જ્યારે આપણે આશીર્વાદ અને સારા નસીબનો વિચાર કરીએ છીએ ત્યારે આપણું મન, સફળતા અને સંપત્તિની દેવી લક્ષ્મી તરફ જાય છે. જ્યારે માણસ લોભ કર્યા વગર સખત મહેનત કરે છે ત્યારે આ દેવી તેને આશીર્વાદ દે છે. દૂધિયા મહાસાગરના મંથનની વાર્તામાં, લક્ષ્મી દેવોને છોડીને દૂધિયા સમુદ્રમાં પ્રવેશી હતી, કારણ કે ઈન્દ્રએ જ્યારે પવિત્ર ફૂલો ફેંક્યા ત્યારે તેમનો અનાદર થયો હતો. જો કે, સમુદ્ર મંથન કર્યાના એક હજાર વર્ષ પછી, તેઓએ પુનર્જન્મ લઇને તેમના વિશ્વાસુઓને આશીર્વાદ આપ્યા.
જ્યારે આપણે વિનાશ, વેરાન અને સંહાર વિશે વિચારીએ છીએ ત્યારે આપણું મન ભૈરવ કે જે શિવનો બીહામણો અવતાર અથવા શિવની ત્રીજી આંખ વિશે વિચારે છે. તેમની આંખ હમેશાં બંધ રહે છે પરંતુ તે દુષ્ટ માણસોનો નાશ કરવા માટે તેને ખોલે છે. લક્ષ્મી અને શિવ બંનેના ભક્તો તેઓને રીઝવવા વધુ પ્રયત્ન કરે છે, કારણ કે લોકો તેમની પાસેથી આશીર્વાદની ઇચ્છા રાખે છે અને બીજાઓના શાપ અથવા વિનાશથી ડરતા હોય છે.
આશીર્વાદો અને શાપ… ઇઝરાયલીઓને… આપણને શિક્ષણ આપવા માટે.
હિબ્રુ વેદમાં પ્રગટ થયેલ સૃષ્ટિના સર્જનકર્તા ઇશ્વર તે બંને બાબતોના હર્તાકર્તા હતા; એટલેકે લક્ષ્મીની માફ઼ક આશીર્વાદ આપનાર તથા ભૈરવ અથવા શિવની ત્રીજી આંખની જેમ વિનાશ વેરનાર કે શાપ દેનાર હતા. તેમણે પોતાના પસંદ કરેલા લોકો એટલે કે ઇઝરાઇલી પ્રજા કે જેઓ તેમને ભજતા હતા તેઓને આ પ્રકારે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ઇશ્વરે ઇઝરાઇલી પ્રજાને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા અને તેઓને પાપ વીશે ભાન થાય માટે એક પ્રમાણ તરીકે દશ આજ્ઞાઓ આપી. આ આશીર્વાદો અને શાપનું શિક્ષણ પુરાતન સમયથી ઇઝરાયલી પ્રજાને આપવામાં આવ્યું, કે જેથી બીજા ધર્મના લોકો પણ તેની નોંધ લે અને તેઓને ખ્યાલ આવે કે ઈસ્રાએલીઓને જે ઇશ્વર આશીર્વાદ આપતા તે જ ઇશ્વર તેમને પણ આશીર્વાદ આપવા સમર્થ છે. આપણામાંના બધા જે સમૃદ્ધિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે અને વિનાશ અને શાપને ટાળવાની ઇચ્છા રાખે છે તેઓ ઇઝરાઇલ પ્રજાના અનુભવથી શીખી શકે છે.
શ્રી મુસા લગભગ 3500 વર્ષો પહેલા જીવી ગયા હતા અને તેમણે પ્રથમ પાંચ પુસ્તકો લખ્યા હતા જે હિબ્રુ વેદ તરીકે ઓળખાય છે. તેમનું છેલ્લું પુસ્તક, પુનર્નિયમ, તેમના મૃત્યુ પહેલાંનું અંતિમ લખાણ છે. તેમાં તેમણે ઇસ્રાએલ લોકો – યહૂદીઓને માટે, આશીર્વાદનાં વચનો આપ્યા પણ સાથે સાથે શાપનાં વચનો પણ આપ્યા . મૂસાએ લખ્યું છે કે આ આશીર્વાદો અને શાપ વિશ્વના ઇતિહાસને ઘડશે અને ફક્ત યહૂદી પ્રજાએ જ નહીં, પણ અન્ય તમામ રાષ્ટ્રોની પ્રજાએ પણ તેને ધ્યાનમાં લેવું જોઈએ. આ આશીર્વાદો અને શાપે ભારતના ઇતિહાસને પણ અસર કરી છે. તેથી આ આપણા માટે લખવામાં આવ્યું છે કે જેથી આપણે તેના પર વિચાર કરીએ. સંપૂર્ણ આશીર્વાદ અને શાપ વીશે આ શાસ્ત્રમાં નાંધવામાં આવ્યું છે. જેનો સારાંશ નીચે મુજબ છે.
શ્રી મુસાના આશીર્વાદ
મુસાએ ઈસ્રાએલી પ્રજાને સમજાવ્યું કે જો તેઓ આશીર્વાદો પ્રાપ્ત કરવા માગતા હોય તો તેઓએ નિયમશાસ્ત્ર(દશ આજ્ઞા) નું પાલન કરવું પડશે. ઇશ્વર તરફથી મળતા આશીર્વાદો એટલા મોટા હશે કે અન્ય તમામ રાષ્ટ્રો પણ તેની નાંધ લેશે. આ આશીર્વાદો પરિણામ લાવશે:
10 તેથી પૃથ્વી પરના બધા લોકો તમે યહોવાની પ્રજા છો એ જાણીને તમાંરાથી ગભરાતા રહેશે.
પુનર્નિયમ ૨૮:૧૦
… અને શાપ
જો કે, જો ઈસ્રાએલી પ્રજા આજ્ઞાઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો પછી તેઓને આશીર્વાદોને બદલે શાપ પ્રાપ્ત થશે. આ શાપ આસપાસના દેશો દ્વારા જોવામાં આવશે જેથી:
37 યહોવા તમને જે દેશોમાં મોકલશે ત્યાં તમને થતી ખરાબ ચીજોથી લોકોને આઘાત લાગશે. તેઓ તમાંરા પર હસશે અને તમાંરા વિષે ખરાબ બોલશે.
પુનર્નિયમ ૨૮:૩૭
આ શાપ પેઢી દર પેઢી ઉતરતો જશે.
46 વળી એ ચેતવણીરૂપ શ્રાપો તમાંરા પાપના પુરાવા રૂપ બનશે અને તમાંરા તથા તમાંરા વંશજો પર કાયમ રહેશે.
પુનર્નિયમ ૨૮:૪૬
પરંતુ ઇશ્વરે ચેતવણી આપી હતી કે આ શાપની સૌથી ભયંકર બાબત તે અન્ય દેશો તરફ઼થી હુમલા રુપે આવશે.
49 “યહોવા, તમે જેની ભાષા સમજતા નથી એવી દૂર દેશની પ્રજાને તમાંરી ઉપર ચઢાઈ કરીને ગરૂડની જેમ તરાપ માંરવા મોકલશે.
પુનર્નિયમ ૨૮:૪૯-૫૨
50 એ પ્રજાના માંણસો યુવાન કે વૃદ્વ પર જરાય દયા દાખવશે નહિ, કારણ કે તેઓ અતિ હિંસક અને ક્રોધી છે.
51 જ્યાં સુધી તમાંરો નાશ ન થઇ જાય ત્યાં સુધી તેઓ તમાંરા ઢોરઢાંખર અને પાક લઇ જશે. તમાંરું અનાજ, નવો દ્રાક્ષારસ, જૈતતેલ, વાછરડાં, ઘેટાં બચશે નહિ, પરિણામે તમે મોત ભેગા થઈ જશો.
52 “તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેમાંના બધાં નગરોને તેઓ ઘેરો ઘાલશે અને અંતે જે કોટો પર તમે સુરક્ષા માંટે આધાર રાખો છો, તે ઊંચા અને અભેધ કોટોને ભોંયભેંગા કરી નાખશે.
તે વિનાશથી વધુ વિનાશમાં જશે.
63 “જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.
પુનર્નિયમ ૨૮:૬૩-૬૫
64 યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધીના બધા રાષ્ટોમાં વેરવિખેર કરી નાખશે. અને ન કે તમે અથવા તમાંરા પિતૃઓ જેને જાણતા ન હતા તેવા, લાકડાં તથા પથ્થરમાંથી બનાવેલા દેવોનું પૂજન કરશો.
65 “ત્યાં તે રાષ્ટોમાં તમને નહિ મળે શાંતિ કે નહિ મળે આરામ કરવાની કોઇ જગ્યા. ત્યાં યહોવા તમને ચિંતા, નિરાશા અને વિષાદથી ભરી દેશે. તમે સતત ભયને કારણે અધ્ધર રહેશો.
આ આશીર્વાદ અને શાપ ઇશ્વર અને ઈસ્રાએલી લોકો વચ્ચે ઔપચારિક કરાર દ્વારા સ્થાપવામાં આવ્યા હતા:
12 તમે બધા તમાંરા દેવ યહોવા આજે તમાંરી સાથે જે કરાર કરે છે તે સ્વીકારવાને તથા એના ભંગ બદલ થતી શિક્ષા માંથે ચઢાવવાને તૈયાર થયા છો.
પુનર્નિયમ ૨૯:૧૩-૧૫
13 તમને અને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યા પ્રમાંણે એ કરારથી યહોવા તમને આજે પોતાની પ્રજા બનાવે છે અને પોતે તમાંરા દેવ થાય છે.
14 આ કરાર અને તેની શરતો દેવ માંત્ર તમાંરી સાથે,
15 આજે તેમની સમક્ષ ઉભેલા આપણે સૌની સાથે અને આપણા વંશજો જે આજે અહીં હાજર નથી તેમની સાથે પણ તેઓ આ કરાર કરે છે.
આ કરાર બાળકો અથવા ભાવિ પેઢી માટે બંધનકર્તા રહેશે. હકીકતમાં આ કરાર ભવિષ્યની પેઢીને ઉદ્દેશીને કરવામાં આવ્યો હતો એટલેકે- ઈસ્રાએલી લોકો અને અન્ય ધર્મ જાતિના લોકો, બંને માટે.
22 “ભવિષ્યમાં તમાંરા વંશજો, તેમજ દૂર દેશથી આવનાર વિદેશીઓ પણ યહોવાએ તમાંરા અને તમાંરા દેશને આપેલા રોગો અને આફતો જોશે.
પુનર્નિયમ ૨૯:૨૨-૨૪
23 સમગ્ર પ્રદેશમાં સર્વત્ર ગંધક અને મીઠાથી બધી ધરતી બળી ગઈ હશે, કશુંય વાવી શકાય કે ઊગાડી શકાય એવું રહ્યું નહિ હોય, યહોવાએ જયારે રોષે ભરાઈને સદોમ અને ગમોરાહને, આદમાંહને અને સબોઈમને ખેદાન-મેદાન કરી નાખ્યાં હતાં તેના જેવા હાલ તમાંરા થશે.
24 “આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’
તેનો જવાબ હશે:
25 તેઓને પ્રત્યુત્તર મળશે, ‘તેઓના પિતૃઓના દેવ યહોવા તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરારને એ લોકોએ ફગાવી દીધો,
પુનર્નિયમ૨૯:૨૫-૨૮
26 અને એ લોકોએ અગાઉ કદી પૂજ્યા ન્હોતા તથા યહોવાએ જેની પૂજા કરવાની મનાઈ કરી હતી એવા બીજા જ દેવોની તેમણે સેવાપૂજા કરવા માંડી.
27 તેથી યહોવાએ ભૂમિનાં લોકો પર રોષે ભરાયા અને આ ગ્રંથમાં લખેલા બધા શ્રાપો તેમના પર ઉતાર્યા,
28 અને તેમણે અતિ કોપાયમાંન થઈને તે લોકોને તેમની પોતાની ભૂમિમાંથી ઉખેડીને બીજા પ્રદેશમાં ફેકી દીધા, જયાં તેઓ આજે પણ વસે છે.’
શું આશીર્વાદ અને શાપ મળ્યો?
આશીર્વાદો આનંદકારક હતા, અને શ્રાપ પીડાકારક હતા, પરંતુ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન આપણે પૂછી શકીએ છીએ: ‘શું તે પ્રમાણે ખરેખર બન્યું?’ હિબ્રુ વેદના જુના કરારના મોટાભાગના લખાણમાં ઇઝરાઇલના ઇતિહાસને નોંધવામાં આવેલ છે; તેથી આપણે તેમના ભૂતકાળને જાણી શકીએ છીએ. તેમજ આપણી પાસે જુના કરાર સિવાય પણ અન્ય બહારના ગ્રંથોમાં અને ઘણા પુરાતત્ત્વીય સ્મારકોમાં પણ તેની નોંધ જોવા મળે છે. તે બધા ઇઝરાઇલના અથવા યહૂદી ઇતિહાસનો સતત ઉલ્લેખ કરે છે. આ એક ઐતિહાસિક સમયરેખા પ્રમાણે તેની નાંધ અહીં કરવામાં આવી છે. તમે તેને વાંચો અને જાતે મૂલ્યાંકન કરો કે મૂસાએ જાહેર કરેલ શાપ તે ખરેખર વાસ્તવિક બન્યા છે કે કેમ. આ બાબત સમજાવે છે કે શા માટે યહુદી જૂથો ૨૭૦૦ વર્ષ પહેલાં ભારતમાં સ્થળાંતર થયા (દા.ત. મિઝોરમના બીઇ મેનાશે). જેમ મુસાએ ચેતવણી આપી હતી તે જ રીતે – તેઓ આશ્શૂર અને બેબીલોનીયન પ્રજાઓની તેમના દેશ સામેની જીતને કારણે સામૂહિક રીતે પોતનો દેશ છોડીને તેઓ ભારત દેશ સુધી વિખરાય ગયા હતા.
મુસાના આશીર્વાદ અને શાપનો નિષ્કર્ષ
મૂસાના અંતિમ શબ્દો શાપ સાથે સમાપ્ત થયા નથી. મૂસાએ કેવી રીતે તેની અંતિમ ઘોષણા કરી તે અહીં છે.
તમાંરી પસંદગી માંટે દર્શાવેલા આ બધાં આશીર્વાદો તેમજ શ્રાપો તમે અનુભવો પછી, યહોવા તમાંરા દેવ તમને બીજા દેશોમાં દેશવટે જવા દબાણ કરશે. ત્યાં તમે આ બધી બાબતો વિષે વિચારશો અને પસ્તાશો.
પુનર્નિયમ ૩૦:૧-૫
2 અને તમે તથા તમાંરા બાળકો ફરીવાર આધિન બનશો અને આજે હું જે આજ્ઞા તમને કરું છું તેનું પાલન પૂર્ણ હદયપૂર્વક કરશો.
3 તમાંરા દેવ યહોવા તમાંરા પર દયાદૃષ્ટિ કરીને તમાંરું ભાગ્ય ફેરવી નાખશે, અને તમને જે બધા દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હશે ત્યાંથી ફરી પાછા ભેગા કરશે.
4 તમે ધરતીના છેડા સુધી વેરવિખેર થઈને ગમે ત્યાં વસ્યા છો ત્યાંથી તમને તે શોધી કાઢશે અને તમને તમાંરા દેશમાં પાછા લાવશે.
5 “તમાંરા દેવ યહોવા તમને જે દેશ એક વખત તમાંરા પિતૃઓના કબજામાં હતો, ત્યાં ફરીથી લાવશે, અને તમે તેનો કબજો પાછો મેળવશો, પછી યહોવા તમાંરા પિતૃઓ કરતાં પણ તમાંરી આબાદી અને વસ્તીમાં વૃદ્વિ કરશે.
આજે આપણામાં ઘણા જેઓ જીવે છે તેઓના જીવનકાળ દરમ્યાન બનેલ હકીકત કે જેના તેઓ સાક્ષી છે તે બાબત બની એટલે કે ૧૯૪૮ માં – સંયુક્ત રાષ્ટ્રના ઠરાવથી આધુનિક ઇઝરાઇલનું રાષ્ટ્રનો જન્મ થયો. હજારો વર્ષોથી જગતના વિવિધ દેશોમાં ભટકતા રહ્યા બાદ, મૂસાના ભવિષ્યવચન પ્રમાણે, યહૂદીઓએ વિશ્વના દેશોમાંથી ઇઝરાઇલ પાછા સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. ભારતમાંથી પણ આ સમયોમાં આંધ્રપ્રદેશમાંથી, કોચિનમાંથી અને મિઝોરમમાંથી યહૂદીઓ તેમના પૂર્વજોની જન્મભૂમિ તરફ઼ પરત જવા પ્રયાણ કરી રહ્યા છે અને તેથી એક હજાર વર્ષથી ભારતમાં રહેતા યહૂદી લોકોની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે. અને હવે ભારતમાં ફક્ત 5000 જેટલા યહૂદીઓ જ રહ્યા છે. ચોક્કસપણે જેમ અનાજ્ઞાકિંતતાને કારણે શ્રાપે ઇઝરાઇલના ઇતિહાસને આકાર આપ્યો તેમ મૂસાના આશીર્વાદોને કારણે ઇઝરાઇલ દેશ ફ઼રીથી પુનઃસ્થાપિત થયો છે તે આપણી નજર સમક્ષ પૂર્ણ થતું જોઇ રહ્યા છીએ.
આ શિક્ષણ આપણી વિચારશરણી પર અનેક અસરો ઉપજાવી શકે છે. પ્રથમ તો, આશીર્વાદો અને શાપ આપવાનો અધિકાર અને સામર્થ્ય કેવળ ઇશ્વર પાસે હતો. મૂસા ફક્ત એક પ્રબુદ્ધ સંદેશવાહક હતા. હકીકત એ છે કે આ શ્રાપ અને આશીર્વાદોની અસરો હજારો વર્ષો સુધી, વિશ્વના દેશોને અને અબજો લોકોને અસર કરે છે. (ઇઝરાઇલમાં યહૂદીઓનું પાછા વળવું મોટી ઉથલપાથલ સર્જી રહ્યું છે – નિયમિતપણે ત્યાં બનતી ઘટનાઓના સમાચાર વૈશ્વિક મુખ્ય સમાચારોનું કારણ બને છે) – આ બાબતો બતાવે છે કે ઇશ્વરની પાસે સામર્થ્ય અને અધિકાર છે અને બાઇબલ (વેદ પુસ્તક) તે વાતની સાક્ષી પુરે છે. તે જ હીબ્રુ વેદમાં તેમણે વચન પણ આપ્યું હતું કે ‘પૃથ્વી પરના સર્વ લોકો આશિર્વાદ પામશે. ‘પૃથ્વી પરના બધા લોકો’ માં તમે અને હું પણ સામેલ છીએ. ફરીથી ઇબ્રાહીમના પુત્રના બલિદાન આપવાને પસંગે, ઇશ્વરે એ વાતનું પુનરાવર્તન કર્યું કે ‘ તારા દ્વારા પૃથ્વીની સર્વ પ્રજાઓને આશીર્વાદ મળશે’. આ બલિદાનનું સ્થળ અને વિગતો આપણને આ આશીર્વાદ કેવી રીતે મેળવવો તે જાણવા મદદ કરે છે. મિઝોરમ, આંધ્રપ્રદેશ અને કેરળથી પાછા ફરતા યહુદીઓ પર હવે જે આશીર્વાદ કરવામાં આવી રહ્યા છે તે એક સંકેત છે કે ઈશ્વર ઇચ્છે છે અને તેમણે જે વચન આપ્યું છે તે પ્રમાણે ભારતના બધા રાજ્યોમાં અને વિશ્વના અન્ય દેશોમાં સમાનરૂપે લોકો આશીર્વાદ મેળવી શકે છે. યહૂદીઓની જેમ, આપણને પણ શાપની મધ્યે આશીર્વાદ આપવામાં આવે છે. શા માટે આપણે આશીર્વાદની ભેટ મેળવવી ન જોઈએ?