હિન્દુ વર્ષની છેલ્લી પૂનમ હોળીને દર્શાવે છે. જો કે ઘણા લોકો હોળીમાં આનંદ કરતા હોવા છતાં કેટલાક લોકો તેને સમાન્તર બીજો પ્રાચીન તહેવાર – પાસ્ખાપર્વનો ખ્યાલ કરે છે.
વસંતમાં પૂનમના દિવસે પાસ્ખાપર્વ પણ આવે છે. જો કે હીબ્રુ કેલેન્ડર ચંદ્ર ચક્રને સૌર વર્ષ સાથે અલગ રીતે સમાધન કરે છે, તેથી ઘણીવાર તે એક જ પૂનમના દિવસે આવે છે, અથવા કેટલીકવાર તે પછીની પૂનમ પર આવે છે. ૨૦૨૧ માં, પાસ્ખાપર્વ અને હોળી બંને ૨૮ માર્ચ, રવિવારથી શરૂ થશે. પરંતુ ૨૦૨૨ માં, હોળીની શરૂઆત ૧૮ માર્ચથી થાય છે, જ્યારે પૂર્ણિમા પાસ્ખાપર્વ પછી શરૂ થાય છે. જો કે, તે હોળીની સંધ્યાએ, અથવા. હોલિકા દહન પર છે, જે પાસ્ખાપર્વની સમાન્તર શરૂ થાય છે.
હોલિકા દહન
હોળી શરૂ થવાની એક રાત પહેલા લોકો હોલિકા દહન (છોટી હોળી અથવા કામુદુ ચિતા) ને ચિહ્નિત કરે છે. હોલિકા દહન પ્રહલાદના ગુણ અને હોલિકા રાક્ષશીને સળગાવવુ ને યાદ કરે છે. વાર્તાની શરૂઆત રાક્ષસ રાજા હિરણ્યકશ્યપ અને તેના પુત્ર પ્રહલાદથી થાય છે. હિરણ્યકશ્યપે આખી પૃથ્વી પર વિજય મેળવ્યો. તેને એટલો ગર્વ હતો કે તેણે પોતાના રાજ્યમાં દરેકને ફક્ત તેની પૂજા કરવાની આજ્ઞા કરી. પરંતુ તેની મોટી નિરાશાની વચ્ચે, તેના પોતાના જ પુત્ર પ્રહલાદે તેમ કરવાનો ઇનકાર કરી દીધો.
તેમના પુત્રના સ્પષ્ટ વિશ્વાસઘાતથી ગુસ્સે થયેલા હિરણ્યકશ્યપે પ્રહલાદને મોતની સજા આપી હતી અને તેને મારી નાખવાની ઘણી કોશિશ કરી, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. ઝેરી સર્પના કરડવાથી માંડીને હાથીઓ દ્વારા કચડી નાખવા સુધી, પ્રહલાદ હંમેશાં કોઈ મુશ્કેલી વિના સલામત બહાર નીકળી આવ્યો.
અંતે, હિરણ્યકશ્યપ તેની રાક્ષસી બહેન, હોલિકા તરફ વળ્યા. તેણી પાસે એક ડગલો હતો જે તેને આગથી બચાવી રાખતો હતો. તેથી હિરણ્યકશ્યપે હોલિકાને પ્રહલાદને બાળી નાખવા કહ્યું. હોલિકા લાકડાની ચિતા પર બેઠી અને મિત્રતાના બહાને મનાવીને યુવાન પ્રહલાદને ખોળામાં લઈને બેઠી. પછી ખુબજ ઝડપથી વિશ્વાસઘાત કરતાં, તેણીએ તેના નોકરોને લાકડાની ચિતા બાળી નાખવાનો આદેશ આપ્યો. જો કે, હોલિકા તેણીનો ડગલો પ્રહલાદ તરફ ફ઼ફ઼ડાવે છે. પણ જ્વાળાઓ પ્રહલાદને બાળી ન શકી, જ્યારે હોલિકા તેના દુષ્ટ ષડયંત્ર માટે સળગી મરી. આમ, હોળી દહનનું નામ હોલિકા દહન પરથી આવ્યું છે.
યહુદા: હોલિકાની માફ઼ક વિશ્વાસઘાતી વલણના અંકુશમાં આવ્યો
બાઇબલ શેતાનને શાસક આત્માના રાક્ષસ તરીકે રજુ કરે છે. હિરણ્યકશ્યપની જેમ, શેતાન પણ ઈસુ સહિત દરેકને તેની પૂજા કરવા માટેનું ષડયંત્ર ઘડી રહ્યો છે. જ્યારે તે નિષ્ફળ ગયો, ત્યારે તેણે ઈસુની હત્યા કરવાની તૈયારી કરી, તેની યોજના પાર પાડવા માટે લોકોનો ચાલાકી પુર્વક ઉપયોગ કર્યો. જે રીતે હિરણ્યકશ્યપે પ્રહલાદ પર હોલિકા દ્વારા હુમલો કરવાનું કામ કર્યું હતું, તે રીતે ઈસુને મારી નાખવા માટે ૫ મા દિવસે શેતાને યહૂદાનો ઉપયોગ કર્યો, આ ઈસુએ તેના પાછા આવવા વિશે શીખવ્યું તે પછી તરતજ બન્યું.અહીં તેની નોંધ છે:
1. હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે, તે પાસે આવ્યું.
2. તેમને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
3. યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો, જે બારમાંનો એક હતો, તેનામાં શેતાન પ્રવેશ્યો.
4. તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેમને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મંત્રણા કરી.
5. તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું.
6. તે તેણે કબૂલ કર્યું, અને લોકો હાજર ન હોય તેવે પ્રસંગે તેમને તેઓના હાથમાં સ્વાધીન કરવાની તક તે શોધી રહ્યો.
લુક ૨૨:૧-૬
ઈસુનો વિશ્વાસઘાત કરવા માટે યહૂદામાં ‘પ્રવેશ’ કરવા શેતાને તેમના સંઘર્ષનો લાભ લીધો. આથી આપણને આશ્ચર્ય ન થાય. સુવાર્તા શેતાનનું આ રીતે વર્ણન કરે છે:
7. પછી આકાશમાં લડાઈ જાગી. મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડયા, અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા.
8. તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ.
9. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.
પ્રકટીકરણ૧૨:૭-૯
બાઇબલ શેતાનને એક શક્તિશાળી કપટી અજગર સાથે સરખાવે છે જે હિરણ્યકશ્યપ જેવા શક્તિશાળી રાક્ષસની જેમ આખા વિશ્વને ખોટી રીતે ભરમાવે છે. માનવ ઇતિહાસની શરૂઆતમાં સંઘર્ષની આગાહીનો સંદર્ભ આપતા, તે સર્પ સાથે પણ સરખાવવામાં આવે છે. પ્રાચીન સર્પ તરીકે, તે હવે પ્રહાર કરવા માટે તૈયાર થયો. જેમ હિરણ્યકશ્યપે હોલિકા દ્વારા કામ કર્યું તેમ તેણે ઈસુને નષ્ટ કરવા યહુદાનો ચાલાકી પુર્વક ઉપયોગ કર્યો. સુવાર્તા તેને નોંધે છે:
ત્યારથી જુડાસ તેને સોંપવાની તક જોતો રહ્યો.
બીજા દિવસે, ૬ ઠ્ઠો દિવસ, પાસ્ખાપર્વનો ઉત્સવ હતો. યહૂદા દ્વારા શેતાન કેવી રીતે પ્રહાર કરશે? યહૂદાનું શું થશે? આપણે આગળ જોઈશુ.
દિવસ 5 સારાંશ
સમયરેખા બતાવે છે કે કેવી રીતે આ અઠવાડિયાના ૫ મા દિવસે, મોટો રાક્ષસ અજગર, શેતાન, તેના દુશ્મન ઈસુને પ્રહાર કરવા માટે તૈયાર થયો.