નૃત્ય એટલે શું? નાટ્ય નૃત્યમાં લયબદ્ધ હલનચલન શામેલ હોય છે, જે પ્રેક્ષકો જોઈને તેનો અર્થ કાઢે છે અને તેમ વાર્તા કહેવામાં આવે છે. નર્તકો તેમની હિલચાલનું પુનરાવર્તન કરતી વખતે વચ્ચે વચ્ચેના સમય વિરામમાં દ્રશ્ય સુંદરતા અને ઉચ્ચારણ લય ઉત્પન્ન કરવા, તેમના પોતાના શરીરના વિવિધ ભાગોનો ઉપયોગ કરીને, અન્ય નર્તકો સાથે તેમની હિલચાલનું સમન્વય કરે છે, જેને મીટર કહેવામાં આવે છે.
નૃત્ય વિષય પર એક ઉત્તમ કૃતિ, નાટ્ય શાસ્ત્ર શીખવે છે કે મનોરંજન ફક્ત નૃત્યની આડઅસર હોવું જોઈએ, પણ તેનું પ્રાથમિક લક્ષ્ય નહીં. સંગીત અને નૃત્યનું લક્ષ્ય રસ છે, જે પ્રેક્ષકોને ઊંડી વાસ્તવિકતા તરફ લઈ જાય છે, જ્યાં તેઓ આશ્ચર્ય સાથે આધ્યાત્મિક અને નૈતિક પ્રશ્નો પર વિચાર કરે છે.
શિવના તાંડવાના નટરાજા
તો દૈવી નૃત્ય કેવું લાગે છે? તાંડવ (તાંડવમ, તાંડવ નાટ્યમ અથવા નદંતા)દેવતાઓના નૃત્ય સાથે સંકળાયેલ છે. આનંદ તાંડવ ખુશી પ્રગટ કરતું નૃત્ય છે જ્યારે રુદ્ર તાંડવ ક્રોધ પ્રગટ કરતું નૃત્ય કરે છે. નટરાજ દૈવી નૃત્યનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં શિવ તેની પરિચિત મુદ્રામાં (હાથ અને પગની સ્થિતિ) નૃત્યના ભગવાન તરીકે પ્રગટ થાય છે. તેમનો જમણો પગ અપ્સમરા અથવા મુયાલકા નામના દૈત્યને કચડી રહ્યો છે. જો કે, આંગળીઓ ડાબા પગ તરફ નિર્દેશ કરે છે, જે જમીન કરતા ઊંચી હોય છે.
શિવ નૃત્યના નટરાજાની ઉત્તમ છબી
તે શા માટે તે તરફ ધ્યાન દોરે છે?
કારણ કે તે ઉંચકાયેલ પગ, ગુરુત્વાકર્ષણને અવગણવું એ મુક્તિનું પ્રતીક છે, મોક્ષ. જેમ ઉન્માઇ ઉલાખમ સમજાવે છે:
“સર્જન પડઘમથી ઉત્પન્ન થાય છે; રક્ષણ આશાના હાથથી આગળ વધે છે; અગ્નિથી વિનાશ આગળ વધે છે; મુયાલાહન પર મુકવામાં આવેલ પગમાંથી દુષ્ટનો વિનાશ આગળ વધે છે; ઊંચકાયેલ પગ મુક્તિ આપે છે….”
કૃષ્ણ દૈત્ય–સર્પ કાલિયાના માથા પર નૃત્ય કરે છે
એક બીજું ઉત્તમ દિવ્ય નૃત્ય જે કાલિયા પર કૃષ્ણનું નૃત્ય છે. પૌરાણિક કથા અનુસાર, કાલિયા યમુના નદીમાં રહેતો હતો, લોકોને ભયભીત કરતો હતો અને સમગ્ર પ્રદેશમાં તેનું ઝેર ફેલાવતો હતો.
જ્યારે કૃષ્ણ નદીમાં કૂદી પડ્યા ત્યારે કાલિયાએ તેમને પકડ્યા. ત્યારબાદ કાલિયાએ કૃષ્ણને ડંખ માર્યો, કૃષ્ણને તેના ભરડામાં નાખ્યા, તેનાથી જોનારાઓને ચિંતા થઈ. કૃષ્ણએ તેમ થવા દીધુ, પરંતુ લોકોની ચિંતા જોઈને તેમને આશ્વાસન આપવાનું નક્કી કર્યું. આ રીતે, કૃષ્ણએ તેમના પ્રખ્યાત નૃત્ય, ભગવાનની લીલા (દૈવી નાટક) નું પ્રતીક, “આરાભતી” શરૂ કરીને, સર્પની ફ઼ેણ પર કૂદકો લગાવ્યો. તે લયમાં, કૃષ્ણએ તેને હરાવ્યો અને કાલિયાની દરેક વધતી ફ઼ેણો પર નૃત્ય કર્યું.
સર્પના મસ્તક પર વધસ્તંભ એક લયબધ્ધ ન્રુત્ય
સુવાર્તા જાહેર કરે છે કે ઈસુનું વધસ્તંભ અને પુનરુત્થાન તેજ રીતનું સર્પને હરાવવાનું તેમનું નૃત્ય હતું. તે આનંદ તાંડવ અને રુદ્ર તાંડવ બંને હતા કે આ નૃત્યથી ઇશ્વરમાં આનંદ અને ક્રોધ બંને ઉત્પન્ન થાય. આપણે માનવ ઇતિહાસની શરૂઆતમાં આ બાબતની સત્યતા જોઇ છે, જ્યારે આદમ જે પ્રથમ મનુ, સર્પને તાબે થયો. મૃત્યુ પામ્યો. ઇશ્વરે (વિગતો અહીં છે) સર્પને કહ્યું હતું
15 હું તારી અને આ સ્ત્રીની વચ્ચે અને તારાં બાળકો અને એનાં બાળકો વચ્ચે દુશ્મનાવટ રખાવીશ. એનો વંશ તારું માંથું કચરશે અને તું એના પગને કરડીશ.”
ઉત્પત્તિ 3: 15
તેથી આ નાટક એ સાપ અને બીજ અથવા સ્ત્રીના સંતાન વચ્ચેના સંઘર્ષની ભવિષ્યવાણી કરી હતી. આ બીજ ઈસુ હતા અને તેમનો સંઘર્ષ વધસ્તંભ પર પરાકાષ્ટા પર પહોંચ્યો. જેમ કૃષ્ણએ કાલિયાને તેના પર પ્રહાર કરવા દીધો, તેમ તેમની અંતિમ જીતની પુરી ખાતરી રાખીને, ઈસુએ પણ સર્પને તેના પર પ્રહાર કરવા દીધો,. જેમ શિવ મોક્ષ તરફ ઇશારો કરતી વખતે અપસ્મારાને કચડી નાખે છે, તેમ ઈસુએ સર્પને કચડી નાખ્યો અને જીવનનો માર્ગ તૈયાર કર્યો. બાઇબલ તેમની જીત અને આપણી જીવનના માર્ગનું વર્ણન આ પ્રમાણે કરે છે:
13 અમે તમને એજ વસ્તુ લખીએ છીએ જે તમે વાંચી અને સમજી શકો. અને હું આશા રાખું છું કે તમે સંપૂર્ણ રીતે સમજશો.
14 જે રીતે અમારા વિષેની કેટલીક બાબતો તમે સમજી ચુક્યા છો. હું આશા રાખું છું કે તમે સમજશો કે તમે અમારા માટે ગર્વ અનુભવી શકો છો, એ જ રીતે જે રીતે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમનને દિવસે અમે તમારા માટે ગર્વ અનુભવીશું.
15 મને આ સર્વ વિષે ખાતરી છે. અને તેથી જ પહેલા તમારી મુલાકાત લેવાની મેં યોજના કરી હતી. પછી તમે બે વખત આશીર્વાદીત થઈ શકો.
ક્લોસ્સી 2: 13-15
તેમનો સંઘર્ષ ‘સાત’ અને ‘ત્રણ’ ના લયબદ્ધ નૃત્યમાં ખુલ્લો થયો, જે સર્જન દ્વારા ઈસુના અંતિમ અઠવાડિયામાં જોવા મળતો.
ઈશ્વરનું પૂર્વ જ્ઞાન હિબ્રુ વેદની શરૂઆતથી જ પ્રગટ થયું
બધા પવિત્ર પુસ્તકો (સંસ્કૃત અને હીબ્રુ વેદ, સુવાર્તા) માં ફક્ત બે અઠવાડિયા હોય છે જ્યાં અઠવાડિયાના દરેક દિવસની ઘટનાઓનું વર્ણન કરવામાં આવે છે. આવા પ્રથમ સપ્તાહમાં, હિબ્રુ વેદની શરૂઆતમાં નોંધાયેલું છે, કે ઈશ્વરે કેવી રીતે એ બધું સર્જન કર્યું તે નોંધે છે.
બીજુ અઠવાડિયું જેમાં દૈનિક ઘટનાઓ નોંધાયેલી હતી તે ઈસુનું છેલ્લુ અઠવાડિયું છે. બીજા કોઈ ઋષિ, કે પ્રબોધકના સંબંધી તેમના આખા અઠવાડિયાની દૈનિક પ્રવૃત્તિઓની નોંધ થયેલ નથી. હીબ્રુ વેદનો ઉત્પત્તિ લેખ અહીં આપવામાં આવ્યો છે. આપણે ઈસુના છેલ્લા અઠવાડિયાની દૈનિક ઘટનાઓ જોઇ હતી અને આ કોષ્ટકમાં આ બે અઠવાડિયાના દરેક દિવસને સાથે-સાથે મુકવામાં આવે છે. આ શુભ સંખ્યા ‘સાત’, કે જે અઠવાડિયાને બનાવે છે, કે જે એક પાયાનો માપદંડ અથવા સમય છે કે જે નિર્માતાએ તેની લયના આધારે બનાવ્યો છે.
અઠવાડિયાનો દિવસ | ઉત્પતિનું અઠવાડિયુ | ઈસુનું છેલ્લું અઠવાડિયુ |
દિવસ 1 | અંધકારથી ઘેરાયેલ ઈશ્વર કહે છે, ‘ ત્યાં અજવાળુ થાઓ’ અને અંધકારમાં અજવાળુ પ્રગટ થયું | ઈસુ કહે છે કે “હું જગતમાં પ્રકાશ તરીકે આવ્યો છું…” અંધકારમાં ત્યા પ્રકાશ છે |
દિવસ 2 | ઈશ્વર પૃથ્વીને અંતરિક્ષથી જુદા પાડે છે | ઈસુએ પ્રાર્થનાના સ્થળ તરીકે મંદિરની સફાઇ કરીને જે પ્રુથ્વી પરનું છે તેનાથી સ્વર્ગીયને અલગ કર્યું. |
દિવસ 3 | ઈશ્વર બોલે છે તેથી સમુદ્રમાંથી કોરી ભૂમિ દેખાઈ. | ઈસુ પર્વતોને સમુદ્રમાં ખસેડતા વિશ્વાસની વાત કરે છે. |
ઈશ્વર ફરીથી બોલે છે કે ‘જમીન છોડ ઉત્પન્ન થવા દે’ અને વનસ્પતિ ફણગાવે. | ઈસુ શાપ આપે છે અને ઝાડ સુકાઈ જાય છે. | |
દિવસ 4 | ઈશ્વર બોલે છે ‘આકાશમાં અજવાળુ થાઓ અને સૂર્ય, ચંદ્ર અને તારા દેખાય, અને આકાશને પ્રકાશિત કરે | ઈસુ તેના પાછા ફરવાના સંકેતની વાત કરે છે – ત્યારે સૂર્ય, ચંદ્ર અને તારાઓ અંધકારમય થઈ જશે. |
દિવસ 5 | ઈશ્વર ઉડતા ડાયનાસોર સરિસૃપ અથવા ડ્રેગન સહિત ઉડતા પ્રાણીઓ બનાવે છે. | શેતાન, મહાન ડ્રેગન, ખ્રિસ્તને પ્રહાર કરવા માટે આગળ વધે છે |
દિવસ 6 | ઈશ્વર બોલે છે અને જમીન પરના જીવંત પ્રાણીઓ ઉત્તપન્ન થાય છે. | પાસ્ખાપર્વના હલવાન પ્રાણીઓની મંદિરમાં કતલ કરવામાં આવે છે. |
પ્રભુ ઈશ્વરે… આદમના નસકોરામાં જીવનનો શ્વાસ ફ઼ૂંક્યો’. આદમે શ્વાસ લેવાનું શરૂ કર્યું | મોટી બૂમ પાડીને ઈસુએ તેમનો છેલ્લો શ્વાસ મૂક્યો (માર્ક ૧૫:૩૭) | |
ઈશ્વર આદમને બાગમાં મૂકે છે | ઈસુ મુક્તપણે બાગમાં પ્રવેશ કરે છે | |
આદમને શાપ સાથે જ જ્ઞાન આપનાર વૃક્ષથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. | ઈસુને ઝાડ પર ટીંગાડ્યો અને શાપિત બન્યો. (ગલાતી૩:૧૩) 13 ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.” | |
કોઈ પણ પ્રાણી આદમ માટે યોગ્ય મળ્યુ નહીં. બીજી વ્યક્તિ જરૂરી હતી | પાસ્ખાપર્વ માટેના પશુ બલિદાન માટે પૂરતા ન હતા. હજી એક વ્યક્તિની જરૂર હતી. (હિબ્રુ ૧૦:૪-૫) 4 કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. 5 એ માટે જગતમાં આવતાં જ તે કહે છે, “તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે. | |
ઈશ્વર આદમને ગાઢ નિંદ્રામાં નાખે છે | ઈસુ મૃત્યુની ગાઢ નિંદ્રામાં પ્રવેશ કરે છે | |
ઈશ્વર આદમની બાજુની પાંસળીમાંથી તેને માટે કન્યા બનાવે છે | ઈસુને બાજુમાં વિંધવામાં આવે છે. તેમના બલિદાનથી ઈસુ તેમની કન્યા જીતે છે, કે જેઓ તેમના છે. (પ્રકટીકરણ ૨૧: ૯) 9 પછી જે સાત દૂતોની પાસે છેલ્લા સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતાં, તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, “અહીં આવ, અને કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.” | |
દિવસ 7 | ઈશ્વર કામથી વિશ્રામ લે છે. | ઈસુ મૃત્યુ માં આરામ કરે છે. |
આદમનો દિવસ ૬ ઈસુ સાથે ન્રુત્ય
આ બે અઠવાડિયા દરમ્યાનની દરેક દિવસની ઘટનાઓ એકબીજા સાથે સુસંગત હોય છે, જે એક લયબદ્ધ સુમેળ બનાવે છે. 7-દિવસના આ બંને ચક્રના અંતે, નવા જીવનનું પ્રથમ ફળ ઉદ્દભવવા અને નવા સર્જનમાં બહુવિધ વ્રુધ્ધિ કરવા તૈયાર છે. તેથી, આદમ અને ઇસુ એક સાથે ન્રુત્ય કરતા હોય છે, જે સંયુક્ત નાટક બનાવે છે.
બાઇબલ આદમ વિશે કહે છે કે
…આદમ, એક જે આવનાર છે તે માટેના નમૂનારુપ છે.
રોમનો ૫:૧૪
અને
21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે.
૧ કરિંથી૧૫:૨૧-૨૨
22 આદમ થકી આપણે સર્વ મૃત્યુ પામીએ છીએ અને તે જ રીતે ખ્રિસ્ત થકી આપણે સર્વ સજીવન થઈશું.
આ બે અઠવાડિયાની સરખામણી કરીને આપણે જોઈએ છીએ કે આદમ ઈસુના રસ ના નાટકીય નમૂનાને અનુસર્યા. શું ઈશ્વરને સ્રુષ્ટીનું સર્જન કરવા માટે છ દિવસની જરૂર હતી? શું તે એક આદેશથી બધું ન કરી શક્યા હોત? તો પછી તેમણે જે ક્રમમાં તે બનાવ્યું તે શા માટે કર્યું? જો તે થાકતા નથી તો સાતમા દિવસે શા માટે ઈશ્વરે આરામ કર્યો? તેમણે સમય અને વ્યવસ્થામાં જે કર્યું તે બધુ કર્યું કે જેથી ઈસુના અંતિમ સપ્તાહની ધારણા અગાઉથી જ સર્જન સપ્તાહમાં જોઇ શકાય છે.
આ ખાસ કરીને ૬ ઠ્ઠા દિવસ માટે સાચું છે. આપણે ઉપયોગમાં લીધેલા શબ્દોમાં સીધી જ સમપ્રમાણતા જોઈએ છીએ. ઉદાહરણ તરીકે, ‘ઈસુ મરી ગયા’ એમ કહેવાને બદલે સુવાર્તા કહે છે કે ’તેમણે અંતિમ શ્વાસ લીધા’, જે ‘જીવનનો શ્વાસ’ મેળવનાર આદમ માટે એક સીધી જ સુસંગત રીત દર્શાવે છે. આવી રીત, સમયની શરૂઆતથી, સમય અને વિશ્વને માટે પુર્વજ્ઞાન બતાવે છે. ટૂંકમાં, તે એક દૈવી નૃત્ય છે.
‘ત્રણ ના માપમાં નૃત્ય
નંબર ત્રણને શુભ માનવામાં આવે છે કારણકે ત્રીઆહ રત્મ ને પ્રગટ કરે છે અને સ્રુષ્ટિ પોતે લયબદ્ધ ક્રમ અને નિયમિતતા જાળવી રાખે છે. રત્મ એ સંપૂર્ણ રચનાને વ્યાપિત કરતી અંતર્ગત કંપન છે.
તે પછી આશ્ચર્યજનક નથી કે આ જ સમય સૃષ્ટિના પ્રથમ 3 દિવસ અને ઈસુના મૃત્યુના ત્રણ દિવસની વચ્ચે જોવા મળે છે. આ કોષ્ટક આ નમૂનાને પ્રકાશિત કરશે.
ઉત્પતિનું અઠવાડિયું | મ્રુત્યુમાં ઇસુના દિવસો | |
દિવસ 1 અને શુભ શુક્રવાર | દીવસ અંધકારથી શરુ થાય છે ઈશ્વર કહે છે, ‘ ત્યાં અજવાળુ થાઓ’ અને અંધકારમાં અજવાળુ પ્રગટ થયું | દિવસ અજવાળાથી શરુ થાય છે(ઈસુ) આસપાસ અંધારું પ્રસરેલ છે. તેમના મરણ વખતે અજવાળું બુઝાઇ ગયું અને જગત ગ્રહણથી અંધકારમાં સરી પડે છે. |
દીવસ 2 અને સાબ્બાથ વિશ્રામ | ઈશ્વર આકાશથી પ્રુથ્વીને અલગ કરીને પૃથ્વીને સ્વર્ગથી જુદા પાડે છે | જ્યારે તેમનું શરીર વિશ્રામ લે છે, ત્યારે ઇસુનો આત્મા મૃત બંદીવાનોને મ્રુત્યુંલોકમાંથી છોડાવવા આકાશો પર ઊંચે ચઢ્યા |
દીવસ 3 અને પુનરુત્થાન પ્રથમ ફ઼ળ | ઈશ્વર બોલે છે કે ‘જમીન છોડ ઉત્પન્ન થવા દે’ અને વનસ્પતિ ફણગાવે. | જે બીજ મરણ પામ્યું તે નવા જીવનમાં ઉઠ્યું, જે કોઇ તેનો અંગીકાર કરે છે તેમને માટે તે ઉપલબ્ધ હોય છે. |
જેમ કે નૃત્યકારો તેમના શરીરને વિવિધ સમય ચક્રમાં મરોડે છે તેમ ઈશ્વર મુખ્ય મીટર (સાત દિવસ દ્વારા) અને એક નાનું મીટર (ત્રણ દિવસમાં) માં નૃત્ય કરે છે.
અનુગામી મુદ્રાઓ.
હીબ્રુ વેદમાં ઈસુના આગમનને દર્શાવતી વિશિષ્ટ ઘટનાઓ અને તહેવારોની નોંધ કરવામાં આવી છે. ઈશ્વરે આ આપ્યું જેથી આપણે જાણી શકીએ કે આ ઈશ્વરનો હેતું છે, માણસનો નથી. નીચે આપેલ કોષ્ટકમાં કેટલાક સારાંશ આપવામાં આવ્યા છે, જેમાં ઈસુ જીવ્યા તે અગાઉ સેંકડો વર્ષ પુર્વે નોંધાયેલા આ મહાન ચિહ્નોની કડી છે.
હીબ્રુ વેદ | કેવી રીતે તે ઇસુના આગમનનું ઉચ્ચારણ કરે છે |
આદમનું ચિહ્ન | ઇશ્વ્રર સાપની સામા થયા અને જાહેર કર્યું કે તે બી આવીને સાપનું માથું છુંદશે |
નુહ જળપ્રલયમાંથી બચી જાય છે | બલિદાન ચઢાવવામાં આવ્યુ, આવનાર ઇસુના બલિદાન તરફ઼ આંગળી ચીંધી |
ઇબ્રાહિમના બલિદાનની નીશાની | ઇબ્રાહિમના બલિદાનનું સ્થળ તે જ પર્વત હતો કે જ્યાં હજારો વર્ષો પછી ઇસુ બલિદાન થવાના હતા. છેલ્લી ઘડીએ ઘેટું પુરું પાડવામાં આવ્યું કે જેથી પુત્ર જીવીત રહે, ઇસુ કે જે ’દેવનું હલવાન’ છે તે કેવી રીતે પોતાનું બલિદાન આપશે કે જેથી આપણે જીવીએ તેનું ચિત્ર રજુ કરાયેલ છે. |
પાસ્ખાની નીશાની | ખાસ દિવસે હલવાનનું બલિદાન ચઢાવવામાં આવતું હતું-પાસ્ખાને દિવસે. જેઓ આધિન થયા તેઓ મ્રુત્યુમાંથી બચી ગયા, પરંતુ જેઓ અનાજ્ઞાકિંત બન્યા તેઓ મ્રુત્યુ પામ્યા. સેંકડો વર્ષો બાદ ઇસુ તે જ દિવસે બલિદાન થયા-પાસ્ખાને દિવસે. |
યોમ કીપુર | વાર્ષિક ઉજવણીના ભાગરુપે બલિના બકરાનું બલિદાન- ઇસુના બલિદાન તરફ઼ આંગળી ચીંધે છે |
’રાજ’ની જેમ: ’ખ્રિસ્ત’ નો અર્થ શું? | ’ખ્રિસ્ત’નું બીરુદ તેમના આવવાના વચન સાથે શરુ થાય છે |
... જેમ કુરુક્ષેત્ર યુધ્ધમાં | ’ખ્રિસ્ત’ રાજા દાઉદના કુળમાંથી ઉતરી આવશે, યુધ્ધ માટે તૈયાર |
ડાળીની નિશાની | ’ખ્રિસ્ત’ મ્રુત થડમાંથી ડાળીની જેમ ફ઼ૂટશે |
આવનાર ડાળીનું નામ આપવામાં આવશે | આ ફ઼ુટેલી ’ડાળી’નું નામ તેઓ જીવ્યા તે અગાઉ ૫૦૦ વર્ષ પુર્વે આપવામાં આવ્યું |
સર્વને માટે દુ:ખ વેઠનાર સેવક | દેવવાણીમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે આ માણસ આખી માનવજાતની સેવા કરે છે |
સાત પવિત્રોમાં તે આવશે | દેવવાણીમાં કહેવામાં આવ્યું છે કે તે ક્યારે આવશે, તે સાત ચક્રોમાં આપવામાં આવેલ છે. |
જન્મ વીશે ભવિષ્ય ભાખ્યું | તેનો કુંવારીને પેટે જન્મ અને જન્મ સ્થળ તેમના જન્મ અગાઉ ખુબજ લાંબા સમય પુર્વે પ્રગટ થયું |
નૃત્યમાં, પગ અને ધડની મુખ્ય હિલચાલ હોય છે, પરંતુ આ હિલચાલને પ્રભાવશાળી કરવા માટે હાથ અને આંગળીઓનો પણ ઉપયોગ થાય છે. આપણે હાથ અને આંગળીઓની વિવિધ કરામતોને મુદ્રા કહીએ છીએ. આ દેવવાણી અને તહેવારો દૈવી નૃત્યની મુદ્રા જેવા છે. કલાત્મક રીતે, તેઓ ઈસુ એક વ્યક્તિ અને તેમના કાર્યનું વર્ણન સૂચવે છે. નાટ્ય શાસ્ત્ર નૃત્ય સાથે જોડાયેલ છે તેમ, ઈશ્વર લયમાં આગળ વધ્યા છે,અને આપણને મનોરંજનથી આગળ રસમાં આમંત્રણ આપી રહ્યા છે.
આપણું આમંત્રણ
ઈશ્વર આપણને તેમના નૃત્યમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. ભક્તિની સંદર્ભમાં આપણે આપણી પ્રતિક્રિયાને સમજી શકીએ છીએ.
રામ અને સીતાની વચ્ચેના ગાઢ પ્રેમની જેમ તે આપણને તેમના પ્રેમમાં પ્રવેશવા આમંત્રણ આપે છે.
અહીં આપણે સમજીએ કે ઇસુ દ્વારા આપવામાં આવતી શાશ્વત જીવનની ભેટ કેવી રીતે પ્રાપ્ત કરવી.