ – પરમેશ્વરના સેવક તરીકે ઓળખાવામાં આવ્યા. અમુક રીતે ઇ.સ.પુર્વે ૫૨૦ પર યરૂશાલેમમાં મુખ્ય યાજક યહોશુઆ, ઝખાર્યાહના સાથી, આ આવતા શાખાના પ્રતીકાત્મક હતા.

પરંતુ કેવી રીતે?

ઇશ્વર દ્વારા ’એક જ દિવસમાં’ પાપોને કેવી રીતે દૂર કરવામાં આવશે?

શાખા: યાજક અને રાજાને એક કરે છે

સમજવા માટે આપણે જાણવું જોઈએ કે હિબ્રુ વેદોમાં યાજકો અને રાજાની ભૂમિકા સખત રીતે અલગ થઈ હતી. રાજામાંથી કોઈ પણ યાજકો હોઈ શકતા ન હતા, અને યાજકો રાજા ન હોઈ શકે. યાજકની ભૂમિકા ઇશ્વરને અર્પણ કરવાનું અને ઇશ્વર અને માણસ વચ્ચે મધ્યસ્થી કરવાની હતી અને રાજાની જવાબદારી સિંહાસન પરથી ન્યાય સાથે શાસન કરવાની હતી. બંને અગત્યના હતા; બંને અલગ હતા. છતાં ઝખાર્યાએ લખ્યું કે ભવિષ્યમાં:

   9 મંે યહોવાનો સંદેશો સાંભળ્યો જે નીચે પ્રમાણે છે;
10 “બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા.
11 અને તેણે આપેલાં ચાંદી અને સોનું લઇ એક મુગટ ઘડાવી તે મુખ્યયાજક યહોસાદાકના પુત્ર યહોશુઆના માથે મૂકજે.
12 અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે. ‘આ રહ્યો એ માણસ જેનું નામ ‘શાખા’ છે. અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.
13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીતિર્ પામશે, પોતાના રાજ્યાસન પર બેસશે અને રાજવી અધિકારથી અમલ ચલાવશે. તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.

ઝખાર્યા ૬:૯, ૧૧-૧૩

અગાઉના દાખલાની સામે, ઝખાર્યાના દિવસ માં પ્રમુખ યાજક(યહોશુઆ) ને શાખા તરીકે પ્રતીકાત્મક રીતે રાજાને તાજ પહેરાવવાનો હતો. (યાદ રાખો યહોશુઆ ‘આવનારી બાબતોનો સંકેત’હતો). પ્રમુખ યાજક યહોશુઆ, રાજાને તાજ પહેરાવતા, ભવિષ્યમાં રાજા અને યાજક એક જ વ્યક્તિમાં એક થવાના છે તે અગાઉથી જોયું – એક યાજક રાજાના સિંહાસન પર. વળી આગળ, ઝખાર્યાએ લખ્યું કે ‘યહોશુઆ’ શાખા નું નામ હતું. તેનો અર્થ શું હતો?

નામો યહોશુઆઅને ઈસુ

આપણે બાઇબલ અનુવાદનો કેટલાક ઇતિહાસ જાણવાની જરૂર છે. મૂળ હીબ્રુ વેદનું ગ્રીક ભાષાંતર ઇ.સ.પુર્વે ૨૫૦ માં કરવામાં આવ્યું હતું, અને તેને સપ્તમી અનુવાદ અથવા LXX કહેવામાં આવે છે. તે હજી પણ વ્યાપકપણે વંચાય છે, આપણે જોયું કે કેવી રીતે LXXમાં ‘ખ્રિસ્ત’નો પ્રથમ ઉપયોગ થયો અને અહીં આપણે ‘યહોશુઆ’  માટે તે જ વિશ્લેષણને અનુસરીએ

’યહોશુઆ‘ = ‘ઈસુ‘. બંને હિબ્રુ નામ યોહોશુવામાંથી આવે છે

યહોશુઆ મૂળ હીબ્રુ નામ ‘યોવશુવા’ નું એક [ગુજરાતી] લિપ્યંતર છે. ચતુર્ભુજ નંબર # ૧ બતાવે છે કે કેવી રીતે ઝખાર્યાએ ઇ.સ.પુર્વે ૫૨૦ માં હિબ્રુ ભાષામાં ‘યહોશુઆ’ લખ્યું. તે [ગુજરાતી] (# 1 => # 3) માં યહોશુઆ’ લિપ્યંતરેલું છે. ‘યોવશુવા’ હિબ્રુ ભાષામાં [ગુજરાતી] માં યહોશુઆ જેવું જ છે. જ્યારે LXX નો  ઇ.સ.પુર્વે ૨૫૦ માં હિબ્રુમાંથી ગ્રીકમાં ભાષાંતર કરવામાં આવ્યો ત્યારે યોવશુવાને આઇસુસ (# 1 => # 2) માં લિપ્યંતર કરાયો હતો.  હીબ્રુમાં યોવશુઆ જેવું જ ગ્રીક ભાષામાં આઇસુસ છે. જ્યારે ગ્રીકનું [ગુજરાતી] માં ભાષાંતર કરવામાં આવે છે, ત્યારે આઇસુસ નું ભાષાંતર ‘ઈસુ’ (# 2 => # 3) માં થાય છે. ગ્રીક ભાષામાં આઇસુસ જેવું જ [ગુજરાતી] માં ઈસુ છે.

હિબ્રુ ભાષામાં વાત કરવામાં આવે ત્યારે ઈસુને યોવશુઆ કહેતા, પરંતુ ગ્રીક નવા કરારમાં તેમનું નામ ’આઇસુસ તરીકે લખાયું હતું – જે ગ્રીક જુના કરારમાં LXX માં તે નામ લખ્યું હતું તેજ પ્રમાણે. જ્યારે નવો કરાર ગ્રીકમાંથી ભાષાંતર કરવામાં આવે છે ત્યારે [ગુજરાતી] (# 2 => # 3) ‘આઇસુસ પરિચિત નામ ‘ઈસુ’ માં લિપ્યંતર થાય છે. તેથી નામ ઈસુ = યહોશુઆ, ‘ઈસુ’નામને  મધ્યવર્તી ગ્રીક પગલામાંથી પસાર થય છે, અને ’યહોશુઆ’ સીધા હિબ્રુથી આવ્યું.

સારાંશમાં, નાઝરેથના ઈસુ અને ઇ.સ.પુર્વે ૫૨૦ ના પ્રમુખ યાજક યહોશુઆ બંનેનું નામ એક જ હતું, તેઓને તેમના મૂળ હિબ્રુમાં ‘યોવશુઆ’ કહેવાતા. ગ્રીકમાં, બંનેને ‘આઇસુસ’ કહેવાતા.

નાઝરેથના ઈસુ એક શાખા છે

હવે ઝખાર્યાની ભવિષ્યવાણી અર્થસભર છે. ઇ.સ.પુર્વે ૫૨૦ માં કરવામાં આવેલી આગાહી, એ હતી કે આવતી શાખાનું નામ ઈસુ હશે, જે સીધા નાઝરેથના ઈસુ તરફ ધ્યાન દોરશે.

ઈસુ ‘યશાઇના થડમાંથી’ આવ્યા કારણ કે યશાઇ અને દાઉદ તેના પૂર્વજો હતા. ઈસુ જ્ઞાન અને સામર્થ્ય અને સમજણથી એ કક્ષાએ ભરેલા હતા કે જે તેમને અલગ કરે છે. તેમનું હોશિયારપણું, ધીરગંભીરતા અને સૂઝ ટીકાકારો અને અનુયાયીઓ બંનેને પ્રભાવિત કરે છે. સુવાર્તાઓમાં ચમત્કારો દ્વારા તેમની શક્તિ નિર્વિવાદ છે. કોઇક કદાચ આ બાબતો પર વિશ્વાસ ન કરવાનું પસંદ કરી શકે છે; પરંતુ કોઈ તેમને અવગણી શકે નહીં. યશાયાએ આગાહી કરી હતી કે એક દિવસ આ શાખા માંથી એક અસાધારણ જ્ઞાન અને સામર્થ્યના લક્ષણો ધરાવતા એક આવશે કે જે ઇસુમાં સંપુર્ણ થાય છે.

હવે નાઝરેથના ઈસુના જીવન વિશે વિચારો. તેણે ખરેખર એક રાજા હોવાનો દાવો કર્યો હતો – હકીકતમાં રાજા. આ ‘ખ્રિસ્ત’ નો અર્થ છે. પરંતુ પૃથ્વી પર તેમણે જે કર્યું તે ખરેખર યાજકનું કાર્ય હતું. યાજકો લોકો વતી યથાયોગ્ય બલિદાન આપતા હતા. આમાં ઈસુનું મૃત્યુ એ મહત્વનું હતું, તેમણે તો, આપણા વતી, ઇશ્વરને અર્પણ કર્યું. તેમનું મૃત્યુ કોઈપણ વ્યક્તિના પાપ અને અપરાધ માટે પ્રાયશ્ચિત કરે છે. ઝખાર્યાએ આગાહી કરી હતી તે મુજબ, દેશના પાપો અક્ષરશ: ‘એક જ દિવસમાં’ દૂર થઈ ગયા – જે દિવસે ઈસુ મ્રુત્યુ પામ્યા અને તેમણે બધા પાપો માટે ચૂકવણી કરી. જો કે મોટે ભાગે તેઓ ‘ખ્રિસ્ત’ / રાજા તરીકે ઓળખાય છે; તેમ છતાં તેમના મૃત્યુમાં તેમણે યાજક તરીકેની બધી આવશ્યકતાઓ પૂરી કરી. તેમના પુનરુત્થાનમાં, તેમણે મૃત્યુ પર પોતાની શક્તિ અને અધિકાર પ્રગટ કર્યો. તેઓ બંને ભૂમિકાઓને સાથે લાવ્યા. શાખા, કે જેને લાંબા સમય પહેલા દાઉદે ‘ખ્રિસ્ત’તરીકે ઓળખાવી હતી, તે યાજક/રાજા છે. અને તેના નામની આગાહી તેના જન્મના ૫૦૦ વર્ષ અગાઉ ઝખાર્યાએ કરી હતી.

ભવિષ્યવાણી પુરાવા

તેમના સમયમાં, આજેની જેમ, ઈસુની આસપાસ તેની સત્તા પર પ્રશ્ન પુછનારા તેમના વિરોધીઓ હતા. તેમના જવાબમાં તો અગાઉ આવેલા પ્રબોધકો તરફ઼નો અંગુલીનિર્દેશ હતો, તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓએ તેમના જીવનનું પૂર્વદર્શન કર્યું હતું. અહીં એક ઉદાહરણ છે જ્યાં ઈસુએ તેમનો વિરોધ કરનારાઓને કહ્યું:

…આ મારા વિશે સાક્ષી આપતા સાચે જ એ શાસ્ત્ર વચનો છે… (યોહાન ૫: ૩૯)

બીજા શબ્દોમાં કહીએ તો, ઈસુએ દાવો કર્યો હતો કે સેંકડો વર્ષો પહેલા હિબ્રુ વેદોમાં તેમના જીવન વીશે ભવિષ્યવાણી કરાય હતી. જો કે મનુષ્યની  આંતરદૃષ્ટિમાં સેંકડો વર્ષો અગાઉ ભવિષ્ય વીશે આગાહી કરી શકાય નહીં,ઈસુએ કહ્યું કે આ પુરાવા ખાતરી કરી આપે છે કે તે ખરેખર માનવજાત માટે ઇશ્વરની યોજના તરીકે આવ્યા છે. આને વ્યક્તિગત રૂપે ચકાસવા માટે આજે આપણા માટે હીબ્રુ વેદ ઉપલબ્ધ છે.

હિબ્રુ પયગંબરોએ અત્યાર સુધી જે આગાહી કરી છે તેનો ચાલો આપણે સારાંશ કરીએ. ઈસુના આવવાનો સંકેત માનવ ઇતિહાસની શરૂઆતમાં જ આપ્યો હતો. પછી ઈબ્રાહીમે તે સ્થાનની આગાહી કરી કે જ્યાં ઈસુનું બલિદાન આપવાનું હતું, જ્યારે પાસ્ખાપર્વ એ વર્ષનો દિવસ ભાખ્યો હતો. આપણે ગીતશાસ્ત્ર ૨ માં જોયું હતું કે જ્યાં ‘ખ્રિસ્ત’ શીર્ષક આવનાર રાજા વીષેની આગાહી કરે છે. આપણે હમણાં જ જોયું કે તેમના વંશ, યાજક તરીકેની કારકીર્દિ અને તેમના નામની આગાહી કરવામાં આવી હતી. શું તમે ઇતિહાસમાં બીજા કોઈના વિશે વિચારી શકો છો કે જેમના જીવન વીશે એકાદ દુરની આગાહી પણ કરવામાં આવી હોય કે જેટલી ઘણા પ્રબોધકો દ્વારા નાઝરેથના ઈસુ વીશે કરવામાં આવી હતી?

નિષ્કર્ષ: જીવનનું વૃક્ષ બધાને માટે આપેલ છે

એક વડના ઝાડની જેમ અમર અને ટકાઉ વૃક્ષનું ચિત્ર, બાઇબલના છેલ્લા અધ્યાય સુધી ચાલુ છે, જે ભવિષ્યમાં, આવનાર જગતમાં ’જીવનની પાણીની નદી’ સાથેની આગાહી કરે છે તે જોઇ શકીએ છીએ,  જ્યાં

 2 તે શહેરની શેરીની મધ્યમાંથી વહે છે. જીવનનું વૃક્ષ નદીની બન્ને બાજુ પર હતું. જીવનનું વૃક્ષ વર્ષમાં બાર વખત ફળ આપે છે. તે પ્રતિ માસ ફળ આપે છે. તે વૃક્ષનાં પાંદડાઓ બધા લોકોને સાજા કરવા માટે છે.

પ્રકટીકરણ ૨૨:૨

તમામ દેશોના લોકોને-તમારો પણ સમાવેશ થાય છે- તે બંને એટલે કે મૃત્યુમાંથી મુક્તિ અને જીવનના વૃક્ષના ભરપુરીપણાનો અનુભવ કરવા આમંત્રણ અપાયું છે – સાચે જ અમર વડનું વૃક્ષ. પરંતુ હિબ્રુ પ્રબોધકો ભવિષ્યવાણી કરે છે કે તે જોઇએ તે પહેલાં આગળ કેવી રીતે શાખાને ‘કાપી નાખવી’જોઈએ, તે આગળ ઉપર આપણે જોઈશુ.

શાખાની નિશાની: વ્રત સાવિત્રીમાં દૃઢ વડલાની જેમ

વટ-વૃક્ષા, બારગડ અથવા વડનું વૃક્ષ દક્ષિણ એશિયાની આધ્યાત્મિકતામાં કેન્દ્રિય છે અને તે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તે મૃત્યુના દેવ યમ સાથે સંકળાયેલું છે, તેથી ઘણીવાર સ્મશાન નજીક વાવવામાં આવે છે. ફરીથી તેની ફ઼ુટવાની ક્ષમતાને લીધે તેનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે અને તે અમરત્વનું પ્રતીક છે. એક વડના વૃક્ષ આગળ સાવિત્રીએ તેના મૃત પતિ અને રાજા સત્યવાનને પરત આવવા માટે યમ સાથે હઠાગ્રહ કર્યો હતો કે જેથી તે દીકરો પ્રાપ્ત કરે- વટ પૂર્ણિમા અને વટ સાવિત્રીની વાર્ષિક ઉજવણીમાં તે યાદ કરવામાં આવે છે.

હિબ્રુ વેદ (બાઇબલ)માં આવી જ એક વાત જોવા મળે છે. ત્યાં એક મૃત વૃક્ષ છે … જીવંત થાય છે … રાજાઓની મૃતપાય પેઢીથી એક નવા પુત્રનું પ્રતિનિધિત્વ કરવું. મુખ્ય તફાવત એ છે કે આ લખાણ ભવિષ્યની દર્શાવતી એક ભવિષ્યવાણી છે અને સેંકડો વર્ષો દરમિયાન જુદા જુદા પયગંબરો (ઋષિઓ) દ્વારા લખવામાં આવ્યું છે. તેમની સંયુક્ત વાર્તાએ આગાહી કરી હતી કે કોઈ આવી રહ્યું છે. યશાયા (ઇ.સ.પૂર્વે ૭૫૦) આ વાર્તાની શરૂઆત કરી જે પાછળથી ઋષિઓ –પ્રબોધકો દ્વારા તેને આગળ વધારવામાં આવી – મૃતઝાડનીશાખામાંથી.

યશાયાઅનેશાખા

યશાયા ઐતિહાસિક સમય રેખામાં જીવ્યા હતા, કે જે યહુદી ઇતિહાસની સમય રેખામાંથી લેવામાં આવેલ છે.

ઇઝરાઇલનાદાઉદનાવંશનારાજાઓનાસમયમાંઐતિહાસિકસમયરેખામાંજીવતાયશાયાદર્શાવાયેલછે

યશાયાએ  લખ્યું હતું કે જ્યારે દાઉદ રાજાનો શાહી રાજવંશ (ઇ.સ.પૂર્વે ૧૦૦૦ – ૬૦૦) સુધી યરૂશાલેમમાં શાસન કરતો હતો. યશાયાહના સમયમાં (ઇ.સ.પૂર્વે ૭૫૦) રાજવંશ અને શાસન ભ્રષ્ટ હતું. યશાયાહે રાજાઓને માટે ભગવાનમાં પાછા ફરવા અને મૂસાની દસઆજ્ઞાઓ પાળવા વિનંતી કરી. પરંતુ યશાયાહ જાણતા હતા કે ઇઝરાઇલ પસ્તાવો કરશે નહીં, અને તેથી તેમણે આગાઉથી જાણ્યું કે રાજ્યનો નાશ થશે અને રાજાશાહી સમાપ્ત થશે.

તેમણે શાહી રાજવંશ માટે એક નિશાનીનો ઉપયોગ કર્યો, જે તેને એક વિશાળ વડના વૃક્ષ સાથે ચિત્રિત કરે છે. યશાઇમાં આ વૃક્ષનાં મૂળિયા હતા, જે દાઉદ રાજાનો પિતા હતો. યશાઇના વંશથી રાજાઓના રાજવંશની શરૂઆત દાઉદ થી થઈ હતી, અને તેના અનુગામી રાજાસુલેમાન સાથે તે ચાલુ રહ્યો હતો. નીચે દર્શાવેલ સચિત્ર સમજુતી મુજબ, વંશપંરપરાગત પછીના દીકરાના શાસન પ્રમાણે, વૃક્ષ વધવા અને વિકસાવવા લાગ્યું.

ઇઝરાએલનાદાઉદનાવંશનારાજાઓદરમ્યાન  જીવ્યાહતાતેઐતિહાસિકસમયરેખામાંદર્શાવવામાંઆવેલછે

પ્રથમઆવૃક્ષ … પછીએકથડ … પછીએકશાખા

યશાયાએ ચેતવણી આપી હતી કે આ ‘વૃક્ષ’ રાજવંશ જલ્દીથી કાપી નાખવામાં આવશે, તે ફ઼ક્ત એક થડ રહી જશે. અહીં તેમણે એક થડ અને શાખાના રૂપક દ્વારા કેવી રીતે આ દેવવાણી લખી હતીઃ

ઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે.
યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.

યશાયાહ ૧૧:૧-૨
યશાયાએ ચેતવણી આપી હતી કે આ વંશ એક દીવસ નીર્જીવ થડ બની જશે

યશાયાના ૧૫૦ વર્ષ પછી, ..પૂ. ૬૦૦ ની આસપાસ, જ્યારે બેબીલોનીઓએ જેરુસલેમ પર વિજય મેળવ્યો આવૃક્ષ’,પડી ગયું, રાજાઓના વંશને વેરવિખેર કરી નાખવામાં આવ્યો, અને ઇસ્રાએલીઓને બેબીલોનમાં દેશનિકાલમાં લઇ જવામાં આવ્યા (સમયરેખાનો લાલ અવધિ). આ પ્રથમ યહૂદી દેશનિકાલ હતો – જેમાંથી કેટલાક લોકો ભારત સ્થળાંતર થયા. સાવિત્રી અને સત્યવાનની વાર્તામાં એક મૃત રાજાનો પુત્ર હતોસત્યવાન. થડની ભવિષ્યવાણીમાં રાજાઓની રાજ્યરેખા સંપૂર્ણ સમાપ્ત થઈ જશે અને રાજવંશ પોતે જ મરી જશે.

શાખા: દાઉદ પાસેથી જેતેઆવે છે તેજ્ઞાન સંપાદન કરશે

યશાઇના મ્રુતપાય થડ્માંથી ફ઼ણગો ફ઼ુટશે

પરંતુ ભવિષ્યવાણી ફ઼ક્ત રાજવંશનો અંત આવવાની જ વાત નથી કરતું પણ ભવિષ્યમાં આગળ વધે છે. તે વડના ઝાડનાં સામાન્ય લક્ષણોનો ઉપયોગ કરીને આવું કર્યું. જ્યારે વડના બીજ ઉગી નીકળે છે ત્યારે તે મોટે ભાગે અન્ય ઝાડના થડ પર તે ઉગે છે. તે થડ તે વડના બીજના અંકુર ફૂટવા માટે આધાર બને છે. એકવાર વડના બીજના રોપા સ્થાપિત થઇ જાય પછી તે આધાર આપતા અન્ય ઝાડના થડને દબાવી ને વધારે મોટું થઇ જાય છે. યશાયા દ્વારા અગાઉથી જોવામાં આવેલું આ અંકુર વડના ઝાડ જેવું હશે કારણ કે નવો અંકુર તેના મૂળમાંથી ઉગી નીકળશેએક શાખા રચવા માટે.

યશાયાએ આ કલ્પનાનો ઉપયોગ કર્યો હતો અને ભવિષ્યવાણી કરી હતી કે એક દિવસ, ભવિષ્યમાં એક અંકુર, જેને શાખા તરીકે ઓળખવામાં આવે છે, તે મ્રુતપ્રાય થડમાંથી ઉગી નીકળશે, જેમ કે વૃક્ષના થડમાંથી વડના અંકુર ફૂટશે. યશાયા આ અંકુરને ‘તેને’ તરીકે સૂચવે છે તેથી યશાયાકોઈવિશિષ્ટમાણસવિશેવાતકરીરહ્યોછે, જેરાજવંશપતનપછીદાઉદનાવંશમાંથીઆવશે. આમાણસમાંશાણપણ, શક્તિઅનેજ્ઞાનજેવાગુણોહશેજાણેકેઇશ્વરનોઆત્માતેનાપરહોય.

આ વડનું ઝાડ તેના સાથી વૃક્ષથી આગળ વધે છે. ટૂંક સમયમાં તે ફેલાવો મૂળ અને અંકુરની ગૂંચ હશે.

ઘણાલખાણોમાંનોંધવામાંઆવ્યુંછેકેવડનાઝાડનોપૌરાણિકદંતકથાઓમાંઅમરત્વનાપ્રતીકતરીકેઉલ્લેખકરવામાંઆવ્યોછે. તેનીઉપરનામૂળનીચેતરફ઼વધીનેજમીનમાંમળીનેવધારાનાથડબનાવેછે. તેદીર્ધાયુષ્યનુંપ્રતીકકરેછેઆમદૈવીસર્જકનુંપ્રતિનિધિત્વકરેછે. યશાયાદ્વારાઇ..પુર્વે૭૫૦માંઆશાખાવીશેઅગાઉથીજોયુંતેમાંઘણીસમાનદૈવીલાક્ષણિકતાઓહશે, અનેરાજવંશથડઅદૃશ્યથયાપછીલાંબીચાલશે.

યર્મિયાઅનેશાખા

ઋષિ-પ્રબોધક યશાયા એ એક સીમાચિન્હ ઉભું કર્યું હતું જેથી લોકો ભવિષ્યની ન બનેલ ઘટનાઓને સમજી શકે. પરંતુ કેટલાક સંકેતોમાં તે માત્ર પ્રથમ સંકેત હતો. યર્મિયા, યશાયા બાદ ઇ..પુર્વે૬૦૦માંઆશરે ૧૫૦ વર્ષ પછી થયા, જ્યારે દાઉદના વંશનો તેની આંખો સમક્ષ અંત લાવવામાં આવ્યો, તેણે લખ્યું:

યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર” ઉગાવીશ, તેને રાજા તરીકે પસંદ કરીશ. જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.
તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે અને તેઓ સુરક્ષિત રહેશે લોકો તેમને યહોવા અમારું ન્યાયીપણું છે. એ નામે બોલાવશે.”

યિર્મેયા ૨૩:૫-૬

યર્મિયાએ દાઉદના વંશની યશાયાની શાખા ની છબી પર વિસ્તરણ કર્યું. શાખાપણ રાજાબનશે. પરંતુ દાઉદના પાછલા રાજાઓ જેવો કોઈ રાજા નહી કે મ્રુતપ્રાય થડ જેવો નામશેષ થયો હોય.

શાખા: આપણો પ્રભુ આપણું ન્યાયીપણું

શાખા સાથેનો તફાવત તેના નામમાં જોવા મળે છે. તે ઇશ્વરનું ખૂબ નામ ધારણ કરશે (પ્રભુ’ઇશ્વર માટેનું હિબ્રુ નામ), તેથી એક વડના ઝાડની જેમ આ શાખા પણ દિવ્યની મૂર્તિ હશે. તેઆપણું’ (આપણે મનુષ્યોનો) ન્યાયીપણું પણ હશે.

જ્યારે સાવિત્રીએ યમ સાથે તેના પતિ સત્યવાનના શરીર પર વિવાદ કર્યો હતો, ત્યારે તેણીની ન્યાયીપણાએ તેને મૃત્યુ (યમ) નો સામનો કરવાની શક્તિ આપી હતી. કુંભ મેળા વિશે નોંધ્યું છે તેમ, આપણી સમસ્યા આપણો ભ્રષ્ટાચાર કે પાપ છે અને તેથી આપણી પાસેન્યાયીપણાનોઅભાવ છે. બાઇબલ જણાવે છે કે તેથી આપણી પાસે મૃત્યુનો સામનો કરવાની શક્તિ નથી. હકીકતમાં તે કહે છે કે આપણે તેની સામે લાચાર છીએ:

14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે.
15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે.

હિબ્રૂ: :૧૪બ૧૫

બાઇબલમાં શેતાન યમ જેવો છે કારણ કે તે આપણી સામે મૃત્યુ પર સત્તા ધરાવે છે. હકીકતમાં, યમ સત્યવાનના શરીર માટે દલીલ કરે છે તેવું બાઇબલમાં બીજી વાર શેતાનનો શરીર ઉપર વિવાદ કરવાની નોંધ છે, ક્યારે

પ્રમુખ દૂત મિખાયેલે જ્યારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ. પણ મિખાયેેલે કહ્યું કે; “પ્રભુ તને શિક્ષા કરે.”

યહૂદા ૧:૯

જ્યારે મુસા જેવા ઉમદા પ્રબોધકના શરીર ઉપર વિવાદ કરવા શેતાન પાસે, સાવિત્રી અને સત્યવાનની કથામાં યમના જેવી શક્તિ છે, તો પછી મૃત્યુ સંબંધી આપણા ઉપર ચોક્કસપણે તે સત્તા ધરાવે છે -આપણા પાપ અને ભ્રષ્ટાચારને કારણે. દૂતો પણ એ બાબતને માન્યતા આપે છે કે માત્ર પ્રભુ – સર્જક ઇશ્વર – પાસે  મૃત્યુ પર શેતાનને ધમકાવવાનો અધિકાર છે.

અહીં, ‘શાખા’ માં એક વચન છે કે ભવિષ્યમાં પ્રભુ આપણને ન્યાયીપણું આપશે જેથી આપણે મરણ ઉપર વિજય મેળવી શકીએ.

કેવી રીતે?

ઝખાર્યા જ્યારે આ વિષયની છણાવટ કરે છે ત્યારે વધુ વિગતો આપે છે, આવનારી શાખાના નામની વિગતોની પણ આગાહી કરે છે કે જે સાવિત્રી અને સત્યવાનની મરણ (યમ) ની કથાને સમાંતર છે, જે આપણે આગળ જોઇશુ

કુરુક્ષેત્રમાં યુદ્ધ: આવનાર ’અભિષિક્ત’ શાસક વિશેની ભવિષ્યવાણી

ભગવદ્ ગીતા તે મહાભારત મહાકાવ્યનું જ્ઞાનનું કેન્દ્રબીંદુ છે. જો કે ગીતા એક (કાવ્ય) તરીકે લખાયેલું છે, પરંતુ તે સામાન્ય રીતે વાંચવામાં આવે છે. ગીતા કુરુક્ષેત્રના મહા યુદ્ધ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાજવી યોદ્ધા અર્જુન વચ્ચેની વાતચીત વર્ણવે છે – રાજવી પરિવારના બે પક્ષો વચ્ચેનું યુદ્ધ હતું. આ તોળાઈ રહેલા યુદ્ધમાં એક બીજાનો વિરોધ કરવા, પ્રાચીન શાહી રાજવંશના સ્થાપક રાજા કુરુના રાજવંશની બે શાખાઓના યોદ્ધાઓ અને શાસકો સામ સામે ગોઠવાયા હતા. પાંડવ અને કૌરવ પિતરાઇ ભાઇઓ, રાજવંશનું કયું કુટુંબ રાજ સત્તા ભોગવે તે નક્કી કરવા યુદ્ધ કરવા જઈ રહ્યા હતા – એટલે કે પાંડવ રાજા યુધિષ્ઠિર અથવા કૌરવ રાજા દુર્યોધન. દુર્યોધને યુધિષ્ઠિર પાસેથી રાજગાદી પડાવી લીધી હતી તેથી યુધિષ્ઠિર અને તેના પાંડવ સાથીઓ તેને પાછું મેળવવા યુદ્ધ કરવા જઇ રહ્યા હતા. ભગવદ્ ગીતા તે પાંડવ યોદ્ધા અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે થયેલ સંવાદ છે કે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાચા જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરીને કેવી રીતે આધ્યાત્મિક સ્વતંત્રતા અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે તે દર્શાવે છે.

ગીતશાસ્ત્ર તે બાઇબલ કે જે હીબ્રુ વેદ પુસ્તાકન મહાકાવ્ય છે તેના જ્ઞાન સાહિત્યનું કેન્દ્રબીંદુ છે. જો કે તેઓ કાવ્યો(ગીત) તરીકે લખેલા હોવા છતાં આજે તેઓ સામાન્ય રીતે વાંચવામાં આવે છે. ગીતશાસ્ત્ર પણ બે વિરોધી દળો વચ્ચેના યુદ્ધ અગાઉ ઉચ્ચ પ્રભુ યહોવા અને તેમના અભિષિક્ત (= શાસક) વચ્ચેની વાતચીત વર્ણવે છે. આ તોળાઇ રહેલ મહાન યુદ્ધની બંને બાજુએ મહાન યોદ્ધાઓ અને શાસકો ગોઠવાયેલા છે. એક તરફનો રાજા તે પ્રાચીન શાહી વંશના સ્થાપક પૂર્વજ રાજા દાઉદનો વંશજ છે. બંને પક્ષોએ યુદ્ધ કરવાની તૈયારી કરી હતી કે કયા પક્ષને શાસન કરવાનો અધિકાર હતો. ગીતશાસ્ત્ર ૨ તે પ્રભુ અને તેમના શાસક વચ્ચે સ્વતંત્રતા, જ્ઞાન અને આશીર્વાદને લગતી વાતચીત છે.

તમને શું એવું જ લાગતું નથી?

ભગવદ્ ગીતા સંસ્કૃત વેદને સમજવા માટેનું દ્વાર છે, તેમ જ, ગીતશાસ્ત્ર એ હિબ્રુ વેદ (બાઇબલ) ના જ્ઞાનને સમજવા માટેનું દ્વાર છે. એ જ્ઞાન મેળવવા માટે, આપણે ગીતશાસ્ત્ર અને તેના મુખ્ય ગીતકાર દાઉદ રાજાની થોડી પૃષ્ઠભૂમિની માહિતી મેળવવી જરૂરી છે.

દાઉદ કોણ હતા અને ગીતશાસ્ત્ર શું છે?

આ ઐતિહાસિક સમયરેખામાં દાઉદ રાજા, ગીતશાસ્ત્ર અને બીજા હીબ્રુ પ્રબોધકો

તમે ઇઝરાએલીઓના ઇતિહાસ માંથી લેવામાં આવેલી સમયરેખા પરથી જોઈ શકો છો કે દાઉદ શ્રી ઇબ્રાહિમ પછી એક હજાર વર્ષ અને શ્રી મૂસા પછીના 500 વર્ષ પછી, લગભગ ઇ.સ. પૂર્વે ૧૦૦૦ અગાઉ જીવ્યા. દાઉદે તેના જીવનની શરુઆત એક ભરવાડ તરીકે તેના કુટુંબના ઘેટાં ચરાવવાથી કરી. ગોલ્યાથ નામનો વિરાટકાય વ્યક્તિ, જે એક મોટો શત્રુ, તે ઈસ્રાએલીઓને જીતવા માટે સૈન્યની આગેવાની કરતો હતો,અને તેથી ઈસ્રાએલીઓ નિરાશ અને પરાજિત થયા હતા. દાઉદે ગોલ્યાથને પડકાર્યો અને યુદ્ધમાં તેની હત્યા કરી. એક મહાન યોદ્ધા પર યુવાન ભરવાડ છોકરાની આ નોંધપાત્ર જીતથી દાઉદ ખ્યાતિ પામ્યો.

જો કે, તે લાંબા અને મુશ્કેલ અનુભવો પછી જ રાજા બન્યો, કેમ કે વિદેશીઓમાં અને ઈસ્રાએલીઓમાં તેના ઘણા દુશ્મનો હતા, જેઓ તેનો વિરોધ કરતા હતા. દાઉદે આખરે તેના બધા દુશ્મનો પર વિજય મેળવ્યો કારણ કે તેણે ઇશ્વર પર વિશ્વાસ કર્યો અને ઇશ્વરે તેની મદદ કરી. વેદ કે જે બાઇબલ છે તેના કેટલાક પુસ્તકોમાં દાઉદના સંઘષો અને વિજયો વીશે લખવામાં આવ્યું છે.

દાઉદ એક સંગીતકાર તરીકે પણ પ્રખ્યાત હતા જેમણે ઇશ્વર સંબંધી સુંદર ગીતો અને કાવ્યો બનાવ્યાં હતાં. આ ગીતો અને કવિતાઓ ઇશ્વર દ્વારા પ્રેરિત હતા અને વેદ પુસ્તકનમાં ગીતશાસ્ત્ર  ના પુસ્તક રુપે તેનો સમાવેશ કરવામાં આવેલ છે.

ગીતશાસ્ત્રમાં ‘ખ્રિસ્ત’ સંબંધીની ભવિષ્યવાણીઓ

એક મહાન રાજા અને યોદ્ધા હોવા છતાં, દાઉદે તેના ગીતોમાં, તેના શાહી વંશમાંથી જે એક ‘ખ્રિસ્ત’ આવનાર છે તે પોતે સત્તા અને અધિકાર ગ્રહણ કરશે તે સંબંધી લખ્યું હતું. અહીં આ રીતે હિબ્રુ વેદ (બાઇબલ), ના ગીતશાસ્ત્ર ૨ માં ખ્રિસ્તની ઓળખ આપવામાં આવી છે. અહીં ભગવદ્ ગીતા જેવું જ એક શાહી યુદ્ધ દ્રશ્ય રજુ થાય છે.

1 વિદેશીઓ કેમ તોફાન કરે છે,

અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે?

2યહોવા તથા તેના ‘અભિષિક્તની’ વિરુદ્ધ

પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે,

અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:

3“તેઓનાં બંધન આપણે તોડી પાડીએ,

એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ.”

4આકાશમાં જે બેઠા છે, તે હાસ્‍ય કરશે;

પ્રભુ તેઓને તુચ્છ ગણશે.

5ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે,

અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે.

6પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં

મારા ‘રાજા’ને પ્રતિષ્ઠિત કર્યો છે.

7હું તો એ ઠરાવ જાહેર કરીશ;

યહોવાએ મને કહ્યું, “તું મારો પુત્ર છે;

આજ મેં તને જન્મ આપ્યો છે.

8તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને,

તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.

9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે.

તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”

10હે રાજાઓ, તમે સમજો; પૃથ્વીના શાસકો, તમે હવે શિખામણ લો.

11ભયથી યહોવાની સેવા કરો, અને કંપીને હર્ષ પામો.

12પુત્રને ચુંબન કરો, રખેને તેમને‍‍ રોષ ચઢે,

અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે.

જેઓ તેમના પર ભરોસો રાખે છે તે બધાને ધન્ય છે!

ગીતશાસ્ત્ર ૨ – ‘અભિષિક્ત’  રાજા

અહીં એ જ ફ઼કરો છે પરંતુ ગ્રીકમાંથી અગાઉ સમજાવ્યો છે.

જા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે? શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ, યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.

ગીતશાસ્ત્ર ૨:૧-૨ – મૂળ ભાષા હિબ્રુ અને ગ્રીકમાં (LXX)

કુરુક્ષેત્ર યુધ્ધનું પરિણામ 

જો તમે ગીતશાસ્ત્ર ૨ માં ‘ખ્રિસ્ત’ / ‘અભિષિક્ત’ નો સંદર્ભ જોશો તો ભગવદ્ ગીતામાં કુરુક્ષેત્ર યુદ્ધ જેવો બીલકુલ છે. પરંતુ જ્યારે આપણે ઘણા લાંબા સમય પહેલા લડાએલ કુરુક્ષેત્ર યુદ્ધના પરિણામનો વિચાર કરીએ ત્યારે કેટલાક મતભેદો ઉભા થાય છે. અર્જુન અને પાંડવોએ યુદ્ધમાં વિજય મેળવ્યો, અને તેથી સત્તા અને શાસન પચાવી પડાવનારા કૌરવો પાસેથી પાંડવો તરફ સત્તાનું સ્થળાંતર થયું, અને યુધિષ્ઠિર હકદાર રાજા બન્યો. પાંચેય પાંડવ ભાઈઓ અને કૃષ્ણ ૧૮ દિવસના યુધ્ધમાં બચી ગયા, પરંતુ સામે પક્ષે માત્ર થોડા જ લોકો બચી ગયા – બાકીના બધાનો સંહાર કરવામાં આવ્યો. પરંતુ યુદ્ધ પછી માત્ર ૩૬ વર્ષ શાસન કર્યા પછી, યુધિષ્ઠિરે અર્જુનના પૌત્ર પરીક્ષિતને રાજા બનાવીને રાજગાદી છોડી દીધી. ત્યારબાદ તે દ્રૌપદી અને તેના ભાઈઓ સાથે હિમાલય જવા રવાના થયો. દ્રૌપદી અને ચાર પાંડવો – ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પ્રવાસ દરમિયાન મૃત્યુ પામ્યા. યુધિષ્ઠિરને સ્વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કૌરવોની માતા ગાંધારી કૃષ્ણ પર યુદ્ધ બંધ ન કરવા માટે ગુસ્સે થઈ હતી, તેથી તેણે તેને શાપ આપ્યો અને યુદ્ધ પછીના ૩૬ વર્ષ પછી આંતર કુળની લડાઈને કારણે આકસ્મિક રીતે તીરથી તેની હત્યા કરવામાં આવી. કુરુક્ષેત્ર યુદ્ધ અને ત્યારબાદ કૃષ્ણની હત્યાએ વિશ્વને કલિયુગમાં ખસેડ્યું.

તો કુરુક્ષેત્ર યુદ્ધથી આપણને કયો લાભ થઈ રહ્યો છે?

કુરુક્ષેત્ર યુધ્ધના સમયથી આપણા માટે ફળો

આપણે હજારો વર્ષો જીવ્યા પછી, વધારે જરૂરિયાતમંદ જણાઇએ છીએ. આપણે સંસારમાં, સતત પીડા, રોગ, વૃદ્ધત્વ અને મૃત્યુની છાયામાં જીવીએ છીએ. આપણે એવી સરકારો હેઠળ જીવીએ છીએ જે સામાન્ય રીતે ભ્રષ્ટ હોય છે અને તે પૈસાદાર અને શાસનકર્તાઓના વ્યક્તિગત મિત્રોને મદદ કરે છે. આપણે ઘણી બધી રીતે કલિયુગની અસરો અનુભવીએ છીએ.

આપણે એવી સરકારની ઇચ્છા રાખીએ છીએ જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપે, એવા સમાજને ઇચ્છીએ છીએ કે જે કલિયુગ હેઠળ ન હોય, અને સંસારમાં ક્યારેય જેનો અંત ન આવે તેવા પાપ અને મૃત્યુથી વ્યક્તિગત છૂટકારો પ્રાપ્ત થાય.

.ગીતશાસ્ત્ર ૨ માં આવનાર ’ખ્રિસ્ત’ પાસેથી આપણને પ્રાપ્ત થતા ફળ

હિબ્રુ પ્રબોધક દ્વારા, ગીતશાસ્ત્ર ૨ માં રજૂ કરાયેલ ‘ખ્રિસ્ત’ કેવી રીતે આપણી આ જરૂરિયાતોને પુરી કરે છે સમજાવે છે. આ જરૂરિયાતોને પ્રાપ્ત કરવા યુદ્ધની જરૂર પડશે, પરંતુ કુરુક્ષેત્ર કરતાં એક જુદા યુદ્ધ અને ગીતશાસ્ત્ર ૨ માં બતાવેલ યુદ્ધ કરતા પણ અલગ યુદ્ધની વાત છે. તે ફક્ત ‘ખ્રિસ્ત’ જ લડી શકે તેવું યુદ્ધ છે. આ પ્રબોધકો બતાવે છે કે આ બળ અને શક્તિથી શરૂ થવાને બદલે, ખ્રિસ્ત આપણને પાપ અને મરણમાંથી મુક્તિ મેળવવાની આપણી જરૂરિયાતને પુરી પાડવાની સેવા કરવા દ્વારા કરે છે. તેઓ બતાવે છે કે કેવી રીતે ગીતશાસ્ત્ર ૨ નો રસ્તો, જે એક દિવસ પહોંચશે, પ્રથમ તે જરુરી બનશે કે તે એક લાંબો યુધ્ધ માર્ગ પકડીને લશ્કરી બળ દ્વારા નહીં, પરંતુ સંસારમાં બંધાયેલા લોકોને છોડાવવા માટે પ્રેમ અને બલિદાન દ્વારા, બીજા શત્રુને હરાવે. આપણે આ સફર દાઉદના શાહી વંશના થડ્માંથી ફ઼ુટેલ ફ઼ણગાથી શરૂ કરીએ છીએ.

જેમ રાજા: ઈસુ ખ્રિસ્તમાંનું ’ખ્રિસ્ત’ શું છે?

હું ઘણી વખત લોકોને પુછું છું કે ઇસુનું છેલ્લું નામ શું હતું. સામાન્ય રીતે તેઓનો જવાબ,

        “ હું અનુમાન કરું છું કે તેમનુ છેલ્લુ નામ ’ખ્રિસ્ત’ હશે પણ મને ખાતરી નથી”.

પછી મેં પુછ્યું,

             “કે જ્યારે ઈસુ એક છોકરો હતો ત્યારે શું યુસફ ખ્રિસ્ત અને મરિયમ ખ્રિસ્ત નાના ઇસુ ખ્રિસ્તને બજારમાં લઈ ગયા હતા?”

 હવે તે રીતે, તેઓને ખ્યાલ આવે છે કે ‘ખ્રિસ્ત’  એ ઈસુનું’ કુટુંબનું નામ નથી. તો, ‘ખ્રિસ્ત’ એટલે શું? તે ક્યાંથી આવે છે? તેનો અર્થ શું થાય છે?  ઘણાના આશ્ચર્ય વચ્ચે, ‘ખ્રિસ્ત’ એ એક શીર્ષક છે જેનો અર્થ છે ‘શાસક’ અથવા ‘શાસન’., જેમ આઝાદી પહેલાં ભારત પર ’શાસન’, કરનારા બ્રિટીશ રાજની જેમ તે રાજા શીર્ષક અલગ નથી.

અનુવાદ વિરુધ્ધ લિપ્યંતર

આપણે પહેલા અનુવાદની કેટલીક મૂળભૂત બાબતોને સમજવી જોઈએ. અનુવાદકો કેટલીકવાર અર્થ, ખાસ નામો અને શીર્ષકોની જગ્યાએ સમાન ઉચ્ચાર પ્રમાણે ભાષાંતર કરવાનું પસંદ કરે છે. આ લિપ્યંતરણ, તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, “Kumbh Mela” એ હિન્દી कुंभ मेला નું અંગ્રેજી લખાણ છે. मेला નો અર્થ ‘મેળો’  અથવા ‘ઉત્સવ  હોવા છતાં તે અંગ્રેજીમાં Kumbh Fair કરતાં Kumbh Mela જેવા ઉચ્ચારથી બોલવામાં આવે છે. “Raj” એ હિન્દી “राज” નું અંગ્રેજી ભાષાનું લિપિકરણ છે. જો કે राज નો અર્થ ‘શાસન’ છે  તે અંગ્રેજીમાં “British Rule” ને બદલે “બ્રિટીશ રાજ” તરીકે બોલવામાં આવે છે. વેદ પુસ્તક (બાઇબલ) સાથે, અનુવાદકોએ નક્કી કરવાનું હતું કે કયા નામ અને શીર્ષકનું ભાષાંતર(અર્થસભર) કરવું અને કયા લિપ્યંતર (ઉચ્ચારથી) કરવું. કોઈ ચોક્કસ નિયમ નથી.

સપ્તમી અનુવાદ

બાઇબલનો પ્રથમ અનુવાદ ૨૫૦ ઇ.સ.પૂર્વે  માં કરવામાં આવ્યો હતો જ્યારે હીબ્રુ વેદ (જૂનો કરાર) નો ગ્રીક ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યો હતો – તે, તે સમયે આંતરરાષ્ટ્રીય ભાષા હતી. આ અનુવાદ સપ્તમી (અથવા LXX) તરીકે ઓળખાય છે અને તે ખૂબજ અસરકારક હતું. જો કે નવો કરાર ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો હોવાથી, જૂના કરાર ના તેના ઘણા અવતરણો સપ્તમીમાંથી લેવામાં આવ્યા છે.

સપ્તમીમાં ભાષાંતર અને લિપ્યંતર

નીચની આક્રુતિ તે પ્રક્રિયાને દર્શાવે છે અને તે આધુનિક દિવસમાં પ્રકાશિત થતા બાઇબલોને કેવી અસર કરે છે તે રજુ કરે છે.

મુળ ભાષાઓમાંથી વર્તમાન સમયની ભાષાઓમાં થયેલ ભાષાંતરનો પ્રવાહ

મૂળ હીબ્રુ જુનો કરાર (૧૫૦૦ – ૪00 બી.સી. દરમ્યાન લખાયલો છે) જે ચતુર્ભુજ   # ૧ માં બતાવવામાં આવ્યું છે. કારણ કે સપ્તમી અનુવાદ ઇ.સ.પુર્વે ૨૫૦ હીબ્રુમાંથી – ગ્રીક ભાષામાં ભાષાંતર કરવામાં આવેલ હતો કે જે તીર નીશાની દ્વારા ચતુર્ભુજમાં #૧ માંથી #૨ તરફ઼ જતું દર્શાવવામાં આવેલ છે. ગ્રીક નવો કરાર(ઇ. સ ૫0-૯0.) માં લખાયેલો હતો, તેથી # ૨ માં જુનો અને નવો બંને સામેલ છે. નીચેના અર્ધ ભાગમાં (# ૩) એ બાઇબલનો આધુનિક ભાષામાં ભાષાંતર છે. જુનો કરાર (હીબ્રુ વેદ) તે મૂળ હીબ્રુ ભાષા (૧ –> ૩) માંથી અને નવો કરાર ગ્રીક ભાષા (૨ –> ૩) માંથી અનુવાદિત કરવામાં આવેલ છે. અગાઉ સમજાવ્યા મુજબ અનુવાદકોએ નામ અને શીર્ષક સંબંધી નક્કી કરવાનું હોય છે. આ વાદળી તીરના લેબલથી દર્શાવવામાં આવેલ છે. લિપ્યંતર અને ભાષાંતર, સાથે બતાવ્યા પ્રમાણે અનુવાદકોએ ક્યો અભિગમ અપનાવવો તેનું દીશાસુચન કરવામાં આવેલ છે.

‘ખ્રિસ્ત’ નું મુળ

હવે ઉપર મુજબની પ્રક્રિયાને અનુસરો, ‘ખ્રિસ્ત’  શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

બાઇબલમાં  ‘ખ્રિસ્ત’ ક્યાંથી આવે છે?

હીબ્રુ જુના કરારમાં શીર્ષક ‘מָשִׁיחַ (મશિયાખ) છે જેનો અર્થ છે ‘અભિષિક્ત અથવા પવિત્ર વ્યક્તિ’   જેમ કે રાજા અથવા શાસક હોય. તે સમયના હીબ્રુ રાજાઓ રાજા બનતા પહેલા તેઓનો અભિષેક કરવામાં આવતો (તેઓને વિધિવત રીતે તેલથી માલીશ કરવામાં આવતા) આમ તેઓ અભિષિક્ત ગણાતા અથવા મશિયાખ હતા. પછી તેઓ શાસકો બનતા, પરંતુ તેમનું શાસન સ્વર્ગીય ઇશ્વરના શાસનના નિયમોને આધીન રહેતું. અને તે અર્થમાં જુના કરારના હીબ્રુ રાજાઓ એક વિશેષ રાજા જેવા હતા. એક રાજાએ દક્ષિણ એશિયાના બ્રિટીશ પ્રદેશો પર શાસન કર્યું, પરંતુ બ્રિટીશ સરકારની આધિનતા હેઠળ, તેમના કાયદાઓને આધિન રહીને.

જુના કરારમાં એક ચોક્કસ મશિયાખના આવવાની ભવિષ્યવાણી કરાઇ હતી (એક ચોક્કસ ’ધ’ આર્ટીકલ  સાથે), જે એક અજોડ રાજા હશે. જ્યારે ઇ.સ. પૂર્વે ૨૫૦ માં સપ્તમી તરજુમો કરવામાં આવ્યો, ત્યારે અનુવાદકોએ ગ્રીક ભાષામાં સમાન અર્થ ધરાવતો એક શબ્દ પસંદ કર્યો હતો તે, Χριστός (જેનો ઉચ્ચાર ક્રિસ્ટોસ  જેવા છે), જે chrio શબ્દ પર આધારિત હતો, જેનો અર્થ વિધિવત રીતે તેલથી માલીશ કરવી થાય છે. તેથી હીબ્રુ ‘મશિયાખ’ નું ભાષાંતર સપ્તમી તરજુમામાં Χριστός કરવામાં આવ્યું છે, તે તેના અર્થ પ્રમાણે કરવામાં આવ્યું છે અને (નહી કે તેના ઉચ્ચાર પ્રમાણે લિપ્યંતર) કરવામાં આવ્યું હોય. નવા કરારના લેખકોએ ઈસુને આ ભવિષ્યવાણીમાં રજુ કરાયેલ ‘મશિયાખ’ ને માટે ક્રિસ્ટોસ શબ્દનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું.

યુરોપિયન ભાષાઓ માટે, સમાન અર્થ સાથે કોઈ સ્પષ્ટ શબ્દ નહોતો તેથી નવા કરારનો ગ્રીક ‘ક્રિસ્ટોસ’ ને લિપ્યંતર કરીને ‘ખ્રિસ્ત’  શબ્દ જાળવી રાખ્યો. ‘ખ્રિસ્ત’ શબ્દ જુના કરારના મૂળ શબ્દ સાથેનું એક ખૂબ જ વિશિષ્ટ શીર્ષક છે, કે જે હીબ્રુથી ગ્રીકમાં અનુવાદ કરીને અને પછી ગ્રીકથી આધુનિક લિપ્યંતરણ લખાણોમાં લખાયેલ છે. જુના કરારનો હીબ્રુમાંથી આધુનિક ભાષાઓમાં સીધો અનુવાદ કરવામાં આવેલ છે અને મૂળ હીબ્રુ ‘મશિયાખ’  સંબંધિત અનુવાદકોએ જુદી જુદી પસંદગીઓ કરેલી છે. કેટલાક બાઇબલ લિપ્યંતરણમાં ‘મસિઆખ’   ને બદલે ‘મસીહા’ શબ્દનો ઉપયોગ કરેલ છે, અને બીજા કેટલાએક તેનો અર્થનુવાદ કરતાં  ‘અભિષિક્ત’ શબ્દનો ઉપયોગ પણ કરે છે.  ખ્રિસ્ત માટેનો એક હિન્દી શબ્દ (મસિહ) તે અરબી ભાષામાંથી લિપ્યંતરીત થયેલ છે, કે જે મૂળ હીબ્રુમાંથી લિપ્યંતરીત કરવામાં આવ્યો હતો. તેથી તેનું ઉચ્ચારણ ‘મસીહ’  મૂળ શબ્દની નજીકનો શબ્દ છે.

ગ્રીક સપ્તમી તરજુમામાં હિબ્રુ શબ્દ מָשִׁיחַ (માસા, મસિહા) નો અનુવાદ “ક્રિસ્ટોસ” તરીકે થાય છે. આજ શબ્દ બદલામાં અંગ્રેજીમાં ‘ક્રાઇસ્ટ’ તરીકે અનુવાદિત થાય છે અને તે ‘ક્રેઇસ્ટ’ જેવો લાગે છે. ક્રાઇસ્ટ  માટેનો ગુજરાતી શબ્દ ગ્રીક શબ્દ “ક્રિસ્ટોઝ” માંથી લિવ્યંતરણ છે અને તેથી તેને ખ્રિસ્ત (krisṭ) તરીકે ઉચ્ચારવામાં આવે છે.

કારણ કે આપણે સામાન્ય રીતે જુના કરારમાં ‘ક્રાઇસ્ટ’ શબ્દ જોતા નથી, તેથી તેનું જુના કરાર સાથેનું જોડાણ હંમેશાં સ્પષ્ટ હોતું નથી. પરંતુ આ અધ્યયનથી આપણે જાણીએ છીએ કે ‘ક્રાઇસ્ટ’= ‘મસીહા’= ‘અભિષિક્ત  અને તે એક વિશિષ્ટ શીર્ષક હતું.

પહેલી સદીમાં ખ્રિસ્તની અપેક્ષા

ચાલો હવે સુવાર્તાઓમાંથી કેટલાક નિરીક્ષણો કરીએ. જ્યારે માગીઓ યહુદીઓના રાજાની શોધમાં હેરોદ રાજાની પાસે આવ્યા ત્યારે તેણે નીચે મુજબ પ્રતિક્રિયા આપી, તે નાતાલની વાર્તાનો એક ભાગ છે. નોંધ કરીએ કે, ખ્રિસ્ત પહેલાં ’ધી’ આવે છે, જો કે તે ખાસ રીતે ઈસુ વિશે ઉલ્લેખ ન કરતો હોય તો પણ.

યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું. આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા.
હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ.

માથ્થી ૨: ૩-૪

તમે જુઓ છો કે હેરોદ અને તેના સલાહકારો વચ્ચે ‘એક ખ્રિસ્ત’ નો વિચાર સારી રીતે સમજાયો હતો – અને અહીં ખાસ ઈસુનો સંદર્ભ નથી. આ બતાવે છે કે ‘ખ્રિસ્ત’  જુના કરારથી આવેલો છે, જે સામાન્ય રીતે પહેલી સદીના લોકો (હેરોદ અને તેના સલાહકારોની જેમ) ગ્રીક સપ્તમી તરજુમામાંથી વાંચે છે. ‘ખ્રિસ્ત’ એ એક શીર્ષક હતું, (અને છે) નામ નથી, તે શાસક અથવા રાજાને સૂચવે છે. આથી જ હેરોદને ‘ખલેલ’  પડી કારણ કે તેને બીજા રાજાની સંભાવના હોવાનો ભય હતો. આપણે ‘ખ્રિસ્ત’  એક ખ્રિસ્તી શોધ હતી એવી માન્યતાને નકારી શકીએ. આ ખિતાબ સેંકડો વર્ષો પહેલા ઉપયોગમાં હતું જ્યારે કોઈ ખ્રિસ્તીઓ નહોતા.

ખ્રિસ્તના અધિકારનો વિરોધાભાસ

ઈસુના પ્રારંભિક અનુયાયીઓને ખાતરી થઈ ગઈ કે ઈસુ જ આવનાર ખ્રિસ્ત જેના વીશે હીબ્રૂ વેદમાં ભવિષ્યવાણી કરેલ છે તે જ છે, જ્યારે અન્ય લોકોએ આ માન્યતાનો વિરોધ કર્યો હતો.

 કેમ?

તેનો જવાબ પ્રેમ અથવા સામર્થ્ય આધારીત શાસન વિશેના વિરોધાભાસના ઊંડાણમાં જાય છે. રાજાને બ્રિટીશ તાજ હેઠળ ભારત પર રાજ કરવાનો અધિકાર હતો. પરંતુ તેને ભારતમાં શાસન કરવાનો અધિકાર મળ્યો કારણ કે રાજાએ સૌ પ્રથમ લશ્કરી તાકાત હાંસલ કરી અને તેની તાકાત દ્વારા બાહ્ય દબાણને અમલમાં મૂક્યું હતું. લોકો રાજાને ઇચ્છતા ન હતા અને ગાંધી જેવા નેતાઓ દ્વારા આખરે રાજ્યને ખતમ કરવામાં આવ્યું. 

ઈસુ એક ખ્રિસ્ત તરીકે જો કે તેની પાસે અધિકાર હોવા છતાં, હકુમતની માંગણી કરવા ન આવ્યા. તેઓ પ્રેમ અથવા ભક્તિના આધારે શાશ્વત રાજ્ય સ્થાપવા માટે આવ્યા હતા, અને આ બાબત માટે તે જરૂરી હતું કે એક બાજુ સત્તા અને અધિકાર વચ્ચેનો બીજી બાજુ પ્રેમને મળવા દ્વારા વિરોધાભાસ સર્જાય. ‘ખ્રિસ્ત’ ના આગમનને સમજવામાં મદદ કરવા માટે હીબ્રુ પ્રબોધકોએ આ વિરોધાભાસની સમજ પ્રગટ કરી. અમે તેઓની આંતરદૃષ્ટિને કે જે હીબ્રુ વેદમાં ‘હીબ્રુ રાજા દાઉદ દ્વારા આશરે ઇ.સ.પૂર્વે ૧૦૦૦માં પ્રથમ વાર  ખ્રિસ્ત’ને રજુ કરવામાં આવ્યા હતા તેને અનુસરીએ છીએ.

લક્ષ્મીથી શિવ સુધી: શ્રી મુસાના આશીર્વાદ અને શાપનો પડઘો આજે કેવી રીતે પડશે

જ્યારે આપણે આશીર્વાદ અને સારા નસીબનો વિચાર કરીએ છીએ ત્યારે આપણું મન, સફળતા અને સંપત્તિની દેવી લક્ષ્મી તરફ જાય છે. જ્યારે માણસ લોભ કર્યા વગર સખત મહેનત કરે છે ત્યારે આ દેવી તેને આશીર્વાદ દે છે. દૂધિયા મહાસાગરના મંથનની વાર્તામાં, લક્ષ્મી દેવોને છોડીને દૂધિયા સમુદ્રમાં પ્રવેશી હતી, કારણ કે ઈન્દ્રએ જ્યારે પવિત્ર ફૂલો ફેંક્યા ત્યારે તેમનો અનાદર થયો હતો. જો કે, સમુદ્ર મંથન કર્યાના એક હજાર વર્ષ પછી, તેઓએ પુનર્જન્મ લઇને તેમના વિશ્વાસુઓને આશીર્વાદ આપ્યા.

જ્યારે આપણે વિનાશ, વેરાન અને સંહાર વિશે વિચારીએ છીએ ત્યારે આપણું મન ભૈરવ કે જે  શિવનો બીહામણો અવતાર અથવા શિવની ત્રીજી આંખ વિશે વિચારે છે. તેમની આંખ હમેશાં બંધ રહે છે પરંતુ તે દુષ્ટ માણસોનો નાશ કરવા માટે તેને ખોલે છે. લક્ષ્મી અને શિવ બંનેના ભક્તો તેઓને રીઝવવા વધુ પ્રયત્ન કરે છે, કારણ કે લોકો તેમની પાસેથી આશીર્વાદની ઇચ્છા રાખે છે અને બીજાઓના શાપ અથવા વિનાશથી ડરતા હોય છે.

આશીર્વાદો અને શાપ… ઇઝરાયલીઓને… આપણને શિક્ષણ આપવા માટે.

હિબ્રુ વેદમાં પ્રગટ થયેલ સૃષ્ટિના સર્જનકર્તા ઇશ્વર તે બંને બાબતોના હર્તાકર્તા હતા; એટલેકે લક્ષ્મીની માફ઼ક આશીર્વાદ આપનાર તથા ભૈરવ અથવા શિવની ત્રીજી આંખની જેમ વિનાશ વેરનાર કે શાપ દેનાર હતા. તેમણે પોતાના પસંદ કરેલા લોકો એટલે કે ઇઝરાઇલી પ્રજા કે જેઓ તેમને ભજતા હતા તેઓને આ પ્રકારે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ઇશ્વરે ઇઝરાઇલી પ્રજાને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા અને તેઓને પાપ વીશે ભાન થાય માટે એક પ્રમાણ તરીકે દશ આજ્ઞાઓ આપી. આ આશીર્વાદો અને શાપનું શિક્ષણ પુરાતન સમયથી ઇઝરાયલી પ્રજાને આપવામાં આવ્યું, કે જેથી બીજા ધર્મના લોકો પણ તેની નોંધ લે અને તેઓને ખ્યાલ આવે કે ઈસ્રાએલીઓને જે ઇશ્વર આશીર્વાદ આપતા તે જ ઇશ્વર તેમને પણ આશીર્વાદ આપવા સમર્થ છે. આપણામાંના બધા જે સમૃદ્ધિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે અને વિનાશ અને શાપને ટાળવાની ઇચ્છા રાખે છે તેઓ ઇઝરાઇલ પ્રજાના અનુભવથી શીખી શકે છે.

શ્રી મુસા લગભગ 3500 વર્ષો પહેલા જીવી ગયા હતા અને તેમણે પ્રથમ પાંચ પુસ્તકો લખ્યા હતા જે હિબ્રુ વેદ તરીકે ઓળખાય છે. તેમનું છેલ્લું પુસ્તક, પુનર્નિયમ, તેમના મૃત્યુ પહેલાંનું અંતિમ લખાણ છે. તેમાં તેમણે ઇસ્રાએલ લોકો – યહૂદીઓને માટે, આશીર્વાદનાં વચનો આપ્યા પણ સાથે સાથે શાપનાં વચનો પણ આપ્યા . મૂસાએ લખ્યું છે કે આ આશીર્વાદો અને શાપ વિશ્વના ઇતિહાસને ઘડશે અને ફક્ત યહૂદી પ્રજાએ જ નહીં, પણ અન્ય તમામ રાષ્ટ્રોની પ્રજાએ પણ તેને ધ્યાનમાં લેવું જોઈએ. આ આશીર્વાદો અને શાપે ભારતના ઇતિહાસને પણ અસર કરી છે. તેથી આ આપણા માટે લખવામાં આવ્યું છે કે જેથી આપણે તેના પર વિચાર કરીએ. સંપૂર્ણ આશીર્વાદ અને શાપ વીશે  આ શાસ્ત્રમાં નાંધવામાં આવ્યું છે. જેનો સારાંશ નીચે મુજબ છે.

શ્રી મુસાના આશીર્વાદ

મુસાએ ઈસ્રાએલી પ્રજાને સમજાવ્યું કે જો તેઓ આશીર્વાદો પ્રાપ્ત કરવા માગતા હોય તો તેઓએ નિયમશાસ્ત્ર(દશ આજ્ઞા) નું પાલન કરવું પડશે. ઇશ્વર તરફથી મળતા આશીર્વાદો એટલા મોટા હશે કે અન્ય તમામ રાષ્ટ્રો પણ તેની નાંધ લેશે. આ આશીર્વાદો પરિણામ લાવશે:

10 તેથી પૃથ્વી પરના બધા લોકો તમે યહોવાની પ્રજા છો એ જાણીને તમાંરાથી ગભરાતા રહેશે.

પુનર્નિયમ ૨૮:૧૦

… અને શાપ

જો કે, જો ઈસ્રાએલી પ્રજા આજ્ઞાઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો પછી તેઓને આશીર્વાદોને બદલે શાપ પ્રાપ્ત થશે. આ શાપ આસપાસના દેશો દ્વારા જોવામાં આવશે જેથી:

37 યહોવા તમને જે દેશોમાં મોકલશે ત્યાં તમને થતી ખરાબ ચીજોથી લોકોને આઘાત લાગશે. તેઓ તમાંરા પર હસશે અને તમાંરા વિષે ખરાબ બોલશે. 

પુનર્નિયમ ૨૮:૩૭

આ શાપ પેઢી દર પેઢી ઉતરતો જશે.

46 વળી એ ચેતવણીરૂપ શ્રાપો તમાંરા પાપના પુરાવા રૂપ બનશે અને તમાંરા તથા તમાંરા વંશજો પર કાયમ રહેશે.

પુનર્નિયમ ૨૮:૪૬

પરંતુ ઇશ્વરે ચેતવણી આપી હતી કે આ શાપની સૌથી ભયંકર બાબત તે અન્ય દેશો તરફ઼થી હુમલા રુપે આવશે.

49 “યહોવા, તમે જેની ભાષા સમજતા નથી એવી દૂર દેશની પ્રજાને તમાંરી ઉપર ચઢાઈ કરીને ગરૂડની જેમ તરાપ માંરવા મોકલશે. 
50 એ પ્રજાના માંણસો યુવાન કે વૃદ્વ પર જરાય દયા દાખવશે નહિ, કારણ કે તેઓ અતિ હિંસક અને ક્રોધી છે. 
51 જ્યાં સુધી તમાંરો નાશ ન થઇ જાય ત્યાં સુધી તેઓ તમાંરા ઢોરઢાંખર અને પાક લઇ જશે. તમાંરું અનાજ, નવો દ્રાક્ષારસ, જૈતતેલ, વાછરડાં, ઘેટાં બચશે નહિ, પરિણામે તમે મોત ભેગા થઈ જશો. 
52 “તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેમાંના બધાં નગરોને તેઓ ઘેરો ઘાલશે અને અંતે જે કોટો પર તમે સુરક્ષા માંટે આધાર રાખો છો, તે ઊંચા અને અભેધ કોટોને ભોંયભેંગા કરી નાખશે. 

પુનર્નિયમ ૨૮:૪૯-૫૨

તે વિનાશથી વધુ વિનાશમાં જશે.

63 “જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે. 
64 યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધીના બધા રાષ્ટોમાં વેરવિખેર કરી નાખશે. અને ન કે તમે અથવા તમાંરા પિતૃઓ જેને જાણતા ન હતા તેવા, લાકડાં તથા પથ્થરમાંથી બનાવેલા દેવોનું પૂજન કરશો. 
65 “ત્યાં તે રાષ્ટોમાં તમને નહિ મળે શાંતિ કે નહિ મળે આરામ કરવાની કોઇ જગ્યા. ત્યાં યહોવા તમને ચિંતા, નિરાશા અને વિષાદથી ભરી દેશે. તમે સતત ભયને કારણે અધ્ધર રહેશો. 

પુનર્નિયમ ૨૮:૬૩-૬૫

આ આશીર્વાદ અને શાપ ઇશ્વર અને ઈસ્રાએલી લોકો વચ્ચે ઔપચારિક કરાર દ્વારા સ્થાપવામાં આવ્યા હતા:

12 તમે બધા તમાંરા દેવ યહોવા આજે તમાંરી સાથે જે કરાર કરે છે તે સ્વીકારવાને તથા એના ભંગ બદલ થતી શિક્ષા માંથે ચઢાવવાને તૈયાર થયા છો. 
13 તમને અને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યા પ્રમાંણે એ કરારથી યહોવા તમને આજે પોતાની પ્રજા બનાવે છે અને પોતે તમાંરા દેવ થાય છે. 
14 આ કરાર અને તેની શરતો દેવ માંત્ર તમાંરી સાથે, 
15 આજે તેમની સમક્ષ ઉભેલા આપણે સૌની સાથે અને આપણા વંશજો જે આજે અહીં હાજર નથી તેમની સાથે પણ તેઓ આ કરાર કરે છે. 

પુનર્નિયમ ૨૯:૧૩-૧૫

આ કરાર બાળકો અથવા ભાવિ પેઢી માટે બંધનકર્તા રહેશે. હકીકતમાં આ કરાર ભવિષ્યની પેઢીને ઉદ્દેશીને કરવામાં આવ્યો હતો એટલેકે- ઈસ્રાએલી લોકો અને અન્ય ધર્મ જાતિના લોકો, બંને માટે.

22 “ભવિષ્યમાં તમાંરા વંશજો, તેમજ દૂર દેશથી આવનાર વિદેશીઓ પણ યહોવાએ તમાંરા અને તમાંરા દેશને આપેલા રોગો અને આફતો જોશે. 
23 સમગ્ર પ્રદેશમાં સર્વત્ર ગંધક અને મીઠાથી બધી ધરતી બળી ગઈ હશે, કશુંય વાવી શકાય કે ઊગાડી શકાય એવું રહ્યું નહિ હોય, યહોવાએ જયારે રોષે ભરાઈને સદોમ અને ગમોરાહને, આદમાંહને અને સબોઈમને ખેદાન-મેદાન કરી નાખ્યાં હતાં તેના જેવા હાલ તમાંરા થશે. 
24 “આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’ 

પુનર્નિયમ ૨૯:૨૨-૨૪

તેનો જવાબ હશે:

25 તેઓને પ્રત્યુત્તર મળશે, ‘તેઓના પિતૃઓના દેવ યહોવા તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરારને એ લોકોએ ફગાવી દીધો, 
26 અને એ લોકોએ અગાઉ કદી પૂજ્યા ન્હોતા તથા યહોવાએ જેની પૂજા કરવાની મનાઈ કરી હતી એવા બીજા જ દેવોની તેમણે સેવાપૂજા કરવા માંડી. 
27 તેથી યહોવાએ ભૂમિનાં લોકો પર રોષે ભરાયા અને આ ગ્રંથમાં લખેલા બધા શ્રાપો તેમના પર ઉતાર્યા, 
28 અને તેમણે અતિ કોપાયમાંન થઈને તે લોકોને તેમની પોતાની ભૂમિમાંથી ઉખેડીને બીજા પ્રદેશમાં ફેકી દીધા, જયાં તેઓ આજે પણ વસે છે.’ 

પુનર્નિયમ૨૯:૨૫-૨૮

શું આશીર્વાદ અને શાપ મળ્યો?

આશીર્વાદો આનંદકારક હતા, અને શ્રાપ પીડાકારક હતા, પરંતુ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન આપણે પૂછી શકીએ છીએ: ‘શું તે પ્રમાણે ખરેખર બન્યું?’  હિબ્રુ વેદના જુના કરારના મોટાભાગના લખાણમાં ઇઝરાઇલના  ઇતિહાસને નોંધવામાં આવેલ છે; તેથી આપણે તેમના ભૂતકાળને જાણી શકીએ છીએ. તેમજ આપણી પાસે જુના કરાર સિવાય પણ અન્ય બહારના ગ્રંથોમાં અને ઘણા પુરાતત્ત્વીય સ્મારકોમાં પણ તેની નોંધ જોવા મળે છે. તે બધા ઇઝરાઇલના અથવા યહૂદી ઇતિહાસનો સતત ઉલ્લેખ કરે છે. આ એક ઐતિહાસિક સમયરેખા પ્રમાણે તેની નાંધ અહીં કરવામાં આવી છે. તમે તેને વાંચો અને જાતે મૂલ્યાંકન કરો કે મૂસાએ જાહેર કરેલ શાપ તે ખરેખર વાસ્તવિક બન્યા છે કે કેમ. આ બાબત સમજાવે છે કે શા માટે યહુદી જૂથો ૨૭૦૦ વર્ષ પહેલાં ભારતમાં સ્થળાંતર થયા (દા.ત. મિઝોરમના બીઇ મેનાશે). જેમ મુસાએ ચેતવણી આપી હતી તે જ રીતે – તેઓ આશ્શૂર અને બેબીલોનીયન પ્રજાઓની તેમના દેશ સામેની જીતને કારણે સામૂહિક રીતે પોતનો દેશ છોડીને તેઓ ભારત દેશ સુધી વિખરાય ગયા હતા.

મુસાના આશીર્વાદ અને શાપનો નિષ્કર્ષ

મૂસાના અંતિમ શબ્દો શાપ સાથે સમાપ્ત થયા નથી. મૂસાએ કેવી રીતે તેની અંતિમ ઘોષણા કરી તે અહીં છે.

તમાંરી પસંદગી માંટે દર્શાવેલા આ બધાં આશીર્વાદો તેમજ શ્રાપો તમે અનુભવો પછી, યહોવા તમાંરા દેવ તમને બીજા દેશોમાં દેશવટે જવા દબાણ કરશે. ત્યાં તમે આ બધી બાબતો વિષે વિચારશો અને પસ્તાશો. 
અને તમે તથા તમાંરા બાળકો ફરીવાર આધિન બનશો અને આજે હું જે આજ્ઞા તમને કરું છું તેનું પાલન પૂર્ણ હદયપૂર્વક કરશો. 
તમાંરા દેવ યહોવા તમાંરા પર દયાદૃષ્ટિ કરીને તમાંરું ભાગ્ય ફેરવી નાખશે, અને તમને જે બધા દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હશે ત્યાંથી ફરી પાછા ભેગા કરશે. 
તમે ધરતીના છેડા સુધી વેરવિખેર થઈને ગમે ત્યાં વસ્યા છો ત્યાંથી તમને તે શોધી કાઢશે અને તમને તમાંરા દેશમાં પાછા લાવશે. 
“તમાંરા દેવ યહોવા તમને જે દેશ એક વખત તમાંરા પિતૃઓના કબજામાં હતો, ત્યાં ફરીથી લાવશે, અને તમે તેનો કબજો પાછો મેળવશો, પછી યહોવા તમાંરા પિતૃઓ કરતાં પણ તમાંરી આબાદી અને વસ્તીમાં વૃદ્વિ કરશે. 

પુનર્નિયમ ૩૦:૧-૫

આજે આપણામાં ઘણા જેઓ જીવે છે તેઓના જીવનકાળ દરમ્યાન બનેલ હકીકત કે જેના તેઓ સાક્ષી છે તે બાબત બની એટલે કે ૧૯૪૮ માં – સંયુક્ત રાષ્ટ્રના ઠરાવથી આધુનિક ઇઝરાઇલનું રાષ્ટ્રનો જન્મ થયો. હજારો વર્ષોથી જગતના વિવિધ દેશોમાં ભટકતા રહ્યા બાદ, મૂસાના ભવિષ્યવચન પ્રમાણે, યહૂદીઓએ વિશ્વના દેશોમાંથી ઇઝરાઇલ પાછા સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. ભારતમાંથી પણ આ સમયોમાં આંધ્રપ્રદેશમાંથી, કોચિનમાંથી અને મિઝોરમમાંથી યહૂદીઓ તેમના પૂર્વજોની જન્મભૂમિ તરફ઼ પરત જવા પ્રયાણ કરી રહ્યા છે અને તેથી એક હજાર વર્ષથી ભારતમાં રહેતા યહૂદી લોકોની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે. અને હવે ભારતમાં ફક્ત 5000 જેટલા યહૂદીઓ જ રહ્યા છે. ચોક્કસપણે જેમ અનાજ્ઞાકિંતતાને કારણે શ્રાપે ઇઝરાઇલના ઇતિહાસને આકાર આપ્યો તેમ મૂસાના આશીર્વાદોને કારણે ઇઝરાઇલ દેશ ફ઼રીથી પુનઃસ્થાપિત થયો છે તે આપણી નજર સમક્ષ પૂર્ણ થતું જોઇ રહ્યા છીએ.

આ શિક્ષણ આપણી વિચારશરણી પર અનેક અસરો ઉપજાવી શકે છે. પ્રથમ તો, આશીર્વાદો અને શાપ આપવાનો અધિકાર અને સામર્થ્ય કેવળ ઇશ્વર પાસે હતો. મૂસા ફક્ત એક પ્રબુદ્ધ સંદેશવાહક હતા. હકીકત એ છે કે આ શ્રાપ અને આશીર્વાદોની અસરો હજારો વર્ષો સુધી, વિશ્વના દેશોને અને અબજો લોકોને અસર કરે છે. (ઇઝરાઇલમાં યહૂદીઓનું પાછા વળવું મોટી ઉથલપાથલ સર્જી રહ્યું છે – નિયમિતપણે ત્યાં બનતી ઘટનાઓના સમાચાર વૈશ્વિક મુખ્ય સમાચારોનું કારણ બને છે) – આ બાબતો બતાવે છે કે ઇશ્વરની પાસે સામર્થ્ય અને અધિકાર છે અને બાઇબલ (વેદ પુસ્તક) તે વાતની સાક્ષી પુરે છે. તે જ હીબ્રુ વેદમાં તેમણે વચન પણ આપ્યું હતું કે ‘પૃથ્વી પરના સર્વ લોકો આશિર્વાદ પામશે. ‘પૃથ્વી પરના બધા લોકો’ માં તમે અને હું પણ સામેલ છીએ. ફરીથી ઇબ્રાહીમના પુત્રના બલિદાન આપવાને પસંગે, ઇશ્વરે એ વાતનું પુનરાવર્તન કર્યું કે ‘ તારા દ્વારા પૃથ્વીની સર્વ પ્રજાઓને આશીર્વાદ મળશે’. આ બલિદાનનું સ્થળ અને વિગતો આપણને આ આશીર્વાદ કેવી રીતે મેળવવો તે જાણવા મદદ કરે છે. મિઝોરમ, આંધ્રપ્રદેશ અને કેરળથી પાછા ફરતા યહુદીઓ પર હવે જે આશીર્વાદ કરવામાં આવી રહ્યા છે તે એક સંકેત છે કે ઈશ્વર ઇચ્છે છે અને તેમણે જે વચન આપ્યું છે તે પ્રમાણે ભારતના બધા રાજ્યોમાં અને વિશ્વના અન્ય દેશોમાં સમાનરૂપે લોકો આશીર્વાદ મેળવી શકે છે. યહૂદીઓની જેમ, આપણને પણ શાપની મધ્યે આશીર્વાદ આપવામાં આવે છે. શા માટે આપણે આશીર્વાદની ભેટ મેળવવી ન જોઈએ?

યોમ કીપુર – મૂળ દુર્ગાપૂજા

દક્ષિણ એશિયાના મોટાભાગના પ્રદેશોમાં અશ્વિન (અશ્વિન) મહિનામાં દુર્ગાપૂજાની (અથવા દુર્ગોસ્તવ)૬-૧૦ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રાચીન યુદ્ધમાં અસુર મહિષાસુરા સામેની દેવી દુર્ગાની જીતને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. ઘણા ભક્તોને ખ્યાલ હોતો નથી કે આ તહેવારની સાથે સાથે એક અતિ પ્રાચીન તહેવાર યોમ કીપુર (અથવા પ્રાયશ્ચિત દિવસ) તરીકે ઓળખાતા હતા કે જે ૩૫૦૦ વર્ષ અગાઉ હિબ્રુ પંચાંગ ના સાતમા ચંદ્ર માસના ૧૦ મા દિવસે ઉજવવામાં આવતો હતો., જે હિંદુ વર્ષમાં સાતમા મહિનાની ૧૦ મી તારીખે આવે છે; તેની સાથે તે વધુ એકરુપ છે . આ બંને તહેવારો પ્રાચીન છે, બંને એક જ દિવસે આવે છે (પોત પોતાના પંચાગ પ્રમાણે હિબ્રુ અને હિન્દુ પંચાગમાં તેમનો લીપ-મહિનો અલગ અલગ વર્ષે આવતો હોય છે, તેથી અંગ્રેજી પંચાંગમાં તેઓ હંમેશાં એક સમયે આવતા નથી પરંતુ તે બંને મોટેભાગે સપ્ટેમ્બર, ઓક્ટોબર માસમાં આવતા હોય છે), બંનેમાં બલિદાન ચઢાવવામાં આવે છે, અને એક મોટા વિજયની યાદમાં ઉજવવામાં આવે છે. દુર્ગાપૂજા અને યોમ કીપુર વચ્ચેની સમાનતાઓ આશ્ચર્યજનક છે. તેઓમાં રહેલ થોડી અલગતાઓ એટલીજ નોંધપાત્ર છે.

પ્રાયશ્ચિતનો દિવસ રજૂ થયો

મુસા અને તેનો ભાઈ હારુન ઈસ્રાએલીઓને દોરી ગયા અને ઈસુ આવ્યા અગાઉ ૧૫૦૦ વર્ષ પહેલાં નિયમશાસ્ત્ર પ્રાપ્ત થયું.

આપણે શ્રી મૂસાએ કાલી યુગમાં ઇસ્રાએલીઓને (હિબ્રૂઓ અથવા યહૂદીઓ) આગેવાની અને માર્ગદર્શન આપ્યું; અને તેઓએ દશ આજ્ઞાઓ પ્રાપ્ત કરી તે વીશે જોયું. તે દશ આજ્ઞાઓ ખૂબ કડક હતી, પાપથી પિડીત લોકોને પાળવી ખુબજ અશક્ય હતું. આ કરાર કોષ એટલે કે દશ આજ્ઞાઓનો શિલાલેખ, પરમ પવિત્ર સ્થાનમાં; ખાસ મંદિરમાં રાખવામાં આવ્યો હતો.  

મૂસાના ભાઈ હારુન અને તેના વંશજો આ મંદીરમાં પુરોહિતો હતા કે જેઓ લોકોના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે તથા પોતાના લોકોના પાપોની માફ઼ીને સારું આ મંદિરમાં અર્પણો ચડાવતા હતા. પ્રાયશ્ચિતના દિવસે – યોમ કીપુર પર વિશેષ બલિદાન આપવામાં આવતું હતું. આજે આપણા માટે આ મૂલ્યવાન પાઠ છે, અને પ્રાયશ્ચિત દિવસ (યોમ કીપુર) ને દુર્ગાપૂજાની વિધિઓ સાથે સરખામણી કરીને આપણે ઘણું શીખી શકીએ છીએ.

પ્રાયશ્ચિતનો દિવસ અને બલિનો બકરો

મુસાના સમયથી હિબ્રુ વેદ એટલે કે બાઈબલ છે, જે પ્રાયશ્ચિત દિવસના બલિદાન અને ધાર્મિક વિધિઓ વિશે ચોક્કસ સૂચનાઓ આપે છે. આપણે જોઇશું કે આ સૂચનાઓનો પ્રારંભ કેવી રીતે થાય છે:

યહોવા સમક્ષ ધૂપ અર્પણ કરતી વખતે હારુનના બે પુત્રો અવસાન પામ્યા. 
પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને ચેતવણી આપ કે, તેણે પરમ પવિત્રસ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના ઢાંકણ સમક્ષ ઠરાવેલા સમયે જ પ્રવેશ કરવો, નહિ તો તેનું મૃત્યુ થશે. કારણ કે તે ઢાંકણના પરના ભાગમાં વાદળરૂપે હું દર્શન દઉ છું. 

લેવીય ૧૬: ૧-૨

પ્રમુખ યાજક હારુનના બે પુત્રો જ્યારે પરમ પવિત્ર સ્થાનમાં ઈશ્વરની હાજરીમાં અયોગ્ય રીતે મંદિરમાં પ્રવેશ્યા ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા,. તેઓ દશ આજ્ઞાઓ સંપૂર્ણ રીતે પાળવામાં તેમની નિષ્ફળતાના પરિણામે તેઓ મરણ પામ્યા.

તેથી ખુબજ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં આખા વર્ષમાં એકમાત્ર દિવસે(પ્રાયશ્ચિતનો દિવસ) મુખ્ય યાજક પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશી શકતા. જો તે બીજા કોઈ દિવસે પ્રવેશ કરે, તો તે મરણ પામે. પરંતુ આ એક દિવસે પણ, પ્રમુખ યાજક કરાર કોષની હાજરીમાં તેણે યોગ્ય રીતે પ્રવેશવું પડે:

“ત્યાં તેને પ્રવેશ કરવા માંટેની શરતો: તેણે પાપાર્થાર્પણ માંટે એક વાછરડો તથા દહનાર્પણ તરીકે એક ઘેટો લાવવો અને પછી જ પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો. 
તેણે શણનો પવિત્ર અંગરખો અને પાયજામો પહેરવો તથા કમરે શણનો કમરપટો બાંધવો અને માંથે શણનો ફેંટો બાંધવો. આ બધાં પવિત્ર વસ્ત્રો છે. તેથી એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું. 

લેવીય ૧૬:૩-૪

દુર્ગાપૂજાના સપ્તમીના દિવસે, પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા દુર્ગાની મૂર્તિઓમાં પ્રાણ પુરવામાં આવે છે અને મૂર્તિઓને સ્નાન કરાવી પોશાક પહેરાવવામાં આવે છે. યોમ કીપુરમાં પણ સ્નાન કરાવવાનો સમાવેશ કરાતો હતો, પરંતુ તેમાં પ્રમુખ યાજક સ્નાન કરીને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશવા તૈયાર થતા હતા અને નહી કે દેવ. પ્રભુ પરમેશ્વવરને ઉઠાડવાની જરુર રહેતી  નથી કારણ કે વર્ષ દરમ્યાન હમેંશા પરમ પવિત્ર સ્થાનમાં તેમની હાજરી રહેતી. ખરેખર જરુરીઆત તો તેમને મળવા માટે તૈયાર થવાની છે. યાજક સ્નાન કરીને, યોગ્ય પોષાક પહેરીને બલિદાનને માટે પ્રાણીઓને લાવતા હોય છે.  

“ઇસ્રાએલી પ્રજાએ તેઓના પાપાર્થાર્પણ માંટે બે બકરા તથા દહનાર્પણ તરીકે એક ઘેટો આપવો. 
તેણે પોતાના પાપાર્થાર્પણ માંટે યહોવાની સમક્ષ વાછરડાને વધેરવું અને પોતાના અને પોતાના પરિવારના પાપની પ્રાયશ્ચિતવિધિ કરવી. 

લેવિય ૧૬: ૫-૬

હારુનનાં પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે બળદનું બલિદાન આપવામાં આવતું હતું. તેવું જ ક્યારેક દુર્ગાપૂજા દરમિયાન પણ બળદ અથવા બકરાનું બલિદાન કરવામાં આવે છે. યોમ કીપુર માટે યાજકના પોતાના પાપોને ઢાંકવા બળદનું બલિદાન ચડાવવામાં આવતું હતું તે કોઇ વિકલ્પ નહોતો. જો તે પોતાનાં પાપોના પ્રાયશ્ચિત માટે બળદનું બલિદાન ચઢાવે નહીં, તો તે  મરી જાય.

પછી તરત જ, યાજક બે બકરા ની નોંધપાત્ર વિધિ કરે છે.

“ત્યાર પછી તેણે પેલા બે બકરાઓ લઈને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સમક્ષ રજૂ કરવા. 
પછી તેણે ચિઠ્ઠી ઉપાડીને એ બકરામાંથી એક યહોવાને માંટે અને એક અઝાઝેલ માંટે નક્કી કરવો. 
“યહોવા માંટે નક્કી થયેલ બકરો તેણે પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો. 

લેવીય ૧૬:૭-૯

એકવાર બળદને તેના પોતાના પાપો માટે બલિ આપ્યા પછી, યાજક બે બકરા લેશે અને તેના પર ચીઠ્ઠીઓ નાખશે અને તેઓમાંનો એક એક બકરાને બલિના બકરા તરીકે નિયુક્ત કરવામાં આવશે. બીજા બકરાને પાપાર્થાર્પણ તરીકે તેનું બલિદાન આપવામાં આવતું હતું. આવું શા માટે?

15 “ત્યાર પછી તેણે લોકોના પાપાર્થાર્પણના બકરાનું બલિદાન કરવું અને તેનું લોહી પડદાની અંદરની બાજુ લાવવું અને વાછરડાના લોહીની જેમ મંજૂષાના ઢાંકણ ઉપર અને તેની સામે છાંટવું. 
16 આ રીતે તેણે ઇસ્રાએલીઓની શુદ્ધિથી તેમના અપરાધો અને તેમનાં પાપોથી પરમ પવિત્રસ્થાન ને મુકત કરવા; પ્રાયશ્ચિતવિધિ કરવી, એજ રીતે તેણે ઇસ્રાએલીઓની વસ્તીની વચમાં આવેલો હોવાને કારણે મુલાકાતમંડપને લાગેલી અશુદ્ધિઓની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવી. 

લેવીય ૧૬:૧૫-૧૬

આ બલિના બકરાનું શું થયું?

20 “પરમ પવિત્ર સ્થાનની, મુલાકાતમંડપની અને વેદીની શુદ્ધિ પતી ગયા પછી તેણે જીવતો રહેલો બકરો લાવવો. 
21 અને પછી હારુનને તેના માંથા પર હાથ મૂકીને ઇસ્રાએલીઓના બધા દોષ, બધા અપરાધ, અને બધાં પાપ કબૂલ કરવાં અને તે બધાં એ બકરાંને માંથે નાખવાં, અને તે પછી તેણે આ કામ માંટે નક્કી કરેલા માંણસ સાથે તે બકરાને રણમાં મોકલી આપવો. 
22 પછી તે બકરો લોકોનાં સર્વ પાપ, જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે, અને આ માંણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે. 

લેવીય ૧૬:૨૦-૨૨

બળદનું બલિદાન હારુનનાં પોતાના પાપો માટે હતું. પ્રથમ બકરાનું બલિદાન ઇસ્રાએલી લોકોના પાપો માટે હતું. ત્યારબાદ હારુન પોતાના હાથ જીવતા બલિના બકરાના માથા પર મૂકશે અને – સાંકેતિક રીતે – લોકોના પાપોને બલિના બકરા પર સ્થાનાંતરિત કરવામાં આવતા. ત્યારબાદ આ બકરાને, હવે લોકોના પાપ દૂર કરવામાં આવ્યા હોવાના સંકેત રૂપે અરણ્યમાં છોડી દેવામાં આવતો હતો. આ બલિદાનથી તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવતું. આ દર વર્ષે પ્રાયશ્ચિતને દિવસે જ કરવામાં આવતું હતું.

પ્રાયશ્ચિતનો દિવસ અને દુર્ગાપૂજા

શા માટે ઇશ્વરે આ તહેવાર દર વર્ષે આ દિવસે જ ઉજવવા માટે આદેશ આપ્યો? તેનો અર્થ શું હતો?  દુર્ગાપૂજા સંબંધી અગાઉના સમયમાં તપાસ કરીએ તો જાણવા મળે છે કે તે દિવસે દુર્ગાએ ભેંસ રાક્ષસ મહિષાસુરાને હરાવ્યો. તે ભૂતકાળની એક ઘટનાની યાદગીરીને માટે ઉજવવામાં આવે છે. પ્રાયશ્ચિત દિવસે પણ ભવિષ્યવાણીને આધારે ભવિષ્યમાં બનનાર ઘટના કે જેમાં દુષ્ટતા પર વિજય પ્રાપ્ત કરવામાં આવશે તે માટેની ઉજવણી કરવામાં આવતી હતી. જોકે વાસ્તવિક રીતે પ્રાણીઓનાં બલિદાન ચઢાવવામાં આવતાં હતાં, તે પણ સાંકેતિક હતું. વેદ પુસ્તકન (બાઇબલ) એ સમજાવે છે

કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી. 

હિબ્રૂ ૧૦:૪

પ્રાયશ્ચિતના દિવસનાં બલિદાનો ખરેખર યાજક અને ભક્તોના પાપોને દૂર કરી શકતા ન હોવાથી, તેમને દર વર્ષે આ બલિદાનો ચઢાવવા પડતાં હતાં.   

વેદ પુસ્તકન (બાઇબલ) સમજાવે છે

નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી. દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં, છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી. 
જો જૂના નિયમે લોકોને પરિપૂર્ણ બનાવ્યો હોત તો પછી તેઓએ બલિદાન આપવાનું બંધ કર્યુ હોત. તેઓ સદાને માટે શુદ્ધ થઈ ગયા હોત અને તેઓએ તેમના પાપો માટે દોષિત થવું પડ્યું ના હોત. પરંતુ નિયમશાસ્ત્ર તે કરી શક્યું નહિ. 
પરંતુ એ વાર્ષિક બલિદાનો તો તેમના મનમાં દર વર્ષે પાપોની યાદ તાજી કરાવે છે. 

હિબ્રૂ ૧૦:૧-૩

જો બલિદાનો પાપોને દૂર કરી શકે, તો પછી તેમને પુનરાવર્તન કરવાની કોઈ જરૂર ઊભી ન થાત. પરંતુ તેનું વરસોવરસ પુનરાવર્તન થતું,  તે બતાવે છે કે તેઓ અસરકારક ન હતા. 

પણ જ્યારે ઇસુ ખ્રિસ્તે (ઇસુ સત્સંગ) તેમનું પોતાનું બલિદાન આપ્યું ત્યારે સઘળું બદલાય ગયું.

આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું:“હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી. પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે. 
પાપોની માફીને અર્થ અપાતું દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તું કઈ પ્રસન્ન થતો નહોતો. 
તેથી તેમણે કહ્યું,‘હે દેવ, હું અહીં શાસ્ત્રમાં મારા સંબધી લખ્યા પ્રમાણે તારી ઇચ્છા પૂર્ણ કરવા હું અહીં છું.” 

હિબ્રૂ ૧૦:૫-૭

તે પોતાને બલિદાન તરીકે અર્પણ કરવા આવ્યા હતા. અને તેણે તે પ્રમાણે ક

10 દેવીની ઈચ્છા મુજબ ઈસુ ખ્રિસ્તનાં કાર્યો પ્રમાણે એક જ વાર ખ્રિસ્તનું શરીર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. 

હિબ્રૂ ૧૦:૧૦

બે બકરાના બલિદાન, સાંકેતિક રીતે ઇસુના ભાવિ બલિદાન અને વિજય તરફ ધ્યાન દોરતા હતા. તેમણે બલિદાન આપ્યું માટે તેઓ બલિનો બકરો હતા. તેઓ બલિનો બકરો હતા, કેમ કે તેમણે વિશ્વવ્યાપી માનવસમુદાયનાં બધા પાપો પોતાને માથે લીધાં હતાં અને તેઓને આપણાથી દૂર કર્યા, કે જેથી આપણે શુદ્ધ થઈ શકીએ.

શું પ્રાયશ્ચિત દિવસ દુર્ગાપૂજાનું કારણ બન્યું?

ઇઝરાઇલીઓના ઇતિહાસમાં આપણે નોંધ્યું છે કે કેવી રીતે ઇઝરાઇલથી ઇસ્ત્રાએલી લોકો દેશનિકાલ થઈને લગભગ ૭00 બી.સી.થી ભારતમાં આવીને વસવા લાગ્યા. તેઓએ ભારતના શિક્ષણ અને ધર્મમાં ઘણું યોગદાન આપ્યું. આ ઇઝરાયલીઓ દર વર્ષે સાતમા મહિનાના દસમા દિવસે પ્રાયશ્ચિતનો દિવસ ઉજવતા હતા. કદાચ, તેઓએ ભારતની ઘણી ભાષાઓમાં ફાળો આપ્યો હતો, તેમ જ તેઓએ તેમના પ્રાયશ્ચિતના દિવસ દ્વારા દુર્ગાપૂજાની(જે દુષ્ટતા પર એક મહાન વિજયની ઉજવણી) શરુઆત કરવામાં ફાળો આપ્યો હતો. આ બાબતો દુર્ગાપૂજાની ઉજવણીની શરુઆત કે જે લગભગ ૬૦૦ બી.સી માં થઈ તે સમજવામાં મદદ કરે છે.

ક્યારે પ્રાયશ્ચિતના દિવસના બલિદાનો બંધ કરવામાં આવ્યા

આપણા વતી ઈસુ (યેશુ સત્સંગ) નું બલિદાન અસરકારક અને પૂરતું હતું. વધસ્થંભ પર ઇસુના બલિદાન પછી (૩૩ એ. ડી.) બાદ થોડા સમયમાં એટલે કે ૭0 એ.ડી.માં રોમનોએ પરમ પવિત્ર સ્થાન સાથેના મંદિરનો નાશ ક. ત્યારથી યહૂદીઓએ ક્યારેય પ્રાયશ્ચિત દિવસે કોઈ બલિદાન આપ્યું નથી. આજે, યહૂદીઓ આ તહેવારને ઉપવાસના એક સારા દિવસ તરીકે ઉજવે છે. બાઇબલ સમજાવે છે તેમ, એકવાર સંપુર્ણ બલિદાન આપવામાં આવ્યા પછી, હવે વાર્ષિક બલિદાનો ચાલુ રાખવાની જરૂર રહેતી નથી. તેથી ઇશ્વરે તેને બંધ કર્યું.

દુર્ગાપૂજાની પ્રતિમાઓ અને પ્રાયશ્ચિતનો દિવસ

દુર્ગાપૂજાની વિધિમાં દુર્ગાની પ્રતિમામાં પ્રાણ ફ઼ૂંકવામાં આવે છે, કે જેથી દેવ મૂર્તિમાં રહે. પ્રાયશ્ચિત દિવસ દ્વારા આવનાર બલિદાન માટેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી અને માટે તેમાં કોઈ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો આગ્રહ રાખ્યો ન હતો. પરમ પવિત્ર સ્થાનમાં ઇશ્વરની અદ્રશ્ય હાજરી રહેતી હતી અને તેથી ત્યાં કોઈ પ્રતિમાને સ્થાન ન હતું.

પરંતુ સંપુર્ણ બલિદાન કે જે સેંકડો વર્ષોથી ઉજવાતા પ્રાયશ્ચિતના દિવસ દ્વારા અગાઉથી તે તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, ત્યાં કોઇ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા નહી થાય. જેમ વેદ પુસ્તકન (બાઇબલ) સમજાવે છે તે પમાણે:

14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે. 

કોલોસી ૧;૧૫

આ સંપુર્ણ બલિદાનમાં તે માણસ ઈસુ, અદૃશ્ય દેવની પ્રતિમા હતા.

ઉપસંહાર

આપણે વેદ પુસ્તકન (બાઇબલ) દ્વારા સમજી શક્યા છીએ. આપણે જોયું છે કે કેવી રીતે ઇશ્વરે અલગ અલગ ચિહ્નો દ્વારા તેની યોજના પ્રગટ કરી છે. શરૂઆતમાં તેમણે તેમના આવવાની આગાહી કરી. આ પછી ઈબ્રાહિમના, પાસ્ખાપર્વના બલિદાન, અને પ્રાયશ્ચિતના દિવસ બલિદાનને અનુસરવાનું ચાલુ કર્યું. અને ત્યાં ઇસ્રાએલીઓ પર મૂસાના આશીર્વાદ અને શાપ રહ્યા. આ તેમનો ઇતિહાસ રજૂ કરે છે કે ઇઝરાયલીઓ સમગ્ર વિશ્વમાં અને ભારત સુધી પણ વિખેરાઇ ગયા, જે અહીં સમજાવાયું છે.

દસ આજ્ઞાઓ: કળિયુગનો કોરોનાવાયરસ ટેસ્ટ

આ વાત સર્વસ્વીકૃત છે કે આપણે કળિયુગ એટલે કે કાલીના યુગમાં જીવી રહ્યાં છીએ. આ ચારમાંનો છેલ્લો યુગ છે જે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ પછી આવે છે. આ ચારેય યુગોમાં જે સર્વસામાન્ય કહી શકાય એવી બાબત હોય તો નૈતિક અને સામાજિક પતન જે સતયુગથી માંડીને કળિયુગ સુધી નિરંતર વધતું જ રહ્યું છે.  

માર્કંડેય મહાભારતમાં કળિયુગનમાં માનવીનો વ્યવહાર કેવો હશે તેનું વિવરણ આ રીતે કરે છે:

રોષ, ક્રોધ અને અજ્ઞાનતા વધતા જશે

ધર્મ, સત્યનીષ્ટતા, શુધ્ધતા, સહનશીલતા, દયા, શારીરિક બળ અને યાદશક્તિ ઘટતા જશે.

લોકો વિના કારણ હત્યાના વિચારો કરશે અને તેમને તેમાં કશું અનુચિત લાગશે નહિ.

કામવાસના સમાજમાં સર્વસ્વીકૃત બનશે અને સંભોગ એ જીવનની મુખ્ય જરૂરીયાત ગણાશે.

પાપનો અત્યંત વધારો થશે જયારે સદગુણ કરમાવા તથા મુરઝાવા લાગશે.

નશાકારક પેય અને દ્રવ્યોના લોકો બંધાણી બની જશે.

ગુરુનું સન્માન જળવાશે નહિ અને તેમના છાત્રો જ ગુરુની હાનિ કરશે. ગુરુના શિક્ષણની હાંસી ઉડાવાશે, અને કામના અનુયાયીઓ સર્વ મનુષ્યોના મન પર કબજો જમાવશે. 

સર્વ મનુષ્ય પોતાને ઈશ્વર અથવા ઈશ્વરે આપેલ વરદાન તરીકે જાહેર કરશે, તેઓ સાચું શિક્ષણ આપવાને બદલે તેનો વ્યાપાર કરશે.  

લોકો લગ્ન કરશે નહિ પરંતુ શારીરિક વિષયભોગને અર્થે એકબીજા સાથે એમ જ રહેશે.

મૂસા અને દસ આજ્ઞાઓ

યહૂદી શાસ્ત્રો પણ આપણા વર્તમાન યુગને ઘણુંખરું આ જ રીતે દર્શાવે છે. જયારે યહૂદીઓનો પાસ્ખાપર્વને ટાણે મિસરમાંથી છુટકારો થયો કે તરત જ પાપને કારણે ઈશ્વરે મૂસાને દસ આજ્ઞા ઠરાવી આપી. મુસાએ માત્ર યહુદીઓને મિસરમાંથી છુટકારો મળે એ પૂરતી જ નહિ પરંતુ તેમને જીવન જીવવાના એક નવા અભિગમમાં પણ આગેવાની આપવાની હતી. પાસ્ખાપર્વનો એ દિવસ કે જયારે મિસરમાંથી તેમનો છુટકારો થયો, તેના પચાસ દિવસ પછી સિનાય પર્વત (જે હોરેબ પર્વત પણ કહેવાય છે) કે જ્યાં ઈશ્વર તરફથી તેમને નિયમ મળ્યો. આ નિયમ કળિયુગમાં પ્રાપ્ત થયો જે કળિયુગની સમસ્યાઓને ઉજાગર કરે છે. 

મૂસાને કઈ આજ્ઞાઓ મળી? જો કે સંપૂર્ણ નિયમ તો ખુબ વિસ્તૃત છે પરંતુ મૂસાને સૌપ્રથમ તો વિશિષ્ટ નૈતિક નિયમોની યાદી જે પત્થરની શિલા/પાટી પર ઈશ્વર દ્વારા લખવામાં આવી હતી તે પ્રાપ્ત થઈ, જેને દસ આજ્ઞાઓ (અથવા ડેકાલોગ) કહેવાય છે. આ દસ આજ્ઞાઓ વિસ્તૃત નિયમનો સારાંશ હતી – વિસ્તૃત છણાવટ પહેલાં પાળવા માટેનો નૈતિક ધર્મ – જે કળિયુગના અધર્મથી આપણને પશ્ચાતાપ તરફ પ્રેરવા સારું ઈશ્વરનું સામર્થ્ય દર્શાવે છે. 

દસ આજ્ઞાઓ

દસ આજ્ઞાઓની સંપૂર્ણ યાદી અહીં આપેલી છે, જે ઈશ્વર દ્વારા પત્થર પર લખવામાં આવી વળી મૂસા દ્વારા યહૂદી શાસ્ત્રોમાં નોંધવામાં આવી 

છી દેવે એ સર્વ વચનો ઉચ્ચારતા કહ્યું કે,
2 “હું તમાંરો દેવ યહોવા છું, જે તમને મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ હતાં ત્યાંથી બહાર લઈ આવ્યો હતો. તેથી તમાંરે આ આદેશો માંનવા પડશે:
3 “માંરા સિવાય તમાંરે બીજા કોઈ દેવોની પૂજા કરવી નહિ.
4 “તમાંરે આકાશમાંથી કે પૃથ્વી ઉપરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમાં બનાવવી નહિ.
5 તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.
6 પરંતુ માંરા પર પ્રીતિ રાખનાર અને માંરી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવનાર છું.
7 “તમાંરે માંરું એટલે તમાંરા દેવ યહોવાના નામનો દુરુપયોગ ન કરવો, કારણ કે તે માંણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ માંરા નામનો દુરુપયોગ કરે છે તેને સજા કર્યા વિના હું રહેતો નથી.
8 “વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો.
9 છ દિવસ તમાંરે તમાંરાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમાંરા દેવ યહોવાનો છે.
10 તેથી તે દિવસે તમાંરે કે તમાંરા પુત્રોએ કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ-દાસીઓએ કે તમાંરાં ઢોરઢાંખરો કે તમાંરા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,
11 છ દિવસમાં યહોવાએ આકાશ તથાપૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમાંમ વસ્તુઓ બનાવી હતી અને સાતમે દિવસે વિશ્રામ કર્યો હતો, તેથી યહોવાએ વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.
12 “તમાંરા માંતાપિતાનું સન્માંન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.
13 “તમાંરે ખૂન કરવું નહિ.
14 “તમાંરે વ્યભિચાર કરવો નહિ.
15 “તમાંરે ચોરી કરવી નહિ.
16 “તમાંરે પડોશી કે માંનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પુરવી નહિ.
17 “તમાંરા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમાંરા પડોશીની પત્ની, કે તેના દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તમાંરા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા રાખવી નહિ.”

નિર્ગમન ૨૦:૧-૧૮

દસ આજ્ઞાનું માપદંડ/ધોરણ

આજે આપણે એ ભૂલી રહ્યાં છીએ કે આ આજ્ઞાઓ છે. આ કોઈ પ્રસ્તાવ નથી. તેમજ તેઓ સુચનો કે ભલામણ પણ નથી. તો કેટલી હદ સુધી આ આજ્ઞાઓને પાળવા માટે આપણે બંધાયેલા છીએ? આ દસ આજ્ઞાઓ આપતા પહેલા જે કહેવામાં આવ્યું તે નીચે પ્રમાણે છે.  

  3 ત્યાર બાદ મૂસા પર્વત ચઢીને દેવ સમક્ષ ઊભો રહ્યો; અને દેવે તેની સાથે પર્વત પરથી વાતો કરીને કહ્યુ, “ઇસ્રાએલના લોકોને અને યાકૂબના ઘરને આ કહેજે:
4 ‘તમે તમાંરી નજરે જોયું કે મે મિસરવાસીઓને શું કર્યુ અને તમને મિસરમાંથી ગરૂડની જેમ ઉપાડીને માંરી પાસે કેવી રીતે લાવ્યો હતો.
5 તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું.

નિર્ગમન ૧૯:૩,૫

આજ્ઞાઓ આપ્યા પછી આ કહેવામાં આવ્યું

  7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાએ જે જે કહ્યું છે તે બધું અમે માંથે ચઢાવીશું અને તે પ્રમાંણે કરીશું.”

નિર્ગમન ૨૪:૭

સ્કૂલની પરીક્ષામાં ક્યારેક શિક્ષક બહુવિધ પ્રશ્નોમાં પસંદગી આપે છે, દાખલા તરીકે શિક્ષક વીસ (૨૦) જેટલા પ્રશ્નો પૂછે જેમાંથી વિધાર્થીઓએ ફક્ત પંદર (૧૫) પ્રશ્નો પસંદ કરી તેનો ઉત્તર લખી શકે. આમ જે તે વિધાર્થી તેમને સહેલા લગતા પંદર (૧૫) પ્રશ્નો પસંદ કરી શકે. આ પ્રમાણે શિક્ષક પરીક્ષાને થોડી સહેલી બનાવી શકે.

દસ આજ્ઞાઓ સબંધી પણ ઘણાંખરા આ જ પ્રમાણે વિચારે છે. તેઓ એમ માને છે કે ઈશ્વરે દસ આજ્ઞાઓ આપી પણ છેવટે “આ દસ (૧૦)માંથી કોઈ પણ છ (૬)નો પ્રયત્ન કરો” તો ચાલશે. આવું વિચારવા પાછળનું એક કારણ એ પણ છે કે ઈશ્વર આપણા ‘સારા કર્મો’ ની સામે આપણા ‘ખરાબ કર્મો’ને તોલે છે એવું આપણે માનીએ છીએ. જો આપણા સત્કર્મો આપણા દુષ્કર્મોની બરાબર અથવા વધુ હોય તો ઈશ્વરને માટે તે આપણે સારું પુરતું છે.

જો કે, દસ આજ્ઞાનું પ્રમાણિક વાંચન દર્શાવે છે કે તેને આપવાનું કારણ આવું કંઈ નહોતું. સઘળાંએ આમાંના બધા જ નિયમ પાળવા જ પડે – સર્વ સમયે. આ પાળવાની સદર મુશ્કેલીઓને લીધે ઘણાં લોકોએ દસ આજ્ઞાને રદબાતલ જ કરી દીધી. કળિયુગની પરિસ્થિતિએ આ લોકોને કળિયુગના રંગે જ રંગી દીધા.

દસ આજ્ઞાઓ અને કોરોનાવાઇરસ ટેસ્ટ

આ કળિયુગમાં દસ આજ્ઞાના કડક ધારાધોરણનો હેતુ આખા વિશ્વમાં સાંપ્રત સમયમાં એટલે કે સન ૨૦૨૦માં ફેલાઈ રહેલી કોરોનાવાયરસ મહામારીની સાથે સરખાવીએ તો કદાચને સારી રીતે સમજી શકીએ. કોવિડ-૧૯ રોગના લક્ષણોમાં તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ આ બધું એ સુક્ષ્મ વાઇરસને કારણે થાય છે જેને આપણે જોઈ પણ નથી શકતા.

માનો કે કોઈને તાવ આવે છે અને ખાંસી પણ છે. આ વ્યક્તિ વિચારે કે એને શું થયું છે. શું તેમને સાદો તાવ જ છે કે પછી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હશે? જો એમ હોય તો તે ખુબ ગંભીર બાબત કહેવાય – જીવલેણ પરિસ્થિતિ. કોરોના વાયરસ ખુબ જ ઝડપથી ફેલાય છે અને તે કોઈપણને લાગી શકે છે. બીમારીનું કારણ જાણવા એક વિશિષ્ટ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે જે વડે શરીરમાં કોરોનાવાઇરસ હાજર હોય તો જાણી શકાય. કોરોનાવાયરસનો ટેસ્ટ તેમને એ બિમારીથી સાજાપણું નહિ પણ એ વાતની ખાતરી આપે છે કે તેમને કોરોનાવાયરસ એટલે કે કોવિડ-૧૯નો ચેપ લાગ્યો છે કે પછી સાદી શરદી અને તાવ જ છે. 

દસ આજ્ઞાઓ સબંધી પણ આવું જ છે. કળિયુગમાં માનવીનું નૈતિક અધઃપતન પ્રવર્તમાન ૨૦૨૦માં ફેલાતા કોરોનાવાયરસ જેવું જ વ્યાપક છે. અને આ સર્વસામાન્ય અધઃપતનના સમયમાં આપણે જાણવું જોઈએ કે શું આપણે ન્યાયી છીએ કે પાપથી કલુષિત થયા છીએ. દસ આજ્ઞાઓ આપણને એ સારું આપવામાં આવી કે જેથી આપણે પાપ અને કર્મથી મુક્ત છીએ કે પછી તેના બંધનમાં છીએ એ વિશે જાત-તપાસ કરી શકીએ. દસ આજ્ઞાઓ કોરોનાવાઇરસના ટેસ્ટ જેવું જ કાર્ય કરે છે – જેથી તમે જાણી શકો કે તમે રોગ (પાપ) થી ગ્રસિત છો કે તેનાથી મુક્ત. 

પાપનો ખરો અર્થ ‘ચૂકી જવું’ એમ જ થાય છે, ઈશ્વરે આપણે સારુ જે જીવનધોરણની આશા સેવી કે આપણે અન્યો સાથે, આપણી પોતાની સાથે અને ઈશ્વર સાથે કેવો વ્યવહાર રાખીએ. પરંતુ આ સમસ્યાને સમજવા કે  સ્વીકાર કરવાને બદલે કાં તો આપણે અન્યો સાથે આપણી સરખામણી કરીએ છીએ (ખોટા માપદંડોથી આપણી સરખામણી) અથવા ધર્મ વડે પુણ્ય કમાવા પ્રયત્ન કરીએ છીએ અથવા તો હાર માની લઈને ભોગવિલાસમાં જીવીએ છીએ. એ માટે ઈશ્વરે દસ આજ્ઞાઓ આપી કે જેથી:

20 શા માટે? કારણ કે નિયમશાસ્ત્ર જે ઈચ્છે છે તેના પાલન વડે કોઈ પણ વ્યક્તિ દેવ આગળ ન્યાયી ઠરી શકે નહિ કારણ નિયમશાસ્ત્ર આપણને માત્ર આપણા પાપોથી સભાન કરે છે.

રોમનોને પત્ર ૩:૨૦

દસ આજ્ઞાઓના માપદંડ વડે જો આપણે આપણા જીવનોને તપાસીએ તો એ તો કોરોનાવાઇરસના ટેસ્ટ જેવું છે કે જે આપણને આંતરિક સમસ્યાથી વાકેફ કરશે. દસ આજ્ઞાઓ આપણી સમસ્યાઓનું સમાધાન નથી પરંતુ તેનું સચોટ નિદાન છે કે જેથી ઈશ્વરે તેનું જે નિવારણ પૂરું પાડ્યું તેનો સ્વીકાર કરી શકીએ. પોતાની જાતને છેતરવાનું બંધ કરી ઈશ્વરના નિયમ વડે આપણી તપાસ કરીએ.                               

પશ્ચાતાપમાં ઈશ્વરની ભેટ

ઈશ્વરે જે નિવારણ પૂરું પાડ્યું એ તો પાપોની માફીની ભેટ છે જે ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાન દ્વારા મળે છે – ઈસુ સત્સંગ . આ ભેટ આપણને વિનામૂલ્ય જ પ્રાપ્ત થાય છે જો આપણે ઈસુના કામ પર વિશ્વાસ કરીએ તો. 

16 આપણે જાણીએ છીએ કે નિયમને અનુસરવાથી વ્યક્તિ દેવને યોગ્ય નથી બનતી. ના! ઈસુ ખ્રિસ્તમાં રહેલ વ્યક્તિનો વિશ્વાસ વ્યક્તિને દેવ સાથે ન્યાયી બનાવે છે. તેથી આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ મૂક્યો, કારણ કે આપણે દેવ માટે ન્યાયી બનવા માંગતા હતા. અને આપણે દેવને યોગ્ય છીએ કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મુક્યો અને નહિ કે આપણે નિયમને અનુસર્યા. આ સત્ય છે કારણ કે નિયમને અનુસરવાથી કોઈ વ્યક્તિ દેવ ને યોગ્ય ન બની શકે.

ગલાતીઓને પત્ર ૨:૧૬

શ્રી. અબ્રાહમ દેવની આગળ ન્યાયી ઠર્યા તેમ જ આપણને પણ ન્યાયીપણું પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ તેને માટે પશ્ચાતાપ અનિવાર્ય છે. પશ્ચાતાપ સમજવામાં મોટેભાગે ગેરસમજ થાય છે, તેનો સીધો સાદો મતલબ તો ‘આપણા મનનું બદલાણ’ જે પાપથી વિમુખ થઈ અને ઈશ્વર તરફ વળવા દ્વારા શક્ય બને છે. જેમ વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) જણાવે છે: 

19 તેથી તમારે પસ્તાવો કરવો જોઈએ. દેવ પાસે પાછા ફરો અને તે તમારા પાપો માફ કરશે.

રોમનોને પત્ર ૩:૧૯

તમારા અને મારે સારુ એ વચન અને ખાતરી છે કે જો આપણે પશ્ચાતાપ કરીએ, ઈશ્વર તરફ ફરીએ તો આપણા પાપોને આપણી વિરુદ્ધ ગણવામાં આવશે નહિ અને આપણને જીવન પ્રાપ્ત થશે. ઈશ્વરે, પોતાની મહાન કૃપામાં આપણને કળિયુગના પાપ સબંધી ટેસ્ટ અને તેની દવા (નિવારણ) બંને પુરા પાડ્યા છે.

કાલિકા, મરણ અને પાસ્ખાપર્વનું ચિન્હ

કાળી (જે મહાકાળી અથવા કાલિકા પણ કહેવાય છે) ને મરણની દેવી તરીકે ઓળખવામાં આવે છે, જેના નામનો ખરેખરો અર્થ સંસ્કૃત શબ્દ પરથી કાળ છે કે જેનો મતલબ સમય થાય. કાળીના ચિત્રો ખુબ ડરામણા હોય છે કેમ કે તેને સામાન્ય રીતે વધ કરેલા માથાનો હાર પહેરેલ અને કપાયેલા હાથોનું કમરવસ્ત્ર ધારણ કરેલ વળી હાથમાં લોહી ટપકતું તાજું કાપેલું માથું પકડેલ અને એક પગ ચત્તાપાટ પડેલા તેના પતિ શિવ ઉપર મુકેલ હોય એમ દર્શાવાય છે. કાળીનું આવું ચિત્રણ યહુદી શાસ્ત્ર(પવિત્ર બાઈબલ)માં અન્ય એક મરણની કથા સમજવા માટે ઉપયોગી છે.

કપાયેલા માથાના શણગાર સજેલ અને ચત્તા પડેલા શિવ પર પગ ધરતી કાળી

પૌરાણિક કથા પ્રમાણે દાનવ નરેશ મહિષાસુરે દેવોની વિરુદ્ધ યુદ્ધનો ટંકાર કર્યો. જેથી દેવોએ પોતાના સત્વોથી કાળીનું સર્જન કર્યું. વિકરાળ કાળી દાનવ સૈન્યોની વિવિધ હરોળને ક્રૂરતાથી સંહાર કરતી, જે કોઈ તેની આગળ આવતું તેનો નાશ કરતી, ખૂનરેજી કરતી આગળ વધતી ગઈ. યુદ્ધની ચરમસીમા ત્યારે આવી જયારે કાળીનો સામનો દાનવ નરેશ મહિષાસુર સાથે થયો જેમાં કાળીએ તેનો ક્રુરતાપૂર્વક વધ કર્યો. તેના સર્વ પ્રતીદ્વંધીઓના શરીરોને ચીરતી ને લોહીથી તરબતર કરતી ગઈ, પરંતુ ચારે તરફ વહેતા રક્તથી તે પોતે પણ ભાન ભુલી ગઈ, જેથી તે મરણ અને નાશના આ સિલસિલાને રોકી ન શકી. દેવો કાળીને કેવી રીતે શાંત પાડી શકાય તેની અસમંજસમાં હતા ત્યારે શિવે પોતે રણમેદાનમાં સ્વેચ્છાથી સ્થિર ચત્તા સુઈ રહેવાની તૈયારી બતાવી. તેથી જયારે કાળી, પોતાના મૃત પ્રતીદ્વંધીઓના કપાયેલા હાથપગ પહેરી આગળ વધી અને એક પગ ચત્તાપાટ સુતેલા શિવ પર જડી દે છે, જયારે શિવ પર તેની દ્રષ્ટી પડે છે ત્યારે જ ફરી સભાન થાય છે અને પછી સંહાર અટકી જાય છે.

યહૂદી શાસ્ત્રમાં પાસ્ખાપર્વની એક કથા આ કાળી-શિવની કથા સાથે સામ્યતા ધરાવે છે. પાસ્ખાની કથા એક સ્વર્ગ દૂત વિશે જણાવે છે જે એક દુષ્ટ રાજાનો પ્રતિકાર કરતા કાળીની જેમ જ ખૂનામરકી મચાવે છે. જેમ શિવે અસુરક્ષિત પડી રહીને કાળીને અટકાવ્યા તેમ જ આ મરણના દૂતનો અટકાવ એક નિસહાય ઘેટાના બચ્ચા (હલવાન) દ્વારા કરવામાં આવે છે કે જેનું બલિદાન જે પણ ઘરમાં થયું હોય. ઋષિમુનીઓ અને વિદ્વાનોના કહેવા પ્રમાણે કાળીની કથાનો સાર અહંને વશ કરવા સાથે સંકળાયેલો છે. પાસ્ખાની કથા પણ ઈસુ નાઝારીના આવવા તરફ ઈશારો કરે છે – ઈસુ સત્સંગ – જે નમ્રતાથી પોતાના અહંનો નકાર કરી આપણે સારું પોતાને બલિદાન કરી દે છે. આ પાસ્ખાની કથા જાણવા જેવી છે.             

નિર્ગમનનું પાસ્ખાપર્વ

આપણે જોઈ ગયા કે કેવી રીતે પોતાના દીકરા સબંધી ઋષિ અબ્રાહમનું બલિદાન તે આવનારા સમયમાં ઈસુના બલિદાન માટેનો એક સંકેત હતો. અબ્રાહમ પછી, ઈસહાક વડે થયેલા તેમના વંશજો યહૂદીઓ કહેવાયા, જેમની સંખ્યા ખુબ જ વધતી ગઈ પરંતુ તેઓ મિસરમાં ગુલામો હતાં.

ઈસ્રાએલ (યહૂદી) લોકના આગેવાન મૂસા દ્વારા શરુ કરવામાં આવેલા નાટકીય ચઢાવ-ઉતારવાળા સંઘર્ષનો ચિતાર આપણને હિબ્રુશાસ્ત્ર (બાઈબલ)ના નિર્ગમન નામના પુસ્તકમાં જોવા મળે છે. અબ્રાહમનો સમય કે જે લગભગ ઈ.પૂ. ૧૫૦૦ હતો તેના મરણ પશ્ચાત ૫૦૦ વર્ષ બાદ મૂસા કેવી રીતે ઈસ્રાએલલોકને મિસરની ગુલામગીરીમાંથી છોડાવે છે તેનું વર્ણન આ પુસ્તકમાં છે. સર્જનહાર ઈશ્વર તરફથી આજ્ઞા આપવામાં આવતાં મૂસા મિસરના શાશક (ફારૂન) સાથે બાથ ભીડે છે જે મિસર પર નવ મરકી અથવા આપદાઓમાં પરિણમે છે. આમછતાં ફારૂન ઈસ્રાએલલોકને સ્વતંત્ર કરી જવા દેવા સંમત ન થતા ઈશ્વર તેમના પર દસમી અને આખરી મરકી મોકલવાના હતાં. આ ૧૦મી મરકીનું સંપૂર્ણ વર્ણન અહીં જોઈ શકો.    

૧૦મી મરકી માટે ઈશ્વરે એવું ઠરાવ્યું કે મરણનો એક દૂત (આત્મા) આખા મિસરના પ્રત્યેક ઘર પાસેથી પસાર થાય. આખા દેશના દરેક ઘરમાં જે પણ પ્રથમજનિત પુત્ર હોય તે નિર્ધારિત રાતે મરણ પામે સિવાય કે જે ઘરોમાં હલવાન (નર ઘેટા) નું બલિદાન આપવામાં આવેલ હોય અને તેનું રક્ત ઘરની બારશાખ પર લગાવવામાં આવ્યું હોય. ફારૂનનું દુર્ભાગ્ય કે જો તે આધીન ન થાય અને હલવાનના બલિદાનનું રક્ત બારશાખ પર ન લગાવે તો તે પણ પોતાનો અને સિંહાસનનો વારસ ખોઈ બેસે. વળી મિસરનું દરેક ઘર પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવી દે – જો બલિદાન અપાયેલા હલવાનનું રક્ત ઘરની બારશાખ પર લગાવ્યું ન હોય તો. મિસર દેશમાં એક મોટી રાષ્ટ્રીય આપદા આવી પડી હતી.

પરંતુ જે ઘરોમાં હલવાનનું બલિદાન આપવામાં આવ્યું હોય અને તેનું રક્ત ઘરની બારશાખ પર લગાડવામાં આવ્યું હોય તેવા ઘરોમાં સઘળાં સુરક્ષિત રહેશે એવું વચન અને ખાતરી આપવામાં આવ્યા હતાં. મરણનો દૂત તે ઘર પાસેથી પસાર થઈ જશે (ટાળી મૂકશે) પણ પ્રવેશશે નહિ. તેથી તે દિવસને પાસ્ખા (કેમ કે જે ઘરોમાં હલવાનનું રક્ત લગાવેલું હતું, તે ઘરો ઉપરથી મરણ પસાર થઈ ગયું). 

પાસ્ખાનું ચિન્હ

જેઓએ આ વાત સાંભળી છે તેઓ એવું માને કે દરવાજા પર લગાવેલું રક્ત મરણના દૂત માટે એક નિશાની હશે. પરંતુ ૩૫૦૦ વર્ષ પહેલાં લખવામાં આવેલ આ ઘટનાના વિવરણ પર ધ્યાન આપો.

વળી યહોવા દેવે મૂસાને કહ્યું … ” … હું યહોવા છું. અને તમારા ઘરો પર લગાડવામાં આવેલું હલવાનનું રક્ત તમારે સારું એક ચિન્હ (નિશાની) થશે; હું તે રક્તને જોઈને તમને ટાળી મૂકીશ.

નિર્ગમન ૧૨:૧૩

ઈશ્વર જો કે ઘરનાં દરવાજા ઉપર રક્ત જોવા માંગતા હતાં, અને જો તેમને તે દેખાય તો મરણ તે ઘરને ટાળી મૂકતું, પરંતુ રક્ત એ ઈશ્વરને સારું ચિન્હ નહોતું. બાઈબલ સ્પષ્ટ રીતે જણાવે છે કે રક્તનું ‘ચિન્હ તમારે સારું છે’ – લોકોને સારું. આપણે જેઓ આ વાંચીએ છીએ તેઓ સર્વને માટે પણ આ ચિન્હ છે. પરંતુ આ ચિન્હ (નિશાની) કેવી છે? ઈશ્વરે પછી તેમને આજ્ઞા આપી કે:

 27 ત્યારે તમે લોકો કહેશો, ‘એ તો યહોવાના માંનમાં પાસ્ખા યજ્ઞ છે, કારણ કે જ્યારે યહોવાએ મિસર વાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને ટાળીને આગળ ચાલ્યા જઈને તેમણે આપણાં ઘરોને ઉગારી લીધાં હતા.”ત્યારે ઇસ્રાએલીઓએ મસ્તક નમાંવી પ્રણામ કર્યા.

નિર્ગમન ૧૨:૨૪-૨૭
યહૂદી વ્યક્તિ પાસ્ખા ટાણે હલવાન સાથે

ઈસ્રાએલલોકને દર વર્ષે આ દિવસે પાસ્ખાનું પર્વ ઉજવવાની આજ્ઞા ફરમાવવામાં આવી હતી. યહૂદી પંચાંગ (કેલેન્ડર) હિંદુ પંચાંગની માફક જ ચંદ્ર પર આધારિત છે, તેથી તે પશ્ચિમી કેલેન્ડરથી થોડું અલગ હોય છે, અને પશ્ચિમી કેલેન્ડર પ્રમાણે આ પર્વનો દિવસ વરસ દર વરસ બદલાયા કરે છે. ૩૫૦૦ વર્ષો પછી પણ આજ દિન સુધી, યહૂદી પ્રજા આ પાસ્ખાના દિવસને યાદ કરી તેનું પર્વ એ જ દિવસે પાળે છે જેમ તેમને આજ્ઞા આપવામાં આવી હતી તેમ. 

પાસ્ખાનું ચિન્હ પ્રભુ ઈસુ તરફ ઈશારો કરે છે

ઈતિહાસમાં આ પર્વની શોધ તપાસ કરતા કેટલાંક અસાધારણ તથ્યો જોવા મળે છે. આ વિશે તમે સુવાર્તામાં વાંચી શકો છો જેમાં ઈસુની ધરપકડ અને મુકદમાનું વિવરણ આપેલ છે (પહેલાં પાસ્ખાની મરકીના ૧૫૦૦ વર્ષ બાદ):

28 પછી યહૂદિઓ ઈસુને કાયાફાના મકાનમાંથી રોમન હાકેમના દરબારમાં લઈ જાય છે. તે વહેલી સવારનો સમય હતો. યહૂદિઓ દરબારની અંદર જઈ શક્યા નહિ. તેઓ તેમની જાતને અશુદ્ધબનાવવા ઈચ્છતા નહોતા. કારણ કે તેઓ પાસ્ખાપર્વનું ભોજન ખાવા ઈચ્છતા

હતા.યોહાન ૧૮:૨૮

39 પણ પાસ્ખાપર્વના સમયે તમારા માટે એક બંદીવાનને મારે મુક્ત કરવો જોઈએ એવો તમારા રિવાજોમાં એક રિવાજ છે. શું તમે ઈચ્છો છો કે હું આ ‘યહૂદિઓના રાજાને મુક્ત કરું?”‘

યોહાન ૧૮: ૩૯

બીજા શબ્દોમાં, ઈસુને પકડીને વધસ્તંભે જડવા સારું યહૂદી પંચાંગ પ્રમાણે પાસ્ખાના દિવસે જ  મોકલી આપવામાં આવ્યા હતાં. ઈસુને માટે ઘણાં બધાં શીર્ષકોમાંથી એક આ પણ હતું

29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે!
30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’

યોહાન ૧:૨૯-૩૦

અહીં આપણે જોઈ શકીએ કે પાસ્ખા એ આપણે સારું એક ચિન્હ (નિશાની) છે. ઈસુ, જે ‘દેવનું હલવાન’, એ જ દિવસે વધસ્તંભે જડાયા (એટલે કે બલિદાન થયા) કે જયારે સઘળાં યહુદીઓ પહેલાં પાસ્ખા કે જે ૧૫૦૦ વર્ષ પહેલાં ઘટ્યું તેની યાદમાં પોતાના પરિવાર માટે હલવાનનું બલિદાન આપી રહ્યાં હતાં. આ દર વર્ષે મળતી પાસ્ખાની બે રજાની સમજણ આપે છે. યહૂદી પાસ્ખાપર્વ દર વર્ષે એક જ સમયે આવે છે, ઈસ્ટરની જેમ જ – તમારું કેલેન્ડર તપાસો. (દર ૧૯ વર્ષે યહુદીઓના ચંદ્ર આધારિત પંચાંગમાં અધિકમાસને લીધે મહિનાનો ફરક આવે છે). આથી જ ઈસ્ટરનું પર્વ પણ કેલેન્ડરમાં દર વર્ષે બદલાયા કરે છે કેમ કે તે પાસ્ખા પર આધારિત છે જે યહૂદી પંચાંગ પ્રમાણે નક્કી થાય છે જેની ગણતરી આપણા પશ્ચિમી કેલેન્ડર કરતા જુદી છે.     

હવે, એક ક્ષણ વિચાર કરો, ‘ચિન્હ’ અથવા પ્રતિક શું કરે છે. નીચે થોડા ચિન્હ જોઈ શકાય છે.  

ભારતનું ચિન્હ (પ્રતિક)
વ્યવસાયિક ચિન્હો (પ્રતિકો) જે આપણને મેકડોનાલ્ડસ અને નાઈકના સબંધી વિચારતા કરે

 

રાષ્ટ્રધ્વજ એ ભારતનું એક ચિન્હ અથવા પ્રતિક છે. આપણે તેને માત્ર કેસરી અને લીલા પટ્ટાના લંબચોરસ ટુકડા તરીકે નથી ‘જોતાં’. આપણે જયારે પણ રાષ્ટ્રધ્વજ જોઈએ છીએ ત્યારે ભારતદેશ વિષે વિચાર કરીએ છીએ. જયારે આપણે ‘સોનેરી કમાન’ની નિશાની જોઈએ છીએ ત્યારે મેકડોનાલ્ડસ વિશે વિચારીએ છીએ. નાદાલના શિર પરની પટ્ટી પર ‘√’ નિશાની નાઈક કંપનીની છે. નાઈક કંપની એવું ઈચ્છે છે કે નાદાલના કપાળ પર જેઓ પણ આ નિશાની જુએ ત્યારે તેમના સબંધી વિચારે. આ ચિન્હો, ખરું જોતાં તો આપણા મનમાં ઈચ્છિત વસ્તુનો વિચાર પ્રેરવા દિશાનિર્દેશક હોય છે.

હિબ્રુશાસ્ત્રના નિર્ગમનના પુસ્તકમાં પાસ્ખાનું વૃતાંત બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે તે લોકો ને સારું એક ચિન્હ (નિશાની) હતું, તે સર્જનહાર ઈશ્વરને સારું નહિ (જો કે ઈશ્વર તે જોવા માંગે ને જે ઘર પર તે રક્ત લાગ્યું હોય તેને ટાળી મુકે). જેમ બધાં ચિન્હોમાં બને તેમ જ, પાસ્ખાનું ચિન્હ આપણે જોઈએ ત્યારે શું વિચાર કરીએ એ સબંધી ઈશ્વર શું ઈચ્છે છે? બહુ જ અજાયબ રીતે જે દિવસે હલવાનનું બલિદાન આપવામાં આવી રહ્યું હોય તે જ દિવસે ઈસુનું બલિદાન, ખરું જોતાં ઈસુના બલિદાન તરફ દિશાનિર્દેશ કરે છે.

 નીચે દર્શાવ્યા મુજબ આ આપણા મનમાં કામ કરે છે. ચિન્હ આપણને ઈસુના બલિદાન તરફ ઈશારો કરે છે.

Signs
ઈસુના બલિદાન અને પાસ્ખાનો એક જ સમય એ એક ચિન્હ (નિશાની) છે

પહેલાં પાસ્ખામાં હલવાનોનું બલિદાન આપવામાં આવ્યું અને જે લોકોના (ઘર) પર તેનો છંટકાવ થયો તેઓ જીવતદાન પામ્યા. આથી આ ચિન્હ એવું દર્શાવે છે કે ઈસુ જ એ ‘દેવનું હલવાન’, છે જેમને બલિદાન તરીકે અર્પી દેવાયા અને તેમનું રક્ત વહ્યું જેથી આપણને અનંતજીવન મળે. 

અબ્રાહમનું ચિન્હ જોઈએ તો, જે જગ્યા પર પોતાના દીકરાનું બલિદાન આપવાની પરીક્ષા કરવામાં આવી હતી તે સ્થળ મોરિયા પહાડ હતું. ત્યાં પણ હલવાનના મરણ દ્વારા અબ્રાહમના પુત્રને જીવતદાન મળે છે.  

The Sign of Abraham was pointing to the location
અબ્રાહમનું ચિન્હ સ્થળ તરફ નિર્દેશ કરતું હતું

મોરિયા પહાડ એ જ સ્થળ હતું જ્યાં ઈસુનું બલિદાન આપવામાં આવ્યું હતું. એ ચિન્હ આપણે માટે સ્થળનો નિર્દેશ કરતા મરણનો અર્થ ‘બતાવવા’ સારું હતું. પાસ્ખામાં ઈસુના બલિદાન તરફ ઈશારો કરતો એક વધુ નિર્દેશ આપણને મળે છે – વરસના એજ દિવસ તરફ નિર્દેશ કરીને. ફરીથી હલવાનનું બલિદાન – એ દર્શાવતું હતું કે ઈસુનું બલિદાન કોઈ આકસ્મિક થતો સંયોગ નહોતો – ઈસુના બલિદાનનો નિર્દેશ કરતુ હતું.

બે અલગ અલગ રીતે (સ્થળ અને સમય દ્વારા) હિબ્રુશાસ્ત્રના બે સૌથી મહત્વના પર્વો સીધો જ ઈશારો ઈસુના બલિદાન તરફ કરે છે. ઈતિહાસમાં બીજા કોઈ વ્યક્તિ કે જેના મરણ વિષે આવા નાટકીય રીતે સમાંતરઘટનાઓની પૂર્વછાયા આપવામાં આવી હોય એવું મને યાદ નથી. શું તમને છે?

આ ચિન્હો એટલા સારું આપવામાં આવ્યા કે આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે ઈસુનું બલિદાન એ ઈશ્વરની જ યોજના અને ઈરાદો હતો. આ લખાણનો ઉદ્દેશ આપણ સર્વને એ જોવા સારું મદદરૂપ બનવાનો છે કે કેવી રીતે ઈસુનું બલિદાન આપણને મરણથી બચાવે છે અને આપણને પાપોથી શુદ્ધ કરે છે – જેઓ તેનો સ્વીકાર કરે તેઓ સર્વ માટે ઈશ્વરની ભેટ.