Skip to content

મોક્ષને પ્રાપ્ત કરવાની ઈબ્રાહિમની સરળ રીત

  • by

મહાભારત નિ:સંતાન રાજા પાંડુના સંઘર્ષોનું વર્ણન કરે છે કે જેઓ વારસ વિનાના હતા. ઋષિ કિંડામા અને તેની પત્નીએ સમજદારીપૂર્વક પ્રેમ કરવા હરણના રૂપ ધારણ કર્યા હતા. દુર્ભાગ્યે, રાજા પાંડુ તે સમયે શિકાર કરી રહ્યા હતા અને આકસ્મિક રીતે તેઓને માર્યા. ગુસ્સેથી ભરાઇને, કિંડામાએ રાજા પાંડુને શ્રાપ આપ્યો કે હવે પછી જ્યારે તે તેની પત્નીઓ સાથે સંભોગ કરશે ત્યારે તે મૃત્યુ પામશે. આમ રાજા પાંડુ તેની ગાદીના વારસ માટે કોઈ પણ સંતાન પ્રાપ્ત થતાં પોતાને અટકાવ્યા. તેના રાજવંશ માટે આવી પડેલ આ ખતરાને કેવી રીતે દૂર કરવો?

રાજા પાંડુનો જન્મ પોતે પણ આગળના વંશને ચાલુ રાખવા માટે ના પ્રશ્નના સમાધાન માટેનું એક છેવટનું ક્રુત્ય હતું. પૂર્વ રાજા, વિચિત્રવીર્યા, નિ:સંતાન મૃત્યુ પામ્યા હતા, જેથી વારસદારની જરૂર ઉભી થઇ હતી. વિચિત્રવીર્યની માતા સત્યવતીને વિચિત્રવીર્યના પિતા રાજા શાંતનુ સાથે લગ્ન પહેલાંનો એક પુત્ર હતો. આ પુત્ર, વ્યાસને વિચિત્રવીર્યની વિધવાઓ અંબિકા અને અંબાલિકાને ગર્ભવતી કરવા માટે આમંત્રણ અપાયું હતું. જ્યાં ત્યારે બાળકનો પિતા બની શકતો હતો.  વ્યાસ અને અંબાલિકા વચ્ચેના જાતીય સંબંધ દ્વારા પાંડુનો જન્મ થયો હતો. રાજા પાંડુ આ રીતે વ્યાસનો જૈવિક પુત્ર હતો, પરંતુ નિયોગ દ્વારા ભૂતપૂર્વ રાજા વિચિત્રવીર્યનો વારસો હતો, અને આમ જ્યારે પતિ મૃત્યુ પામ્યો હોય ત્યારે બાળક પ્રાપ્તીને માટે સરોગેટ માણસનો ઉપયોગ કરવાની રીત પ્રચલિત હતી. જ્યારે જરૂરિયાત તીવ્ર બને છે ત્યારે છેવટનું પગલું ભરવામાં આવે છે.

હવે રાજા પાંડુને તે જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે કિંડામાએ તેમના ઉપર શાપ મૂક્યો હતો. હવે શું કરવુ? ફરી એકવાર, છેવટનું પગલું લેવાની જરૂર પડી હતી. પાંડુની પત્નીઓમાંની એક, રાણી કુંતી (અથવા પ્રથા), ગુપ્ત મંત્ર જાણતી હતી (બ્રામણા દુર્વાસા દ્વારા તેના બાળપણમાં પ્રાપ્ત થયો હતો), કે જે દ્વારા તે દેવ દ્વારા ગર્ભિત થઇ શકે. તેથી મહારાણી કુંતીએ આ ગુપ્ત મંત્રનો ઉપયોગ ત્રણ મોટા પાંડવ ભાઈઓ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનનો ગર્ભ ધારણ કરવા માટે કર્યો હતો. રાણી કુંતીની સહ પત્ની, રાણી મદ્રીએ કુંતી પાસેથી આ મંત્ર મેળવ્યો, અને તે જ પ્રમાણે નાના પાંડવ ભાઈઓ નકુલ અને સહદેવને પણ જન્મ આપ્યો.

નિ: સંતાન રહેવું એ યુગલોમાં ભારે ઉદાસી લાવી શકે છે. તે પણ જ્યારે રાષ્ટ્રને માટે વારસદાર ન હોવાનું જોખમમાં હોય ત્યારે તેનો સામનો કરવો વધુ મુશ્કેલ બને છે. ત્યારે કાં તો સરોગેટ ભાગીદારો શોધવા  અથવા તો ગુપ્ત મંત્રનો ઉપયોગ કરીને દેવને કાર્યરત કરવાજ પડે, આવી સ્થિતિમાં નિષ્ક્રિય રહેવાનો કોઇ વિકલ્પ જ હોતો નથી.

૪000 વર્ષ પહેલાં ઋષિ ઇબ્રાહિમે આવી જ પરિસ્થિતિનો સામનો કર્યો. જે રીતે તેમણે સમસ્યાનું નિરાકરણ કર્યું તે હિબ્રુ વેદ પુસ્તકન(બાઇબલ)માં આપવામાં આવેલ છે; તેને એક આદર્શ તરીકે ગણવામાં આવે છે, તેથી આપણે તેમાંથી શીખવા માટેનું ડહાપણ કેળવીએ.

ઈબ્રાહિમની ફરિયાદ

ઉત્પત્તિ ૧૨ માં નોંધાયેલ વચન પ્રાપ્ત કર્યા પછી ઈબ્રાહિમના જીવનમાં ઘણાં વર્ષો વીતી ગયા. ઈબ્રાહીમને મળેલ વચનની આધીનતામાં તે વચનના દેશમાં એટલેકે આજે જે ઇસ્રાએલ કહેવાય છે તે દેશમાં જઈ ને વસે છે. પછી તેના જીવનમાં બીજી ઘણી ઘટનાઓ બની, પરંતુ તેમાં અપવાદરુપ એ બાબત હતી કે જેની આશા તે રાખતો હતો – તેના એક પુત્રનો જન્મ, જેના દ્વારા આ વચન પૂર્ણ થવાનું હતું. તેથી આગળ અમે ઈબ્રાહિમની ફરિયાદની વાત આ સાથે ચાલુ રાખીએ છીએ:

 બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”
2 પરંતુ ઇબ્રામે કહ્યું, “હે યહોવા દેવ, એવું કશું જ નથી, જે તું મને આપશે અને તે મને પ્રસન્ન કરશે. કારણ કે માંરે પુત્ર નથી. હું તો આ વાંઝિયામહેણું લઈને જાઉં છું. અને માંરો દાસ અલીએઝેર દમસ્કનો છે, તે માંરા અવસાન બાદ માંરો વારસદાર થશે ને, તેને જ માંરું બધું મળશે.”
3 ઇબ્રામે કહ્યું, “તું જ જોને, તેં મને કંઇ સંતાન આપ્યું નથી એટલે માંરા ઘરમાં જન્મેલો કોઇ ગુલામ માંરો વારસદાર થશે.”

ઉત્પત્તિ ૧૫:૧-૩

ઇશ્વરનું વચન

ઈબ્રાહિમ જે ’મહાન રાષ્ટ્ર’ બનવાનું વચન તેને આપવામાં આવ્યું હતું તેની રાહ જોતાં જોતાં તે ભૂમી પર વસવાનું ચાલુ રાખ્યુ. પરંતુ આ સમયે તે લગભગ ૮૫ વર્ષનો હતો અને કોઈ પુત્રનો જન્મ થયો ન હતો. પરંતુ તેણે તેની આક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ:

  4 પછી યહોવાએ ઇબ્રામ સાથે વાતો કરી. દેવે કહ્યું, “તમાંરી માંલમિલકત તમાંરો આ દાસ નહિ મેળવે. તને એક પુત્ર થશે, ને તે જ તારી માંલમિલકત પ્રાપ્ત કરશે.
5 પછી દેવ ઇબ્રામને બહાર લઈ ગયા. દેવે કહ્યું, “આકાશને જો, અસંખ્ય તારાઓને જો, એ એટલા બધા છે કે, તું ગણી શકે નહિ . ભવિષ્યમાં તારું કુટુંબ આટલું મોટું થશે.”

ઉત્પત્તિ૧૫:૪-૫

તેના પ્રત્યુતરમાં ઇશ્વરે  તેના વચનને ફ઼રીથી તાજું કર્યુ અને જાહેર કર્યુ કે એક ઈબ્રામથી પુત્ર થશે અને તે દ્વારા આકાશમાંના તારાઓ જેટલાં ન ગણી શકાય તેટલાં તેનાં સંતાન થશે.

ઈબ્રાહિમનો પ્રતિભાવ: પૂજા(આસ્થા) કે જે દ્વારા કાયમી લાભ પ્રાપ્ત થાય છે

પ્રત્યુત્તર આપવાનું કામ હવે ઈબ્રાહિમનું હતું. તે આ તાજા કરાયેલ વચનનો કેવી રીતે પ્રતિસાદ આપશે?  નીચે આપેલ બાબતોને બાઇબલ દ્વારા તેના સૌથી મહત્વપૂર્ણ વાક્યો તરીકે ગણવામાં આવે છે. તે શાશ્વત સત્યને સમજવા માટે પાયો નાખે છે. તે કહે છે:

ઇબ્રામે યહોવા પર વિશ્વાસ કર્યો, અને યહોવાએ તે ન્યાયીપણા ને અર્થે અબ્રામના લાભમાં ગણ્યું. 

ઉત્પત્તિ ૧૫:૬

જો આપણે સર્વનામને બદલે નામ મુકીને વાંચીશુ તો આ વાક્યને સમજવું વધુ સરળ બને માટે:

ઇબ્રામે યહોવા પર વિશ્વાસ કર્યો, અને યહોવાએ તે ન્યાયીપણા ને અર્થે અબ્રામના લાભમાં ગણ્યું. 

ઉત્પત્તિ ૧૫:૬

તે આટલું નાનું અને અસ્પષ્ટ વાક્ય છે. તે કોઈ સમાચાર મથાળા તરીકે વારંવાર આવતું નથી અને તેથી આપણે તેને ચૂકી જઇ શકીએ છીએ. પરંતુ તે ખરેખર નોંધપાત્ર છે.  કેમ? કારણ કે આ નાના વાક્યમાં ઈબ્રાહિમને ન્યાયપણુંમળે છે. આ તો પૂજા(આસ્થા) દ્વારા પ્રાપ્ત થતું ઇનામ છે કે જેનું મુલ્ય ક્યારેય ઓછું થતું નથી અથવા ખોવાય જતું નથી. ન્યાયીપણાની તે એકમાત્ર લાયકાત છે કે જે આપણને ઇશ્વર સમક્ષ ઊભા રહેવાને લાયક ઠરાવે છે.

આપણી સમસ્યાની સમીક્ષા: ભ્રષ્ટાચાર

ઇશ્વરના દૃષ્ટિકોણથી, જો કે આપણને ઇશ્વરની પ્રતિમામાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે; પણ કંઈક એવું થયું કે જેથી તે પ્રતિમા ખંડિત થઇ ગઈ. હવે જે ચુકાદો છે તે આ છે.

2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે, કે કોઇ ડાહ્યાં લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી. બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઇ ગયા છે.

ગીતશાસ્ત્ર ૧૪:૨-૩

સહજતાથી આપણે આ ભ્રષ્ટાચારનો અનુભવ કરીએ છીએ. આ જ કારણ છે કે કુંભમેળા જેવા તહેવારોમાં ખૂબ સારી રીતે ભાગ લેવામાં આવે છે કારણ કે આપણે આપણું પાપ અને આપણી શુદ્ધિકરણની જરૂરિયાત અનુભવીએ છીએ. પ્રાર્થના (અથવા પ્રતાસન) મંત્રમ પણ આપણી જાત વિશેના આ મતને વ્યક્ત કરે છે:

 હું પાપી છું. હું પાપનું પરિણામ છું. હું પાપમાં જન્મ્યો છું. મારો આત્મા પાપ હેઠળ છે. હું પાપીઓમાં સૌથી ખરાબ છું. હે ઇશ્વર, ’જેની આંખો પવિત્ર છે, તે મને બચાવે, હે યજ્ .ના ઇશ્વર”

આપણા ભ્રષ્ટાચારનું પરિણામ એ છે કે આપણે આપણી જાતને એક ન્યાયી ઇશ્વરથી જુદા પાડીએ છીએ કારણ કે આપણી પાસે આપણું પોતાનું કોઈ ન્યાયપણું નથી. આપણા ભ્રષ્ટાચારથી આપણું નકારાત્મક કર્મ વધતું જોવા મળ્યું છે – તેના પરીણામે આપણે નિરર્થકતા અને મૃત્યુને લણીએ છીએ. જો તમને શંકા લાગે તો  ફક્ત છેલ્લા 24 કલાકના કેટલાક સમાચારની હેડલાઇન્સ સ્કેન કરો અને જુઓ કે લોકોની પરિસ્થિતી કેવી છે. આપણે જીવનના ઉત્પન્નકર્તાથી જુદા થઈ ગયા છીએ અને તેથી વેદ પુસ્તાકન (બાઇબલ) ના પ્રબોધક યશાયાહના શબ્દો સાચા માલુમ પડે છે.

આપણે બધા અશુદ્ધ જેવા થઈ ગયા છે, અને આપણા બધા ન્યાયી કાર્યો ગંદા ચીંથરા જેવા છે; આપણે બધા પાંદડાની જેમ લહેરાઈએ છીએ, અને પવનની જેમ આપણા પાપો આપણને છીનવી લે છે.

યશાયા ૬૪:૬

ઈબ્રાહિમ અને ન્યાયપણું

પરંતુ અહીં આપણે ઈબ્રાહિમ અને ઈશ્વરની વચ્ચે બીલકુલ ખોવાઇ ગયા છીએ. ઈબ્રાહિમ ને જે ન્યાયીપણા નું બીરુદ મેળ્યું હતું – જ્યાં ઇશ્વરે તેનો સ્વીકારે કર્યો. તો પ્રશ્ન એ છે કે, આ ન્યાયીપણા મેળવવા ઈબ્રાહીમે શું કર્યું? ફરી એકવાર, એ બાબત ધ્યાન રાખીએ કે અહીં, આપણો મુખ્ય મુદ્દો ખોવાઈ જવાનું જોખમ એ છે કે ઈબ્રાહિમે ફક્ત ’વિશ્વાસ’ કર્યો. બસ આ જ?! આપણી પાસે પાપ અને ભ્રષ્ટાચારનો એક મોટો પ્રશ્ન છે. અને તેથી સદીઓથી ન્યાયપણું પામવા માટે આપણું સ્વાભાવિક વલણ એ તો સુસંસ્કૃત અને મુશ્કેલ ધર્મો, સ્વપ્રયત્નો, પૂજા, નીતિશાસ્ત્ર, તપસ્વી શિસ્ત, ઉપદેશો વગેરે દ્વારા શોધ કરવી તે છે. પરંતું આ વ્યક્તિ ઈબ્રાહિમ ફક્ત ‘વિશ્વાસ’ કરીને આ ન્યાયીપણું પ્રાપ્ત કર્યુ. પરંતુ આ માણસ, ઈબ્રાહિમે, ફક્ત ‘વિશ્વાસ’ કરીને તે કિંમતી ન્યાયીપણાને મેળવ્યું. તે એટલું સરળ હતું કે આપણે તેને લગભગ ગુમાવી દઇએ.

ઈબ્રાહિમ પોતાના સ્વપ્રયત્નોથી ન્યાયીપણાને ‘કમાયો’ નહોતો; પણ તે તેને ‘પ્રાપ્ત’ થયું. તો ફરક શું છે? સારું, જો કંઇક ‘કમાણી’ થઈ હોય તો તમે તેના માટે કામ કર્યું છે – તમે તેને લાયક છો. તમે જે કાર્ય કરો છો તેના માટે વેતન મળતું હોય છે. પરંતુ જ્યારે કોઈ વસ્તુ તમને લાભરુપે પ્રાપ્ત થાય છે, ત્યારે તે તમને મફ઼ત આપવામાં આવે છે. મફતમાં આપવામાં આવતી કોઈપણ ભેટ તે તમારી મહેનતથી કમાયેલ કે લાયકાતથી મેળવેલ નથી, પરંતુ મફ઼ત રીતે તમનેપ્રાપ્ત થાય છે.

ઈબ્રાહિમ વિશેની આ વાત આપણી સામાન્ય સમજ ને ઉલટાવી નાખે કે જ્યાં આપણએ માનતા હોઇએ છીએ કે ન્યાયીપણું તે ઇશ્વરના અસ્તિત્વ ને માનવા  દ્વારા અથવા સારાં અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને પ્રાપ્ત થાય છે. ઈબ્રાહિમને આવી રીતે ન્યાયપણું પ્રાપ્ત થયુ નહી. તેણે ફક્ત તેને આપવામાં આવેલ વચનપર વિશ્વાસ કરવાનું પસંદ કર્યું, અને પછી તે તેના લાભમાં ગણવામાં આવ્યું, અને ન્યાયીપણું પ્રાપ્ત થયું.

બાઇબલનું બાકીનું શિક્ષણ આ એન્કાઉન્ટરને આપણા માટે ઉદાહરણરુપ માનવામાં આવે છે.

ઈબ્રાહિમનો ઇશ્વરના વચન પર કરેલો વિશ્વાસ અને પરિણામે તેને પ્રાપ્ત થયેલ ન્યાયપણું એ અમને અનુસરવા માટેનો એક દાખલો  છે. સમગ્ર સુવાર્તા ઇશ્વરના વચનો પર સ્થપાયેલ છે; કે જે સર્વને માટે આપવામાં આવેલ છે.

પરંતુ કોણ કિંમત ચુકવે છે અથવા ન્યાયપણું કમાશે? તે આગળ ઉપર જોઇશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *