ઈસુ, યેશુ સત્સંગે, બતાવ્યું કે સ્વર્ગના નાગરિકો કેવી રીતે એકબીજા સાથે વર્તે. તેમણે બીમારીઓથી અને દુષ્ટ આત્માઓથી પીડિત લોકોને પણ સાજા કર્યા, જેને તેમણે ‘સ્વર્ગનું રાજ્ય કહ્યું હતું તેનો અગાઉથી સ્વાદ ચખાવ્યો. તેમણે હુકમ કરતાં કુદરતી તત્વો સાથે વાત કરી ને તેમના રાજ્યની પ્રકૃતિ જાહેર કરી.
આપણે આ રાજ્યને ઓળખવા માટે વિવિધ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. કદાચ તેમાં સૌથી સામાન્ય શબ્દ સ્વર્ગ અથવા સ્વર્ગ લોક છે. અન્ય શબ્દો છે વૈકુંઠ, દેવલોક, બ્રહ્મલોક, સત્યલોક, કૈલાસ, બ્રહ્મપુરા, સત્ય બેગેચા, વૈકુંઠ લોક, વિષ્ણુલોકા, પરમમ પદમ, નિત્ય વિભૂતિ, તિરુપ્પરમઅપાધામ અથવા વૈકુંઠ સાગર. વિવિધ પરંપરાઓ વિવિધ શબ્દોનો ઉપયોગ કરીને, વિવિધ દેવો સાથેના જોડાણો પર ભાર મૂકે છે, પરંતુ આ તફાવતો મૂળભૂત નથી. મૂળભૂત બાબત એ છે કે સ્વર્ગ એક આનંદકારક અને શાંતિપૂર્ણ સ્થળ છે, જે અહીંના જીવન સાથેના સામાન્ય દુ:ખ અને અજ્ઞાનથી મુક્તી આપે છે, અને જ્યાં ઈશ્વર સાથેના સંબંધનું ભાન થાય છે. બાઇબલ આ સ્વર્ગનો મૂળભૂત સારાંશ આ રીતે અહીં આપે છે:
4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”
પ્રકટીકરણ ૨૧:૪
ઈસુએ સ્વર્ગ માટે પણ વિવિધ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે ઘણીવાર સ્વર્ગને ‘રાજ્ય’, સાથે પ્રસ્તુત કર્યું છે, (‘લોકા’ કરતાં ‘રાજ’ શબ્દ નજીકનો અર્થ દર્શાવે છે). તેમણે સ્વર્ગના રાજ્યના પર્યાય તરીકે ‘સ્વર્ગ’ અને ‘દેવનું રાજ્ય’ શબ્દનો ઉપયોગ કર્યો છે. પરંતુ, મહત્વની વાત એ છે કે, તેમણે સ્વર્ગ વિશેની આપણી સમજ સુધારવા માટે, રોજબરોજની સામાન્ય વાર્તાઓનો પણ ઉપયોગ કર્યો. સ્વર્ગને સમજાવવા માટે એક મોટા જમણ અથવા મિજબાનીનો અનોખો દાખલો તેમણે આપ્યો. તેમની આ વાર્તામાં તેઓ એક જાણીતા વાક્યને સુધારા સાથે ઉપયોગ કરતાં લખે છે કે ‘આપણે ઈશ્વરના મહેમાન છીએ’ નહીં કે ’અતિથિ ઇશ્વર છે’ (અતિથી દેવો ભવ).
સ્વર્ગના મોટા જમણની ઉજવણીની વાર્તા
ઈસુએ સ્વર્ગમાં પ્રવેશવાનું આમંત્રણ કેટલું વિસ્તૃત અને કેટલું ખુલ્લુ કર્યું છે તે દર્શાવવા એક મહાન ઉજવણી (ભોજન સમારંભ) થી શીખવ્યું. પરંતુ આપણે અપેક્ષા રાખીએ તેવી રીતે વાર્તા આગળ વધતી નથી. સુવાર્તા ફ઼રી યાદ કરાવે છે:
15 ઈસુ સાથે મેજ પર જમવા બેઠેલાઓમાંથી કોઈ એક માણસે આ વાત સાંભળી. તે માણસે ઈસુને કહ્યું, “દેવના રાજ્યમાં જે ભોજન કરશે તેને ધન્ય છે!”
લુક ૧૪:૧૫-૨૪
16 ઈસુએ તેને કહ્યું, “એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. તે માણસે ઘણા લોકોને નિમંત્રણ આપ્યાં.
17 જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં ‘કૃપા કરીને ચાલો! હવે બધું જ તૈયાર છે!’
18 પરંતુ બધાજ મહેમાનોએ કહ્યું તેઓ આવી શકે નહિ. દરેક માણસે બહાનું કાઢયું. પહેલા માણસે કહ્યું; ‘મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, તેથી મારે ત્યાં જઇને જોવું જોઈએ. કૃપા કરી મને માફ કર.’
19 બીજા એક માણસે કહ્યું: ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. મને માફ કર.’
20 ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’
21 “તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, ‘જલ્દી જા! શહેરની શેરીઓ અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ.’
22 “તે પછી દાસે તેને કહ્યું કે; ‘સાહેબ તેં મને જેમ કરવાનું કહ્યું તેમ મેં કર્યુ છતાં પણ હજુ ઘણા લોકો માટે જગ્યાઓ છે.’
23 ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય.
24 હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહિ!”‘
આ વાર્તામાં – આપણી સ્વીકૃત સમજણને ઘણી વાર – ઊંધી ફેરવી નાખવામાં આવે છે. પ્રથમ, આપણે એમ ધારીએ છીએ કે ઈશ્વર લોકોને સ્વર્ગમાં (ઉજાણી) માટે સર્વને આમંત્રણ આપતા નથી કારણ કે તેઓ ફક્ત યોગ્ય લોકોને જ આમંત્રણ આપે છે, પરંતુ તે ખોટું છે. ઉજાણી માટેનું આમંત્રણ ઘણા, બધા લોકોને મળે છે. જમણના માલિક (ઈશ્વર) જમણની જગ્યા લોકોથી ભરાય જાય તેવું ઇચ્છે છે.
પરંતુ ત્યાં એક અણધાર્યો વળાંક આવે છે. આમંત્રિત મહેમાનોમાંથી ખરેખર ઘણા ઓછા આવવા માંગે છે. હકીકતમાં, તેઓ ન આવવા માટેનાં બહાના બનાવે છે! અને વિચારો કે બહાના કેટલા ગેરવાજબી છે. બળદને ખરીદ્યા પહેલા પ્રથમ પારખ્યા વગર ખરીદવાનો કોણ પ્રયત્ન કરશે? પહેલેથી જોયા વિના ખેતર કોણ ખરીદશે? ના, આ બહાનાથી આમંત્રિત મહેમાનોના હૃદયના સાચા ઇરાદાઓ જાહેર થયા – તેમને સ્વર્ગમાં રસ ન હતો, તેના બદલે અન્ય બાબતો માં રસ હતો.
જ્યારે આપણે વિચારીએ કે કદાચ ઈશ્વર એટલા ઓછા લોકોને આવેલા જોઈને નિરાશ થઈ જશે, તો ત્યાં બીજો વળાંક આવે છે. હવે ‘અસંભવિત’ લોકો, જેઓને આપણે આપણી પોતાની ઉજવણીમાં આમંત્રણ આપતા નથી, જેઓ “શેરીઓ અને ગલીઓ”અને દૂર-દૂરના “રસ્તાઓ અને પ્રદેશની ગલીઓ” માં રહેતા, જેઓ “ગરીબ, અપંગ, અંધ અને લંગડા” છે – જેઓથી આપણે મોટે ભાગે અંતર રાખીએ છીએ – તેઓ પર્વ માટે આમંત્રણ મેળવે છે. આ પર્વ માટેના આમંત્રણોમાં વધારે લોકોનો સમાવેશ થાય છે, અને તમે અને હું કલ્પના કરીએ તેના કરતાં વધુ લોકોને આવરી લેવામાં આવે છે. માલિક તેમના ઉજવણીમાં એવા લોકોને ઇચ્છે છે અને આમંત્રણ આપે છે કે જેઓને આપણે આપણા ઘેર આમંત્રણ ન આપીએ.
અને આ લોકો આવે છે! તેઓની પાસે અન્ય કોઈ સ્પર્ધાત્મક બાબતો નથી જેવી કે ખેતરો, અથવા બળદ કે જે તેમના પ્રેમને વિચલિત કરે, તેથી તેઓ પર્વમાં આવે છે. સ્વર્ગ તેઓથી ભરાઈ જાય છે અને ઈશ્વરની ઇચ્છા પૂર્ણ થાય છે!
ઈસુએ આ વાર્તા આપણને એક સવાલ પૂછવા માટે કહેલી: “જો મને આમંત્રણ મળી જાય તો શું હું સ્વર્ગનું આમંત્રણ સ્વીકારીશ?” અથવા શું કોઈ સ્પર્ધાત્મક રુચિ અથવા પ્રેમ તમને કોઈ બહાનું બનાવવા અને આમંત્રણને નકારવાનું કારણ બનશે? સત્ય એ છે કે તમને સ્વર્ગના આ પર્વમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણામાંના મોટા ભાગના લોકો આમંત્રણને કોઈ એક યા બીજા કારણોસર નકારી કઢીએ છીએ. આપણે કદી સીધા ‘ના’ નહિ કહીશું પણ આપણે આપણા અસ્વીકારને છુપાવવા માટે બહાનું કાઢીશું. આપણને આંતરિક રીતે અન્ય બાબતો પર ‘પ્રેમ’ છે કે જે આપણા અસ્વીકારના મૂળમાં છે. આ વાર્તામાં અસ્વીકારનું મૂળ એ અન્ય વસ્તુઓ પરનો પ્રેમ હતો. જેમને પ્રથમ આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ સ્વર્ગ અને ઈશ્વર કરતાં આ દુનિયાની કામચલાવ વસ્તુઓ (જેવી કે ’ખેત’, ’બળદ’ અને ‘લગ્ન’ જેવી બાબતોમાં વધુ રસ ધરાવે છે) તેવી બાબતો પર વધુ પ્રેમ કરે છે.
અન્યાયી આચાર્ય વાર્તા
આપણામાંના કેટલાકને સ્વર્ગ કરતા આ દુનિયાની વસ્તુઓ વધારે પસંદ છે અને તેથી આપણે આ આમંત્રણને નકારીએ છીએ. આપણામાંના બીજા કેટલાક પોતાના સ્વ-ન્યાયીપણાની યોગ્યતા પર આધાર રાખે છે અથવા તેના પર ભરોસો કરે છે. ઈસુએ આ વિશે એક આદરણીય નેતાનો ઉદાહરણ તરીકે ઉપયોગ કરીને બીજી વાર્તામાં આ વિશે શીખવ્યું:
9 ત્યાં કેટલાએક લોકો હતા તેઓ વિચારતા કે તેઓ ઘણા સારા છે. આ લોકો એવી રીતે વર્તતા કે જાણે તેઓ બીજા લોકો કરતાં વધારે સારા છે. ઈસુએ આ વાર્તાનો ઉપયોગ તેઓને શીખવવા માટે કર્યો.
લુક ૧૮: ૯-૧૪
10 એક વખત બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. એક ફરોશી હતો તે અને બીજો કર ઉઘરાવનાર હતો.
11 ફરોથી કર ઉઘરાવનારથી દૂર ઊભો રહ્યો. જ્યારે ફરોશીએ તેની પ્રાર્થનામાં કહ્યું કે, “ઓ દેવ, હું બીજા લોકો જેટલો ખરાબ નથી, તે માટે તારો આભાર માનું છું. હું ચોરી કરનાર, છેતરનારા કે વ્યભિચાર કરનારા માણસો જેવો નથી. હું કર ઉઘરાવનાર અધિકારી કરતાં વધારે સારો છું તે માટે તારો આભારમાનું છું.
12 હું સારો છું, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી કમાણીનો દશમો ભાગ આપુ છું!’
13 “જકાત ઉઘરાવનાર પણ એકલો ઊભો રહ્યો. પણ જ્યારે એણે પ્રાર્થના કરી, ત્યારે તેણે ઊચે આકાશ તરફ જોયું પણ નહિ. દાણીએ છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ દેવ, મારા પર દયા કર, હું એક પાપી છું!’
14 હું તમને કહું છું, જ્યારે આ માણસ તેની પ્રાર્થના પૂરી કરીને ઘરે ગયો, તે દેવ પાસે ન્યાયી હતો. પણ તે ફરોશી જે પોતાને બીજા કરતા વધારે સારો સમજતો હતો તે દેવ પાસે ન્યાયી ઠર્યો નહોતો. પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને મહત્વની બનાવે છે તેને નીચી કરવામાં આવશે. પણ જે વ્યકિત પોતાની જાતને નીચી કરે છે તે માનવંતી બનાવાશે.”
અહીં એક ફરોશી (આચાર્ય જેવા ધાર્મિક નેતા) તેમના ધાર્મિક ક્રુત્યો અને યોગ્યતામાં સંપૂર્ણ જણાતા હતા. તેમના ઉપવાસ અને પૂજાઓ જરૂર કરતાં પણ વધારે સંપૂર્ણ હતાં. પરંતુ આ આચાર્યએ તેમની પોતાની યોગ્યતા પર વિશ્વાસ મૂક્યો. આ બાબત તે નહોતી જે ઘણા સમય પહેલાં શ્રી ઈબ્રાહિમે અનુસરી હતી, જ્યારે તેમણે ઈશ્વરના વચન પર નમ્ર ભરોસો રાખીને ન્યાયીપણું પ્રાપ્ત કર્યુ. હકીકતમાં કર ઉઘરાવનાર વ્યક્તિએ (તે સમયની સંસ્કૃતિ પ્રમાણે અનૈતિક વ્યવસાય હતો) નમ્રતાથી દયા માટે માંગણી કરી, અને વિશ્વાસ રાખ્યો અને તેના પર દયા કરવામાં આવી, અને તે ‘ન્યાયી’ ઠરીને – ઈશ્વરની સાથે સમાધાન કરીને ઘરે ગયો – જ્યારે આપણે જોઇ શકીએ છીએ કે ફરોશી (આચાર્ય), જેણે પૂરતી યોગ્યતા મેળવી હતી, છતાં પણ તેના પાપો હજુ પણ તેની વિરુધ્ધ ગણાયા.
તેથી ઈસુ તમને અને મને પૂછે છે કે આપણે ખરેખર સ્વર્ગના રાજ્યની ઇચ્છા રાખીએ છીએ, અથવા તો અન્ય બાબતો જેવી આ પણ એક રસની બાબત છે. તે આપણને પૂછે છે કે આપણે શેના પર વિશ્વાસ રાખીએ છીએ – આપણી પોતાની યોગ્યતા પર અથવા ઈશ્વરની દયા અને પ્રેમ પર.
આપણે પોતાને પ્રામાણિકપણે આ પ્રશ્નો પૂછવા મહત્વપૂર્ણ છે કારણ કે અન્યથા આપણે તેમનું આગામી શિક્ષણ સમજી શકીશું નહીં – કે આપણને આંતરિક શુધ્ધતાની જરૂર છે.