આ વાત સર્વસ્વીકૃત છે કે આપણે કળિયુગ એટલે કે કાલીના યુગમાં જીવી રહ્યાં છીએ. આ ચારમાંનો છેલ્લો યુગ છે જે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ પછી આવે છે. આ ચારેય યુગોમાં જે સર્વસામાન્ય કહી શકાય એવી બાબત હોય તો નૈતિક અને સામાજિક પતન જે સતયુગથી માંડીને કળિયુગ સુધી નિરંતર વધતું જ રહ્યું છે.
માર્કંડેય મહાભારતમાં કળિયુગનમાં માનવીનો વ્યવહાર કેવો હશે તેનું વિવરણ આ રીતે કરે છે:
રોષ, ક્રોધ અને અજ્ઞાનતા વધતા જશે
ધર્મ, સત્યનીષ્ટતા, શુધ્ધતા, સહનશીલતા, દયા, શારીરિક બળ અને યાદશક્તિ ઘટતા જશે.
લોકો વિના કારણ હત્યાના વિચારો કરશે અને તેમને તેમાં કશું અનુચિત લાગશે નહિ.
કામવાસના સમાજમાં સર્વસ્વીકૃત બનશે અને સંભોગ એ જીવનની મુખ્ય જરૂરીયાત ગણાશે.
પાપનો અત્યંત વધારો થશે જયારે સદગુણ કરમાવા તથા મુરઝાવા લાગશે.
નશાકારક પેય અને દ્રવ્યોના લોકો બંધાણી બની જશે.
ગુરુનું સન્માન જળવાશે નહિ અને તેમના છાત્રો જ ગુરુની હાનિ કરશે. ગુરુના શિક્ષણની હાંસી ઉડાવાશે, અને કામના અનુયાયીઓ સર્વ મનુષ્યોના મન પર કબજો જમાવશે.
સર્વ મનુષ્ય પોતાને ઈશ્વર અથવા ઈશ્વરે આપેલ વરદાન તરીકે જાહેર કરશે, તેઓ સાચું શિક્ષણ આપવાને બદલે તેનો વ્યાપાર કરશે.
લોકો લગ્ન કરશે નહિ પરંતુ શારીરિક વિષયભોગને અર્થે એકબીજા સાથે એમ જ રહેશે.
મૂસા અને દસ આજ્ઞાઓ
યહૂદી શાસ્ત્રો પણ આપણા વર્તમાન યુગને ઘણુંખરું આ જ રીતે દર્શાવે છે. જયારે યહૂદીઓનો પાસ્ખાપર્વને ટાણે મિસરમાંથી છુટકારો થયો કે તરત જ પાપને કારણે ઈશ્વરે મૂસાને દસ આજ્ઞા ઠરાવી આપી. મુસાએ માત્ર યહુદીઓને મિસરમાંથી છુટકારો મળે એ પૂરતી જ નહિ પરંતુ તેમને જીવન જીવવાના એક નવા અભિગમમાં પણ આગેવાની આપવાની હતી. પાસ્ખાપર્વનો એ દિવસ કે જયારે મિસરમાંથી તેમનો છુટકારો થયો, તેના પચાસ દિવસ પછી સિનાય પર્વત (જે હોરેબ પર્વત પણ કહેવાય છે) કે જ્યાં ઈશ્વર તરફથી તેમને નિયમ મળ્યો. આ નિયમ કળિયુગમાં પ્રાપ્ત થયો જે કળિયુગની સમસ્યાઓને ઉજાગર કરે છે.
મૂસાને કઈ આજ્ઞાઓ મળી? જો કે સંપૂર્ણ નિયમ તો ખુબ વિસ્તૃત છે પરંતુ મૂસાને સૌપ્રથમ તો વિશિષ્ટ નૈતિક નિયમોની યાદી જે પત્થરની શિલા/પાટી પર ઈશ્વર દ્વારા લખવામાં આવી હતી તે પ્રાપ્ત થઈ, જેને દસ આજ્ઞાઓ (અથવા ડેકાલોગ) કહેવાય છે. આ દસ આજ્ઞાઓ વિસ્તૃત નિયમનો સારાંશ હતી – વિસ્તૃત છણાવટ પહેલાં પાળવા માટેનો નૈતિક ધર્મ – જે કળિયુગના અધર્મથી આપણને પશ્ચાતાપ તરફ પ્રેરવા સારું ઈશ્વરનું સામર્થ્ય દર્શાવે છે.
દસ આજ્ઞાઓ
દસ આજ્ઞાઓની સંપૂર્ણ યાદી અહીં આપેલી છે, જે ઈશ્વર દ્વારા પત્થર પર લખવામાં આવી વળી મૂસા દ્વારા યહૂદી શાસ્ત્રોમાં નોંધવામાં આવી
છી દેવે એ સર્વ વચનો ઉચ્ચારતા કહ્યું કે,
નિર્ગમન ૨૦:૧-૧૮
2 “હું તમાંરો દેવ યહોવા છું, જે તમને મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ હતાં ત્યાંથી બહાર લઈ આવ્યો હતો. તેથી તમાંરે આ આદેશો માંનવા પડશે:
3 “માંરા સિવાય તમાંરે બીજા કોઈ દેવોની પૂજા કરવી નહિ.
4 “તમાંરે આકાશમાંથી કે પૃથ્વી ઉપરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમાં બનાવવી નહિ.
5 તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.
6 પરંતુ માંરા પર પ્રીતિ રાખનાર અને માંરી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવનાર છું.
7 “તમાંરે માંરું એટલે તમાંરા દેવ યહોવાના નામનો દુરુપયોગ ન કરવો, કારણ કે તે માંણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ માંરા નામનો દુરુપયોગ કરે છે તેને સજા કર્યા વિના હું રહેતો નથી.
8 “વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો.
9 છ દિવસ તમાંરે તમાંરાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમાંરા દેવ યહોવાનો છે.
10 તેથી તે દિવસે તમાંરે કે તમાંરા પુત્રોએ કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ-દાસીઓએ કે તમાંરાં ઢોરઢાંખરો કે તમાંરા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,
11 છ દિવસમાં યહોવાએ આકાશ તથાપૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમાંમ વસ્તુઓ બનાવી હતી અને સાતમે દિવસે વિશ્રામ કર્યો હતો, તેથી યહોવાએ વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.
12 “તમાંરા માંતાપિતાનું સન્માંન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.
13 “તમાંરે ખૂન કરવું નહિ.
14 “તમાંરે વ્યભિચાર કરવો નહિ.
15 “તમાંરે ચોરી કરવી નહિ.
16 “તમાંરે પડોશી કે માંનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પુરવી નહિ.
17 “તમાંરા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમાંરા પડોશીની પત્ની, કે તેના દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તમાંરા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા રાખવી નહિ.”
દસ આજ્ઞાનું માપદંડ/ધોરણ
આજે આપણે એ ભૂલી રહ્યાં છીએ કે આ આજ્ઞાઓ છે. આ કોઈ પ્રસ્તાવ નથી. તેમજ તેઓ સુચનો કે ભલામણ પણ નથી. તો કેટલી હદ સુધી આ આજ્ઞાઓને પાળવા માટે આપણે બંધાયેલા છીએ? આ દસ આજ્ઞાઓ આપતા પહેલા જે કહેવામાં આવ્યું તે નીચે પ્રમાણે છે.
3 ત્યાર બાદ મૂસા પર્વત ચઢીને દેવ સમક્ષ ઊભો રહ્યો; અને દેવે તેની સાથે પર્વત પરથી વાતો કરીને કહ્યુ, “ઇસ્રાએલના લોકોને અને યાકૂબના ઘરને આ કહેજે:
નિર્ગમન ૧૯:૩,૫
4 ‘તમે તમાંરી નજરે જોયું કે મે મિસરવાસીઓને શું કર્યુ અને તમને મિસરમાંથી ગરૂડની જેમ ઉપાડીને માંરી પાસે કેવી રીતે લાવ્યો હતો.
5 તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું.
આજ્ઞાઓ આપ્યા પછી આ કહેવામાં આવ્યું
7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાએ જે જે કહ્યું છે તે બધું અમે માંથે ચઢાવીશું અને તે પ્રમાંણે કરીશું.”
નિર્ગમન ૨૪:૭
સ્કૂલની પરીક્ષામાં ક્યારેક શિક્ષક બહુવિધ પ્રશ્નોમાં પસંદગી આપે છે, દાખલા તરીકે શિક્ષક વીસ (૨૦) જેટલા પ્રશ્નો પૂછે જેમાંથી વિધાર્થીઓએ ફક્ત પંદર (૧૫) પ્રશ્નો પસંદ કરી તેનો ઉત્તર લખી શકે. આમ જે તે વિધાર્થી તેમને સહેલા લગતા પંદર (૧૫) પ્રશ્નો પસંદ કરી શકે. આ પ્રમાણે શિક્ષક પરીક્ષાને થોડી સહેલી બનાવી શકે.
દસ આજ્ઞાઓ સબંધી પણ ઘણાંખરા આ જ પ્રમાણે વિચારે છે. તેઓ એમ માને છે કે ઈશ્વરે દસ આજ્ઞાઓ આપી પણ છેવટે “આ દસ (૧૦)માંથી કોઈ પણ છ (૬)નો પ્રયત્ન કરો” તો ચાલશે. આવું વિચારવા પાછળનું એક કારણ એ પણ છે કે ઈશ્વર આપણા ‘સારા કર્મો’ ની સામે આપણા ‘ખરાબ કર્મો’ને તોલે છે એવું આપણે માનીએ છીએ. જો આપણા સત્કર્મો આપણા દુષ્કર્મોની બરાબર અથવા વધુ હોય તો ઈશ્વરને માટે તે આપણે સારું પુરતું છે.
જો કે, દસ આજ્ઞાનું પ્રમાણિક વાંચન દર્શાવે છે કે તેને આપવાનું કારણ આવું કંઈ નહોતું. સઘળાંએ આમાંના બધા જ નિયમ પાળવા જ પડે – સર્વ સમયે. આ પાળવાની સદર મુશ્કેલીઓને લીધે ઘણાં લોકોએ દસ આજ્ઞાને રદબાતલ જ કરી દીધી. કળિયુગની પરિસ્થિતિએ આ લોકોને કળિયુગના રંગે જ રંગી દીધા.
દસ આજ્ઞાઓ અને કોરોનાવાઇરસ ટેસ્ટ
આ કળિયુગમાં દસ આજ્ઞાના કડક ધારાધોરણનો હેતુ આખા વિશ્વમાં સાંપ્રત સમયમાં એટલે કે સન ૨૦૨૦માં ફેલાઈ રહેલી કોરોનાવાયરસ મહામારીની સાથે સરખાવીએ તો કદાચને સારી રીતે સમજી શકીએ. કોવિડ-૧૯ રોગના લક્ષણોમાં તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ આ બધું એ સુક્ષ્મ વાઇરસને કારણે થાય છે જેને આપણે જોઈ પણ નથી શકતા.
માનો કે કોઈને તાવ આવે છે અને ખાંસી પણ છે. આ વ્યક્તિ વિચારે કે એને શું થયું છે. શું તેમને સાદો તાવ જ છે કે પછી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હશે? જો એમ હોય તો તે ખુબ ગંભીર બાબત કહેવાય – જીવલેણ પરિસ્થિતિ. કોરોના વાયરસ ખુબ જ ઝડપથી ફેલાય છે અને તે કોઈપણને લાગી શકે છે. બીમારીનું કારણ જાણવા એક વિશિષ્ટ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે જે વડે શરીરમાં કોરોનાવાઇરસ હાજર હોય તો જાણી શકાય. કોરોનાવાયરસનો ટેસ્ટ તેમને એ બિમારીથી સાજાપણું નહિ પણ એ વાતની ખાતરી આપે છે કે તેમને કોરોનાવાયરસ એટલે કે કોવિડ-૧૯નો ચેપ લાગ્યો છે કે પછી સાદી શરદી અને તાવ જ છે.
દસ આજ્ઞાઓ સબંધી પણ આવું જ છે. કળિયુગમાં માનવીનું નૈતિક અધઃપતન પ્રવર્તમાન ૨૦૨૦માં ફેલાતા કોરોનાવાયરસ જેવું જ વ્યાપક છે. અને આ સર્વસામાન્ય અધઃપતનના સમયમાં આપણે જાણવું જોઈએ કે શું આપણે ન્યાયી છીએ કે પાપથી કલુષિત થયા છીએ. દસ આજ્ઞાઓ આપણને એ સારું આપવામાં આવી કે જેથી આપણે પાપ અને કર્મથી મુક્ત છીએ કે પછી તેના બંધનમાં છીએ એ વિશે જાત-તપાસ કરી શકીએ. દસ આજ્ઞાઓ કોરોનાવાઇરસના ટેસ્ટ જેવું જ કાર્ય કરે છે – જેથી તમે જાણી શકો કે તમે રોગ (પાપ) થી ગ્રસિત છો કે તેનાથી મુક્ત.
પાપનો ખરો અર્થ ‘ચૂકી જવું’ એમ જ થાય છે, ઈશ્વરે આપણે સારુ જે જીવનધોરણની આશા સેવી કે આપણે અન્યો સાથે, આપણી પોતાની સાથે અને ઈશ્વર સાથે કેવો વ્યવહાર રાખીએ. પરંતુ આ સમસ્યાને સમજવા કે સ્વીકાર કરવાને બદલે કાં તો આપણે અન્યો સાથે આપણી સરખામણી કરીએ છીએ (ખોટા માપદંડોથી આપણી સરખામણી) અથવા ધર્મ વડે પુણ્ય કમાવા પ્રયત્ન કરીએ છીએ અથવા તો હાર માની લઈને ભોગવિલાસમાં જીવીએ છીએ. એ માટે ઈશ્વરે દસ આજ્ઞાઓ આપી કે જેથી:
20 શા માટે? કારણ કે નિયમશાસ્ત્ર જે ઈચ્છે છે તેના પાલન વડે કોઈ પણ વ્યક્તિ દેવ આગળ ન્યાયી ઠરી શકે નહિ કારણ નિયમશાસ્ત્ર આપણને માત્ર આપણા પાપોથી સભાન કરે છે.
રોમનોને પત્ર ૩:૨૦
દસ આજ્ઞાઓના માપદંડ વડે જો આપણે આપણા જીવનોને તપાસીએ તો એ તો કોરોનાવાઇરસના ટેસ્ટ જેવું છે કે જે આપણને આંતરિક સમસ્યાથી વાકેફ કરશે. દસ આજ્ઞાઓ આપણી સમસ્યાઓનું સમાધાન નથી પરંતુ તેનું સચોટ નિદાન છે કે જેથી ઈશ્વરે તેનું જે નિવારણ પૂરું પાડ્યું તેનો સ્વીકાર કરી શકીએ. પોતાની જાતને છેતરવાનું બંધ કરી ઈશ્વરના નિયમ વડે આપણી તપાસ કરીએ.
પશ્ચાતાપમાં ઈશ્વરની ભેટ
ઈશ્વરે જે નિવારણ પૂરું પાડ્યું એ તો પાપોની માફીની ભેટ છે જે ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાન દ્વારા મળે છે – ઈસુ સત્સંગ . આ ભેટ આપણને વિનામૂલ્ય જ પ્રાપ્ત થાય છે જો આપણે ઈસુના કામ પર વિશ્વાસ કરીએ તો.
16 આપણે જાણીએ છીએ કે નિયમને અનુસરવાથી વ્યક્તિ દેવને યોગ્ય નથી બનતી. ના! ઈસુ ખ્રિસ્તમાં રહેલ વ્યક્તિનો વિશ્વાસ વ્યક્તિને દેવ સાથે ન્યાયી બનાવે છે. તેથી આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ મૂક્યો, કારણ કે આપણે દેવ માટે ન્યાયી બનવા માંગતા હતા. અને આપણે દેવને યોગ્ય છીએ કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મુક્યો અને નહિ કે આપણે નિયમને અનુસર્યા. આ સત્ય છે કારણ કે નિયમને અનુસરવાથી કોઈ વ્યક્તિ દેવ ને યોગ્ય ન બની શકે.
ગલાતીઓને પત્ર ૨:૧૬
શ્રી. અબ્રાહમ દેવની આગળ ન્યાયી ઠર્યા તેમ જ આપણને પણ ન્યાયીપણું પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ તેને માટે પશ્ચાતાપ અનિવાર્ય છે. પશ્ચાતાપ સમજવામાં મોટેભાગે ગેરસમજ થાય છે, તેનો સીધો સાદો મતલબ તો ‘આપણા મનનું બદલાણ’ જે પાપથી વિમુખ થઈ અને ઈશ્વર તરફ વળવા દ્વારા શક્ય બને છે. જેમ વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) જણાવે છે:
19 તેથી તમારે પસ્તાવો કરવો જોઈએ. દેવ પાસે પાછા ફરો અને તે તમારા પાપો માફ કરશે.
રોમનોને પત્ર ૩:૧૯
તમારા અને મારે સારુ એ વચન અને ખાતરી છે કે જો આપણે પશ્ચાતાપ કરીએ, ઈશ્વર તરફ ફરીએ તો આપણા પાપોને આપણી વિરુદ્ધ ગણવામાં આવશે નહિ અને આપણને જીવન પ્રાપ્ત થશે. ઈશ્વરે, પોતાની મહાન કૃપામાં આપણને કળિયુગના પાપ સબંધી ટેસ્ટ અને તેની દવા (નિવારણ) બંને પુરા પાડ્યા છે.