વટ-વૃક્ષા, બારગડ અથવા વડનું વૃક્ષ દક્ષિણ એશિયાની આધ્યાત્મિકતામાં કેન્દ્રિય છે અને તે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તે મૃત્યુના દેવ યમ સાથે સંકળાયેલું છે, તેથી ઘણીવાર સ્મશાન નજીક વાવવામાં આવે છે. ફરીથી તેની ફ઼ુટવાની ક્ષમતાને લીધે તેનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે અને તે અમરત્વનું પ્રતીક છે. એક વડના વૃક્ષ આગળ સાવિત્રીએ તેના મૃત પતિ અને રાજા સત્યવાનને પરત આવવા માટે યમ સાથે હઠાગ્રહ કર્યો હતો કે જેથી તે દીકરો પ્રાપ્ત કરે- વટ પૂર્ણિમા અને વટ સાવિત્રીની વાર્ષિક ઉજવણીમાં તે યાદ કરવામાં આવે છે.
હિબ્રુ વેદ (બાઇબલ)માં આવી જ એક વાત જોવા મળે છે. ત્યાં એક મૃત વૃક્ષ છે … જીવંત થાય છે … રાજાઓની મૃતપાય પેઢીથી એક નવા પુત્રનું પ્રતિનિધિત્વ કરવું. મુખ્ય તફાવત એ છે કે આ લખાણ ભવિષ્યની દર્શાવતી એક ભવિષ્યવાણી છે અને સેંકડો વર્ષો દરમિયાન જુદા જુદા પયગંબરો (ઋષિઓ) દ્વારા લખવામાં આવ્યું છે. તેમની સંયુક્ત વાર્તાએ આગાહી કરી હતી કે કોઈ આવી રહ્યું છે. યશાયા (ઇ.સ.પૂર્વે ૭૫૦) આ વાર્તાની શરૂઆત કરી જે પાછળથી ઋષિઓ –પ્રબોધકો દ્વારા તેને આગળ વધારવામાં આવી – મૃતઝાડનીશાખામાંથી.
યશાયાઅનેશાખા
યશાયા ઐતિહાસિક સમય રેખામાં જીવ્યા હતા, કે જે યહુદી ઇતિહાસની સમય રેખામાંથી લેવામાં આવેલ છે.

યશાયાએ લખ્યું હતું કે જ્યારે દાઉદ રાજાનો શાહી રાજવંશ (ઇ.સ.પૂર્વે ૧૦૦૦ – ૬૦૦) સુધી યરૂશાલેમમાં શાસન કરતો હતો. યશાયાહના સમયમાં (ઇ.સ.પૂર્વે ૭૫૦) રાજવંશ અને શાસન ભ્રષ્ટ હતું. યશાયાહે રાજાઓને માટે ભગવાનમાં પાછા ફરવા અને મૂસાની દસઆજ્ઞાઓ પાળવા વિનંતી કરી. પરંતુ યશાયાહ જાણતા હતા કે ઇઝરાઇલ પસ્તાવો કરશે નહીં, અને તેથી તેમણે આગાઉથી જાણ્યું કે રાજ્યનો નાશ થશે અને રાજાશાહી સમાપ્ત થશે.
તેમણે શાહી રાજવંશ માટે એક નિશાનીનો ઉપયોગ કર્યો, જે તેને એક વિશાળ વડના વૃક્ષ સાથે ચિત્રિત કરે છે. યશાઇમાં આ વૃક્ષનાં મૂળિયા હતા, જે દાઉદ રાજાનો પિતા હતો. યશાઇના વંશથી રાજાઓના રાજવંશની શરૂઆત દાઉદ થી થઈ હતી, અને તેના અનુગામી રાજાસુલેમાન સાથે તે ચાલુ રહ્યો હતો. નીચે દર્શાવેલ સચિત્ર સમજુતી મુજબ, વંશપંરપરાગત પછીના દીકરાના શાસન પ્રમાણે, વૃક્ષ વધવા અને વિકસાવવા લાગ્યું.

પ્રથમઆવૃક્ષ … પછીએકથડ … પછીએકશાખા
યશાયાએ ચેતવણી આપી હતી કે આ ‘વૃક્ષ’ રાજવંશ જલ્દીથી કાપી નાખવામાં આવશે, તે ફ઼ક્ત એક થડ રહી જશે. અહીં તેમણે એક થડ અને શાખાના રૂપક દ્વારા કેવી રીતે આ દેવવાણી લખી હતીઃ
ઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે.
યશાયાહ ૧૧:૧-૨
2 યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.

યશાયાના ૧૫૦ વર્ષ પછી, ઇ.સ.પૂ. ૬૦૦ ની આસપાસ, જ્યારે બેબીલોનીઓએ જેરુસલેમ પર વિજય મેળવ્યો આ ‘વૃક્ષ’,પડી ગયું, રાજાઓના વંશને વેરવિખેર કરી નાખવામાં આવ્યો, અને ઇસ્રાએલીઓને બેબીલોનમાં દેશનિકાલમાં લઇ જવામાં આવ્યા (સમયરેખાનો લાલ અવધિ). આ પ્રથમ યહૂદી દેશનિકાલ હતો – જેમાંથી કેટલાક લોકો ભારત સ્થળાંતર થયા. સાવિત્રી અને સત્યવાનની વાર્તામાં એક મૃત રાજાનો પુત્ર હતો – સત્યવાન. થડની ભવિષ્યવાણીમાં રાજાઓની રાજ્યરેખા સંપૂર્ણ સમાપ્ત થઈ જશે અને રાજવંશ પોતે જ મરી જશે.
શાખા: દાઉદ પાસેથી જે ’તે’ આવે છે તેજ્ઞાન સંપાદન કરશે

પરંતુ ભવિષ્યવાણી ફ઼ક્ત રાજવંશનો અંત આવવાની જ વાત નથી કરતું પણ ભવિષ્યમાં આગળ વધે છે. તે વડના ઝાડનાં સામાન્ય લક્ષણોનો ઉપયોગ કરીને આવું કર્યું. જ્યારે વડના બીજ ઉગી નીકળે છે ત્યારે તે મોટે ભાગે અન્ય ઝાડના થડ પર તે ઉગે છે. તે થડ તે વડના બીજના અંકુર ફૂટવા માટે આધાર બને છે. એકવાર વડના બીજના રોપા સ્થાપિત થઇ જાય પછી તે આધાર આપતા અન્ય ઝાડના થડને દબાવી ને વધારે મોટું થઇ જાય છે. યશાયા દ્વારા અગાઉથી જોવામાં આવેલું આ અંકુર વડના ઝાડ જેવું હશે કારણ કે નવો અંકુર તેના મૂળમાંથી ઉગી નીકળશે– એક શાખા રચવા માટે.
યશાયાએ આ કલ્પનાનો ઉપયોગ કર્યો હતો અને ભવિષ્યવાણી કરી હતી કે એક દિવસ, ભવિષ્યમાં એક અંકુર, જેને શાખા તરીકે ઓળખવામાં આવે છે, તે મ્રુતપ્રાય થડમાંથી ઉગી નીકળશે, જેમ કે વૃક્ષના થડમાંથી વડના અંકુર ફૂટશે. યશાયા આ અંકુરને ‘તેને’ તરીકે સૂચવે છે તેથી યશાયાકોઈવિશિષ્ટમાણસવિશેવાતકરીરહ્યોછે, જેરાજવંશપતનપછીદાઉદનાવંશમાંથીઆવશે. આમાણસમાંશાણપણ, શક્તિઅનેજ્ઞાનજેવાગુણોહશેજાણેકેઇશ્વરનોઆત્માતેનાપરહોય.

ઘણાલખાણોમાંનોંધવામાંઆવ્યુંછેકેવડનાઝાડનોપૌરાણિકદંતકથાઓમાંઅમરત્વનાપ્રતીકતરીકેઉલ્લેખકરવામાંઆવ્યોછે. તેનીઉપરનામૂળનીચેતરફ઼વધીનેજમીનમાંમળીનેવધારાનાથડબનાવેછે. તેદીર્ધાયુષ્યનુંપ્રતીકકરેછેઆમદૈવીસર્જકનુંપ્રતિનિધિત્વકરેછે. યશાયાદ્વારાઇ.સ.પુર્વે૭૫૦માંઆશાખાવીશેઅગાઉથીજોયુંતેમાંઘણીસમાનદૈવીલાક્ષણિકતાઓહશે, અનેરાજવંશ ‘થડ’ અદૃશ્યથયાપછીલાંબીચાલશે.
યર્મિયાઅનેશાખા
ઋષિ-પ્રબોધક યશાયા એ એક સીમાચિન્હ ઉભું કર્યું હતું જેથી લોકો ભવિષ્યની ન બનેલ ઘટનાઓને સમજી શકે. પરંતુ કેટલાક સંકેતોમાં તે માત્ર પ્રથમ સંકેત હતો. યર્મિયા, યશાયા બાદ ઇ.સ.પુર્વે૬૦૦માંઆશરે ૧૫૦ વર્ષ પછી થયા, જ્યારે દાઉદના વંશનો તેની આંખો સમક્ષ અંત લાવવામાં આવ્યો, તેણે લખ્યું:
5 યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર” ઉગાવીશ, તેને રાજા તરીકે પસંદ કરીશ. જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.
યિર્મેયા ૨૩:૫-૬
6 તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે અને તેઓ સુરક્ષિત રહેશે લોકો તેમને યહોવા અમારું ન્યાયીપણું છે. એ નામે બોલાવશે.”
યર્મિયાએ દાઉદના વંશની યશાયાની શાખા ની છબી પર વિસ્તરણ કર્યું. શાખાપણ રાજાબનશે. પરંતુ દાઉદના પાછલા રાજાઓ જેવો કોઈ રાજા નહી કે મ્રુતપ્રાય થડ જેવો નામશેષ થયો હોય.
શાખા: આપણો પ્રભુ આપણું ન્યાયીપણું
શાખા સાથેનો તફાવત તેના નામમાં જોવા મળે છે. તે ઇશ્વરનું ખૂબ નામ ધારણ કરશે (‘પ્રભુ’ – ઇશ્વર માટેનું હિબ્રુ નામ), તેથી એક વડના ઝાડની જેમ આ શાખા પણ દિવ્યની મૂર્તિ હશે. તે ‘આપણું’ (આપણે મનુષ્યોનો) ન્યાયીપણું પણ હશે.
જ્યારે સાવિત્રીએ યમ સાથે તેના પતિ સત્યવાનના શરીર પર વિવાદ કર્યો હતો, ત્યારે તેણીની ન્યાયીપણાએ તેને મૃત્યુ (યમ) નો સામનો કરવાની શક્તિ આપી હતી. કુંભ મેળા વિશે નોંધ્યું છે તેમ, આપણી સમસ્યા આપણો ભ્રષ્ટાચાર કે પાપ છે અને તેથી આપણી પાસે ‘ન્યાયીપણા’ નોઅભાવ છે. બાઇબલ જણાવે છે કે તેથી આપણી પાસે મૃત્યુનો સામનો કરવાની શક્તિ નથી. હકીકતમાં તે કહે છે કે આપણે તેની સામે લાચાર છીએ:
14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે.
હિબ્રૂ: ૨:૧૪બ–૧૫
15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે.
બાઇબલમાં શેતાન યમ જેવો છે કારણ કે તે આપણી સામે મૃત્યુ પર સત્તા ધરાવે છે. હકીકતમાં, યમ સત્યવાનના શરીર માટે દલીલ કરે છે તેવું બાઇબલમાં બીજી વાર શેતાનનો શરીર ઉપર વિવાદ કરવાની નોંધ છે, ક્યારે
9 પ્રમુખ દૂત મિખાયેલે જ્યારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ. પણ મિખાયેેલે કહ્યું કે; “પ્રભુ તને શિક્ષા કરે.”
યહૂદા ૧:૯
જ્યારે મુસા જેવા ઉમદા પ્રબોધકના શરીર ઉપર વિવાદ કરવા શેતાન પાસે, સાવિત્રી અને સત્યવાનની કથામાં યમના જેવી શક્તિ છે, તો પછી મૃત્યુ સંબંધી આપણા ઉપર ચોક્કસપણે તે સત્તા ધરાવે છે -આપણા પાપ અને ભ્રષ્ટાચારને કારણે. દૂતો પણ એ બાબતને માન્યતા આપે છે કે માત્ર પ્રભુ – સર્જક ઇશ્વર – પાસે મૃત્યુ પર શેતાનને ધમકાવવાનો અધિકાર છે.
અહીં, ‘શાખા’ માં એક વચન છે કે ભવિષ્યમાં પ્રભુ આપણને ‘ન્યાયીપણું’ આપશે જેથી આપણે મરણ ઉપર વિજય મેળવી શકીએ.
કેવી રીતે?
ઝખાર્યા જ્યારે આ વિષયની છણાવટ કરે છે ત્યારે વધુ વિગતો આપે છે, આવનારી શાખાના નામની વિગતોની પણ આગાહી કરે છે કે જે સાવિત્રી અને સત્યવાનની મરણ (યમ) ની કથાને સમાંતર છે, જે આપણે આગળ જોઇશુ