તુલસી વિવાહનો તહેવાર એ ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) અને લક્ષ્મી વચ્ચે તુલસી (તુલસી) છોડના સ્વરૂપમાં જોવા મળતા પ્રેમની યાદમાં ઉજવવામાં આવે છે. આમ તુલસી વિવાહ તુલસીના છોડ,એક વિવાહ અને એક પવિત્ર પથ્થર (શાલિગ્રામ) પર કેન્દ્રિત છે. આ ઉત્સવની પાછળ એક પૌરાણિક કથા છે અને તેને અનુસરવાના રિવાજો આજે પણ ભક્તો અનુસરે છે. પરંતુ આ સુસમાચાર નોંધપાત્ર રીતે એક ચિત્ર પણ પ્રદર્શિત કરે છે, કારણ કે લગ્ન, પવિત્ર પથ્થર અને સ્થાપિત છોડ એ સુસમાચાર વાર્તાની મુખ્ય છબીઓ છે. આપણે તેને અહીં નીચે જોઈએ છીએ.
તુલસી વિવાહ વીષેની પ્રાચીન કથા
દેવી ભાગવત પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને શિવ પુરાણ તુલસી વિવાહને લગતા પૌરાણિક સ્ત્રોતો પૂરા પાડે છે. આ પુરાણોમાં તુલસી વિવાહ સાથે સંબંધિત ઘટનાઓની શ્રેણીનું
વર્ણન કરવામાં આવ્યું છે. લક્ષ્મીના સ્ત્રી અવતાર જેનું નામ વૃંદા (અથવા બ્રિન્દા) હતું તેણે અસુર રાજા જલંધર સાથે લગ્ન કર્યા હતા. તે વિષ્ણુના ભક્ત હોવાથી, વિષ્ણુએ રાજા જલંધરને યુદ્ધમાં અજેય બનવાનું વરદાન આપ્યું હતું. આ રીતે દેવતાઓ તેમની સાથેના યુદ્ધમાં સતત હારતા રહ્યા અને તેથી રાજા જલંધર અહંકારી બની ગયો.
પવિત્ર શાલિગ્રામ પત્થરો અશ્મિભૂત છીપ છે જે આપણને વિષ્ણુના બિન-માનવ નિરૂપણને પ્રદર્શિત કરે છે
તેથી વિષ્ણુ ઇચ્છતા હતા કે રાજા જલંધર તેનો અજેય રહેવાનો ગુણ ગુમાવી દે, પરંતુ બ્રહ્માએ વિષ્ણુને કહ્યું કે આમ કરવા માટે, તેણે જલંધરની વૃંદા સાથેની પવિત્રતા તોડવી પડશે. તેથી જ્યારે જલંધર યુદ્ધમાં દૂર હતો, ત્યારે વિષ્ણુએ તેનું સ્વરૂપ ધારણ કર્યું અને વૃંદાને તેની સાથે તેની પવિત્રતા ગુમાવવા માટે છેતર્યા. આમ જલંધરે શિવ સાથેના યુદ્ધમાં પોતાનો અજેય રહેવાનો ગુણ (અને તેનું માથું) ગુમાવ્યું. કપટની જાણ થતાં વૃંદાએ વિષ્ણુને શાલિગ્રામ બનવાનો શ્રાપ આપ્યો, એટલે કે, એક એવો પવિત્ર કાળો પથ્થર કે જે પર વિષ્ણુના પ્રતીક તરીકે અશ્મિ છિપના નિશાન ધરાવતો હોય. આ પછી વૃંદા સમુદ્રમાં કૂદી પડી અને તુલસીનો છોડ બની ગઇ. આમ તેના આગલા જન્મમાં વૃંદાએ (તુલસી તરીકે) વિષ્ણુ (શાલિગ્રામ તરીકે) સાથે લગ્ન કર્યા. તેથી, દર વર્ષે પ્રબોધિની એકાદશીના દિવસે, ભક્તો શાલિગ્રામ સાથે તુલસી વિવાહ કરાવે છે.
તુલસી વિવાહ વિધિ
લગ્ન સાથે ગાઢ સંબંધ હોવાને કારણે, તુલસી વિવાહ નેપાળ અને ભારતમાં લગ્નના સમયની જાહેરાત કરે છે. ભક્તો પ્રબોધિની એકાદશી અને કાર્તિક પૂર્ણિમા – કારતક મહિનાની પૂર્ણિમા દરમ્યાન (સામાન્ય રીતે પશ્ચિમી કેલેન્ડરમાં ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે આવે છે) તુલસી વિવાહની વિધિઓ પૂર્ણ કરે છે. તુલસીને વિષ્ણુપ્રિયા નામથી પણ ઓળખવામાં આવે છે, એટલે કે ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય હોવું. દરેક હિંદુ પરિવાર તેના પ્રત્યે આસ્થા દર્શાવે છે, પરિણામે તે તમામ છોડમાં સૌથી પવિત્ર છોડ બની ગયો છે. શ્રધ્ધાળુઓ પોતાના ઘરે તુલસીનો છોડ રાખે છે અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહ ઉત્સવમાં, તુલસીના છોડનો વિધિપૂર્વક ભગવાન વિષ્ણુ સાથે વિવાહ કરવામાં આવે છે. દરેક સમુદાયના રીતરિવાજો પ્રમાણે પૂજાની પદ્ધતિ દરેક પ્રદેશમાં અલગ-અલગ હોઈ શકે છે.
તુલસી વિવાહ અને સુસમાચાર લગ્ન
જો કે ઘણા બધા લોકો તુલસી વિવાહની પૌરાણિક કથાઓ અને રીતરિવાજો જાણે છે, પરંતુ સુસમાચારની વાર્તામાં તેના પ્રતીક વિશે ઓછુ જાણે છે. સુસમાચાર સમજાવવા માટે બાઇબલમાં સૌથી આબેહૂબ ચિત્ર એક લગ્નનું છે. આ લગ્ન એટલા માટે શક્ય બન્યું કારણ કે નાઝરેથના વરરાજા ઈસુએ તેની કન્યા ખરીદવા માટે દહેજ અથવા કિંમત ચૂકવી. આ કન્યા સંસ્કૃતિ, શિક્ષણ, ભાષા, જાતિને ધ્યાનમાં લીધા વિના તમામ લોકો સાથે જોડાયેલી છે, કે જેઓ આ દુનિયામાં પતન અને ક્ષયને ટાળવા માટે લગ્નના પ્રસ્તાવને સ્વીકારે છે. દહેજની કિંમત, ઈસુના સર્વોચ્ચ બલિદાન – એટલે કે, વધસ્તંભ પર બધા માટે મૃત્યુ પામવું – અને વધસ્તંભ પર વિજય મેળવવો – અને મૃત્યુમાંથી પુનરુત્થાન દ્વારા ચુકવવામાં આવે છે. આ આગામી લગ્ન વિશેની ગહન સમજૂતી અહીં નીચે વાંચો.
એક છોડના સ્વરુપમાં
પરંતુ તેમના મૃત્યુ અને પુનરુત્થાનની આગાહી તેમના જન્મના સેંકડો વર્ષો પહેલા કરવામાં આવી હતી, જ્યારે પ્રાચીન હિબ્રુ વેદના ઋષિઓ અથવા પ્રબોધકોએ તેમના આગમનને મૃત ઠૂંઠામાંથી નમ્રતાપૂર્વક અંકુરિત થતા છોડ તરીકે દર્શાવ્યું હતું. આ અંકુરિત છોડ અજેય હશે અને એક મોટું વૃક્ષ બનશે.
અને એક પત્થરના રુપમાં
ઐતિહાસિક સમયરેખામાં ઋષિ દાઉદ અને અન્ય હિબ્રુ ઋષિઓ (પ્રબોધકો).
પ્રાચીન ઋષિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી અન્ય એક છબી સખત પથ્થરની હતી. જેના માટે ઋષિ દાઉદે ઘણા સમય પહેલા લખ્યું હતું…
22. ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. 23. આ [કાર્ય] યહોવાથી થયું છે; આપણી દષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. 24. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ. 25. હે યહોવા, તમે હવે દયા કરીને તારણ આપો; હે યહોવા, હવે તમે દયા કરીને ક્ષેમકુશળ રાખજો.
ગીતશાસ્ત્ર 118:22-25
આ આવનાર માણસની સરખામણી પથ્થર સાથે કરવામાં આવી હતી. આ પથ્થરને નકામો ગણવામાં આવશે પરંતુ તેમ છતાં પણ તે પાયાનો મુખ્ય પથ્થર બની જશે (પદ 22). આ બધું પ્રભુ પરમેશ્વરની યોજના અનુસાર થવું જોઈએ (પદ 23-24).
નામ માં…
આ પથ્થર કોણ હશે? આગળનું પદ કહે છે ‘હે પ્રભુ, અમને બચાવો’. મૂળ હિબ્રુ ભાષામાં ઇસુના નામનો શાબ્દિક અર્થ ‘બચાવનાર’ અથવા ’ઉધ્ધાર’ કરનાર એવો થાય છે, તેથી હિન્દી ભાષામાં લખ્યું છે કે અમને બચાવો. તે આપણી કોઈપણ ભાષામાં ‘પ્રભુ, ઈસુ’ તરીકે સચોટ ભાષાંતર કરી શકાય છે. જો કે આપણે ‘ઈસુ’ નો અર્થ સમજી શકતા નથી અને આપણે માત્ર વ્યક્તિવાચક સંજ્ઞા અથવા નામ તરીકે જોવાથી, આપણે તેનો સંબંધ સરળતાથી જોઈ શકતા નથી. ઈસુની ભવિષ્યવાણીનું નામ અહીં નીચે સંપૂર્ણ રીતે સમજાવેલ છે. તે માટે, નોંધ લો કે આ ગીત કેવી રીતે સમાપ્ત થાય છે
ગીતશાસ્ત્ર 118:26-29
26. યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ આપ્યો છે. 27. યહોવા તે જ ઈશ્વર છે, તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો. 28. તમે મારા ઈશ્વર છો, હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો, હું તમને મોટા માનીશ. 29. યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા સર્વકાળ [ટકે છે].
ઈસુ જ્યારે પવિત્ર શહેર માં પ્રવેશ્યા ત્યારે તે દિવસે તેઓ ‘યહોવા એટ્લે કે પ્રભુ પરમેશ્વરના નામે’ આવ્યા, જે દિવસ હવે ખઝૂરીના રવિવાર તરીકે ઓળખાય છે. ત્યાં તેમને બલિદાનના પ્રાણીની જેમ બાંધવામાં આવ્યો હતા તે પ્રમાણે એટલે કે જેમ બલિદાનના પ્રાણીને ‘વેદીના શિંગડા’ સાથે બાંધવામાં આવ્યા હતા. તે આપણા માટેના ઈશ્વરના પ્રેમનું અનંતકાલિક પ્રદર્શન હતું, એવો પ્રેમ જે હંમેશને માટે વહેતો રહે છે.
જ્યોતિષ, દુર્ગા પૂજા અને રામાયણ સહિત ઘણા સાંસ્કૃતિક પ્રતીકો, સુસમાચારની વાર્તાનું ચિત્રણ કરે છે, પરંતુ તુલસી વિવાહ, લગ્ન સાથે સંકળાયેલ હોવાને કારણે, તે એક સંકેત છે, જેની આપણે પ્રશંસા કરવી જોઈએ.
જ્યારે આપણે ખાસ કરીને લગ્નો, છોડો અને પથ્થરોમાં તુલસી વિવાહ સાથે આ આબેહુબતાઓ અને સામ્યતાઓ જોઈએ છીએ ત્યારે, આપણે બંને બાબતો, એટલે કે તહેવારનો આનંદ લઈ શકીએ છીએ અને તેની ઊંડાઈને પ્રતીકાત્મક અર્થમાં જોઈ શકીએ છીએ કે જે તે રિવાજો અને ધાર્મિક વિધિઓના કરતાં ઘણી ઊંડી છે તેને પ્રતિબિંબિત કરે છે.