પુરૂષાસુકતાનો અભ્યાસ બીજી પંક્તિથી આગળ વધારીએ. (સંસ્કૃત લિપીયાંતરણ અને પુરૂષસુકતા પરના ઘણાં બધા વિચારો પ્રાચીન વેદોમા ખ્રિસ્ત નામના પુસ્તકના મારા અભ્યાસ પર આધારિત છે જેના લેખક જોસેફ પાડીનજારેકરા છે. (પાન ૩૪૬, ૨૦૦૭))
અંગ્રેજીમાંથી અનુવાદ | સંસ્કૃત લિપીયાંતરણ |
સર્જન પુરૂષાનો મહિમા છે – તેની ભવ્યતા મહાન છે. વળી તે આ સર્જન કરતા ઘણાં મહાન છે. પુરૂષાનું એક ચતુર્થાંશ [વ્યક્તિત્વ] પૃથ્વી પર છે. પરંતુ તેનો ત્રણ ચતુર્થાંશ ભાગ સ્વર્ગલોકમાં અનંત છે. પુરૂષાએ પોતાના ત્રણ હિસ્સા સહિત ઉર્ધ્વગમન કર્યું. તેના એક હિસ્સાએ અહીં (પૃથ્વી) પર જન્મ લીધો. તેમાંથી તેણે સર્વ સજીવોને જીવન વહેચ્યું. | એતાવન અસ્ય મહિમા અતો જ્યાયામકા પુરૂષપાદો-અસ્ય વિસ્વભૂતાની ત્રીપાદ અસ્યમાર્તમ દીવીત્રીપાદઊર્ધ્વ ઉદાઇત પુરૂષા પાડોઉ-અસ્યેહા અ ભાવત પુનઃ તતો વિશ્વનવી અક્રામત સાસાનાનાસાને અભી |
અહીં કાવ્યનું રેખાચિત્રણ સમજવામાં અઘરું લાગે એવું છે. એ વાત તો સ્પષ્ટ છે કે આ પંક્તિ પુરૂષાની મહાનતા અને ભવ્યતાની વાત કરે છે. તે બિલકુલ સ્પષ્ટ રીતે જણાવે છે કે તે સર્જન કરતા મહાન અને તેનાથી પર છે. એ પણ સમજી શકાય એવું છે કે તેની મહાનતાનો થોડો અથવા નાનો ભાગ/હિસ્સો જ આ જગતમાં પ્રગટ થયો છે. આ જગતમાં તેના અવતાર ધારણ કરી આવવાની વાત પણ તેમાં છે – જગત કે જેમાં તમે, હું અને સર્વલોક રહે છે (‘તેનો એક જ હિસ્સો અહીં જન્મ્યો’). જયારે ઈશ્વર આ પૃથ્વી પર અવતાર ધારણ કરી અવતર્યા ત્યારે તેમના મહિમાનો માત્ર એક હિસ્સો/ભાગ જ પ્રગટ થયો. આ પૃથ્વી પર તેમણે જયારે જન્મ લીધો ત્યારે જાણે કે તેમણે પોતાને ખાલી/શૂન્ય કર્યા. બીજી (૨) પંક્તિમાં પુરૂષાના આલેખન સાથે આ સંગત છે – ‘પોતાને દસ આંગળીઓ સુધી સીમિત કર્યો’.
વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માં નાઝરેથના ઈસુના પૃથ્વી પરના અવતરણનું વર્ણન પણ આની સાથે સંગત છે.
હું એવું ચાહું છું કે તમે જાણો… તેઓનાં હ્રદયો દિલાસો પામે, ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલાં રહે. તેમનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.
કલોસીઓને પત્ર ૨:૨-૩
ખ્રિસ્ત ઈશ્વરનો અવતાર હતા પરંતુ તેમની અભિવ્યક્તિ (પ્રાગટ્ય) મોટે ભાગે ગુપ્ત જ રહ્યાં. તે કેવી રીતે ગુપ્ત હતા? આગળ લખે છે કે:
ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો:
૬પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું
પકડી રાખવાને ઇચ્છયું નહિ.
૭પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને,
એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા.
૮અને માણસના આકારમાં પ્રગટ થઈને,
મરણને, હા વધસ્તંભના મરણને
આધીન થઈને પોતાને નમ્ર કર્યા.
૯એને કારણે ઈશ્વરે
તેમને ઘણા ઊંચા કર્યા, અને
સર્વ નામો કરતાં તેમણે તેમને
એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે,
ફિલીપીઓને પત્ર ૨:૫-૯
આમ આ અવતારમાં ઈસુએ ‘પોતાને નગણ્ય કર્યા’ અને એ અવસ્થામાં બલિદાનને સારું પોતાને તૈયાર કર્યા. અહીં પ્રગટ થયેલો તેમનો મહિમા તો તેમના સંપૂર્ણ મહિમાનો એક અંશ માત્ર હતો જેમ પુરૂષાસુકતા પણ જણાવે છે. આવું તેમના આવનારા બલિદાનને સારુ હતું. પુરૂષાસુકતા પણ આ જ વિષય પર પરત ફરે છે કેમ કે આ પંક્તિ પછી પુરૂષાના આંશિક મહિમા પરથી બધું ધ્યાન તેમના બલિદાન પર આપવામાં આવે છે જે વિશે આપણે આગળના અંકમાં વાત કરીશું.