કૈલાશ પર્વત ભારતની સીમાથી થોડો આગળ તિબેટ જે ચીન નો વિસ્તાર છે તેમાં આવેલો છે. હિંદુઓ, બૌદ્ધો, અને જૈનો કૈલાશ પર્વતને પવિત્ર માને છે. હિંદુઓ તેને ભગવાન શિવનું રહેઠાણ માને છે જ્યાં તેમના સંગીની, પાર્વતી દેવી (જે ઉમા, ગૌરી વગેરે નામોથી પણ ઓળખાય છે) અને તેમના સંતાન ભગવાન ગણેશ (ગણપતિ અથવા વિનાયક) સાથે વસે છે. હજારો હિંદુ અને જૈન શ્રદ્ધાળુઓ પગપાળા કૈલાશ પર્વતની પરિક્રમા કરે છે કે જેથી તેમને તેનો આશીર્વાદ મળે.
માતા પાર્વતી સ્નાન કરતા હોવાથી જયારે ગણેશે ભગવાન શિવને તેમને મળવા જતા અટકાવ્યા ત્યારે શિવે ગણેશનું માથું વાઢીને વધ કર્યો હતો તે ઘટના પણ કૈલાશ પર્વત પર જ ઘટી હતી. આનાં ઘટનાક્રમમાં પ્રસિદ્ધ વાર્તા છે જેમાં એક હાથીનું માથું ગણેશના ઘડ પર લગાવવાથી ભગવાન શિવને ગણેશ પાછા મળે છે. પોતાનું મસ્તક સ્વેછાથી બલિદાન આપી હાથી મરણ પામે છે જેથી ભગવાન શિવને પોતાનો મરણ પામેલ પુત્ર પાછો મળે. આ બલિદાન કૈલાશ પર્વત પર આપવામાં આવ્યું જે થકી પર્વત પવિત્ર બની ગયો જે આજે પણ મનાય છે. વળી કેટલાંક તો કૈલાશને જ મેરુ પર્વતનું પ્રત્યક્ષ રૂપ ગણે છે – બ્રમ્હાંડનું આધ્યાત્મિક અને અલૌકિક કેન્દ્ર. ઘણાં બધાં મંદિરો આ સકેન્દ્રી કુંડાળા (કાળચક્ર)ની સંજ્ઞા (ચિહ્ન) સાથે બાંધવામાં આવ્યા છે જે કૈલાશ દ્વારા મેરુ પર્વતની આધ્યાત્મિકતા પ્રકટ કરે છે.
પર્વત પર બલિદાન દ્વારા ઈશ્વરનું પ્રકટીકરણ કે જે થકી મૃત પુત્ર સજીવન થયો તેવો જ અનુભવ ઋષિ અબ્રાહમને એક બીજા પર્વત પર થયો – મોરિયા પહાડ પર – તેમના પુત્ર સાથે. આ બલિદાન ઈસુ સત્સંગના સ્વરૂપે આવનારા તેમના માનવ અવતારનું ગહન અલૌકિક ચિહ્ન અથવા સંકેત હતો. યહૂદીશાસ્ત્ર ઈ. પૂ. ૪૦૦૦ વર્ષ પહેલા શ્રી અબ્રાહમના જીવનની આ ઘટનાને આપણે સારું નોંધે છે જેથી તેનું મહત્વ આપણે સમજવું જોઈએ. આ ઘટનાનું વર્ણન કરતા યહૂદીશાસ્ત્ર જણાવે છે કે આ ચિહ્ન અથવા સંકેતની સમજણ ‘સર્વ દેશો’ને સારું આશીર્વાદનું કારણ બનશે – ફક્ત યહૂદી લોકને સારું જ નહિ. આથી આ વાતને જાણવી અને સમજવી ખુબ મહત્વપૂર્ણ અને યથાર્થ છે.
શ્રી અબ્રાહમના બલિદાનનું પ્રતિક (ચિહ્ન), પર્વત
આપણે જોઈ ગયા કે કેવી રીતે અબ્રાહમને બહુ સમય પહેલાં એક દેશનું વચન (બાંહેધરી) આપવામાં આવ્યું. આજની આરબ અને યહુદી પ્રજા અબ્રાહમના જ વંશજો છે, તેથી આપણે જાણીએ છીએ કે તેને જે વચન આપવામાં આવ્યું હતું તે પરિપૂર્ણ થયુ આમ ઈતિહાસમાં તેમનું પાત્ર કેટલુ અગત્યનું હતું. અબ્રાહમે આ વચન પર વિશ્વાસ કર્યો તેથી તેમને ન્યાયી ઠરાવવામાં આવ્યા – તેમને મોક્ષ મળ્યો, તેમના આકરા સુકૃત્યો વડે નહિ પરંતુ એક વિનામુલ્ય ભેટ સ્વરૂપે મળ્યું.
લાંબી વાટ જોયા પછી અબ્રાહમને સંતાનપ્રાપ્તિ થઈ – જેનું નામ ઇસહાક (આજે યહુદીઓ તેમનો વંશવેલો આ વ્યક્તિથી ગણાવે છે) આપવામાં આવ્યું. ઇસહાક જુવાન થયો. પણ ઈશ્વરે અબ્રાહમની અજબ પરીક્ષા કરી. આ આખી વાત તમે અહીં વાંચી શકો, આપણે તેના મુખ્ય મુદ્દા પર જ નજર કરીશું જેથી આ ગુઢ પરીક્ષાનો અર્થ સમજી શકાય – ન્યાયીપણાં માટે શું કિંમત ચૂકવવી પડે તે સમજવા માટે આ મદદરૂપ છે.
અબ્રાહમની પરીક્ષા
આ પરીક્ષા એક વસમી આજ્ઞા સાથે શરુ થઈ:
2 દેવે કહ્યું, “તારા પુત્રને, તારા એકનાએક પુત્રને, જે તને વહાલો છે તે ઇસહાકને લઈને તું મોરિયા પ્રદેશમાં જા. અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તું તેનું દહનાર્પણ કર.”
ઉત્પત્તિ ૨૨:૨
આ આજ્ઞાનું પાલન કરતા અબ્રાહમ ‘વહેલી પરોઢે ઉઠી ગયો’ અને ‘ત્રણ દિવસની મજલ કાપી’ તેઓ પહાડ પર પહોંચે છે. પછી
9 જયારે તેઓ દેવે કહેલી જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે એક વેદી તૈયાર કરી, તેના પર લાકડાં ગોઠવ્યાં અને પોતાના પુત્ર ઇસહાકને બાંધીને વેદી પરનાં લાકડાં ઉપર ચઢાવી દીધો.
ઉત્પત્તિ ૨૨:૯-૧૦
10 પછી ઇબ્રાહિમે પોતાનો છરો કાઢયો અને પુત્રનો વધ કરવાની તૈયારી કરી.
આજ્ઞા પાલન માટે અબ્રાહમે હાથ ઉગામ્યો. પરંતુ ત્યારે કશુક અજાયબ બન્યું:
11 ત્યારે યહોવાના દૂતે ઇબ્રાહિમને રોકયો. દેવદૂતે આકાશમાંથી બોલાવ્યો. “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!”ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “જી!”
ઉત્પત્તિ ૨૨:૧૧-૧૩
12 દેવદૂતે કહ્યું, “તારા પુત્રને માંરીશ નહિ, તેને કોઇ સજા કરીશ નહિ, મંે જોયું કે, તું દેવનો આદર કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. મેં જોઇ લીધું છે કે, તું તારા એકના એક પુત્રને માંરા માંટે બલિ ચઢાવતાં ખચકાયો નથી.”
13 ઇબ્રાહિમે ઊંચી નજર કરીને જોયું તો તેની પાછળ ઝાડીમાં એક ઘેટો શિંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. ઇબ્રાહિમે તેને પકડયો અને પોતાના પુત્રને બદલે દહનાર્પણ તરીકે ચઢાવ્યો. અને ઇબ્રાહિમનો પુત્ર બચી ગયો.
છેલ્લી ઘડીએ ઇસહાકનો બચાવ થયો અને અબ્રાહમને ઝાડીમાં એક ઘેટો દેખાયો અને ઇસહાકને બદલે તેનું બલીદાન આપ્યું. ઈશ્વરે એક ઘેટો પૂરો પડ્યો જેણે બલિદાન માટે ઇસહાકનું સ્થાન લીધું.
બલીદાન: ભવિષ્ય તરફ મીંટ
અબ્રાહમ, ત્યારબાદ એ જગાને નામ આપે છે: શું નામ આપે છે તે પર ધ્યાન આપો.
અને અબ્રાહમે તે જગાનું નામ ‘યાહવે યિરેહ’ એટલે કે ‘યહોવા પૂરું પાડશે’ પાડ્યું. આજદિન સુધી એમ કહેવામાં આવે છે કે, “યહોવાના પર્વત પર પૂરું પાડવામાં આવશે.”
ઉત્પત્તિ ૨૨:૧૪
અબ્રાહમે તે સ્થળનું નામ ‘યહોવા પૂરું પાડશે’ રાખ્યું. એક પ્રશ્ન થાય. આ નામ જે છે તે ભૂતકાળમાં છે, કે વર્તમાનકાળમાં છે કે ભવિષ્યકાળમાં છે? બહુ સ્પષ્ટ રીતે તે ભવિષ્યકાળ છે. અન્ય કોઈ શંકા હોય તેને પણ દૂર કરતા આગળના વાક્યમાં પુનરાવર્તન કરતા લખ્યું કે “…તે પૂરું પાડવામાં આવશે”. આ પણ ફરીથી ભવિષ્યકાળમાં છે – જેનો મતલબ ભવિષ્ય તરફ મીંટ માંડવામાં આવી છે. આ જગાનું નામ ઇસહાકને બદલે મેંઢા (નર ધેટા)નું બલિદાન આપવામાં આવ્યું ત્યારબાદ આપવામાં આવ્યું. ઘણાં એવું માને છે કે, અબ્રાહમે જયારે આ જગાનું નામ આપ્યું ત્યારે ઝાડીમાં ફસાયેલા ઘેટાનું તેના દીકરાને બદલે બલિદાન આપે છે તેના સંદર્ભમાં આમ કહે છે. પણ તે બલિદાન તો આ ક્ષણે આપી દેવામાં આવ્યું હતું. જો અબ્રાહમ ઘેટા સબંધી વિચારતો હોત – જે મારી નંખાયો, બલિદાન આપી દેવાયો અને જેનું હવન પણ કરી દીધું – તો તેણે તે જગાનું નામ ‘યહોવાએ પૂરું પાડ્યું’ એમ ભૂતકાળમાં રાખત. અને પછી આગળ એવું લખવામાં આવ્યું હોત કે “યહોવાના પર્વત પર પૂરું પાડવામાં આવ્યું.” પરંતુ અબ્રાહમ એકદમ સ્પષ્ટ રીતે આ ભવિષ્યવચનમાં કહે છે એટલે તે બળીને ભસ્મ થઈ ગયેલા ઘેટા સબંધી વિચારતો નથી તે ચોક્કસ. તેને કશુંક અજાયબ થવાનું હતું તેનું જ્ઞાન લાધ્યું. આવનાર સમયમાં જે બનવાનું હતું તેની તેને અંતઃસ્ફૂરણા થઈ. પણ તે શું હતું?
બલિદાન ક્યાં આપવામાં આવ્યું
ધ્યાનમાં રાખજો કે અબ્રાહમને બલિદાન આપવા સારું જે પર્વત પર જવા માટે કહેવામાં આવ્યું હતું તે તો:
પછી ઈશ્વરે કહ્યું, “હવે તારો દીકરો, તારો એકના એક દીકરો, ઇસહાક, જેના પર તું પ્રેમ રાખે છે તેને લઈ મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનીયાર્પણ કર.”
કલમ ૨
આ ‘મોરિયા’ પહાડ પર બન્યું. તે ક્યાં છે? જો કે તે અબ્રાહમના સમય (ઈ.પૂ. ૨૦૦૦)માં વેરાન પ્રદેશ હતો, એક હજાર વર્ષ પછી (ઈ.પૂ. ૧૦૦૦)માં દાઉદ રાજાએ ત્યાં યરુશાલેમ નામે નગર વસાવ્યું, અને તેના દીકરા સુલેમાને પહેલું મંદિર ત્યાં જ બાંધ્યું. જુના કરારના ઐતિહાસિક પુસ્તકોમાં આપણે વાંચી શકીએ છીએ કે:
ત્યારબાદ સુલેમાને યરૂશાલેમમાં મોરિયાહ પર્વત પર યહોવાના મંદિરનું નિર્માણ કરવાનું શરૂ કર્યું, જ્યાં યહોવા તેના પિતા દાઉદને દેખાયા હતા
૨ કાળવૃતાંત 3:૧
બીજા શબ્દોમાં ‘મોરિયા પહાડ’ જો કે અબ્રાહમના સમય (ઈ.પૂ. ૨૦૦૦)માં વેરાન પહાડ હતો પણ ૧૦૦૦ વર્ષ પછી દાઉદ અને સુલેમાન થકી તે ઈઝરાયેલનું મુખ્ય નગર બની ગયું જ્યાં તેમણે સર્જનહાર ઈશ્વર માટે પ્રથમ મંદિર બાંધ્યું. આજ દિવસ સુધી તે યહૂદી લોક માટે એક અતિ પવિત્ર સ્થળ અને ઈઝરાયેલનું પાટનગર પણ છે.
ઈસુ – ઈસુ સત્સંગ – અને અબ્રાહમનું બલિદાન
ઈસુ વિશે નવા કરારમાં વાપરેલા વિવિધ નામો (શીર્ષકો)નો વિચાર કરીએ. ઈસુ સબંધી ઘણાં બધાં નામો અને શીર્ષકો વપરાયા છે. કદાચને સૌથી વધારે વપરાયેલ શીર્ષક છે ‘ખ્રિસ્ત’. અન્ય શીર્ષકો જે તેમને અપાયાં તે પણ અગત્યના છે. યોહાનની સુવાર્તામાં આપણે આ જોઈ શકીએ છીએ જયારે યોહાન બાપ્તિસ્મી ઈસુને પાસે આવતા જોઈ કહે છે:
બીજા દિવસે જ્હોન (એટલે કે જ્હોન ધ બાપ્ટિસ્ટ) ઈસુને (એટલે કે યસુ સત્સંગ) પોતાની તરફ આવતો જોયો અને કહ્યું, “જુઓ, ભગવાનનો લેમ્બ, જે વિશ્વના પાપને દૂર કરે છે. આ તે જ હતો જેનો અર્થ મેં કહ્યું જ્યારે ‘એક માણસ જે મારી પછી આવે છે તેણે મને પાછળ છોડી દીધો કેમ કે તે મારા પહેલાં હતો’.
યોહાન ૧:૨૯
બીજા શબ્દોમાં કહીએ તો, ઈસુને ‘ઈશ્વરના હલવાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઈસુના જીવનના અંત સબંધી વિચાર કરો. તેમને ક્યાં પકડીને વધસ્તંભે જડાવ્યા? તે યરૂશાલેમ (જેમ આપણે જોયું = ‘મોરિયા પહાડ’)માં બન્યું. તેમની ધરપડક થઈ ત્યારે બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું:
7 પિલાતે જાણ્યું કે ઈસુ હેરોદના તાબામાં છે. તે વખતે હેરોદ યરૂશાલેમમાં હતો. તેથી પિલાતે ઈસુને તેની પાસે મોકલ્યો.
લૂક ૨૩:૭
ઈસુની ધરપકડ, મુકદમો, અને ક્રુસારોહણ યરુશાલેમ (=મોરિયા પહાડ)માં થયાં. આ ઘટનાઓ જે મોરિયા પહાડ પર બની તેની સમયરેખા દર્શાવેલ છે.
હવે અબ્રાહમનો પાછો વિચાર કરો. તેણે તે જગાનું નામ ભવિષ્યકાળમાં કેમ રાખ્યું, ‘યહોવા પૂરું પાડશે’? તેણે કેવી રીતે જાણ્યું કે અહીં જ, મોરિયા પહાડ પર, ભવિષ્યમાં કશુંક ‘પૂરું પાડવામાં આવશે’ તેણે જે કર્યું તેની પ્રતિછાયારૂપે? આ સબંધી વિચારો – તેની પરીક્ષા વખતે ઇસહાક (તેના પુત્ર)નો છેલ્લી ઘડીએ બચાવ થયો હતો કેમ કે તેને સ્થાને ઘેટાનું બલિદાન આપવામાં આવ્યું હતું. બે હજાર વર્ષ પછી, ઈસુ કે જે ‘ઈશ્વરનું ઘેટું(હલવાન)’ કહેવાયા, તેમનું બલિદાન એ જ સ્થળ પર થયું! અબ્રાહમને કેવી રીતે ખબર કે ‘આ જ સ્થળે’ આમ થશે? અબ્રાહમ આ અદભુત બાબત જાણી શક્યા અને ભાખી શક્યા તે એ થકી જ બની શકે જો તેમને પ્રજાપતિ તરફથી આ જ્ઞાન (સ્ફૂરણા) લાધ્યું હોય, કે જે પોતે સર્જનહાર ઈશ્વર હતા.
દિવ્યજ્ઞાન પ્રકટ થયું
આ તો એવું છે જાણે એક એવું દિવ્યજ્ઞાન છે જે આ બે ઘટનાઓને આ સ્થળ સાથે જોડે છે, ઈતિહાસમાં બે હજાર વર્ષથી વિભક્ત બનેલી ઘટનાઓ હોવા છતાં.
છાયાચિત્ર દર્શાવે છે કે કેવી રીતે શરૂઆતની ઘટના (અબ્રાહમનું બલિદાન) ત્યારપછીના (ઈસુના બલિદાન) વિશે નિર્દેશ કરે છે, વળી પાછળથી બનેલ ઘટના આપણા સ્મરણમાં લાવવા સારું તે રૂપરેખા પુરી પાડે છે. તેનો પુરાવો એ છે કે હજારો વર્ષો વડે એકબીજાથી વિયોજીત ઘટનાઓનું સંકલન કરવા દ્વારા આ દિવ્યજ્ઞાન (સર્જનહાર ઈશ્વર) પોતે પ્રકટ કરે છે.
તમારે અને મારે સારું ખુશ ખબર (શુભ સમાચાર)
આ વિવરણ આપણે સારું અંગત કારણોને લીધે પણ બહુ મહત્વપૂર્ણ છે. સમાપન કરતા, ઈશ્વરે અબ્રાહમને જણાવ્યું કે
“…અને તારા વંશમાં પૃથ્વીના સર્વ દેશો આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”
ઉત્પત્તિ ૨૨:૧૮
તમે ‘પૃથ્વીના સર્વ દેશો’માંથી એકના છો – ભલે તમારી ભાષા, ધર્મ, શિક્ષણ, ઉંમર, લિંગ, અથવા સમૃદ્ધિ ભિન્ન હોય! આ વચન છે જે તમને વિશેષ રીતે આપવામાં આવ્યું છે. વચન શું છે તે પર ધ્યાન આપો – એક ‘આશીર્વાદ’ જે ઈશ્વરના પોતાના તરફથી છે! આ ફક્ત યહૂદીઓ પુરતું જ નહિ, પણ પૃથ્વીના સઘળાં લોકો માટે હતું.
આ ‘આશિષ’ કેવી રીતે આપવામાં આવી? અહીં શબ્દ ‘સંતાન’ એકવચન છે. આ ‘સંતાનો’ નથી કે જે ઘણાં વંશજો કે લોકો હોય, પણ એકવચનમાં છે જેમ ‘તે’ (પ્રથમ પુરૂષવાચક એકવચન) હતું તેમ. આ આશિષ ઘણાં લોકો વડે કે જૂથો વડે નથી કે જેમાં ‘તેઓ’ હોય. આ માનવ ઈતિહાસની શરૂઆતમાં આપવામાં આવેલ વચન (બાંહેધરી) સાથે એકદમ સુસંગત છે જેમ હિબ્રુશાસ્ત્રમાં નોંધ્યા પ્રમાણે સર્પને કહેવામાં આવ્યું કે ‘તે’ તારી ‘એડી છુંદશે’ વળી તે પુરૂષાના બલિદાનના વચન (એકવચન ‘તે’) સાથે પણ સમાંતર છે જે પુરૂષાસુકતામાં આપવામાં આવ્યું. આ ચિહ્ન સાથે, આ ખાસ સ્થળ – મોરિયા પહાડ (=યરુશાલેમ) – વિશે ભાખવામાં આવ્યું કે આ પ્રાચીન વચનની વધુ વિગતો તે આપશે. અબ્રાહમના બલિદાનના ઘટનાક્રમની વિગતો આ આશિષ આપણને કેવી રીતે આપવામાં આવી તે સમજવામાં સહાયતા કરે છે અને ન્યયીપણા માટે કેવી રીતે મુલ્ય ચૂકવી શકાય તે જણાવે છે.
ઈશ્વરની આશિષ કેવી રીતે મેળવી શકાય?
જે પ્રમાણે ઘેટાએ પોતાનું બલિદાન આપી ઇસહાકનો જીવ મરણથી બચાવ્યો, તેમજ દેવનું ઘેટું (હલવાન) તેમના બલિદાનયુક્ત મરણ દ્વારા, આપણને મરણની સત્તા અને દંડથી બચાવે છે. બાઈબલ જણાવે છે કે
… પાપનો મૂસારો (વેતન) મરણ છે
રોમનોને પત્ર ૬:૨૩
બીજી રીતે કહીએ તો આપણા કર્મો જે પરિણામે મરણ નીપજાવે છે, પરંતુ ઇસહાકને બદલે હલવાન (ઘેટા) દ્વારા મરણની કિંમત ચૂકવવામાં આવી. અબ્રાહમ અને ઇસહાકે તો માત્ર તેનો સ્વીકાર જ કરવો રહ્યો. તેમાં તેમની કોઈ ખૂબી કે લાયકાત હતી જ નહિ. અબ્રાહમ તો તેને માત્ર ભેટ તરીકે જ સ્વીકારી શકે. આ થકી જ તેને મોક્ષ પ્રાપ્ત થયો.
આ એક એવો નમુનો છે જે આપણે અનુસરી શકીએ. ઈસુ જ એ ‘દેવનું હલવાન હતા જે જગતના પાપનું હરણ (નિવારણ) કરે છે’. આમાં તમારા અંગત પાપ પણ સામેલ છે. આમ ઈસુ, દેવનું હલવાન, ‘તમારા પાપોના નિવારણ’ માટે તમને પ્રસ્તાવ આપે છે કેમ કે તેમણે તેની કિંમત ચૂકવી દીધી છે. તમે આ માટે તમારી જાતે લાયક ઠરતા નથી પણ એક ભેટ સ્વરૂપે જ આનો સ્વીકાર કરી શકો. ઈસુને પોકાર કરો, એ જ તે પુરૂષા છે, તેને તમારા પાપ દૂર કરવા માટે વિનંતી કરો. ઈસુ પોતાના બલિદાન થકી આપણા પાપોનું નિવારણ કરવાનો અધિકાર ધરાવે છે. અમે આ જાણીએ છીએ કેમ કે તેની પૂર્વછાયા અબ્રાહમના પુત્રના મોરિયા પહાડ પરના બલિદાન થકી પ્રગટ થઈ, એ કંઈ સંજોગ નહોતો કે તે જ સ્થળે ૨૦૦૦ વર્ષ પછી ઈસુને બલીદાન તરીકે ‘પુરા પાડવામાં આવ્યા’.
આગળ જતા આ ક્યારે બનશે તે વિશે પાસ્ખાપર્વના ચિહ્ન વડે ભાખવામાં આવ્યું હતું.