ભગવદ્ ગીતા તે મહાભારત મહાકાવ્યનું જ્ઞાનનું કેન્દ્રબીંદુ છે. જો કે ગીતા એક (કાવ્ય) તરીકે લખાયેલું છે, પરંતુ તે સામાન્ય રીતે વાંચવામાં આવે છે. ગીતા કુરુક્ષેત્રના મહા યુદ્ધ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાજવી યોદ્ધા અર્જુન વચ્ચેની વાતચીત વર્ણવે છે – રાજવી પરિવારના બે પક્ષો વચ્ચેનું યુદ્ધ હતું. આ તોળાઈ રહેલા યુદ્ધમાં એક બીજાનો વિરોધ કરવા, પ્રાચીન શાહી રાજવંશના સ્થાપક રાજા કુરુના રાજવંશની બે શાખાઓના યોદ્ધાઓ અને શાસકો સામ સામે ગોઠવાયા હતા. પાંડવ અને કૌરવ પિતરાઇ ભાઇઓ, રાજવંશનું કયું કુટુંબ રાજ સત્તા ભોગવે તે નક્કી કરવા યુદ્ધ કરવા જઈ રહ્યા હતા – એટલે કે પાંડવ રાજા યુધિષ્ઠિર અથવા કૌરવ રાજા દુર્યોધન. દુર્યોધને યુધિષ્ઠિર પાસેથી રાજગાદી પડાવી લીધી હતી તેથી યુધિષ્ઠિર અને તેના પાંડવ સાથીઓ તેને પાછું મેળવવા યુદ્ધ કરવા જઇ રહ્યા હતા. ભગવદ્ ગીતા તે પાંડવ યોદ્ધા અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે થયેલ સંવાદ છે કે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાચા જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરીને કેવી રીતે આધ્યાત્મિક સ્વતંત્રતા અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે તે દર્શાવે છે.
ગીતશાસ્ત્ર તે બાઇબલ કે જે હીબ્રુ વેદ પુસ્તાકન મહાકાવ્ય છે તેના જ્ઞાન સાહિત્યનું કેન્દ્રબીંદુ છે. જો કે તેઓ કાવ્યો(ગીત) તરીકે લખેલા હોવા છતાં આજે તેઓ સામાન્ય રીતે વાંચવામાં આવે છે. ગીતશાસ્ત્ર પણ બે વિરોધી દળો વચ્ચેના યુદ્ધ અગાઉ ઉચ્ચ પ્રભુ યહોવા અને તેમના અભિષિક્ત (= શાસક) વચ્ચેની વાતચીત વર્ણવે છે. આ તોળાઇ રહેલ મહાન યુદ્ધની બંને બાજુએ મહાન યોદ્ધાઓ અને શાસકો ગોઠવાયેલા છે. એક તરફનો રાજા તે પ્રાચીન શાહી વંશના સ્થાપક પૂર્વજ રાજા દાઉદનો વંશજ છે. બંને પક્ષોએ યુદ્ધ કરવાની તૈયારી કરી હતી કે કયા પક્ષને શાસન કરવાનો અધિકાર હતો. ગીતશાસ્ત્ર ૨ તે પ્રભુ અને તેમના શાસક વચ્ચે સ્વતંત્રતા, જ્ઞાન અને આશીર્વાદને લગતી વાતચીત છે.
તમને શું એવું જ લાગતું નથી?
ભગવદ્ ગીતા સંસ્કૃત વેદને સમજવા માટેનું દ્વાર છે, તેમ જ, ગીતશાસ્ત્ર એ હિબ્રુ વેદ (બાઇબલ) ના જ્ઞાનને સમજવા માટેનું દ્વાર છે. એ જ્ઞાન મેળવવા માટે, આપણે ગીતશાસ્ત્ર અને તેના મુખ્ય ગીતકાર દાઉદ રાજાની થોડી પૃષ્ઠભૂમિની માહિતી મેળવવી જરૂરી છે.
દાઉદ કોણ હતા અને ગીતશાસ્ત્ર શું છે?
તમે ઇઝરાએલીઓના ઇતિહાસ માંથી લેવામાં આવેલી સમયરેખા પરથી જોઈ શકો છો કે દાઉદ શ્રી ઇબ્રાહિમ પછી એક હજાર વર્ષ અને શ્રી મૂસા પછીના 500 વર્ષ પછી, લગભગ ઇ.સ. પૂર્વે ૧૦૦૦ અગાઉ જીવ્યા. દાઉદે તેના જીવનની શરુઆત એક ભરવાડ તરીકે તેના કુટુંબના ઘેટાં ચરાવવાથી કરી. ગોલ્યાથ નામનો વિરાટકાય વ્યક્તિ, જે એક મોટો શત્રુ, તે ઈસ્રાએલીઓને જીતવા માટે સૈન્યની આગેવાની કરતો હતો,અને તેથી ઈસ્રાએલીઓ નિરાશ અને પરાજિત થયા હતા. દાઉદે ગોલ્યાથને પડકાર્યો અને યુદ્ધમાં તેની હત્યા કરી. એક મહાન યોદ્ધા પર યુવાન ભરવાડ છોકરાની આ નોંધપાત્ર જીતથી દાઉદ ખ્યાતિ પામ્યો.
જો કે, તે લાંબા અને મુશ્કેલ અનુભવો પછી જ રાજા બન્યો, કેમ કે વિદેશીઓમાં અને ઈસ્રાએલીઓમાં તેના ઘણા દુશ્મનો હતા, જેઓ તેનો વિરોધ કરતા હતા. દાઉદે આખરે તેના બધા દુશ્મનો પર વિજય મેળવ્યો કારણ કે તેણે ઇશ્વર પર વિશ્વાસ કર્યો અને ઇશ્વરે તેની મદદ કરી. વેદ કે જે બાઇબલ છે તેના કેટલાક પુસ્તકોમાં દાઉદના સંઘષો અને વિજયો વીશે લખવામાં આવ્યું છે.
દાઉદ એક સંગીતકાર તરીકે પણ પ્રખ્યાત હતા જેમણે ઇશ્વર સંબંધી સુંદર ગીતો અને કાવ્યો બનાવ્યાં હતાં. આ ગીતો અને કવિતાઓ ઇશ્વર દ્વારા પ્રેરિત હતા અને વેદ પુસ્તકનમાં ગીતશાસ્ત્ર ના પુસ્તક રુપે તેનો સમાવેશ કરવામાં આવેલ છે.
ગીતશાસ્ત્રમાં ‘ખ્રિસ્ત’ સંબંધીની ભવિષ્યવાણીઓ
એક મહાન રાજા અને યોદ્ધા હોવા છતાં, દાઉદે તેના ગીતોમાં, તેના શાહી વંશમાંથી જે એક ‘ખ્રિસ્ત’ આવનાર છે તે પોતે સત્તા અને અધિકાર ગ્રહણ કરશે તે સંબંધી લખ્યું હતું. અહીં આ રીતે હિબ્રુ વેદ (બાઇબલ), ના ગીતશાસ્ત્ર ૨ માં ખ્રિસ્તની ઓળખ આપવામાં આવી છે. અહીં ભગવદ્ ગીતા જેવું જ એક શાહી યુદ્ધ દ્રશ્ય રજુ થાય છે.
1 વિદેશીઓ કેમ તોફાન કરે છે,
અને લોકો વ્યર્થ કલ્પના કેમ કરે છે?
2યહોવા તથા તેના ‘અભિષિક્તની’ વિરુદ્ધ
પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે,
અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:
3“તેઓનાં બંધન આપણે તોડી પાડીએ,
એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ.”
4આકાશમાં જે બેઠા છે, તે હાસ્ય કરશે;
પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
5ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે,
અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે.
6પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં
મારા ‘રાજા’ને પ્રતિષ્ઠિત કર્યો છે.
7હું તો એ ઠરાવ જાહેર કરીશ;
યહોવાએ મને કહ્યું, “તું મારો પુત્ર છે;
આજ મેં તને જન્મ આપ્યો છે.
8તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને,
તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે.
તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
10હે રાજાઓ, તમે સમજો; પૃથ્વીના શાસકો, તમે હવે શિખામણ લો.
11ભયથી યહોવાની સેવા કરો, અને કંપીને હર્ષ પામો.
12પુત્રને ચુંબન કરો, રખેને તેમને રોષ ચઢે,
અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે.
જેઓ તેમના પર ભરોસો રાખે છે તે બધાને ધન્ય છે!
ગીતશાસ્ત્ર ૨ – ‘અભિષિક્ત’ રાજા
અહીં એ જ ફ઼કરો છે પરંતુ ગ્રીકમાંથી અગાઉ સમજાવ્યો છે.
જા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે? શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
ગીતશાસ્ત્ર ૨:૧-૨ – મૂળ ભાષા હિબ્રુ અને ગ્રીકમાં (LXX)
2 કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ, યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
કુરુક્ષેત્ર યુધ્ધનું પરિણામ
જો તમે ગીતશાસ્ત્ર ૨ માં ‘ખ્રિસ્ત’ / ‘અભિષિક્ત’ નો સંદર્ભ જોશો તો ભગવદ્ ગીતામાં કુરુક્ષેત્ર યુદ્ધ જેવો બીલકુલ છે. પરંતુ જ્યારે આપણે ઘણા લાંબા સમય પહેલા લડાએલ કુરુક્ષેત્ર યુદ્ધના પરિણામનો વિચાર કરીએ ત્યારે કેટલાક મતભેદો ઉભા થાય છે. અર્જુન અને પાંડવોએ યુદ્ધમાં વિજય મેળવ્યો, અને તેથી સત્તા અને શાસન પચાવી પડાવનારા કૌરવો પાસેથી પાંડવો તરફ સત્તાનું સ્થળાંતર થયું, અને યુધિષ્ઠિર હકદાર રાજા બન્યો. પાંચેય પાંડવ ભાઈઓ અને કૃષ્ણ ૧૮ દિવસના યુધ્ધમાં બચી ગયા, પરંતુ સામે પક્ષે માત્ર થોડા જ લોકો બચી ગયા – બાકીના બધાનો સંહાર કરવામાં આવ્યો. પરંતુ યુદ્ધ પછી માત્ર ૩૬ વર્ષ શાસન કર્યા પછી, યુધિષ્ઠિરે અર્જુનના પૌત્ર પરીક્ષિતને રાજા બનાવીને રાજગાદી છોડી દીધી. ત્યારબાદ તે દ્રૌપદી અને તેના ભાઈઓ સાથે હિમાલય જવા રવાના થયો. દ્રૌપદી અને ચાર પાંડવો – ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પ્રવાસ દરમિયાન મૃત્યુ પામ્યા. યુધિષ્ઠિરને સ્વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કૌરવોની માતા ગાંધારી કૃષ્ણ પર યુદ્ધ બંધ ન કરવા માટે ગુસ્સે થઈ હતી, તેથી તેણે તેને શાપ આપ્યો અને યુદ્ધ પછીના ૩૬ વર્ષ પછી આંતર કુળની લડાઈને કારણે આકસ્મિક રીતે તીરથી તેની હત્યા કરવામાં આવી. કુરુક્ષેત્ર યુદ્ધ અને ત્યારબાદ કૃષ્ણની હત્યાએ વિશ્વને કલિયુગમાં ખસેડ્યું.
તો કુરુક્ષેત્ર યુદ્ધથી આપણને કયો લાભ થઈ રહ્યો છે?
કુરુક્ષેત્ર યુધ્ધના સમયથી આપણા માટે ફળો
આપણે હજારો વર્ષો જીવ્યા પછી, વધારે જરૂરિયાતમંદ જણાઇએ છીએ. આપણે સંસારમાં, સતત પીડા, રોગ, વૃદ્ધત્વ અને મૃત્યુની છાયામાં જીવીએ છીએ. આપણે એવી સરકારો હેઠળ જીવીએ છીએ જે સામાન્ય રીતે ભ્રષ્ટ હોય છે અને તે પૈસાદાર અને શાસનકર્તાઓના વ્યક્તિગત મિત્રોને મદદ કરે છે. આપણે ઘણી બધી રીતે કલિયુગની અસરો અનુભવીએ છીએ.
આપણે એવી સરકારની ઇચ્છા રાખીએ છીએ જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપે, એવા સમાજને ઇચ્છીએ છીએ કે જે કલિયુગ હેઠળ ન હોય, અને સંસારમાં ક્યારેય જેનો અંત ન આવે તેવા પાપ અને મૃત્યુથી વ્યક્તિગત છૂટકારો પ્રાપ્ત થાય.
.ગીતશાસ્ત્ર ૨ માં આવનાર ’ખ્રિસ્ત’ પાસેથી આપણને પ્રાપ્ત થતા ફળ
હિબ્રુ પ્રબોધક દ્વારા, ગીતશાસ્ત્ર ૨ માં રજૂ કરાયેલ ‘ખ્રિસ્ત’ કેવી રીતે આપણી આ જરૂરિયાતોને પુરી કરે છે સમજાવે છે. આ જરૂરિયાતોને પ્રાપ્ત કરવા યુદ્ધની જરૂર પડશે, પરંતુ કુરુક્ષેત્ર કરતાં એક જુદા યુદ્ધ અને ગીતશાસ્ત્ર ૨ માં બતાવેલ યુદ્ધ કરતા પણ અલગ યુદ્ધની વાત છે. તે ફક્ત ‘ખ્રિસ્ત’ જ લડી શકે તેવું યુદ્ધ છે. આ પ્રબોધકો બતાવે છે કે આ બળ અને શક્તિથી શરૂ થવાને બદલે, ખ્રિસ્ત આપણને પાપ અને મરણમાંથી મુક્તિ મેળવવાની આપણી જરૂરિયાતને પુરી પાડવાની સેવા કરવા દ્વારા કરે છે. તેઓ બતાવે છે કે કેવી રીતે ગીતશાસ્ત્ર ૨ નો રસ્તો, જે એક દિવસ પહોંચશે, પ્રથમ તે જરુરી બનશે કે તે એક લાંબો યુધ્ધ માર્ગ પકડીને લશ્કરી બળ દ્વારા નહીં, પરંતુ સંસારમાં બંધાયેલા લોકોને છોડાવવા માટે પ્રેમ અને બલિદાન દ્વારા, બીજા શત્રુને હરાવે. આપણે આ સફર દાઉદના શાહી વંશના થડ્માંથી ફ઼ુટેલ ફ઼ણગાથી શરૂ કરીએ છીએ.