આપણે હિન્દુ પંચાંગ મુજબ અંતિમ પૂર્ણિમાના દિવસે હોળીની ઉજવણી કરીએ છીએ. તેના ચંદ્ર-સૌર મૂળના પંચાંગ સાથે, હોળી પશ્ચિમી કેલેન્ડરની આસપાસ ફરે છે, જેના કારણે તે સામાન્ય રીતે માર્ચમાં આવે છે, જે વસંત ઋતુના આગમન સમયે આનંદદાયક તહેવાર છે. જો કે ઘણા લોકો હોળીની ઉજવણી કરે છે, પરંતુ બહું થોડા લોકો જાણે છે કે તે એક ઉત્સવ છે જે પ્રથમ ફળના, તહેવારની સમાંતર જોવા મળે છે, અને પછી ઇસ્ટર ની ઉજવણી કરે છે. આ ઉજવણી વસંત પૂર્ણિમા પર થાય છે અને તેથી ઘણી વાર એક સાથે આવે છે.
હોળીની ઉજવણી
લોકો હોળીની ઉજવણી વસંત ઋતુના આનંદીત ઉત્સવ, પ્રેમનો ઉત્સવ અથવા રંગોનો તહેવાર તરીકે કરે છે. આ તહેવારની ઉજવણીનો મુખ્ય હેતુ વસંત ઋતુના પ્રારંભમાં પાકની લણણીનો વિધિ છે. પરંપરાગત સાહિત્ય, હોળીને વસંત ઋતુમાં વિપુલ પ્રમાણમાં પાકની ઉજવણીના ઉત્સવ તરીકે ઓળખે છે.
હોળી અનિષ્ટ ઉપર સારાની જીતની પણ ઉજવણી છે. હોલીકા દહનની સાંજ પછી, હોળી (અથવા રંગવાળી હોળી, ધુલેટી, ધુલંદી, અથવા ફાગવાહ) બીજા દિવસે પણ ચાલુ રહે છે.
લોકો એકબીજાને રંગ લગાવીને હોળીની ઉજવણી કરે છે. તેઓ એકબીજાને ભીંજવવા અને રંગવા માટે પાણીની બંદૂકો અને પાણીથી ભરેલા ફુગ્ગાઓનો પણ ઉપયોગ કરે છે. તે પાણીની લડત જેવું છે, પરંતુ રંગીન પાણીથી. તે કોઈની પણ સાથે રમવું યોગ્ય છે, મિત્ર અથવા અજાણ્યા, ધનિક કે ગરીબ, પુરુષ કે સ્ત્રી, બાળક કે વૃદ્ધ સાથે રમવામાં આવે છે. રંગોની પુષ્કળ મસ્તી ખુલ્લી શેરી, ઉદ્યાનો, મંદિરો અને ઇમારતોમાં જોવા મળે છે. જુથો ડ્રમ્સ અને સંગીત વાદ્યો સાથે એક સ્થળેથી બીજા સ્થળે ગાતા, નાચતા ફ઼રતા હોય છે. મિત્રો અને દુશ્મનો એક બીજા પર રંગીન પાવડર ફેંકવા માટે ભેગા થાય છે, હસે છે, ગપસપ કરે છે, પછી હોળીની મીઠાઇઓ, ખોરાક અને પીણાં એકબીજા સાથે વહેંચે છે. મોડી સવાર સુધીમાં, દરેક લોકો રંગોની કેનવાસની માફ઼ક ચીતરાયેલા દેખાય છે, તેથી તેનું નામ “રંગોનો તહેવાર” છે.
હોળીનો કદાચ સૌથી વિશિષ્ટ વિરોધાભાસ તે સામાજિક ભૂમિકાને ઉલટ ફ઼ેર કરવાનો છે. એક શૌચાલય સાફ઼ કરનાર કોઈ બ્રાહ્મણને રંગી શકે છે અને આ બધું તહેવારની ભૂમિકાનો એક વિરોધાભાસી ભાગ છે. માતાપિતા, અને બાળકો, ભાઈ-બહેનો, પડોશીઓ, અને જુદી જુદી જાતિઓ, વચ્ચેના પ્રેમ અને આદરની પરંપરાગત અભિવ્યક્તિઓનો વિરોધાભાસ છે.
હોળીની પૌરાણિક કથા
હોળી પાછળ અનેક પૌરાણિક કથાઓ છે. હોલિકા દહનથી શરુ થયેલી વાર્તામાં રાજા હિરણ્યકશ્યપનું ભવિષ્ય છે, તેની વિશિષ્ઠ શક્તિઓએ પ્રહલાદને મારવાની યોજના ઘડી હતી. તેને મારી ન શકાય: માનવ કે પ્રાણી દ્વારા, ઘરની અંદર અથવા બહાર, દિવસના સમયે અથવા રાત્રિ સમયે, અસ્ત્રોથી અથવા હાથમાંના શસ્ત્રો દ્વારા, અને જમીન, પાણી અથવા હવા દ્વારા પણ નહીં. હોલિકા દ્વારા પ્રહલાદને બાળી નાખવાનો પ્રયત્ન નિષ્ફળ ગયા પછી, નરસિંહના રૂપમાં વિષ્ણુ, અર્ધ-માનવ અને અર્ધ સિંહ (ન તો માનવ કે ન પ્રાણી), સાંજના સમયે (દિવસ કે રાત્રિ નહીં), હિરણ્યકશ્યપુને ઘરના ઊંબરા પર (ઘરની અંદર કે બહાર નહીં) લઈ ગયા, તેને તેમના ખોળામાં બેસાડ્યો (ન તો જમીન, પાણી અને હવા), અને પછી સિંહ પંજા વડે (ન તો શસ્ત્ર કે અસ્ત્ર) દ્વારા રાજાને ચીરી નાખ્યો. આ વાર્તામાં હોળી અનિષ્ટ ઉપર સારાની ઉજવણી છે.
એ જ રીતે, પ્રથમ ફળ એક વિજયની ઉજવણી છે, પરંતુ દુષ્ટ રાજા ઉપર નહીં, પણ સંયમ મૃત્યુ પર. સુવાર્તા સમજાવે છે કે કેવી રીતે પ્રથમ ફળની ઉજવણી, જે હવે ઇસ્ટર રવિવાર તરીકે ઓળખાય છે, તે સ્પષ્ટ કરે છે, કે તે તમને અને મને નવું જીવન આપે છે.
પ્રાચીન હીબ્રુ વેદ ઉત્સવો
આપણે ગયા અઠવાડિયે ઈસુની દૈનિક ઘટનાઓને અનુસર્યા. તેઓ પાસ્ખાપર્વ પર વધસ્થંભે જડાયા, એક પવિત્ર યહૂદી તહેવાર પર, તેઓ સાબ્બાથના દિવસે મૃત્યુમાં વિશ્રામ પામ્યા, જે અઠવાડિયાના સાતમા દિવસે બન્યું. ઇશ્વરે આ પવિત્ર દિવસોની સ્થાપના હિબ્રુ વેદમાં ઘણા સમય પહેલા કરી હતી. તે સૂચનાઓ વાંચો:
હોવાએ મૂસાને કહ્યું,
લેવિય 23: 1-5
2 “ઇસ્રાએલી લોકોને તું આ કહે: યહોવાના ઉત્સવો નીચે મુજબ છે, તમાંરે યહોવાના પસંદ કરેલા ઉત્સવોને ધર્મસંમેલનો તરીકે જાહેર કરવા.
3 “છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે.
4 “પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મસંમેલનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે.
5 આ પર્વની ઊજવણી પહેલા મહિનાના ચૌદમે દિવસે પરોઢે શરુ થવી જોઈએ.
શું આ અજાયબ જેવી બાબત નથી કે ઇસુનું વધસ્તંભે જડાવું અને મ્રુત્યુ પામવું તે બંન્ને આ બે પવિત્ર તહેવારો પર જ થયું કે જે 1500 વર્ષ અગાઉ નિર્ધારીત કરવામાં આવ્યું હતું?
શ માટે? તેનો અર્થ શું થાય છે?
આ સમયો પ્રાચીન હિબ્રુ વેદ ઉત્સવો સાથે આગળ વધે છે. પાસ્ખાપર્વ અને સાબ્બાથ પછીનો તહેવાર ‘પ્રથમ ફળ’હતો. હિબ્રુ વેદોએ તેના માટે નીચેની સૂચનાઓ આપી હતી.
હિબ્રુ પ્રથમ ફળનો ઉત્સવ
9 યહોવાએ મૂસાને કહ્યું,
લેવીય 23: 9-11
10 “ઇસ્રાએલીઓને કહો, હું તમને આપું છું તે દેશમાં તમે દાખલ થાઓ અને પાક લણો ત્યારે તમાંરે પહેલા પાકનો પહેલો દાણાનો પૂળો તમાંરે સાબ્બાથના પછીના દિવસે યાજક પાસે લઈને આવવું.
11 યાજક સાબ્બાથના પછીના દિવસે પૂળો યહોવાને ઉપાસનાની જેમ ધરાવવો અને યહોવા તમાંરી ભેટ સ્વીકારશે.
14 તમે આ પ્રમાંણે અર્પણો ધરાવો નહિ ત્યાં સુધી એટલે કે તે પહેલા તમાંરે નવા પાકમાંથી કાંઈ ખાવું નહિ. તાજો પોંક, નવું અનાજ, કાચું શેકેલું કે રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. આ નિયમ તમાંરે સૌએ સમગ્ર દેશમાં વંશપરંપરાગત પાળવાનો છે.
લેવીય 23:14
પાસ્ખાપર્વનો ‘સાબ્બાથ પછીનો દિવસ’ ત્રીજો પવિત્ર તહેવાર તે, પ્રથમ ફળ હતો. દર વર્ષે આ દિવસે પ્રમુખ યાજક પવિત્ર મંદિરમાં પ્રવેશ કરતા અને યહોવાને વસંતનું પ્રથમ કાપણીનું અન્ન અર્પણ કરતા. જેમ હોળી માટે માનવામાં આવે છે તેમ, આ શિયાળા પછી નવા જીવનની શરૂઆતનો સંકેત આપે છે, અને પુષ્કળ પાકની ઉપજ તરફ જોતાં લોકો સંતોષ સાથે ખાવા માટે સક્ષમ બને છે.
આ બીલકુલ પછીનો દિવસ હતો જ્યારે સાબ્બાથ પછી ઈસુએ મૃત્યુમાં આરામ કર્યો, નવા અઠવાડિયાનો રવિવાર, નિસાન 16. આ સુવાર્તામાં નોંધાયેલું છે કે આ દિવસે શું થયું કે જ્યારે પ્રમુખ યાજક નવા જીવનના ‘પ્રથમ ફળ’ નું અર્પણ કરવા મંદિરમાં પ્રવેશ કર્યો.
ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યા
હેલી સવારે, અઠવાડિયાના પહેલા દિવસે, સ્ત્રીઓ કબર પાસે જ્યાં ઈસુનો દેહ મૂક્યો હતો ત્યાં આવી. તેઓ તેને માટે બનાવેલા સુગંધી દ્ધવ્યો લાવી હતી.
લુક 24: 1-48
2 એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો. પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો.
3 તેઓ અંદર ગઇ, પણ તેઓએ પ્રભુ ઈસુનો દેહ જોયો નહિ.
4 સ્ત્રીઓ આ સમજી શકી નહિ જ્યારે તેઓ આ વિષે અચરજ પામતાં હતાં ત્યારે ચળકતાં લૂગડામાં બે માણસો (દૂતો) તેઓની બાજુમાં આવીને ઊભા.
5 તે સ્ત્રીઓ ઘણી ગભરાઇ ગઇ; તેઓએ તેમના મસ્તક નીચાં નમાવ્યા. તે બે માણસોએ સ્ત્રીઓને કહ્યું કે, “જે જીવંત વ્યક્તિ છે તેને તમે અહી શા માટે શોધો છો? આ જગ્યા તો મરેલા લોકો માટે છે.
6 ઈસુ અહી નથી. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે! તમને યાદ છે જ્યારે તે ગાલીલમાં હતો ત્યારે શું કહ્યું હતું?
7 ઈસુએ કહ્યું હતું કે માણસનો દીકરો દુષ્ટ માણસોને સોંપાય, વધસ્તંભ પર જડાય અને મારી નંખાય તથા ત્રીજા દિવસે પાછો ઊઠે એ અવશ્યનું છે.”
8 પછી સ્ત્રીઓને ઈસુએ જે કહ્યું હતું તે યાદ આવ્યું.
9 સ્ત્રીઓ કબર આગળથી પાછી આવી અને અગિયાર શિષ્યો તથા બીજા શિષ્યો પાસે ગઇ. સ્ત્રીઓએ કબરમાં જે કંઈ શયું હતું તે બધું તેઓને કહ્યું.
10 આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યોહાન્ના યાકૂબની મા મરિયમ તથા કેટલીએક બીજી સ્ત્રીઓ હતી. આ સ્ત્રીઓએ પ્રેરિતોને જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું.
11 પરંતુ સ્ત્રીઓએ જે કહ્યું તે પ્રેરિતોએ માન્યું નહિ. એ વાતો મૂર્ખાઇ ભરેલી લાગી.
12 પણ પિતર ઊભો થયો. જો આ સાચું હોય તો તે જોવા માટે કબરે એકલો દોડ્યો. તેણે અંદર જોયું. પણ તેણે ઈસુને જેમાં વીંટાળ્યો હતો તે લૂગડાં જ માત્ર જોયાં. ત્યાં ફક્ત લૂગડાં જ પડેલા હતાં. ઈસુ નહતો. પિતરે જે થયું હતું તે સંબધી આશ્ચર્ય પામીને એકાંત માટે દૂર ચાલ્યો ગયો.
13 તે જ દિવસે શિષ્યોમાંથી બે એમ્મોસ નામના શહેરમાં જતા હતા. તે યરૂશાલેમથી લગભગ સાત માઇલ દૂર હતું.
14 તેઓ બધા સાથે જે કંઈ બનાવો બન્યા હતા તે અંગે વાતો કરતા હતા.
15 જ્યારે તેઓ આ બાબતમાં ભેગા થઈ વાતો કરતા હતા અને ચર્ચા કરતા હતા ત્યારે ઈસુ પોતે તેઓની નજીક આવીને તેઓની સાથે ચાલ્યો.
16 (પણ પેલા બે માણસોને ઈસુને ઓળખવાની દષ્ટિ નહોતી.)
17 પછી ઈસુએ કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શાની ચર્ચા કરો છો?”તે બે માણસો ઊભા રહ્યા. તેઓના ચહેરા ઘણા ઉદાસ દેખાતા હતા.
18 કલિયોપાસ નામના એકે ઉત્તર આપ્યો કે, “યરૂશાલેમમાં ફક્ત તું જ એકલો એવો માણસ હશે જે છેલ્લા થોડા દિવસો પહેલાં ત્યાં શું થયું છે તે તું જાણતો નથી.”
19 ઈસુએ તેઓને કહ્યું કે, “કયા બનાવો?”પેલા માણસોએ તેને કહ્યું કે, “તે ઈસુ વિષે જે નાસરેથનો છે. દેવ અને બધા લોકો માટે તે એક મહાન પ્રબોધક હતો. તેણે કહ્યા પ્રમાણે પરાક્રમમાં મહાન ચમત્કારો કર્યા.
20 પણ અમારા અધિકારીઓ અને મુખ્ય યાજકોએ મરણદંડ માટે તેને દૂર મોકલી દીધો. તેઓએ ઈસુને વધસ્તંભે ખીલાઓ વડે જડ્યો.
21 અમને આશા હતી કે તે એક ઈસ્ત્રાએલનો ઉદ્ધાર કરનાર થશે. પણ પછી આ બધું બન્યું. અને હવે બીજું કંઈક.આ બનાવો બન્યાને આજે ત્રીજો દિવસ છે.
22 પણ આજે અમારામાંની કેટલીએક સ્ત્રીઓએ અમને આશ્ચર્યજનક વાત કરી. આ વહેલી સવારે સ્ત્રીઓ કબર પાસે ગઇ જ્યાં ઈસુના દેહને મૂકવામાં આવ્યો હતો.
23 પણ તેઓએ ત્યાં તેનું શરીર દીઠું નહિ. તેઓએ આવીને અમને કહ્યું કે તેઓએ બે દૂતના પણ દર્શન કર્યા. દૂતોએ કહ્યું કે, “ઈસુ જીવંત છે!”
24 તેથી અમારા કેટલાએક જૂથ પણ કબર પાસે ગયા. ત્યાં સ્ત્રીઓએ કહ્યું તેવું જ હતું-કબર ખાલી હતી. અમે જોયું, પણ અમે ઈસુને જોયો નહિ.”
25 પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ.
26 પ્રબોધકોએ કહ્યું હતું કે ખ્રિસ્તે તેના મહિમામાં પ્રવેશતા પહેલા આ બધું સહેવું પડશે.”
27 પછી ઈસુએ બધું સમજાવવાની શરુંઆત કરી. જે તેના સંબંધી ધર્મલેખોમાં લખાયેલું હતું. ઈસુએ મૂસાના પુસ્તકોથી શરુંઆત કરી અને પછી પ્રબોધકોએ તેના વિષે શું કહ્યું હતું તેની વાત કરી.
28 તેઓ એમ્મોસના શહેરની નજીક આવ્યા અને ઈસુએ ત્યાં રોકાઇ જવાની કોઈ યોજના ના હોય તેમ આગળ જવાનું ચાલું રાખ્યું.
29 પણ તેઓ તેને રાકવા ઈચ્છતા હતા. તેઓએ તેને આગ્રહ કર્યો, “અમારી સાથે રહે.” મોડું થયું છે લગભગ રાત્રી થઈ ગઇ છે. તેથી તે તેઓની સાથે રહેવા અંદર ગયો.
30 ઈસુ તેઓની સાથે નીચે જમવા બેઠો અને થોડી રોટલી લીધી અને તેણે ભોજન માટે સ્તુતિ કરી અને તેના ભાગ પાડ્યા. પછી તે તેઓને આપ્યા.
31 તે વખતે, તેઓને ઈસુને ઓળખવાની દષ્ટિ મળી. પણ જ્યારે તેઓએ જોયું કે તે કોણ હતો ત્યારે તે અદ્ધશ્ય થઈ ગયો.
32 બંને માણસોએ એકબીજાને કહ્યું કે, “જ્યારે ઈસુ રસ્તા પર આપણી સાથે વાત કરતો હતો ત્યારે આપણા હ્રદયમાં આગ સળગતી હતી. જ્યારે તે ધર્મલેખોના અર્થ સમજાવતો તે ઉત્સાહદાયક હતું.”
33 પછી તે બંને માણસો ઊભા થયા અને યરૂશાલેમ પાછા ફર્યા. યરૂશાલેમમાં તેઓએ ઈસુના શિષ્યોને ભેગા થયેલા જોયા. અગિયાર પ્રેરિતો અને પેલા લોકો જે તેઓની સાથે હતા.
34 તેઓએ કહ્યું કે, “પ્રભુ, ખરેખર મૃત્યુમાંથી ઊઠ્યો છે! તેણે પોતે સિમોનને દર્શન આપ્યા છે.”
35 પછી તે બે માણસોએ રસ્તા પર જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. જ્યારે ઈસુએ રોટલીના ટુકડા કર્યા ત્યારે તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો તે વિષે પણ વાત કરી.
36 જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.”
37 શિષ્યો આશ્ચર્ય પામ્યા. તેઓ ગભરાઇ ગયા. તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા.
38 પણ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ગભરાઓ છો? તમે જે જુઓ છો તેમાં શંકા શા માટે કરો છો?
39 મારા હાથો અને પગો તરફ જુઓ. તે ખરેખર હું જ છું! મને સ્પર્શ કરો. તમે જોઈ શકશો કે મારી પાસે જીવંત શરીર છે; ભૂતને આના જેવું શરીર હોતું નથી.”
40 ઈસુએ તેઓને આમ કહ્યા પછી તેણે તેઓને તેના હાથોના અને પગોના ઘા બતાવ્યાં.
41 શિષ્યો આનંદથી આશ્ચર્યમાં પડી ગયા હતા. ઈસુ જીવતો હતો તે જોઈને તેઓ ખૂબ ખૂબ પ્રસન્ન થયા. હજુ તેઓએ જે જોયું તે માનવા તેઓ તૈયાર નહોતા. ઈસુએ તેઓને કહ્યું કે, “અહી તમારી પાસે કંઈ ખાવાનું છે?”
42 તેઓએ તેને એક રાંધેલી માછલીનો ટુકડો આપ્યો.
43 જ્યારે શિષ્યો જોતા હતા ત્યારે ઈસુએ માછલી લીધી અને તે ખાધી.
44 ઈસુએ તેઓને કહ્યું કે, “યાદ કરો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું થવું જોઈએ.”
45 ઈસુએ ધર્મલેખો શિષ્યોને સમજાવ્યા. ઈસુએ તેના વિષે લખેલી વાતો સમજાવવામાં તેમને મદદ કરી.
46 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “તે લખેલું છે કે ખ્રિસ્તને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે તે મૃત્યુમાંથી ઊઠશે.
47 તમે આ બધું થતા જોયું-તમે સાક્ષી છો. તમારે લોકોને જઇને કહેવું જોઈએ કે તેઓના પાપો માફ થઈ શકશે. તેઓને કહો કે તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને તેઓનાં પાપો માટે દિલગીર થવું જોઈએ. જો તેઓ આમ કરશે, તો દેવ તેઓને માફ કરશે. તમારે યરૂશાલેમથી શરુંઆત કરવી જોઈએ અને મારા નામે આ બાબતનો ઉપદેશ આપવો જોઈએ. આ સુવાર્તા દુનિયાના બધા લોકોને કહેવી જોઈએ.
ઈસુનો પ્રથમ ફળનો વિજય
ઈસુએ ‘પ્રથમ ફળ’ ના આ પવિત્ર દિવસે મરણ ઉપર વિજય મેળવ્યો, આ મહાન ક્રુત્ય તેમના શત્રુઓ અને શિષ્યો બંનેને અશક્ય લાગ્યું. જેમ હોળી અનિષ્ટ ઉપર સારાની જીતની ઉજવણી છે, તેમ ઈસુએ’ આ દિવસે જીત મેળવવી એ પણ સારાની જીત હતી.
54 એટલે કે શરીર જે નાશવંત છે તેણે અમરપણું ધારણ કરવું જોઈએ અને આ શરીર જે મૃત્યુ પામે છે તેને અમરપણું ધારણ કરાવવું જોઈએ. જ્યારે આ બનશે ત્યારે ધર્મલેખ નીચેનું કથન સત્ય સાબિત થશે:“મૃત્યુનો વિનાશ થયો અને આ મરણ જયમાં ગરક થઈ ગયું છે.”
1 કરિંથી 15: 54-56
55 “મરણ તારો વિજય ક્યાં છે? મરણ, તારી ઘાયલ કરવાની શક્તિ ક્યાં છે?”
56 પાપ તે મૃત્યુની ઘાયલ કરવાની શક્તિ છે, અને પાપની શક્તિ તે નિયમ છે.
જેમ આપણે ભૂમિકાની ઉલટ ફ઼ેર કરવા દ્વારા હોળીની ઉજવણી કરીએ છીએ, તેમ આ ‘પ્રથમ ફળ નો તહેવાર સૌથી મોટી ભૂમિકા પલટવાર લાવશે. અગાઉ મૃત્યુ માનવજાત પર સંપૂર્ણ સત્તા ધરાવતું હતું. પણ હવે ઈસુએ મરણ ઉપર અધિકાર પ્રાપ્ત કરી લીધો છે. તેણે તેની શક્તિ ઉલટાવી નાખી છે. જેમ નરસિંહાએ હિરણ્યકશ્યપની શક્તિઓનો ભેદ શોધી કાઢ્યો, તેમ ઈસુએ પાપરહિત મ્રુત્યુ પામીને, દેખીતી રીતે અજેય મૃત્યુને પરાજિત કરવાનો ભેદ શોધી કાઢ્યો.
તમારા અને મારા માટે વિજય
પરંતુ આ ફક્ત ઈસુ માટેનો વિજય ન હતો. તે તમારા અને મારા માટે પણ વિજય છે, જે પ્રથમ ફળના સમયની સાથે સાથે ખાતરી આપે છે. બાઇબલ સમજાવે છે કે:
20 પરંતુ હકીકતમાં ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો છે. મૃત્યુની ઘેરી નિંદ્રામાં સૂતેલા તે બધા જ વિશ્વાસઓમાં તે પ્રથમ હતો.
1 કરિંથી 15: 20-26
21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે.
22 આદમ થકી આપણે સર્વ મૃત્યુ પામીએ છીએ અને તે જ રીતે ખ્રિસ્ત થકી આપણે સર્વ સજીવન થઈશું.
23 પરંતુ દરેક વ્યક્તિ યોગ્ય ક્રમમાં સજીવન થશે. સજીવન થવામાં ખ્રિસ્ત સૌ પ્રથમ હતો. જ્યારે ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે જે લોકો ખ્રિસ્તના છે તે લોકો પણ સજીવન થશે.
24 પછી અંત આવશે. ખ્રિસ્ત બધાજ શાસકો, અધિકારીઓ અને સત્તાઓનો ધ્વંશ કરશે, અને પછી તે દેવ પિતાને રાજ્યની સોંપણી કરશે.
25 જ્યાં સુધી દેવ બધાજ દુશ્મનોને ખ્રિસ્તના અંકુશ નીચે ન લાવે ત્યાં સુધી ખ્રિસ્તે શાસન કરવું જોઈએ.
26 મૃત્યુ તે આખરી દુશ્મન હશે જેનો નાશ થશે.
ઈસુ પ્રથમ ફળ ના દિવસે સજીવન થયા જેથી આપણે જાણી શકીએ કે તે આપણને મરણમાંથી તેના પુનરુત્થાનમાં ભાગ લેવા આમંત્રણ આપે છે. જેમ પ્રથમ ફળ નો તહેવાર ભવિષ્યની મોટી ફ઼સલની સાથે નવા વસંત જીવનની અપેક્ષા આપતો હતી, તેમ ‘ઈસુએ’ ’પ્રથમ ફળ’ ઉપર મ્રુત્યુમાંથી સજીવન થઇને બધા માટે‘જેઓ તેમના છે તેઓને’ પાછળથી સજીવન થવાની અપેક્ષા આપે છે.
વસંત બીજ…
અથવા આ રીતે વિચારો. ૧ લા દિવસે ઈસુએ પોતાને ‘બીજ’ કહયા. જેમ હોળી વસંત ઋતુમાં બીજમાંથી ફ઼ુટતા નવા જીવનના અંકુરની ઉજવણી કરે છે, તેમ હોળી પણ ઇસુના નવા જીવન, તરફ ધ્યાન દોરે છે, જે ‘બીજ’ પણ વસંત ઋતુમાં ફરીથી સજીવન થયો હતો.
આગળનો વિચાર મનુ છે…
બાઇબલ મનુના ખ્યાલનો ઉપયોગ કરીને ઈસુના’ પુનરુત્થાન વિશે પણ સમજાવે છે. પ્રારંભિક વેદોમાં, મનુ એ આખી માનવજાતનો પૂર્વજ હતો. આપણે બધા તેના બાળકો છીએ. ત્યારબાદ પુરાણોએ દરેક કલ્પ અથવા યુગ માટે નવા મનુનો સમાવેશ કર્યો છે (શ્રદ્ધાદેવ મનુ આ કલ્પમાં મન્વંતર છે). હિબ્રુ વેદો સમજાવે છે કે આદમ આ મનુ હતો, મ્રુત્યુ સર્વ માણસોમાં પ્રસરી ગયું કારણ કે તે તેના દ્વારા તેના બાળકોમાં વંશપંરપરાગત ફેલાય ગયું.
પણ ઈસુ ત્યાર પછીનો બીજો મનુ છે. મૃત્યુ પર વિજય સાથે તેમણે એક નવા કલ્પની શરુઆત કરી. તેમના બાળકો તરીકે આપણે પણ ઈસુની જેમ સજીવન થઈને મરણ ઉપરની આ જીતમાં ભાગ લઈશું. તેઓ પ્રથમ સજીવન થયા અને આપણું પુનરુત્થાન પછીથી આવશે. તેઓ આપણને નવા જીવનના તેમના પ્રથમ ફળોને અનુસરવા આમંત્રણ આપે છે.
ઇસ્ટર: તે રવિવારના પુનરુત્થાનની ઉજવણી કરે છે
ઇસ્ટર અને હોળી બંને રંગોથી ઉજવવામાં આવે છે
વર્તમાનમાં, આપણે હંમેશાં ઈસુના’ પુનરુત્થાને ઇસ્ટર કહીએ છીએ, અને ઇસ્ટર રવિવારે તે ઉઠ્યા તે તેમની યાદગીરીના રવિવાર તરીકે ઉજવીએ છીએ. ઘણા લોકો નવા જીવનનાં ચિહ્નો તરીકે રંગરોગાન કરીને ઇસ્ટરની ઉજવણી કરે છે. જેમ કે આપણે હોળીની ઉજવણી રંગ સાથે કરીએ છીએ, તે જ રીતે ઇસ્ટર માટે પણ. જેમ હોળી નવી શરૂઆતની ઉજવણી કરે છે તેમ ઇસ્ટર પણ છે. ઇસ્ટરની મનાવવાની રીત તે ખાસ મહત્વપૂર્ણ નથી. મહત્ત્વની વાત એ છે કે પ્રથમ ફળની પરિપૂર્ણતા તરીકે ઈસુનું પુનરુત્થાન અને તેનો લાભ પ્રાપ્ત કરવો.
‘ગુડ ફ્રાઈડે’ એ જવાબ આપ્યો
આ આપણા સવાલનો જવાબ આપે છે કે કેમ ‘ગુડ ફ્રાઈડે’ ‘સારો’ શુક્રવાર છે.
9. પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા, અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ.
હિબ્રૂ ૨:૯
જ્યારે ઈસુએ ‘મૃત્યુનો સ્વાદ ચાખ્યો’ત્યારે તે તમારા માટે, મારા માટે અને ‘દરેક’ ને માટે કર્યું. ગુડ ફ્રાઈડે એ ‘સારો’છે કારણ કે તે આપણા માટે સારું હતું.
ઈસુના પુનરુત્થાનને માન્ય રાખ્યો
ઈસુએ તેમના પુનરુત્થાનને સાબિત કરવા માટે ઘણા દિવસો સુધી મૃત્યુમાંથી જીવંત એવા પોતાને પ્રગટ કર્યા, જેની અહીં નોંધ છે. પરંતુ તેમના શિષ્યો માટે તેમનું પ્રથમ પ્રગટ થવું:
… તેમને પોકળ જેવી લાગી .
લુક ૨૪:૧૧
ઈસુએ કરવુ જ પડ્યુ હતું:
ઈસુએ આ કરવુ પડ્યુ હતું:
27 પછી ઈસુએ બધું સમજાવવાની શરુંઆત કરી. જે તેના સંબંધી ધર્મલેખોમાં લખાયેલું હતું. ઈસુએ મૂસાના પુસ્તકોથી શરુંઆત કરી અને પછી પ્રબોધકોએ તેના વિષે શું કહ્યું હતું તેની વાત કરી.
લુક ૨૪:૨૭
અને ફરીથી આ પછી:
44 ઈસુએ તેઓને કહ્યું કે, “યાદ કરો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું થવું જોઈએ.”
લુક ૨૪:૪૪
આપણે કેવી રીતે ખાતરી પામી શકીએ કે ખરેખર આ આપણને શાસ્વત જીવન આપવાની ઈશ્વરની યોજના છે? ફક્ત ઈશ્વર જ ભવિષ્યને જાણે છે. ઋષિઓએ સેંકડો વર્ષો પહેલા જે સર્વ ચિહ્નો અને ભવિષ્યવાણીઓ લખી હતી તે આપણે તપાસી શકીએ છીએ કે તે ઈસુએ પરિપુર્ણ કરી છે…
4 હું આ બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું
છે.લુક ૧:૪
ઈસુના મૃત્યુ અને પુનરુત્થાન વિશે માહિતી મેળવવા માટે, આપણે શોધી કાઢીએ:
૧. હીબ્રુ વેદ કષ્ટ્મય અઠવાડિયાને સ્રુષ્ટિના સર્જનથી એક નાટકીય રીતે દર્શાવે છે
2. ઐતિહાસિક દૃષ્ટિકોણથી પુનરુત્થાનના પુરાવા