પુરૂષાસુકતા (પુરૂષા સુક્તમ) એ ઋગ્વેદના સૌથી પ્રચલિત કાવ્યોમાંનું એક ગણાય છે. એક પ્રાર્થના સ્વરૂપે તે નેવું (૯૦)માં અધ્યાયની દસ (૧૦)મી કણિકામાં જોવા મળે છે. એક વિશેષ માણસ – પુરૂષા માટેનું આ કાવ્ય છે. આ ઋગ્વેદનું કાવ્ય હોવાથી દુનિયાના સૌથી જુના કાવ્યો અથવા મંત્રોમાં તેની ગણતરી થાય છે, આ જ કારણથી તે ચિંતન યોગ્ય અને મુક્તિ (મોક્ષ) સબંધી શીખવા સારું મહત્વપૂર્ણ છે.
તો આ પુરૂષ કોણ છે? વેદીક લખાણો આ સબંધી જણાવે છે કે
“પુરૂષ અને પ્રજાપતિ એ બંને એક જ વ્યક્તિ છે” (સંસ્કૃત લિપીયાંતરણ પુરુઓશી પ્રજાપતિ)
માધ્યંદિયા સતાપથા બ્રાહ્મણા VII.4:1.156
ઉપનિષદ પણ આ જ વિચાર પ્રગટ કરતા કહે છે કે
“પુરૂષા એ સર્વથી પર છે. કશું [કોઈપણ] પુરૂષાથી પર નથી. તે જ માત્ર સર્વોચ્ચ ધ્યેય અને સમાપ્તિ છે” (અવ્યક્ત પુરૂષા પરઃ. પુરુસન્ના પરમ કીન્શીસ્તા કસ્થા સા પરા ગતિ
કથોપનિષદ ૩:૧૧
“અને સર્વોચ્ચ પુરૂષા જેનું પ્રાગટ્ય અવ્યક્તથી પર છે …જે તેને જાણે છે તે મુક્ત બની અમરપણું ધારણ કરે છે (અવ્યકટ ઉ પરા પુરૂષા … યજ્ના ત્વ મુક્યાટે જન્તુરામતત્વમ કા ગચ્છતિ
કથોપનિષદ ૬:૮
આમ પુરૂષ એ જ પ્રજાપતિ છે (સમગ્ર સૃષ્ટીનો ઉત્પન્નકર્તા). એથી પણ વિશેષ, તેની ઓળખાણ તમને અને મને સીધી અસર કરે છે. ઉપનિષદ કહે છે:
‘અનંતજીવનમાં પ્રવેશ કરવાનો બીજો કોઈ માર્ગ નથી (પુરૂષા સિવાય) (નાન્યઃપંથા વિદ્યતેઅયાનાયા
શ્વેતાસ્વાતારોપનિષદ ૩:૮
તેથી આપણે પુરૂષાસુકતા, ઋગ્વેદનું પ્રાચીન કાવ્ય જે પુરૂષનું વિવરણ કરે છે તેનો અભ્યાસ કરીશું. આપણે આ કરવા દરમ્યાન એક અજાયબ અને નવીન વિચાર મનમાં રાખીશું: આ પુરૂષાસુકતાના કાવ્યમાં જે પુરૂષની વાત કરવામાં આવી છે તે ઈસુ સત્સંગ (નાઝરેથના ઈસુ)ના અવતારમાં શું ૨૦૦૦ વર્ષ પૂર્વે પરિપૂર્ણ થઈ? જેમ મેં આગાઉ કીધું કે આ એક અજબ વિચાર લાગે પરંતુ સઘળાં ધર્મો ઈસુ સત્સંગ (નાઝરેથના ઈસુ)ને એક પવિત્ર મનુષ્ય તરીકે સ્વીકારે છે, તેમણે પોતે ઈશ્વરના અવતાર હોવાનો દાવો પણ કર્યો, વળી ઋગ્વેદના પુરૂષ અને ઈસુ એમ બંનેએ પોતાનું બલિદાન આપ્યું (જે આગળ વધુમાં જોઈશું), આ સઘળાં કારણોને લીધે આ વિચારનું વધુ સંશોધન જરૂરી છે. સંસ્કૃત લિપીયાંતરણ અને પુરૂષસુકતા પરના ઘણાં બધા વિચારો પ્રાચીન વેદોમા ખ્રિસ્ત નામના પુસ્તકના મારા અભ્યાસ પર આધારિત છે જેના લેખક જોસેફ પાડીનજારેકરા છે. (પાન ૩૪૬, ૨૦૦૭)
પુરૂષસુકતાની પ્રથમ પંક્તિ
સંસ્કૃતમાંથી લિપીયાંતરણ | અંગ્રેજીમાંથી અનુવાદ |
સહર્ષા સીર્શા – પુરૂષાસહર્ષાકશા સહસ્ત્રાપત્સા ભૂમિમવિસ્તાવો વ ર્ત્વાત્યતીષ્ઠાદ્દાસાસંગુલમ | પુરૂષા સહસ્ત્ર (એક હજાર) શિર, સહસ્ત્ર ચક્ષુ તેમ જ સહસ્ત્ર ચરણ ધરાવે છે. સર્વ દિશાએ આખી પૃથ્વીમાં તે વ્યાપક છે. તે પ્રકાશિત છે. અને તેણે પોતાને દસ આંગળીઓ સુધી સીમિત કર્યો છે. |
આપણે આગાઉ જોયું કે પુરૂષા અને પ્રજાપતિ એક જ અને સમાન વ્યક્તિ છે. પ્રજાપતિનું વિવરણ અહીં છે, પ્રારંભિક વેદોમાં તેમને સર્વ ઉત્પન્નકર્તા પ્રભુ તરીકે ગણવામાં આવ્યા હતાં – અર્થાત્ “સમગ્ર સૃષ્ટીના પ્રભુ”.
પુરૂષાસુક્તાના પ્રારંભમાં આપણે જોયું કે પુરૂષાને ‘સહસ્ત્ર શિર, સહસ્ત્ર ચક્ષુ અને સહસ્ત્ર પગ’ છે’, આનો અર્થ શું થાય? સહસ્ત્ર અહીં એક ચોક્કસ ક્રમ સંખ્યા તરીકે નહિ પણ તેનો અર્થ ‘અસંખ્ય’, ‘અગણ્ય’ અથવા ‘અમર્યાદિત’ એમ થાય છે. તેથી પુરૂષાના સહસ્ત્ર શિર તેમના અમર્યાદિત બુદ્ધિ-ચાતુર્યને દર્શાવે છે. આજની ભાષામાં કહીએ તો તેઓ તેઓ ‘સર્વજ્ઞ’ એટલે સઘળું જાણનાર છે. આ તો દેવ(પ્રજાપતિ)નું એક ગુણલક્ષણ છે કે જે સર્વજ્ઞ છે. ઈશ્વર સઘળું જુએ છે અને બધી બાબતોથી માહિતગાર છે. પુરૂષાને ‘સહસ્ત્ર ચક્ષુ’ છે એમ કહેવું અને પુરૂષા સર્વવ્યાપી છે તે એક જ બાબત છે – તેમને સઘળું વિદિત છે કારણ કે તે સર્વ જગ્યાએ હરહંમેશ હાજર હોય છે. આ જ પ્રમાણે પુરુષના ‘સહસ્ત્ર ચરણ’ તેમના અમર્યાદિત સામર્થ્યને દર્શાવે છે – સર્વસમર્થ.
આમ પુરૂષાસુકતાની પ્રારંભની પંક્તિઓમાં જ પુરૂષાની ઓળખાણ એક સર્વજ્ઞ, સર્વવ્યાપી, અને સર્વશક્તિમાન વ્યક્તિ તરીકે થાય છે. ઈશ્વરનો અવતાર જ આવી વ્યક્તિ હોય શકે. આ પંક્તિ અંતમાં એમ પણ જણાવે છે કે ‘તેણે પોતાને દસ આંગળીઓ સુધી સીમિત કર્યો’. આનો અર્થ શું? એક અવતાર તરીકે પુરૂષાએ પોતાને દૈવી શક્તિઓથી રિક્ત/ખાલી કર્યા અને પોતે એક સામાન્ય મનુષ્ય સમાન માર્યાદિત બન્યા – ‘દસ આંગળીઓ સુધી સીમિત’. આમ જો કે પુરૂષા દેવ હતા અને સઘળો દૈવી અધિકાર ધરાવતાં હોવા છતાં પોતાને નવા અવતારમાં શૂન્ય/ખાલી કરે છે.
હવે વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ), ઈસુ સત્સંગ (નાઝરેથના ઈસુ) સબંધી બિલકુલ એકસરખો વિચાર પ્રગટ કરે છે, તે જણાવે છે:
…ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો:
૬પોતે ઈશ્વરના રૂપમાં છતાં,
તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ.
૭પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને,
એટલે માણસોના રૂપમાં આવીને
પોતાને ખાલી કર્યા.
૮અને માણસના આકારમાં પ્રગટ થઈને,
મરણને, હા વધસ્તંભના મરણને
આધીન થઈને પોતાને નમ્ર કર્યા.
ફિલિપીઓને પત્ર ૨:૫-૮
તમે જોઈ શકો છો કે પુરૂષાસુકતા જે વાત પુરૂષાની ઓળખાણ આપતા કરે છે તે વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) ની વાત અને વિચારો સાથે એકદમ સંગત છે – અનંતકાળી ઈશ્વર એક મર્યાદિત મનુષ્યનો અવતાર ધારણ કરે છે. પરંતુ પવિત્ર બાઈબલમાં આ ફકરો તુરંત જ તેમના બલિદાનનું વર્ણન કરે છે – જે પુરૂષાસુકતામાં પણ આવે છે. જે કોઈ પણ મોક્ષની ઝંખના રાખે છે તેને માટે આ ભવિષ્યવાણીની આગળ તપાસ અને અભ્યાસ જરૂરી તેમજ યોગ્ય છે, કેમ કે ઉપનિષદ આમ કહે છે:
‘અનંતજીવનમાં પ્રવેશ કરવાનો બીજો કોઈ માર્ગ નથી (પુરૂષા સિવાય) (નાન્યઃપંથા વિદ્યતેઅયાનાયા)
શ્વેતાસ્વાતારોપનિષદ ૩:૮
પુરૂષાસુકતાની http://gujarati.pusthakaru.net/2020/06/16/verse-2-purusa-is-lord-of-immortality/બીજી પંક્તિ અહીં આગળ વધારીએ