આની આગાઉના લેખમાં આપણે જોઈ ગયા કે આપણને તથા અન્યોને પવિત્ર બાઈબલ કેવી રીતે દર્શાવે છે – એટલે કે આપણને ઈશ્વરની પ્રતિમામાં બનાવામાં આવ્યા છે. વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) આ પાયાના વિચારને વધુ વિકસાવે છે. ગીતશાસ્ત્ર એ પ્રાચીન પવિત્ર સ્તોત્ર/ગીતોનો સંગ્રહ છે જે જુના કરારમાં યહુદીઓ ઈશ્વરની સ્તુતિ આરાધના કરતી વખતે ગાતા હતા. ગીતશાસ્ત્રનું ૧૪મુ ગીત દાઉદ રાજા દ્વારા લખવામાં આવ્યું હતું (જેઓ એક ઋષિ પણ હતા) જે ઈ.પૂ. ૧૦૦૦માં હયાત હતા, અને આ ગીત ઈશ્વરના દ્રષ્ટિકોણથી સઘળું કેવું દેખાય છે તે જણાવે છે.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે, કે કોઇ ડાહ્યાં લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે.
ગીતશાસ્ત્ર ૧૪:૨-૩
3 પણ ના! ત્યાં કોઇ નથી. બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઇ ગયા છે.
‘પતિત થયા’ આ શબ્દસમૂહ સમગ્ર માનવજાતને માટે વપરાયો છે. આ એવું કશુંક છે જે આપણે ‘બન્યા/થયા’ છીએ, અહીં પતિત અવસ્થા એ આપણી પ્રારંભિક અવસ્થા જેમાં આપણે ‘ઈશ્વરની પ્રતિમા’ હતા તેના અનુસંધાનમાં વપરાયું છે. અહીં આપણી પતિતાવસ્થા આપણી ઈશ્વરથી સ્વતંત્ર થવાની દ્રઢ ઈચ્છાશક્તિ બતાવે છે. (‘ઈશ્વરને શોધવાને’ બદલે ‘સઘળાં’ ‘અન્યત્ર વળી ગયા છે’) અને કોઈ પણ ‘ભલાઈ’ કરતુ નથી.
કલ્પિત જાદુઈ દુનિયાના યોગીઓ (ઠીંગુજી) અને ઓર્ક પર વિચાર
આને વધુ સારી રીતે સમજવા, ઉદાહરણ તરીકે “લોર્ડ ઓફ ધ રીંગ્સ” અથવા “હોબીટ’ (હોલીવુડ ફિલ્મો)માં દેખાડેલા ઓર્કનો વિચાર કરો. ઓર્ક દેખાવમાં, રીતભાતમાં, અને પૃથ્વી પર અન્યો સાથેના વ્યવહારમાં ખુબ જ ભદ્દા અને બિહામણા, નીચ જાનવર જેવા હતા. તેઓ યોગીઓ (ઠીંગુજીઓ)ના વંશજો હતા જે પાછળથી સરુમાન વડે પતિત થયા.
જયારે તમે આ યોગીઓ (ઠીંગુજીઓ)નો શાનદાર દેખાવ, તાલબદ્ધતા અને પ્રકૃત્તિ સાથે તેમનો અજબ સબંધ જુઓ (લેગાલોસનો વિચાર કરો) તો વિચાર આવશે કે એક વખતના યોગીઓ ‘પતિત થઈ’ કેવા બિહામણા અને ભદ્દા ઓર્ક બની ગયા. અને આ થકી મનુષ્યો સબંધી જે વાત આપણે કરી રહ્યાં છીએ તેની વધુ સમજ મળશે.
મનુષ્યોમાં જોવા મળતી સર્વસામાન્ય આદત અથવા સ્વભાવની સાથે આ બાબત એકદમ બંધબેસતી છે, આપણા પાપની સભાનતા અને તેથી શુદ્ધ થવાની જરૂરીયાત – જેમ કુંભમેળાના પર્વમાં દર્શાવી તેમ. . તો હવે એવા દ્રષ્ટિકોણ પાસે આવી ગયા છે જે આપણને ઘણુંબધું શીખવી જાય છે. પવિત્ર બાઈબલ શરૂઆતથી જ શીખવે છે કે માણસ સચેતન, વ્યક્તિગત, અને નૈતિક છે પરંતુ આ બધું જ પાછળથી પતિત થાય છે, આ આપણી જાત સબંધી આપણે જે અવલોકન કર્યું તેની સાથે બિલકુલ સંગત છે. મનુષ્યનું મુલ્યાંકન કરવામાં બાઈબલ એકદમ સચોટ છે, આપણી અંદરના નૈતિક સ્વભાવની માંગણીઓને જાણવા છતા તેને અવગણીએ છીએ કેમ કે આપણા કાર્યો અને ચાલ-ચલગત આપણી અંદરના નૈતિક ધોરણોની માંગણીઓ સાથે બંધ બેસતા જ નથી – કારણ કે આપણે પતિત થયા છીએ. બાઈબલના જૂતા મનુષ્યને બરાબર આવે છે. જો કે તે એક દેખીતો સવાલ ખડો કરે છે: ઈશ્વરે આપણને આવા શા માટે બનાવ્યા? એક નૈતિક માપદંડ સાથે કે જે વડે આપણે પતિત પણ થઈએ? એક જાણીતા નાસ્તિક, ક્રિસ્ટોફર હિચિન ફરિયાદ કરતા કહે છે કે:
“… જો ઈશ્વર ખરેખર મનુષ્યને આ બધા [પતિત કે ભ્રષ્ટ] વિચારોથી સ્વતંત્ર રાખવા ઈચ્છતા હોત, તો તેમણે વધારે ધ્યાન રાખી કોઈ અલગ જ જાત(પ્રજાતિ)નું સર્જન કર્યું હોત.” ક્રિસ્ટોફર હિચિન. ૨૦૦૭. ઈશ્વર મહાન નથી: ધર્મ કેવી રીતે બધું બગાડી
દે છે. પાન. ૧૦૦.
પરંતુ અહીં ઉતાવળથી બાઈબલની ટીકા કરવામાં જે અગત્યનું છે તે તેઓ ચૂકી જાય છે. પવિત્ર બાઈબલ એવું નથી કહેતું ઈશ્વરે આપણને આ પ્રમાણે બનાવ્યા, પણ સર્જનની શરૂઆતમાં કશુંક ભયંકર બન્યું જેના કારણે આ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ. સર્જન બાદ માનવઈતિહાસમાં એક પ્રમુખ ઘટના બની. પ્રથમ મનુષ્યોએ ઈશ્વરનો અનાદર કર્યો, જે ઉત્પત્તિના પુસ્તકમાં નોંધેલી છે – બાઈબલ (વેદ પુસ્તક)નું સૌથી પહેલું અને પ્રથમ પુસ્તક – જે પ્રમાણે મનુષ્ય તેમના આ અનાદરને લીધે પતિત બન્યા. તેથી જ હવે આપણે તમસ એટલે કે અંધકારમાં જીવન જીવીએ છીએ.
મનુષ્યજાતનું પતન
માનવ ઈતિહાસમાં આ ઘટનાને મહા પતન તરીકે ઓળખવામાં આવે છે. આદમ, ઈશ્વરે બનાવેલો પ્રથમ માણસ હતો. આદમ અને ઈશ્વર વચ્ચે એક કરાર (સમજુતી) હતા, જેમ લગ્નપ્રસંગે એકબીજાની સાથે વિશ્વાસુ રહેવાની સમજુતી (કરાર) થાય એમ જ, પરંતુ આદમે આ કરાર તોડ્યો. પવિત્ર બાઈબલ એવું નોંધે છે કે ‘સારું અને ભૂંડું જાણવાના વૃક્ષ’ પરનું ફળ આદમે કદી ખાવું નહિ એવો કરાર ઈશ્વર અને આદમ વચ્ચે હોવા છતાં આદમે ફળ તોડી ને ખાધું. આ કરાર અને વૃક્ષ બંનેએ આદમને સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપી હતી જેથી આદમે ઈશ્વરને વિશ્વાસુ રહેવું કે નહિ તે તે પોતે જ પસંદ કરી શકે. આદમને ઈશ્વરની પ્રતિમામાં ઉત્પન્ન કરવામાં આવ્યો હતો, અને તેઈશ્વર સાથે મિત્ર સમાન વ્યવહાર રાખી શકતો હતો. જેમ ઉભા રહેવાની પસંદગી ક્યારેય વાસ્તવિક નથી જયારે બેસવું જ અશક્ય હોય, આદમની ઈશ્વર સાથે મિત્રતા અને ભરોસો પણ એક પસંદગી જ હોવા જોઈતા હતા. આ પસંદગી એ આજ્ઞા કે વૃક્ષનું ફળ ખાવું નહિ તે પર આધારિત હતી. પરંતુ આદમે બળવો કરવાનું પસંદ કર્યું. આદમે જે શરૂ કર્યો તે બળવો પેઢી દર પેઢી જારી જ રહ્યો અને આજે પણ આપણા દ્વારા ચાલુ જ છે. હવે પછી આપણે આગળ જોઈશું કે આનો શું અર્થ થાય.