યહૂદીઓનો ભારતમાં લાંબો ઇતિહાસ છે, તેઓ અહીં હજારો વર્ષોથી રહેતા હોવાને લીધે છે; તેઓએ ભારતીય સમુદાયોના વૈવિધ્ય માં એક નાનો યહુદી સમુદાય બનાવ્યો છે. અન્ય લઘુમતીઓ (જેમ કે જૈન, શીખ, બૌદ્ધ લોકો) કરતાં અલગ યહૂદીઓ મૂળભુત રીતે ભારત બહારથી વસવાટ કરવા માટે આવ્યા હતા. ૨૦૧૭ ના ઉનાળામાં, ભારતીય વડા પ્રધાન મોદીની ઐતિહાસિક ઇઝરાઇલ મુલાકાત પહેલા, તેમણે ઇઝરાઇલના વડા પ્રધાન નેતાન્યાહૂ સાથે સંયુક્ત નિવેદન લખ્યું હતું. તેમાં તેમણે યહૂદીઓના ભારતમાં થયેલ સ્થળાંતરને માન્યતા આપતાં લખ્યું, કે:
ભારતમાં યહૂદી સમુદાયનું હંમેશાં હૂંફ અને આદરથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ક્યારેય કોઈ રીતે સતાવવામાં આવ્યા નથી.
હકીકતમાં, યહૂદીઓએ ભારતના ઇતિહાસ પર ઊંડી અસર કરી છે, ભારતીય ઇતિહાસમાં એક હઠીલા રહસ્યનો ઉપાય પૂરો પાડે છે – ભારતમાં લેખન કેવી રીતે ઉભરી આવ્યું? આ પ્રશ્નનો જવાબ ભારતીય સંસ્કૃતિની તમામ શાસ્ત્રીય કૃતિઓને અસર કરે છે.
ભારતમાં યહૂદી ઇતિહાસ
ભારતમાં યહુદી સમુદાયો કેટલા સમયથી છે? ટાઇમ્સ ઓફ ઇઝરાઇલે તાજેતરમાં એક પ્રકાશિત કરેલ લેખમાં નોંધ્યા પ્રમાણે ‘૨૭ સદીઓ’ પછી મનાશ્શેહ કુળના(બેની મેનાશે) યહૂદીઓ મિઝોરમથી ઇઝરાઇલ પાછા ફરી રહ્યા છે. તે તેમના પૂર્વજોને અહીં મૂળ ૭00 બીસીઇ પૂર્વે આવ્યા હતા તે દર્શાવે છે. ઇરાન, અફઘાનિસ્તાન, તિબેટ અને ત્યારબાદ ચીનમાંથી ભટક્યા પછી આંધ્રપ્રદેશમાં રહેતા યહૂદી જાતિના એફ્રાઈમના કુળના (બેન એફ્રાઈમ); તેઓના તેલુગુ ભાષી ભાઇઓ, ૧૦૦૦ વર્ષથી પણ વધુ સમય ભારતમાં હોવાની સામૂહિક યાદ ધરાવે છે. કેરળમાં, કોચિન યહૂદીઓ લગભગ ૨૬૦૦ વર્ષોથી ત્યાં રહ્યા છે. સદીઓથી યહુદીઓએ સમગ્ર ભારતમાં નાના પરંતુ વિશિષ્ઠ પ્રકારના સમુદાયોની રચના કરી. પરંતુ હવે તેઓ ઈઝરાઇલ જવા ભારત છોડી રહ્યા છે.
યહુદીઓ ભારતમાં કેવી રીતે રહેવા આવ્યા? તેઓ આટલા લાંબા સમય પછી ઇઝરાઇલ પાછા કેમ આવી રહ્યા છે? તેમના ઇતિહાસ વિશે આપણી પાસે અન્ય કોઈ પણ રાષ્ટ્ર કરતાં વધુ હકીકતો છે. અમે આ માહિતીનો ઉપયોગ સમયરેખાનો ઉપયોગ કરીને તેમના ઇતિહાસનો સારાંશ રજુ માટે કરીશું.
ઈબ્રાહિમ: યહૂદી કુટુંબની શરૂઆત
સમયરેખા ઇબ્રાહિમથી શરૂ થાય છે. તેને રાષ્ટ્રોનું વચન આપવામાં આવ્યું હતું અને તેમના પુત્ર ઇશાકના સાંકેતિક બલિદાનમાં પરમેશ્વર સાથે થયેલ તેની મુલાકાત પૂરી થઈ. આ એક ચિન્હ ઈસુ(યશુસુત્સંગ) તરફ઼ ધ્યાન દોરે છે કે જ્યાં તેમના બલિદાનના ભાવિ સ્થાનને મુદ્રાકિંત કરે છે. ઇશાકના પુત્રનું નામ ઈશ્વરે ઇસ્રાએલ રાખ્યું હતું. ઇસ્રાએલના વંશજો ઇજિપ્તમાં ગુલામ હતા તે સમયરેખામાં લીલા રંગમાં દર્શાવવામાં આવેલ છે. આ સમયગાળો શરૂ થયો જ્યારે ઇસ્રાએલ નો પુત્ર યુસફ(ઇબ્રાહિમની વંશાવળી આ પ્રમાણે હતી: ઇબ્રાહિમ -> ઇશાક -> ઇસ્રાએલ(યાકુબ તરીકે પણ ઓળખાય છે) -> યુસફ), કે જે ઇસ્રાએલીઓને ઇજિપ્ત લઈ ગયો, જ્યાં પાછળથી તેઓ ગુલામ થયા.
મૂસા: ઈસ્રાએલીઓ ઇશ્વરના તાબા હેઠળ એક રાષ્ટ્ર બન્યું
મુસાએ ઇસ્રાએલીઓને પાસ્ખાપર્વના અનર્થો(શાપ) દ્વારા ઇજિપ્તનો નાશ કર્યો અને તેઓને મુક્તિ આપી અને ઇઝરાયલીઓને ઇજિપ્તના હાથમાંથી છોડાવીને ઇઝરાઇલની ભૂમિને માટે સ્વતંત્ર કર્યા. તેનું મૃત્યુ થાય તે પહેલાં, મૂસાએ ઇસ્રાએલીઓ પર આશીર્વાદ અને શાપ જાહેર કર્યો (જ્યારે સમયરેખા લીલાથી પીળો તરફ઼ જાય છે). જો તેઓ ઇશ્વરની આજ્ઞા પાળે તો તેઓ આશિર્વાદીત થશે , પરંતુ જો તેઓ તેમ ન કરે તો તેઓ શાપિત થશે. ઇઝરાઇલનો ઇતિહાસ આ આશીર્વાદો અને શાપ પર પાછળથી બંધાયેલ રહ્યો.
દાઉદે યરુશાલેમમાં શાહી વંશની સ્થાપના કરી
દાઉદે યરુશલેમને જીતી લીધું અને તેને તેનું પાટનગર બનાવ્યું. તેને આવનાર ‘ખ્રિસ્ત’ નું વચન મળ્યું અને તે સમયથી યહૂદી લોકો ‘ખ્રિસ્ત’ આવવાની રાહ જોઇ રહયા છે. તેમના પુત્ર સુલેમાન, સમૃદ્ધ અને પ્રખ્યાત હતો, તે તેના પછી રાજ્ય કરવા આવ્યો અને યરુશલેમમાં મોરિયા પર્વત પર પ્રથમ યહૂદી મંદિર બનાવ્યું. રાજા દાઉદના વંશજો લગભગ ૪00 વર્ષ શાસન કરવાનું ચાલુ રાખ્યું અને આ સમયગાળાને એક્વા-બ્લુ (૧000 – ૬00 બીસીઇ) માં બતાવવામાં આવ્યો છે. આ સમય ઇઝરાયલનો સુવર્ણ કાળ હતો – તેમની પાસે વચન પમાણે આપેલ આશીર્વાદો હતા. તેઓ એક શક્તિશાળી રાષ્ટ્ર હતા; અદ્યતન સમાજ, સંસ્કૃતિ અને તેમનું મંદિર હતું. પરંતુ જુના કરારમાં આ સમય દરમિયાન તેમના વધતા જતા ભ્રષ્ટાચારનું પણ વર્ણન છે. આ સમયગાળામાં ઘણા પ્રબોધકોએ ઈસ્રાએલીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ બદલાશે નહીં તો તેમના પર મૂસાના શાપ આવશે. આ ચેતવણીઓને અવગણવામાં આવી હતી. આ સમય દરમિયાન ઇઝરાયલનું રાજ્ય બે જુદા જુદા રાજ્યોમાં વહેંચાયું: ઉત્તરનું રાજ્ય ઇઝરાઇલ અથવા એફ્રાઇમ, અને દક્ષિણનું રાજ્ય યહુદા કહેવાયું (જેમ આજે કોરિયા માટે છે કે આ પ્રજા બે દેશોમાં વિભાજિત થઇ ગઇ – ઉત્તર અને દક્ષિણ કોરિયા).
પ્રથમ યહૂદી દેશનિકાલ: આશ્શૂર અને બાબેલ
છેવટે, તેમના પર બે તબક્કે શાપ ઉતરી આવ્યો. ૭૨૨ બી. સી. પૂર્વે આશ્શૂરે ઉત્તરના રાજ્યનો વિનાશ કર્યો અને તે સર્વ ઈસ્રાએલીઓને તેમના વિશાળ સામ્રાજ્યમાં સામૂહિક દેશનિકાલ કરીને વિખેરી નાખ્યા. મિઝોરમમાં બેની મનાશ્શા અને આંધ્રપ્રદેશમાં બેની એફ઼્રાઇમ, આ દેશનિકાલ થયેલા ઇઝરાઇલના વંશજો છે. પછી ૫૮૬ બીસીમાં નબૂખાદનેસ્સાર, એક શક્તિશાળી બેબીલોનીયન રાજા આવ્યો – જેમ મૂસાએ 900 વર્ષ પહેલાં આગાહી કરી હતી, જ્યારે તેણે તેના શાપ માં લખ્યું હતું:
49 “યહોવા, તમે જેની ભાષા સમજતા નથી એવી દૂર દેશની પ્રજાને તમાંરી ઉપર ચઢાઈ કરીને ગરૂડની જેમ તરાપ માંરવા મોકલશે.
પુનર્નિયમ ૨૮:૪૯-૫૨
50 એ પ્રજાના માંણસો યુવાન કે વૃદ્વ પર જરાય દયા દાખવશે નહિ, કારણ કે તેઓ અતિ હિંસક અને ક્રોધી છે.
51 જ્યાં સુધી તમાંરો નાશ ન થઇ જાય ત્યાં સુધી તેઓ તમાંરા ઢોરઢાંખર અને પાક લઇ જશે. તમાંરું અનાજ, નવો દ્રાક્ષારસ, જૈતતેલ, વાછરડાં, ઘેટાં બચશે નહિ, પરિણામે તમે મોત ભેગા થઈ જશો.
52 “તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેમાંના બધાં નગરોને તેઓ ઘેરો ઘાલશે અને અંતે જે કોટો પર તમે સુરક્ષા માંટે આધાર રાખો છો, તે ઊંચા અને અભેધ કોટોને ભોંયભેંગા કરી નાખશે.
નબૂખાદનેસ્સરે યરૂશાલેમને જીતી લીધું, તેને બાળી નાખ્યું, અને સુલેમાને બનાવેલા મંદિરનો નાશ કર્યો. ત્યારબાદ તેણે ઈસ્રાએલીઓને બેબીલોનમાં દેશનિકાલ કર્યા. આ મૂસાની આગાહીઓ પૂર્ણ થાય છે; કે
63 “જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.
પુનર્નિયમ ૨૮:૬૩-૬૪
64 યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધીના બધા રાષ્ટોમાં વેરવિખેર કરી નાખશે. અને ન કે તમે અથવા તમાંરા પિતૃઓ જેને જાણતા ન હતા તેવા, લાકડાં તથા પથ્થરમાંથી બનાવેલા દેવોનું પૂજન કરશો.
કેરળના કોચિનના યહૂદીઓ આ દેશનિકાલ કરાયેલ ઇઝરાયલીઓના વંશજો છે. ૭૦ વર્ષનો સમયગાળો, લાલ રંગમાં બતાવેલ છે. આ ઇઝરાયલીઓ (અથવા જેઓને યહૂદીઓ તરિકે ઓળખાય છે). તેઓને જે ભુમિ ઇબ્રાહિમ અને તેના વંશજોને વચન ના દેશ તરીકે આપી હતી તેમાંથી તેઓને હાંકી કાઢ્યા.
ભારતીય સમાજમાં યહુદીઓનું યોગદાન
આપણે ભારતમાં ઉભરી આવેલ લેખનનો પ્રશ્ન સમજીશું. હિન્દી, બંગાળી, મરાઠી, ગુજરાતી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલ તેમ જ પ્રાચીન સંસ્કૃત સહિત ભારતની આધુનિક ભાષાઓને બ્રહ્મ લિપિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, કારણ કે તે બધાં પૂર્વજ લિપિ જે બ્રહ્મી લિપિ તરીકે ઓળખાય તેમાંથી ઉતરી આવ્યા છે. છે. આજે અશોકના કેટલાક પ્રાચીન સ્મારકોમાં જ આ બ્રહ્મી લિપિ જોવા મળે છે. જો કે તે સમજી શકાય છે કે કેવી રીતે બ્રહ્મી લિપિ આ આધુનિક લિપિમાં પરિવર્તિત થઇ છે, પરંતુ જે સ્પષ્ટ નથી, તે એ છે કે ભારતમાં પ્રથમ કેવી રીતે બ્રાહ્મી લિપિને અપનાવી. વિદ્વાનો નોંધે છે કે બ્રાહ્મી લિપિ હિબ્રુ-ફોઇનિશિયન લિપિ સાથે સંબંધિત છે, જે ઇઝરાઇલના યહુદીઓના નિર્વાસ અને ભારત સ્થળાંતરના સમયગાળા દરમિયાન આ લિપિનો ઉપયોગ કરતા હતા. ઇતિહાસકાર ડો.અવિગ્ડોર શચન (૧) એ પ્રસ્તાવ આપ્યો છે કે ભારતમાં સ્થાયી થયેલા દેશનિકાલ થયેલ ઇઝરાયેલીઓ તેમની સાથે હિબ્રુ-ફ઼ોઇનિશિયન લિપિ લાવ્યા હતા – જે બ્રહ્મી લિપિ બની હતી. આ બ્રહ્મી લિપિનું નામ કેવી રીતે પડ્યું તે પ્રશ્ન પણ હલ કરે છે. શું તે માત્ર સંયોગ છે કે બ્રહ્મી લિપિ ઉત્તર ભારતમાં તે જ સમયે દેખાય છે; જ્યારે યહૂદીઓ તેમની પૂર્વજોની ભૂમિ, અબ્રાહમની ભૂમિથી દેશનિકાલ થઇને ભારત આવીને સ્થાયી થયા હતા? જે મૂળ રહેવાસીઓ કે જેઓએ ઇબ્રાહિમના વંશજોની લિપિ અપનાવી તેમણે તેનું નામ (એ) બ્રાહ્મણ લિપિ આપ્યું છે. ઇબ્રાહિમનો ધર્મ એક ઇશ્વરમાં માનતો હતો કે જેની ભૂમિકા મર્યાદિત નથી. તે પ્રથમ, અંતિમ અને શાશ્વત છે. કદાચ અહીંથી જ (એ) બ્રહ્મના લોકોના ધર્મમાં બ્રાહ્મણમાંની માન્યતાની શરૂઆત થઈ. ભારત દેશ પર આક્રમણ કરીને તેના પર વિજય મેળવવી અને શાસન કરતી અન્ય પ્રજાઓ કરતાં યહૂદીઓ, ભારતમાં તેમની લિપિ અને ધર્મ લાવવા દ્વારા તેના વિચાર અને ઇતિહાસને મૂળભૂત રીતે આકાર આપ્યો છે. અને હીબ્રુ વેદ કે જે મૂળ હીબ્રુ-ફોઇનિશિયન / બ્રાહ્મી લિપિમાં લખાયેલ છે, જેનો એક મુળ વિષય ’એક જે આવનાર છે’ તે રહેલો છે, તે સંસ્કૃતમાં ઋગ્વેદનો વિષય ’આવનાર પુરુષ’ની સાથે મળતું આવે છે. પરંતુ આપણે મધ્ય પુર્વના હિબ્રુ/યહુદીઓના ઇતિહાસ અને તેમના પૂર્વજોની ભૂમિ પરથી દેશ નિકાલ થયા તે વિષય પર પાછા આવીએ છીએ.
ઇરાનીઓ હેઠળની ગુલામગીરીમાથી પાછા ફરવું
છેવટે, ઇરાની સમ્રાટ સાયરસે બેબીલોન જીતી લીધું અને સાયરસ વિશ્વનો સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયો. તેણે યહુદીઓ ને પોતાના વતનમાં પાછા ફ઼રવાની પરવાનગી આપી.
તેઓ હવે સ્વતંત્ર દેશ ન હતા, તેઓ હવે ઇરાની સામ્રાજ્યનો એક પ્રાંત હતા. આ ૨૦૦ વર્ષ સુધી ચાલુ રહ્યું અને સમયરેખામાં ગુલાબી રંગમાં છે. આ સમય દરમિયાન યહૂદી મંદિર (બીજા મંદિર તરીકે ઓળખાય છે) અને યરુશાલેમ શહેર ફરીથી બનાવવામાં આવ્યું. જો કે યહુદીઓને ઇઝરાઇલ પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી, તેમ છતાં, ઘણા લોકો પરદેશમાં રહ્યા.
ગ્રીકોનો સમયગાળો
મહાન એલેક્ઝાંડર, ઇરાની સામ્રાજ્ય પર વિજય મેળવે છે અને ઇઝરાઇલને ૨૦૦ વર્ષ સુધી ગ્રીક સામ્રાજ્યના એક પ્રાંત તરીકે ભેળવી દે છે. આને ઘાટ્ટ વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યું છે.
રોમનોનો સમયગાળો
પછી રોમનોએ ગ્રીક સામ્રાજ્યને હરાવી અને તેઓ વિશ્વ મહાસત્તા બન્યા. યહુદીઓ ફરીથી આ સામ્રાજ્યનો એક પ્રાંત બન્યા અને તે હળવા પીળા રંગમાં દર્શાવવામાં આવ્યું છે. આ તે સમય છે જ્યારે ઈસુ જીવતા હતા. આ સમજાવે છે કે સુવાર્તાઓમાં રોમન સૈનિકોની નોંધ શા માટે છે – કારણ કે ઈસુના સમયગાળા દરમિયાન રોમનો ઇઝરાઇલના યહૂદીઓ પર શાસન કરતા હતા.
રોમનોના અંતર્ગત બીજો યહૂદી દેશનીકાલ
બેબીલોનીઓ (ઇ.સ.પૂ. ૫૮૬) ના સમયથી, દાઉદ રાજાના સમયની માફ઼ક યહુદીઓ સ્વતંત્ર ન હતા. જેમ આઝાદી પહેલાં બ્રિટિશરોએ ભારત પર શાસન કર્યું હતું તેવું જ, તેઓ પર પણ અન્ય સામ્રાજ્યો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. યહૂદીઓએ આનો રોષ ઠાલવ્યો અને તેઓએ રોમન શાસન સામે બળવો કર્યો. રોમનોએ આવીને યરૂશાલેમનો નાશ કર્યો (ઇ.સ.૭૦ ), બીજા મંદિરને બાળી નાખ્યું, અને યહૂદીઓને રોમન સામ્રાજ્યમાં ગુલામ તરીકે દેશવટો આપ્યો. આ તો બીજો યહુદી દેશનિકાલ હતો. રોમન સામાજ્ય ખૂબજ મોટું હોવાથી યહુદીઓ છેવટે આખા સામાજ્યમાં ફેલાઈ ગયા.
આ રીતે યહુદી લોકો લગભગ ૨૦૦૦ વર્ષ જીવ્યા: વિદેશી દેશોમાં વિખેરાઇ ગયા અને આ દેશોમાં ક્યારેય તેમનો સ્વીકાર થયો નહીં. આ જુદા જુદા રાષ્ટ્રોમાં તેઓએ નિયમિતપણે મોટી સતાવણીઓ સહન કરી. યહૂદીઓ પરનો આ જુલમ ખાસ કરીને યુરોપમાં વાસ્તવિક હતો. સ્પેનથી, પશ્ચિમ યુરોપમાં, રશિયા સુધી, યહૂદીઓ આ સામ્રાજ્યોમાં વારંવાર ભયંકર પરિસ્થિતિઓમાં જીવ્યા. યહુદીઓ આ સતાવણીથી બચવા માટે કોચીનમાં આવતા રહ્યા. મધ્ય પૂર્વના યહૂદીઓના અન્ય ભાગોમાં પણ પહોંચ્યા
૧૭ મી અને ૧૮ મી સદીમાં ભારતમાં, અને તેઓ બગદાદી યહૂદીઓ તરીકે જાણીતા હતા, મોટે ભાગે મુંબઇ, દિલ્હી અને કલકત્તામાં સ્થાયી થયા. તેઓ કેવી રીતે જીવ્યા તેનું સચોટ વર્ણન ઇ.સ. પુર્વે ૧૫૦૦માં જાહેર કરાયેલ મુસાના શાપ હતું.
65 “ત્યાં તે રાષ્ટોમાં તમને નહિ મળે શાંતિ કે નહિ મળે આરામ કરવાની કોઇ જગ્યા. ત્યાં યહોવા તમને ચિંતા, નિરાશા અને વિષાદથી ભરી દેશે. તમે સતત ભયને કારણે અધ્ધર રહેશો.
પુનર્નિયમ ૨૮:૬૫
ઈસ્રાએલીઓ સામે શાપ લોકોને પૂછવા માટે આપવામાં આવ્યો હતો:
24 “આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’
પુનર્નિયમ ૨૯:૨૪
અને જવાબ:
25 તેઓને પ્રત્યુત્તર મળશે, ‘તેઓના પિતૃઓના દેવ યહોવા તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરારને એ લોકોએ ફગાવી દીધો,
પુનર્નિયમ ૨૯: ૨૫-૨૮
26 અને એ લોકોએ અગાઉ કદી પૂજ્યા ન્હોતા તથા યહોવાએ જેની પૂજા કરવાની મનાઈ કરી હતી એવા બીજા જ દેવોની તેમણે સેવાપૂજા કરવા માંડી.
27 તેથી યહોવાએ ભૂમિનાં લોકો પર રોષે ભરાયા અને આ ગ્રંથમાં લખેલા બધા શ્રાપો તેમના પર ઉતાર્યા,
28 અને તેમણે અતિ કોપાયમાંન થઈને તે લોકોને તેમની પોતાની ભૂમિમાંથી ઉખેડીને બીજા પ્રદેશમાં ફેકી દીધા, જયાં તેઓ આજે પણ વસે છે.’
નીચેની સમયરેખા આ ૧૯૦૦ વર્ષનો સમયગાળો બતાવે છે. આ અવધિ લાંબી લાલ પટ્ટીમાં બતાવવામાં આવી છે.
તમે જોઈ શકો છો કે યહુદી લોકોના ઇતિહાસમાં, તેઓ બે દેશનિકાલના સમયોમાંથી પસાર થયા પરંતુ બીજા દેશનિકાલનો સમયગાળો પ્રથમ કરતાં ઘણો લાંબો હતો.
૨0 મી સદીનો નરસંહાર
જ્યારે નાઝી જર્મની દ્વારા હિટલરે યુરોપમાં રહેતા બધા યહુદીઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે યહૂદીઓ પરનો વિરુદ્ધનો જુલમ ટોચ પર હતો. તે લગભગ સફળ થયો પરંતુ તે પરાજિત થયો અને યહુદીઓનો શેષ બચી ગયો.
ઇઝરાઇલનો આધુનિક પુનર્જન્મ
એ હકીકત છે કે ત્યાં એવા લોકો હતા કે જેઓ વતન વિના હજારો વર્ષો પછી પણ પોતાની સ્વ-ઓળખ ‘યહૂદીઓ’ તરીકે જાળવી રાખી તે નોંધપાત્ર હતું. પરંતુ આનાથી ૩૫00 વર્ષ પહેલાં લખાયેલા મૂસાના અંતિમ શબ્દો સાચા પડ્યા. ૧૯૪૮ માં, યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વમાં, ઇઝરાઇલના આધુનિક રાજ્યનો અભુતપુર્વ પુનર્જન્મને જોયો, જેમ કે મુસાએ સદીઓ પહેલા લખ્યું હતું તેમ:
3 તમાંરા દેવ યહોવા તમાંરા પર દયાદૃષ્ટિ કરીને તમાંરું ભાગ્ય ફેરવી નાખશે, અને તમને જે બધા દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હશે ત્યાંથી ફરી પાછા ભેગા કરશે.
પુનર્નિયમ ૩૦:૩-૫
4 તમે ધરતીના છેડા સુધી વેરવિખેર થઈને ગમે ત્યાં વસ્યા છો ત્યાંથી તમને તે શોધી કાઢશે અને તમને તમાંરા દેશમાં પાછા લાવશે.
5 “તમાંરા દેવ યહોવા તમને જે દેશ એક વખત તમાંરા પિતૃઓના કબજામાં હતો, ત્યાં ફરીથી લાવશે, અને તમે તેનો કબજો પાછો મેળવશો, પછી યહોવા તમાંરા પિતૃઓ કરતાં પણ તમાંરી આબાદી અને વસ્તીમાં વૃદ્વિ કરશે.
તે પણ નોંધપાત્ર હતું કારણ કે આ રાજ્યની સ્થાપના ભારે વિરોધ હોવા છતાં થઈ હતી. આસપાસના મોટાભાગના દેશોએ ૧૯૪૮… માં ૧૯૫૬… માં ૧૯૬૭ માં અને ફરી ૧૯૭૩ માં ઇઝરાઇલ સામે યુદ્ધ કર્યું હતું. ઇઝરાઇલ, એક ખૂબ જ નાનું રાષ્ટ્ર, ક્યારેક એક જ સમયે પાંચ રાષ્ટ્રો સાથે યુદ્ધમાં ઉતર્યું હતું. છતાં ઇઝરાઇલ તે માત્ર ટકી શક્યું એટલુંજ નહીં, પણ તેનો વિસ્તાર પણ વધ્યો. ૧૯૬૭ ના છ-દિવસીય યુદ્ધમાં, ઇઝરાયેલે, તેની ઐતિહાસિક રાજધાની જેરુસલેમ જે દાઉદે ૩000 વર્ષ પહેલાં સ્થાપના કરી હતી તે ફરીથી મેળવી. ઇઝરાઇલ રાજ્યની રચનાનું પરિણામ, અને આ યુદ્ધોના પરિણામોએ આજે આપણા વિશ્વની સૌથી મુશ્કેલ રાજકીય સમસ્યાઓનું સર્જન કર્યું છે.
મૂસા દ્વારા આગાહી કરવામાં આવી હતી અને અહીં વધુ સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું હતું, ઇઝરાઇલના પુનર્જન્મથી ભારતના યહૂદીઓ માટે ઇઝરાઇલ પાછા ફરવા માટેનું બળ પ્રાપ્ત થયેલ છે. ઇઝરાઇલમાં હવે ૮૦,૦૦૦ યહુદીઓ રહે છે, જેમના ભારતમાંથી એક માતા યા પિતા હોય અને ભારતમાં ફક્ત ૫000 યહૂદીઓ જ બાકી છે. મૂસાના આશીર્વાદ મુજબ તેઓ ’ખૂબ દૂરના દેશો’માંથી (મિઝોરમની જેમ) ‘ભેગા’ થઈ રહ્યા છે અને ‘પાછા’ લાવવામાં આવી રહ્યા છે. મૂસાએ લખ્યું હતું કે યહૂદીઓ અને બિન-યહૂદીઓ બંનેએ તેના પરિણામાની નોંધ લેવી જોઈએ.
(1) ડો.અવિગ્ડોર શચન. ઇન ધ ફ઼ુટ સ્ટેપ્સ ઓફ઼ લોસ્ટ ટેન ટ્રાઇબ્સ પૃષ્ઠ ૨૬૧